Tag: Mukesh Ambani Disney Deal

  • Mukesh Ambani : ટેલિકોમ બાદ હવે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી, આ કંપની સાથે થવા જઇ રહી છે મોટી ડીલ.. જાણો વિગતે અહીં..

    Mukesh Ambani : ટેલિકોમ બાદ હવે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી, આ કંપની સાથે થવા જઇ રહી છે મોટી ડીલ.. જાણો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai 

    Mukesh Ambani : એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) હવે જલ્દી જ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી (Entertainment Industries)પર પણ કબજો કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખબર છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) જલ્દી જ વોલ્ટ ડિઝ્નીનો (Disney) બિઝનેસ ખરીદી શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

    તાજેતરમાં એક રિપોર્ટમાં આ પ્રકારનો દાવો સામે આવ્યો છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, અમેરિકાની અગ્રણી એન્ટરટેઈનમેન્ટ કંપની ડિઝની સ્ટાર બિઝનેસમાં કન્ટ્રોલિંગ હિસ્સો વેચી શકે છે. અમેરિકન કંપનીનું કહેવું છે કે, તેના બિઝનેસનું મૂલ્ય લગભગ 10 બિલિયન ડોલર છે, જ્યારે રિલાયન્સ અનુસાર તે સાતથી આઠ બિલિયન ડોલર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડીલની જાહેરાત આવતા મહિને થઈ શકે છે. આ ડીલ હેઠળ રિલાયન્સના કેટલાક મીડિયા યુનિટને ડિઝની સ્ટારમાં મર્જ કરી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Mumbai Local Train: મુંબઈની આ રેલવે લાઈન પર આ તારીખથી રહેશે દસ દિવસનો બ્લોક; દરરોજ સરેરાશ 300 થી વધુ લોકલ ટ્રેનો થશે રદ્દ.. જાણો શું છે કારણ..

    ડિઝ્નીના સબ્સક્રાઈબર્સની સંખ્યામાં ઘટાડો…

    જણાવી દઈએ કે હાલમાં જ ડિઝ્નીના સબ્સક્રાઈબર્સની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના ઉપરાંત ભારતમાં કંપની પોતાનો બિઝનેસ વેચવા કે પછી મર્જ કરવાનો પ્લાન બનાવી રહી છે. રવિવારે થયેલા ભારત અને ન્યૂઝીલેન્ડની મેચને લગભગ 4.3 કરોડ લોકોએ જોઈ છે. ત્યાં જ ભારત અને પાકિસ્તાનની વચ્ચે અમદાવાદમાં થયેલી મેચને લગભગ 3.5 કરોડ લોકોએ જોઈ છે.

    જોકે આ મામલે અહેવાલ તો એવું પણ કહે છે કે, આ ડીલ અથવા વેલ્યુએશન અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને ડિઝની હજુ કન્ટ્રોલિંગ હિસ્સો હોલ્ડ રાખવાનું નક્કી કરી શકે છે. રિલાયન્સના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JioCinemaએ ડિઝનીના ઈન્ડિયા સ્ટ્રીમિંગ ઓપરેશન્સ પર પ્રેશર વધાર્યું છે, જેમાં અંબાણી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફ્રી એક્સેસ ઓફર કરીને તેમના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું માર્કેટિંગ કરે છે, જેના અગાઉ ડિજિટલ રાઈટ્સ ડિઝની પાસે હતા.