Tag: muslim countries

  • Chhangur Baba Income : ચોંકાવનારો ખુલાસો… છાંગુર બાબાને હિન્દુઓના ધર્માંતરણ માટે ઇસ્લામિક દેશોમાંથી મળતું હતું ભંડોળ; 3 વર્ષમાં ‘આટલા’ કરોડ મળ્યા.. 

    Chhangur Baba Income : ચોંકાવનારો ખુલાસો… છાંગુર બાબાને હિન્દુઓના ધર્માંતરણ માટે ઇસ્લામિક દેશોમાંથી મળતું હતું ભંડોળ; 3 વર્ષમાં ‘આટલા’ કરોડ મળ્યા.. 

     News Continuous Bureau | Mumbai

     Chhangur Baba Income :  જલાલુદ્દીન ઉર્ફે છાંગુરબાબાને છેલ્લા 3 વર્ષમાં ભારતમાં હિન્દુઓનું ધર્માંતરણ કરાવવા માટે એક મુસ્લિમ દેશ પાસેથી 500 કરોડ રૂપિયા મળ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. ધર્મ પરિવર્તન રેકેટ ચલાવતા જલાલુદ્દીનની ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસમાં મુસ્લિમ દેશો તરફથી મળતા ભંડોળ અંગે માહિતી સામે આવી છે.

     Chhangur Baba Income : છાંગુરબાબાને 3 વર્ષમાં લગભગ 500 કરોડનું વિદેશી ભંડોળ

    આ સંદર્ભમાં મળતી માહિતી અનુસાર, જલાલે છેલ્લા 3 વર્ષમાં લગભગ 500 કરોડ રૂપિયાનું વિદેશી ભંડોળ મેળવ્યું છે. અત્યાર સુધીમાં, સુરક્ષા એજન્સીઓએ 200 કરોડ રૂપિયાના ભંડોળનો ટ્રેક કર્યો છે, અને બાકીના 300 કરોડ રૂપિયા નેપાળના બેંક ખાતાઓમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. નેપાળના નવલપરાસી, રૂપાંડેહી, બાંકે અને કાઠમંડુ જિલ્લાઓમાં 100 થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને પાકિસ્તાન, દુબઈ, સાઉદી અરેબિયા અને તુર્કીથી ભારતમાં ભંડોળ મોકલવામાં આવ્યું હતું. આ પૈસા નેપાળમાં ઉપાડવામાં આવ્યા હતા અને એક એજન્ટ દ્વારા ભારતમાં જલાલુદ્દીનના નેટવર્કને સોંપવામાં આવ્યા હતા.

    આ કામ માટે એજન્ટોને 4-5 ટકા કમિશન ચૂકવવામાં આવતું હતું. બિહારના સરહદી જિલ્લાઓના એજન્ટોએ પણ આ પૈસા ભારતમાં પહોંચાડવામાં મદદ કરી.

     Chhangur Baba Income : આરોપી નવીન રોહરાના 6 બેંક ખાતાઓમાં કુલ 34.22 કરોડ રૂપિયાની લેવડદેવડ 

    તપાસ એજન્સીઓનું કહેવું છે કે આમાંથી મોટાભાગના ભંડોળનો ઉપયોગ અયોધ્યામાં ધર્માંતરણ અભિયાન માટે કરવામાં આવ્યો હતો. 2023માં બિહારમાં ધરપકડ કરાયેલા એક એજન્ટે અગાઉ પણ આવી જ માહિતી આપી હતી, પરંતુ તેને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. નેપાળમાંથી ઉપાડેલા પૈસા સ્થાનિક ચલણમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા અને ભારતના અનિયંત્રિત સરહદી વિસ્તારોમાં મની એક્સચેન્જર્સ દ્વારા વિનિમય કરવામાં આવતા હતા. આ વિનિમય બહરેચ, બલરામપુર, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર, મહારાજગંજ વગેરે સ્થળોએ થયો હતો. કેટલાક પૈસા હવાલા દ્વારા પણ ભારતમાં લાવવામાં આવ્યા હોવાથી, તેના રેકોર્ડ મેળવવા મુશ્કેલ બની રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Pakistan bus attack : હાથના કર્યા હૈયે વાગ્યા; પહલગામની જેમ પાકિસ્તાનમાં લોકોની ઓળખ પૂછી અને પછી… આટલાને મારી દીધી ગોળી

    આરોપી નવીન રોહરાના 6 બેંક ખાતાઓમાં કુલ 34.22 કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી અને જૂન 2021 દરમિયાન જલાલુદ્દીનના વિશ્વાસુ સહયોગી નીતુ ઉર્ફે નસરીનના 8 ખાતાઓમાં 13.90 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. એવું પણ જોવા મળ્યું છે કે 6 લાખ રૂપિયા વિદેશથી સીધા જલાલ સંબંધિત અન્ય સ્થાનિક ખાતાઓમાં જમા કરવામાં આવ્યા હતા.

     

  • Nuclear Weapons:  પાકિસ્તાન, ચીનથી જ નહીં પરંતુ આ મુસ્લિમ દેશોમાં પણ પરમાણું ખતરો, ભારતે પણ પરમાણું બોમ્બની સંખ્યા વધારવી પડશે.. જાણો વિગતે…

    Nuclear Weapons: પાકિસ્તાન, ચીનથી જ નહીં પરંતુ આ મુસ્લિમ દેશોમાં પણ પરમાણું ખતરો, ભારતે પણ પરમાણું બોમ્બની સંખ્યા વધારવી પડશે.. જાણો વિગતે…

    News Continuous Bureau | Mumbai

    Nuclear Weapons: ભારત, ચીન અને પાકિસ્તાનમાં પરમાણુ બોમ્બની ( Nuclear bombs ) સંખ્યા સતત વધી રહી છે. SIPRIના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ચીન ( China ) હવે 1000 પરમાણુ બોમ્બ બનાવવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભારતના પરમાણુ બોમ્બની સંખ્યા હાલ 172 પર પહોંચી ગઈ છે, જ્યારે પાકિસ્તાન પાસે હાલમાં 170 પરમાણુ બોમ્બ ઉપલબ્ધ છે. તો ચીન પાસે 500 પરમાણુ બોમ્બ છે. SIPRIએ કહ્યું કે ચીન આગામી વર્ષોમાં ખૂબ જ ઝડપથી પરમાણુ બોમ્બની સંખ્યામાં વધારો કરવાનું ચાલુ રાખશે. ચીન મોટા પાયે આંતરખંડીય મિસાઈલો પણ બનાવી રહ્યું છે, જે અમેરિકા અને ભારત બંને માટે હાલ ખતરો છે. SIPRIએ કહ્યું કે ભારત પાસે હવા, જમીન અને પાણીથી પરમાણુ હુમલા કરવાની ક્ષમતા છે અને તે હવે લાંબા અંતરના હથિયારો પર કામ કરી રહ્યું છે. તે જ સમયે, વિશ્લેષકોનું કહેવું છે કે માત્ર ચીન જ નહીં પરંતુ પશ્ચિમ એશિયાના ઘણા મુસ્લિમ દેશોની ( Muslim countries ) પરમાણુ ગતિવિધિઓને જોતા ભારતે પણ પરમાણુ હથિયારોની સંખ્યામાં હવે વધારો કરવો પડશે.

    પરમાણુ અને સૈન્ય બાબતોના વ્યૂહરચનાકાર આદિત્ય રામનાથન એક નિવેદન આપતા કહ્યું હતું કે, ભારતના ( India Nuclear Weapons )  પરમાણુ બોમ્બની સંખ્યા અંગેના અંદાજો મર્યાદિત માહિતી પર આધારિત છે. તેમણે વઘુમાં કહ્યું હતું કે, અમને ખબર નથી કે ભારતના પરમાણુ બોમ્બના ભંડારની વાસ્તવિક હદ કેટલી છે. મોટાભાગના સંશોધનો કહે છે કે તે 150 થી 200 ની વચ્ચે છે. જો ભારતના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો થયો છે, તો તે ચીનના પરમાણુ ઉત્પાદનના સીધા જવાબમાં છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં એ વાત સામે આવી હતી કે ચીન દેશના પશ્ચિમ વિસ્તારમાં 3 વિશાળ બંકર બનાવામાં આવ્યા હતા જ્યાં સેંકડો ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલો ( Intercontinental Missiles ) છુપાવી શકાય છે.

     Nuclear Weapons: ચીને પહેલાથી જ મોટી સંખ્યામાં ઘન ઇંધણ DF-41 ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોનું નિર્માણ કર્યું છે….

    ચીને પહેલાથી જ મોટી સંખ્યામાં ઘન ઇંધણ DF-41 ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોનું નિર્માણ કર્યું છે. આ સિવાય ચીન પાસે DF-27 હાઈપરસોનિક ગ્લાઈડ વાહન પણ છે. ભારતે હાલ સમુદ્રમાંપણ  તેની પરમાણુ પ્રતિરોધક ક્ષમતામાં વધારો કર્યો છે. ભારતે સબમરીનથી લોન્ચ કરાયેલી મિસાઈલ વિકસાવી છે અને હવે મિસાઈલ ( Nuclear Missiles ) ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ભારત સ્વાભાવિક રીતે જ ચિંતિત છે કે ચીન દ્વારા પરમાણુ હુમલાની ( Nuclear attack ) સ્થિતિમાં તેના પરમાણુ દળોનું રક્ષણ કેવી રીતે કરવું. 

    આ સમાચાર પણ વાંચો: BMC Hawkers Action : મુંબઈ મહાપાલિકા દ્વારા અનધિકૃત ફેરિયાઓ પર કાર્યવાહી, હાથ ગાડી, સિલિન્ડર સહિત 5435 જેટલી સામ્રગી જપ્ત કરાઈ..

    ભારતની પરમાણુ પ્રતિરોધકતા મોટાભાગે અરિહંત પરમાણુ સબમરીન પર નિર્ભર છે. જો ચીન પરમાણુ હુમલો કરે છે તો આ સબમરીન જવાબી કાર્યવાહી કરી શકે છે. આ સિવાય ભારતે હવામાં કમાન્ડ સિસ્ટમ તૈયાર કરવી પડશે જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે દુશ્મનના ભીષણ હુમલા પછી પણ ન્યુક્લિયર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ કામ કરતી રહે. નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે ચીનની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ભેદી શકાય. આ જ કારણ છે કે ભારત અગ્નિ 5 મિસાઈલ બનાવી રહ્યું છે જે એકસાથે અનેક પરમાણુ બોમ્બ લઈ જઈ શકે છે.

    નિષ્ણાતોના મતે ભારતે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ પર પણ ચાંપતી નજર રાખવી પડશે. આ સિવાય આગામી સમયમાં પશ્ચિમ એશિયાના કેટલાક દેશો પણ પરમાણુ બોમ્બ હસ્તગત કરવાની દિશામાં આગળ વધી શકે છે. આ બાબતે પણ ભારતે સાવધાન રહેવું પડશે. આ દેશોમાં તુર્કી, સાઉદી અરેબિયા અથવા ઈરાન હોઈ શકે છે. આ દેશો પાસે હજુ પરમાણુ બોમ્બ નથી પરંતુ તેઓ તેને બનાવવા માંગે છે. સાઉદી પ્રિન્સે આ અંગે એક નિવેદન આપતા કહ્યું છે કે, જો ઈરાન પરમાણુ બોમ્બ બનાવશે તો તે પણ બનાવશે. તુર્કીની વાત કરીએ તો તે પાકિસ્તાનનું ગાઢ મિત્ર છે અને તેને ઘાતક હથિયારો પૂરા પાડે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ જોખમોને જોતા ભારતે ધીરે ધીરે પોતાના પરમાણુ બોમ્બની સંખ્યા વધારવી પડશે. નોંધનીય છે કે, ભારત પરમાણુ હુમલાના કિસ્સામાં નો ફર્સ્ટ યુઝ નીતિનું પાલન કરે છે.

     

  • World’s Largest Economy : પચાસ વર્ષ બાદ મુસ્લિમો વિશ્વમાં નિયંત્રણ મેળવશે, ભારત બની જશે વિશ્વનો બીજો સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ: રિપોર્ટ..

    World’s Largest Economy : પચાસ વર્ષ બાદ મુસ્લિમો વિશ્વમાં નિયંત્રણ મેળવશે, ભારત બની જશે વિશ્વનો બીજો સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ: રિપોર્ટ..

    News Continuous Bureau | Mumbai 

    World’s Largest Economy : વિશ્વમાં આગામી 50 વર્ષમાં વિશ્વના ટોચના દેશોની કુલ અર્થવ્યવસ્થા 235 ટ્રિલિયન ડૉલરની હશે, જેમાંથી લગભગ 50 ટ્રિલિયન ડૉલર મુસ્લિમોના   હાથમાં હશે. વર્ષ 2075 સુધીમાં ચાર મુસ્લિમ દેશો ( Muslim Countries ) સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે. ગોલ્ડમેન સૅક્સે તેના અહેવાલમાં અંદાજ લગાવ્યો છે કે 2075 સુધીમાં વિશ્વની અર્થવ્યવસ્થા કેવી હશે અને કયા દેશો સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે. આ રિપોર્ટમાં ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, નાઇજીરિયા અને ઇજિપ્તને ટોપ 10 દેશોમાં સામેલ કરવાની આગાહી કરવામાં આવી છે. 

    રિપોર્ટ અનુસાર 5 દાયકામાં ચારમાંથી બે મુસ્લિમ દેશો ટોપ ફાઈવમાં હશે અને તેમાં ઈન્ડોનેશિયા સૌથી આગળ હશે. ઈન્ડોનેશિયા ચોથા અને નાઈજીરિયા પાંચમા ક્રમે રહેશે. આ પછી પાકિસ્તાન છઠ્ઠા અને ઈજિપ્ત સાતમા ક્રમે રહેશે. આ સિવાય વર્ષ 2075માં ભારત ( India ) વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને મુસ્લિમ વસ્તીની ( Muslim population ) દ્રષ્ટિએ ઇન્ડોનેશિયા પછી સૌથી વધુ મુસ્લિમો ભારતમાં હશે. એટલું જ નહીં, અમેરિકન થિંક ટેન્ક પ્યુ રિસર્ચના અનુમાન મુજબ, વર્ષ 2050 સુધીમાં ભારત સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે.

    દરમિયાન, ઇન્ડોનેશિયા ( Indonesia  ) $13.6 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સાથે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. જે હાલમાં $1.319 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સાથે 16મા નંબરે છે. તેમજ નાઈજીરિયા હાલમાં $477 બિલિયનના જીડીપી ( GDP )  સાથે 31મા નંબરે છે, પરંતુ 2075 સુધીમાં અહીં મોટો ફેરફાર જોવા મળશે અને તેની અર્થવ્યવસ્થા $13.1 ટ્રિલિયનની હશે. ઈજીપ્ત 32મા નંબર પર છે, પરંતુ 2075માં અહીં પણ લગભગ 477 અબજ રૂપિયાની ઈકોનોમી બની જશે.

     World’s Largest Economy: પાકિસ્તાન વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે..

    50 વર્ષમાં, પાકિસ્તાન, જે હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને તે 2075 સુધીમાં 12.3 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. પાકિસ્તાન અત્યારે 377 બિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે 41મા નંબરે છે.

    આ સમાચાર પણ વાંચો :  Amit Shah Edited VIDEO: જાતિ આધારિત અનામત ખતમ કરવા અંગે અમિત શાહનો ફેક વિડિયો થયો વાયરલ, દિલ્હી પોલીસે દાખલ કરી FIR; જુઓ વિડીયો

    ઇન્ડોનેશિયા પછી ભારત વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. અહીંની કુલ વસ્તીના 80 ટકાથી વધુ હિંદુ અને 14 ટકા મુસ્લિમ રહે છે. વિશ્વની 11 ટકા વસ્તી ભારતમાં રહે છે. પ્યુ રિસર્ચનો અંદાજ છે કે વર્ષ 2050 સુધીમાં ભારત 11.2 ટકા મુસ્લિમ વસ્તી સાથે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે. અહીં મુસ્લિમોની વસ્તી કુલ વસ્તીના 18 ટકા થઈ જશે.

    ગોલ્ડમૅન સૅક્સનો અંદાજ છે કે વર્ષ 2075 સુધીમાં ભારત 52.5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા સાથે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. જેમાં ભારત અત્યારે પાંચમા સ્થાને છે.

    હાલ ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવે છે. અહીં કુલ 22 કરોડ 96 લાખ મુસ્લિમો રહે છે. પ્યુ રિસર્ચ અનુસાર, 2050 સુધીમાં આ મુસ્લિમ દેશમાં મુસ્લિમોની વસ્તી 25 કરોડ 68 લાખને વટાવી જશે. અહીં દેશની કુલ વસ્તીના 87.1 ટકા લોકો ઇસ્લામમાં માને છે.

      World’s Largest Economy: અમેરિકાની અર્થવ્યવસ્થા 51.5 ટ્રિલિયન ડોલરની હશે…

    હાલમાં પાકિસ્તાનમાં મુસ્લિમોની વસ્તી 20 કરોડ 4 લાખ 90 હજાર છે. આ સિવાય નાઈજીરિયામાં 10 કરોડ 46 લાખ મુસ્લિમો અને ઈજિપ્તમાં 9 કરોડ 4 લાખ 20 હજાર મુસ્લિમો રહે છે. હાલમાં ખ્રિસ્તી ધર્મ વિશ્વનો સૌથી મોટો ધર્મ છે. વિશ્વમાં તેના અનુયાયીઓની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ પ્યુ રિસર્ચનો અંદાજ છે કે વર્ષ 2075 સુધીમાં, ઇસ્લામ ખ્રિસ્તી ધર્મથી આગળ નીકળી જશે અને વિશ્વમાં સૌથી વધુ અનુસરવામાં આવતો ધર્મ બની જશે.

    આ સમાચાર પણ વાંચો :  Guru Gochar 2024 : ગુરુનું વૃષભ રાશિમાં સંક્રમણ, આ રાશિઓ માટે અશુભ બની રહેશે, વધશે સંકટ..

    2075 સુધીમાં, ચીન $57 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સાથે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને અમેરિકા, જે હાલમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, ત્રીજા સ્થાને સરકી જશે. અમેરિકાની અર્થવ્યવસ્થા 51.5 ટ્રિલિયન ડોલરની હશે. આ સિવાય બ્રાઝિલ 8.7 ટ્રિલિયન ડૉલરની GDP સાથે આઠમા સ્થાને, જર્મની 8.1 ટ્રિલિયન ડૉલર સાથે નવમા સ્થાને અને મેક્સિકો 2075 સુધીમાં 7.6 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા સાથે દસમા સ્થાને હશે.

