Tag: mobile number

  • મોટા સમાચાર- પહેલી નવેમ્બરથી જો આ કામ નહીં કરો તો ગેસની ડિલિવરી તમારા ઘરે નહીં થાય.

    મોટા સમાચાર- પહેલી નવેમ્બરથી જો આ કામ નહીં કરો તો ગેસની ડિલિવરી તમારા ઘરે નહીં થાય.

    News Continuous Bureau | Mumbai

    પહેલી નવેમ્બરથી અનેક મોટા પ્રકારના બદલાવ આવી રહ્યા છે જેમાં એલપીજી ગેસ(LPG gas) એટલે કે રાંધણ ગેસ(cooking gas) સંદર્ભે ના નિયમમાં એક મોટો ફેર બદલ કરવામાં આવ્યો છે. નવા સરકારી નિયમ(Government rule) મુજબ હવે એલપીજી ગેસની ડિલિવરી માટે સૌથી પહેલા ગ્રાહક ના મોબાઈલ નંબર(Mobile number) પર ઓટીપી(OTP) મોકલવામાં આવશે. આ ઓટીપી નંબર ગેસ ડીલેવરી(Gas delivery) કરનાર વ્યક્તિને આપવાનો રહેશે. એકવાર ઓટીપી નંબર મળી ગયા પછી જ ગેસ ઘરે ડિલિવર થઈ શકશે. આમ રાંધણ ગેસના મામલે હવે વિશેષ કાળજી રાખવાની જરૂર છે નહીં તો તમારા ઘરે રાંધણ ગેસ નહીં આવી શકે.

    સાવધાન – બેંક એકાઉન્ટ બંધ કરાવવા માંગતા હોય તો આ સમાચાર અવશ્ય વાંચો- તમારી એક ભૂલ કરાવી શકે છે મોટું નુકસાન

  • કોઈ તકલીફ છે, હેરાન કરે છે? તો કરો સીધો સંપર્ક મુંબઈના પોલીસ કમિશનરને, શહેરના નવનિયુક્ત કમિશનરે મુંબઈગરાને પત્ર લખી આપ્યો પોતાનો મોબાઈલ નંબર… જાણો વિગત

    કોઈ તકલીફ છે, હેરાન કરે છે? તો કરો સીધો સંપર્ક મુંબઈના પોલીસ કમિશનરને, શહેરના નવનિયુક્ત કમિશનરે મુંબઈગરાને પત્ર લખી આપ્યો પોતાનો મોબાઈલ નંબર… જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

    મુંબઈ, 04 માર્ચ, 2022,  

    શુક્રવાર, 

    મુંબઈના નવા નીમાયેલા પોલીસ કમિશનર સંજય પાંડેએ નવો ચીલો ચાતર્યો છે. મુંબઈગરાને તેમણે એક ખુલ્લો પત્ર લખ્યો છે અને તેમને કોઈ પણ ફરિયાદ હોય તો સીધો તેમનો સંપર્ક કરવાની અપીલ કરી છે. એટલું જ નહીં તેમણે મુંબઈગરાને લખેલા પત્રમાં પોતાનો મોબાઈલ નંબર પણ શેર કર્યો છે.

    તાજેતરમાં સંજય પાંડેની મુંબઈ પોલીસ કમિશનર પદે નિમણૂક કરવામાં આવી છે. તેમના અગાઉ હેમંત નાગરાલે મુંબઈના પોલીસ કમિશનર હતા અને તેમની બદલી મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે.

    થોડા સમયથી મુંબઈ પોલીસની છાપ ખરડાઈ છે ત્યારે મુંબઈ પોલીસ કમિશનર પદે નવા નીમાયેલા સંજય પાંડેએ મુંબઈગરાના મનમાં પોલીસની છબી સુધારવાનો પ્રયાસ કર્યો છે. તે માટે તેમણે પદનો ભાર સંભાળવાની સાથે જ મુંબઈગરાને ઉલ્લેખીને એક પત્ર લખ્યો છે, તેમાં તેમણે કહ્યું છે કે “મારું મુંબઈ શહેર અને તેના દ્વારા તમારી સાથે ભાવનાત્મક જોડાણ છે. છેલ્લા 30 વર્ષથી પણ વધુ સમયથી મેં શહેરમાં અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જુદા જુદા પદ પર ફરજ બજાવી છે. મુંબઈ પોલીસનો પોતાનો એક ભવ્ય પરંપરા અને ઇતિહાસ છે. હકીકતમાં મુંબઈ પોલીસની સરખામણી હંમેશાથી સ્કોટિશ પોલીસ સાથે કરવામાં આવે છે. આ પૃષ્ઠભૂમિ પર મુંબઈ પોલીસ કમિશનર તરીકે મને મુંબઈના લોકોની સેવા કરવાની તક મળી છે, જે મારી માટે ગૌરવની વાત છે.”  

    સાવધાન!! આ શહેરમાં દર્દીઓમાં ઓમીક્રોનનો 100 ટકા ચેપ, પ્રશાસનની ચિંતામાં વધારો… જાણો વિગત

    આ પત્ર ગુરુવારે મુંબઈ પોલીસ કમિશનરના ઓફિશિયલ એકાઉન્ટમાંથી ટ્વીટ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં તેમણે લખ્યું છે કે “મુશ્કેલ સમયમાં સમગ્ર કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેથી, જો તમને મુંબઈ પોલીસની કામગીરીમાં સુધારો કરવાની જરૂર લાગે અને તમારી પાસે કોઈ સૂચના હોય, તો કૃપા કરીને મને 9869702747 પર જણાવો. અમુક વખત નાના સૂચનો પણ મોટો બદલાવ લાવી શકે છે. તેથી, અમે યોગ્ય સૂચનાની નોંધ લઈને તે મુજબ ફેરફારો કરવાના પ્રયાસ કરશું.”

    પત્રમાં તેમણે કહ્યું હતું કે, “હું મુંબઈ પોલીસના તમામ અધિકારીઓની સાથે મુંબઈગરાને ખાતરી આપવા માંગુ છું કે મુંબઈ પોલીસ કાયદો અને વ્યવસ્થાની મદદ, સુરક્ષા માટે 24 કલાક તૈયાર છે”

  • કોણે કીધું ચીનમાં કોરોનાને કારણે મંદી છે? એક મોબાઇલ નંબર અધધધ.. આટલા કરોડમાં વેચાયો… જાણો વિગત..

    કોણે કીધું ચીનમાં કોરોનાને કારણે મંદી છે? એક મોબાઇલ નંબર અધધધ.. આટલા કરોડમાં વેચાયો… જાણો વિગત..

    ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

    મુંબઇ

    25 ઓગસ્ટ 2020 

    કોરોના ને લીધે ચીનમાં મંદી હોવાની વાત જુઠી સાબિત થાય એવી એક ઘટના ચાઇના માં નોંધાઇ છે. ચીનમાં શુભ મનાતા એક ખાસ અંક વાળા મોબાઈલ નંબર ની ઓનલાઇન હરાજી કરવામાં આવી હતી. આમાં વિજેતાએ આ મોબાઈલ નંબર મેળવવા માટે 2.25 મિલિયન યુયાન એટલે કે $300,000 લાખ ડોલરમાં ખરીદ્યો હતો. આ મોબાઈલ નંબર મા સંખ્યાને અંતે પાંચ વાર 8 અંક આવતો હતો. જેને મેન્ડરિન ભાષામાં સમૃદ્ધિ માટે નો શુભ અંક માનવામાં આવે છે. આથી જ આ લકી નંબર મેળવવા માટે કુલ 5000 જેટલા લોકોએ ઓનલાઇન બોલી લગાવી હતી. 

    ફોન વપરાશકારો, ખાસ કરીને વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો નંબરના અંતમાં પાંચ વાર 8 આવે એ મેળવવા માટે મોટુ પ્રીમિયમ ચૂકવીને પણ ખરીદવા તૈયાર હોય છે. કારણ કે આ નંબરને તેઓ વેપાર ધંધા માટે લકી નંબર ઘણી છે. ચીનમાં કોઈપણ નંબરના અંતમાં આઠ અંકની એટલી બધી શુભ માન્યતા છે કે ચીન સરકારે ખાસ 2008 માં ઓલમ્પિક રમતો નું આયોજન પોતાને ત્યાં કર્યું હતું અને તે પણ 8 ઓગસ્ટના દિને. આમ 8 તારીખ, 8 મો મહિનો અને 2008 માં વર્ષને ધ્યાનમાં રાખીને ચીન સરકારે ઓલમ્પિક રમતો યોજી હતી…

    ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

    https://bit.ly/34e9Kzu 

    News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

    www.newscontinuous.com               

    YouTube : https://www.youtube.com/NewsContinuous      

    Twitter : https://twitter.com/NewsContinuous         

    Facebook : https://www.facebook.com/newscontinuous         

    Instagram : https://www.instagram.com/newscontinuous/         

    Email : TheNewsContinuous@gmail.com