News Continuous Bureau | Mumbai
National Postal Week: ડાક ટિકિટ કોઈપણ રાષ્ટ્રની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાના સંવાહક છે. તેથી જ ડાક ટિકિટને નન્હા રાજદૂત કહેવામાં આવે છે. ઉપરોક્ત નિવેદન ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ ‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’ના પ્રસંગે અમદાવાદ જીપીઓમાં ( Ahmedabad GPO ) 8 ઓક્ટોબરે આયોજિત ફિલાટેલી દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વ્યકત કર્યા. આ પ્રસંગે વિવિધ શાળાના બાળકોએ ફિલાટેલી બ્યુરોની મુલાકાત લીધી હતી અને ટપાલ ટિકિટ વિશે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને ફિલાટેલી ડિપોઝીટ એકાઉન્ટ, માય સ્ટેમ્પ, દીન દયાલ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના, ઢાઈ અખર પત્ર લેખન સ્પર્ધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. માઈ સ્ટેમ્પ અંતર્ગત ડાક ટિકિટો પર હવે લોકોને ફોટો પણ હોઈ શકે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ ( Krishna Kumar Yadav ) જણાવ્યું કે એક નવીન પહેલ અંતર્ગત ડાક વિભાગ ( Postal Department ) વિવિધ શાળાઓમાં ફિલાટેલી ક્લબ ખોલી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓમાં ડાક ટિકિટ સંગ્રહની અભિરૂચિ પ્રત્યેની તેમની પ્રવૃતિ વિકસિત થઈ શકે. આથી વિદ્યાર્થીઓની શિક્ષણમાં પણ ફાયદો થશે. આ આર્થિક વર્ષમાં ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર માં અત્યાર સુધી 11 ફિલેટલી ક્લબ ખોલાયા છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે ફિલાટેલીને ‘કિંગ ઓફ હોબી અને હોબી ઓફ કિંગ’ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રસ રાખતાં વિવિધ વિષયો પર ડાક ટિકિટોનું સંગ્રહ કરી શકાય છે. સાથે જ તેમણે જણાવ્યું કે સંચારના બદલતા દોરમાં આજની યુવા પેઢી સોશિયલ મીડિયાને વધુ પ્રાથમિકતા આપી રહી છે, પરંતુ બાળકોને ફિલાટેલી સાથે નક્કી જ જોડાવું જોઈએ, આથી તેમના સામાન્ય જ્ઞાનમાં પણ વધારો થશે.

અમદાવાદ જીપીઓના ચીફ પોસ્ટમાસ્ટર શ્રી ગોવિંદ શર્માએ જણાવ્યું કે માત્ર 200 રૂપિયામાં ફિલાટેલી ડિપોઝિટ ( Philately Day ) એકાઉન્ટ ખોલીને ઘરે બેઠા ડાક ટિકિટો ( Postal stamps ) પ્રાપ્ત કરી શકાય છે. આ તરફ લોકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Indian Air Force Day: ભારતીય વાયુસેનાએ કરી 92મી વર્ષગાંઠની ઉજવણી, આ વાયુ સેના સ્ટેશન ખાતે થયું એક શાનદાર ઔપચારિક પરેડ અને અદભૂત હવાઈ પ્રદર્શન.
ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર ( National Postal Week ) શ્રી અલ્પેશ શાહે જણાવ્યું કે આ અવસર પર ઢાઈ અખર પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાઓના બાળકોએ ‘લેખન નો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્વ’ વિષય પર ઉત્સાહપૂર્વક પત્ર લખીને ભાગ લીધો.

આ પ્રસંગે અમદાવાદ જીપીઓ ના ચીફ પોસ્ટમાસ્ટર શ્રી ગોવિંદ શર્મા, ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર, જી.પી.ઓ શ્રી અલ્પેશ શાહ, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી વી. એમ. વહોરા, સહાયક નિર્દેશક શ્રી એમ. એમ. શેખ, સહાયક અધિક્ષક શ્રી રોનક શાહ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.





