• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - national herald case - Page 2
Tag:

national herald case

વધુ સમાચાર

ED ની પૂછપરછમાં સામે આવ્યો ચોંકાવનારો આંકડો- કરોડોની સંપત્તિના માલિક છે કોંગ્રેસ રાહુલ ગાંધી-જાણો સોનું અને જમીન સહિત કેટલી છે મિલકત 

by Dr. Mayur Parikh June 15, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

નેશનલ હેરાલ્ડ કેસ(National Herald case) મામલે રાહુલ ગાંધી(Rahul Gandhi) સાથે આજે ફરી ત્રીજા દિવસે પણ પૂછપરછ થવાની છે. રાહુલ ગાંધી સાથે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate) એ વિતેલા બે દિવસમાં લગભગ 18 કલાક પૂછપરછ કરી ચુકી છે. મંગળવારના રોજ રાહુલ ગાંધીની પૂછપરછ પૂર્ણ થઈ શકી ન હતી, તેથી આજે ફરી રાહુલને બોલાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ED નેશનલ હેરાલ્ડ અખબાર કેસ(National Herald newspaper case) સાથે સંબંધિત લગભગ બે હજાર કરોડના મની લોન્ડરિંગ કેસ(Money laundering case)માં રાહુલની પૂછપરછ કરી રહી છે. એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટીને તેના ફંડમાંથી લગભગ 90 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. બે હજાર કરોડના આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રાહુલ ગાંધી પાસેથી તેમની કુલ સંપત્તિ(net worth) વિશે માહિતી મેળવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ મંગળવારે રાહુલ ગાંધીએ 660 મિનિટ સુધી EDના પ્રશ્નોનો સામનો કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીને 51 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એજન્સીએ આ પૂછપરછની વીડિયોગ્રાફી(Videography) પણ કરાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલમાંથી યંગ ઈન્ડિયા કોણે બનાવ્યું અને ડિરેક્ટર તરીકે તે તેમાં કેવી રીતે આવ્યા તેના પર પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની પાસે દેશ-વિદેશમાં કેટલી પ્રોપર્ટી(property) છે અને કઈ કઈ બેંકોમાં તેઓના બેંક ખાતા છે તેવા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા.  

આ સમાચાર પણ વાંચો : નવા-જૂનીના એંધાણ.. વિપક્ષની બેઠક પહેલા શરદ પવારને દિલ્હીમાં મળ્યા મમતા દીદી.. આ મુદ્દા પર થઇ ચર્ચા.

રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી(Loksabha election 2019) પહેલા રજૂ કરેલા સોગંદનામા(Afidevit)માં જણાવવામાં આવ્યું છે કે, તેમની પાસે 15 કરોડ 88 લાખ રૂપિયાથી વધુની સંપત્તિ છે. 2014માં તેમની સંપત્તિ 9.4 કરોડ હતી. રાહુલ પર 72 લાખ રૂપિયાની લોન(Loan) પણ છે અને તેમની પાસે પોતાની કાર(own car) પણ નથી. 

એટલું જ નહીં, એફિડેવિટમાં રાહુલ ગાંધી(Rahul Gandhi)એ તેમની જંગમ સંપત્તિ 5 કરોડ 80 લાખ 58 હજાર 799 રૂપિયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તે જ સમયે, સ્થાવર સંપત્તિ(property) 10 કરોડ 8 લાખ 18 હજાર અને 284 રૂપિયા છે. તેમણે બોન્ડ(Bond), શેર મ્યુચ્યુઅલ ફંડ(Mutual fund)માં 5 કરોડ 19 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. લગભગ પાંચ વર્ષ પહેલા વર્ષ 2014 સુધી તેમની પાસે કુલ 9 કરોડ 40 લાખ રૂપિયાની સંપત્તિ હતી. એટલે કે પછીના પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં લગભગ સાડા છ કરોડનો વધારો થયો હતો.

આ સિવાય રાહુલ ગાંધી પાસે ખેતર પણ છે. આ ખેતર દિલ્હી(Delhi)ના સુલતાનપુર(Sultanpur) ગામમાં છે, જે તેમને વારસામાં મળ્યું છે. આ સિવાય તેમની પાસે 333.3 ગ્રામ સોનું પણ છે. વર્ષ 2017-18 સુધી તેમની કુલ આવક એક કરોડ 11 લાખ 85 હજાર 570 રૂપિયા હતી. તેમની આવકનો સ્ત્રોત સાંસદ(MP) તરીકેનો તેમનો પગાર છે. આ સિવાય તેમની પાસે રોયલ્ટીની આવક પણ છે. તેમને ભાડાના પૈસા પણ મળે છે. મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડ વગેરેમાં કરાયેલા રોકાણનું વ્યાજ અને પાકતી મુદતની આવક પણ આવકના સ્ત્રોતમાં સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબને ઈડીનું તેડું-આ મામલે તપાસ એજન્સીએ પાઠવ્યું સમન્સ-જાણો શું છે મામલો

June 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

રાહુલ ગાંધીના સમર્થનમાં રસ્તે ઉતરવું ભારે પડ્યું- ભારતના ભૂતપૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરની પાંસળી તૂટી ગઈ- કહ્યું પોલીસે તોડી

by Dr. Mayur Parikh June 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

નેશનલ હેરાલ્ડ પ્રકરણ(National Herrald case)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(congress Rahul Gandhi) ની પૂછપરછ કરી હતી. તેના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસી નેતા અને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન (Protest)કર્યા હતા. દેશની રાજધાની દિલ્હી(Delhi)માં રાહુલ ગાંધીના સમર્થનમાં ઉતરવું જોકે કોંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બર(P. Chidambaram) ને ભારે પડ્યું છે. પોલીસ સાથેની ધક્કામુક્કીમાં પી.ચિદમ્બરની પાંસળીઓ તૂટી ગઈ છે અને તેમાં ફેક્ચર આવ્યું છે. 

દિલ્હી પોલીસે(Delhi Polcie) સોમવારે રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા શહેરના અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા હતા. આ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલા(Randeep Surjewala)એ ટ્વીટ કરીને એવો આરોપ કર્યો હતો કે ભૂતપૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરની સાથે દિલ્હી પોલીસે ધક્કામુક્કી કરી હતી, જેમાં તેમની પાંસળીઓમાં ફેક્ચર થઈ ગયું છે. એ સાથે જ કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી(Pramod Tiwari)ને પણ રસ્તા પર ટિંગાટોળી કરીને ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે તેમને માથામાં ઈજા પહોંચી છે અને પાંસળીઓમાં ફેક્ચર થયું છે.

મુંબઈના મલાડમાં MRP કરતા વધુ કિંમત વસૂલનારી દુકાન સામે ગ્રાહકે કમર કસી- મુંબઈ ગ્રાહક પંચાયતમાં કરી ફરિયાદ-જાણો વિગત

તાજેતરમાં રાજ્યસભામાં ચૂંટાઈ(Rajyasabha Election)ને પહોંચેલા રણદીપ સૂરજેવાલાએ એવી પણ ટ્વીટ કરી હતી કે કેન્દ્ર સરકાર(Central Govt)ની બર્બરતાની તમામ હદો પાર કરી ચૂકી છે. ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ સાથે ધક્કામૂકી કરવામાં આવી. તેમના ચશ્મા જમીન પર ફેંકી દેવામાં આવ્યા હતા. તેમની પાંસળીઓમાં ફેક્ચર થઈ ગયું છે. સાંસદ પ્રમોદ તિવારીને પણ રસ્તા પર પટકવામાં આવ્યા અને તેમને પણ માથા(Head Injury)માં ઈજા પહોંચી છે અને ફેક્ચર થયું છે. શું આ જ પ્રજાતંત્ર છે?

રણદીપ સૂરજેવાલાએ અન્ય એક વિડિયો ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસે કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલ ઉપર પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે સાંસદ શક્તિસિંહ ગોહિલ પર પણ હુમલો થયો. કોંગ્રેસ કાર્યકર્તાઓને ફટકારવામાં આવ્યા હતા. હજારો કાર્યકર્તાઓ જેલોમાં બંધ છે. શું દેશમાં શાંતિપૂર્વક વિરોધ કરવો ગુનો છે?

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
India Today Post Poll Survey 2019: Big disclosure in the survey, Rahul Gandhi is the first choice for the post of PM in these three states, know the percentage of votes for Prime Minister Modi
દેશ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે આ પ્રકરણમાં ED સમક્ષ થશે હાજર- જાણો વિગત

by Dr. Mayur Parikh June 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

નેશનલ હેરાલ્ડ પ્રકરણ(National Herald case)માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના છે.  જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી(Congress Chief Sonia Gandhi)ને કોવિડ સંબંધી તકલીફ વધી જતાં હોસ્પિટલ(hospitalised)માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીને 8 જૂને તપાસ  માટે હાજર થવા કહ્યું હતું. જોકે તેઓ કોરોના સંક્રમિત થતા તેઓએ 3 અઠવાડિયાનો સમય માગ્યો હતો. હવે તેઓને 23 જૂનના બોલાવવામાં આવ્યા છે. આ કેસમાં રાહુલ ગાંધીને પણ સમન્સ મોકલવામાં આવ્યું હતું.

EDએ રાહુલ ગાંધીને પુછતાછ માટે આજે હાજર થવાનું ફરમાન કર્યું છે, તેના વિરોધમાં આજે દિલ્હી(Delhi)માં ED ની ઓફિસ સમક્ષ સહિત દેશભરમાં કોંગ્રેસ પોતાનો વિરોધ પ્રદર્શિત કરવાની છે. કોંગ્રેસ નેતા મનિકમ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા વિપક્ષના અવાજને ચૂપ કરાવવા માટે કેન્દ્રીય તપાસ એજેન્સીનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેથી આજે દેશભરમાં EDની ઓફિસ સમશ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાનો વિરોધ જાહેર કરશે.

આ સમાચાર પણ વાંચો : કોરોનાના કેસ વધતા મુંબઈગરાઓએ બુસ્ટર ડોઝ લેવા મૂકી દોટ- માત્ર એક જ દિવસમાં આટલા હજાર લોકોએ લીધો બુસ્ટર ડોઝ

કોંગ્રેસ નેતા મનિકમે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું છે. તેમની સામેના આરોપ ખોટા છે. આ રાજકીય દ્વેષ છે. દેશભરમાં વિરોધી પક્ષના નેતાઓ પર છાપા મારવામાં આવી રહ્યા છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી ED અને સીબીઆઈ(CBI)ના ગેરઉપયોગની વિરુદ્ધમાં છે. આ વખતે તેઓ કોની પણ વિરુદ્ધ જશે તો અમે તેમનો વિરોધ કરશું. હવે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે તેઓ ખોટા કેસ કરી રહ્યા છે. વિરોધી પાર્ટી સામે ખોટા કેસ કરવાની એ લોકોને આદત પડી ગઈ છે.

નેશનલ હેરાલ્ડ પ્રકરણમાં પૈસાનું કૌંભાડ કરવામાં આવ્યું હોવાનો આરોપ ખોટો છે. સમજી વિચારીને કાવતરું રચવામાં આવી રહ્યું છે. નેશનલ હેરાલ્ડ જવાહરલાલ નેહરુ(Jawaherlal Nehru)એ ચાલુ કરાવ્યું હતું, જે બંધ થઈ ચૂકયું છે. તેના પત્રકાર અને કર્મચારીને પગાર નહોતો આપવામાં આવ્યો હતો. તેથી કોંગ્રેસે હપ્તામાં પૈસા આપ્યા હતા, જેથી તેમના ઘર ચાલી શકે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ એક નોનપ્રોફિટ કંપની(non profit company) છે, અને આ લોકો રાહુલ ગાંધી પર ખોટા આરોપ લગાવી રહ્યા છે એવો દાવો પણ કોંગ્રેસ નેતા મનિકમે કર્યો હતો.

June 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસની મોટી તૈયારી- આવતીકાલે દેશભરમાં કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ- આ તારીખે યોજી શકે છે શક્તિ માર્ચ-જાણો વિગતે 

by Dr. Mayur Parikh June 11, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

નેશનલ હેરાલ્ડ કેસમાં(National Herald case) સોનિયા ગાંધી(Sonia Gandhi) અને રાહુલ ગાંધીને(Rahul Gandhi) નોટિસના મુદ્દે કોંગ્રેસ(Congress) આવતીકાલે દેશવ્યાપી પ્રેસ કોન્ફરન્સ(Nationwide Press conference) ની તૈયારી કરી રહી છે. સોમવારે રાહુલ ગાંધી પૂછપરછ માટે ED સમક્ષ હાજર થવાના છે. આ દિવસે દિલ્હીમાં વિશાળ શક્તિ પ્રદર્શન સિવાય કોંગ્રેસ દેશભરમાં પ્રદર્શન કરી શકે છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ કોંગ્રેસે તમામ સાંસદોને(Congress MP) 13 જૂનની સવારે એટલે કે ED સમક્ષ રાહુલ ગાંધીની હાજરી પહેલા પાર્ટી હેડક્વાર્ટર(Party headquarters) પહોંચવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંસદો સિવાય પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી સાથે ED ઓફિસ સુધી કૂચ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સોમવારે કોંગ્રેસ દિલ્હી સિવાય દેશભરમાં રસ્તા પર ઉતરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : ભારતમાં રફતાર પકડવા લાગ્યો કોરોના- આજે એક દિવસમાં 8 હજારથી વધુ કેસ આવ્યા સામે- જુઓ છેલ્લા 10 દિવસના આંકડા

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના(Corona) સંક્રમણને કારણે બુધવારે ED સમક્ષ હાજર થઈ શક્યા ન હતા. કોંગ્રેસના પ્રવક્તા(Congress spokesman) પવન ખેરાએ(pawan khera) કહ્યું કે અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ED સમક્ષ હાજર થવા માટે ત્રણ સપ્તાહનો સમય માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના(Money laundering) આરોપો હેઠળ પૂછપરછ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ મળ્યા પછી, કોંગ્રેસે મોદી સરકાર પર રાજકીય બદલો લેવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે મની લોન્ડરિંગના આરોપો પાયાવિહોણા છે.

June 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કોંગ્રેસ પાર્ટી ફરી સત્યાગ્રહને રસ્તે ચાલી- પણ હવે અંગ્રેજો સામે નહીં ઈડીના કાર્યાલય સામે સત્યાગ્રહ થશે- જાણો સમગ્ર મામલો

by Dr. Mayur Parikh June 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

નેશનલ હેરાલ્ડ કેસ(National herald case)માં ગાંધી પરિવાર બરાબરનું ફસાયું છે. સોનિયા ગાંધી(Sonia Gandhi) તેમ જ રાહુલ ગાંધી(Rahul Gandhi)ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)ની ઓફિસમાં હાજર થવાનું સમન્સ(summons)  બજાવવા માં આવ્યું છે. આ સંદર્ભે સોનિયા ગાંધીએ પ્રસ્તુત થવા માટે કેટલાક અઠવાડિયાનો સમય માંગ્યો છે. બીજી તરફ રાહુલ ગાંધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ને જવાબ આપવા કચેરીમાં જાય તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : ક્રીકેટ પ્રેમીઓ માટે દુખદ સમાચાર- ભારતનું વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું સપનું અધુરુ રહી ગયું- જાણો શું ચુકી ગયા

કોંગ્રેસ પાર્ટી(congress) ને ગાંધી પરિવાર (Gandhi Family)પર તૂટી પડેલી આ આફત સદતી નથી. એક સમયે અંગ્રેજો સામે સત્યાગ્રહ(Satyagrah) કરનાર કોંગ્રેસ પાર્ટીએ હવે મોદી સરકાર(Modi govt)દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના માધ્યમથી થઈ રહેલા કથિત અત્યાચાર સંદર્ભે સત્યાગ્રહ કરવાનો નિર્ણય લીધો છે. ૧૩ મી જુનના દિવસે રાહુલ ગાંધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)ના કાર્યાલય સમક્ષ હાજર થઇ શકે તેમ છે. આથી કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ભારત દેશની તમામ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસની બહાર સત્યાગ્રહ કરશે.

June 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ED એ જારી કર્યું નવું સમન્સ- હવે આ તારીખે પૂછપરછ માટે કોંગ્રેસ નેતાને બોલાવ્યા-જાણો શું છે કારણ 

by Dr. Mayur Parikh June 3, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

નેશનલ હેરાલ્ડ કેસમાં(National Herald case) કેન્દ્રીય તપાસ એજન્સી(Central Investigation Agency) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કોંગ્રેસ(Congress) નેતા રાહુલ ગાંધીને(Rahul Gandhi) નવેસરથી સમન્સ(Summons) જારી કર્યું છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ તેમને 13-14 જૂને હાજર થવા માટે બોલાવ્યા છે.

કારણ કે તેમણે નવી તારીખની માગ કરી હતી, હાલમાં તેઓ દેશની બહાર છે. 

અગાઉ EDએ રાહુલ ગાંધીને બે જૂનના રોજ હાજર થવા માટે કહ્યું હતું, પણ તે થઈ શક્યુ નહીં અને ત્યાર બાદ EDએ ફરી વાર સમન્સ જાહેર કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના અધ્યક્ષ બાદ હવે પાર્ટીના આ દિગ્ગજ નેતાને થયો કોરોના જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

June 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક