• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - narmada
Tag:

narmada

Narmada Uttarvahini Panchkoshi Parikrama CM Bhupendra Patel will inspect the Narmada Uttarvahini Panchkoshi Parikrama system at Rampura Ghat in Narmada district.
રાજ્ય

Narmada Uttarvahini Panchkoshi Parikrama :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે

by kalpana Verat April 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Narmada  : મુખ્યમંત્રીશ્રી નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કરશે
 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર, તા. ૮મી એપ્રિલે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. તેમજ માં નર્મદાની પૂજા અર્ચના કરી શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમા કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી પરિક્રમાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. પરિક્રમાર્થીઓ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું મુખ્યમંત્રીશ્રી નિરીક્ષણ કરશે.

આ સમાચાર પણ વાંચો :  Gold Rate Today:સોનું ખરીદવું હોય તો સારો સમય, સોનાના ભાવમાં ઘટાડો થયો, ચાંદી પણ નરમ પડી, જાણો લેટેસ્ટ ભાવ…

અત્રે ઉલ્લેખનીય છે કે, પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓની સુગમતા અને સરળતા માટે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને કવિધ હંગામી સુવિધાઓ પરિક્રમામાં ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવ્યા છે. જ્યાં બોટ જેટી, ડોમ, પંખા, લાઈટ, બેરીકેટિંગ, ચેન્જિંગ રૂમ, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, પાણી વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Narmada Water Narmada water for groundwater recharge in North Gujarat
રાજ્ય

Narmada Water : દરિયામાં વહી જતું નર્મદાનું વધારાનું પાણી ગુજરાતના ગામડે-ગામડે પહોંચ્યું, રૂ. ૪,૮૦૪ કરોડથી વધુના ખર્ચે કુલ ૧૩ ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ

by kalpana Verat March 10, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Narmada Water : 

  • ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ રૂ. ૪,૮૦૪ કરોડથી વધુના ખર્ચે કુલ ૧૩ ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ
  • દિયોદર – લાખાણી પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. ૯૨૩ કરોડના ખર્ચે ૫૩.૭૦ કિમી લાંબી પાઇપલાઇન નખાશે
  • થરાદ – ધાનેરા પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. ૧,૧૫૦ કરોડના ખર્ચે ૬૩.૮૬ કિમી લાંબી પાઇપલાઇન નખાશે
  • આ બન્ને પાઇપલાઇનની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ થશે

વિધાનસભા ગૃહ ખાતે પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,દરિયામાં વહી જતું નર્મદા નદીનું વધારાનું પાણી વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાના પરિણામે આજે ગુજરાતના ગામડે-ગામડે પહોંચ્યું છે. આજે સૌની યોજના અને સુજલામ સુફલામ જેવી મહત્વકાંક્ષી યોજનાઓના પરિણામે આપણું રાજ્ય પાણીદાર બન્યું છે.

વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ રૂ. ૪,૮૦૪ કરોડથી વધુના ખર્ચે કુલ ૧૩ ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં દિયોદર – લાખાણી પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. ૯૨૩ કરોડના ખર્ચે આશરે ૩૦૦ ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી ૫૩.૭૦ કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. આ પાઇપલાઇનના માધ્યમથી દિયોદર તાલુકાના ૪૬ ગામ, લાખણી તાલુકાના ૪૩ ગામ, ડીસા તાલુકાના ૨૩ ગામ અને થરાદ તાલુકાના ૧૨ ગામોને મળીને કુલ ૧૨૪ ગામોના ૧૯૪ તળાવોને જોડવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Cultural Meet 2025 : ગુજરાત યુનિવર્સિટીમાં 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025નું આયોજન, નવી દિલ્હી સંગીત નાટક એકેડેમીના પ્રમુખ શ્રીમતી સંધ્યા પુરેચાએ કર્યું ઉદ્ઘાટન

તેવી જ રીતે, થરાદ – ધાનેરા પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. ૧,૧૫૦ કરોડના ખર્ચે આશરે ૨૦૦ ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી ૬૩.૮૬ કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માધ્યમથી થરાદ તાલુકાના ૫૪ અને ધાનેરા તાલુકાના ૫૫ ગામોને મળીને કુલ ૧૦૯ ગામના ૧૧૭ તળાવોને પાઈપલાઈન સાથે જોડવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ બન્ને પાઇપલાઇનની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ થશે, તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
For rabi season crop cultivation of farmers in North Gujarat and Saurashtra region Narmada Water will be allotted
રાજ્ય

Narmada Water Gujarat Farmers: CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતકારી નિર્ણય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને આ પાક વાવેતર માટે ફાળવાશે નર્મદાનું પાણી..

by Hiral Meria November 23, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Narmada Water Gujarat Farmers: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે.  

નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે.

ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર ખેડૂતો ( Gujarat Farmers ) દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના ( Narmada  ) આ પાણીની ફાળવણી કરવાનો કિસાન હિતકારી અભિગમ મુખ્યમંત્રીએ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) આ સંદર્ભમાં નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૧૬,૬૩૭ એમ.સી.એફ.ટી. તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૧૩,૮૬૭ એમ.સી.એફ.ટી. મળી કુલ ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. નર્મદાનું પાણી તારીખ ૧૫મી માર્ચ ૨૦૨૫ સુધીના સમયગાળા માટે ફાળવવાનો ખેડૂતલક્ષી ( Narmada Water Gujarat Farmers )  નિર્ણય કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Assembly Election Result: મહારાષ્ટ્રમાં ન ચાલ્યો રાહુલ ગાંધીનો જાદુ, જ્યાં જ્યાં કર્યો હતો પ્રચાર, ત્યાં મહાવિકાસ આઘાડી ના ઉમેદવાર પાછળ..

નર્મદાના ( Narmada Water ) આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના ૯૫૨ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમ થકી અંદાજે ૬૦ હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

November 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
About 6.5 lakh acres of Saurashtra area benefited from potable and drinking water through 'Sauni Yojana'.
રાજ્ય

Sauni Yojana Saurashtra : PM મોદીએ સૌરાષ્ટ્રની ધરાને પાણી આપવાનું જોયેલુ સપનું થયું પૂર્ણ, આ યોજના થકી ૬.૫ લાખ એકર વિસ્તારમાં મળ્યો પીવાના પાણીનો લાભ.

by Hiral Meria October 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Sauni Yojana Saurashtra :  કોઈ પણ રાજ્ય તેમજ દેશના પાયાના વિકાસમાં યોગ્ય જળ વ્યવસ્થાપન ખૂબ જ મહત્વનું પરિબળ છે. જળ એ જીવન છે એ મંત્રને સાર્થક કરવાની સાથે “મા” નર્મદાના દરિયામાં વધારાના વહી જતા નીર –પાણીથી સૌરાષ્ટ્ર – કચ્છની વર્ષોથી તરસી ધરાને તૃપ્ત કરવાના ભગીરથ પ્રયાસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘સૌની યોજના’નો ફેબ્રુઆરી-૨૦૧૪માં શિલાન્યાસ કર્યો હતો.  સૌની યોજના’ થકી સૌરાષ્ટ્રના અંદાજે ૬.૫ લાખ એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળતો થઇ ગયો છે અને આ વિસ્તાર ના ૧૧ જિલ્લાઓના ૯૯ જળાશયો, ૧૯૦ ગામ તળાવો અને ૧૬૧૩ ચેકડેમો નર્મદાના નીરથી ભરાયા છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રની ( Saurashtra ) ધરાને પાણી આપવાનું જોયેલુ સપનું આજે પૂર્ણ થયું છે. ‘વિકસિત ભારત’ની યાત્રામાં જળ વ્યવસ્થાપનની ભૂમિકા મહત્વની પૂરવાર થઇ રહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારના નાગરિકો અને ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં  ‘સૌની યોજના’ ( Sauni Yojana ) થકી નર્મદાના નીરને શહેરો અને અંતરિયાળ ગામો સુધી પહોચાડ્યા છે. તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે.        

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના – સૌની યોજના અંતર્ગત નર્મદાના ( Narmada ) પૂરના વધારાના પાણી પૈકી એક મીલીયન એકર ફીટ પાણી (૪૩,૫૦૦ મીલીયન ઘન ફુટ) સૌરાષ્‍ટ્ર વિસ્‍તારને ફાળવવામાં આવ્યું છે, પરિણામે સૌરાષ્‍ટ્રના ૧૧૫ જળાશયો ભરીને સિંચાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવી છે. ૯૭૦ કરતા વધુ ગામોને સિંચાઈનું પાણી, ૭૩૭ ગામો અને ૩૧ શહેરોને પીવાનું પાણી પહોંચ્યું છે. સૌરાષ્ટ્રના ૮.૨૫ લાખ એકર જેટલા વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ આપવાનું સઘન આયોજન પણ કરવામાં આવ્યું છે. જે માટે ૪ લીંક પાઇપલાઈન નહેરોનું પણ આયોજન છે.

આ ૪ લીંક પાઈપ લાઈન નહેરો લીંક-૧  (મચ્છુ-૨ બંધથી સાની બંધ સુધી (૨0૮ કિ.મી.)), લીંક-૨ (લીંબડી-ભોગાવો-૨ બંધથી રાયડી બંધ સુધી (૨૯૯ કિ.મી.)), લીંક-3- (ધોળીધજા બંધથી વેણુ-૧ બંધ સુધી (૨૯૯ કિ.મી.)), લીંક-૪ (લીંબડી-ભોગાવો-૨ બંધથી હીરણ-૨ બંધ સુધી (૫૬૫ કિ.મી.))થી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોને પાણીનો લાભ મળશે. આ યોજનાથી રાજ્યના ૧૧ જિલ્લાઓને સિંચાઇ સુવિધાનો લાભ મળશે. રાજ્યના ( Gujarat ) ૩૧ શહેરો, ૭૩૭ ગામોને પીવાના પાણીનો લાભ મળશે. આ ૪ લીંક પાઈપ લાઈન નહેરો પાછળ અંદાજિત ૧૮,૫૬૩ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. 

આ સમાચાર પણ વાંચો:  UNFPA India : UNFPA અને ભારત સરકારની ભાગીદારીના થયા 50 વર્ષ પૂર્ણ, માતૃત્વ સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનમાં ભારતના નેતૃત્વનું થયું સન્માન..

આ ચારેય લીંક પાઇપલાઇન દ્વારા રાજકોટ જિલ્લાના-૨૩, મોરબી જિલ્લાના-૬, ગીર સોમનાથ જિલ્લાના-૧, બોટાદ જિલ્લાના-૪, જામનગર જિલ્લાના-૨૫, જુનાગઢ જિલ્લાના-૧૩, પોરબંદર જિલ્લાના-૪, ભાવનગર જિલ્લાના-૧૧, અમરેલી જિલ્લાના-૧૧, દેવ ભુમિ દ્વારકા જિલ્લાના-૧૧, સુરેંદ્રનગર જિલ્લાના–૬ મળીને કુલ ૧૧૫ જળાશયો ભરવા આયોજન છે.  

 ગુજરાત સરકાર ( Gujarat Government ) દ્વારા ‘સૌની યોજના’ અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ ૧૩૨૦ કિમીની પાઇપલાઇન નાખવામાં આવી છે જેના થકી નર્મદાનું કુલ ૧,૦૯,૯૧૧ મિલિયન ક્યુબિક ઘનફૂટ પાણી તબક્કાવાર સૌરાષ્ટ્રમાં પહોંચ્યું છે. જેમાં ૯૯ જળાશયો, ૧૯૦ ગામ તળાવો અને ૧૬૧૩ ચેકડેમોમાં પાણી પૂરું પાડવામાં આવ્યું છે. જેના થકી સૌરાષ્ટ્ર વિસ્તારના લગભગ ૧૧ જિલ્લાઓમાં ૬.૫ લાખ એકર વિસ્તારમાં સિંચાઈની અને પીવાના પાણીની વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો થયો છે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
As the Maa Narmada-Maa Rewa rivers flow, the Garudeshwar Weir Dam overflows and visitors flock to witness the mesmerizing sight
રાજ્યપર્યટન

Garudeshwar weir Dam: નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ગરૂડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો, મનમોહક નજારો નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

by Akash Rajbhar August 24, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai
Garudeshwar weir Dam:ગત 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવરહાઉસ શરૂ કર્યા બાદ 11 ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે.

Garudeshwar weir Dam: લગભગ 93,543 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે

હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી – 135.03 મીટર અને દરવાજા ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસના તમામ 6 યુનિટ ચલાવી 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીને લગભગ 93,543 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બની રહ્યો છે. આ નજારો નિહાળવા અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ માટે ઉમટ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃMalaysia: ભારત સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે ‘જાહેર વહીવટ અને ગવર્નન્સ રિફોર્મ્સના ક્ષેત્રમાં સહકાર’ પર આટલા વર્ષના સમયગાળા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.
રાજ્ય

Narmada : માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા આ તારીખથી શરૂ થશે, વૈકલ્પિક રૂટનું કરાયું નિરીક્ષણ

by Hiral Meria March 29, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Narmada  : નર્મદા જિલ્લામાં આગામી તા. ૮ મી એપ્રિલથી ૮ મી મે-૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ, એક મહિના સુધી માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા ( Narmada Parikrama ) યોજાશે. તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તરવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તા. ૨૮મી માર્ચ, ગુરૂવારના રોજ કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આગેવાનીમાં સમગ્ર પરિક્રમા વૈકલ્પિક રૂટનું સંયુક્ત ટીમ દ્વારા નિરીક્ષણ ગઇકાલે કરવામાં આવ્યું હતું. 

પરિક્રમાના રૂટ નિરીક્ષણ પૂર્વે કલેકટરશ્રીએ તિલકવાડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે  પરિક્રમા સબંધિત બેઠક યોજી પરિક્રમા સંદર્ભે કેટલીક મહત્વની બાબતો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારબાદ પરિક્રમા રૂટ ઉપર તિલકવાડા તરફના ઘાટ ખાતે પહોંચી સ્થાનિક આગેવાનો, સાધુસંતો સાથે ચર્ચા કરી જરૂરી વિગતો મેળવી હતી. પરિક્રમાવાસીઓને સુગમતા-સલામતી રહે તે બાબતે ભાર મુકાયો હતો. વધુમાં નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર દ્વારા શહેરાવ અને તિલકવાડા વચ્ચે હંગામી કાચો પુલ બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી શરતોને આધિન આપી હોય ત્યાં પુલ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા બનશે. તે અંગે પણ માહિતી મેળવી તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું  અને સબંધિતોને જરૂરી સૂચનો કર્યા હતા. આ હંગામી કાચો પુલ બનતા શ્રદ્ધાળુઓ ચાલીને નદી પાર કરી શકશે. 

Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

તિલકવાડાથી પરિક્રમા પથ ઉપર પસાર થઈ રેંગણ ગામ પાસે આવેલા કીડી મંકોડી ઘાટ ખાતે નાવડીના સંચાલન અંગે નિરીક્ષણ કરી જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.  પરંતુ નદીમાં પાણી ઉંડુ અને મગરની મોટી માત્રાના કારણે નદીમાં જોખમ રહેતું હોય છે અને શ્રધ્ધાળુઓની ( devotees ) સંખ્યા હજારોની માત્રામાં આવતી હોય છે. જે યાત્રાળુઓ માટે હોડીઓ મારફત વહન-આવન-જાવન કરવું મૂશ્કેલ બને છે અને કોઇ પણ જાતની ડિઝાસ્ટરની ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ત્રીજા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા નિર્ધારીત કરાઇ છે. આ વેળાએ સ્થાનિક અગ્રણીઓ અને આસપાસના આશ્રમના સાધુ સંતો પણ જોડાયા હતા.

Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

રામપુરા- કીડી મંકોડી-રેંગણ ઘાટ વચ્ચે નાવડી ચલાવવાની મંજૂરી ન મળે તો તેવા સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર ( District Administration ) દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે. પરિક્રમા પથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા કીડી મકોડી ઘાટ ખાતે શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરશે. તે માટેના રૂટનું નિરીક્ષણ ( Route inspection ) ગઇકાલે સાંજે વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. રામપુરા ખાતે શ્રદ્ધાળુઓના વાહનોના પાર્કિંગ સુવિધા, ટ્રાફીક અંગે પણ નિરીક્ષણ કર્યું હતું. 

આ સમાચાર પણ વાંચો :   Mukhtar Ansari death: મુખ્તાર અન્સારીનું મોત સવાલોથી ઘેરાયું, બાંદા જેલ પ્રશાસન સામે FIRની માંગ, કોર્ટમાં આપી અરજી

ઉત્તરવાહિની નર્મદા પરીક્રમા અર્થે આવતા શ્રધ્ધાળુઓ વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ વચ્ચે અંદાજિત ૭ કિ.મી. અને રિવર ક્રોસીંગ તિલકવાડા ઘાટથી રેંગણઘાટ ૭ કિ.મી.નું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટ પરત આવતા હોય છે. આ પરિક્રમાનું લોકોમાં અનેરૂ મહત્વ અને મહાત્મ્ય હોય છે અને દર વર્ષે તેમાં સતત વધારો થતો હોય છે. લાખોની સંખ્યામાં ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાય છે. ત્રીજા વૈકલ્પિક રૂટમાં થોડું અંતર વધારે કાપવાનું રહે છે. પણ તે સલામતી-સાવધાની માટે જરૂરી જણાય છે. તેમાં સૌએ સહયોગ આપવા અપિલ કરાઇ હતી અને યાત્રા સુખરૂપ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તેમાં અમે પુરેપુરો સહયોગ કરીશું, તેમ જિલ્લા કલેક્ટરશ્રી એ જણાવ્યું હતુ.

Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

મા નર્મદાની પરિક્રમા શાંતિ પૂર્ણ માહોલમાં આરંભાય અને પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર તરફથી સંપૂર્ણ સહકાર રહેશે. ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, લાઈટ, આરોગ્ય, સલામતી, એમ્બ્યુલન્સ વાન, ડીઝાસ્ટર ટીમ, સુરક્ષા વ્યવસ્થા, બેરીકેટીંગ, સાઇન બોર્ડ, છાયડાની વ્યવસ્થા, ચેંજીગ રૂમ, મોબાઇલ ટોયલેટ, કંટ્રોલ રૂમ, પીવાના પણીની વ્યવસ્થા, સ્વૈચ્છીક સંગઠનો દ્વારા સેવાકેન્દ્રો વગેરે જેવી બાબતો ઉપલબ્ધ કરાવવા અંગે સ્થાનિક આગેવાનો સાધુસંતો સાથે પરામર્શ કરાયું હતું. અને પરિક્રમા રૂટ અંગેની માહિતી ક્યૂ આર કોડ દ્વારા જાણી શકાય તેવી વ્યવસ્થા અંગે પણ સૂચન કર્યુ હતુ. પરિક્રમાના નોડલ અધિકારી પણ નિયુક્ત કરાશે.

Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

 નદીમાં હોડીના સંચાલનની બાબત નીતિ વિષયક હોય સરકારશ્રી કક્ષાએથી નિર્ણય થયે બોટ માટેનું આયોજન વિચારવાનું રહેશે. જેથી હાલના તબક્કે ત્રીજા વૈકલ્પિક રૂટ માટે નર્મદા પરિક્રમાના આયોજનમાં સૌએ સહકાર આપવા કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. 

Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

પરિક્રમાના રૂટ માટે અને પરિક્રમા સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અગાઉ પણ બે બેઠકો યોજવામાં આવી હતી. નર્મદા નદી કિનારા અને ઘાટનું તથા પરિક્રમા રૂટનું નિરીક્ષણ પણ જિલ્લા વહીવટી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અને જિલ્લા વહિવટીતંત્ર આમાં પૂરતો સહયોગ આપી સહભાગી થશે.

આ સમાચાર પણ વાંચો :    Ambani-Adani collaboration: પ્રથમ વખત અંબાણી-અદાણી વચ્ચે કરાર પર થયા હસ્તાક્ષર, રિલાયન્સ જૂથે આ પ્રોજેક્ટમાં 26% હિસ્સો ખરીદ્યો.. 

આ મહત્વની પરિક્રમા આગામી ૮ એપ્રિલથી શરૂ થનાર છે. અને એક મહિનો ચાલશે તે પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા વૈકલ્પિક રૂટના નિરીક્ષણ વેળાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, સુપર ન્યુમિરી નાયબ કલેકટર સુશ્રી પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ, નાયબ કલેકટરશ્રી પ્રોટોકોલ એન.એફ.વસાવા, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી ડો.કિશનદાન ગઢવી, નાંદોદ – તિલકવાડા ગરૂડેશ્વર તાલુકાના મામલતદારશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારી, પોલીસ અને વનવિભાગના અધિકારીઓ જોડાયા હતા. 

Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Narmada District Collector Shri Shweta Tevatia chaired a review meeting regarding Uttaravahini Parikrama in the collector's office auditorium.
રાજ્ય

Narmada : એપ્રિલ મહિનાની આ તારીખથી શરૂ થશે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા, જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

by Hiral Meria March 22, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Narmada :  નર્મદા જિલ્લામાં આગામી તારીખ ૮ એપ્રિલથી ૮ મી મે-૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ સુધી આ મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે અને તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. અહીં આવતા શ્રધ્ધાળુઓ ( Devotees ) વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ વચ્ચે અંદાજિત ૭ કિ.મી. અને રિવર ક્રોસીંગ તિલકવાડા ઘાટથી રેંગણઘાટ ૭ કિ.મી.નું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટ પરત આવતા હોય છે. આ પરિક્રમાનું લોકોમાં અનેરૂ મહત્વ અને મહાત્મ્ય હોય છે અને દર વર્ષે તેમાં સતત વધારો થતો હોય છે. લાખોની સંખ્યામાં ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાય છે.

આ મહત્વની પરિક્રમા આગામી ૮ એપ્રિલથી શરૂ થનાર છે. તે પૂર્વે નર્મદા કિનારા પરના સેવાભાવી આશ્રમો, મંદિરોના સાધુ-સંતો ગ્રામજનો, અગ્રણીઓ સાથે ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ઉત્તરવાહિની પરિક્રમા સૂચારૂ સંચાલન-વ્યવસ્થાપન માટે પરામર્શ- સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી ડો.કિશનદાન ગઢવી, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારી, મામલતદારશ્રીઓ, નાંદોદ-તિલકવાડાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

Narmada District Collector Shri Shweta Tevatia chaired a review meeting regarding Uttaravahini Parikrama in the collector's office auditorium.

Narmada District Collector Shri Shweta Tevatia chaired a review meeting regarding Uttaravahini Parikrama in the collector’s office auditorium.

 

જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાએ ( shweta teotia ) સૌને આવકારી જણાવ્યું હતું કે, મા નર્મદાની પરિક્રમા (  Narmada  parikrama ) શાંતિ પૂર્ણ માહોલમાં આરંભાય અને પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર તરફથી સંપૂર્ણ સહકાર રહેશે. ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, લાઈટ, આરોગ્ય, સલામતી, એમ્બ્યુલન્સ વાન, ડીઝાસ્ટર ટીમ, સુરક્ષા વ્યવસ્થા વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કામચલાઉ બ્રિજ અંગે સંતો અને આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ( District Administration ) મળેલી રજૂઆત અંગે સરકારમાં કામચલાઉ બ્રિજની મંજૂરી અર્થે દરખાસ્ત કરી દેવામાં આવી છે. મંજૂરી મળશે તો તે મુજબની કામગીરી કરવામાં આવશે, તેમ છતાં કાચા કામચલાઉ બ્રીજની મંજૂરી ન મળે તો ત્રીજા વિકલ્પ તરીકે પરિક્રમાનો રૂટ વિચારવાનો રહે છે. તમે પણ તમારા પ્રયાસો કરીને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં રજૂઆત કરીને આ કાર્યમાં સહાયરૂપ બનજો.

Narmada District Collector Shri Shweta Tevatia chaired a review meeting regarding Uttaravahini Parikrama in the collector's office auditorium.

Narmada District Collector Shri Shweta Tevatia chaired a review meeting regarding Uttaravahini Parikrama in the collector’s office auditorium.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha General Election 2024: 7 મેના યોજાનારી લોકસભાની ચુંટણીમાં માંડવી લોકસભાની બેઠક પરથી આટલા લાખ મતદારો પોતાના કરશે મતાધિકારનો ઉપયોગ..

કલેક્ટરશ્રી સમક્ષ આગેવાનો અને સંતો દ્વારા રાત્રિ દરમ્યાન પરિક્રમા બંધ રાખવા પણ વિનંતી કરવામાં આવી હતી. જેથી પરિક્રમા સંચાલન અને આયોજનમાં સરળતા રહે તથા પરિક્રમાર્થીઓને અગવડતાનો સામનો કરવો ન પડે તે માટે ઉજાસમાં જ પદયાત્રા થાય તે ઈચ્છનીય છે. અહીં આવતા પ્રવાસીને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેન્દ્રો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અપાતા સહયોગને કલેક્ટરશ્રીએ બિરદાવ્યો હતો.

નદીમાં હોડીના સંચાલનની બાબત નીતિ વિષયક હોય સરકારશ્રી કક્ષાએથી નિર્ણય થયે બોટ માટેનું આયોજન વિચારવાનું રહેશે. જેથી હાલના તબક્કે ત્રીજા વૈકલ્પિક રૂટ માટે નર્મદા પરિક્રમાના આયોજનમાં સૌએ સહકાર આપવા કલેક્ટરશ્રી દ્વારા વિનંતી કરાઈ હતી.

પરિક્રમાના રૂટ માટે અને પરિક્રમા સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અગાઉ બે બેઠકો યોજવામાં આવી હતી. નર્મદા નદી કિનારા અને ઘાટનું તથા પરિક્રમા રૂટનું નિરીક્ષણ પણ જિલ્લા વહીવટી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉક્ત બેઠકમાં નર્મદા કિનારે આવેલા આશ્રમના સંચાલકો-સાધુ સંતો પૈકી નર્મદા પરિક્રમાના આયોજક શ્રી સાંવરિયા મહારાજ, જ્યોતિમઠના શ્રી રણજીત સ્વામી, શ્રી સ્વામી સહજાનંદ મહારાજ, શ્રી ધર્મદાસજી મહારાજ, રામાનંદ આશ્રમના શ્રી અમિતાબહેન, શ્રી આનંદદાસ મહારાજ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Conference of Vice Chancellors of Western Zone on Implementation of 'National Education Policy (NEP) 2020' at Ektanagar, Narmada under the Chairmanship of CM Shri Bhupendra Patel
રાજ્ય

Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નર્મદાના એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦’ના અમલીકરણ અંગે વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલર્સની કોન્ફરન્સ

by Hiral Meria October 26, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના ( Narmada ) એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ ( implementation ) અંગે વાઈસ ચાન્સેલર્સ ( Vice Chancellors ) અને NEP કોઓર્ડિનેટર્સની ( NEP Coordinators ) એક દિવસીય કોન્ફરન્સનો ( conference ) શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ( Union Education Minister ) શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ( Dharmendra Pradhan ) , આરોગ્ય અને તબીબી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત કોન્ફરન્સમાં NEP અંતર્ગત શિક્ષણક્ષેત્રને સમૃદ્ધ અને ક્ષમતાકેન્દ્રી બનાવવા સારસ્વતોએ અહીં સામૂહિક વિચાર મંથન કર્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી અને રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં શિક્ષણ પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું. 

૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)-૨૦૨૪ના ભાગરૂપે પ્રિ-સમિટ તરીકે આયોજિત એક દિવસીય કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વર્ષો જુની શિક્ષણ નીતિમાં નવા જમાનાને અનુરૂપ બદલાવ કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોન્ચ કરી છે, તે ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવા તેમજ વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. 

આ નીતિના અસરકારક અમલીકરણ માટે દેશની સમગ્ર એજ્યુકેશન ઈકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આ કોન્ફરન્સ ખૂબ ઉપયોગી બની રહેશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની પ્રક્રિયામાં સહાયક અને નિર્ણાયક બને તેવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં ઘડવામાં આવી છે. વડાપ્રધાનશ્રી રાષ્ટ્રવિકાસમાં આદર્શ અને ઉન્નત શિક્ષણના હિમાયતી રહ્યા છે, ત્યારે હોલિસ્ટીક એજ્યુકેશન, મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના સુચારૂ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છે.

 આદર્શ શિક્ષણ એ કોઈ પણ દેશ, રાજ્યના વિકાસની પૂર્વશરત છે એમ સ્પષ્ટપણે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, શિક્ષણને વ્યક્તિ કેન્દ્રી નહીં, જ્ઞાન અને કૌશલ્યકેન્દ્રી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે જ વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન પર સતત ભાર આપ્યો છે. 

દેશના વિકાસના પાયામાં જેની મહત્વની ભૂમિકા છે એવી યુવાશક્તિને આત્મનિર્ભર બનાવવામાં તેમજ આદર્શ રાષ્ટ્ર નિર્માણ આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સક્ષમ માધ્યમ બનવાની છે, આજે શિક્ષણની સાથે સ્કીલ ડેવલપમેન્ટ સહિત રોજગારના બદલાયેલા સ્વરૂપ અને વ્યાપાર ક્ષેત્રમાં આવેલ પરિવર્તનમાં નવી શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ ટ્રાન્સફોર્મેશન, આત્મનિર્ભરતા સહિત ડિજિટલ ભારતમાં નવી શિક્ષણનીતિ મહત્વની ભૂમિકા ભજવશે એની ભૂમિકા તેમણે આપી હતી.  

મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દિવસ દરમિયાન વાઈસ ચાન્સેલર્સ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, તજજ્ઞોની ચર્ચા, વિચારમંથનથી જ્ઞાનનું જે અમૃત પ્રાપ્ત થશે, તે ભારત નિર્માણ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં ઉપયોગી પૂરવાર થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

મુખ્યમંત્રીશ્રીએ આ તકે ઉપસ્થિત વાઈસ ચાન્સેલર્સ, તજજ્ઞો અને અધિકારીઓ પરસ્પર સાથે મુક્તમને ચર્ચા કરી અને દેશના શિક્ષણને વધુ સમૃદ્ધ- વૈશ્વિક બનાવવા માટે યોગદાન અને સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. 

આ વેળાએ મુખ્યમંત્રીશ્રી, કેન્દ્રીય શિક્ષણમંત્રીશ્રી, અન્ય મંત્રીઓના હસ્તે નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે માર્ગદર્શિકાના રૂપમાં તૈયાર કરાયેલી ‘NEP SoP’ બૂકલેટનું તેમજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી ક્વોલિટી એજ્યુકેશન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિષય અંતર્ગત શિક્ષણની બેસ્ટ પ્રેક્ટિસમાં ઉપયોગી બે પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Closing Bell: શેરબજાર ઉંધુ પટકાયું, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, સ શેર્સએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા.. 

-: કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી :-

કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનો છે. 

કેન્દ્રીય મંત્રીશ્રી પ્રધાને નવા ભારતના ભવિષ્ય નિર્માણ માટે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપેલા નવા વિકસિત ભારત-૨૦૪૭ના વિઝનને સાર્થક કરવા માટે ગંગાજીથી નર્મદા સુધીનો આ પ્રવાસ સંપૂર્ણ સફળ રહેશે એમ સહર્ષ જણાવ્યું હતું.

     ભારતીય ભાષાઓ ભારતની વિકાસયાત્રામાં મહત્વનું અંગ રહી છે. ભારતની તમામ ભાષા રાષ્ટ્ર ભાષા છે. અને તેથી જ NEP-2020માં પણ પ્રાદેશિક ભાષાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેથી સોશિયલ બિહેવિયરને એકેડેમિક પ્રેકટીસ તરફ લઈ જઈ શકાય. કારણ કે ભારતીય જ્ઞાન પરંપરા વિશ્વ ભરમાં ખૂબ જાણીતી છે તેમ જણાવ્યું હતું. 

વધુમાં શ્રી પ્રધાને જણાવ્યું કે, NEPમાં કૌશલ્ય વર્ધન અને રોજગારપરસ્ત શિક્ષણને પ્રાધાન્ય અપાયું છે. ભારતને એક કરવું એ પણ શિક્ષણનો જ એક ભાગ છે, અને ભારતના રજવાડાઓને એક કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની પ્રતિમાના સાંનિધ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ માટે વિવિધ ચાર ટેકનિકલ સત્રોમાં નિષ્ણાંતો વચ્ચે થનારી ચર્ચા તેના અમલીકરણ માટે અત્યંત મહત્ત્વની સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત સરકારે તેના બજેટમાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે રૂ.૧૮૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, જે સરાહનીય કદમ છે એમ જણાવી કેન્દ્રીય મંત્રીશ્રીએ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. 

આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે આ કોન્ફરન્સને જ્ઞાન અને વિચારોનું સમુદ્ર મંથન ગણાવતા કહ્યું કે, પ્રાચીનકાળમાં તક્ષશિલા, વિક્રમશીલા અને નાલંદા જેવી ભારતની મહા વિશ્વવિદ્યાલયમાં જ્ઞાન મેળવીને દેશવિદેશના લોકોએ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન ભંડારને વિશ્વ સુધી પહોંચાડ્યું છે. ફરી એક વાર યુવા સામર્થ્યને આગળ વધારવા માટે વડાપ્રધાનશ્રીએ ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્યવર્ધન અને રોજગાર આપતા યુવાનો તૈયાર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ લાગુ કરી છે. 

આ પ્રસંગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પ્રો. એમ. જગદીશકુમારે જણાવ્યું કે, દેશની શિક્ષણ પ્રણાલીને વધુ અદ્યતન અને બહેતર બનાવવા માટે ઘડાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ના સુયોગ્ય અમલીકરણ માટે ૧૫૦ કરતા વધુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એક જ સ્ટેજ પર ભેગા થવું એ ખૂબ મોટો સંયોગ છે. 

આ સમાચાર પણ વાંચો : World Cup 2023: ક્રિકેટ ફેન્સને જલસો પડી ગયો, આ સ્ટેડિયમમાં દર્શકોને મફત મળશે પોપકોર્ન અને કોલ્ડ્રિંક્સ

મા નર્મદા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દિવ્ય સાંનિધ્યમાં પશ્ચિમ ઝોનના નોંધનીય છે કે, વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રીઓ, પ્રાધ્યાપકો, શિક્ષણવિદો, તજજ્ઞોની ઉપસ્થિતિમાં સામૂહિક વિચાર વિમર્શ કરી નવી શિક્ષણ નીતિને સંપૂર્ણપણે  લાગુ કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.

 કાર્યક્રમના અંતે શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મુકેશ કુમારે આભાર વિધિ આટોપી હતી. 

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકારશ્રી હસમુખ અઢિયા, AICTના અધ્યક્ષશ્રી પ્રો. ટી.જી.સીતારમન, ગુજરાતના ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનરશ્રી બંછાનિધિ પાની, ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયામકશ્રી પી.બી.પંડ્યા, કે.સી.જી.ના એડવાઈઝરશ્રી પ્રો.એ.યુ.પટેલ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવ સહિત વેસ્ટર્ન ઝોનની યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રીઓ, શિક્ષણ નિષ્ણાંતો અને અધ્યાપકો, આમંત્રિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

October 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
The state government has announced a special agricultural relief package 2023 due to the damage caused to agriculture and horticulture crops in the districts flooded by Narmada river.
રાજ્ય

Gujarat : નર્મદા નદીમાં પુર આવતા જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૩ જાહેર કર્યું છે.

by Akash Rajbhar September 23, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Gujarat  : તાજેતરમાં તારીખ ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા(Narmada) જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે.

આ અંદાજ અહેવાલોના સંદર્ભમાં રાજ્ય સરકારે જે તે જિલ્લાના ખેડૂતોને થયેલ નુકસાન સામે સહાય રૂપ થવા માટે SDRF ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે.

• આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.

• મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના(Bhupendra patel) દિશાદર્શનમાં રાજ્યના કૃષિ વિભાગે કૃષિ મંત્રીશ્રી રાઘવજી ભાઇ પટેલ ના પરામર્શ માં રહીને જાહેર કરેલા આ સહાય પેકેજ અનુસાર ખરીફ ૨૦૨૩-૨૪ ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ ₹૮,૫૦૦ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે

• આ ખરીફ ઋતુ(Kharif Season) ૨૦૨૩-૨૪ ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ ૩૩% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા ૧૭ હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ ₹ ૮,૦૦૦ પ્રમાણે મળીને કુલ રૂપિયા ૨૫,૦૦૦ સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.

• બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર એક્ટર દીઠ રૂપિયા ૨૨,૫૦૦ ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર ₹૧૫,૦૦૦ મળી કુલ ૩૭,૫૦૦ સહાય હેઠળ દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે.

આ સમાચાર પણ વાંચો : Deccan Odyssey Train : ભારતની સૌથી મોંઘી ટ્રેનોમાંની એક, તે ફરી એક નવા સ્વરૂપમાં પ્રવાસીઓની સેવામાં..

• બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹૨૨,૫૦૦ ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા ૧,૦૨,૫૦૦ ની સહાય મળીને કુલ ₹૧,૨૫,૦૦૦ ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.

• આવી સહાય ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

• સહાય પેકેજનો લાભ લેવા માંગતા અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે

• આવી અરજી VCE કે VLE મારફતે કરવાની રહેશે તેમ જ આ માટે કોઈ ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહીં.

• આવી અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં કરવાની રહેશે.

• આ ખાસ કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય તેમજ અન્ય આનુષાંગિક ચુકવણી લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં DBTથી ચૂકવવામાં આવશે.

September 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Madhya Pradesh: 190 Muslims accepted Hinduism
દેશMain PostTop Post

Madhya Pradesh: આ જિલ્લાના 190 મુસ્લિમોએ હિંદુ ધર્મ અપનાવ્યો.. જાણો શું છે આ સમગ્ર મુદ્દો…..

by Akash Rajbhar August 1, 2023
written by Akash Rajbhar

  News Continuous Bureau | Mumbai

Madhya Pradesh: નર્મદા (Narmada) કિનારે આવેલા નેમાવરમાં, 31 જુલાઈ, સોમવારના રોજ, નજીકના ગામોના 35 પરિવારોના 190 મુસ્લિમો (Muslim) એ હિંદુ ધર્મ (Hinduism) અપનાવ્યો. આ તમામ પરિવારો વિચરતી સમુદાયના છે. આ પરિવારોના પૂર્વજોએ અગાઉ કોઈ કારણસર ઈસ્લામ અંગીકાર કર્યો હતો, પરંતુ તેમ છતાં તેઓ કુળદેવી ચામુંડાની પૂજા કરતા હતા. લગ્ન પ્રથા પણ હિંદુ પરિવારો જેવી જ હતી.

હિંદુ ધર્મમાં પરિવર્તનનો તેમનો અનુભવ વર્ણવતા, રામ સિંહ (અગાઉ મોહમ્મદ શાહ) એ કહ્યું કે આપણા પૂર્વજો સંજોગોને કારણે મુસ્લિમ બન્યા હશે. પણ આપણા લોહીમાં માત્ર હિંદુનું જ લોહી વહે છે. આજે આપણે આપણા મૂળ ધર્મમાં ઘરે પાછા ફરતા ખૂબ જ ખુશ છીએ.

આ સમાચાર પણ વાંચો : KBC 15 : જ્ઞાનદાર,ધનદાન અને શાનદાર રીતે આવી રહ્યું છે કેબીસી 15, નિર્માતાઓએ જાહેર કરી લોન્ચ ની તારીખ

બધાએ મુંડન અને નર્મદામાં વિધિપૂર્વક સ્નાન કર્યું.

આ પ્રસંગે નેમાવરના સંત શ્રી રામસ્વરૂપ દાસ જી શાસ્ત્રી અને રતલામના સંત આનંદ ગિરીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. હિંદુ ધર્મમાં ઘરે પરત ફરતી વખતે, બધાએ મુંડન અને નર્મદામાં વિધિપૂર્વક સ્નાન કર્યું. ત્યાર બાદ હવન સંપન્ન થયો હતો. આ સમયે 55 પુરૂષો અને 50 મહિલાઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.

 

August 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક