Tag: members of the legislature

  • દેશમાં ફરી ચૂંટણીની મોસમ, રાજ્યસભાની 57 બેઠકો માટે થશે મતદાન; જાણો કયા રાજ્યમાં કેટલી સીટો છે ખાલી

    News Continuous Bureau | Mumbai 

    દેશમાં ફરી એકવાર ચૂંટણીની મૌસમ(Election season) શરૂ થઈ રહી છે. હાલ રાજ્યસભાની ચૂંટણીને(Rajya Sabha elections) લઈને દેશની તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ૧૫ રાજ્યોની ૫૭ બેઠકો પર ચૂંટણી થનાર છે. જેણા માટે ૧૦ જૂને વોટિંગ કરવામાં આવશે. બીજેપી(BJP), કોંગ્રેસ(Congress) સહિત ઘણી સ્થાનિક પાર્ટીઓ રાજ્યસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે અલગ અલગ રણનીતિઓ(Strategies) બનાવી રહ્યા છે. ૩૧ મે સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને ૧ જૂનેઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. જ્યારે ૩ જૂના સુધી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકાશે.

    રાજ્યસભા ચૂંટણી ૨૦૨૨ને લઈને ૧૦ જૂને સવારે ૯ વાગ્યાથી વોટિંગ શરૂ થશે અને સાંજે ૪ વાગ્યા સુધી વોટિંગ ચાલું રહેશે. મત ગણતરીનું કામ એ જ દિવસે સાંજે ૫ વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ૨૪ મેના રોજ આ સંબંધમાં સૂચના જાહેર કરવામાં આવી હતી. 
    રાજ્યસભાની ૨૪૫ બેઠકોમાંથી આ વર્ષે ૨૧ જૂનથી ૧ ઓગસ્ટની વચ્ચે ૧૫ રાજ્યોના ૫૭ રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. 
    દેશમાં હાલના સમયમાં રાજ્યસભામાં બીજેપીના ૯૫ સભ્યો છે, જ્યારે કોંગ્રેસના ૨૯ સભ્ય છે. રાજ્યસભામાં યુપી માટે સૌથી વધુ ૩૧ બેઠકો છે. તેમાંથી ૧૧ રાજ્યસભાના સાંસદોનો(Rajya Sabha MPs) કાર્યકાળ ૪ જુલાઈએ પુરો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુના ૬-૬ સભ્યો, જ્યારે બિહારમાંથી ૫ રાજ્યસભાના સભ્યો, અને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાંથી રાજ્યસભાના ૪-૪ સભ્યોનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. જ્યારે મધ્યપ્રદેશ અને ઓડિશામાંથી રાજ્યસભાના ૩-૩ સભ્યો, છત્તીસગઢ, તેલંગાણા, ઝારખંડ, પંજાબ અને હરિયાણામાંથી રાજ્યસભાના ૨-૨ સભ્યોનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. પંજાબમાં અરવિંદ કેજરીવાલના(Arvind Kejriwal) નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની(Aam Aadmi Party) સરકાર બન્યા બાદ અહીંની બન્ને સીટો પર આપના ઉમેદવાર કબજો જમાવી શકે છે. 

    આ સમાચાર પણ વાંચો : સફાળે જાગી સરકાર: ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 106 લોકોએ ગુમાવ્યો જીવ, હવે તંત્રએ શ્રદ્ધાળુઓનાં હિતમાં લીધો આ નિર્ણય

    રાજ્યસભામાં સૌથી વધુ ૨૫૦ સભ્યોની જાેગવાઈ છે. તેમાંથી ૨૩૮ મેમ્બર વોટિંગથી પસંદગી કરવામાં આવે છે, જ્યારે ૧૨ સભ્યો રાષ્ટ્રપતિ તરફથી નામિત કરવામાં આવે છે. રાજ્યસભાની ચૂંટણીમાં રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યો ભાગ લે છે. આ ચૂંટણીમાં રાજ્યોની વિધાનસભાના સભ્યો(Members of the Legislature) વોટિંગ કરતા નથી અને ના તો સામાન્ય જનતા વોટિંગ કરે છે.