Tag: mva govt

  • પુણેની કસ્બા પેઠ પેટાચૂંટણીમાં MVA ઉમેદવારનો ભવ્ય વિજય, ઠાકરે જૂથના સમર્થકોએ મનાવ્યો જશ્ન.. જુઓ વિડીયો..

    પુણેની કસ્બા પેઠ પેટાચૂંટણીમાં MVA ઉમેદવારનો ભવ્ય વિજય, ઠાકરે જૂથના સમર્થકોએ મનાવ્યો જશ્ન.. જુઓ વિડીયો..

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્રની કસ્બા પેઠ વિધાનસભાના પરિણામોને મહા વિકાસ અઘાડી (MVA) અને ખાસ કરીને કોંગ્રેસ માટે મોટી જીત માનવામાં આવે છે. પુણેના મધ્ય ભાગમાં આવેલી આ વિધાનસભા બેઠક ત્રણ દાયકાથી ભાજપનો ગઢ માનવામાં આવતી હતી. MVAના કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધાંગેકર 10,915 મતોથી જીત્યા છે. આ જીત પછી પુણેની કસ્બા સીટ પર મહા વિકાસ આઘાડીની જીત બાદ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં એક વિદેશી મહિલાએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

    ભારતીય જનતા પાર્ટી (BJP) તેના ગઢ પુણેમાં બેઠક જાળવી રાખવામાં નિષ્ફળ રહી અને તેના ઉમેદવાર હેમંત રાસણેને હારનો સામનો કરવો પડ્યો. ભાજપ 28 વર્ષથી કસ્બા પેઠ બેઠક જીતી રહ્યું છે. પુણેના ભાજપના વર્તમાન સાંસદ ગિરીશ બાપટે 2019 સુધી પાંચ વખત આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ધાંગેકર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) દ્વારા સમર્થિત ઉમેદવાર, ભાજપના ગઢને તોડી પાડવામાં સફળ થયા.

    આ સમાચાર પણ વાંચો : મનસે નેતા સંદીપ દેશપાંડે પર જીવલેણ હુમલો, હોસ્પિટલમાં કરાયા દાખલ.. જાણો હાલ કેવી છે તેમની સ્થિતિ

  • મલાડના માલવણી પાર્કમાંથી ટીપુ સુલતાનનું નામ હટાવવામાં આવશે, ઉદ્ધવ સરકાર દ્વારા નામકરણ કરાતા થયો હતો વિવાદ

    મલાડના માલવણી પાર્કમાંથી ટીપુ સુલતાનનું નામ હટાવવામાં આવશે, ઉદ્ધવ સરકાર દ્વારા નામકરણ કરાતા થયો હતો વિવાદ

     News Continuous Bureau | Mumbai

    ગત વર્ષની શરૂઆતમાં મલાડના માલવાણીમાં એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું નામ ‘વીર ટીપુ સુલતાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ રાખવામાં આવ્યું હતું. જેનો ભાજપે જોરદાર વિરોધ કર્યો હતો. જોકે ભાજપનું આ આંદોલન હવે સફળ થયું છે. મલાડમાં પાર્કનું વિવાદાસ્પદ નામ હટાવી દેવામાં આવ્યું છે. પર્યટન મંત્રી મંગલપ્રભાત લોઢાએ ટ્વિટર દ્વારા માહિતી આપી છે.

    પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈના મલાડ વિસ્તારના એક પાર્કનું નામ ટીપુ સુલતાનથી બદલીને કંઈક બીજું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપનગરીય જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ઉપનગરીય જિલ્લા કલેક્ટરને મલાડ વિસ્તારમાં પાર્કને આપવામાં આવેલ ટીપુ સુલતાનનું નામ હટાવવાનો આદેશ આપ્યો છે. પાર્કનું નામ MVA સરકારના કાર્યકાળ દરમિયાન રાખવામાં આવ્યું હતું અને ભાજપે નામ બદલવાનો વિરોધ કર્યો હતો.

    ભાજપે અનેકવાર કર્યો વિરોધ

    મલાડમાં ઉદ્ધવ સરકાર વખતે ભાજપે પાર્કનું નામ ટીપુ સુલતાન રાખવા સામે અનેકવાર વાંધો ઉઠાવ્યો હતો. ત્યાં સુધી કે ભાજપના કાર્યકરોએ ધરણા પણ કર્યા હતા. ગણતંત્ર દિવસ પર પણ ભાજપ અને બજરંગ દળના નેતાઓએ મલાડ સ્ક્વેર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ દરમિયાન બજરંગ દળના કાર્યકરોની મુંબઈ પોલીસ સાથે અથડામણ થઈ હતી અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

    અસલમ શેખે કર્યું હતું ઉદ્ઘાટન

    કોંગ્રેસ નેતા અને મુંબઈના તત્કાલિન પાલક મંત્રી અસલમ શેખે દેશની આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર ગયા વર્ષે 26મી જાન્યુઆરીએ, 18મી સદીના મૈસૂરના વિવાદાસ્પદ શાસક ટીપુ સુલતાનના નામ પરથી મુંબઈમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મેદાનને ટીપુ સુલતાનાનું નામ આપ્યા બાદ રાજકીય વિવાદ ઉભો થયો હતો.
     

  • કોના બાપની દિવાળી- નવી સરકારે નગરસેવકોની સંખ્યા ફરી 227 કરતા BMCના આટલા લાખ રૂપિયા ગયા પાણીમાં

    કોના બાપની દિવાળી- નવી સરકારે નગરસેવકોની સંખ્યા ફરી 227 કરતા BMCના આટલા લાખ રૂપિયા ગયા પાણીમાં

    News Continuous Bureau | Mumbai

    મહાવિકાસ આઘાડી સરકારે(Maha Vikas Aghadi Govt) લીધેલા તમામ નિર્ણયનો શિંદે-ફડણવીસની સરકાર(Shinde-Fadnavis government) રદ કરી રહી છે. હવે શિંદે સરકારે મુંબઈ મહાનગરપાલિકાના(BMC) નગરસેવકોની સંખ્યા(Municipal Corporators) 236 પરથી 227 કરવાનો નિર્ણય લીધો છે, તેને કારણે પાલિકાએ અત્યાર સુધી ચૂંટણી પ્રક્રિયા(Election process) પાછળ કરેલા 50 લાખ રૂપિયાનું પાણી થઈ ગયું છે.

    પાલિકાએ નવેસરથી વોર્ડની રચના, સીમાંકન અને પ્રશાસકીય કામ માટે લગભગ 300 કર્મચારીઓને કામે લગાડ્યા હતા. તેમની મહેનત પણ પાણી ફરી વળ્યું છે. હવે વોર્ડને ફરીથી 227 કરી દેવાનો નિર્ણય લીધો છે, તેથી હવે નવેસરથી આરક્ષણની લોટરી (Lottery of reservation) કાઢવામાં આવવાની છે. તેથી મતદાર યાદીનું(voter list) પણ નૂતનીકરણ કરવું પડશે અને ફરી પૈસાનો ખર્ચ અને મનુષ્યબળ વાપરવું પડશે.

    આ સમાચાર પણ વાંચો : મુંબઈના નાલાસોપારામાં 1400 કરોડનું ડ્રગ્સ પકડાયું-પણ આટલું બધું ડ્રગ્સ ફેક્ટરીમાં શું કામ-જાણો વિગત અહીં

    સુપ્રીમ કોર્ટના(Supreme Court) આદેશ બાદ ચૂંટણી પંચે(Election Commission) પાલિકાની ચૂંટણીની(municipal elections) પ્રક્રિયા ચાલુ કરવાનો આદેશ આપ્યો હતો. તે મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) 31 મેના રોજ ઓબીસી આરક્ષણ(OBC reservation) સિવાય લોટરી કાઢી. ત્યારબાદ ઓબીસી આરક્ષણનો પ્રશ્ન ઉકેલાઈ જતા 28 જુલાઈના ફરી આરક્ષણની લોટરી કાઢી હતી. પરંતુ હવે રાજ્યની નવી સરકારે 9 વધારાના વોર્ડના નિર્ણયને રદ કર્યો છે. તેથી હવે પાલિકાને ફરીથી લોટરી કાઢવી પડવાની છે.
     

  • ઉદ્ધવ ઠાકરે ટેન્શનમા- બીએમસીની નવી પ્રભાગ રચના થતા તાત્કાલિક બેઠક બોલાવી

    ઉદ્ધવ ઠાકરે ટેન્શનમા- બીએમસીની નવી પ્રભાગ રચના થતા તાત્કાલિક બેઠક બોલાવી

    News Continuous Bureau | Mumbai

    મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(Chief Minister Eknath Shinde) મુંબઈ મહાનગરપાલિકાની(BMC) નવેસરથી બનાવવામાં આવેલા વોર્ડની રચનાને(formation of wards) રદ કરી નાખી છે, તેને કારણે ઉદ્ધવ ઠાકરેનું(Uddhav Thackeray) ટેન્શન વધી ગયું છે અને હવે આગળના રણનીતિ નક્કી કરવા તેમણે શિવસેનાના સભાસદોની(Shiv Sena members) તાત્કાલિક બેઠક  બોલાવી હોવાનું જાણવા મળ્યું છે.

    શિવસેના સામે બળવો કરી ભાજપ(BJP) સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી મુખ્યમંત્રી બની ગયેલા એકનાથ શિંદે સતત ઉદ્ધવ ઠાકરેનું ટેન્શન વધારી રહ્યા છે. મહાવિકાસ આઘાડી સરકારે(Maha Vikas Aghadi Govt) લીધેલા અનેક નિર્ણય મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન(Deputy Chief Minister) દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) સ્થગિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધી મોકૂફ રાખવામાં આવેલા નિર્ણયોમાં કાંજુરમાર્ગ(Kanjurmarg) ખાતે મેટ્રો કારશેડ(Metro Carshed) બનાવવાના નિર્ણયને મોકૂફ રાખ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર કેબિનેટ નો નિર્ણય-બીએમસીના વધેલા વોર્ડને રદ કરવામાં આવ્યા અને દરેક વોર્ડની બાઉન્ડ્રી લાઈન સંદર્ભે આ નિર્ણય લેવાયો

    શિંદે સરકારે એક મહિનો પૂરો થયા બાદ 3 ઓગસ્ટ, બુધવારના રોજ વધુ એક મોટો નિર્ણય બદલ્યો  છે, જેમા ઠાકરે સરકારે  મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની સંખ્યા 227 થી વધારીને 236 કરી દીધી હતી, પરંતુ શિંદે-ફડણવીસ સરકારે આ નિર્ણય રદ કર્યો છે, જેનાથી શિવસેનાને સૌથી મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે. આથી શિવસેનાના હોદ્દેદારોની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી.

    શિંદે-ફડણવીસ સરકારના કેબિનેટ દ્વારા વોર્ડ રચનાને લઈને લેવાયેલા નિર્ણયથી ચોક્કસપણે મહાવિકાસ અઘાડીનું ટેન્શન વધી ગયું છે. ખાસ કરીને શિવસેનાનો માથાનો દુખાવો વધી જવાનો છે તેથી જ હવે શિવસેના સતર્ક થઈ ગઈ છે. આ નવા નિર્ણયની અસર મોટા શહેરોની મ્યુનિસિપલ ચૂંટણીઓ(Municipal elections) અને આગામી થોડા દિવસોમાં રાજ્યમાં થનારી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં(elections to local bodies) જોવા મળશે. ઘણા ક્ષેત્રોમાં રાજકીય ગણતરીઓ બદલાશે. આ કારણે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં(BMC Elections) શિવસેનાને વધુ નુકસાન થઈ શકે છે.

    મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી શિવસેના માટે પ્રતિષ્ઠાભરી બની રહી છે. કારણ કે શિવસેનાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેથી મુંબઈમાં સત્તા જાળવી રાખવી શિવસેના માટે મોટો પડકાર બની રહેશે. સૂત્રોએ માહિતી આપી છે કે આ કારણે શિવસેના સતર્ક થઈ ગઈ છે. આથી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રીના(Matoshree) નિવાસસ્થાને તાકીદની બેઠકનું આયોજન કર્યું હતું.
     

  • આને કહેવાય જોરદાર સેટિંગ- મહારાષ્ટ્રમાં આ મહાશય હવે મિનિસ્ટર નથી તેમ છતાં સરકારી બંગલો પાછો નથી લેવાયો

    આને કહેવાય જોરદાર સેટિંગ- મહારાષ્ટ્રમાં આ મહાશય હવે મિનિસ્ટર નથી તેમ છતાં સરકારી બંગલો પાછો નથી લેવાયો

    News Continuous Bureau | Mumbai

    એકનાથ શિંદે(Eknath Shinde) સહિત 40 ધારાસભ્યો(MLAs)ના બળવાને કારણે મહાવિકાસ આઘાડીની સરકાર(MVA Govt) તૂટી પડી હતી. તેને મહિના ઉપર થઈ ગયો છે, છતાં ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે(Former Deputy CM Ajit Pawar) 'દેવગીરી' બંગલો(Devgiri Bunglow) પોતાની પાસે રાખવામાં સફળ રહ્યા છે. અજિત પવાર(Ajit Pawar) અને ફડણવીસ(Devendra Fadnavis)ની મિત્રતા જાણીતી છે. તેથી જ નાયબ મુખ્ય પ્રધાન પદ છૂટયા બાદ પણ સરકારી બંગલો(Govt Bunglow) તેમની પાસેથી ખાલી કરાવવામાં આવ્યો ન હોવાનું રાજકીય સ્તરે ચર્ચાય છે.

    'દેવગીરી' બંગલો અગાઉ નાયબ મુખ્યમંત્રી અથવા કેબિનેટ(Cabinet)ના વરિષ્ઠ નેતાઓને આપવામાં આવતો હતો. પહેલી વખત તેને વિપક્ષના નેતાને ફાળવવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના જણાવ્યા અનુસાર, આ બંગલો વિપક્ષી નેતાઓને એ શરતે આપવામાં આવ્યો હતો કે આ નિર્ણય પૂર્વગ્રહયુક્ત રહેશે નહીં.

    આ સમાચાર પણ વાંચો : ધરપકડ થઈ સંજય રાઉતની અને પેંડા વહેંચ્યા બાળ ઠાકરેના ડ્રાઈવરે

    મહા વિકાસ આઘાડી સરકાર(MVA govt)માં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ અજિત પવાર(Ajit Pawar)ને 'દેવગીરી' બંગલો આપવામાં આવ્યો હતો. તેઓ છેલ્લા અઢી વર્ષથી આ બંગલામાં રહે છે. મહાવિકાસ આઘાડી  સરકારના પતન અને શિંદે-ફડણવીસ સત્તામાં આવ્યા પછી, અજિત પવારને વિપક્ષના નેતા તરીકે નામ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારના નિયમો અનુસાર કેબિનેટના સભ્યો તેમજ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને સરકારી બંગલા આપવામાં આવે છે. અત્યાર સુધીના ઈતિહાસ મુજબ વિપક્ષી નેતાને નાનો બંગલો ફાળવવામાં આવ્યો હોવાનું જોઈ શકાય છે. પરંતુ, અજિત પવાર તેમાં અપવાદ બન્યા છે.

    વિપક્ષના નેતા અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસને તેમનો દેવગીરી બંગલો રાખવા વિનંતી કરી હતી. ફડણવીસે તેમનું માન રાખ્યું હોવાનું કહેવાય છે.  રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે શું આ બંને વચ્ચેની મિત્રતાનું ફળ છે. બીજી તરફ મંત્રીમંડળનું વિસ્તરણ ન થવાના કારણે અન્ય બંગલા અંગે નિર્ણય લેવાનો બાકી છે. હાલમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નંદનવન અને અગ્રદૂતથી દોડધામ કરી રહ્યા છે, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સત્તાવાર નિવાસસ્થાન સાગરથી જ પોતાનો કારભાર ચલાવી રહ્યા છે.

     

  • શું કહ્યું – બાળ ઠાકરેનું નામ ઉદ્ધવ ઠાકરે સિવાય કોઈએ વાપરવાનું નહીં – તો પછી બાળ ઠાકરે મેમોરિયલ માટે 500 કરોડ શા માટે ખર્ચ કરવાના – કાંદીવલીના ધારાસભ્યએ મોટો મુદ્દો ઉઠાવ્યો

    શું કહ્યું – બાળ ઠાકરેનું નામ ઉદ્ધવ ઠાકરે સિવાય કોઈએ વાપરવાનું નહીં – તો પછી બાળ ઠાકરે મેમોરિયલ માટે 500 કરોડ શા માટે ખર્ચ કરવાના – કાંદીવલીના ધારાસભ્યએ મોટો મુદ્દો ઉઠાવ્યો

    News Continuous Bureau | Mumbai 

    મહાવિકાસ આઘાડીની સરકાર(MVA govt) તૂટયા બાદ શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Shivsena Chief Uddhav Thackeray) અને શિંદે ગ્રુપ(Shinde gruop) તથા ભાજપ(BJP) એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાનું ચાલુ જ રાખ્યું છે. એમા હવે ભાજપે હવે ઉદ્ધવ પર વળતો પ્રહાર કરતા કહ્યું છે કે બાળ ઠાકરે(Bal Thackeray)નું નામ તમારા સિવાય કોઈ વાપરી શકતું ના હોય તો બાળ ઠાકરેના મેમોરિયલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ શા માટે કરો છો?

    શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરી ભાજપના સમર્થનથી બળવાખોર નેતા એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્ય પ્રધાન બની ગયા છે અને શિવસેના પક્ષ પર પોતાનો દાવો કરી રહ્યા છે. તેની સામે ઉદ્ધવ ઠાકરેએ તેમને બાળ ઠાકરેનું નામ નહીં વાપરતા પોતાના મા-બાપના નામ પર વોટ માંગવા કહ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : થઈ જાઓ વિમાન યાત્રા માટે તૈયાર- આ એરલાઈન્સ એક સીટ સિલેક્શન અને ભોજન મફત આપી રહી છે

    ભાજપના નેતા અને ધારાસભ્ય વિધાનસભ્ય અતુલ ભાતખાલકરે(MLA Atul Bhatkhalkar) ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતાકહ્યું હતું કે તમે કહો છો કે મારા પિતાના નામનો ઉપયોગ ન કરો, તો તમારા પૈસાથી મેયર બંગલામાં 500 કરોડનું સ્મારક(Statue) બનાવો. સામાન્ય નાગરિકોએ ભરેલા ટેક્સવેરાની રકમનો શા માટે મેમોરિયલ બાંધવા ખર્ચ કરો છો.

    ઉદ્ધવ ઠાકરેએ સામનાને આપેલા ઈન્ટરવ્યુમાં શિંદે ગ્રુપને કહ્યું હતું કે, મારા પિતાના નામનો ફરી ઉપયોગ કરશો નહીં. અતુલ ભાતખાલકરે આના પર પ્રહારો કર્યા છે. એક ટ્વિટમાં, તેમણે ઉદ્ધવ ઠાકરેના વાક્ય "મારા પિતાના નામનો ઉપયોગ કરશો નહીં" લીધો અને ઉમેર્યું કે પછી તમારા પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને મેયરના બંગલામાં 500 કરોડનું બાળાસાહેબ સ્મારક બનાવો.

  • મુંબઈ-અમદાવાદ વચ્ચે અટવાયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળશે ગતિ- નાયબ  મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહી દીધી આ મોટી વાત- જાણો વિગત

    મુંબઈ-અમદાવાદ વચ્ચે અટવાયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળશે ગતિ- નાયબ  મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહી દીધી આ મોટી વાત- જાણો વિગત

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis ) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Bullet Train Project) જેવા ઈન્ફ્રાસ્ટ્રકચરનું(infrastructure) કામ ફાસ્ટ ટ્રેકિંગ(Fast tracking) પર કરવાની ખાતરી જાપાનના(Japan) મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ(Consul General)  ફુકાહોરી યુસુક્તાને(fukahori yusuke) આપી છે.

    મહાવિકાસ આઘાડી સરકારના(MVA Govt) સમયમાં મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં અટકી પડ્યું હતું. હવે શિંદે-ફડણવીસની સરકાર(Maharashtra Govt) બનવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે ગતિ પકડી છે.

    આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-વેસ્ટર્ન રેલવેએ આ 13 સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ વધારી-જાણો કઈ છે આ ટ્રેનો

    બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે ફાસ્ટ કોરીડોરમાં(Corridor) દોડવાની છે, જેની પ્રતિ કલાકે સ્પીડ 320 કિલોમીટરની હશે. આ ટ્રેન 508 કિલોમીટરનું અંતર તેના રૂટમાં કાપશે અને 12 સ્ટેશનો પર હોલ્ટ કરશે.

    બુલેટ ટ્રેન મુંબઈ –અમદાવાદ વચ્ચેના બીઝી રૂટ પરનો પ્રવાસનો સમયગાળો હાલ જે છ કલાકનો છે તે ઘટાડીને ત્રણ કલાકનો કરી નાખવાની છે.
     

  • ભંગાણ શિવસેનામાં પડ્યું  પણ ખરો ફટકો સુપ્રિયા સુળે ને પડ્યો- જાણો કઈ રીતે

    ભંગાણ શિવસેનામાં પડ્યું  પણ ખરો ફટકો સુપ્રિયા સુળે ને પડ્યો- જાણો કઈ રીતે

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્ર(Mahashtra)માં સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ(Supreme court)માં ચાલી રહેલી સુનાવણી ઓગસ્ટ પર મોકૂફ રહી છે. ઠાકરે સરકાર(Thacekray Govt) તૂટી પડતા તેનો મોટો ફટકો શિવસેના(Shivsena) પડ્યો છે. શિવસેના આખી તૂટી પડી છે પણ તેની સાથે બીજા કોઈને મોટો ફટકો પડ્યો હોય તો રાષ્ટ્રવાદી કોગ્રેસ(NCP)ના અધ્યક્ષ અને દિગ્ગજ નેતા શરદ પવાર(Sharad Pawar)ના પુત્રી સુપ્રીયા સુળે(Supriya Sule) છે.

    હાલના રાજકીય સમીકરણ જોતા સુપ્રિયા સુળે(Supriya Sule)ની ચિંતા વધી ગઈ છે કારણકે બારામતી(Baramati) પવારના વર્ચસ્વ સામે જોખમ ઊભું થયું છે. સુપ્રીયા બારામતી(Supriya Sule)નું પ્રતિનિધિત્વ કરે છે. બારામતીની લોકસભાની બેઠકમાં કુલ છ વિધાનસભાની બેઠક છે. બારામતી સીટી, દૌંડ, ઈંદાપૂર, પુરંદર, ખડકવાસલા અને ભૌર વિધાનસભાનો સમાવેશ થાય છે.

    2014માં સુપ્રીયા લોકસભાની ચૂંટણીમાં 50,000 મતથી જીતી ગયા હતા. તો 2019માં એક લાખ મતથી તેઓ જીત્યા હતા. 2019માં તેઓની લડત ભાજપBJP)ના કાંચન કુલ સાથે હતી. સુપ્રિયાને સૌથી વધુ મત બારામતી સીટી અને ત્યારબાદ ઈંદાપૂર, ભૌર અને પુરંદરમાંથી મળ્યા હતા. તો દૌંડ અને ખડકવાસમાં તેઓને ઓછા મત મળ્યા હતા. 2019 બાદ રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા. 

    આ સમાચાર પણ વાંચો : આરે મેટ્રો કારશેડના કામ પર રહેલા સ્ટેને લઈને મુખ્ય પ્રધાન શિંદેએ કરી આ જાહેરાત-પર્યાવરણવાદીઓ નારાજ

    ઈંદાપુરના કોંગ્રેસ નેતા હર્ષવર્ધન પાટીલે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. 2019માં સુપ્રિયાના વિજયમાં હર્ષવર્ધન પાટીલનો મોટો ફાળો હતો. પણ હવે તે ભાજપમાં ગયા છે. તો પુરંદરમાં વિજય શિવતારે હવે શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા છે. એમ તો વિજય શિવતારે 2019માં સંજય જગતાપ સામે હારી ગયા હતા. છતાં પવાર પરિવારનું પ્રભુત્વ આ વિસ્તારમાં ઓછું થયું છે. વિજય શિવતારે દેવેન્દ્ર ફડણવીસની નજીક મનાય છે. તેથી આગામી સમયમાં ફડડણવીસે પોતે આ બેઠક પર ધ્યાન આપે એવી શક્યતા છે. દૌંડમા પણ 2014 અને 2019ની વિધાનસભાની ચૂંટણા રાહુલ કુલ જીત્યા હતા. તઓ હવે શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા હતા. ભૌરમાં રાષ્ટ્રવાદીનું જોર થોડું ઓછું છે. અહીં કોંગ્રેસના સંગ્રામ થોપટે છે પણ તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ સામે નારાજ છે. વિધાસભાના અધ્યક્ષ પદપથી કોંગ્રેસના નાના પટોળેએ રાજીનામું આપ્યા બાદ સંગ્રામ થોપટેનું નામ આગળ હતું પણ રાષ્ટ્રવાદીના વિરોધને કારણે તે થઈ શક્યું નહોતું. 

    હાલના રાજકીય સમીકરણ જોતા 2024ની લોકસભાની ચૂંટણી(Loksabha Election)માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ માટે આ બેઠક જીતવી લોઢાના ચણા ખાવા સમાન સાબિત થઈ શકે છે.

  • આરે મેટ્રો કારશેડના કામ પર રહેલા સ્ટેને લઈને મુખ્ય પ્રધાન શિંદેએ કરી આ જાહેરાત-પર્યાવરણવાદીઓ નારાજ

    આરે મેટ્રો કારશેડના કામ પર રહેલા સ્ટેને લઈને મુખ્ય પ્રધાન શિંદેએ કરી આ જાહેરાત-પર્યાવરણવાદીઓ નારાજ

     

    News Continuous Bureau | Mumbai

    મુંબઈના આરે વિસ્તારમાં(Aarey area) મેટ્રો કાર શેડના(Metro car shed) કામ પર ઠાકરે સરકાર(Thackeray Govt) મૂકેલા પ્રતિબંધને શિંદે સરકાર(Shinde Govt) દ્વારા હટાવી લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(CM Eknath shinde) ગુરુવારે આ અંગેના આદેશ જારી કર્યા છે.

    આરે વિસ્તારમાં જંગલ હોવાના કારણે અહીં મેટ્રો પ્રોજેક્ટના(Metro Project) આરે કાર શેડના નિર્માણનો વિરોધ થયો હતો. જો કે ફડણવીસ સરકાર(Fadnavis Govt) દરમિયાન આ પ્રોજેક્ટના કામ માટે રાતોરાત વૃક્ષો કાપી(Cut the trees) નાખવામાં આવ્યા હતા. ઠાકરેની(Thackeray) મહાવિકાસ આઘાડી સરકારે(MVA Govt) જોકે સત્તા સંભાળ્યા પછી, આરેમાં મેટ્રો કાર શેડનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. તેના બદલે વૈકલ્પિક જગ્યાની શોધ શરૂ કરવામાં આવી હતી.

    હવે જોકે, શિંદે-ફડણવીસ સરકારે રાજ્યની બાગડોર સંભાળતાની સાથે જ આ નિર્ણય બદલી નાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી એકનાથ શિંદે બુધવારે સત્તાવાર રીતે તેના પર મહોર મારી હતી. તેથી હવે ફરી એકવાર આરેમાં મેટ્રો કારશેડનું કામ શરૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સરકાર દ્વારા આરેમાં કાર શેડ પરનો પ્રતિબંધ હટાવવાની સાથે, મુંબઈવાસીઓ અને પર્યાવરણવાદીઓ(Environmentalists) વધુ આક્રમક બને તેવી શક્યતા છે.

    આ સમાચાર પણ વાંચો :  મુંબઈની પાર્કિંગ સમસ્યા બની માથાનો દુખાવો- BMCએ જાહેર કર્યા અહીં પાર્કિંગ પ્લોટ- જાણો વિગત

    મુંબઈ મેટ્રો રેલ્વેના કાર શેડ માટે આરે કોલોનીમાં(Aarey Colony) વૃક્ષોને રાતોરાત કાપી નાખવાના બનાવ બાદ વિવાદાસ્પદ બનેલા મુંબઈ મેટ્રો રેલ્વેના(Metro Railways) તત્કાલીન મેનેજીંગ ડિરેક્ટર(Managing Director) અશ્વિની ભીડેને(Ashwini Bhide) ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) સત્તામાં આવતાની સાથે જ હટાવી દીધા હતા. હવે, નવી રચાયેલી શિંદે-ફડણવીસ સરકારે મેટ્રોને લઈને સુપર-ફાસ્ટ નિર્ણય લીધો છે અને અશ્વિની ભીડેને ફરીથી મુંબઈ મેટ્રોની જવાબદારી સોંપી છે.

    અહીં ઉલ્લેખનીય છે કે આરે ડિફેન્સ ગ્રુપ (ACG) એ શુક્રવારે ગંભીર આરોપ લગાવ્યો હતો કે આરે કોલોનીમાં મેટ્રો 3 કારશેડની જગ્યા હંમેશાથી જંગલ હતી. આરેમાં કારશેડ બનાવવા પાછળ 60 હજાર કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ થયું હોવાનો ચોંકાવનારો આરોપ પણ કરવામાં આવ્યો હતો.

    ઉદ્ધવ ઠાકરેએ 2019 માં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી, તેમણે પહેલો નિર્ણય આરે કારશેડના કામને સ્થગિત કરવાનો હતો. તે પહેલા જ્યારે દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) પ્રભારી હતા ત્યારે આ કામને વેગ મળ્યો હતો. આ કામનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાન મોદીએ કર્યું હતું. અઢી થી ત્રણ હજાર જેટલા વૃક્ષો હોવાનો વૃક્ષપ્રેમીઓએ દાવો કર્યો હતો. તત્કાલીન ફડણવીસ સરકારના આ નિર્ણય સામે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આની સામે પર્યાવરણવાદીઓ કોર્ટમાં પણ ગયા હતા.
     

  • શું મહારાષ્ટ્ર સરકારમાં હજી મોટા ફેરફાર આવવાના છે-હવે ચર્ચા છે કે રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના 15 ઘારાસભ્યો શિંદેસેના ભણી

    શું મહારાષ્ટ્ર સરકારમાં હજી મોટા ફેરફાર આવવાના છે-હવે ચર્ચા છે કે રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના 15 ઘારાસભ્યો શિંદેસેના ભણી

    News Continuous Bureau | Mumbai

    શિવસેના(Shivsena) પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સામે બળવો કરીને શિવસેનાના ધારાસભ્યોને(Shivsena MLA) તોડી ભાજપની(BJP) સહાયથી મુખ્યમંત્રી(CM) બની ગયેલા એકનાથ શિંદે(Eknath Shinde) હવે કોંગ્રેસ(Congress) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં(NCP) ભંગાણ પાડવાના છે, એવી ચર્ચા રાજ્કીય સ્તરે જોરદાર થઈ રહી છે. બંને કોંગ્રેસના લગભગ 15 ધારાસભ્યો શિંદેગ્રુપમાં જોડાઈ જાય એવું કહેવાય છે.

    વિધાન પરિષદની ચૂંટણી(Legislative Council Elections) બાદ શિવસેનાના ધારાસભ્યોએ અચાનક બળવો પોકારતા મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેની ખુરશી હલાવી દીધી હતી. શિવસેનાના બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યોના બળવાને કારણે રાજ્યમાં મહા વિકાસ અઘાડી સરકાર(Maha Vikas Aghadi Govt) લઘુમતીમાં આવી જતાં ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું(Resignation) આપવાની ફરજ પડી હતી. થોડા દિવસો બાદ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે ભાજપના(BJP) સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. પરંતુ રાજ્યમાં સત્તા સ્થાપ્યા બાદ પણ એકનાથ શિંદે શાંત રહેવાને બદલે હવે કોંગ્રેસ પર પણ 'સર્જિકલ સ્ટ્રાઈક'(Surgical strike) કરવાની તૈયારી હોવાનું કહેવાય છે.

    બળવાને કારણે શિવસેનામાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના 15થી 20 ધારાસભ્યો પણ બળવાની તૈયારી કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. એકનાથ શિંદે આ ધારાસભ્યોને આકર્ષવાના જોરદાર પ્રયાસો કરી રહ્યા છે અને ટૂંક સમયમાં આ ધારાસભ્યો રાજકીય ભૂકંપ સર્જે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજ્યમાં કોંગ્રેસના 15 થી 20 ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાં દક્ષિણ મહારાષ્ટ્રના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે.

    આ સમાચાર પણ વાંચો : ગુજરાતના દાહોદ પાસે થયો ભીષણ રેલ અકસ્માત- અનેક ટ્રેનોને થઈ અસર- જાણો પૂરી વિગત અહીં

    વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપ પાસે પાંચમા ઉમેદવાર પાસે જરૂરી મતો ન હોવા છતાં પક્ષના ઉમેદવારે જીત મેળવીને મહાવિકાસ આઘાડીમાં હલચલ મચાવી દીધી હતી. આ સમયે શિવસેના અને કોંગ્રેસના કેટલાક મત વિભાજીત થયા હતા. પરંતુ આ ચૂંટણી બાદ એકનાથ શિંદેના બળવાને કારણે કોંગ્રેસમાં ભાગલા પડવાની વાત કંઈક અંશે બાજુ પર પડી ગઈ હતી. પરંતુ હવે રાજ્યમાં સત્તાપલટો થયા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના નારાજ ધારાસભ્યો એકસાથે બળવો કરવાના મૂડમાં છે. ભાજપ સતત દાવો કરી રહ્યું છે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નારાજ ધારાસભ્યોનું તેમને સમર્થન છે અને બહુ જલદી તેઓ અમારી સાથે જોડાઈ જશે. જોકે રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નાગરિકોએ આ દાવાને સતત ફગાવતા રહ્યા છે.