Tag: Medical education

  • Gujarat Government: ભૂપેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો

    Gujarat Government: ભૂપેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો

     News Continuous Bureau | Mumbai 

    • સરકારી અને GMERS મેડિકલ કૉલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરાયો
    • મેડિકલ , ડેન્ટલ, ફિઝોયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોને લાભ મળશે
    • સ્ટાઇપેન્ડ દરમાં વધારો તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે

    Gujarat Government: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

    તાજેતરમાં C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો:Khadi Mahotsav 2024:કેન્દ્રીય મંત્રી શ્રી જીતન રામ માંઝીએ KVI ક્ષેત્રની કામગીરી અને ખાદી મહોત્સવ, 2024ની તૈયારીઓની સમીક્ષા કરી

    રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

    રાજ્યની સરકારી મેડિકલ કૉલેજના મેડીકલ,ડેન્ટલ, ફિઝીયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડન્ટ તબીબોને આ સ્ટાઇપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે.

    આ વધારા મુજબ સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. 21,840, ડેન્ટલમાં રૂ. 20,160, ફિઝીયોથેરાપીમાં રૂ.13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂ. 15,120 સ્ટાઇપેન્ડ મળશે.

    ડિગ્રીના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,00,800, બીજા વર્ષમાં રૂ.1,02,480, ત્રીજા વર્ષમાં રૂ.1,05,000, ચોથા વર્ષ (સિનિયર રેસીડન્ટ) અને ક્લીનીકલ આસિસટન્ટને રૂ.1,10,880નો લાભ મળશે.

    આ સમાચાર પણ વાંચો:Donald Trump : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક? રેલી દરમિયાન એક વ્યક્તિએ બળજબરીથી મીડિયા ગેલેરીમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ; જુઓ વિડીયો

    સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,20,960, બીજા વર્ષમાં રૂ.1,26,000 અને ત્રીજા વર્ષમાં રૂ.1,34,400 તેમજ ડેન્ટલ રેસીડન્ટ(ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.78,960, બીજા વર્ષમાં રૂ.81,480, ત્રીજા વર્ષમાં રૂ.83,496, ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.35,280 અને બીજા વર્ષમાં રૂ.43,680 ચૂકવવામાં આવશે.

    મેડિકલ રેસીડન્ટ(ડિપ્લોમાં)ને પ્રથમ વર્ષમાં રૂ.75,600 અને બીજા વર્ષમાં રૂ.82,320 સ્ટાઇપેન્ડ ચૂકવાશે.

    આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.50,400, બીજા વર્ષમાં રૂ.53,760 અને ત્રીજા વર્ષમાં રૂ. 57,120 ચૂકવવામાં આવશે.

    તદ્ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સને રૂ. 21,840, જુનીયર રેસીડન્ટ્સને રૂ.1,00,800 અને સિનિયર રેસીડન્ટ્સ ને રૂ. 1,10,880 ચૂકવવામાં આવશે.

    GMERS સંચાલિત મેડિકલ કૉલેજના અનુ-સ્નાતક અભ્યાસક્રમના જુનિયર અને સિનિયર રેસીડન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં રૂ. 1,00,800, બીજા વર્ષમાં રૂ. 1,02,480, ત્રીજા વર્ષમાં રૂ. 1,05,000 ચોથા વર્ષમાં (સિનિયર રેસીડન્ટ અને ક્લીનીકલ આસિસટન્ટ)ને રૂ. 1,10,880 સ્ટાઇપેન્ટ ચૂકવવામાં આવશે.

    રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Maharashtra:  મહારાષ્ટ્રમાં હવે છોકરીઓને આ મહિનાથી મળશે મફ્ત ઉચ્ચ શિક્ષણ, મેડિકલ , એન્જિનિયરિંગ જેવા વિવિધ કોર્સ પણ ભણી શકશે વિનામૂલ્યે..

    Maharashtra: મહારાષ્ટ્રમાં હવે છોકરીઓને આ મહિનાથી મળશે મફ્ત ઉચ્ચ શિક્ષણ, મેડિકલ , એન્જિનિયરિંગ જેવા વિવિધ કોર્સ પણ ભણી શકશે વિનામૂલ્યે..

    News Continuous Bureau | Mumbai 

    Maharashtra: રાજ્યમાં છોકરીઓના શિક્ષણ ( Girls education ) અંગે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આગામી જૂનથી, રાજ્યમાં જે છોકરીઓના માતા-પિતાની આવક આઠ લાખથી ઓછી છે. તેવી છોકરીઓ ( girls ) લગભગ 600 જેટલા અભ્યાસક્રમો વિનામૂલ્યે ( Free education  ) ભણી શકવા માટે પાત્ર બનશે, પછી ભલે તે મેડિકલ શિક્ષણ ( Medical education ) હોય કે એન્જિનિયરિંગ શિક્ષણ છોકરીઓને તે વિનામૂલ્યે આપવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી ચંદ્રકાંત પાટીલે ( Chandrakant Patil  ) આની જાહેરાત કરી છે. 

    પ્રાપ્ત માહિતી મુજબ, કવિયત્રી બહિનાબાઈ ચૌધરીએ ઉત્તર મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાં ( Maharashtra University ) એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે પાટીલે આ જાહેરાત કરી છે. આ યોજનામાં 600 વિવિધ અભ્યાસક્રમો હાથ ધરવામાં આવ્યા છે. એન્જિનિયરિંગ, મેડિકલ જેવા 600 અભ્યાસક્રમો માટે છોકરીઓના માતા-પિતાને લાખો રૂપિયા ખર્ચવા પડે છે. તેમ જ મેડિકલ માટે હાલ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. જેના કારણે સામાન્ય ઘરની વિદ્યાર્થિનીઓ ( Girls students ) આવા અભ્યાસક્રમમાં ભણી શકતી નથી. તેમના માટે હવે આ નિર્ણયના જાહેરા થવાથી ઘણો ફાયદો થશે.

    આ સમાચાર પણ વાંચો :  PM Modi Successor survey: યોગી-શાહ કે ગડકરી.. PM મોદી બાદ લોકો પ્રધાનમંત્રી પદે કોને જોવા માંગે છે? જુઓ સર્વેમાં કોનું નામ છે સૌથી આગળ..

     છોકરાઓને પણ મળવુ જોઈએ મફ્ત શિક્ષણ..

    આ સાથે ચંદ્રકાંત પટલની જાહેરાત બાદ યુવાનોમાં નારાજગી ફેલાઈ છે. કાર્યક્રમ પૂરો થયા બાદ પાટીલને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અટકાવી દીધા હતા અને માંગણી કરી હતી કે માત્ર વિદ્યાર્થિનીને જ કેમ મફત શિક્ષણ આપવામાં આવે, આ આવકથી નીચેના છોકરાઓને પણ મફત શિક્ષણ આપવામાં આવવું જોઈએ. આ સમયે પાટીલે ખાતરી આપી હતી કે તેઓ આ માંગને મુખ્યમંત્રીના કાન સુધી જરુરથી પહોંચાડશે.