આતંકવાદી સંગઠન જૈશ ઉલ હિંદે મુકેશ અંબાણી ના ઘરની બહાર ગાડી મુકવાની જવાબદારી સ્વીકારી છે. આ સંગઠને એક સંદેશો પાઠવીને આ જવાબદારી સ્વીકારી છે. ઉલ્લેખનીય છે કે આ સંગઠન એ ગત દિવસોમાં દિલ્હીમાં ઇઝરાયેલ દૂતાવાસની બહાર વિસ્ફોટ કર્યો હતો. જો કે આ સંદર્ભે હજી સુધી પોલીસે કોઈ ખુલાસો કર્યો નથી તેમજ પોલીસ તપાસ ચાલુ છે.
