• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - muslim party
Tag:

muslim party

Waqf Act Muslim side claimed victory in the morning, but the narrative changed by evening
દેશTop Post

Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો

by Akash Rajbhar September 16, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai
Waqf Act: વક્ફ (સુધારા) અધિનિયમ, 2025ના કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાનો વચગાળાનો ચુકાદો આપ્યો. આ નિર્ણય આવતાની સાથે જ મુસ્લિમ પક્ષના વકીલોએ તેને પોતાની જીત ગણાવી હતી. જોકે, જ્યારે આખો ચુકાદો વાંચવામાં આવ્યો, ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને જસ્ટિસ એ.જી. મસીહની બે સભ્યોની ખંડપીઠે વક્ફ કાયદા પર સંપૂર્ણ રોક લગાવી નથી, પરંતુ તેના કેટલાક ચોક્કસ નિયમો પર વચગાળાનું સંરક્ષણ (interim protection) આપ્યું છે.

મુસ્લિમ પક્ષની ખુશી ક્ષણિક સાબિત થઈ

શરૂઆતમાં, જમિયત ઉલેમા-એ-હિંદના મૌલાના અરશદ મદનીથી લઈને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, શિયા મૌલાના કલ્બે જવાદ અને કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢી સહિત અનેક મુસ્લિમ સંગઠનો અને ઉલેમાઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમણે આ પગલાને મુસ્લિમ સંપત્તિઓ પર સરકારી હસ્તક્ષેપ રોકવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. જોકે, સાંજે 128 પાનાનો આખો ચુકાદો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ થતા જ પરિસ્થિતિ પલટાઈ ગઈ. મુસ્લિમ પક્ષકારોની ખુશી ફિક્કી પડી ગઈ અને જે નિર્ણયને તેઓ સવારે પોતાની જીત માનતા હતા, હવે તેને જ પોતાના વિરુદ્ધનો ગણાવવા લાગ્યા.

આ સમાચાર પણ વાંચો : Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત

વકીલોએ સ્વીકારી ભૂલ

Waqf Act: મુસ્લિમ પર્સનલ લો બોર્ડના એક વકીલ એમ.આર. શમશાદે જણાવ્યું કે ચુકાદો સાંભળતી વખતે તેમને લાગ્યું કે કોર્ટે કાયદાની અમુક કલમો પર રોક લગાવી દીધી છે. તેના આધારે જ તેમણે શરૂઆતની પ્રતિક્રિયાઓ આપી હતી. જોકે, આખો ચુકાદો વાંચ્યા બાદ તેમને સમજાયું કે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તેમણે કહ્યું કે, “ચુકાદામાં શરૂઆતમાં એવું લાગ્યું કે કલેક્ટરની સત્તાઓ પર રોક લગાવવામાં આવી છે, જે આવકારદાયક છે. પરંતુ જ્યારે અમે સંપૂર્ણ ચુકાદો વાંચ્યો, ત્યારે તેમાં લખેલી વાતો અમને ચિંતાજનક લાગી.” શમશાદે કહ્યું કે ASI સર્વેક્ષણ હેઠળ વક્ફ સંપત્તિઓને બિન-વક્ફ બનાવવાની વાત થઈ હતી, તેના પર કોર્ટે કોઈ રોક લગાવી નથી, જે એક ચિંતાનો વિષય છે.

ઓવૈસીએ કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ શરૂઆતમાં કોર્ટના નિર્ણયને આવકાર્યો, પરંતુ આખો ચુકાદો વાંચ્યા બાદ તેમણે કહ્યું કે આ વચગાળાનો આદેશ પણ વક્ફ સંપત્તિઓનું રક્ષણ કરી શકશે નહીં. ઓવૈસીએ કહ્યું કે આ કાયદો અતિક્રમણકારોને લાભ પહોંચાડશે અને વક્ફ જમીન પર વિકાસના કાર્યો અટકી જશે.ઓવૈસીએ વધુમાં કહ્યું કે, કલેક્ટર પાસે હજુ પણ સર્વેક્ષણ કરવાનો અધિકાર છે. તેમણે CEOની નિમણૂકમાં બિન-મુસ્લિમની નિમણૂક પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ અનુચ્છેદ 26નું ઉલ્લંઘન છે. તેમણે આ પ્રકારના નિયમોને ધાર્મિક સ્વતંત્રતા વિરુદ્ધના ગણાવીને ભાજપ પાસેથી આ અંગે સ્પષ્ટતા માંગી.

September 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
old British accountant's map will reveal the secret of Gyanvapi and easily find out where the sanctum sanctorum of the Adi Vishweshwar temple is.
રાજ્યદેશ

Gyanvapi : આ બ્રિટિશ એકાઉન્ટન્ટના વર્ષો જૂના નકશામાંથી ખૂલશે જ્ઞાનવાપીનું રહસ્ય, જાણી શકાશે ક્યાં છે આદિ વિશ્વેશ્વર મંદિરનું ગર્ભગૃહ..

by Bipin Mewada February 5, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Gyanvapi : વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં આદિ વિશ્વેશ્વર મંદિરનું ( Adi Vishweshwar Temple ) ગર્ભગૃહ ક્યાં સ્થિત છે તે હવે પ્રકાશમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સંકુલમાં વિવાદને કારણે મંદિરની બાજુએ પહેલાથી જ આદિ વિશ્વેશ્વરના વિશાળ મંદિરનો  દાવો કરવામાં આવી રહ્યો છે. હિન્દુ પક્ષનો (  Hindu party ) દાવો છે કે અહીં સ્થિત મંદિરને તોડીને જ તેના પર મસ્ઝિદની ( Gyanvapi  Masjid )  બનાવવામાં આવી છે. 

બ્રિટિશ એકાઉન્ટન્ટનો નકશો ( British Accountant  Map ) પણ દર્શાવે છે કે જ્ઞાનવાપીની  સંકુલમાં જે હાલના બાંધકામો જોવા મળે છે તે એ જ મસ્ઝિદ છે જે મંદિરના સંકુલને તોડીને બાંધવામાં આવ્યું હતું અને મુસ્લિમ પક્ષ ( Muslim party ) દ્વારા તે જ મસ્જિદનો દાવો કરવામાં આવ્યો છે. હવે આ સંકુલનો બ્રિટિશ એકાઉન્ટન્ટનો નકશો મળી આવ્યો છે જેમાં આદિ વિશ્વેશ્વર મંદિરનું સ્થાન પણ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટિશ એકાઉન્ટન્ટ જેમ્સ પ્રિન્સેપે આ સમગ્ર સંકુલનો નકશો બનાવ્યો હતો જેમાં આદિ વિશ્વેશ્વર મંદિરનો નકશો પણ બતાવવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નિવૃત્ત અધિકારી ડૉ. બી.આર. મણિએ જણાવ્યું હતું કે, જો જ્ઞાનવાપીની રચનાને બ્રિટિશ એકાઉન્ટન્ટ જેમ્સ પ્રિન્સેપના નકશા સાથે જોડીને અભ્યાસ કરવામાં આવે તો તે સરળતાથી સમજી શકાય છે કે મંદિરમાં ગર્ભગૃહ ક્યાં સ્થિત છે.

બનારસનો સર્વે 1822માં બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. બનારસનો સર્વે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ટંકશાળ અધિકારી જેમ્સ પ્રિન્સેપ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ નકશામાં તેમણે 1822માં બનારસનો સર્વે કરીને નકશો તૈયાર કર્યો હતો. આ નકશામાં તેમણે વારાણસીમાં બનેલા સ્મારકો અને ઉત્સવોની શ્રેણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ નકશો વર્ષ 1829માં લંડન મોકલવામાં આવ્યો હતો. આ નકશો પણ બ્રિટિશ સરકાર દ્વારા 1830 અને 1834 વચ્ચે બનારસ ઇલસ્ટ્રેટેડ તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

  1669માં તેના ધ્વંસ પહેલા જ્ઞાનવાપીમાં ભગવાન આદિ વિશ્વેશ્વરનું અષ્ટકોણનું મંદિર હતું: હિંદુ પક્ષ..

ડૉ. બી.આર. મણિએ તેમણે બનારસના પુસ્તક ‘વ્યૂ ઓફ બનારસ’ માં જ્ઞાનવાપીનો નકશો પણ આપ્યો છે. મંદિરના પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે 1669માં તેના ધ્વંસ પહેલા જ્ઞાનવાપીમાં ભગવાન આદિ વિશ્વેશ્વરનું અષ્ટકોણનું મંદિર હતું. મંદિરની લંબાઈ 125 ફૂટ, પહોળાઈ 125 ફૂટ અને ઊંચાઈ 128 ફૂટ હતી. ગર્ભગૃહની સાથે ચારેય દિશામાં મંડપ હતા. પશ્ચિમમાં શ્રૃંગાર મંડપ, પૂર્વમાં જ્ઞાન મંડપ, ઉત્તરમાં ઐશ્વર્ય મંડપ અને દક્ષિણમાં મુક્તિ મંડપ હાજર હતો.

આ સમાચાર પણ વાંચો :  Hate Speech Case: કોણ છે આ મૌલાના અઝહરી.. જેના ઉશ્કેરણીજનક ભાષણ બાદ મચ્યો હોબાળો.. ગુજરાત પોલીસે કરી ધરપકડ..

ચારેય દિશામાં મંદિર છે, જેમકે પશ્ચિમમાં દંડપાણી, પૂર્વમાં દ્વારપાલ અને ઉત્તર અને દક્ષિણમાં શિવ મંદિર બતાવ્યું છે. ચાર ખૂણા પર તારકેશ્વર, માંકેશ્વર, ગણેશ અને ભૈરવ મંડપ બતાવવામાં આવ્યા છે. જેમાંથી ગર્ભગૃહમાં પ્રવેશ થતો હતો તે ચારે બાજુએથી મધ્ય મંડપ ખાલી હતો. ચારેય ખૂણે આવેલા મંડપમાં દેવતાઓ હાજર હતા.

મંદિરને તોડી પાડ્યા બાદ તેના કાટમાળ ઉપર એક ઈમારત બનાવવામાં આવી હતી. આ ઇમારતમાં ત્રણ શિખરો છે જેમાં દક્ષિણ અને ઉત્તર દિશામાં એક-એક શિખર સાથે મુખ્ય શિખર છે. મંદિરની બાજુએ તેના મંતવ્યોના સમર્થનમાં જેમ્સ પ્રિન્સેપ દ્વારા બનાવેલા આદિ વિશ્વેશ્વર મંદિરનો નકશો પણ રજૂ કર્યો હતો.

બ્રિટિશ એકાઉન્ટન્ટ જેમ્સ પ્રિન્સેપના આ નકશાનો ઉલ્લેખ જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત મા શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા અને દર્શનની માગણી સાથે દાખલ કરાયેલા દાવામાં પણ કરવામાં આવ્યો છે. આ કેસ મે 2022માં એડવોકેટ કમિશનરની કાર્યવાહીમાં પણ છે. આ નકશાના સર્વે રિપોર્ટમાં જ્ઞાનવાપી સંકુલમાં વિશાળ મંદિર હોવાનો ઉલ્લેખ છે.

February 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
What was the first temple or mosque in the Gyanvapi complex The conflict is 350 years old, so know here the history of Gnanavapi and the complete story of controversies
દેશMain PostTop Postરાજ્ય

Gyanvapi: જ્ઞાનવાપી સંકુલમાં પહેલા શું હતું મંદિર કે મસ્જિદ? સંધર્ષ આટલા વર્ષ જુનો છે… તો જાણો અહીં જ્ઞાનવાપીનો ઈતિહાસ અને વિવાદો, દાવાઓની સંપુર્ણ વાત..

by Bipin Mewada February 3, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Gyanvapi: વારાણસી કોર્ટના આદેશ બાદ હિંદુઓએ ( Hindus ) 31 વર્ષ બાદ ફરી એકવાર જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના તહેખાનામાં ( Vyasji Basement ) પૂજા કરવાનું શરૂ કર્યું છે. હિન્દુ પક્ષ અનુસાર, 1993 સુધી, સોમનાથ વ્યાસનો પરિવાર વ્યાસ જીના તહેખાનામાં પૂજા કરતો હતો, પરંતુ ડિસેમ્બર 1993માં મુલાયમ સિંહ યાદવની સરકારે અહીં પૂજા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે એક તરફ હિન્દુ પક્ષ ( Hindu party ) વારાણસી કોર્ટના ( Varanasi Court ) આ નિર્ણયને પોતાની પોતાની જીત ગણાવી રહ્યો છે. તો બીજી તરફ મુસ્લિમ પક્ષના ( Muslim Party ) લોકો કોર્ટના આ નિર્ણય સામે સખત વાંધો વ્યક્ત કરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તો ત્યાં સુધી કહ્યું છે કે જ્ઞાનવાપીને બાબરી મસ્જિદ બનાવવાનું આ ષડયંત્ર છે. ચાલો જાણીએ શું છે, 350 વર્ષ જૂનો આ ઈતિહાસ, જ્ઞાનવાપીમાં મંદિર અને મસ્જિદનો વિવાદ ( Gyanvapi Court ) અને વ્યાસજીના તહેખાની વાત. 

જ્ઞાનવાપીનો ઈતિહાસ લગભગ 350 વર્ષ જૂનો છે. આમાં ધાર્મિક માન્યતાઓ, ઐતિહાસિક દાવાઓ તેમજ ઘણી કાનૂની લડાઈઓનો સમાવેશ થાય છે. આ સમજવા માટે 350 વર્ષ પાછળ ડોકિયુ કરવુ પડે. માન્યતાઓ અનુસાર, આ સ્થાન પર હજારો વર્ષ જૂનું શિવ મંદિર ( Shiv Mandir )  આવેલું હતું, જેનું નામ કાશી વિશ્વનાથ મંદિર હતું. આ મંદિરને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક માનવામાં આવે છે. હિંદુ પક્ષનો દાવો છે કે ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન જ્યારે હિંદુ મંદિરોને નષ્ટ કરવા અને મસ્જિદો બનાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી, ત્યારે 1669માં કાશી વિશ્વનાથ મંદિરને તોડીને જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પછી પણ, 18મી-19મી સદીમાં, હિન્દુ સમુદાયના લોકો મસ્જિદની આસપાસ પૂજા કરવાનું ચાલુ રાખ્યું. આ પછી, 1930ના દાયકામાં મસ્જિદની બાજુમાં એક કથિત શિવલિંગ મળ્યા બાદ આ વિવાદ ઉભો થયો હતો અને ત્યારબાદ વર્ષ 1991માં હિન્દુ સંગઠનોએ કોર્ટમાં અરજી દાખલ કરીને મંદિરના પુનર્નિર્માણની માંગ કરી હતી. આ પછી, આ આખો વિવાદ સતત આગળ વધતો રહ્યો અને ઘણા કોર્ટ કેસ પછી, 2023 માં જ્ઞાનવાપી કેમ્પસમાં ASI સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ જાન્યુઆરી 2024 માં ASI એ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. આ પછી, 31 જાન્યુઆરી, 2024 ના રોજ, કોર્ટે વ્યાસજી તહેખાનામાં પૂજા કરવાની મંજૂરી આપી. ફેબ્રુઆરીમાં, તહેખાનામાં રાખવામાં આવેલી મૂર્તિઓની પૂજા શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ મુસ્લિમ પક્ષે ફરી એકવાર આનો વાંધો ઉઠાવ્યો હતો.

  જ્ઞાનવાપીમાં મંદિર અને મસ્જિદને ( Gyanvapi  Masjid ) લઈને ત્રણ દાયકાથી કાનૂની લડાઈ ચાલી રહી છે..

જ્ઞાનવાપીમાં મંદિર અને મસ્જિદને લઈને ત્રણ દાયકાથી કાનૂની લડાઈ ચાલી રહી છે. હિંદુઓ દાવો કરે છે કે જ્યાં મસ્જિદ બનેલી છે. ત્યાં લગભગ 2050 વર્ષ પહેલા રાજા વિક્રમાદિત્યે ભગવાન વિશ્વેશ્વરનું મંદિર બનાવ્યું હતું. હિન્દુઓ માને છે કે ભગવાન શિવનું સ્વયં-ઘોષિત જ્યોતિર્લિંગ મુઘલ શાસન પહેલા પણ ત્યાં હાજર હતું. દેશભરમાં હાજર 12 જ્યોતિર્લિંગોમાંનું આ જ્યોતિર્લિંગ સૌથી પવિત્ર માનવામાં આવે છે. હિંદુ પક્ષનો દાવો છે કે 17મી સદીમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના શાસન દરમિયાન એક પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો અને તે જ જગ્યાએ જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  Maldives: મુઈજ્જુ તેની ઇન્ડિયા આઉટની નિતી વચ્ચે બીજી તબક્કાની બેઠકમાં થયા કરાર.. હવે ભારત આ તારીખ સુધીમાં માલદીવમાંથી સૈનિકો હટાવશે.

બીજી તરફ, મુસ્લિમ પક્ષનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદ 1669માં બનાવવામાં આવી હતી અને આ જગ્યાએ પ હંમેશાથી મસ્જિદ જ રહી છે. મુસ્લિમ પક્ષો હિન્દુઓને મસ્જિદ પરિસરમાં પૂજા કરવાની મંજૂરી આપવાનો વિરોધ કરે છે. તેમ જ મુસ્લિમ પક્ષ કહે છે કે 350 વર્ષ પહેલાં કોઈએ શા માટે શું લખ્યું તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે લેખકનો ઝોક. તેથી અમે ઈતિહાસના આ પાના પર નહી પણ માત્ર સરકારી સૂચનાઓ પર આધાર રાખી શકીએ છીએ.

વ્યાસજીનું તહેખાનું જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની દક્ષિણમાં છે. માહિતી અનુસાર, વર્ષ 1819માં બ્રિટિશ શાસન હતું અને વારાણસીમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે રમખાણો થયા હતા. આ સમય દરમિયાન, વિવાદને શાંત કરવા માટે, અંગ્રેજોએ જ્ઞાનવાપીનો ઉપરનો ભાગ મુસ્લિમોને અને નીચેના ભાગમાં તહેખાનું હિંદુઓને આપી દીધું હતું. જ્ઞાનવાપી પાસે રહેતા વ્યાસ પરિવારને આ તહેખાનામાં પૂજા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યારબાદ વ્યાસ પરિવારે 1993 સુધી અહીં પૂજા કરવાનું ચાલુ રીખી હતી.

બધું બરાબર ચાલી રહ્યું હતું, તે દરમિયાન, 6 ડિસેમ્બર 1992 ના રોજ, અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી અને પછી 1993 માં, મુલાયમ સિંહ યાદવની સરકારે જ્ઞાનવાપીની આસપાસ ઘેરો ઘાલ્યો અને વ્યાસજી તહેખાનામાં જતો રસ્તો બંધ કરી દીધો. આ પછી પૂજા સેવાઓ ત્યાં બંધ થઈ ગઈ. આ પછી 2023માં કોર્ટે જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. સર્વેના આદેશ બાદ, સોમનાથ વ્યાસ જીના પરિવારના સભ્ય શૈલેન્દ્ર કુમાર પાઠકે કોર્ટમાં ફરીવાર તહેખાનામાં પૂજા કરવાનો અધિકાર માંગતી અરજી દાખલ કરી અને ત્યારબાદ 31 જાન્યુઆરી, 2024ના રોજ કોર્ટે પૂજા કરવાની પરવાનગી આપી. પૂજા કોર્ટની પરવાનગી મળ્યા બાદ હવે વ્યાસજીના તહેખાનામાં દરરોજ સવારે 2:30 થી 3:30 દરમિયાન મંગળા આરતી, સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન ભોગ આરતી, બપોરે 4 વાગ્યે આરતી, 7ની વચ્ચે સપ્તર્ષિ આરતી થાય છે. અને રાત્રે 8 વાગ્યા. આરતી અને પછી છેલ્લી આરતી 10 થી 11:30 વાગ્યાની વચ્ચે કરવામાં આવે છે.

 ASIએ 92 દિવસ સુધી જ્ઞાનવાપી સંકુલમાં સર્વે કર્યો હતો…

ઉલ્લેખનીય છે કે, ASIએ 92 દિવસ સુધી જ્ઞાનવાપી સંકુલમાં સર્વે કર્યો હતો. સર્વે રિપોર્ટ સામે આવ્યા બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે મસ્જિદમાંથી સ્વસ્તિક ચિહ્ન, સાપ દેવતાના નિશાન, કમળના ફૂલના નિશાન, ઘંટડીનું નિશાન, ઓમ લખેલું નિશાન, હિંદુ દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ મોટી સંખ્યામાં મળી આવી હતી. મંદિરના તૂટેલા સ્તંભોના અવશેષો પણ મળી આવ્યા છે. જ્ઞાનવાપી સંકુલમાં 34 સ્થળોએ દેવનાગરી, કન્નડ અને તેલુગુ શિલાલેખો મળી આવ્યા છે. આ દર્શાવે છે કે મસ્જિદ બનાવવા માટે મંદિરના જ ભાગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્ઞાનવાપીના તહેખાનામાં સનાતન ધર્મ સંબંધિત પુરાવા પણ મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તહેખાનામાં અંદરના સ્તંભો પર હિંદુ ધર્મ સાથે સંબંધિત ઘણી વસ્તુઓ મળી આવી છે.

આ સમાચાર પણ વાંચો :  UPI: ભારતના UPI ની વિદેશમાં ધૂમ, હવે આ દેશમાં પ્રવેશ્યું યુનિફાઇડ પેમેન્ટ.. ઈન્ડિયન ટૂરિસ્ટ રૂપિયામાં કરી શકશે પેમેન્ટ..

February 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gyanvapi Case Police alert during Friday prayers in Varanasi, tight security during prayers in small and big mosques.. bandh announced today..
રાજ્યદેશ

Gyanvapi Case: વારાણસીમાં શુક્રવારની નમાજ દરમિયાન પોલીસ એલર્ટ, નાની મોટી મસ્જિદોમાં નમાજ દરમિયાન કડક સુરક્ષા.. આજે બંધનુ એલાન..

by Bipin Mewada February 2, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Gyanvapi Case: જ્ઞાનવાપી મસ્જિદને લઈને કોર્ટના નિર્ણય બાદ પોલીસ વારાણસીમાં શુક્રવારની નમાજને લઈને ઘણી સતર્ક છે. પોલીસ દળ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહ્યું છે. દશાશ્વમેધ વિસ્તારના સહાયક પોલીસ કમિશનરે પત્રકારોને જણાવ્યું હતું કે વારાણસીમાં ( Varanasi ) શુક્રવારની નમાજને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ દળ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહ્યું છે. 

સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ( Patrolling ) માટે બહારથી આઈ ફોર્સ અને પીએસીને ( PAC ) તૈનાત કરવામાં આવ્યા છે. આરએએફને ( RAF ) અતિસંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. શુક્રવારે નાની-મોટી મસ્જિદો તેમજ તમામ ધાર્મિક સ્થળોની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓએ પોલીસકર્મીઓને સૂચના આપી છે કે શુક્રવારની નમાજ પછી અથવા કોઈપણ પૂજા સ્થળ પર કોઈ પણ પ્રકારનો મેળાવડો ન થવો જોઈએ.

#WATCH | Varanasi, UP: Devotees gather outside Gyanvapi complex and sing bhajans.

Varanasi Court granted permission for puja in the ‘Vyas ji ka Tehkhana’, on Wednesday. Offering of prayers began yesterday pic.twitter.com/3eML61x6hE

— ANI (@ANI) February 2, 2024

 મુસ્લિમ સમિતિએ મુસ્લિમ સમુદાયના ( Muslim community ) લોકોને દુકાનો અને વ્યવસાય બંધ રાખવા અપીલ કરી છે…

જ્ઞાનવાપીમાં ( Gyanvapi  Mosque ) વ્યાસજીના તહેખાનામાં ( Vyas Basement ) નિયમિત પૂજા કરવા માટે બુધવારે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ( District Court)  તરફથી પરવાનગી મળ્યા બાદ, મોડી રાત્રે વ્યાસજીના તહેખાનાની રસ્તો બનાવીને બેરીકેટ્સ હટાડવામાં આવ્યા હતા. જિલ્લા કોર્ટના આ નિર્ણય સામે મુસ્લિમ પક્ષે ( Muslim Party ) અગાઉ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કાગળો જોયા બાદ અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ મામલો રજૂ કર્યો હતો. આ પછી મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ સાથે જ જિલ્લા કોર્ટ પાસેથી 15 દિવસનો સમય પણ માંગવામાં આવ્યો હતો. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 15 દિવસ સુધી આદેશનો અમલ કરવામાં ન આવે.

આ સમાચાર પણ વાંચો :  Budget 2024 : વચગાળાના બજેટ 2024-25માં પ્રધાનમંત્રી-કિસાન સન્માન યોજના હેઠળ આટલા કરોડ ખેડૂતોને સીધી નાણાકીય સહાય..

દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં મોટી સંખ્યામાં લોકો શુક્રવારની નમાજ અદા કરે છે. પોલીસ સાવચેતીના પગલાં લઈ રહી છે. બીજી તરફ વ્યાસજીના તહેખાનામાં પૂજાનો વીડિયો પણ સામે આવ્યો છે. સૂત્રોનું માનીએ તો દિવસમાં પાંચ વખત આરતીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ જ્ઞાનવાપી મસ્જિદની વ્યવસ્થા સમિતિએ શુક્રવારે વારાણસી બંધનું એલાન કર્યું છે. મુસ્લિમ સમિતિએ મુસ્લિમ સમુદાયના લોકોને દુકાનો અને વ્યવસાય બંધ રાખવા અપીલ કરી છે.

સમિતિએ વારાણસી તેમજ દેશભરના મુસ્લિમોને બજારો બંધ રાખવા અપીલ કરી છે. શુક્રવારની નમાજથી લઈને સાંજની અસરની નમાજ સુધી નમાજ પઢવા માટે કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે કે કોર્ટે વ્યાસજીના તહેખાનામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી. જે બાદ પ્રશાસને કોર્ટના આદેશ મુજબ ત્યાં પૂજા કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Puja in Gyanwapi Gyanvapi masjid committee moves Allahabad HC against order allowing Hindus to perform puja
રાજ્યદેશ

Puja in Gyanwapi: જ્ઞાનવાપીમાં પૂજા રોકવા માટે મુસ્લિમ પક્ષ પહોંચ્યો અલ્હાબાદ હાઈકોર્ટ, નીચલી કોર્ટ પાસે કરી આ માંગ.

by kalpana Verat February 1, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Puja in Gyanwapi: વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં આવેલા વ્યાસ ભોંયરામાં ( Vyas Basement ) પૂજાની પરવાનગી આપવામાં આવી હતી, ત્યારબાદ બુધવારે મોડી રાત્રે વ્યાસ ભોંયરામાં મૂર્તિઓ મૂકીને પૂજનનો ( Puja ) પ્રારંભ કરાયો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષે   વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાના આદેશ સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં ( Allahabad High Court ) અરજી દાખલ કરી છે. અંજુમન એરેન્જમેન્ટ કમિટીએ વહેલી સુનાવણીની વિનંતી કરી છે અને નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો છે. તમને જણાવી દઈએ કે હિન્દુ પક્ષો પહેલાથી જ કેવિયેટ દાખલ કરી ચૂક્યા છે.

મુસ્લિમ પક્ષે 15 દિવસનો સમય વધારવાની માંગણી કરી હતી

જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાના અધિકારનો મામલો ફરી વારાણસી જિલ્લા કોર્ટમાં ( Varanasi District Court ) પહોંચ્યો છે. મુસ્લિમ પક્ષે ( Muslim Party ) કોર્ટ પાસે 15 દિવસનો સમય વધારવાની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 15 દિવસ સુધી આદેશનો અમલ કરવામાં ન આવે. હાઇકોર્ટમાં અરજી દાખલ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે.

પહેલા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા

તમને જણાવી દઈએ કે આ પહેલા જ્ઞાનવાપી કેસમાં ( Gyanwapi Case ) અંજુમન વ્યવસ્થા મસ્જિદ કમિટીએ જિલ્લા ન્યાયાધીશના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં હિન્દુ પક્ષને ( Hindu Party ) મસ્જિદના સીલબંધ ભોંયરામાં અંદર પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, મસ્જિદ સમિતિએ ગઈકાલે રાત્રે સુપ્રીમ કોર્ટના વેકેશન રજિસ્ટ્રારનો સંપર્ક કર્યો અને આદેશના 7 કલાકની અંદર વારાણસી વહીવટીતંત્ર દ્વારા રાતોરાત તેના અમલીકરણના કારણોની તાત્કાલિક સૂચિ માંગી છે.

આ સમાચાર પણ વાંચો :  Gyanvapi case: હિન્દુ સંગઠને જ્ઞાનવાપીના સાઈન બોર્ડ પરથી હટાવ્યો ‘મસ્જિદ’ શબ્દ, આ પોસ્ટર ચોંટાડ્યું.. જુઓ વિડીયો.

માહિતી અનુસાર, મુસ્લિમ પક્ષની કાનૂની ટીમમાં વકીલ ફુઝૈલ અયુબી, નિઝામ પાશા અને આકાંશાનો સમાવેશ થાય છે. તેમણે ગુરુવારે સવારે 3 વાગ્યે સુપ્રીમ કોર્ટના વેકેશન રજિસ્ટ્રારનો સંપર્ક કર્યો અને વારાણસી કોર્ટના ( Varanasi court ) આદેશ પર રોક લગાવવા વિનંતી કરી જેથી તેઓ કાનૂની ઉપાયો શોધી શકે. રજિસ્ટ્રારએ સવારે 4 વાગ્યે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ ( DY Chandrachud ) સમક્ષ દસ્તાવેજો મૂક્યા. કાગળો જોયા પછી, CJI એ મુસ્લિમ પક્ષને કહ્યું કે કોઈ રાહત માટે અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ બાબતનો ઉલ્લેખ કરે.

જ્ઞાનવાપીમાં બુધવારે મોડી રાત્રે પૂજા થઈ હતી

તમને જણાવી દઈએ કે તાજેતરના ASI સર્વેમાં ( ASI Survey ) એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે જ્ઞાનવાપીની મસ્જિદ એક જૂના ભવ્ય હિન્દુ મંદિરની રચના પર બનાવવામાં આવી હતી, જેમાં દિવાલો અને થાંભલાઓ પર હિન્દુ મંદિર સંસ્કૃતિના ( Hindu Mandir Culture ) ઘણા ચિહ્નો અંકિત જોવા મળ્યા હતા. વારાણસીની જિલ્લા અદાલતે વ્યાસ ખાનામાં પૂજાની પરવાનગી આપી હતી, ત્યાર બાદ બુધવારે આઠ દેવતાઓની મૂર્તિઓ મૂકીને પૂજા કરવામાં આવી હતી. હિન્દુ પક્ષના વકીલે ગુરુવારે આ સંદર્ભમાં કહ્યું કે આ અમારા મુખ્ય લક્ષ્ય તરફ એક પગલું છે. હું પ્રશાસનનો આભાર માનું છું જેણે આદેશનું પાલન કર્યું. જ્ઞાનવાપીના વજુખાનાની અંદર વ્યાસ ભોંયરામાં પરંપરાગત પદ્ધતિથી માત્ર મૂર્તિઓની જ સ્થાપના કરવામાં આવી ન હતી, પરંતુ તેમની પૂજા પણ કરવામાં આવી હતી.

ભોંયરામાં બહારથી ભક્તો દર્શન કરી રહ્યા છે

31 વર્ષ બાદ ગઈકાલે રાત્રે જ્યાં પૂજા શરૂ થઈ હતી ત્યાં વ્યાસજીના ભોંયરામાં બહારથી ભક્તો દર્શન કરી રહ્યાં છે. આ ભોંયરું ( Basement )_ જ્ઞાનવાપી સંકુલમાં જ્ઞાનવાપી મસ્જિદની ( Gyanvapi Masjid ) નીચે છે અને ભક્તો તેના દરવાજા ખોલીને કાશી કોરિડોરમાં દર્શન કરવા આગળ વધે છે.

આ સમાચાર પણ વાંચો :  Interim Budget 2024:મધ્યમ વર્ગને મોદી સરકારની મોટી ભેટ! ઘર ખરીદવા માટે લાવશે આવાસ યોજના, આગામી પાંચ વર્ષમાં આટલા કરોડ લોકોને મળશે ઘર..

February 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Asaduddin Owaisi flared up after the verdict in favor of Hindus in the Gyanvapi case.. said that an incident like Babri Masjid may happen again
રાજ્યદેશ

Gyanvapi Case: જ્ઞાનવાપી કેસમાં હિંદુઓની તરફેણમાં ચુકાદો આવતા અસદુદ્દીન ઓવૈસી ભડક્યા, કહ્યું ફરી બાબરી મસ્જિદ જેવી ઘટના બની શકે છે.

by Bipin Mewada February 1, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Gyanvapi Case: વારાણસીની જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ તહેખાનામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. આને હિન્દુ પક્ષની મોટી જીત માનવામાં આવી રહી છે. પરંતુ મુસ્લિમ પક્ષ ( Muslim party ) આનાથી નારાજ છે. વારાણસી કોર્ટના ( Varanasi Court ) આ નિર્ણયથી AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ( Asaduddin Owaisi ) ચિંતિત છે. તેમણે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી અને તેને ખોટો ગણાવ્યો હતો. 

તેમણે કહ્યું કે આજે જજની નિવૃત્તિનો છેલ્લો દિવસ હતો. આવી સ્થિતિમાં તેણે સમગ્ર કેસનો નિર્ણય કર્યો હતો. કોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સાથે સમગ્ર મામલામાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ એક ખોટો નિર્ણય છે. આવા નિર્ણયથી બાબરી મસ્જિદની ઘટના ફરીથી તાજી થઈ શકે છે.

અસદુદ્દીન ઓવૈસીએ મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, “1993થી, તમે પોતે જ કહી રહ્યા છો કે ત્યાં કશું થઈ રહ્યું નથી. અપીલ માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જ્ઞાનવાપી મસ્જિદના (  Gyanvapi Mosque ) તહેખાનામાં પૂજા કરવાની મંજૂરી આપવી તે ખોટું છે.” બાબરી ( Babri Masjid ) ધ્વંસ સાથે જોડાયેલા એક સવાલ પર તેમણે કહ્યું કે હા, 6 ડિસેમ્બર ફરી થઈ શકે છે, કેમ ન થઈ શકે? નોંધનીય છે કે, અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.

#WATCH दिल्ली: ज्ञानवापी मामले पर AIMIM प्रमुख असदुद्दीन औवेसी ने कहा, “…आज जो कोर्ट ने फैसला लिया उससे पूरे मामले को तय कर लिया गया है… यह सरासर ग़लत फैसला है… 6 दिसंबर इस देश में दोबारा हो सकता है।” pic.twitter.com/Vi6LKywB9l

— ANI_HindiNews (@AHindinews) January 31, 2024

 આ નિર્ણય પ્રોટેક્શન ઓફ પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ 1991 વિરુદ્ધ છે….

આ સાથે જ મુસ્લિમ સંગઠન જમાત-એ-ઈસ્લામીએ જ્ઞાનવાપીના વ્યાસ તહેખાનામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપવાને અન્યાય ગણાવ્યો છે. સંસ્થાનું કહેવું છે કે અહીં પૂજાની પરવાનગી આપવી એ અન્યાય છે. આ એક ભેદભાવપૂર્ણ અને વાંધાજનક નિર્ણય છે.

આ સમાચાર પણ વાંચો : Modi UAE Visit: વડાપ્રધાન મોદીની દુબઈની મુલાકાત પહેલા તૈયારીઓ પૂરજોશમાં… આ હિન્દુ મંદિરનું કરશે ઉદ્ધાટન.

જમાત-એ-ઈસ્લામી હિંદના કેરળ અધિકારીએ કહ્યું હતું કે, આ નિર્ણય મુસ્લિમ સમુદાય સામે અન્યાય છે. આવા નિર્ણયોથી સંઘ પરિવારના સાંપ્રદાયિક એજન્ડાને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આ નિર્ણય દેશના પ્રવર્તમાન કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોની વિરુદ્ધ છે. આ નિર્ણય પ્રોટેક્શન ઓફ પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ 1991 વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો બંધારણ પર આધારિત છે. અહીં પૂજાની પરવાનગી આપવી એ ઉલ્લંઘન છે.

નોંધનીય છે કે, આદેશ અનુસાર, વ્યાસ જીના તહેખાનાના કસ્ટોડિયન હવે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ બની ગયા છે. એટલા માટે વિશ્વનાથ મંદિરના પૂજારી તે તહેખાનાની સફાઈ કરાવશે. ત્યાં લગાવવામાં આવેલ બેરિકેડિંગ દૂર કરવામાં આવશે અને ત્યારબાદ તહેખાનાની અંદર નિયમિત પૂજા કરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

February 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gyanvapi is not a mosque but a temple! Evidence of a temple found at this place of a mosque.. The temple was demolished on the order of Aurangzeb.. ASI survey report
રાજ્યMain Postદેશ

Gyanvapi Case: જ્ઞાનવાપી મસ્જિદ નહીં પણ મંદિર છે! મસ્જિદની આટલી જગ્યા પર મળ્યા મંદિરના પુરાવા.. ઔરંગઝેબના આદેશ પર તોડાયુ મંદિર.. ASI સર્વે રિપોર્ટમાં થયો મોટો ખુલાસો…

by Bipin Mewada January 26, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Gyanvapi Case: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે ( ASI Survey ) રિપોર્ટ કોર્ટના આદેશ પર હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોને ( Muslim party ) સોંપવામાં આવ્યો હતો. ASI સર્વે રિપોર્ટ સાર્વજનિક થયા બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે 17મી સદીમાં મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. ASIના વૈજ્ઞાનિક રિપોર્ટમાં આ વાત સાબિત થઈ છે. તેમજ સીલ કરેલ જગ્યાનો સર્વે કરવાની પણ માંગણી કરી હતી. 

જ્ઞાનવાપી વિવાદ અંગે હિંદુ પક્ષનો  ( hindu Party ) દાવો છે કે મસ્જિદની ( mosque ) નીચે આદિ વિશ્વેશ્વરનું 100 ફૂટ ઊંચું સ્વયં-ઘોષિત જ્યોતિર્લિંગ છે. કાશી વિશ્વનાથ મંદિર ( Kashi Vishwanath Temple ) લગભગ 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું, ASI દ્વારા પરિસરમાં કરવામાં આવેલા સર્વેમાં વધુમાં જણાવાયું હતું કે, કહેવાતી જ્ઞાનવાપી મસ્જિદની ( Gyanvapi Masjid )  પશ્ચિમી દિવાલ એક મંદિરના અવશેષો છે. આટલું જ નહીં, સ્તંભો પણ મંદિરના હતા, જેનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન ASIને 32 એવી જગ્યાઓ મળી જે મંદિરની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદ બનાવવા માટે પહેલાથી જ બનેલા હિન્દુ મંદિરના સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાં એક સ્તંભ પણ છે જે 1669 થી ફરીથી ઉપયોગમાં લેવાયો હતો. ભોંયરામાં S-2 માં મંદિરના પુરાવા મળ્યા છે. પશ્ચિમી દિવાલ હિંદુ મંદિરની રચના છે અને તેને ઔરંગઝેબના આદેશ પર તોડી પાડવામાં આવી હતી. જે બાદ હિન્દુ મંદિરના અવશેષોનો ઉપયોગ કહેવાતી મસ્જિદ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.

ASI survey in a nutshell #Gyanvapi pic.twitter.com/PeM1I58Gtb

— rae (@ChillamChilli) January 25, 2024

અરજદારોએ માગણી કરી હતી કે ભૂગર્ભ ભાગ મંદિરના અવશેષો છે કે નહીં તે જાણવા માટે જ્ઞાનવાપી સંકુલનો વૈજ્ઞાનિક સર્વે કરવામાં આવે. આ ઉપરાંત વિવાદિત માળખું તોડીને એ પણ શોધી કાઢવું ​​જોઈએ કે 100 ફૂટ ઊંચું જ્યોતિર્લિંગ સ્વયંભુ વિશ્વેશ્વરનાથ પણ ત્યાં હાજર છે કે નહીં. મસ્જિદની દિવાલોની પણ તપાસ કરવી જોઈએ કે તે મંદિરની છે કે નહીં. અરજદારનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદ કાશી વિશ્વનાથ મંદિરના અવશેષોમાંથી બનાવવામાં આવી હતી. આ દાવાઓ પર, કોર્ટે કોર્ટ કમિશનરની નિમણૂક કરી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સર્વે કરાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Ram Mandir : અયોધ્યામાં ભવ્ય મંદિરના ઉદ્દઘાટન વચ્ચે રામ મંદિરને અત્યાર સુધીમાં મળ્યું આટલા કરોડનું દાન..

આ વિવાદ અંગે અત્યાર સુધી શું થયું છે?

-કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી કેસમાં 1991માં વારાણસી કોર્ટમાં પહેલો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પિટિશનમાં જ્ઞાનવાપી સંકુલમાં પૂજાની પરવાનગી માંગવામાં આવી હતી. સોમનાથ વ્યાસ, રામરંગ શર્મા અને હરિહર પાંડે પ્રાચીન મૂર્તિ સ્વ-શૈલી ભગવાન વિશ્વેશ્વર વતી વાદી તરીકે સામેલ છે.

-કેસ દાખલ થયાના થોડા મહિનાઓ પછી, સપ્ટેમ્બર 1991માં, કેન્દ્ર સરકારે પૂજાના સ્થળોનો કાયદો ઘડ્યો. આ કાયદો કહે છે કે 15 ઓગસ્ટ 1947 પહેલા અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધર્મના પૂજા સ્થળને અન્ય કોઈ ધર્મના પૂજા સ્થાનમાં બદલી શકાય નહીં. જો કોઈ આવું કરવાનો પ્રયાસ કરે છે તો તેને એકથી ત્રણ વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.

-તે સમયે અયોધ્યા કેસ કોર્ટમાં હતો, તેથી તેને આ કાયદાથી બહાર રાખવામાં આવ્યો હતો. પરંતુ જ્ઞાનવાપી કેસમાં મસ્જિદ કમિટીએ આ કાયદાને ટાંકીને હાઇકોર્ટમાં અરજીને પડકારી હતી. 1993માં અલ્હાબાદ હાઈકોર્ટે સ્ટે લાદીને યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.

-2018 માં, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કોઈપણ કિસ્સામાં સ્ટે ઓર્ડરની માન્યતા ફક્ત છ મહિના માટે જ રહેશે. ત્યારપછી આ ઓર્ડર અસરકારક રહેશે નહીં.

-આ આદેશ બાદ 2019માં વારાણસી કોર્ટમાં આ મામલાની સુનાવણી ફરી શરૂ થઈ. 2021 માં, વારાણસીની સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના પુરાતત્વીય સર્વેક્ષણને મંજૂરી આપી હતી.

-આદેશમાં, એક કમિશનની નિમણૂક કરવામાં આવી હતી અને આ કમિશનને 6 અને 7 મેના રોજ બંને પક્ષકારોની હાજરીમાં શ્રીનગર ગૌરીની વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે 10 મે સુધીમાં આ અંગે સંપૂર્ણ માહિતી માંગી હતી.

-માત્ર પ્રથમ દિવસે 6 મે 2023 ના રોજ સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ 7 મેના રોજ મુસ્લિમ પક્ષે તેનો વિરોધ શરૂ કર્યો હતો. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  ICC Awards 2023: ICC એવોર્ડ્સમાં ભારતનું વર્ચસ્વ… પાકિસ્તાન ગાયબ… જુઓ સંપૂર્ણ યાદી

-મુસ્લિમ પક્ષની અરજી પર 12 મે 2023 ના રોજ સુનાવણી થઈ હતી. કોર્ટે કમિશનરને બદલવાની માગણી ફગાવી દીધી હતી અને 17 મે સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે જ્યાં પણ તાળા લાગેલા હોય ત્યાં તાળા તોડી નાખો. જો કોઈ અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરો, પરંતુ સર્વેની કામગીરી તમામ સંજોગોમાં પૂર્ણ કરવી જોઈએ.

-14 મેના રોજ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. પિટિશનમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે યથાસ્થિતિ જાળવી રાખવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે અમે કાગળો જોયા વિના આદેશ જારી કરી શકીએ નહીં. હવે આ કેસની સુનાવણી 17 મેના રોજ થશે.

-જ્ઞાનવાપીના સર્વેની કામગીરી 14મી મેથી ફરી શરૂ થઈ હતી. કૂવા સુધીના તમામ બંધ રૂમની તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયાની વિડિયો અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી.

-સર્વેની કામગીરી 16 મેના રોજ પૂર્ણ કરવામાં આવી હતી. હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે શિવલિંગ કૂવામાંથી મળી આવ્યું હતું. આ ઉપરાંત, અહીં હિંદુ સ્થળ હોવાના ઘણા પુરાવા મળ્યા છે. તે જ સમયે, મુસ્લિમ પક્ષે કહ્યું કે સર્વેક્ષણ દરમિયાન કંઈ મળ્યું નથી. હિન્દુ પક્ષે તેના વૈજ્ઞાનિક સર્વેની માંગણી કરી હતી. મુસ્લિમ પક્ષે તેનો વિરોધ કર્યો હતો.

-21 જુલાઈ, 2023ના રોજ, જિલ્લા કોર્ટે હિંદુ પક્ષની માંગને મંજૂર કરી અને જ્ઞાનવાપી સંકુલના વૈજ્ઞાનિક સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો.
-24 જાન્યુઆરી 2024ના રોજ, જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે બુધવારે ચુકાદો આપ્યો હતો. જિલ્લા ન્યાયાધીશે સર્વે રિપોર્ટ વાદીને આપવા આદેશ કર્યો છે.

-આ રિપોર્ટ 25 જાન્યુઆરી 2024ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, જ્ઞાનવાપીમાં એક મંદિરની રચના મળી આવી છે. હિન્દુ પક્ષે આ અંગે ખુશી વ્યક્ત કરી છે.

હાલમાં, પ્રશાસને જ્ઞાનવાપી મસ્જિદમાં માત્ર થોડા લોકોને જ નમાજ અદા કરવાની મંજૂરી આપી છે. આ તે લોકો છે જે હંમેશા અહીં નમાઝ અદા કરતા આવ્યા છે. આ લોકો સિવાય અહીં કોઈને નમાઝ પઢવાની પરવાનગી નથી. તે જ સમયે, મસ્જિદની બાજુમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેથી મંદિર પરિસરમાં ભક્તોની ભીડ પહેલા કરતા વધુ આવવા લાગી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
GyanVapi Survey Updates Archaeological Survey report to be made available to both sides
દેશMain Post

GyanVapi Survey Updates: જ્ઞાનવાપી અંગે ASIનો સર્વે રિપોર્ટ સાર્વજનિક થશે કે નહીં? વારાણસી જિલ્લા અદાલતે આપ્યો આ ચુકાદો..

by kalpana Verat January 24, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

GyanVapi Survey Updates: ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ ( Gnanavapi Masjid )  પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ( ASI )  નો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે કે નહીં તે અંગે જિલ્લા અદાલતે ( District Court ) પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે ASI સર્વે રિપોર્ટ બંને પક્ષકારોને આપવામાં આવશે. ASI દ્વારા કરાયેલા સર્વેનો રિપોર્ટ બંને પક્ષોને મળશે. અરજી ફોર્મ સબમિટ કર્યા પછી જ્ઞાનવાપીના તમામ પક્ષકારોને હાર્ડ કોપી ઉપલબ્ધ થશે.

ASI રિપોર્ટ ( ASI Report ) સાર્વજનિક કરવામાં આવશે

વારાણસીમાં ( varanasi ) કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો ત્રણ મહિનાનો ASI રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે. વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટે બુધવારે આ સંદર્ભમાં આદેશ આપતા કહ્યું કે રિપોર્ટની નકલ હિન્દુ ( Hindu Party ) અને મુસ્લિમ ( Muslim Party  ) બંને પક્ષકારોને આપવામાં આવશે. મહત્વનું છે કે ASIએ 18 ડિસેમ્બરે કોર્ટમાં સીલબંધ પરબિડીયામાં રિપોર્ટ દાખલ કર્યો હતો. હિંદુ પક્ષે તે જ સમયે રિપોર્ટ સબમિટ કરવાની માંગ કરી હતી પરંતુ મુસ્લિમ પક્ષના વાંધાઓ અને ASI ટીમના ચાર અઠવાડિયા સુધી રાહ જોવાના આગ્રહને કારણે રિપોર્ટ હજુ સુધી જાહેર થઈ શક્યો નથી.

પક્ષ વતી રિપોર્ટની નકલ માટે અરજી આપવામાં આવશે

હિંદુ પક્ષના વકીલોનું કહેવું છે કે કોર્ટે રિપોર્ટ રજૂ કરવાનો મૌખિક આદેશ આપ્યો છે. લેખિત આદેશ પણ ટૂંક સમયમાં આવશે. આ પછી, તેમના વતી રિપોર્ટની નકલ માટે અરજી આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે અરજી દાખલ થયા બાદ આવતીકાલ સુધીમાં બંને પક્ષોને રિપોર્ટ મળી જશે. બંને પક્ષો રિપોર્ટને લઈને સહમતિ પર પહોંચ્યા હોવાનું પણ કહેવાય છે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈનના જણાવ્યા અનુસાર, હાર્ડ કોપી બંને પક્ષોને સોંપવામાં આવશે. હિંદુ પક્ષે જ રિપોર્ટને સાર્વજનિક કરવાની માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈથી સુરત શિફ્ટ થયેલા વેપારીઓની આ કારણે થઈ રહી છે ઘરવાપસીઃ અહેવાલ.

ASIએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સર્વે રિપોર્ટ દાખલ કર્યો

આ પહેલા બુધવારે જ ASIએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સર્વે રિપોર્ટ પણ દાખલ કર્યો હતો. જ્ઞાનવાપીનો મૂળ વિવાદ અહીં 1991થી ચાલી રહ્યો છે. 18 ડિસેમ્બરે, જ્યારે ASIએ રિપોર્ટને સાર્વજનિક ન કરવા વિનંતી કરતી વખતે આ કોર્ટને ટાંકી હતી. ASIએ કહ્યું હતું કે ત્યાં પણ રિપોર્ટ દાખલ કરવો પડશે તેથી તેને હજુ જાહેર ન કરવો જોઈએ. ASIની વિનંતી પર, કોર્ટે રિપોર્ટને સાર્વજનિક કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી 24 જાન્યુઆરી સુધી મુલતવી રાખી હતી. કહેવાય છે કે ASIએ લગભગ બે હજાર પાનાનો આ રિપોર્ટ ચાર ભાગમાં સીલબંધ પરબિડીયામાં કોર્ટમાં દાખલ કર્યો છે.

January 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

જ્ઞાનવાપી, મથુરા અને હવે દિલ્હીની આ મસ્જિદ હેઠળ દેવી-દેવતાઓની મૂર્તિઓનો દાવો, હિન્દુ મહાસભાએ   PM મોદીને લખ્યો પત્ર.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh May 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi masjid) શિવલિંગ(Shivling) મળવાના હિંદુ પક્ષના(Hindu party) દાવા બાદ હોબાળો થયો છે. 

આ દરમિયાન હિન્દુ મહાસભાએ(Hindu Mahasabha) દિલ્હીની(Delhi) જામા મસ્જિદને(jama masjid) લઈને વડાપ્રધાનને(Prime minister) પત્ર લખ્યો છે. 

પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જામા મસ્જિદની સીડીઓ નીચે હિંદુ દેવી-દેવતાઓની(Hindu gods and goddesses) મૂર્તિઓ(Idols) છે. 

હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ(Swami Chakrapani) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(Narendra modi) પત્ર લખીને જામા મસ્જિદનો સર્વે(Survey) કરાવવાની વિનંતી કરી છે.

તેમણે કહ્યું કે, સીડીઓની નીચે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ છે. એટલા માટે જરૂરી છે કે, ખોદકામ કરીને આ મૂર્તિઓને કાઢવામાં આવે.

હિન્દુ મહાસભાની આ માંગ ત્યારની છે, જ્યારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો કરવામા આવ્યો છે. જો કે, હાલમાં પણ હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ(Muslim party) અલગ અલગ દાવા કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે નહીં થાય સુનાવણી, આ છે કારણ.. જાણો વિગતે 

May 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક