• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - modak sagar
Tag:

modak sagar

Mumbai Reservoirs Full Water Stock at Record 97.23 Capacity
મુંબઈ

Mumbai Reservoirs Full: મુંબઈના જળાશયોમાં જળસંગ્રહ વિક્રમી સપાટીએ, નાગરિકોની પાણીની ચિંતા હળવી

by Akash Rajbhar September 8, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં આ વર્ષના ચોમાસાની મહેરથી જળસ્તર વિક્રમી સપાટીએ પહોંચ્યું છે, જેના કારણે મુંબઈગરાઓની વર્ષભરની પાણીની ચિંતા દૂર થઈ છે. તાજેતરના અહેવાલો અનુસાર, મુંબઈના સાત મુખ્ય જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના લગભગ ૯૭.૨૩% પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે, જે શહેરની દૈનિક જરૂરિયાતોને સંતોષવા માટે પૂરતો છે.
અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી – આ સાત જળાશયો મુંબઈની જીવાદોરી સમાન છે. આ તળાવોમાં થયેલા અસાધારણ વરસાદને કારણે વિહાર, મોડક સાગર અને તુલસી સરોવર સંપૂર્ણપણે છલકાઈ ગયા છે, અને તે ઓવરફ્લો થઈ રહ્યા છે. તળાવો છલકાઈ રહ્યા હોવાથી તેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી વધારાનું પાણી બહાર નીકળી શકે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Pawai: મુંબઈના પવઈ વિસ્તારમાં નશામાં ધૂત શખ્સે મહિલા ડોક્ટર પર હુમલો કર્યો. ગાડીને નુકસાન પહોંચાડ્યું
સત્તાવાર આંકડા મુજબ, વિહાર સરોવર, તુલસી સરોવર અને મોડક સાગરની સપાટી ૧૦૦% પર પહોંચી છે. જ્યારે અન્ય જળાશયોમાં પણ જળસંગ્રહ ૯૬% થી ૯૮%ની વચ્ચે છે. અપર વૈતરણામાં ૯૭.૪૫%, મધ્ય વૈતરણામાં ૯૭.૮૧%, ભાતસામાં ૯૬.૧૪% અને તાનસામાં ૯૮.૬૯% પાણીનો સંગ્રહ થયો છે.
ચોમાસાના અંતિમ તબક્કાનો ભારે વરસાદ શહેર માટે અત્યંત લાભદાયી સાબિત થયો છે. જોકે, હજી પણ એક જળાશય (ભાતસા) સંપૂર્ણપણે છલકાવાનું બાકી છે. પરંતુ, કુલ સંગ્રહ ક્ષમતાને જોતાં, આ વર્ષે મુંબઈમાં પાણી કાપની કોઈ શક્યતા નથી. આ સકારાત્મક સમાચાર મુંબઈના લાખો રહેવાસીઓ માટે રાહત લઈને આવ્યા છે.

September 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Lakes Water Level Water Levels In Seven Mumbai Lakes Surge Above 72% Capacity, Modak Sagar Overflows
Main PostTop Postમુંબઈ

Mumbai Lakes Water Level:  મેઘમહેર, મુંબઈને પાણી પૂરું પાડતું આ તળાવ થયું ઓવરફ્લો;  અન્ય જળાશયોના જળસ્તરમાં મોટો વધારો. 

by kalpana Verat July 10, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai Lakes Water Level: મુંબઈને પાણી પૂરું પાડતા 7 તળાવોમાંથી એક, મોડક સાગર તળાવ ઓવરફ્લો થવા લાગ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર એન્જિનિયરિંગ વિભાગના જણાવ્યા અનુસાર, આ તળાવનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે અને પ્રતિ સેકન્ડ 1022 ક્યુસેકની ઝડપે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પહેલું તળાવ ભરાતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જળ ઇજનેરી વિભાગે ભેટોનું વિતરણ કરીને આનંદ વ્યક્ત કર્યો. દરમિયાન, મુંબઈને પાણી પૂરું પાડતા તમામ ડેમોમાં કુલ 72.61 ટકા પાણીનો સંગ્રહ થયો છે. 

Mumbai Lakes Water Level:  તળાવનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો 

🔹बृहन्मुंबई महानगरपालिका क्षेत्राला पाणीपुरवठा करणाऱ्या ७ तलावांपैकी मोडकसागर हा तलाव आज सकाळी ६.२७ वाजेच्या सुमारास पूर्ण भरुन ओसंडून वाहू लागला आहे.

🔹या तलावाचा एक दरवाजा १ फूट उघडण्यात आला असून १०२२ क्युसेक प्रति सेकंद वेगाने विसर्ग सुरु आहे.

🔹तलावाची कमाल पाणी साठवण… pic.twitter.com/t1laJ7U5o4

— माझी Mumbai, आपली BMC (@mybmc) July 9, 2025

છેલ્લા કેટલાક દિવસોથી કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે જળાશયોના પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે. મુંબઈને પાણી પૂરું પાડતા 7 જળાશયોમાંથી, ‘હિન્દુ હૃદય સમ્રાટ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે મધ્ય વૈતરણા જળાશય’ 7 જુલાઈ, 2025 સુધીમાં લગભગ 90 ટકા ભરાઈ ગયું છે. આ બંધના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. દરમિયાન હવે ઓવરફ્લો થવા માંડેલા મોડક સાગર તળાવની મહત્તમ પાણી સંગ્રહ ક્ષમતા 128,925 કરોડ લિટર છે. ગયા વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન, એટલે કે 25 જુલાઈ 2024 અને 27 જુલાઈ 2023 ના રોજ, તળાવ છલકાઈ ગયું હતું.  

Mumbai Lakes Water Level: પાણી સંગ્રહ ક્ષમતા લગભગ 1,44,736.3 કરોડ લિટર

મુંબઈને પાણી પૂરું પાડતા 7 બંધોની કુલ મહત્તમ પાણી સંગ્રહ ક્ષમતા લગભગ 1,44,736.3 કરોડ લિટર છે. સવારે 6 વાગ્યા સુધીમાં, તમામ 7 તળાવોમાં કુલ ઉપલબ્ધ પાણીનો સંગ્રહ 105091.2 કરોડ લિટર (10,50,912 મિલિયન લિટર) છે. આ પાણીનો ભંડાર કુલ 14,47,363 મિલિયન લિટર પાણીના ભંડારના 72.61 ટકા છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai High Tide: મુંબઈનો દરિયો તોફાની રહેશે! આ વર્ષે ચાર મહિનામાં 19 દિવસ ભરતી-ઓટની આગાહી; જાણો તારીખ..  

Mumbai Lakes Water Level: મુંબઈને પાણી પુરવઠો સાત ડેમોમાંથી આવે છે:

મહત્વનું છે કે મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, વિહાર, તુલસી અને રાજ્ય સરકારના અપાર વૈતરણા અને ભાતસા. સાતેય બંધોની પાણી સંગ્રહ ક્ષમતા 14,47,363 મિલિયન લિટર છે. આમાંથી, વિવિધ જળમાર્ગો દ્વારા દરરોજ 3,900 મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

હાશ- એક વર્ષનું ટેન્શન ખતમ- મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં આટલું પાણી ભેગું થયું- જાણો આંકડા 

by Dr. Mayur Parikh September 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વખત વરસાદે એન્ટ્રી કરી છે. મુંબઈમાં સોમવારથી સતત વરસાદ (Heavy rainfall) પડી રહ્યો છે. તેને કારણે મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં (reservoirs) ભરાઈ ગયા છે. મંગળવાર સવારના જળાશયમાં 99.32 ટકા પાણી ભરાઈ ગયું છે. તેને કારણે મુંબઈની આખા વર્ષની પાણીની ચિંતા ટળી ગઈ છે.

મંગળવારે સવારના સાતેય જળાશયોમા 14,47,363 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક( Water stock) જમા થઈ ગયો છએ. જે લગભગ 99.32 ટકા કહેવાય છે. મુંબઈ સહિત થાણે જિલ્લામાં(Thane district) સતત વરસાદ પડી રહ્યો છે. તેથી મોડી રાત સુધીમાં તમામ જળાશયો પૂર્ણ ક્ષમતાએ ભરાઈ જશે.
મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમી કુલ ક્ષમતા 14,47,363 મિલિયન લિટરની ક્ષમતા સામે મંગળવારે સવારના 14,37,467 મિલિયન લિટર પાણી છે. આ પાણી આવતા વર્ષ સુધી ચાલશે.

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાંથી થાય છે, જેમાં અપર વૈતરણા(Upper Vaitarna), મોડક સાગર(Modak Sagar), તાનસા(tansa), મધ્ય વૈતરણા(Madhya Vaitarana), ભાતસા(Bhatsa), વિહાર(Vihar) અને તુલસીનો સમાવેશ થાય છે.  આ જળાશયો મુંબઈના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન(Sanjay Gandhi National Park) અને થાણે અને પાલઘર જિલ્લાઓમાં આવેલા  છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં હાઈવે પર મધરાતે કારમાં લાગી આગ- પોતાનો કાફલો રોકી મુખ્ય પ્રધાન શિંદે દોડ્યા મદ-જુઓ વિડિયો

મંગળવારે સવારે સાતમાંથી ચાર જળાશયો મોડક સાગર, ભાતસા, વિહાર અને તુલસીમાં 100 ટકા પાણીનો સ્ટોક જમા થઈ ગયો હતો. મુંબઈ મહાનગરપાલિકા(BMC) દરરોજ 3,850 મિલિયન લિટર પાણી પુરું પાડે છે જ્યારે શહેરની લગભગ 4,400 મિલિયન લિટરની માંગ છે. છેલ્લા કેટલાક દિવસોમાં જ્યારે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તેથી  સાત તળાવોના કેચમેન્ટ એરિયામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસમાં સૌથી વધુ વરસાદ 8 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બરની વચ્ચેના 24 કલાક દરમિયાન 468 મિમી અને ત્યાર બાદ 7 થી 8 સપ્ટેમ્બર વચ્ચેના 24 કલાક દરમિયાન 382 મિમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં તળાવોમાં 49 મીમી વરસાદ નોંધાયો છે.

મોડક સાગર  સૌ પહેલા 13મી જુલાઈએ, તુલસી 16મી જુલાઈએ અને વિહાર 11મી ઓગસ્ટે ઓવરફ્લો થવા લાગ્યું હતું. તાનસા 14 જુલાઈના રોજ ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું. થાણેનો ભાતસા ડેમ, જે શહેરની કુલ વાર્ષિક પાણીની જરૂરિયાતના 55 ટકા પૂરો પાડે છે, તે હવે 100 ટકા ભરાઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : કરો વાત- ભાઈએ જ કરી બહેન સાથે છેતરપિંડી- રક્ષાબંધનની ગિફ્ટના નામે દહિસરની યુવતીને લગાવ્યો લાખો રૂપિયાનો લ્યોચૂનો

September 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મોડક બાદ હવે આ તળાવ છલકાવાની તૈયારીમાં-પ્રશાસનને આપી આ કારણથી ચેતવણી-જાણો વિગત

by Dr. Mayur Parikh July 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈને(Mumbai) પાણી પૂરું પાડનારા તળાવોમાંથી(Lakes) એક મોડક સાગર(modak sagar) બુધવારે છલકાઈ ગયું હતું. બહુ જલદી હવે તાનસા ડેમ(Tansa Dam) પણ ઓવરફ્લો(Overflow) થવાની શક્યતા છે. તેથી જિલ્લા પ્રશાસને(District Administration) સ્થાનિક રહેવાસીઓને(local residents) ચેતવણી જાહેર કરી છે.

બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના(BMC) તાનસા ડેમનું હાલનું પાણીનું સ્તર(Water Level) 128.17 મીટર છે. તોતાનસા ડેમનું ઓવરફ્લો લેવલ 128.63 મીટર છે. તાનસા ડેમ વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. તેથી વરસાદને જોતા તાનસા ડેમ ટૂંક સમયમાં ઓવરફ્લો થવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : આ તારીખે વિધાનભવનથી એરપોર્ટ સુધીનો રસ્તો આરક્ષીત રસ્તો હશે-આ છે કારણ સાચવીને ટ્રાવેલ કરજો- જાણો વિગત

તેથી તાનસા ડેમ નીચે અને તાનસા નદી(Tansa River) કિનારે આવેલા ગામોના રહેવાસીઓને તાનસા ડેમ ઓવરફ્લો થવાની ચેતવણી આપવામાં આવી અને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડો. માણિક ગુરસાલે પણ તમામ સંબંધિત સરકારી એજન્સીઓ, તાલુકા કચેરીઓ, પોલીસ અને તમામ સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.
 

July 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

બન્યો નવો રેકોર્ડ-પહેલી વાર જુલાઈમાં છલકાયું આ તળાવ-મુંબઈગરાઓને માથેથી હવે ફેબ્રુઆરી સુધી પાણી સંકટ ગયું- જાણો વિગતે

by Dr. Mayur Parikh July 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જુલાઈ મહિનામાં સતત વરસી રહેલો વરસાદ(Heavy rainfall) મુંબઈગરાઓ માટે રાહતરૂપ બની ગયો છે. 13 દિવસના વરસાદે મુંબઈની પાણીની સમસ્યાને(Water problem) દૂર કરી દીધી છે. મુંબઈને પાણી પૂરું પાડનારા સાત તળાવોમાંનું(seven lakes) એક મોડક સાગર બુધવારે બપોરે બપોરે  છલકાઈ ગયું હતું.

બુધવાર સવારના સાતેય જળાશયોમાં(seven reservoirs) કુલ  56.07 ટકા જેટલો પાણીનો સ્ટોક(Water stock) હતો. આટલું પાણી મુંબઈને 210 દિવસ ચાલે એટલું છે. તેમાં હજી વધારો થઈને ગુરુવારે સવારે જળાશયોમાં પાણીનું સ્તર વધીને 65.51 ટકા થઈ ગયું છે. આ પાણી મુંબઈને 247 દિવસ ચાલે

મુંબઈને સાત જળાશયોમાંથી દરરોજ 3,850 મિલિયન લિટર  જેટલો પાણીપુરવઠો(water supply) થાય છે. તેમાંનું એક મોડક સાગર(Modak Sagar) બુધવારે બપોરના એક વાગીને ચાર મિનિટે છલકાઈ ગયું હતું. મોડક સાગર એ આ વર્ષે પહેલું તળાવ છે, જે જે મુશળધાર વરસાદને પગલે છલકાઈ ગયું છે. એમ તો અગાઉ પવઈ પણ છલકાઈ ગયું હતું, જોકે તેમાંથી પીવા માટે પાણી ઉપયોગમાં લેવામાં આવતું નથી.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં આજે રહેશે આવો મોસમ તેમજ બપોરનો 12 વાગ્યાનો સમય જોખમી- જાણો ગત 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો. પૂરી જાણકારી અહીં

પાલિકાના(BMC) આંકડા મુજબ ગયા વર્ષે 22 જુલાઈના મધરાતે 3.24 વાગે મોડક સાગર છલકાયું હતું. 2020ની સાલમાં 18 ઑગસ્ટના રાતના 9.24 વાગે તો 2019માં 26 જુલાઈના રાતના છલકાયું હતું. 2018 અને 2017 આ બંને વર્ષે 15 જુલાઈના જળાશય છલકાયું હતું. 

મુંબઈને પાણી પૂરું પાડનારાં સાત જળાશયોમાં ગુરુવારે  સવારના છ વાગે 9,52,550 મિલિયન લિટર એટલે કે 65.51 ટકા જેટલો પાણીનો સ્ટોક જમા થયો હતો. મુંબઈને આ પાણી આગામી 247 દિવસ ચાલશે.

વરસાદની ગેરહાજરીને કારણે જળાશયોની સપાટીમાં ઘટાડા થતા 27 જૂનથી મુંબઈમાં 10 ટકા પાણીકાપ(Water cut) લાદવામાં આવ્યો હતો. પરંતુ ૩૦ જૂનથી મુંબઈ સહિત થાણેમાં(Thane) ચોમાસું સક્રિય થતા તળાવોના કેચમેન્ટ એરિયામાં(catchment area of lakes) પણ સારો વરસાદ પડ્યો છે. તેથી જળાશયોની સપાટીમાં વધારો થયો હતો અને પાણીકાપ પાછો ખેંચવામાં આવ્યો હતો. 

નોંધનીય કે મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવાનો હોય તો પહેલી ઑક્ટોબરના સાતેય જળાશયોમાં  14,47,363 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો આવશ્યક છે.

——–

જળાશય છલકાવાની સપાટી ગુરુવાર સવારની સપાટી બુધવારનો વરસાદ
અપર વૈતરણા 603.51   600.25 160.00
મોડક સાગર           163.15          163.16   242.00
તાનસા   128.63     127.62     221.00
મિડલ વૈતરણા 285.00 272.87 170.00
ભાતસા 142.07   130.30   197.00
વિહાર  80.12  77.93  155.00
તુલસી    130.17    138.66      159.00

 

July 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક