Tag: navratri festival

  • Gujarat Navratri: ગુજરાત સરકાર નવરાત્રી મહોત્સવમાં નાગરિકોના આરોગ્યની લેશે વિશેષ દરકાર, ગરબા ખેલૈયાઓની આરોગ્ય સલામતી માટે કરશે આ ખાસ વ્યવસ્થા.

    Gujarat Navratri: ગુજરાત સરકાર નવરાત્રી મહોત્સવમાં નાગરિકોના આરોગ્યની લેશે વિશેષ દરકાર, ગરબા ખેલૈયાઓની આરોગ્ય સલામતી માટે કરશે આ ખાસ વ્યવસ્થા.

    News Continuous Bureau | Mumbai 

    Gujarat Navratri: ગુજરાતના સુપ્રસિદ્ધ નવરાત્રી પર્વ દરમિયાન માઈભક્તો-ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે. 

    આ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રી મહોત્સવ ( Navratri festival ) દરમિયાન રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ દ્વારા ઠેર-ઠેર માતાજીના ગરબા યોજવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ મોટી સંખ્યામાં માઈભક્તો રાસ-ગરબે ઝૂમીને માતાજીની આરાધના કરી શકે તે માટે ભવ્ય આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં આવી મોટી નવરાત્રીનું ( Navratri  ) આયોજન થયું હોય તેવા સ્થળો ખાતે રાજ્ય સરકાર ( Gujarat Government ) વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. 

    વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગરબાના ( Garba Players ) સમય દરમિયાન આયોજનના સ્થળે નાગરિકોના આરોગ્યને લગતા કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં તેમને ત્વરીત સારવાર પૂરી પાડવાના શુભ આશયથી મેડીકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે. આ એમ્બ્યુલન્સ કટોકટીના સમયે સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપીને દર્દીને બનતી ત્વારાએ હોસ્પિટલ સુધી પહોંચાડીને નાગરિકોની આરોગ્ય સલામતી ( Health Service ) સુનિશ્ચિત કરશે.

    આ સમાચાર પણ વાંચો : Swachhata Hi Seva 2024: કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે કૃષિ ભવન પરિસરમાં વિશેષ સ્વચ્છતા અભિયાનમાં લીધો ભાગ, આ વિભાગના અધિકારીઓએ લીધી સ્વચ્છતા પ્રતિજ્ઞા.

    આ ઉપરાંત રાજ્યના સામુહીક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે પણ ત્વરિત સારવાર માટે રાઉન્ડ ધ કલોક તબીબો સહિતનો મેડીકલ સ્ટાફ જરૂરી સુવિધાઓ સાથે ખડે પગે રહેશે, તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Gopal Shetty: સાંસદ ગોપાલ શેટ્ટીએ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને મુંબઈ શહેરમાં મોડી રાત સુધી નવરાત્રિની ઉજવણી કરવા પરવાનગીની વિનતી કરેલ છે

    Gopal Shetty: સાંસદ ગોપાલ શેટ્ટીએ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને મુંબઈ શહેરમાં મોડી રાત સુધી નવરાત્રિની ઉજવણી કરવા પરવાનગીની વિનતી કરેલ છે

    News Continuous Bureau | Mumbai 

    Gopal Shetty: સાંસદ શેટ્ટીએ પત્રમાં કહ્યું છે કે “મુંબઈ ( Mumbai ) શહેરમાં રાત્રે ૧૨ વાગ્યા સુધી સોસાયટીમાં નવરાત્રિ ઉત્સવ ( Navratri festival )  ઉજવવાની મંજૂરી ( permission ) આપવી જોઈએ. મુંબઈ શહેરની એકંદર પરિસ્થિતિ મુજબ, લોકો પોતાના વ્યવસાય ધંધા પૂર્ણ કર્યા પછી રાત્રે ૯ થી ૧૦ વાગ્યા સુધીમાં ઘરે પહોંચતા હોય છે. નવરાત્રિનો તહેવાર કાયદા મુજબ રાત્રે ૧૦ વાગ્યે બંધ થઈ જવાને કારણે ઘણા લોકો આ તહેવારનો લાભ લઈ શકતા નથી. મુંબઈ શહેરમાં અને ખાસ કરીને ઉપનગરોમાં મોટી સોસાયટીઓના રહેવાસીઓ નવરાત્રીની ઉજવણી કરે છે. અને તે નાગરિકો એવી અપેક્ષા રાખે છે કે મધરાત ૧૨ સુધી ઓછા ડેસિબલ અવાજમાં મંજૂરી આપવામાં આવે.”

       સાં.ગોપાલ શેટ્ટીને અનેક સોસાયટીના રહેવાસીઓના સંગઠનો તરફથી પત્રો મળ્યા છે અને તેને પણ પોતાના નિવેદન સાથે જોડ્યા છે. વધુમાં, સાં.ગોપાલ શેટ્ટીએ મંત્રીદ્વયને લખેલા તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે,

    “હું તમને સોસાયટી, રહેવાસી સંઘોના પ્રાંગણમાં નવરાત્રિ ઉત્સવને નિયમો અનુસાર ઓછા અવાજે ૧૨ વાગ્યા સુધી ઉજવવા માટે વિશેષ પરવાનગી આપવા વિનંતી કરું છું. 

      MP Gopal Shetty has written to Chief Minister Shri Eknath Shinde seeking permission to celebrate Navratri till late night in Mumbai
    MP Gopal Shetty has written to Chief Minister Shri Eknath Shinde seeking permission to celebrate Navratri till late night in Mumbai

     

    આ સમાચાર પણ વાંચો :  Nitin Gadkari: જેને વોટ આપવો હોય એ આપે, ન આપવો હોય તો ના આપે, પણ 2024માં નહીં કરું આ કામ: નીતિન ગડકરીનું મોટું એલાન..જાણો શું છે આ મામલો. વાંચો વિગતે અહીં..

    ૧૦ વાગ્યા સુધી કોમર્શિયલ નવરાત્રી ઉત્સવ ( Commercial Navratri festival ) બંધ કરલરાવો તે વ્યવહારુ છે કારણ કે તેઓ ખૂબ જ ઊંચા અવાજે ઉજવણી કરતા હોય છે.

      પરંતુ મને નથી લાગતું કે સોસાયટી વિસ્તારમાં ઓછા ડેસિબલ અવાજમાં ઉજવણી કરવામાં કોઈ વાંધો હોવો જોઈએ.”

    આ પત્ર દ્વારા માગણી કર્યાથી અનેક નાગરિકો અને ઈમારતમાં નાના પાયે નવરાત્ર ઉત્સવ ઉજવતા ખેલૈયાઓને મોદી રાત સુધી નવરાત્રી ઉજવવાની અનુમતીની આશા જાગી છે

  • સંસ્કારી વહુ અનુપમા અને દાંડિયા કવીન  ફાલગુની પાઠક ની જુગલબંધી-સ્ટેજ પર કર્યા ગરબા- જુઓ વિડીયો 

    સંસ્કારી વહુ અનુપમા અને દાંડિયા કવીન  ફાલગુની પાઠક ની જુગલબંધી-સ્ટેજ પર કર્યા ગરબા- જુઓ વિડીયો 

    News Continuous Bureau | Mumbai

    મુંબઈ સહિત દેશભરમાં નવરાત્રી પર્વની(Navratri festival) ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા પૂરજોશમાં ચાલી રહ્યા છે અને એમાં પણ ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકની(Garba Queen Falguni Pathak) વાત જ શું કરવી. એમાં પાછી ‘અનુપમા’(Anupamaa) ફેમ રૂપાલી ગાંગુલી(Rupali Ganguly) એ તેમાં ‘સોના માં સુગંધ’ ભેળવી હતી. અનુપમા સિરિયલ(Anupama serial) માં ડાન્સ એકેડેમી(Dance Academy) ચલાવનાર રૂપાલી ગાંગુલી ફાલ્ગુની પાઠક સાથે ગરબા કરવા પહુંચી હતી જ્યાં તેને દાંડિયા કવીન(Dandiya Queen) ફાલ્ગુની પાઠક સાથે ગરબા કર્યા હતા.’અનુપમા’ ની ડાન્સ શૈલી જોઈ ને ત્યાં ઉપસ્થિત ખેલૈયાઓ જોશ માં આવી ગયા હતા. 

    સોશિયલ મીડિયા(social media) પર રૂપાલી નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ફાલ્ગુની સાથે ટ્રેડિશનલ ડાન્સ સ્ટેપ્સ(Traditional Dance Steps) કરી રહી છે. પંડાલમાં આવીને રૂપાલી એ માતા રાણી ના દર્શન કર્યા અને તેની સફળતા માટે તેમનો આભાર માન્યો. આ પછી રૂપાલી એ પોતાની સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી લીધું હતું. તેને અનુપમા ના ફેમસ ડાયલોગ ‘મેં ઘૂમું ફીરુ,નાચું ગાઉં’ બોલી ને લોકો ને એન્ટરટેઇન કર્યા હતા. ત્યારબાદ અભિનેત્રી દાંડિયા કવીન ફાલ્ગુની પાઠક ના લેટેસ્ટ સોન્ગ ‘વાંસલડી વાગી રે’ પર ગરબા કરતી જોવા મળી હતી.રૂપાલી અને ફાલ્ગુનીનો આ ડાન્સ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જ્યાં એક તરફ ફાલ્ગુની ગીત ગાઈ રહી છે, તો રૂપાલી  ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે. 

    આ સમાચાર પણ વાંચો :  ફાલ્ગુની પાઠક ના રંગ માં રંગાયો રિતિક રોશન-અભિનેતા સાથેના તેના ડાન્સે ચાહકોને કર્યા પ્રભાવિત-જુઓ વિડીયો 

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રૂપાલી તેની સિરિયલ ‘અનુપમા’ ના શૂટિંગ માં વ્યસ્ત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૂપાલી ગાંગુલી શરૂઆતના તબક્કામાં ‘અનુપમા’ માટે પર એપિસોડ લગભગ 1.5 લાખ રૂપિયા લેતી હતી. પરંતુ શોની લોકપ્રિયતા વધ્યા બાદ રૂપાલી ગાંગુલીની ફી વધારીને 3 લાખ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં રૂપાલીએ કમાણીના મામલે ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા બાકીના કલાકારોને માત આપી દીધી છે.

     

  • ફાલ્ગુની પાઠક ના રંગ માં રંગાયો રિતિક રોશન-અભિનેતા સાથેના તેના ડાન્સે ચાહકોને કર્યા પ્રભાવિત-જુઓ વિડીયો 

    ફાલ્ગુની પાઠક ના રંગ માં રંગાયો રિતિક રોશન-અભિનેતા સાથેના તેના ડાન્સે ચાહકોને કર્યા પ્રભાવિત-જુઓ વિડીયો 

    News Continuous Bureau | Mumbai

    મુંબઈ સહિત દેશભરમાં નવરાત્રી પર્વની(Navratri festival) ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા(Garba) પૂરજોશમાં ચાલી રહ્યા છે અને ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકની(Garba Queen Falguni Pathak) વાત કરીએ તો શું કહેવું. ત્યારબાદ હૃતિક રોશન(Hrithik Roshan) તેમાં ‘સોને પે સુહાગા’ કરવા પહોંચી ગયો હતો. રિતિક રોશન પહેલા દુર્ગા પંડાલમાં પહોંચ્યો હતો, ત્યારબાદ તે ફાલ્ગુની પાઠક સાથે ગરબા કરતો જોવા મળ્યો હતો. ‘વિક્રમ વેધા(Vikram Vedha)’ ના અભિનેતાની આ અદમ્ય સ્ટાઈલ જોઈને યુઝર્સ પણ તેના દિવાના થઈ ગયા. રિતિક અને ફાલ્ગુની પાઠકે રવિવારે ગરબા ઈવેન્ટમાં(Garba event) ડાન્સ સ્ટેપ્સ કર્યા હતા. ગાયકે અભિનેતાને કેટલાક ગરબા સ્ટેપ(Garba Step) શીખવ્યા અને તેના કેટલાક હૂકસ્ટેપ્સ પણ કર્યા. 

    સોશિયલ મીડિયા(social media) પર રિતિક રોશનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ફાલ્ગુની સાથે ટ્રેડિશનલ ડાન્સ સ્ટેપ્સ(traditional dance steps) કરી રહ્યો છે. પંડાલમાં આવીને રિતિકે સૌથી પહેલા માતા રાણી ના દર્શન કર્યા અને તેમની ફિલ્મની સફળતા માટે તેમનો આભાર માન્યો. આ પછી રીતિકે પણ પોતાની સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી લીધું હતું. તેણે દરેકને શુભકામનાઓ પાઠવી હતી. રિતિક અને ફાલ્ગુનીનો ડાન્સ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જ્યાં એક તરફ ફાલ્ગુની ગીત ગાઈ રહી છે, તો રિતિક ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યો છે. રિતિક 'કહો ના પ્યાર હૈ' (Kaho na Pyar hai) તેમજ તેની અન્ય કેટલીક ફિલ્મોના ગીતો(Film songs) માટે હૂક સ્ટેપ્સ કરતો જોઈ શકાય છે. ‘વિક્રમ વેધા’ ના રિલીઝ થયા બાદ રિતિક નો  આ પહેલો વીડિયો છે, જેમાં તે જાહેરમાં ડાન્સ કરી રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો :  ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકા હવેથી કિંજલ દવે નહીં ગાઈ શકે આ ગીત- સેશન્સ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ- જાણો વિગતે 

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રિતિકની ફિલ્મ ‘વિક્રમ વેધા’ 30 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તે ગેંગસ્ટર વેધાના રોલમાં જોવા મળી શકે છે, જે ટોપ કોપ વિક્રમ (સૈફ અલી ખાન(Saif Ali Khan)) સાથે લડી રહ્યો છે. વિક્રમ વેધાનો બોક્સ ઓફિસ(box office) પ્રતિસાદ અત્યાર સુધી સારો રહ્યો છે. ફિલ્મે ત્રણ દિવસમાં 20 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

     

     

  • યાત્રીગણ કૃપયા ધ્યાન દે- વેસ્ટર્ન રેલવે દોડાવશે મુંબઈ-ગુજરાત વચ્ચે સુપરફાસ્ટ પૂજા સ્પેશિયલ ટ્રેન 

    યાત્રીગણ કૃપયા ધ્યાન દે- વેસ્ટર્ન રેલવે દોડાવશે મુંબઈ-ગુજરાત વચ્ચે સુપરફાસ્ટ પૂજા સ્પેશિયલ ટ્રેન 

    News Continuous Bureau | Mumbai

    નવરાત્રીના તહેવારમાં(Navratri Festival) મુસાફરોના(Commuters) ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ(Western Railway) મુંબઈ-ગુજરાત(Mumbai-Gujarat) વચ્ચે સ્પેશિયલ ટ્રેન(Special train) દોડાવી રહી છે, જેમાં ઉધના-બાંદ્રા ટર્મિનસ,(Udhana-Bandra Terminus) બાંદ્રા ટર્મિનસ-અજમેર(Bandra Terminus-Ajmer), સુરત-બાંદ્રા ટર્મિનસ(Surat-Bandra Terminus), બાંદ્રા ટર્મિનસ-ભુજ  અને બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર પૂજા વિશેષ ટ્રેનનો સમાવેશ થાય છે.

    પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

    1) ટ્રેન નં. 09032 ઉધના – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ

    ટ્રેન નં. 09032 ઉધના – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 1લી ઓક્ટોબર 2022 શનિવારના રોજ ઉધનાથી 15.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 19.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં વલસાડ, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

    2) ટ્રેન નં. 09035/09036 બાંદ્રા ટર્મિનસ – અજમેર-બોરીવલી સુપરફાસ્ટ સ્પેશિયલ

    ટ્રેન નં. 09035 બાંદ્રા ટર્મિનસ – અજમેર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી શનિવાર, 01 ઓક્ટોબર 2022ના રોજ 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.05 કલાકે અજમેર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09036 અજમેર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અજમેરથી રવિવાર, બીજી  ઓક્ટોબર 2022ના રોજ 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે બોરીવલી પહોંચશે. આ ટ્રેન વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ અને બેવર સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. ટ્રેન નં. 09035 પણ બોરીવલી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

    આ સમાચાર પણ વાંચો :   ઠંડા ઠંડા-કૂલ કૂલ-પશ્ચિમ રેલવે આવતીકાલથી વધુ 31 એસી લોકલ સેવાઓ દોડાવશે- બહાર પાડ્યું નવું ટાઈમ ટેબલ- જાણો ટ્રેનોનો પૂરો શેડ્યુલ અહીં 

    3) ટ્રેન નં. 09044 સુરત – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ

    ટ્રેન નં. 09044 સુરત – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 01 ઓક્ટોબર 2022 ના રોજ શનિવારે સુરતથી 18.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં વલસાડ, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

    4) ટ્રેન નં. 09415/09416 બાંદ્રા ટર્મિનસ – ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ

    ટ્રેન નં. 09415 બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી શનિવાર, 01 ઓક્ટોબર 2022ના રોજ 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.15 કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09416 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ભુજથી સોમવાર, 3જી ઓક્ટોબર 2022ના રોજ 13.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.40 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, સામખિયાળી અને ગાંધીધામ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

    5) ટ્રેન નં. 09043 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સ્પેશિયલ

    ટ્રેન નં. 09043 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી મંગળવાર, 4 ઓક્ટોબર 2022ના રોજ 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.05 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

    ટ્રેન નંબરનું બુકિંગ 09032, 09035, 09044, 09415, 09416 અને 09043 PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર 30મી સપ્ટેમ્બર, 2022થી ખુલશે. હોલ્ટના સમય અને કમ્પોઝિશન(composition) સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

    આ સમાચાર પણ વાંચો :  નવરાત્રીના ઉપવાસ દરમિયાન કરવાના છો પ્રવાસ- તો કરો આ નંબર પર કોલ- ટ્રેનમાં મળશે ફરાળી થાળી- જાણો શું છે મેનુમાં 

  • મુંબાદેવી મંદિર પ્રશાસનના હિન્દી ભાષાના ઉપયોગથી મરાઠી એકીકરણ સમિતિ રોષે ભરાઇ- આપી દીધી આ ચીમકી- જાણો વિગતે 

    મુંબાદેવી મંદિર પ્રશાસનના હિન્દી ભાષાના ઉપયોગથી મરાઠી એકીકરણ સમિતિ રોષે ભરાઇ- આપી દીધી આ ચીમકી- જાણો વિગતે 

    News Continuous Bureau | Mumbai

     હાલમાં નવરાત્રિનો(Navratri) તહેવાર(festival) ચાલી રહ્યો છે. આ નવરાત્રિ પર્વ દરમિયાન મુંબઈના આરાધ્ય દેવતા એવાં મુંબાદેવી મંદિરના(Mumbadevi temple) વિસ્તારમાં નવરાત્રિ પર્વ નિમિત્તે અનેક બેનરો લગાવવામાં આવ્યાં છે. આ બેનરો હિન્દી ભાષામાં(Banners in Hindi language) લગાવવામાં આવ્યાં છે. તેથી મરાઠી એકીકરણ સમિતિએ(Marathi Integration Committee) આ બેનર સામે વાંધો ઉઠાવ્યો છે. 

    મીડિયા અહેવાલ મુજબ સમિતિનું કહેવું છે કે રાજ્યમાં મરાઠી ભાષાનો વપરાશ ફરજિયાત બનાવ્યો હોવા છતાં આ નિયમ કાગળ પર જ રહ્યો છે. સમિતિએ આ મુદ્દે આંદોલન(agitation) કરવાની ચેતવણી પણ આપી છે.

    મરાઠી એકીકરણ સમિતિ કહે છે કે ભાષાકીય હુમલો (linguistic attack) પુરજાેશમાં છે. અમે કહીએ છીએ કે અમારા શહેરનું નામ ભવાનીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેને મુમ્બા-આઈ કહેવાય છે, એ જ મંદિરના ટ્રસ્ટીઓને મરાઠી ભાષા નથી જોઈતી. તો મરાઠી ભાષા, કાયદા, નિયમોનો ઉપયોગ માત્ર કાગળ પર કેમ?

    આ સમાચાર પણ વાંચો : નવલી નવરાત્રિનો આજે પાંચમો દિવસ – આજના પાવન દિવસે કરો જગત જનની ઉમિયા માતાના દર્શન લાઈવ

    મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી એકીકરણ સમિતિના દક્ષિણ મુંબઈના પ્રમુખ અતિક્રમણ કરાયેલ બીજી ભાષાના બોર્ડ (હિન્દી, ગુજરાતી) ઉતારી લેવાં જાેઈએ અને મરાઠી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો મરાઠી એકીકરણ સમિતિ સંગઠને અહીં વિરોધ કરવો પડશે. 

    મુંબાદેવી મંદિરના પ્રશાસને આ આક્ષેપનો જવાબ આપતા કહ્યું હતું કે મરાઠી ભાષાના ગૌરવને(pride of Marathi language) જાળવી રાખવા અને ભાષાના સંવર્ધન માટે રાજ્યભરમાં અનેક પ્રયાસો કરવામાં આવે છે. જોકે ઘણી જગ્યાએ મરાઠીને બદલે અન્ય ભાષાઓનો વ્યાપક ઉપયોગ થાય છે. મહારાષ્ટ્ર જેવા આ મરાઠી રાજ્યમાં આ ખોટું છે. મુંબઈમાં ઘણી જગ્યાએ આ સ્થિતિ છે. તેથી રાજ્ય સરકાર(State Govt) માટે યોગ્ય નીતિનું આયોજન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, એમ મરાઠીભાષી વિદ્વાનો(Marathi-speaking scholars) કહે છે.

     

  • એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણેમાં શિવસૈનિકોનું મનોબળ વધારવા રશ્મિ ઠાકરે મેદાનમાં- નવરાત્રીમાં કરશે આ કામ

    એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણેમાં શિવસૈનિકોનું મનોબળ વધારવા રશ્મિ ઠાકરે મેદાનમાં- નવરાત્રીમાં કરશે આ કામ

    News Continuous Bureau | Mumbai

    થાણેમાં(Thane) એકનાથ શિંદનું (Eknath Shinde) વર્ચસ્વ છે ત્યારે શિવસેનાએ(Shiv Sena) હવે થાણેમાં થોડા-ઘણા વધેલા શિવસૈનિકોનું(Shiv Sainiks) મનોબળ વધારવા હવે રશમી ઠાકરેને(Rashmi Thackeray) મેદાનમાં ઉતાર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના (Shiv Sena President Uddhav Thackeray) પત્ની રશ્મી ઠાકરે આજે થાણેમાં નવરાત્રી મહોત્સવમાં(Navratri festival) હાજરી આપવાના છે.

    શિવસેનાના નેતા સ્વર્ગસ્થ આનંદ દિઘેએ(Anand Dighe) થાણેના ટેંભી નાકા ખાતે જય અંબે દેવીની સ્થાપના કરી હતી. આ સ્થળે દર વર્ષે નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે. આ જય અંબે દેવી  ઉત્સવમાં(Jai Ambe Devi festival) મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ભાગ લેતા હોય છે. ત્યારે હવે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે આ વર્ષે એકનાથ શિંદેના આ દેવીના દર્શન કરશે એવા અહેવાલ છે.

    આ સમાચાર પણ વાંચો :  લ્યો બોલો- ભાજપના આ સાંસદને વેપારીએ લગાવ્યો રુ 3-25 કરોડનો ચૂનો- છેતરાયા હોવાનુ ભાન થતા નોંધાવી પોલીસ ફરિયાદ- જાણો વિગતે 

    રશ્મિ ઠાકરે આજે થાણેમાં જય અંબે નવરાત્રી મહોત્સવની(Navratri festival) મુલાકાત લેવાના છે. તેમના દ્વારા આરતી કરવામાં આવવાની છે.

    એક તરફ ભાજપે(BJP) ઠેર ઠેર મરાઠી દાંડિયાનું(Marathi Dandiya) આયોજન કરીને લોકોનો પોતાની તરફ આર્કષવાના પ્રયાસમાં લાગી ગઈ છે ત્યારે શિવસેનાએ પણ રશ્મી ઠાકરેને મેદાનમાં ઉતાર્યા છે. જે હેઠળ રશ્મિ ઠાકરે નવરાત્રી ઉત્સવ માટે થાણે સહિત  મુંબઈમાં પણ અનેક જગ્યાએ હાજરી આપવાના છે. તેથી ઠાકરે-શિંદે જૂથ નવરાત્રોત્સવ દરમિયાન ફરી આમને-સામને આવશે તેવી ચર્ચા છે.

     

  • નવરાત્રોત્સવમાં મહિલાઓના આરોગ્યને લઈને મહારાષ્ટ્ર સરકારે કરી આ મહત્વની જાહેરાત- મહિલાઓને મળશે આ લાભ

    નવરાત્રોત્સવમાં મહિલાઓના આરોગ્યને લઈને મહારાષ્ટ્ર સરકારે કરી આ મહત્વની જાહેરાત- મહિલાઓને મળશે આ લાભ

    News Continuous Bureau | Mumbai

    નવરાત્રોત્સવ(Navratri festival) માતાની ભક્તિ અને શક્તિનો(Mother's devotion and strength) તહેવાર ગણાય છે. ત્યારે નવરાત્રીના પર્વ નિમિત્તે મહારાષ્ટ્ર સરકાર(Government of Maharashtra) દ્વારા મહિલાઓ માટે વિશેષ અભિયાન(special campaign) ચલાવવામાં આવનાર છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(Chief Minister Eknath Shinde) તેની જાહેરાત કરી છે.

    સોમવારથી શરૂ થયેલા શારદીય નવરાત્રી(Shardiya Navratri) પર્વ નિમિત્તે રાજ્યના આરોગ્ય વિભાગ(State Health Department) દ્વારા 'માતા સુરક્ષિત તો ઘર સુરક્ષિત' આ વિશેષ અભિયાન અમલમાં મૂકવામાં આવશે. 26 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર સુધી ચાલનાર, આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ઘરની માતાઓને સ્વસ્થ રાખવા, તેમના સ્વાસ્થ્ય વિશે સમાજને જાગૃત અને સંવેદનશીલ બનાવવાનો છે.

    આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસ માટે એક સાંધે તેર તૂટે જેવા હાલ- રાજસ્થાનમાં પક્ષમાં આંતરિક ધમાસણ- કોંગ્રેસના આ નેતાઓને આવ્યું દિલ્હીનું તેડું

    આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યની તમામ માતાઓ અને બહેનોએ તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવવા અનુરોધ કર્યો છે.  જાહેર આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં 'માતા સુરક્ષિત તો ઘર સુરક્ષિત' અભિયાનનો અમલ કરવામાં આવનાર છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સવારે 9 થી 2 દરમિયાન 18 વર્ષથી ઉપરની મહિલાઓ, માતાઓનું  ચેકઅપ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે એ પણ માહિતી આપી છે કે તેમાં રક્ત તપાસણી, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓના નવા બેંક ખાતા ખોલવા, સગર્ભા માતાઓ માટે આધાર કાર્ડ લિંક કરવાનો સમાવેશ થાય છે.
     

  • ભારે વરસાદ અને પ્લાસ્ટિકના ફૂલોનો લાગ્યો અસલી ફૂલોને ફટકો- નવરાત્રીમાં જાણો શું છે દાદર ફૂલની બજારના હાલ

    ભારે વરસાદ અને પ્લાસ્ટિકના ફૂલોનો લાગ્યો અસલી ફૂલોને ફટકો- નવરાત્રીમાં જાણો શું છે દાદર ફૂલની બજારના હાલ

    News Continuous Bureau | Mumbai

    આજથી નવરાત્રોત્સવનો(Navratri festival) આરંભ થઈ રહ્યો છે. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે ત્યારે મુંબઈના દાદર ફ્લાવર માર્કેટમાં(Dadar Flower Market) ઘટસ્થાપનાને કારણે ગ્રાહકોની ભીડ જામી છે. પરંતુ રાજ્યમાં ભારે વરસાદની(heavy rain) ફૂલ બજાર પર મોટી અસર જોવા મળી રહી છે. ઓછું હોય તેમ પ્લાસ્ટિકના ફૂલોએ(Plastic flowers) પણ અસલી ફૂલોની ડીમાન્ડને જબરી અસર પહોંચાડી છે.

    કોરોના મહામારીના(Corona epidemic) બે વર્ષ બાદ આ વખતે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તેથી બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભીડ પણ છે, પરંતુ ફૂલોના માલની આવકમાં ભારે ઘટાડો થયો છે. જે ફૂલો આવી રહ્યા છે તે ભીના હોવાથી વેપારીઓ (merchants) પરેશાન છે. ગ્રાહકો છે, પરંતુ માલ સારી ક્વોલિટીનો નથી.

    આ સમાચાર પણ વાંચો : રવિવારે બહાર ફરવા જવાના છો- તો વાંચો આ સમાચાર – રેલવેએ આ લાઈન પર રાખ્યો છે પાંચ કલાકનો મેગા બ્લોક

    બીજી તરફ બજારમાં ફૂલોના ભાવમાં પણ ખાસ મોટો વધારો જણાતો નથી. ફૂલોના દર પણ સામાન્ય છે. ગલગોટા 50 થી 80 રૂપિયા પ્રતિ કિલો, અષ્ટર 80 રૂપિયા પ્રતિ કિલો, જાસવંતી શેવંતી 60 થી 120 રૂપિયા પ્રતિ કિલો, ગુલ:ડી 240 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. આજે બજારમાં વેણીની વધુ માંગ છે તે બજારમાં 160 થી 200 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે છે.

    રાજ્યના અનેક જિલ્લામાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે, તેથી તેની અસર ફૂલોને પણ થઈ છે. ભીનો માલ બજારમાં આવતો હોવાથી, સૂકા ફૂલોની સરખામણીમાં ફૂલોના અપેક્ષિત ભાવ મળતા નથી. તદુપરાંત, બજારમાં પ્લાસ્ટિકના ફૂલોને પણ અસર થઈ હોવાનું વેપારીઓનું કહેવું છે.