Tag: national institute of opening school

  • હેં ના હોય મુંબઈમાં આટલી સ્કૂલો ગેરકાયદે – BMC આપી ચેતવણી

    હેં ના હોય મુંબઈમાં આટલી સ્કૂલો ગેરકાયદે – BMC આપી ચેતવણી

    News Continuous Bureau | Mumbai

    સ્કૂલો ચાલુ થવાની તૈયારીમાં છે અને લોકો લાખો રૂપિયાની ફી આપીને પોતાના બાળકોનું સ્કૂલમાં એડમિશન(School admission) કરાવે છે ત્યારે તમારા બાળકનું જે સ્કૂલમાં એડમિશન લેવા માંગતા હોય તો પહેલા મુંબઈ મહાનગરપાલિકાની વેબસાઈટ(BMC Website) પર જઈન ચેક કરી લેજો કે તે શાળા સરકારની માન્યતા ધરાવે છે કે નહીં.

    મુંબઈમાં મોટી સંખ્યામાં બિનમાન્યતા પ્રાપ્ત શાળાઓ ગેરકાયદે ચાલી રહી છે. મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર મુંબઈની ગેરકાયદે શાળાઓની(Illiegal schools) યાદી બહાર પાડી છે. તેમ જ વાલીઓને તેમના બાળકોનાં એડમિશન આ શાળામાં નહીં લેવાની અપીલ પણ કરવામાં આવી છે.

    આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે શાળાઓમાં એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે. મુંબઈની અનેક સ્કૂલો સરકારની માન્યતા વગર ચાલી રહી છે અને વાલીઓ પાસેથી તગડી ફી વસૂલી રહી છે. આવી ગેરકાયદે શાળાઓમાં એડમિશન લઈને પસ્તાવાનો વખત આવે છે. તેથી પાલિકાના શિક્ષણ ખાતાએ(Department of Education) ગેરકાયદે શાળાઓની યાદી જાહેર કરી  છે.

    આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ખારના લાવી એપાર્ટમેન્ટમાં BMCના અધિકારીઓ ઓચિંતી વિઝિટ – આ કારણથી રહેવાસીઓનું ટેન્શન વધી ગયું

    પાલિકાએ ગયા વર્ષે પણ મુંબઈની ગેરકાયદે ૨૮૩ શાળાઓનાં નામ જાહેર કર્યા હતાં. તેમાંથી હવે ચાર શાળાઓને રાજ્ય સરકાર(State Government) દ્વારા મંજૂરી મળી ગઈ છે. તો ચાર શાળાને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપનિંગ સ્કૂલની(National institute of opening school) માન્યતા મળી ગઈ છે. તો ગયા વર્ષની યાદીમાં રહેલી ૧૧ શાળાઓ બંધ થઈ ગઈ છે. તે મુજબ આગામી શૈક્ષણિક વર્ષની સુધારિત યાદીમાં ૧૯ સ્કૂલને બાદ કરી નાખવામાં આવી છે. તો પાંચ નવી સ્કૂલના નામનો ઉમેરો થયો છે.