Tag: Mobile Addiction

  • Mobile Addiction: વાલીઓ બાળકોને ફોન આપતા પહેલા ચેતો,  મોબાઈલ વળગણથી ડિપ્રેશનનો શિકાર બની યુવતી… પછી થયું આ.. જાણો વિગતે..

    Mobile Addiction: વાલીઓ બાળકોને ફોન આપતા પહેલા ચેતો, મોબાઈલ વળગણથી ડિપ્રેશનનો શિકાર બની યુવતી… પછી થયું આ.. જાણો વિગતે..

    News Continuous Bureau | Mumbai

    Mobile Addiction: ગુજરાતના સુરતની ( Surat ) યુવતી મોબાઈલ પર કલાકો ગાળતી હતી. આ કારણે તેનું મોં અને ગરદન વાંકાચૂકા થઈ ગયા. તેને ઠીક કરવા માટે, યુવતીએ ( Girl ) ડોક્ટરોની સલાહને અનુસરવાને બદલે ગૂગલ પર જોઈને એક્સરસાઇઝ કરવાનું શરૂ કર્યું. એકંદરે યુવતીને મોબાઈલની એટલી લત લાગી ગઈ હતી કે તે પોતાનું માનસિક સંતુલન ગુમાવવા લાગી હતી. જેના કારણે પરિવારના સભ્યો વધુ ચિંતિત બન્યા હતા. કોઈક રીતે યુવતીને ડૉક્ટર પાસે લઈ જવામાં આવતી હતી. જે બાદ ડૉક્ટરે યુવતીને મોબાઈલ ફોનથી દૂર રહેવા માટે કડકાઈથી કહ્યું. પરંતુ યુવતી રાજી ન થઈ. જ્યારે પરિવારજનોએ યુવતી પાસેથી જબદસ્તીથી મોબાઈલ આંચકી લીધો ત્યારે યુવતીએ આત્મહત્યા ( Suicide ) કરી લીધી હતી. 

    પ્રાપ્ત માહિતી અનુસાર, મોબાઈલની  ( Mobile ) લતને કારણે યુવતીનો ચહેરો કોઈની સાથે વાત કરતી વખતે પણ વાંકોચૂંકો રહેતો હતો. આ વાતથી તે પરેશાન થઈ ગઈ હતી. યુવતી સુરતમાં કપડાના કારખાનામાં કામ પણ કરતી હતી. તેના વાંકાચુંકા થઈ ગયેલા ચહેરાને કારણે તેની આસપાસના લોકોમાં તે મજાક પાત્ર બની ગઈ હતી. તે પસાર થતાં જ લોકો તેની સામે લોકો જોવા માંડતા હતા. પરિવારજનોના મિડીયાને જણાવ્યા અનુસાર, આ કારણે યુવતી તણાવ અનુભવવા લાગી હતી. પરંતુ તેમ છતાં તેણી મોબાઈલની લત છોડી શકી ન હતી. ડૉક્ટરની સલાહ પર જ્યારે તેના પરિવારજનોએ અચાનક તેનો મોબાઈલ ફોન છીનવી લીધો ત્યારે તે સહન ન થઈ શકી. અંતે તેણે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો :  Wrestling Trials: બજરંગ પુનિયા અને રવિ દહિયા ઓલિમ્પિકની રેસમાંથી બહાર, સિલેક્શન ટ્રાયલમાં મળી કારમી હાર..

     તેણે ગૂગલ ( Google ) પરથી જોઈને ચહેરાની કસરતો કરવાનું શરૂ કર્યું હતું.

    યુવતીના ભાઈએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બહેનનો ચહેરો વાંકાચૂકા થઈ ગયા બાદ તેને ચિંતા થવા લાગી. તેને સુધારવા માટે, તેણે ગૂગલ પરથી જોઈને ચહેરાની કસરતો કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ આનાથી પણ બહુ ફરક પડતો ન હતો. તેથી તે સતત તણાવમાં રહેવા લાગી હતી. તેને પહેલેથી જ મોબાઇલ ફોનની લત હતી, તેથી તેની પાસેથી છેલ્લા એક-બે મહિનાથી મોબાઇલ ફોન છીનવી લેવામાં આવ્યો હતો.

    જે બાદ એક દિવસ સાંજે તે કારખાનેથી કામ કરીને ઘરે આવી, અને તેણે તેના રુમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના આ અત્યાંતિક પગલાથી હાલ પરિવાર આઘાતમાં છે.