  • New Delhi: મોદીના કાયમી ટીકાકાર દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદે મોદીની મદદ માંગી. કહ્યું મુસ્લીમ દેશો નથી કરી શક્યા હવે તમેજ કરી શકો છો આ કામ

    New Delhi: મોદીના કાયમી ટીકાકાર દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદે મોદીની મદદ માંગી. કહ્યું મુસ્લીમ દેશો નથી કરી શક્યા હવે તમેજ કરી શકો છો આ કામ

     News Continuous Bureau | Mumbai  

    New Delhi: દિલ્હીની ( Delhi  ) જામા મસ્જિદના ( jama masjid ) શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ ( Ahmed Bukhari ) શુક્રવારે કહ્યું હતું કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષમાં ( Israel-Palestine conflict ) મુસ્લિમ દેશો ( Muslim countries ) તેમની જવાબદારીઓ નિભાવી શક્યા નથી. અહેમદ બુખારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ( Narendra Modi ) પણ આ મામલે વિનંતી કરી હતી કે તેઓ ઇઝરાયેલ પર રાજદ્વારી દબાણ ( diplomatic pressure ) લાવે અને યુદ્ધ ખતમ કરે. મિડીયા રિપોર્ટ અનુસાર આ યુદ્ધમાં (  Israel-Palestine War )  પહેલાથી જ 21,300 થી વધુ પેલેસ્ટિનિયનો ( Palestinians ) માર્યા ગયા છે, આ યુદ્ધે બીજી માનવતાવાદી કટોકટી સર્જી છે.

    બુખારીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘પેલેસ્ટિનિયન મુદ્દો હાલ એવા સ્તરે પહોંચી ગયો છે. જ્યાં આ મુદ્દાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર, આરબ લીગ અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સંબંધિત ઠરાવો હેઠળ ઉકેલવાની જરૂર છે.

    મુસ્લિમ દેશો યુદ્ધ રોકવાના સંબંધમાં પોતાની જવાબદારીઓનું પાલન કરી રહ્યા નથી: બુખારી..

    અહેમદ બુખારીએ વધુમાં કહ્યું હતું કે, ‘મુસ્લિમ દેશો યુદ્ધ રોકવાના સંબંધમાં પોતાની જવાબદારીઓનું પાલન કરી રહ્યા નથી અને જે પગલાં લેવા જોઈએ તે નથી લઈ રહ્યા નથી અને આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અંતે, હું આશા રાખું છું કે મારા ભારત દેશના વડા પ્રધાન આ યુદ્ધને સમાપ્ત કરવા માટે રાજદ્વારી દબાણ લાગુ કરશે અને ઇઝરાયેલના વડા પ્રધાન સાથેના તેમના અંગત સંબંધોના આધારે આ મુદ્દાઓને ઉકેલ વાવશે.

    આ સમાચાર પણ વાંચો : Mohan Bhagwat: ભારત કે પછી ઇન્ડિયા? મોહન ભાગવતની દલીલ અને અપીલ. સંધનો નિર્ણય સ્પષ્ટ છે.

    એક મિડીયા અહેવાલ અનુસાર, ભારતે આ મહિનાની શરૂઆતમાં યુએન જનરલ એસેમ્બલીમાં ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ તેમજ તમામ બંધકોની બિનશરતી મુક્તિની માંગ કરતા ડ્રાફ્ટ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરના રોજ હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો, આ હુમલામાં લડવૈયાઓએ લગભગ 1200 ઈઝરાયેલના લોકોને મારી નાખ્યા હતા. આ સિવાય 240 લોકોને પણ બંધક બનાવવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આમાંથી ઘણા બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ઘણા મૃતદેહો પણ મળી આવ્યા છે. આ યુદ્ધમાં ગાઝામાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. એમ પ્રાપ્ત માહિતીમાં જાણવા મળ્યું હતું.

  • Israel-Hamas war : ઈઝરાયેલ વિરુદ્ધ એક થઈ રહ્યા છે વિશ્વભરના મુસ્લિમો, નારાજ ઈરાને OICની બેઠકમાં કરી આ અપીલ..

    Israel-Hamas war : ઈઝરાયેલ વિરુદ્ધ એક થઈ રહ્યા છે વિશ્વભરના મુસ્લિમો, નારાજ ઈરાને OICની બેઠકમાં કરી આ અપીલ..

    News Continuous Bureau | Mumbai 

    Israel-Hamas war : પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ ( Hamas ) અને ઈઝરાયલ ( Israel )  વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈરાને ( Iran )  મુસ્લિમ દેશોના ( Muslim Countries ) સંગઠન OICની બેઠકમાં ( OIC meeting ) તમામ સભ્ય દેશોને ઈઝરાયલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની અપીલ કરી છે. ઈરાને કહ્યું છે કે સંગઠનના તમામ સભ્ય દેશોએ ઈઝરાયલ સાથે તેલ સહિત અન્ય તમામ પ્રકારના વેપાર ( Business ) પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમજ ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ( diplomatic relations ) ધરાવતા સભ્ય દેશોએ ઈઝરાયેલના રાજદૂતોને બરતરફ કરવા જોઈએ.

    વાસ્તવમાં, મંગળવારે ગાઝાની એક હોસ્પિટલમાં વિસ્ફોટના કારણે મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા હતા. આ અંગે ચર્ચા કરવા માટે બુધવારે સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં OICની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાએ આ બેઠકમાં હાજરી આપી અને ઈઝરાયેલ પર પ્રતિબંધ લાદવાની અપીલ કરી.

    ઈઝરાયલ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ

    ઈરાનના વિદેશ મંત્રીએ બેઠકમાં કહ્યું કે તમામ મુસ્લિમ દેશોએ તાત્કાલિક અસરથી ઈઝરાયલ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરવી જોઈએ, જેમાં તેલથી લઈને અન્ય તમામ વસ્તુઓ સામેલ હશે. તેમજ ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા મુસ્લિમ દેશોએ તેમના ઈઝરાયલના રાજદૂતોને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ.
    ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાએ કહ્યું કે, ગાઝામાં ઈઝરાયલ દ્વારા આચરવામાં આવેલા સંભવિત યુદ્ધ અપરાધોના દસ્તાવેજ માટે ઈસ્લામિક વકીલોની એક ટીમ પણ બનાવવી જોઈએ.

    ગાઝા હોસ્પિટલમાં થયેલા બ્લાસ્ટમાં 500થી વધુ લોકોના મોત

    મંગળવારે સાંજે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર રોકેટ હુમલામાં 500 થી વધુ લોકોના મોત થયા હતા. આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. જોકે, ઇઝરાયલ આ વિસ્ફોટ પાછળ તેની ભૂમિકા જાહેર કરી રહ્યું નથી. ઈઝરાયેલનો દાવો છે કે આ વિસ્ફોટ હમાસના રોકેટના કારણે થયો હતો, જે તેની દિશા ગુમાવી દેતો હતો અને હોસ્પિટલ પર પડ્યો હતો. દુઃખની વાત એ છે કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા તમામ લોકોએ યુદ્ધથી બચવા માટે ત્યાં આશરો લીધો હતો.

    આ સમાચાર પણ વાંચો :  X New Feature : X નવું સબસ્ક્રિપ્શન મોડલ બહાર પાડશે, યુઝર્સને હવે લાઇક્સ અને રિપોસ્ટ કરવા માટે ચૂકવવા પડશે પૈસા…

    ઈઝરાયેલને ઈરાન અને તુર્કી તરફથી મળી રહી છે ધમકીઓ

    પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધથી ઈરાન અને તુર્કી સંપૂર્ણપણે પરેશાન છે. આ બંને દેશો આ યુદ્ધમાં પેલેસ્ટાઈનની સતત વકીલાત કરી રહ્યા છે. તેઓ ઈઝરાયેલને ધમકી પણ આપી રહ્યા છે કે જો ગાઝામાં તબાહી બંધ નહીં કરવામાં આવે તો આ યુદ્ધ બીજા અનેક મોરચે શરૂ થઈ જશે.

    ઈરાન પર હમાસને મદદ કરવાનો આરોપ

    હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ ઓક્ટોબર 7માં શરૂ થયો હતો. પહેલો હુમલો હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ઈઝરાયેલ દ્વારા જવાબી કાર્યવાહીમાં હુમલા શરૂ કરવામાં આવ્યા હતા. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં ઘાયલ લોકો જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા છે.

    આ યુદ્ધમાં હમાસ જે રીતે હુમલો કરી રહ્યું છે, તેનાથી સ્પષ્ટ છે કે તે સંપૂર્ણ તૈયારી સાથે યુદ્ધમાં કૂદી પડ્યું છે. ઘણા નિષ્ણાતોનો દાવો છે કે ઈરાન આ યુદ્ધમાં હમાસનું સમર્થન કરી રહ્યું છે. જોકે, ઈરાન આ આરોપને સતત નકારી રહ્યું છે. તાજેતરમાં, ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેનીએ કહ્યું હતું કે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર પેલેસ્ટાઈનના હમાસ લડવૈયાઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેમનો દેશ સામેલ નથી.

    આ સમાચાર પણ વાંચો :  MSP Hike : મોદી સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, ઘઉં અને મસૂર સહિત 6 રવિ પાક પર MSP વધારવાની આપી મંજૂરી..

  • UN: કુરાન સળગાવવા મુદ્દે UNમાં મુસ્લિમ દેશો થયા એક, તો જર્મની-ફ્રાંસે પણ આપ્યા તીખા જવાબ..

    UN: કુરાન સળગાવવા મુદ્દે UNમાં મુસ્લિમ દેશો થયા એક, તો જર્મની-ફ્રાંસે પણ આપ્યા તીખા જવાબ..

    News Continuous Bureau | Mumbai

    UN: મંગળવારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં કુરાન સળગાવવા અંગે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઠરાવ પરની ચર્ચા દરમિયાન અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે ઈસ્લામિક દેશો અને પશ્ચિમી દેશો સામસામે આવી ગયા હતા. ઈરાન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા સહિતના ઘણા મુસ્લિમ દેશોએ કહ્યું કે આ ઘટના ધાર્મિક નફરતમાં વધારો કરે છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપી શકાય નહીં. તે જ સમયે, પશ્ચિમી દેશોએ કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ ક્યારેક અસહ્ય વિચારોને સહન કરવું થાય છે.

    પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન, મુસ્લિમ દેશોએ સ્વીડનમાં કુરાનને બાળવા માટે જવાબદારીની માંગ કરી, તેને ઇસ્લામોફોબિયાથી પ્રેરિત કૃત્ય ગણાવ્યું.

    ઉલ્લેખનીય છે કે ગયા મહિને, સ્વીડનની સ્ટોકહોમ સેન્ટ્રલ મસ્જિદની સામે, એક વ્યક્તિએ કુરાનની નકલને તેના પગથી કચડી નાખી અને લોકોની હાજરીમાં તેને આગ લગાવી દીધી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ મુસ્લિમ દેશો ગુસ્સે ભરાયા છે.

    પાકિસ્તાને UNHRC સમક્ષ પ્રસ્તાવ રજૂ કરીને આ માંગણી કરી હતી

    ઈરાક, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા સહિતના ઘણા મુસ્લિમ દેશોએ સ્વીડનના રાજદૂતોને બોલાવીને તેમની સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાને પણ આ ઘટનાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ માં પાકિસ્તાને ઠરાવ રજૂ કરીને માંગણી કરી હતી કે યુએન માનવાધિકાર પરિષદ આ મુદ્દે રિપોર્ટ રજૂ કરે.

    ઠરાવમાં દેશોને તેમના કાયદાઓની સમીક્ષા કરવા અને છટકબારીઓને દૂર કરવા માટે આહ્વાન કર્યું છે જે ધાર્મિક નફરત ફેલાવનારાઓને અટકાવવાનું મુશ્કેલ બનાવે છે.

    પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કુરાન સળગાવવાના મુદ્દે મુસ્લિમ દેશો અને પશ્ચિમી દેશો વચ્ચે મતભેદ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. પશ્ચિમી દેશો ચિંતિત હતા કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અધિકારોના રક્ષણના માર્ગમાં ઘણા પડકારો છે.

    શું કહ્યું પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ?

    ચર્ચા દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વીડિયો દ્વારા કહ્યું કે ‘પવિત્ર કુરાન સળગાવવાની ઘટના ધાર્મિક લાગણીઓને ભડકાવવાની છે’.

    વધુમાં બિલાવલે કહ્યું, આપણે જોવું જોઈએ કે આખરે તે શું છે… ધર્મ વિરુદ્ધ નફરત, ભેદભાવ અને હિંસા ભડકાવવાનો પ્રયાસ છે. આ ઘટના સરકારની મંજૂરી પછી બની હતી અને તેને આગ લગાડનાર વ્યક્તિ જાણતો હતો કે તેને કોઈપણ સજા કરવામાં આવશે નહીં.

    ઈરાન, સાઉદી અરેબિયા અને ઈન્ડોનેશિયાના મંત્રીઓએ બિલાવલ ભુટ્ટોના શબ્દોને સમર્થન આપ્યું હતું. ઈન્ડોનેશિયાના વિદેશ મંત્રી રેત્નો મારસુદીએ કહ્યું કે આ ઘટના ઈસ્લામોફોબિયાથી પ્રેરિત છે. તેમણે કહ્યું, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાનું બંધ કરો. જો તમે આ મુદ્દે મૌન છો તો તેનો અર્થ એ છે કે તમે પણ તેમાં સામેલ છો.

    પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન પ્રિન્સ ફૈઝલે કહ્યું, સાઉદી અરેબિયાની સરકાર સંવાદ, સહિષ્ણુતા અને સન્માનના મૂલ્યોને મજબૂત કરવાની અને નફરત અને ઉગ્રવાદ ફેલાવતી દરેક વસ્તુને નકારી કાઢવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

    તેમણે વધુમાં કહ્યું, અમે ઉગ્રવાદીઓ દ્વારા પવિત્ર કુરાનની નકલોને સળગાવવાની સખત નિંદા કરીએ છીએ. આ નિંદનીય કૃત્યો કોઈપણ રીતે સ્વીકારી શકાય નહીં કારણ કે આ ઘટનાઓ નફરત અને જાતિવાદને ઉશ્કેરે છે. આવી ઘટનાઓ સહિષ્ણુતા, સંયમ અને ઉગ્રવાદને રોકવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોને સીધી રીતે નબળી પાડે છે.

    આ સમાચાર પણ વાંચો: rocky aur rani kii prem kahaani :  ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ના આ ગીત ના સેટ પર કરણ જોહરે આલિયા ભટ્ટને ખૂબ કરી હતી ટોર્ચર, પછી માંગી માફી, જાણો શું છે સમગ્ર મામલો

    પશ્ચિમી દેશોએ શું કહ્યું?

    પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઈને પશ્ચિમી દેશોનો અભિપ્રાય ઈસ્લામિક દેશો કરતા અલગ હતો. જર્મન એમ્બેસેડર કેથરિના સ્ટેશે કુરાનને બાળી નાખવાની ‘ઘણી ઉશ્કેરણીનું કૃત્ય’ તરીકે નિંદા કરી હતી, પરંતુ ઉમેર્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ કેટલીકવાર એવા વિચારોને સહન કરવાનો છે જે લગભગ અસહ્ય લાગે છે.

    તે જ સમયે, ફ્રેન્ચ રાજદૂતે કહ્યું કે માનવ અધિકાર લોકોની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે અને ધર્મો અને તેમના પ્રતીકોની સુરક્ષા માટે નહીં.

    દરખાસ્ત પર અસહમતિના કારણે મંગળવારે તે પસાર થઈ શક્યો ન હતો. આ પ્રસ્તાવ પર હવે મતદાન થશે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રસ્તાવ ચોક્કસપણે પસાર થશે કારણ કે 19 દેશો 47 સભ્ય દેશો સાથે યુએન માનવાધિકાર પરિષદમાં ઈસ્લામિક સહકાર સંગઠનના સભ્ય છે. ઉપરાંત, સભ્ય દેશ ચીન સિવાય, તેમને અન્ય કેટલાક બિન-મુસ્લિમ દેશોનું સમર્થન છે.

    તે જ સમયે, યુએન હ્યુમન રાઇટ્સ ચીફ વોલ્કર તુર્કીએ કહ્યું કે મુસ્લિમો તેમજ અન્ય ધર્મો અથવા લઘુમતીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક કૃત્યો અપમાનજનક, બેજવાબદાર અને ખોટું છે.

  • આ દેશમાં નુપુર શર્માનો વિરોધ કરનારા પ્રદર્શનકારીઓ પર સરકારની મોટી કાર્યવાહી- નોકરી-ધંધા બધુ ચોપટ- મળી દેશનિકાલની સજા

    આ દેશમાં નુપુર શર્માનો વિરોધ કરનારા પ્રદર્શનકારીઓ પર સરકારની મોટી કાર્યવાહી- નોકરી-ધંધા બધુ ચોપટ- મળી દેશનિકાલની સજા

    News Continuous Bureau | Mumbai 

    પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) પર નુપુર શર્માની(Nupur Sharma) ટિપ્પણીથી શરૂ થયેલો વિવાદ હવે દુનિયાના અનેક મુસ્લિમ દેશો(Muslim countries) સુધી પહોંચ્યો છે.

    કુવૈતમાં(Kuwait) પયગંબર પરની ટિપ્પણી વિરોધમાં પ્રદર્શન(Protest) કરવામાં આવ્યું હતું. જેના પર ત્યાંની સરકારે કડક વલણ અપનાવ્યું છે

    આ દેખાવકારોની ઓળખ કર્યા પછી, કુવૈત સરકાર(Government of Kuwait) તેમની ધરપકડ કરશે અને તેમને તેમના દેશમાં પરત મોકલશે.

    સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ લોકોએ કુવૈતના કાયદાનું(Laws of Kuwait) ઉલ્લંઘન કર્યું છે. 

    હકીકતમાં, કુવૈતના કાયદા અનુસાર, દેશમાં સ્થળાંતર કરનારાઓ દ્વારા ધરણા અથવા પ્રદર્શનમાં ભાગ લેવો અથવા તેનું આયોજન કરવું ગેરકાયદેસર(Illegal) છે.

    આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિધનના સમાચાર અફવા-ઘણાં સમયથી છે બીમાર- જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય