• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - mehsana
Tag:

mehsana

VibrantGujarat ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો સેન્ટર ઑફ એક્સેલન્સ
રાજ્ય

VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન

by Dr. Mayur Parikh October 1, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

  • સાબરકાંઠાના વદરાડમાં આવેલા સેન્ટર ઑફ એક્સેલન્સે 10 વર્ષમાં 1.4 કરોડથી વધુ રોપાં ઉછેર્યા

ગાંધીનગર, 1 ઓક્ટોબર 2025: ભારતના બાગાયત ક્ષેત્રને વેગ આપવાના ધ્યેય સાથે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રાલય ‘મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઑફ હોર્ટિકલ્ચર’ (MIDH) હેઠળ ફળ અને શાકભાજીની ખેતીને આધુનિક બનાવવા માટે અવિરત પ્રયાસો કરી રહ્યું છે. આ પહેલના ભાગરૂપે, દેશભરમાં 58 સેન્ટર ઑફ એક્સેલન્સ (CoEs)ને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ, તો રાજ્યમાં ફળો અને શાકભાજી માટે 4 સેન્ટર ઑફ એક્સેલન્સ છે.

VibrantGujarat ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના માટે ઇઝરાયલ, નેધરલેન્ડ્સ, ન્યુઝીલેન્ડ સાથે દ્વિપક્ષીય સહયોગ કરાર કર્યો છે. આ ઉપરાંત, ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR), દિલ્હી જેવી ભારતીય સંશોધન સંસ્થાઓની મદદથી પણ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે.

ભારતના બાગાયત ક્ષેત્રમાં પરિવર્તનનું માધ્યમ બન્યા સેન્ટર ઑફ એક્સેલન્સ

સેન્ટર ઑફ એક્સેલન્સનો ઉદ્દેશ બાગાયતી ઉત્પાદનમાં આધુનિક ટેક્નોલૉજીનું પ્રદર્શન કરવાનો, ખેડૂતોને તાલીમ આપવાનો અને બાગાયતમાં નવીન ટેક્નોલૉજીનો પ્રસાર કરવાનો છે. આ કેન્દ્રો ક્ષમતા નિર્માણ કાર્યક્રમો દ્વારા કૃષિ ક્ષેત્રે કૌશલ્ય વધારવામાં, ખેડૂતોને વાવેતર માટેની સામગ્રીનો પુરવઠો પૂરો પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ખેડૂતોને ખેતીની આધુનિક, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. સેન્ટર ઑફ એક્સેલન્સ સંશોધનને વાસ્તવિક ખેતી પદ્ધતિઓ સાથે જોડીને બાગાયતી ક્ષેત્રમાં ઉચ્ચ ઉત્પાદકતા, સારી ગુણવત્તા અને ટકાઉપણું સુનિશ્ચિત કરે છે. સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન આપે છે અને ખેડૂતો માટે આર્થિક તકો પણ ઊભી કરે છે. આ તમામ પ્રયાસો દ્વારા સેન્ટર ઑફ એક્સેલન્સ ભારતના બાગાયતી ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં છે 2 સેન્ટર ઑફ એક્સેલન્સ

ઉત્તર ગુજરાતમાં બાગાયત ક્ષેત્રના વિકાસ માટે બે સેન્ટર ઑફ એક્સેલન્સ છે, જે એપ્લાઇડ રિસર્ચ એટલે કે વ્યવહારુ સંશોધન, પાકના માનકીકરણ અને ખેડૂતોને નવી ટેક્નોલૉજી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે. આ કેન્દ્રો તકનીકી સલાહ પણ પૂરી પાડે છે અને પાક ઉત્પાદકતા વધારવા માટે ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રીનું ઉત્પાદન કરે છે. ઉત્તર ગુજરાતમાં એક સેન્ટર ઑફ એક્સેલન્સ સાબરકાંઠાના વદરાડમાં આવેલું છે. વર્ષ 2015માં શાકભાજી માટે સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર પ્રોટેક્ટેડ કલ્ટિવેશન એન્ડ પ્રિસિશન ફાર્મિંગની સ્થાપના કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો: Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે

સાબરકાંઠાના વદરાડમાં આવેલા સેન્ટર ઑફ એક્સેલન્સે 10 વર્ષમાં 1.4 કરોડથી વધુ શાકભાજીના રોપાં ઉછેર્યા

આ કેન્દ્રએ શાકભાજીની સંરક્ષિત અને ચોક્સાઇપૂર્ણ ખેતી કરવાના હેતુ સાથે વિવિધ પગલાં લીધાં છે. વાવેતર સામગ્રી કાર્યક્રમ દ્વારા આ સેન્ટર ઑફ એક્સેલન્સે 10 વર્ષમાં 1.4 કરોડથી વધુ શાકભાજીના રોપાં ઉછેર્યા છે. આ રોપાંઓનો અંકુરણ દર કેટલાંક કિસ્સાઓમાં 90% સુધીનો હતો, જેનાથી ખેડૂતોને વધુ સારી ઉપજ મેળવવામાં મદદ મળી છે. દર વર્ષે આ કેન્દ્ર આધુનિક ખેતી પદ્ધતિઓ પ્રદર્શિત કરવા માટે 18 ફ્રન્ટલાઈન પ્રદર્શનોનું આયોજન કરે છે. તે તાલીમ કાર્યક્રમો અને ફીલ્ડ વિઝિટ્સનું પણ આયોજન કરે છે, જેનો લાભ 1 લાખ 13 હજારથી વધુ ખેડૂતો અને અધિકારીઓને મળ્યો છે.

આ વિઝિટ દરમિયાન સહભાગીઓને નવીન તકનીકોનો પ્રત્યક્ષ અનુભવ મળે છે. આ ઉપરાંત, કેન્દ્ર દ્વારા માહિતીના આદાનપ્રદાન માટે રહેણાંક તાલીમ કાર્યક્રમો, નિયમિત વર્કશોપ અને ટ્રેનિંગ ઑફ ટ્રેનર્સ (ToT) કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

મહેસાણાના વિસનગરમાં છે ‘સેન્ટર ઑફ એક્સલન્સ ઑફ વેજીટેબલ્સ એન્ડ સાઇટ્રસ’

મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલ ‘સેન્ટર ઑફ એક્સલન્સ ઑફ વેજીટેબલ્સ એન્ડ સાઇટ્રસ’ આધુનિક સંરક્ષિત ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં 1,800 ચોરસ મીટરમાં ફેલાયેલા બે નેટ હાઉસ, 1,800 ચોરસ મીટરને આવરી લેતી ચાર પોલી ટનલ અને નિયંત્રિત પાક ઉત્પાદન માટે 1,100 ચોરસ મીટરનું ફેન-પૅડ પોલી હાઉસ છે. આ કેન્દ્ર સ્થાનિક આબોહવાને અનુરૂપ લીંબુની નવી જાતોનું પરીક્ષણ કરે છે. આ ઉપરાંત, તે સ્વસ્થ અને રોગમુક્ત રોપાં ઉગાડે છે અને ટપક સિંચાઈ, ફર્ટિગેશન અને સંરક્ષિત ખેતી જેવી આધુનિક ખેતી તકનીકોનું પ્રદર્શન કરે છે.

ખેડૂતોને નવીનતમ ટેક્નોલૉજી વિશે માહિતગાર કરવા માટે આ કેન્દ્ર વિવિધ વિષયો અંગે તાલીમ કાર્યક્રમો ચલાવે છે, જેમાં સાઇટ્રસ પાકનું ઉત્પાદન, પોષક તત્વોનું સંચાલન, કાપણી, નર્સરી વ્યવસ્થાપન, જીવાત નિયંત્રણ અને સેન્દ્રિય ખેતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોતાની જમીન ન ધરાવતાં ખેતમજૂરોને વિશેષ તાલીમ આપવામાં આવે છે, જેનાથી તેમની આજીવિકાની તકો વધે છે. આ પહેલ ખેડૂતોને વ્યવહારુ જ્ઞાન પ્રદાન કરે છે અને અસરકારક ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહન આપે છે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ગુજરાતના બાગાયતી વિકાસ પર પ્રકાશ પાડશે

ઉલ્લેખનીય છે કે, આગામી 9-10 ઑક્ટોબરે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (ઉત્તર ગુજરાત, મહેસાણા જિલ્લો) બાગાયતી વિકાસ પર પ્રકાશ પાડશે અને ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો માટે નેટવર્કિંગ તકો પ્રદાન કરશે. ઉત્તર ગુજરાતતમાં સેન્ટર ઑફ એક્સેલન્સે વ્યાપક પ્રવૃત્તિઓ દ્વારા બાગાયત ક્ષેત્રે પરિવર્તન લાવવામાં, ખેડૂતોને સશક્ત બનાવવામાં અને આત્મનિર્ભર કૃષિ ક્ષેત્રના વિઝનમાં યોગદાન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

October 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat rain Kadi taluka of Mehsana received the highest rainfall of 3.6 inches in the state during the last 24 hours.
રાજ્ય

Gujarat rain : છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહેસાણાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

by kalpana Verat June 30, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat rain : 

આજે સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૩ ટકા નોંધાયો

 રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૧૮૯ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, અમદાવાદના વિરમગામ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના ખેરગામ, સુરતના ઉમરપાડા અને ગાંધીનગરના કલોલ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૨૫ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૫૯ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો : Guru Purnima 2025: 10 જુલાઇ ના રોજ ગુરુ પૂર્ણિમા ના દિવસે ના કરો આ ભૂલો, માં લક્ષ્મી થઇ જશે નારાજ

રાજ્યમાં આજે તા. ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૩ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૩૫.૭૫ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૨૪.૭૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dharoi Adventure Fest : Kicks Off; 45-Day Event Features Parasailing, Rock Climbing, Trekking
રાજ્ય

Dharoi Adventure Fest : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૪૫ દિવસ સુધી ચાલનારા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો…

by kalpana Verat May 23, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai  

Dharoi Adventure Fest : 

  • એડવેન્ચર ફેસ્ટમાં પાવર બોટ,પેરાસેઇલિંગ, રોક ક્લાઈમિંગ, બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિન્ગ સહિતની એડવેન્ચર એક્ટિવિટીઝ જમાવશે અનેરું આકર્ષણ
  • જલ-થલ-નભ ત્રણેયના રોમાંચક અનુભવો સાથેની ૧૦થી વધુ એક્ટિવિટીઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટને બનાવશે પ્રવાસીઓની પસંદ
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરિઝમ – પિલગ્રિમેજ ડેસ્ટિનેશન તરીકે વિકસવવાની દિશાનું કદમ “એડવેન્ચર ફેસ્ટ” બનશે
  • ઉત્તર ગુજરાતનાં અંબાજી-તારંગા-વડનગર-પોળો ફોરેસ્ટ સહિતના પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાનું ભવિષ્યલક્ષી આયોજન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ એડવેન્ચર ઝોનનું ઉદઘાટન કર્યુ હતું અને સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો.

Dharoi Adventure Fest :  ટેન્ટસિટીનું ઉદ્દઘાટન કરીને તેની મુલાકાત લીધી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને મહાનુભાવો સાથે એડવેન્ચર ઍક્ટિવિટી સ્થળની મુલાકાત લઈને પેરા મોટરીંગ સહિતની રાઇડસ પણ નિહાળી હતી અને ટેન્ટસિટીનું ઉદ્દઘાટન કરીને તેની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સબસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.

ધરોઈ ડેમ રિજીયન ડેવલપમેન્ટ સમગ્રતયા ત્રણ ફેઈઝમાં સાકાર થશે અને સ્પિરીચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગાર અવસર સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ પાર પડી શકશે. ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ‘આઈકોનિક પ્લેસ’ તરીકે વિકસાવવામાં આવશે. એટલું જ નહિ, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કાર્યરત છે.

 

માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi ની પ્રેરણાથી રાજ્ય સરકાર ધરોઇ ડેમ વિસ્તારને એક વર્લ્ડક્લાસ સસ્ટેઇનેબલ ટુરીઝમ અને પિલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકે વિકસાવી રહી છે.

જેના ભાગરૂપે, આજે ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો.

આ… pic.twitter.com/RZwORGkJXM

— Bhupendra Patel (@Bhupendrapbjp) May 23, 2025

પ્રવાસન વિભાગના સચિવ શ્રી ડૉ. રાજેન્દ્ર કુમારે મીડિયા સાથે એડવેન્ચર ફેસ્ટ અંગેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અંદાજિત ૪૫ દિવસ સુધી ચાલશે અને ફેસ્ટિવલમાં લેન્ડ બેઝડ, વોટર બેઝડ, એર બેઝડ એડવેન્ચર એક્ટિવિટીઝ પ્રવાસીઓને માણવા મળશે. પ્રવાસીઓને રહેવા માટે ધરોઈ ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં કુલ ૨૧ વિવિઘ પ્રકારના ટેન્ટ તેમજ અંદાજિત ૧૦૦થી વધુ બેડની એસી ડોર્મિટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમ પ્રવાસન સચિવે જણાવ્યું હતું.

આ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ના ઉદ્ઘાટન પ્રસંગે અરવલ્લી-સાબરકાંઠાના સાંસદ શ્રી શોભનાબહેન બારૈયા, મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, પૂર્વ મંત્રી અને ઇડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના એમ. ડી. શ્રી એસ.છાકછુઆક, સાબરકાંઠાના કલેકટર શ્રી લલિત નારાયણ સંધુ, મહેસાણાના કલેકટર શ્રી એસ.કે. પ્રજાપતિ, સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા શ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબહેન પટેલ સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Gaganyaan ISRO:ISROએ 2025ને ‘ગગનયાન વર્ષ’ તરીકે જાહેર કર્યું, ‘વ્યોમિત્ર’ રોબોટ સાથેનું પહેલું મિશન આ તારીખે થશે લોન્ચ…

Dharoi Adventure Fest : એડ્વેન્ચર ફેસ્ટનાં આકર્ષણો

* જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની ૧૦થી વધુ એક્ટિવિટીઝ
* રહેવા માટે અતિઆધુનિક સુવિધાઓયુક્ત AC ટેન્ટ સહિત ૨૧ ટેન્ટ સાથેનું ટેન્ટસિટી – સાંસ્કૃતિક કાર્યક્રમો
* પાવર બોટ અને પેરાસેઇલિંગ જેવી પાણીમાં થતી એક્ટિવિટીઝ
* પેરામોટરિંગ, હોટ એર બલૂન જેવી એક્ટીવિટી
* જમીન પર રોક ક્લાઈમ્બિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિન્ગ જેવી પ્રવૃત્તિઓ
* સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર
* અંદાજિત ૧૦૦થી વધુ બેડની AC ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઈનિંગ હૉલની સુવિધાઓ
* તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ, સર્ટિફાઇડ રાઈડ, આકસ્મિક આગ સામે સુરક્ષા વ્યવસ્થાની ઉપલબ્ધતા

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
CM Bhupendra Patel at the Maharudri Yagna and Pran Pratistha Mahotsav Rameshwar Temple Mehsana
રાજ્ય

Rameshwar Temple Mehsana : CM ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના ગુંછળી રામેશ્વર મહાદેવ મંદિરમાં ‘આ’ મહોત્સવમાં લીધો ભાગ, 250 કિલો વજનના અલૌકિક ઘંટનું કર્યુ અનાવરણ.

by Hiral Meria November 4, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Rameshwar Temple Mehsana : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગુંછળી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારુદ્રી યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રધ્ધાપૂર્વક જોડાયા હતા. મુખ્યમંત્રી એ મંદિર પરિસરમાં લગભગ 250 કિલો વજનના અલૌકિક ઘંટનું અનાવરણ કર્યુ હતું અને ત્યારબાદ મુખ્યમંત્રીએ મંદિરના ગર્ભ ગૃહમાં પૂજન અર્ચન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી હતી, તેમણે મંદિર પરિસરમાં ધન્વંતરી ઔષધિવન, બીલીવન અને નક્ષત્ર વનની મુલાકાત લીધી હતી.   

આ પ્રસંગે મુખ્યમંત્રી ( Bhupendra Patel ) એ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ દિવાળી અને નવા વર્ષે આપણે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છીએ. 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થયા હોય તે પછીની આ પ્રથમ દિવાળીના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. અહીંયા ગુંછળી ખાતે પણ રામેશ્વર મહાદેવ મંદિર ( Rameshwar Mahadev Temple ) 300 વર્ષ જૂનું છે જેનું પુનઃ નિર્માણ કરી આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આપણી વિરાસત અને સંસ્કૃતિને જાળવીને વિકાસ કરવાના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધી રહ્યા છીએ. 

મુખ્યમંત્રી (  Maharudri Yagna and Pran Pratistha Mahotsav ) એ જણાવ્યું કે, વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા ગુજરાત અગ્રેસર રહે તે માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવો પડશે. વધુમાં તેમણે ઉમેર્યું કે અહીંયા નક્ષત્ર વન ઔષધિવન અને બીલીવનનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનો લાભ અહી આવનાર દરેકને મળશે. 

हर हर महादेव 🙏

વિજાપુર તાલુકાના ગુંછળી ગામે જ્ઞાન, કર્મ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા શ્રી રામેશ્વર મહાદેવના ભવ્ય શિવાલયના પુન:નિર્માણ અને અન્ય દેવી-દેવતાઓની પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

નવા વર્ષે આ પાવન ક્ષણના સાક્ષી બનવાનો અવસર મળ્યો તેનો મને… pic.twitter.com/H7iM7M8kMd

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 4, 2024

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી રામેશ્વર મહાદેવની ( Rameshwar Temple Mehsana ) દ્રષ્ટિ સન્મુખ પરિસરમાં પૂર્વ દિશામાં નક્ષત્ર વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નક્ષત્રવન એસ્ટ્રોથીમ એટલે કે જ્યોતિષશાસ્ત્ર આધારિત બગીચો છે. જેમાં રાશિ ચક્ર સાથે જોડાયેલા છોડ અને વૃક્ષો આવેલા હોય છે. આ નક્ષત્ર વનમાં નક્ષત્રોની સંખ્યા મુજબ કુલ 27 નક્ષત્ર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  CM Bhupendra Patel Bhavnagar: ભાવનગરમાં ગૌ ગોષ્ઠી સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી, કહ્યું , ‘પશુઓ માટે કરવામાં આવી રહી છે આ કામગીરી’.

આ ઉપરાંત બીલીવૃક્ષોથી આચ્છાદિત બીલીવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ મંદિર પરિસરમાં ધન્વંતરી ઔષધીવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઔષધી વનમાં દુર્લભ તેમજ પ્રચલિત 108 જેટલી ઔષધીઓનો ઉછેર કરવામાં આવ્યો છે. જે દરેક છોડનું ટેગિંગ કરવામાં આવશે. જેમાં દર્શાવેલ ક્યુઆરકોડ સ્કેન કરવાથી તે ઔષધીય વનસ્પતિનો પરિચય અને સ્વાસ્થ્ય માટે તેનો ઉપયોગ સહેલાઈથી જાણી શકાશે.

શ્રી રામેશ્વર મહાદેવના સુંદર મંદિર પરિસરની સાથોસાથ ગુંછળી ગામને હરિયાળું બનાવવા માટે રામેશ્વર મહાદેવ ટ્રસ્ટ, ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા સુંદર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના સમન્વયના આ પ્રયાસોને હું બિરદાવું છું.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ… pic.twitter.com/pFrPV2XqEu

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 4, 2024

આ ( Mehsana  ) કાર્યક્રમ દરમ્યાન આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી મયંકભાઇ નાયક, લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્યશ્રી સી.જે. ચાવડા, માણસા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ, અગ્રણી સર્વશ્રી ગીરીશભાઈ રાજગોર, પી.આઈ. પટેલ, રમણભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, ડી.ડી. પટેલ, મુકેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી ડૉ. હસરત જૈસમીન તેમજ ટ્રસ્ટીશ્રીઓ દાતાશ્રીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

November 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Festival season in Gujarat has become rampant, suspected fake ghee worth 1.39 crores has been seized from this city.
રાજ્ય

Food Safety Fortnight: ગુજરાતમાં તહેવારની સીઝનમાં ભેળસેળિયા બન્યા બેફામ, આ શહેરમાંથી ઝડપાયું 1.39 કરોડનું શંકાસ્પદ નકલી ઘી..

by Hiral Meria October 14, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Food Safety Fortnight: આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એ જણાવ્યું છે કે, ગુજરાતના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી ના  તહેવારો માં જાહેર જનતા ને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેના પૂર્વ તૈયારી ના ભાગરૂપે ફૂડ સેફટી પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે રાજ્યવ્યાપી દરોડા: રૂ. ૪.૫ કરોડ થી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરાયો છે.  

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ ના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, રીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ વેગેરે જગ્યાએથી  ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કૂલ ૧૭૫૫ એન્ફોર્સમેન્ટ નમુના અને ૩૭૩૧ સર્વેલન્સ નમુના એમ કૂલ ૫૪૮૬ નમુનાઓ લેવામાં આવ્યા જયારે ૨૪૨૩ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા છે.

આ ફૂડ સેફટી પખવાડિયા ( Food Safety Fortnight )  દરમ્યાન અલગ-અલગ જગ્યાઓ પર ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રી દરમ્યાન ૫૬ લાખ થી નાગરિકો માટે  ૬૪૦ થી વધુ જાગૃતિ માટે ના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા.

તેમણે ઉમેર્યું કે, મહેસાણા ( Mehsana  ) અને પાટણ ખાતે થી રૂ. ૧.૩૯ કરોડ નું ૪૫.૫ ટન શંકાસ્પદ ઘીનો ( Adulterated Food ) જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલ ખાનગી બાતમી ના આધારે મે. હરિઓમ પ્રોડક્ટ્સ, ૨૮, ૨૯, ૩૦, રાજરત્ન એસ્ટેટ, મુ.પો. બુડાસણ, તા. કડી, જી. મહેસાણા ખાતેથી શંકાસ્પદ રીતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.મે. જય અંબે સ્પાઇસીસ પેઢી પાસે FSSAI નું લાઈસન્સ ધરાવતા ન હતા. સ્થળ ઉપર તપાસ દરમ્યાન તંત્ર ની ટીમ ને ફોરેન ફેટ, પામોલીન તેલ અને ઘી પણ મળી આવેલ જેનાથી પ્રાથમિક દ્રષ્ટી એ ઘી ( Adulterated Ghee ) માં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું,આથી સ્થળ પરથી હાજર જવાબદાર વ્યક્તિ રામુ ડાકુરામ ડાંગી ની હાજરી માં કૂલ ૬ નમુના લેવામાં આવ્યા હતા,જયારે બાકીનો કૂલ  રૂ. ૧.૨૫ કરોડનો ૪૩,૧૦૦ કિગ્રા નો જથ્થો કે જપ્ત કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Surgeon Vice Admiral Kavita Sahai: સર્જન વાઈસ એડમિરલ કવિતા સહાય SM, VSMએ ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસીસ (નૌકાદળ) તરીકે સંભાળ્યો ચાર્જ, જાણો તેમના વિશે.

આ ઉપરાંત પાટણ સિટીમાં ત્રણ દરવાજા પાસે આવેલ નીતીનકુમાર ભાઈલાલ ઘીવાલા ની પેઢી માંથી શંકાસ્પદ ઘી ની ઉત્પાદન કરતા હોવાનું જાણવા મળતા તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરતા લેબલ વગર નો ઘી નો જથ્થો મળી આવ્યો હતો. જેના આધારે સ્થળ પર થી માલિક ની હાજરી માં કૂલ ૧૧ શંકાસ્પદ ઘી ના નમુના લેવામાં આવ્યા છે જયારે અંદાજીત કિંમત આશરે રૂ. ૧૪.૩૦ લાખનો બાકીનો ૨૪૦૦ કિગ્રા થી વધુ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

તંત્ર ( Food Safety Fortnight ) દ્વારા કરવામાં આવેલ આ પ્રવૃત્તિઓથી રાજ્યમાં ભેળસેળિયા વેપારીઓ માં ફફડાટ વ્યાપ્યો છે. ચાલો આપને સૌ સાથે મળી ફૂડ સેફટી પખવાડિયા ને ઉજવીએ અને “સલામત ખોરાક, સ્વસ્થ ગુજરાત” હેઠળ ગુજરાત ને ખોરાક ની ગુણવત્તા ની બાબત માં દેશમાં મોખરા નું રાજ્ય બનાવીએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

October 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
The wall collapsed in Mehsana! PM Modi expressed grief over the loss of life due to this incident
રાજ્ય

Mehsana Wall Collapse: મહેસાણામાં દિવાલ ધરાશાયી! આ ઘટનાથી થયેલી જાનહાનિ પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, કરી એક્સ-ગ્રેશિયાની જાહેરાત.

by Hiral Meria October 13, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Mehsana Wall Collapse: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  ​​ગુજરાતના મહેસાણા જિલ્લામાં દિવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.  

PM મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી.

Mehsana Wall Collapse: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“गुजरात के मेहसाणा में दीवार गिरने से हुई दुर्घटना अत्यंत दुखद है। इसमें जिन्होंने अपनों को खोया है, उनके प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर उन्हें इस पीड़ा को सहन करने का संबल प्रदान करे। इसके साथ ही मैं घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव सहायता में जुटा है: PM @narendramodi“

गुजरात के मेहसाणा में दीवार गिरने से हुई दुर्घटना अत्यंत दुखद है। इसमें जिन्होंने अपनों को खोया है, उनके प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर उन्हें इस पीड़ा को सहन करने का संबल प्रदान करे। इसके साथ ही मैं घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में…

— PMO India (@PMOIndia) October 12, 2024

આ સમાચાર પણ વાંચો:  Haryana Kaithal Road Accident: PM મોદીએ હરિયાણાના કૈથલમાં માર્ગ અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર વ્યક્ત કર્યો શોક, આટલા લાખની એક્સ-ગ્રેશિયાને આપી મંજૂરી

“An ex-gratia of Rs. 2 lakhs from PMNRF would be given to the next of kin of each deceased in the mishap in Mehsana, Gujarat. Rs. 50,000 would be given to those injured.”

An ex-gratia of Rs. 2 lakhs from PMNRF would be given to the next of kin of each deceased in the mishap in Mehsana, Gujarat. Rs. 50,000 would be given to those injured. https://t.co/KUJqI32dEW

— PMO India (@PMOIndia) October 12, 2024

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
BIS Ahmedabad organized a two-day training program for Science Teachers on Learning Science Via Standards
અમદાવાદ

BIS Ahmedabad: BIS અમદાવાદ દ્વારા વિજ્ઞાન શિક્ષકો માટે લર્નિંગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડસ પર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

by Hiral Meria August 2, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

BIS Ahmedabad: ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે જે ધોરણોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણપત્ર પર દેખરેખ રાખે છે. BIS એ તાજેતરમાં યુવા બ્રાન્ડ એમ્બેસેડરના વાઇબ્રન્ટ જૂથ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે સમાવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબ બનાવીને ગુણવત્તાની જાગૃકતા વધારવાની ઉમદા પહેલ કરી છે. આ ક્લબ્સ હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણના ક્ષેત્રમાં શીખવાની તકો મળે છે. BIS ટૂંક સમયમાં ભારતમાં 10,000થી વધારે સ્ટાન્ડર્ડ ક્લબના ( Standard Club ) મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરી લીધા છે. 

BIS વિવિધ હિતધારકો જેમ કે સ્ટાન્ડર્ડ્સ ક્લબ મેન્ટર્સ, જિલ્લા વહીવટીતંત્ર, સંબંધિત અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ માટે સમયાંતરે અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે જેથી કરીને તેમના વધુ અસરકારક અમલીકરણ તરફ વિવિધ સરકારી યોજનાઓમાં ગુણવત્તાની ખાતરી મળે.

BIS Ahmedabad organized a two-day training program for Science Teachers on Learning Science Via Standards

BIS Ahmedabad organized a two-day training program for Science Teachers on Learning Science Via Standards

 

ભારતીય માનક બ્યુરો અમદાવાદ દ્વારા 30 અને 31 જુલાઈ 2024ના રોજ દૂધસાગર ડેરી ,મહેસાણા ( Mehsana ) ખાતે સ્ટાન્ડર્ડ ક્લબના વિજ્ઞાન શિક્ષકો માટે લર્નિંગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડસ પર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

તાલીમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને માનક ગીત સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં LSVS ( Learning Science via Standards ) પાઠ યોજના પુસ્તિકાઓનું લોન્ચિંગ પણ સામેલ હતું, જે તમામ સ્ટાન્ડર્ડ ક્લબોમાં વિતરિત કરવામાં આવશે.

અમદાવાદ ખાતે BIS પ્રમુખ અને નિદેશક શ્રી સુમિત સેંગરે તમામ સહભાગીઓને આવકાર્યા અને તેમને કાર્યક્રમના ઉદ્દેશ્યો વિશે માહિતી આપી. તેમણે સહભાગીઓને તેમની સંબંધિત શાળાના વિદ્યાર્થીઓમાં લર્નિંગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડસ વિભાવનાનો વધુ પ્રચાર કરવા પણ અપીલ કરી હતી.

આ સમાચાર પણ વાંચો  :  Surat Land Grabbing Act: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત સુરત શહેરમાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

આ પ્રસંગના મુખ્ય અતિથિ પાટણ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અશોક એન ચૌધરીએ માનકીકરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે શાળાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબની પ્રવૃત્તિઓના મહત્વ પર વક્તવ્ય આપ્યું હતું અને LSVS જેવા BISના તાજેતરના પ્રોત્સાહનની પણ પ્રશંસા કરી હતી.

BIS Ahmedabad organized a two-day training program for Science Teachers on Learning Science Via Standards

BIS Ahmedabad organized a two-day training program for Science Teachers on Learning Science Via Standards

મહેસાણા સ્થિતિ દૂધસાગર ડેરીના (પ્રભાર એમડી) શ્રી ધીરજ કુમાર ચૌધરીએ ડેરી ઉદ્યોગમાં ધોરણોના મહત્વ અને રોજિંદા જીવનમાં તેની ભૂમિકા પર વક્તવ્ય આપ્યું હતું અને છેલ્લા 60 વર્ષથી BIS સાથે લાયસન્સની સફરનું પણ વર્ણન કર્યું હતું.

વૈજ્ઞાનિક ડી એ શ્રી ઈશાન ત્રિવેદીએ BISની વેબસાઈટ પર માનકીકરણ, પ્રમાણપત્ર યોજનાઓ,તાલીમ અને માનકોના પ્રમોશન વિભાગ, પરીક્ષણ અને ઓનલાઈન નિદર્શન સહિત તેના ઉપયોગને આવરી લેતી BIS પ્રવૃત્તિઓની ઝાંખી, પ્રમાણપત્ર યોજનાઓ, ઈ-BIS સુવિધાઓ અને BIS કેર એપ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

વૈજ્ઞાનિક સી એ શ્રી અજય ચંદેલે રોજબરોજના જીવનમાં વિજ્ઞાનના મહત્વ અને ગુણવત્તા અને માનકો સાથેના તેના સંબંધ અને ગુણવત્તા અને માનકોને પ્રોત્સાહન આપવામાં વિજ્ઞાન શિક્ષકોની ભૂમિકા ,સ્ટાન્ડર્ડ્સ પ્રમોશન પ્રવૃત્તિઓ અને સ્ટાન્ડર્ડ્સ ક્લબના એકેડેમિયા-જેનેસિસ સાથે જોડાણ અને તેની પ્રવૃત્તિઓ અને ઓરિએન્ટેશન ફિલ્મ વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

વૈજ્ઞાનિક ( Science Teachers ) સી એ શ્રી રાહુલ પુષ્કરે માનકો-કન્સેપ્ટ અને ઉપયોગની પદ્ધતિ દ્વારા શીખવા વિજ્ઞાન પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને એલપીજી સિલિન્ડર પ્રોડક્ટ પર લેસન પ્લાનનો વ્યવહાર પણ કર્યો હતો.

BIS Ahmedabad organized a two-day training program for Science Teachers on Learning Science Via Standards

BIS Ahmedabad organized a two-day training program for Science Teachers on Learning Science Via Standards

ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર અને BISના પ્રશિક્ષિત સંસાધન પર્સનલ શ્રી ઈશાન ઠક્કરે બાયો ગેસ પ્લાન્ટ લેસન પ્લાન પર વ્યાખ્યાન આપ્યું અને રોજિંદા જીવનમાં ઉત્પાદન સંબંધિત વૈજ્ઞાનિક કાયદાઓ અને સિદ્ધાંતોની જૂથ પ્રવૃત્તિનું સંચાલન કર્યું. સહભાગીઓએ આપેલ કાર્ય પર તેમના વિચારો રજૂ કર્યા.

આ સમાચાર પણ વાંચો  :  Conference of Governors: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોની પરિષદનું ઉદઘાટન કર્યું

દિવસ – દ્વિતીય

દૂધસાગર ડેરીના ( Dudhsagar Dairy ) શ્રી લોકેશ કુલશ્રેષ્ઠ, AGM (QA) શ્રી નેહલ ગાંધીએ BIS પ્રશિક્ષિત સંસાધન પર્સનલે લેસન પ્લાન – મિલ્ક પાઉડર પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારબાદ, સહભાગીઓએ લેસન પ્લાનને લગતા પરીક્ષણ અને વૈજ્ઞાનિક કાયદાઓ અને સિદ્ધાંતોના નિદર્શન માટે ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ અને લેબોરેટરીની મુલાકાત લીધી.

શ્રી અજય ચંદેલે BIS એ લેસન પ્લાન- પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર પર વક્તવ્ય આપ્યું હતું અને ત્યારબાદ તમામ શિક્ષકોએ લેસન પ્લાન સંબંધિત ક્વિઝમાં ભાગ લીધો હતો.

સંક્ષિપ્ત પ્રશ્ન અને જવાબ સત્ર પછી શ્રી અજય ચંદેલ વૈજ્ઞાનિક સી દ્વારા આભાર માન સાથે સત્રનું સમાપન થયું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Prime Minister in Mehsana, Gujarat about Rs. Inaugurated, launched and laid foundation stones of various projects worth 5800 crores
રાજ્યMain PostTop Post

Gujarat : પ્રધાનમંત્રીએ ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા

by Akash Rajbhar October 31, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Gujarat :

  • “30 અને 31 ઑક્ટોબર, દરેક માટે ખૂબ જ પ્રેરણાનો સ્ત્રોત છે, કારણ કે ગોવિંદ ગુરુજીની પુણ્યતિથિ છે અને એ પછી સરદાર પટેલજીની જન્મજયંતી છે”
  • “ભારતની વિકાસગાથા વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે”
  • “મોદી જે પણ સંકલ્પ લે છે, તે પૂર્ણ કરે છે”
  • “સિંચાઈ યોજનાઓને કારણે ઉત્તર ગુજરાતમાં 20-22 વર્ષમાં સિંચાઈનો વ્યાપ અનેકગણો વધી ગયો છે”
  • “ગુજરાતમાં શરૂ થયેલી જળસંચય યોજનાએ હવે દેશ માટે જળ જીવન મિશનનું સ્વરૂપ ધારણ કર્યું છે”
  • “ઉત્તર ગુજરાતમાં 800થી વધુ નવી ગ્રામ્ય ડેરી સહકારી મંડળીઓની પણ રચના કરવામાં આવી છે”
  • પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે દેશમાં આપણા વારસાને વિકાસ સાથે જોડવાનું અભૂતપૂર્વ કાર્ય થઈ રહ્યું છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) આજે ગુજરાતનાં મહેસાણામાં(Mehsana) આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન(opening), લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 30મી અને 31મી ઓક્ટોબરની બે તારીખો દરેક માટે પ્રેરણાનો સ્ત્રોત છે, કારણ કે ગોવિંદ ગુરુજીની પુણ્યતિથિ છે અને એ પછીની તારીખે સરદાર પટેલજીનો(Sardar Patel) જન્મ દિવસ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આપણી પેઢીએ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું(Statue Of Unity) નિર્માણ કરીને સરદાર સાહેબ પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો છે.” તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ગોવિંદ ગુરુજીનું(Govind Guruji) જીવન ભારતની આઝાદીમાં આદિવાસી સમાજનાં પ્રદાન અને બલિદાનનું પણ પ્રતીક છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, વર્ષોથી સરકારે માનગઢ ધામનું મહત્ત્વ રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કર્યું છે.

પ્રધાનમંત્રીએ દિવસની શરૂઆતમાં અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરવાનો ઉલ્લેખ કર્યો હતો તથા દેવી અંબાજીના આશીર્વાદ મેળવવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગબ્બર પર્વતનો વિકાસ કરવા અને તેની ભવ્યતા વધારવા માટે થઈ રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી. આજની પરિયોજનાઓ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે લગભગ 6000 કરોડ રૂપિયાના મૂલ્યની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન ભગવાન અંબેના આશીર્વાદથી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટથી કનેક્ટિવિટીમાં વધારે સુધારો થશે અને આ વિસ્તારનાં ખેડૂતોને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, “મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અમદાવાદ અને ગાંધીનગરની આસપાસનાં જિલ્લાઓને પણ આ યોજનાઓનો લાભ મળશે.” તેમણે આજની પરિયોજનાઓ માટે ગુજરાતની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતની વિકાસગાથા સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.” પ્રધાનમંત્રીએ ચંદ્રયાનના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ અને જી-20ના સફળ પ્રમુખપદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંકલ્પની નવી ભાવનાની નોંધ લીધી હતી અને ભારતના કદમાં વધારો થવા માટે લોકોની શક્તિને શ્રેય આપ્યો હતો. તેમણે દેશમાં સર્વાંગી વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો અને જળ સંરક્ષણ, સિંચાઈ અને પીવાના પાણી માટેના પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. માર્ગો હોય, રેલવે હોય કે હવાઈમથક હોય, શ્રી મોદીએ તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ રોકાણ પર ભાર મૂક્યો હતો, જે ભારતમાં આધુનિક માળખાગત સુવિધાઓના વિકાસ તરફ દોરી જશે.

પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે દેશ બાકીનાં લોકો જે વિકાસલક્ષી કાર્યોનો અનુભવ કરી રહ્યાં છે, તેને ગુજરાતની જનતાએ જોઈ લીધી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મોદી જે પણ સંકલ્પ લે છે, તેને પૂર્ણ કરે છે.” તેમણે ઝડપી વિકાસનો શ્રેય ગુજરાતની જનતાએ ચૂંટાયેલી સ્થિર સરકારને આપ્યો હતો અને કહ્યું હતું કે, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યને આનો લાભ મળ્યો છે.

સમગ્ર ઉત્તર ગુજરાત વિસ્તારમાં પીવાના અને સિંચાઈ માટે પાણીના અભાવે જીવન કપરું હતું અને એક માત્ર ડેરી વ્યવસાયને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે સમયને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતો દર વર્ષે માત્ર એક જ પાકની લણણી કરી શકતા હતા અને તે પણ કોઈ પણ જાતની નિશ્ચિતતા વિના. શ્રી મોદીએ આ વિસ્તારને નવજીવન આપવા માટે થયેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો તથા અહીં પાણી પુરવઠા અને સિંચાઈ માટે થયેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમે ઉત્તર ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર તેમજ ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવા માટે કામ કર્યું છે.” તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતની જનતા માટે વધુમાં વધુ કમાણીના નવા રસ્તા ઊભા કરવા સરકારનો ઉદ્દેશ છે. તેમણે ગુજરાતના વિકાસ માટે નર્મદા અને મહી નદીઓના પાણીનો ઉપયોગ કરતી સુજલામ-સુફલામ યોજના પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ માહિતી આપી હતી કે, મહત્તમ લાભ સુનિશ્ચિત કરવા માટે સાબરમતી પર 6 બેરેજનું નિર્માણ થઈ રહ્યું છે. “આમાંના એક બેરેજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આપણા ખેડૂતો અને ડઝનબંધ ગામોને આનો મોટો લાભ થશે.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સિંચાઈ યોજનાઓને કારણે છેલ્લાં 20થી 22 વર્ષમાં ઉત્તર ગુજરાતમાં સિંચાઈનો વ્યાપ અનેકગણો વધી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી સૂક્ષ્મ સિંચાઈની નવી ટેકનોલોજી ઉત્તર ગુજરાતના ખેડૂતોએ તાત્કાલિક અપનાવી હતી અને બનાસકાંઠામાં ૭૦ ટકા વિસ્તાર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. “ખેડૂતો હવે વરિયાળી, જીરું અને અન્ય મસાલાની સાથે ઘઉં, એરંડા, મગફળી અને ચણા જેવા ઘણા પાક ઉગાડી શકે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, દેશમાં 90 ટકા ઇસબગોલ ગુજરાતમાં પ્રોસેસ કરવામાં આવે છે, જે તેને એક વિશિષ્ટ ઓળખ પ્રદાન કરે છે. તેમણે વધતી જતી કૃષિ પેદાશોની પણ નોંધ લીધી હતી અને બટાકા, ગાજર, કેરી, આમળા, દાડમ, જામફળ અને લીંબુનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ડીસાને બટાટા માટે ઓર્ગેનિક ખેતીના હબ તરીકે વિકસાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ બનાસકાંઠામાં બટાટાના પ્રોસેસિંગ માટે એક વિશાળ પ્લાન્ટની સ્થાપનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મહેસાણામાં બનેલા એગ્રો ફૂડ પાર્કનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે બનાસકાંઠામાં પણ આવો જ મેગા ફૂડ પાર્ક બનાવવાની કામગીરી થઇ રહી છે.

શ્રી મોદીએ દરેક ઘરમાં પાણી પહોંચાડવાનો ઉલ્લેખ કર્યો હતો અને ગુજરાતમાં શરૂ થયેલી જળ સંચય યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જેણે હવે દેશ માટે જલ જીવન મિશનનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, “હર ઘર જલ અભિયાન, ગુજરાતની જેમ જ દેશમાં કરોડો લોકોનું જીવન બદલી રહ્યું છે.”

પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસમાં સૌથી વધુ લાભ મહિલાઓને થયો છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં વર્ષોથી સેંકડો નવી પશુચિકિત્સા હોસ્પિટલોનું નિર્માણ થયું છે, જેના પરિણામે પ્રાણીઓનું સ્વાસ્થ્ય સારું થયું છે અને આ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે. પ્રધાનમંત્રીએ છેલ્લાં બે દાયકામાં માહિતી આપી હતી કે, ઉત્તર ગુજરાતમાં 800થી વધારે નવી ગ્રામીણ ડેરી સહકારી મંડળીઓની રચના પણ થઈ છે. બનાસ ડેરી હોય, દૂધ સાગર હોય કે પછી સાબર ડેરી હોય, તેમનું અભૂતપૂર્વ વિસ્તરણ થઈ રહ્યું છે. દૂધ ઉપરાંત આ દૂધ ઉપરાંત ખેડૂતોનાં અન્ય ઉત્પાદનો માટે પણ મોટું પ્રોસેસિંગ સેન્ટર બની રહ્યું છે.” તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પશુધનના મફત રસીકરણ માટે એક વિશાળ અભિયાન ચલાવી રહી છે જ્યાં 15,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. તેમણે આ વિસ્તારના પશુપાલકોને તેમના પ્રાણીઓની રસી લેવા વિનંતી કરી હતી. તેમણે ગોબરધન યોજના હેઠળ ઘણા છોડ સ્થાપવાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં ગાયના છાણમાંથી બાયોગેસ અને બાયો સીએનજી બનાવવામાં આવી રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં ઓટોમોબાઇલ ઉદ્યોગનાં વિસ્તરણ વિશે બોલતાં શ્રી મોદીએ મંડલ-બેચરજી ઓટોમોબાઇલ હબનાં વિકાસનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી રોજગારીની તકો અને લોકોની આવકમાં વધારો થયો છે. “માત્ર 10 વર્ષમાં અહીંના ઉદ્યોગોની આવક બમણી થઈ ગઈ છે. મહેસાણામાં ફૂડ પ્રોસેસિંગ ઉપરાંત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને ઇજનેરી ઉદ્યોગનો પણ વિકાસ થયો છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં સિરામિકને લગતા ઉદ્યોગો વિકસ્યા છે.”

પ્રધાનમંત્રી મોદીએ 5000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના આજના રેલવે પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડ્યો હતો અને મહેસાણા અને અમદાવાદ વચ્ચે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનાથી પીપાવાવ, પોરબંદર અને જામનગર જેવા મુખ્ય બંદરો સાથે ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી વધુ મજબૂત થશે. તે ઉત્તર ગુજરાતમાં લોજિસ્ટિક્સ અને સ્ટોરેજ સંબંધિત ક્ષેત્રને પણ મજબૂત બનાવશે, એમ તેમણે જણાવ્યું હતું.

દેશમાં ગ્રીન હાઈડ્રોજન અને સૌર ઊર્જાના ઉત્પાદનને સ્પર્શતા વડાપ્રધાને પાટણ અને ત્યારબાદ બનાસકાંઠામાં સોલાર પાર્ક અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, મોઢેરા 24 કલાક સૌર ઊર્જાથી ચાલતું ગામ હોવાનો ગર્વ કરે છે. “આજે, સરકાર તમને રૂફટોપ સોલાર માટે મહત્તમ નાણાકીય સહાય આપી રહી છે. અમારો પ્રયાસ દરેક પરિવારનું વીજળીનું બિલ ઓછું કરવાનો છે.” પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં આશરે 2,500 કિલોમીટરનાં ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણ પૂર્ણ થયું છે, જેના પગલે પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓ એમ બંનેની મુસાફરીનો સમય ઘટી ગયો છે. તેમણે પાલનપુરથી હરિયાણાના રેવાડી સુધીની ટ્રેનો મારફતે દૂધના પરિવહનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “કટોસન રોડ-બેચરાજી રેલવે લાઇન અને વિરમગામ-સમાખયાલી ટ્રેકને બમણો કરવાનું કામ અહીં કરવામાં આવ્યું છે, જે કનેક્ટિવિટીને પણ મજબૂત કરશે.”

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 31 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં પ્રવાસનની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો અને વિશ્વ પ્રસિદ્ધ કચ્છ રણ ઉત્સવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કચ્છના ધોરડો ગામનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેને તાજેતરમાં જ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે માન્યતા આપવામાં આવી હતી. ઉત્તર ગુજરાત દેશનું મુખ્ય પ્રવાસન સ્થળ બની રહ્યું છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે નડાબેટનું ઉદાહરણ આપ્યું હતું, જે એક મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્ર બની રહ્યું છે અને ધરોઇનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેને એક મોટા પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. શ્રી મોદીએ મહેસાણામાં મોઢેરા સૂર્ય મંદિર, શહેરની મધ્યમાં અખંડ જ્યોતિ, વડનગરના કીર્તિ તોરણ અને આસ્થા અને આધ્યાત્મિકતાનાં અન્ય સ્થળો વિશે પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડનગર પ્રાચીન સંસ્કૃતિના અંશો ઉજાગર કરતા કરવામાં આવેલા ખોદકામનો ઉલ્લેખ કરીને સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારે રૂ. 1,000 કરોડનાં ખર્ચે અહીં હેરિટેજ સર્કિટ હેઠળ ઘણાં સ્થળોનો વિકાસ કર્યો છે.” તેમણે રાની કી વાવનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં દર વર્ષે સરેરાશ 3 લાખથી વધારે પ્રવાસીઓની અવરજવર રહે છે. સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે દેશમાં આપણા વારસાને વિકાસ સાથે જોડવાનું અભૂતપૂર્વ કાર્ય થઈ રહ્યું છે. આ વિકસિત ભારતના નિર્માણના અમારા સંકલ્પને વધુ મજબૂત કરશે.”

આ પ્રસંગે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ શ્રી સી આર પાટીલ અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યાં હતાં.

પાર્શ્વ ભાગ

જે પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડબલ્યુડીએફસી)નો ન્યૂ ભાંડુ-ન્યૂ સાણંદ વિભાગ સામેલ છે. વિરમગામ- સામખિયાળી રેલવે લાઇનનું ડબલિંગ; કાટોસન રોડ-બેચરાજી – મારુતિ સુઝુકી ઈિન્ડયા લિમિટેડ (એમએસઆઈએલ સાઈડિંગ) રેલ પરિયોજના વિજાપુર તાલુકા અને મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિવિધ ગ્રામ્ય તળાવોના રિચાર્જ માટેનો પ્રોજેક્ટ; મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર વાલાસણા બેરેજ; બનાસકાંઠાના પાલનપુરમાં પીવાના પાણીની વ્યવસ્થા માટેની બે યોજનાઓ; અને ધરોઇ ડેમ આધારિત પાલનપુર જીવાદોરી યોજના – હેડ વર્ક (એચડબ્લ્યુ) અને 80 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ.

પ્રધાનમંત્રીએ જે યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો, તેમાં ખેરાલુમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ સામેલ હતી. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટેની યોજના; નરોડા – દેહગામ- હરસોલ – ધનસુરા રોડ, સાબરકાંઠાને પહોળો કરવો અને તેને મજબૂત બનાવવો. ગાંધીનગર જિલ્લામાં કલોલ નગરપાલિકા સુએઝ અને સેપ્ટેજ મેનેજમેન્ટ માટે પ્રોજેક્ટ; અને સિદ્ધપુર (પાટણ), પાલનપુર (બનાસકાંઠા), બાયડ (અરવલ્લી) અને વડનગર (મહેસાણા)માં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

Speaking at launch of multiple projects in Kheralu, aimed at enhancing the region’s infrastructure, economy and ease of living for the citizens. https://t.co/HFX98s1ORm

— Narendra Modi (@narendramodi) October 30, 2023

October 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
The Prime Minister Modi will visit Gujarat on October 30-31
રાજ્ય

Gujarat : વડાપ્રધાન મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે

by Akash Rajbhar October 30, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Gujarat : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM Modi) 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી(Ambaji) મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં(Mehsana) વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની(Kevadiya) મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity) ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની(National Unity Day) ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.

મહેસાણામાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી રેલવે, માર્ગ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે.

જે પરિયોજનાઓનું લોકાર્પણ અને લોકાર્પણ કરવામાં આવશે તેમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડબલ્યુડીએફસી)નો ન્યૂ ભાંડુ-ન્યૂ સાણંદ (એન) સેક્શન સામેલ છે. વિરમગામ – સામખિયાળી રેલવે લાઇનનું ડબલિંગ; કાટોસન રોડ-બેચરાજી – મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (એમએસઆઈએલ સાઈડિંગ) રેલ પરિયોજના વિજાપુર તાલુકા અને મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિવિધ ગ્રામ્ય તળાવોના રિચાર્જ માટેનો પ્રોજેક્ટ; મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર વાલાસણા બેરેજ; બનાસકાંઠાના પાલનપુરમાં પીવાના પાણીની વ્યવસ્થા માટેની બે યોજનાઓ; અને ધરોઇ ડેમ આધારિત પાલનપુર જીવાદોરી યોજના – હેડ વર્ક (એચડબ્લ્યુ) અને 80 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જે યોજનાઓનો શિલાન્યાસ કરશે, તેમાં મહીસાગર જિલ્લાનાં સંતરામપુર તાલુકામાં સિંચાઈની સુવિધા પ્રદાન કરવા માટેનો પ્રોજેક્ટ સામેલ છે. નરોડા – દેહગામ- હરસોલ – ધનસુરા રોડ, સાબરકાંઠાને પહોળો કરવો અને તેને મજબૂત બનાવવો. ગાંધીનગર જિલ્લામાં કલોલ નગરપાલિકા સુએઝ અને સેપ્ટેજ મેનેજમેન્ટ માટે પ્રોજેક્ટ; અને સિદ્ધપુર (પાટણ), પાલનપુર (બનાસકાંઠા), બાયડ (અરવલ્લી) અને વડનગર (મહેસાણા)માં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Hair Care Tips : ખરતા વાળની સમસ્યામાં રામબાણ ઇલાજ છે આ તેલ, જાણો લગાવવાની રીત…

પ્રધાનમંત્રી કેવડીયામાં

દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાની જાળવણી અને મજબૂત કરવાની ભાવનાને વધુ વેગ મળે તે હેતુથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય વડાપ્રધાનના નેતૃત્વમાં લેવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરનાં રોજ રાષ્ટ્રીય એકતા દિવસનાં કાર્યક્રમમાં સહભાગી થશે અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. તેઓ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડના સાક્ષી બનશે, જેમાં બીએસએફ અને વિવિધ રાજ્ય પોલીસની કૂચ ટુકડીઓ સામેલ હશે. આ ખાસ આકર્ષણોમાં તમામ મહિલા સીઆરપીએફ બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, બીએસએફની મહિલા પાઇપ બેન્ડ, ગુજરાત મહિલા પોલીસ દ્વારા કોરિયોગ્રાફી પ્રોગ્રામ, ખાસ એનસીસી શો, સ્કૂલ બેન્ડ્સ ડિસ્પ્લે, ઇન્ડિયન એરફોર્સ દ્વારા ફ્લાય પાસ્ટ, વાઇબ્રન્ટ ગામોની આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન વગેરેનો સમાવેશ થાય છે.

કેવડિયામાં વડાપ્રધાન 160 કરોડ રૂપિયાની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે તેમાં એકતા નગરથી અમદાવાદ સુધીની હેરિટેજ ટ્રેન સામેલ છે. નર્મદા આરતી માટેનો પ્રોજેક્ટ લાઇવ; કમલમ પાર્ક; સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર એક વોક-વે; 30 નવી ઇ-બસ, 210 ઇ-સાઇકલ અને મલ્ટીપલ ગોલ્ફ કાર્ટ; એકતા નગર ખાતે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ‘સહકાર ભવન’. ઉપરાંત પ્રધાનમંત્રી કેવડિયા ખાતે ટ્રોમા સેન્ટર સાથેની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સોલાર પેનલનું ભૂમિપૂજન પણ કરશે.

પ્રધાનમંત્રી આરંભ 5.0ના અંતે 98મા કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે. ‘વિક્ષેપની શક્તિનો ઉપયોગ કરવો’ની થીમ પર આરંભની ૫મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. તે વર્તમાન અને ભવિષ્યને ફરીથી આકાર આપવાનું ચાલુ રાખતા અવરોધોને રેખાંકિત કરવાનો અને સર્વસમાવેશક વિકાસ માટે શાસનના ક્ષેત્રમાં વિક્ષેપની શક્તિનો ઉપયોગ કરવા માટેના માર્ગોને વ્યાખ્યાયિત કરવાનો એક પ્રયાસ છે. ‘મૈં નહીં હમ’ થીમ સાથે ૯૮મા કોમન ફાઉન્ડેશન કોર્સમાં ભારતની ૧૬ સિવિલ સર્વિસીસ અને ભૂતાનની ૩ સિવિલ સર્વિસીસના ૫૬૦ ઓફિસર તાલીમાર્થીઓ છે.

October 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Some trains will be affected due to engineering work purpose block in Mehsana-Palanpur section.
રાજ્ય

Western Railway : મહેસાણા-પાલનપુર સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે.

by Akash Rajbhar October 26, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Western Railway  : પશ્ચિમ રેલવેના અમદાવાદ(Ahmedabad) મંડળ પર મહેસાણા(Mehsana)–પાલનપુર(Palanpur) સેક્શનના ઉમરદાસી સ્ટેશન પર બ્રિજ નંબર 822ના પુનઃનિર્માણના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને(block) કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

સંપૂર્ણપણે રદ ટ્રેનો

  • 25 અને 26 ઓક્ટોબર 2023 ટ્રેન નંબર 09437 મહેસાણા – આબુ રોડ ડેમુ સ્પેશિયલ રદ રહેશે.
  • 26 અને 27 ઓક્ટોબર 2023 ટ્રેન નંબર 09438 આબુ રોડ-મહેસાણા ડેમુ સ્પેશિયલ રદ રહેશે.

આંશિક રદ ટ્રેનો

  • 26 ઓક્ટોબર 2023 ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર – સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ-સાબરમતી વચ્ચે રદ રહેશે.
  • 27 ઓક્ટોબરે સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Vande Bharat : વંદે ભારત એક્સપ્રેસ દેશભરમાં સૌથી વધુ પસંદગીની ટ્રેન તરીકે ટોચ પર..

પરિવર્તિત માર્ગ થી દોડતી ટ્રેનો

  • 25 અને 26 ઓક્ટોબરે સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા-ભીલડી-પાલનપુર થઈને દોડશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

October 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક