• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - mumbai ahemdabad
Tag:

mumbai ahemdabad

મહારાષ્ટ્ર વંદે ભારત વિશે મોટો નિર્ણય, આ રૂટ પર દોડતી ટ્રેન ની ટિકિટ ના ભાવ ઘટશે.. મુસાફરોને થશે ફાયદો..
રાજ્ય

વંદે ભારત મુસાફરોને ફળી, અમદાબાદ મુંબઈ વચ્ચે 129 દિવસથી હાઉસફૂલ

by Dr. Mayur Parikh February 7, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વંદે ભારત ટ્રેન મુસાફરોને ફળી છે. ઓક્ટોબરથી શરૂ થયેલી ટ્રેન સતત 129 દિવસથી હાઉસફૂલ જોવા મળી રહી છે. જેમાં મુસાફરોના વેઈટીંગ જોવા મળી રહ્યા છે. શતાબ્દી એક્સપ્રેસ બાદ હવે વંદે ભારત પણ મુસાફરોની પહેલી પસંદ બની છે. જો કે, શરુ કરાયેલી નવી ટ્રેનમાં મુસાફરી માણવાનો ક્રેઝ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. બંને ટ્રેનોના ભાડાની સરખામણી કરીએ તો વંદે ભારતમાં ભાડું વધુ વસૂલવામાં આવે છે.

આ ઉપરાંત અગાઉ જે પશુના કારણે અકસ્માતના બનાવો બન્યા હતા આ સમસ્યાને તત્કાલ દૂર કરીને પાટા પાસે પશુઓ ના પ્રવેશી તેવી વ્યવસ્થા કરાઈ છે. આમ દરેક પ્રકારની તકેદારીનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે. વંદે ભારત અમદાવાદથી 5.40 કલાકમાં મુંબઈ પહોંચે છે. જેથી ઝડપી પહોંચાડાતા મુસાફરોને આ સુવિધા વધુ સારી લાગી રહી છે.

સરેરાશ 200નું વેઈટિંગ

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ કરાયેલી સેમી-હાઈ-સ્પીડ લક્ઝરી ટ્રેન વંદે ભારત મુસાફરો માટે મુંબઈ અમદાવાદ વચ્ચે પ્રથમ પસંદગી બની છે. મુસાફરો એટલા આવી રહ્યા છે કે, દૈનિક સરેરાશ 200નું વેઈટિંગ હોય છે.

આ સમાચાર પણ વાંચો:   Turkey Earthquake: તુર્કી-સીરિયામાં કુદરતે મચાવ્યો કહેર, 3700થી વધુ લોકોના મૃત્યુ, હજારો લોકો કાટમાળ નીચે દટાયા.. જુઓ વિડીયો

સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત શરૂ કરતા સારો પ્રતિસાદ

વંદે ભારત એક્સપ્રેસની પાછળ ચાલતી શતાબ્દી એક્સપ્રેસ પણ સામાન્ય રીતે ભરેલી હોય છે. પરંતુ એક અઠવાડિયું અગાઉથી બુકિંગ કરીને સીટ મળે છે, બીજી તરફ વંદે ભારત એક્સપ્રેસમાં સીટ મળવી મુશ્કેલ છે. લક્ઝુરિયસ ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ બાદ પશ્ચિમ રેલવેએ પણ અમદાવાદ-મુંબઈ વચ્ચે મુસાફરોની સુવિધા માટે સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત શરૂ કરતા સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

શતાબ્દી અને વંદે ભારતમાં ટિકિટના દરમાં છે આટલો ફર્ક

વંદે ભારત એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું 1200 રૂપિયા છે જ્યારે શતાબ્દી એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું 1095 રૂપિયા છે. જેથી કોઈ વધુ ફર્ક નથી પડતો આ ઉપરાંત વંદે ભારતમાં એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું રૂ.2295 છે જ્યારે શતાબ્દી એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું રૂ.2085 છે. જેથી ટિકિટની કિંમતમાં વધુ ફર્ક ના પડતા મુસાફરો વંદે ભારતમાં પણ શતાબ્દીની જેમ મુસાફરો મળી રહ્યા છે. 

February 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અરે વાહ બહુ સરસ- 24 કલાકમાં વંદે ભારત ટ્રેન ફરી એકવાર રીપેર થઈને દોડવા માટે તૈયાર થઈ ગઈ-ગઈકાલે ભેંસ સાથે અથડાવાને કારણે નુકસાન પહોંચ્યું હતું- જુઓ વિડીયો અને ફોટા

by Dr. Mayur Parikh October 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશની ત્રીજી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) ફરી એકવાર પાટા પર દોડવા માટે તૈયાર થઈ ગઈ છે. એક દિવસ પહેલા ભેંસ (cattle) સાથે અથડાયા બાદ ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું, જે હવે રીપેર કરવામાં આવ્યું છે.

 

અરે વાહ બહુ સરસ, 24 કલાકમાં #વંદેભારતટ્રેન ફરી એકવાર #રીપેર થઈને દોડવા માટે તૈયાર થઈ ગઈ. ગઈકાલે ભેંસ સાથે અથડાવાને કારણે નુકસાન પહોંચ્યું હતું. જુઓ #વિડીયો અને ફોટા..#VandeBharatTrain #Accident #ahemdabad #repair #Mumbaicentral #newscontinuous pic.twitter.com/nvtgkfiiK6

— news continuous (@NewsContinuous) October 7, 2022

પશ્ચિમ રેલવે(Western Railway)ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે, અકસ્માતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના આગળના ભાગ અને માઉન્ટિંગ બ્રેકેટને નુકસાન થયું હતું, જેને મુંબઈ સેન્ટ્રલ(Mumbai Cnetral)ના કોચ કેર સેન્ટરમાં રીપેર કરવામાં આવ્યું છે. જોકે તેના કોઈ ફંકશનલ પાર્ટ(Functional Part)ને નુકસાન થયું નથી.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સવારે 11.15 વાગ્યે વટવા સ્ટેશનથી મણિનગર(Maninagar) જતી વખતે અકસ્માત(Accident)નો ભોગ બની હતી. બે સ્ટેશન વચ્ચેની રેલવે લાઇન પર ભેંસોનું ટોળું આવવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાને કારણે ટ્રેનને થોડીવાર માટે ઘટનાસ્થળે રોકી દેવામાં આવી હતી, બાદમાં તપાસ બાદ ટ્રેનને ગંતવ્ય સ્થાન પર રવાના કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : દે ધનાધન યા ઢીશુમ-ઢીશુમ – મુંબઈની લોકલ ટ્રેનમાં ફિલ્મ શોલેના દ્રશ્યો સર્જાયા- મહિલાઓ વચ્ચે થયેલી મારામારીના વિડીયો વાયરલ

ઉલ્લેખનીય છે કે દેશની ત્રીજી સ્વદેશી નિર્મિત હાઇ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ છ દિવસ પહેલા ગાંધીનગર સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડી રહી છે.  

October 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

રેલવે યાત્રીઓ માટે સારા સમાચાર, મુંબઈ- અમદાવાદ તેજસ ટ્રેન હવે અઠવાડિયાના આટલા દિવસ દોડશે; જાણો વિગતે

by Dr. Mayur Parikh April 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી દરમિયાન મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં અપૂરતા પ્રવાસીઓને કારણે તેની ફ્રીકવન્સી ઓછી કરી દેવામાં આવી હતી. જોકે હવે IRCTC 82902 – 82901 મુંબઈ અમદાવાદ તેજસ એક્સપ્રેસને ફરીથી અઠવાડિયાના 6 દિવસ દોડાવવામાં આવવાની છે. 

IRCTC સંચાલિત તેજસ કોર્પોરેટ ટ્રેન નં. 82902/ 82901 ADI – MMCT – ADI તેજસ એક્સપ્રેસ જાન્યુઆરી 2022 થી અઠવાડિયામાં પાંચ દિવસ જ દોડાવવામાં આવી રહી છે.

 આ સમાચાર પણ વાંચો :  શિવસેના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ વધી, મુંબઈ પોલીસે આ કેસના મામલે જારી કર્યા સમન; જાણો વિગતે

જોકે હવે કોવિડને લગતા તમામ નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. તેમ જ પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં રાખીને IRCTC એ 12 એપ્રિલ, 2022 થી સંપૂર્ણ અઠવાડિયામાં છ દિવસની સેવા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. 

April 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રમાં ઠેકાણા નથી પણ ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ફૂલ સ્પીડે, આટલા ટકા જમીનનું સંપાદન થઈ ગયું. ગુજરાત સરકારની જાહેરાત.

by Dr. Mayur Parikh March 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના ગણાતી બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં ગોકળ ગતીએ ચાલી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 99.3 ચકા જેટલી જમીનનું સંપાદન થઈ ગયું હોવાની માહિતી ગુજરાત સરકારે વિધાનસભામાં આપી છે.

મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને લઈને ઘોંચમાં પડ્યું છે. મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં અનેક અડચણો આવી રહી છે, તેથી કામમાં વિલંબ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી માત્ર 62 ટકા જમીનનું સંપાદન કરવામાં સફળતા મળી છે, તેની સામે ગુજરાતમાં અત્યાર સુધી આ પ્રોજેક્ટ માટે 99.3 ટકા જમીનનું સંપાદન થઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો :  સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની પેનલનો ચોંકાવનારો અહેવાલ.. દેશના આટલા ટકા ખેડૂતો રદ થયેલા નવા કૃષિ કાયદાનું સમર્થન કરતા હતા.. જાણો વિગતે

ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 99.3 ટકા જમીનનું સંપાદન થયું છે. જમીન સંપાદન માટે અત્યાર સુધી વળતરરૂપે 2,934 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. 

ગુજરાતમાં અત્યાર સુધી 360.75 હેકટર જમીનનું સંપાદન કરવાનું છે, તેમાંથી અત્યાર સુધી 358.33 હેકટર જમીનનું સંપાદન થઈ ચૂક્યું છે. 

March 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક