Tag: Mosquito borne disease

  • Mosquito-borne disease: અઠવાડિયે એક વાર જરૂર મનાવો સઘન સફાઈ દિવસ; અટકાવો મચ્છર ઉત્પતિ અને રહો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ચેપી રોગોથી દૂર..

    Mosquito-borne disease: અઠવાડિયે એક વાર જરૂર મનાવો સઘન સફાઈ દિવસ; અટકાવો મચ્છર ઉત્પતિ અને રહો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ચેપી રોગોથી દૂર..

    News Continuous Bureau | Mumbai

    Mosquito-borne disease : હાલ ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય, વાહકજન્ય બીમારીઓ ફેલાવાનો ભય સૌથી વધુ રહે છે, ત્યારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન ( Cleanliness campaign ) જેવા પગલાંઓ થકી જનઆરોગ્ય અર્થે સતત પ્રયાસશીલ છે. નાગરિકોની પણ નૈતિક જવાબદારી છે કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા ચેપી રોગોને નિયંત્રણમાં લેવા માટે મદદરૂપ બને.

    ડેન્ગ્યુ ( Dengue ) અને ચિકનગુનિયા રોગ ચેપી માદા એડીસ ઇજીપ્તી મચ્છરના ( Mosquitoes ) કરડવાથી થાય છે. આ મચ્છર સામાન્ય રીતે દિવસે કરડે છે. આ વાયરસ વ્યક્તિમાં ૫થી ૭ દિવસ રહે છે. વધુ જનસમુદાય હોય તેવા સ્‍થળોએ આવો રોગ ફેલાવાનું જોખમ વધુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા ચેપી રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે વાહકજન્ય બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે મચ્છર ઉત્પતિની પ્રક્રિયા અને તેના અટકાયતી પગલાં વિશે જાણવું જરૂરી છે. 

    require an intensive cleaning day once a week; Prevent mosquito breeding and stay away from infectious diseases like Dengue and Chikungunya.
    require an intensive cleaning day once a week; Prevent mosquito breeding and stay away from infectious diseases like Dengue and Chikungunya.

    Mosquito-borne disease મચ્છરની ઉત્પતિ કેવી રીતે થાય છે?

     મચ્છર બંધિયાર ચોખ્ખા પાણીમાં ઇંડા મુકે છે. ઇંડામાંથી ૨-૩ દિવસમાં પોરા જોવા મળે છે. પોરામાંથી ૨-૩ દિવસમાં કોસેટો બની ત્યારબાદ ૨-૩ દિવસમાં મચ્છર બને છે. ઇંડામાંથી મચ્છર થતા ૭ દિવસ લાગે છે. આથી, દર અઠવાડિયે બંધિયાર પાણી ખાલી કરવામાં આવે તો મચ્છર ઉત્પતિ અટકી શકે. હોસ્પિટલો, શાળાઓ, કોલેજો, છાત્રાલયો, શાક માર્કેટ, ધાર્મિક-સામાજિક સંસ્થાઓ, જી.આઇ.ડી.સી., ફેક્ટરી કેમ્પસના બિલ્ડીંગોમાં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોવાથી ક્યાંય પાણી ના ભરાય અને વ્યવસ્થિત સફાઈ થાય તે બાબતે માલિકો/સંચાલકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

    આ સમાચાર પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલવેએ તહેવારો દરમિયાન યાત્રીઓની સુવિધા માટે અમદાવાદથી ઉપડનારી આ 4 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કર્યા.

    Mosquito-borne disease બેદરકારી છોડો, મચ્છરજન્ય રોગોથી બચવા આટલું જરૂર કરો

    •   ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ( Chikungunya ) ફેલાવતા મચ્છરોના ડંખથી બચવા આખી બાંયનાં કપડાં પહેરવાં તથા શરીરના ખુલ્લા ભાગ પર મચ્છરવિરોધી ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.
    •  દર અઠવાડિયે ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહનાં તમામ પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સૂકવવા અને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા જોઈએ.
    •  ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.
    •  બારી બારણામાં મચ્છરજાળી લગાવવી જોઈએ.
    •  ઘર, ધાબા પર અને ઘરની આસપાસ પડી રહેલ નકામા ખાલી પાત્રો, ભંગાર, ટાયર, નાળિયેરની કાચલી વગેરેનો નાશ કરવો જોઈએ.
    •  પાણી સંગ્રહ કરવાના થતા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવાં જોઈએ.
    •  સખત તાવ, આંખોના ડોળાની પાછળ દુ:ખાવો, સ્નાયુ અને સાંધાનો દુ:ખાવો અને શરીર પર ચકામા કે ઓરી જેવા દાણા દેખાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.
    •  તાવ દરમિયાન પુષ્કળ પ્રવાહી લેવું અને આરામ કરવો જોઈએ.
    require an intensive cleaning day once a week; Prevent mosquito breeding and stay away from infectious diseases like Dengue and Chikungunya.
    require an intensive cleaning day once a week; Prevent mosquito breeding and stay away from infectious diseases like Dengue and Chikungunya.

    Mosquito-borne disease સાવચેતીરૂપે લેવાના પગલાંઓ

    • ઘર અને ઘરની આસપાસ ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહ ના તમામ પાત્રોમાં પાણી ભરાઈ ના રહે તે જોવું જોઈએ.
    • વરસાદી ઋતુ દરમિયાન નકામા પાત્રો જેવાં કે બોટલ, ટીન, ટાયર અને નાળિયેરની કાચલી, ભંગાર વગેરેને ખુલ્લામાં નાખવા નહીં.
    • ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની થાય ત્યારે તબીબના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં.
    • એડીસ ઇજિપ્તિ મચ્છરથી ફેલાતા આ રોગથી બચવા ઘરમાં તથા ઘરની આસપાસ પાણીનો સંગ્રહ ટાળવો જોઈએ.
    • ઘરની અંડર ગ્રાઉન્ડ, ઓવરહેડ ટાંકીના ઢાંકણા એરટાઈટ બંધ રાખવા જોઈએ.
    • સમયાંતરે જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા રહેવું જોઈએ.

    Mosquito-borne disease સઘન સફાઈ ડે ઉજવીએ

    • દર રવિવારે (અઠવાડિયે એક વાર) નાગરિકોએ ઘરના ધાબા, ઘરની અંદર તથા ઘરની આસપાસ પાણી ભરેલા પાત્રો ની સફાઈ કરવી જોઈએ. જેથી, મચ્છરના ઇંડા-પોરાનો નાશ થાય.
    • નાગરિકોએ પોતાના ઘર, આસપાસના બંધ ઘરો, મહોલ્લા, સોસાયટી, ઓફિસના ધાબામાં કાટમાળમાં ભરાયેલા પાણી, ક્રીઝ/કુલરમાં ભરેલા પાણી, કોઠી, ટાંકી, ટાયર, કુંડા, પ્લાન્ટ, નકામા પ્લાસ્ટીક, માટી-સ્ટીલના વાસણોમાં ભરાયેલું પાણી અચૂક સાફ કરવું જોઈએ.

    Mosquito-borne disease રોગચાળો રોકવા અપનાવો ૧૦x૧૦x૧૦નું સૂત્ર

    રાજ્યના જાગૃત નાગરિકો અને સામાજિક સંસ્થાઓ તેમજ શાળાઓ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા ( Malaria ) અને ચિકનગુનિયા સહિત મચ્છરજન્ય રોગચાળો રોકવા માટે ૧૦x૧૦x૧૦નું સૂત્રને અનુસરે છે. આ સૂત્રમાં પ્રથમ ૧૦ એટલે દર રવિવારે સવારે ૧૦ વાગ્યે ૧૦ મિનિટ ફાળવવી. બીજા ૧૦ એટલે ઘરમાં તથા તેની આસપાસના ૧૦ મીટરના એરિયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા અને બિન-ઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. તેમજ ત્રીજા ૧૦ એટલે આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુધી ૫હોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનિટ આ૫ને અને આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકે છે. 

    આ સમાચાર પણ વાંચોઃ Special Train: આગ્રા ડિવિઝનના કુબેરપુર સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને કારણે આ ડિવિઝનથી પસાર થતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

    જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળા થકી ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરાઈ રહ્યા છે. તેની સાથે સાથે આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. ત્યારે આપણે સૌ સુરત શહેર-જિલ્લાને સ્વચ્છ અને મચ્છરમુક્ત બનાવવા મચ્છરજન્ય કેસ ( Mosquito-borne cases ) અટકાયતી કામગીરીમાં યોગદાન જરૂર આપીએ.. સાફસફાઈની કામગીરીને આદત તરીકે કેળવવીએ.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Goodknight Survey: માત્ર ચોમાસામાં જ નહિ પરંતુ ભારતીય લોકો સમગ્ર વર્ષ દરમ્યાન મચ્છરજન્ય બીમારીઓને લઇને રહે છે ચિંતિત,  ગુડનાઈટ સર્વેમાં થયો ખુલાસો

    Goodknight Survey: માત્ર ચોમાસામાં જ નહિ પરંતુ ભારતીય લોકો સમગ્ર વર્ષ દરમ્યાન મચ્છરજન્ય બીમારીઓને લઇને રહે છે ચિંતિત, ગુડનાઈટ સર્વેમાં થયો ખુલાસો

    News Continuous Bureau | Mumbai

    Goodknight Survey: મોટાભાગના ભારતીય લોકો પર વર્ષ દરમિયાન મચ્છરજન્ય બીમારીઓનું ( Mosquito borne disease ) જોખમ ધરાવે છે. આશરે 81 ટકા ભારતીયોનું માનવું છે કે મેલેરિયા અને ડેન્ગ્યૂ જેવા મચ્છરજન્ય બીમારીઓ ચોમાસા ઉપરાંત વર્ષના ગમે તે સમયે થઈ શકે છે.  આ આશ્ચર્યજનક માહિતી તાજેતરમાં જ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ ( GCPL ) ના ભારતના અગ્રણી ઘરેલુ કીટનાશક બ્રાન્ડ ગુડનાઈટ દ્વારા ‘વન મોસ્કેટો, કાઉન્ટલેસ થ્રીટ્સ’ શિર્ષક હેઠળ સમગ્ર દેશમાં કરવામાં આવેલ સર્વેક્ષણમાં સામે આવી છે. માર્કેટ રિસર્ચ કંપની યુગવ(YouGov) દ્વારા આ સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો.  

    નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોર્ન ડિસિસ કન્ટ્રોલ ( NCVBDC ) ના એક અહેવાલ પ્રમાણે ગયા વર્ષે એકલા ભારતમાં ડેન્ગ્યૂના ( Dengue ) 94000થી વધારે કેસ સામે આવ્યા હતા. 20 ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસ એટલે કે વર્લ્ડ મોસ્કેટો ડે  , જેના એક યાદમાં છે. આ ગુડનાઈટ સાથે સાવધાની દાખવવા માટે આહવાન કરવામાં આવે છે, અને મચ્છરજન્ય બીમારીઓથી વર્ષ દરમિયાન સુરક્ષાને પ્રાથમિકતા આપવાના મહત્વવા પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે.

    ગુડનાઈટ સર્વેક્ષણ 1011 ઉત્તરદાતાઓના પ્રતિનિધિત્વનો આધાર ધરાવતો હતો, જેમાં મેલેરિયા અને ડેન્ગ્યૂના વર્ષ દરમિયાન રહેલા જોખમ અંગે પુરુષો તથા મહિલાઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 83 ટકા પુરુષ ઉત્તરદાતાઓ તથા 79 ટકા મહિલા ઉત્તરદાતઓએ મચ્છરજન્ય બીમારીઓ જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વિવિધ ત્રીજા-પક્ષકારના સંશોધન પ્રમાણે ભારતમાં મેલેરિયા અને ડેન્ગ્યૂ જેવી મચ્છરજન્ય બીમારીઓને લીધે ભારે આર્થિક નુકસાન થતું હોવાની વાત પણ રજૂ કરી હતી.

    ભૌગોલિક ક્લસ્ટર્સના સંદર્ભમાં જોવામાં આવે તો સર્વેક્ષણની માહિતીમાં મચ્છરજન્ય બીમારીઓ અંગે સમાન સ્તરે ચિંતાને દર્શાવવામાં આવી છે.  બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ તથા આસામ સહિતના પૂર્વ ભારતના રાજ્યમાં સૌથી વધારે પ્રમાણમાં સાવધાની છે, જ્યાંથી 86 ટકા ઉત્તરદાતાઓનું માનવું છે કે મેલેરિયા અને ડેન્ગ્યૂ વર્ષ દરમિયાન કોઈપણ સમયે થઈ શકે છે.ત્યારબાદ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા પશ્ચિમી રાજ્યોના વિસ્તારોમાં 81 ટકા ઉત્તરદાતાઓએ ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ જેવા દેશના ઉત્તરી રાજ્યોના વિસ્તારો તથા તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ અને તેલંગાણા જેવા દક્ષિણના રાજ્યોમાં 80 ટકા ઉત્તરદાતાઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રાદેશિક માહિતીમાં મેલેરિયા અને ડેન્ગ્યૂનો સામનો કરવા માટે વર્ષ દરમિયાન જે અટકાવ સંબંધિત વ્યૂહરચના તૈયાર કરવામાં આવે છે તેના પર વિશેષ ભાર આપ્યો હતો.

    ”ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ના હોમ કેર કેટેગરીના વડા શ્રી શેખર સૌરભે કહ્યું કે “સર્વેક્ષણમાં સામેલ આશરે એક તૃતીયાંશ ઉત્તરદાતાઓએ કહ્યું કે તેઓ પોતે અથવા તો તેમના પરિવારના સભ્યો મેલેરિયા અને ડેન્ગ્યૂથી અસરગ્રસ્ત છે. ડેન્ગ્યૂ અને મેલેરિયાના વધી રહેલા જોખમ દર વર્ષે 40 મિલિયનથી વધારે ભારતીયોને અસર કરી રહ્યા છે, જે અત્યંત ચિંતાજક આંકડાકીય માહિતી છે.મચ્છરજન્ય રોગો સ્વાસ્થ સંબંધિત ચિંતા પૂરતા જ મર્યાદિત નથી, પણ તે શિક્ષણ, વર્કફોર્સ, અને આપણા અર્થતંત્રને નબળુ પાડે છે.ગુડનાઈટ અફોર્ડેબલ, ઈનોવેટીવ સોલ્યુશન્સ સાથે પરિવારોને સશક્ત બનાવવા માટે કટિબદ્ધ છે. એક સાથે મળીને કામ કરીને આપણે સૌ ડેન્ગ્યૂના વધતા પ્રકોપનો સામનો કરી શકાય છે અને ભારત માટે એક સુરક્ષિત, સ્વાસ્થ આવતીકાલને સુનિશ્ચિત કરી શકાય છે.”

    આ સમાચાર પણ વાંચોઃ TRAI : મેસેજિંગ સેવાઓના દુરુપયોગને રોકવા ટ્રાઇએ એક્સેસ સર્વિસ પ્રોવાઇડર્સને જારી કર્યા દિશાનિર્દેશો

    ગુડનાઈટના અહેવાલમાંથી મળેલી માહિતી અંગે ટિપ્પણી કરતાં ફોર્ટીસ હોસ્પિટલ,મુલુંદ ખાતેના ઈન્ફેક્ટીયસ ડિસિસ સ્પેશ્યાલિસ્ટ ડો.કિર્તી સુબનિસે જણાવ્યું હતું કે, “હું ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવી મચ્છરજન્ય બીમારીઓના વધી રહેલા જોખમ અંગે ચિંતિત છું. આ બીમારીઓ વ્યક્તિગત જીવનને જોખમમાં નાંખવા ઉપરાંત આરોગ્ય કાળજી સંબંધિત વ્યવસ્થા તથા સમુદાયો પર મોટા બોજનું સર્જન કરે છે. ખાસ કરીને ચિંતાજનક બાબત એ છે કે સંક્રમણની આ સ્થિતિ વર્ષ દરમિયાન જળવાઈ રહે છે અને સતત વધતી રહે છે, અને ક્લાઈમેન્ટ ચેન્જ, શહેરીકરણ તથા ગ્લોબલ ટ્રાવેલમાં વૃદ્ધિને લીધે આ પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર વધારો થયો છે. ભારતમાં ડેન્ગ્યૂના કેસોમાં તાજેતરના સમયમાં નોંધપાત્ર વધારો થયો છે, જેને પગલે આ સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટેની આવશ્યકતા રહેલી છે. કેસમાં સતત વૃદ્ધિ સાથે એ બાબત સ્પષ્ટ છે કે પરંપરાગત મૌસમી સાવચેતી રાખવી તે માત્ર ઉકેલ નથી. આપણે સમગ્ર વર્ષ દરમિયાન મચ્છરજન્ય બીમારીઓથી પોતાની જાતને તથા પોતાના સમુદાયોને બચાવવા માટે સતત સાવધાન રહેવું જરૂરી છે અને આ માટે વ્યાપક વ્યૂહરચના અપનાવવી જરૂરી બને છે.”

    ફ્લેશ વેપોરાઈઝર, ઈન્સેન્સ સ્ટીક્સ, તથા એડવાન્સ્ડ ફાસ્ટ કાર્ડ જેવા મચ્છરને ભગાડનાર સોલ્યુશન્સની પોતાની એક આગવી વિરાસતની સાથે ગુડનાઈટ મચ્છરજન્ય બીમારીઓથી પરિવારોની સુરક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતાને લઈ અડગ છે.ગેરકાયદેસ, બિનનિયંત્રિત, તથા ચાઈનિઝ મોલેક્યુલેસના પ્રવેશ તથા આ પ્રકારના તત્વોવાળી રિપેલેન્ટ્સના ઉપયોગ સાથે સંકળાયેલ તાજેતરના સ્વાસ્થ સંબંધિત જોખમોના જવાબમાં ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ) ખાતેના વૈજ્ઞાનિકોએ તેમના ભાગીદાર સાથે મળી ‘રેનોફ્લુથ્રિન’ વિકસિત કર્યું છે-જે ભારતનું સૌ પહેલુ સ્વદેશી સ્વરૂપમાં તૈયાર કરવામાં આવેલ અને પેટન્ટ ધરાવતા મોલેક્યુલ છે, તે મચ્છરોના નિયંત્રણ માટે સૌથી અસરકારક વેપોરાઈઝર ફોર્મેટ તૈયાર કરે છે. ઘરઆંગણાની કીટનાશક એટલે કે હાઉસહોલ્ડ ઈન્સેક્ટીસાઈડ કેટેગરીની અગ્રણી જીસીપીએલએ પોતાના નવા ગુડનાઈટ ફ્લેશ લિક્વિડ વેરોપાઈઝરમાં રેનોફ્લૂથ્રિન ફોર્મુલેશન રજૂ કર્યું છે, જે ભારતના સૌથી અસરકારક અને પ્રભાવી લિક્વિડ વેપોરાઈઝર છે.રેનોફ્લૂથ્રિનથી તૈયાર કરવામાં આવેલ આ નવા ગુડનાઈટ ફ્લેશ લિક્વિડ વેપોરાઈઝર ફોર્મ્યુલેશન ભારતમાં વર્તમાન સમયમાં ઉપલબ્ધ લિક્વિડ વેરોરાઈઝર ફોર્મ્યુલેશનમાં અન્ય કોઈ પણ રજિસ્ટર્ડ ફોર્મ્યુલેશનની તુલનામાં મચ્છરોની સામે 2 ગણા વધુ પ્રભાવશાળી છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    આ સમાચાર પણ વાંચોઃ  Textiles Ministry Handloom : હાથવણાટનાં ક્ષેત્રને પ્રોત્સાહન આપવા કાપડ મંત્રાલય આ સ્કીમને મૂકી રહ્યું છે અમલમાં..