• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - mohali
Tag:

mohali

Heart Attack Video Wushu player dies of heart attack in Mohali
ખેલ વિશ્વ

Heart Attack Video : ફાઇટ રિંગમાં જ મૃત્યુ… લડતી વખતે ખેલાડીને અચાનક આવ્યો હાર્ટ એટેક, પછી… જુઓ વિડીયો

by kalpana Verat February 25, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Heart Attack Video : હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. ફરી એકવાર જયપુરના એક ખેલાડીના હૃદયરોગના હુમલાથી મૃત્યુનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલો ચંદીગઢનો છે. જ્યાં ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી વુશુ ચેમ્પિયનશિપ દરમિયાન,  એક ખેલાડીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ જયપુરના ખેલાડી મોહિત શર્મા તરીકે થઈ છે.

 Heart Attack Video : જુઓ વિડીયો 

Tragic Incident in Wushu Championship

Rajasthan University’s Wushu player Mohit Sharma suffered a fatal #heartattack during his match at the All India Inter-University Wushu Championship in Chandigarh University.

Mohit was competing in the 85kg weight category. pic.twitter.com/OhewJFpVVT

— Medlarge (@medlarge) February 25, 2025

Heart Attack Video : ખેલાડી અચાનક મેટ પર ઢળી પડ્યો

આ મેચ ચંદીગઢ યુનિવર્સિટી ઘરુઆનમાં ચાલી રહી હતી. મોહિત તેના પ્રતિસ્પર્ધી સામે મેચ જીતી રહ્યો હતો. તેના સાથી ખેલાડીઓ તેને ચીયર કરી રહ્યા હતા, પણ અચાનક તે મેટ પર ઢળી પડ્યો. પહેલા તો રેફરીએ વિચાર્યું કે મોહિત થાકને કારણે મેટ પર પડી ગયો છે. વારંવાર જગાડવા છતાં જ્યારે તે જાગ્યો નહીં, ત્યારે બધા ગભરાઈ ગયા. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

આ સમાચાર પણ વાંચો:  Tiger Family Video: દુર્લભ દૃશ્ય … તાડોબા રિઝર્વમાં વાઘણ તેના 5 બચ્ચા સાથે નીકળી ફરવા; આ વિડીયો જોઈને દિલ ખુશ થઈ જશે

Heart Attack Video : હાર્ટ એટેકના કારણે ખેલાડીનું મોત 

જણાવી દઈએ કે ગયા વર્ષે પણ જયપુરમાં ટુર્નામેન્ટ દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટર યશ ગૌડનું અવસાન થયું હતું. 58 વર્ષીય યશ ગૌર બોલિંગ કર્યા પછી ફિલ્ડિંગ કરી રહ્યા હતા. કાલવડ રોડ સ્થિત વિનાયક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વેટરન ડબલ વિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી. ઓવર પૂરી કર્યા પછી, યશ ગૌડ સ્ક્વેર લેગ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક જમીન પર પડી ગયો. બધા ખેલાડીઓ યશ પાસે પહોંચ્યા. તેમને CPR આપવામાં આવ્યું. આ પછી પણ યશ ભાનમાં ન આવ્યો. તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
sikh marriages will not seen in movies and serials
મનોરંજન

Sikh marriage: ફિલ્મોમાં કે સિરિયલ માં હવે થી નહીં જોવા મળે શીખ લગ્ન, આ મોટું કારણ આવ્યું સામે

by Zalak Parikh July 11, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sikh marriage: મોહાલીમાં સિરિયલના શૂટિંગ દરમિયાન થયેલા વિવાદ બાદ હવે થી ફિલ્મોમાં કે સિરિયલ માં શીખ લગ્ન નહીં જોવા મળે. આ અંગે એસજીપીસીએ રિપોર્ટ માંગ્યો છે.હવે આને રોકવાનો આદેશ અકાલ તખ્ત તરફથી આવી શકે છે.મોહાલીમાં પંજાબી સિરિયલના શૂટિંગ દરમિયાન વિવાદ થયો અને સ્થળ પર પહોંચેલા નિહંગોએ શૂટિંગ અટકાવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો: anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન ને લઈને મુંબઈ ના બીકેસી વિસ્તાર ની લગભગ બધી જ હોટલ થઇ બુક, હવે એક રાત રોકાવા માટે ચૂકવવું પડશે અધધ આટલું ભાડું

શીખ લગ્ન બતાવવા પર લાગી શકે છે રોક 

મોહાલીમાં, એક નકલી ગુરુદ્વારા સાહિબ માં એક શીખ લગ્ન (આનંદ કારજ)નું શૂટિંગ થઈ રહ્યું હતું, જે જોઈને ત્યાં પહોંચેલા નિહંગોએ હોબાળો મચાવ્યો. શૂટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત નકલી ગુરુદ્વારા બનાવીને આનંદ કારજનું દ્રશ્ય શૂટ કરનારાઓ સામે અપવિત્રનો ગુનો નોંધવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પોલીસ સમક્ષ કરવામાં આવી હતી.સીરિયલનું શૂટિંગ કરી રહેલા પ્રોડક્શન યુનિટે નિહંગો પર તેમની સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવતા પોલીસને ફરિયાદ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે નિહંગોએ તેના કેમેરા અને અન્ય વસ્તુઓની તોડફોડ કરી અને તેમને માર મારવામાં આવ્યો હતો. 

टीवी में देखने को नहीं मिलेंगी सिख शादियां व संबंधित रस्में? जानें पूरा मामला!#TV #Sikh #Marriage #TVShows #BreakingNews #Controversy https://t.co/DPfpCBlfKo

— न्यूज़North (@newsnorth_in) July 10, 2024


શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર ગિયાની રઘબીર સિંહે મોહાલીના ઘડુઆનમાં સિરિયલના શૂટિંગ દરમિયાન નકલી ગુરુદ્વારા સાહિબમાં નકલી આનંદ કારજની ઘટનાની નિંદા કરી હતી.અકાલ તખ્તના જથેદાર જ્ઞાની રઘબીર સિંહે પણ આ મામલે SGPC પાસેથી રિપોર્ટ માંગ્યો છે. જે બાદ અકાલ તખ્ત તરફથી આ અંગે આદેશ જારી કરવામાં આવી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
parineeti chopra and raghav chadha spotted watching ipl 2023 game in mohali fans saying parineeti bhabhi zindabad
મનોરંજન

સગાઈ ના સમાચાર વચ્ચે આઇપીએલ મેચ જોવા પહોંચ્યા પરિણીતી અને રાઘવ, બન્નેને સાથે જોઈ સ્ટેડિયમ માં લોકો એ લગાવ્યો આ નારો, જુઓ વિડિયો

by Zalak Parikh May 4, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

એક તરફ પરિણીતી ચોપરા  અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે બંને મોહાલીમાં એક સાથે ક્રિકેટ મેચની મજા લેતા જોવા મળ્યા હતા. મજાની વાત એ છે કે મોહાલીના સ્ટેડિયમમાં પરિણીતી ચોપરાને જોઈને પ્રશંસકોએ ‘પરિણીતી ભાભી’ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને અભિનેત્રી આ બધું જોઈને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

It’s in public now♥️
MP Raghav Chadha & Actress Parineeti Chopra spotted watching IPL 2023 game in Mohali….@raghav_chadha @ParineetiChopra pic.twitter.com/g02knMx4Su

— Meena Joshi (@MeenaJoshi_) May 3, 2023

સ્ટેડિયમ માં લોકો એ લગાવ્યા ‘પરિણીતી ભાભી’ ઝિંદાબાદ ના નારા 

મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આઈપીએલ મેચ જોવા પંજાબ ક્રિકેટ એસોસિએશન મોહાલી પહોંચેલા રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંનેની ઘણી તસવીરો સામે આવી છે, પરંતુ જે વીડિયો છે તે ખૂબ જ ફની લાગે છે. આ વીડિયોમાં પરિણીતી અને રાઘવ સ્ટેડિયમમાં દર્શકોની વચ્ચે ઉભા જોવા મળે છે. સામે ભીડ ‘પરિણીતી ભાભી’ ઝિંદાબાદ ના નારા લગાવતી જોવા મળે છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ‘પરિણીતી ભાભી’ ઝિંદાબાદના નારા સાંભળીને પોતાનું હાસ્ય કાબૂમાં રાખી શકતા નથી. આ સાંભળીને પરિણીતી તેના માથા પર હાથ મૂકે છે. હવે લોકોએ પણ આ વીડિયોની ખૂબ મજા લીધી છે. એકે કહ્યું- આ તો જાહેર ભાઈ છે, બધા જાણે છે.

 

View this post on Instagram

 

A post shared by ABP UNCUT (@abpuncut)

આ દિવસે થશે પરિણીતી અને રાઘવ ની સગાઈ 

આ દિવસોમાં બંનેની સગાઈને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને 13 મેના રોજ સગાઈ કરવાના છે, પરંતુ જ્યારે ગત દિવસોમાં EDની પૂરક ચાર્જશીટમાં રાઘવનું નામ આવ્યું ત્યારે કહેવામાં આવ્યું કે આ સગાઈનો કાર્યક્રમ સ્થગિત કરવામાં આવશે. જો કે ચાર્જશીટમાં આરોપી તરીકે તેમનું નામ નથી. માત્ર EDએ તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો.

May 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

ધાકડ છોરી- સિંગાપુરમાં અભ્યાસ કરી ભારત આવેલી છોકરીએ રસ્તા પર શરૂ કર્યો પંજાબી ધાબા- કહ્યું મહિલાઓ સંકોચ ન અનુભવે

by Dr. Mayur Parikh October 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બદલાતા સમયમાં હવે નોકરી કરવાની પદ્ધતિઓમાં(working methods) પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ(Corona period) બાદતો કામકાજની રીતમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે. પરંતુ જો તમારામાં ટેલેન્ટ હોય તો કામની તો કોઈ કમી જ નથી. પ્રતિભાશાળી લોકો સામે કામ કરવા માટે નવી નવી બારીઓ ખુલતી રહે છે. દરમિયાન સિંગાપોરથી(Singapore) હોટેલ મેનેજમેન્ટનો(Hotel Management) કોર્સ કરીને પરત ફરેલી યુવતીએ મોહાલી (પંજાબ)(Mohali (Punjab)માં રોડ કિનારે ઢાબો ખોલ્યો છે. યુવતીએ હાલમાં જ એક યુટ્યુબ વીડિયોમાં(YouTube video) તેના બિઝનેસ વિશે જણાવ્યું હતું. લોકો યુવતીની હિંમત અને જુસ્સાના વખાણ કરી રહ્યા છે.

અમને સિંગાપોરથી હોટેલ મેનેજમેન્ટનો એડવાન્સ્ડ ડિપ્લોમા કોર્સ(Advanced Diploma Course) કર્યો છે, તે છેલ્લા કેટલાક દિવસોથી પંજાબના મોહાલીમાં રોડ કિનારે ઢાબો લગાવી રહી છે. થોડા દિવસોમાં,તે ખોરાકની ગુણવત્તા અને કિંમતને કારણે ખૂબ લોકપ્રિય બની ગઈ છે. તે ભલે રસ્તાના કિનારે લોકોને ખવડાવે છે, તેમ છતાં તે સ્વચ્છતાનું સંપૂર્ણ પાલન કરે છે. અમન કહે છે કે તે જે પણ ફૂડ પીરસે છે તે ઘરે બનાવેલું હોય છે.

આ સમાચાર પણ વાંચો :  આ ભારતની વન્ડર વુમન છે પોલીસમેન હોવાની સાથે છે સુપરમોડેલ

જણાવી દઈએ કે તે ૬૦ અને ૮૦ રૂપિયાની પ્લેટ આપે છે.તે બપોરે ૧૨ થી ૩.૩૦ સુધી રોડ કિનારે ઢાબા ચલાવે છે.સવારે ૬ વાગ્યાથી ભોજન બનાવવાની શરૂઆત થાય છે.તેમને કહ્યું કે મને લાગે છે કે જેને જે ઈચ્છા હોય તેણે તે કામ કરવું જોઈએ. ઘણા લોકો સંકોચના કારણે બહાર જતા નથી. અમને વીડિયોમાં જણાવ્યું કે તેણે ત્રણ કર્મચારીઓ સાથે કામ શરૂ કર્યું. 

વીડિયો જોયા બાદ ઘણા વખાણ કરી રહ્યા છે. એક યુસરે લખ્યું કે કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. ધાબા રાણી ખૂબ મહેનત કરી રહી છે, રસ્તાના કિનારે આ રીતે કામ કરવું સરળ નથી. ભગવાન બહાદુર છોકરીની રક્ષા કરે.

આ સમાચાર પણ વાંચો :  બ્યૂટી ટિપ્સ- 48 વર્ષની ઉંમરે પણ 28 વર્ષની દેખાય છે કરિશ્મા કપૂર- જાણો તેની ચમકતી ત્વચાનું રહસ્ય

વીડિયો પર ટિપ્પણી કરતા અન્ય યૂઝરે લખ્યું કે આ નવું ભારત છે. કોઈ પણ કામ કરતી વખતે કોઈએ શરમ ન અનુભવવી જોઈએ. 'એમબીએ ચાયવાલા(MBA chaiwala)' તેનું ઉદાહરણ છે. મનોજ સિંહ નેગીએ લખ્યું કે હું આ છોકરીની પ્રશંસા કરવા માંગુ છું, જે કોઈપણ ખચકાટ વિના પોતાનું કામ કરી રહી છે

October 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મોટી દુર્ઘટના- પંજાબના મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો- આટલા લોકો થયા ઘાયલ- જુઓ વિડીયો

by Dr. Mayur Parikh September 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પંજાબ(Punjab)ના મોહાલી(Maholi)માં રવિવારે એક મોટી દુર્ઘટના બની હતી. પંજાબના મોહાલીના ફેઝ 8ના દશેરા ગ્રાઉન્ડ(Dussera)માં લંડન બ્રિજ(London bridge) મેળો યોજાયો હતો. રવિવાર, રજાનો દિવસ હોવાથી મેળામાં ભારે ભીડ જોવા મળી હતી. મેળામાં એ સમયે અચાનક ખળભળાટ મચી ગયો હતો જ્યારે ડ્રોપ ટાવર(Drop Tower)નો ઝૂલો 50 ફૂટની ઊંચાઈએથી અચાનક નીચે પડી ગયો હતો. કોઇ કંઇ કરી શકે કે વિચારી શકે એ પહેલા ઝુલા(swing crash) સહિત તેમાં બેઠેલા લોકો જમીન પર પટકાયા હતા. 

 

મોટી દુર્ઘટના: #પંજાબના #મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની #ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો.. જુઓ વિડીયો.. #Punjab #mohali #accident #people #fun #joyride #fair #giantswing #injured #spinning #wheel #crash #newscontinuous pic.twitter.com/5cgzRrOiRj

— news continuous (@NewsContinuous) September 5, 2022

આ અકસ્માત સમયે ઝૂલા પર 30થી વધુ લોકો હતા, જેમાં વધુ પડતી મહિલાઓ અને બાળકો સામેલ હતા. જો કે આ દુર્ઘટનામાં એક સારી વાત એ હતી કે ઝુલા પર બેઠેલા લોકોએ પટ્ટો બાંધ્યો હતો. જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ 16 લોકો ઘાયલ(Injured) થયા હતા.  

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર – દક્ષિણ મુંબઈના આ રસ્તાનો ઉપયોગ કરવાનો છે- તો ટ્રાફિકમાં ફસાવાની તૈયારી રાખજો- મુંબઈ ટ્રાફિક પોલીસે કરી આ અપીલ

September 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબના પ્રવાસ પહેલા હાઈ એલર્ટ- સુરક્ષા એજન્સીઓ આ કારણથી સતર્ક 

by Dr. Mayur Parikh August 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આગામી દિવસોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)  મોહાલીની(Mohali) મુલાકાત કરવાના છે. આ દરમિયાન હવે નરેન્દ્ર મોદી મોહાલીની મુલાકાત પહેલા પંજાબમાં આતંકવાદી હુમલાને(Terrorist attacks) લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

દેશની ગુપ્તચર એજન્સીઓએ(Intelligence agencies) એક મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કરતાં કહ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી(Pakistani intelligence agency) ચંદીગઢ અને મોહાલીમાં આતંકી હુમલાનું ષડયંત્ર(Terror attack conspiracy) રચી રહી છે. એલર્ટ મુજબ આતંકીઓ ચંદીગઢ અને મોહાલીમાં(Chandigarh and Mohali) આતંકી હુમલો કરી શકે છે. આતંકીઓ બસ સ્ટેન્ડને નિશાન(Target Bus Stand) બનાવી શકે છે.   

આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈમાં મોટું ધીંગાણુ- શિવસેના સમર્થક અને શિંદે સમર્થક વચ્ચે રાડો

ગુપ્તચર એજન્સીઓએ સ્ટેટ પોલીસ, જીઆરપી, અને સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સીઓને પરસ્પર કોઓર્ડિનેશન કરીને ઇનપુટ પર કામ કરવાનું કહ્યું છે.

સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે પંજાબના ૧૦ નેતાઓ આતંકીઓના નિશાના પર છે. કેન્દ્ર સરકાર(Central government ) તેમને સુરક્ષા ઉપલબ્ધ કરાવી શકે છે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોહાલી પ્રવાસ અંગે એજન્સીઓ એલર્ટ પર છે. ચારેકોર સુરક્ષા એકદમ ચુસ્ત કરવામાં આવી છે. આઈએસઆઈની જે લોકો સાથે લિંક છે તેમની ભાળ મેળવવાની કોશિશ થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી

August 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

પાંચ વખત પંજાબના સીએમ રહી ચુકેલા આ દિગ્ગજ નેતાની તબિયત લથડી- કરાયા હોસ્પિટલમાં દાખલ- પીએમ મોદીએ જલ્દી સ્વસ્થ થવાની કામના કરી

by Dr. Mayur Parikh June 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

પંજાબના(Punjab) પૂર્વ CM (Former CM) અને દિગ્ગજ શિરોમણી અકાલી દળના(Akali Dal) નેતા પ્રકાશ સિંહ બાદલને(Prakash Singh Badal) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમને છાતીમાં દુખાવાની તકલીફ થતા પરિવાર તેમને મોહાલીની(Mohali) ફોર્ટિસ હોસ્પિટલમાં(Fortis Hospital) લઈ ગયો, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

હાલ તેમની તબિયત સ્થિર છે.

PM મોદીએ(Narendra Modi) ટ્વિટ કરીને તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

ઉલ્લેખનીય છે કે 94 વર્ષીય પ્રકાશ સિંહ બાદલ આ વર્ષે જાન્યુઆરીમાં કોરોના(Corona) સંક્રમિત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મમતા ‘દીદી'એ બોલાવી વિપક્ષની બેઠક- મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે નહીં થાય સામેલ-જાણો શું છે કારણ

June 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

પંજાબ પોલીસનાં ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં બ્લાસ્ટ, પોલીસે કર્યો આ વાતનો ઈન્કાર, NIA કરી શકે છે તપાસ

by Dr. Mayur Parikh May 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મોહાલીના(Mohali) સોહાનામાં(Sohana) ઈન્ટેલિજન્સ બ્યુરોની(Intelligence Bureau) ઓફિસની બહાર એક ધમાકો થયો છે. 

અહેવાલો મુજબ ગુપ્તચર વિભાગની ઓફિસના ત્રીજા માળે રોકેટ જેવી કોઈ વસ્તુ આવીને પડી, જેનાથી વિસ્ફોટ(Blast) થયો. 

આ બ્લાસ્ટમાં ઓફિસના ઘણા કાચ તૂટી ગયા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 

જિલ્લા વહીવટી તંત્ર(District Administration) તરફથી આ વિસ્ફોટને એક સામાન્ય વિસ્ફોટ જણાવાયો છે અને કોઈ પ્રકારની આતંકવાદી ઘટના(Terrorist incident) હોવાનો ઈનકાર કરાયો છે. 

દરમિયાન અહેવાલ છે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA) કેસની તપાસ પોતાના હાથમાં લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદમાં ફરી એક વાર થશે સર્વે, આવતીકાલે કોર્ટ આટલા વાગ્યે નક્કી કરશે નવી તારીખ.. જાણો વિગતે 

May 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક