• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - naxalites - Page 2
Tag:

naxalites

Gadchiroli Naxal 3 Naxalites killed in encounter with police in Maharashtra's Gadchiroli
રાજ્યMain PostTop Post

Gadchiroli Naxal : ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 3 ઠાર; મોટી માત્રામાં સંદિગ્ધ વસ્તુઓ મળી

by kalpana Verat May 13, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gadchiroli Naxal : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષાદળોને નક્સલીઓ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. અહીં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા છે.એટલું જ નહીં પોલીસે તેમની પાસેથી ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે.

Gadchiroli Naxal : અંધાધૂંધ ગોળીબાર નો આપ્યો  જબડાતોડ જવાબ

મીડિયા રિપોર્ટ મુજબ સવારે બાતમી માહિતી મળી હતી કે પેરીમીલી દલમના કેટલાક સભ્યો વર્તમાન TCOC સમયગાળા દરમિયાન વિધ્વંસક પ્રવૃત્તિઓને અંજામ આપવાના ઉદ્દેશ્યથી ભામરાગઢ તાલુકાના કટરાંગટ્ટા ગામ નજીકના જંગલ વિસ્તારમાં પડાવ નાખી રહ્યા છે. એટલે ગઢચિરોલી પોલીસની વિશેષ લડાયક શાખા C-60 કમાન્ડોની બે ટુકડીઓને તુરંત જ વિસ્તારની શોધખોળ માટે મોકલવામાં આવી હતી જ્યારે ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે નક્સલવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો  જેનો C60 ટીમોએ જબડાતોડ જવાબ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : શું રાહુલ ગાંધી બંધાશે લગ્નના બંધનમાં ? રાયબરેલીની સભામાં મંચથી કર્યું આ મોટું એલાન; જુઓ વિડિયો

Gadchiroli Naxal : ઘટના સ્થળ પરથી ત્રણ ઓટોમેટિક હથિયારો મળી આવ્યા

ગોળીબાર બંધ થયા બાદ વિસ્તારની શોધખોળ કરવામાં આવી હતી અને એક પુરુષ અને બે મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા.આ ઉપરાંત ફાયરિંગ સ્થળ પરથી ત્રણ ઓટોમેટિક હથિયારો – 1 AK47, 1 કાર્બાઇન અને 1 INSAS, નક્સલવાદી સાહિત્ય અને વસ્તુઓ પણ મળી આવી છે. મૃતદેહો મુખ્યત્વે ડીવીસીએમ વાસુ, પેરીમીલી દલમના પ્રભારી અને કમાન્ડરના છે. અન્ય સભ્યોની ઓળખ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં વધુ સર્ચ અને નક્સલ વિરોધી ઓપરેશન ચાલુ છે.

ઉલેખનીય છે કે પોલીસે નક્સલવાદીઓ વિરુદ્ધ સઘન અભિયાન શરૂ કર્યું છે. ગયા મહિને પણ રાજ્ય પોલીસ અને સુરક્ષા જવાનો દ્વારા એન્કાઉન્ટરમાં 36 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

May 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
AC Government Of India AC government furor in Gadchiroli; Conducting elections is a challenge for the government.. Police registered a crime.
રાજ્ય

AC Government Of India : ગડચિરોલીમાં એસી સરકારનો હોબાળો; ચૂંટણી યોજવી એ સરકાર માટે પડકાર છે.. પોલીસે ગુનો નોંધ્યો..

by Bipin Mewada April 17, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai 

AC Government Of India : દેશમાં હાલ સર્વ તરફ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ત્યારે રાજ્યના સૌથી સંવેદનશીલ બેઠકો પૈકીની એક ગઢચિરોલીમાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થવા જઈ રહ્યું છે, પરંતુ અહીં ચૂંટણી યોજવી સરકાર માટે પડકાર રુપ બની ગયું છે. તેનું કારણ એસી સરકાર છે, જેણે પોતાને સમાંતર સરકાર જાહેર કરી છે. આ સંગઠનને નક્સલવાદીઓનું નવું સ્વરૂપ માનવામાં આવે છે. આ સંગઠનને હાલ ચાલી રહેલી  લોકસભા ચૂંટણીમાં કોઈ વિશ્વાસ નથી. 

જો કે છેલ્લા ચાર વર્ષમાં જિલ્લામાં માઓવાદીઓનું નેટવર્ક નબળું પડ્યું છે, પરંતુ આ ચૂંટ ણીને જોતા પોલીસ દળને છત્તીસગઢ સરહદેથી ( Chhattisgarh border )  નક્સલવાદીઓના પ્રવેશની શક્યતા દેખાઈ રહી છે. દરમિયાન, નાસિક-ડાંગ સરહદ પર વર્ચસ્વ ધરાવતું અસંતુષ્ટ જૂથ ભારતીય એસી સરકાર જુથ ગઢચિરોલીમાં ( Gadchiroli ) હવે પ્રવેશ્યું છે. આ સામે પહેલો કેસ એટાપલ્લી ગામના પીપલી બારગોન ગામમાં નોંધાયો હતો. સીપીઆઈ-માઓવાદીઓ ( Maoists ) અથવા નક્સલવાદીઓએ ગઢચિરોલીમાં મતદાનનો વિરોધ કર્યો હતો. જે છત્તીસગઢના 5, તેલંગાણાના 3 અને મહારાષ્ટ્રના 3 જેવા 11 જિલ્લાઓની સરહદ ધરાવે છે. આ વર્ષે આ કોઈ પહેલીવાર અહીંના કોઈ ગામમાં નક્સલવાદીઓ ચૂંટણીનો બહિષ્કાર કરતી પત્રિકા કે બેનર જોવા મળ્યા નથી.

AC Government Of India : હાલ ગઢચિરોલીના યુવાનોમાં નક્સલવાદીઓનો પ્રભાવ ઓછો થયો છે..

દરમિયાન, આ પરિસરમાં નક્સલવાદીઓની ( Naxalites ) ગતિવિધિઓ રેકોર્ડ કરતા સ્વિફ્ટ ડ્રોનના કારણે અહીંનું પોલીસ તંત્ર નક્સલવાદીઓની ગતિવિધિઓ રેકોર્ડ કરવામાં સક્ષમ છે. જો કે, એટાપલ્લી તાલુકાના પિપલી બુર્ગી પોલીસ સ્ટેશન અને તેના સાથીદારો વિરુદ્ધ કલમ 505 (1) (w) અને કલમ 135 હેઠળ સરકારી કામમાં અવરોધ ઉભો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસનો આરોપ છે કે આ જૂથ એવો પ્રચાર કરી રહ્યું છે કે અમે જ ભારત સરકાર ( Indian Govt ) આ જમીનના માલિક છીએ અને તેથી અમે દેશમાં બીજી ભારત સરકારનું સન્માન કરતા નથી. તેથી પોલીસે તેમની સામે સ્થાનિક લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવા અને મતદાન પ્રક્રિયામાં અવરોધ લાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  South Mumbai Lok Sabha Constituency: મુંબઈના દક્ષિણ બેઠક પરથી ભાજપ વત્તી મંગલ પ્રભાત લોઢા બન્યા મુખ્ય દાવેદાર, સત્તાવાર જાહેરાતની રાહ..

હાલ ગઢચિરોલીના યુવાનોમાં નક્સલવાદીઓનો પ્રભાવ ઓછો થયો છે. જો કે, હવે અહીંના આદિવાસી યુવાનોમાં અસ્મિતાવાદી ચળવળ વેગ પકડી રહ્યું છે. રાજસ્થાનની સરહદે આવેલા પહાડો ગામમાં એસી ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા ગ્રુપના આદિવાસી સભ્યો પણ આ જ વિચાર વ્યક્ત કરી રહ્યા છે.

April 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chhattisgarh Anti Naxal Operation Biggest operation in 10 years in Chhattisgarh, 29 naxalites killed, number likely to increase report..
રાજ્ય

Chhattisgarh Anti Naxal Operation: છત્તીસગઢમાં 10 વર્ષમાં સૌથી મોટું ઓપરેશન, 29 નક્સલવાદી માર્યા ગયા, આંકડો વધવાની શક્યતાઃ રિપોર્ટ..

by Bipin Mewada April 17, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai 

Chhattisgarh Anti Naxal Operation: છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે શરૂ કરાયેલા અભિયાનના ભાગ રૂપે, સુરક્ષા દળોએ મંગળવારે (16 એપ્રિલ) ના રોજ સૌથી મોટી કાર્યવાહી કરી અને કાંકેર વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં 29 નક્સલવાદીઓને માર્યા ગયા હતા. આ તમામ માઓવાદીઓના મૃતદેહ પણ મળી આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી આ આંકડો વધી શકે છે. 

આ અથડામણમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ ( BSF ) ના બે જવાનો અને રાજ્ય પોલીસના એક ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના જવાનો સહિત ત્રણ સુરક્ષા કર્મચારીઓને પણ ઈજાઓ થઈ હતી. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, જો માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા 30ને પાર કરે છે, તો તે છેલ્લા 10 વર્ષમાં ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ સૌથી મોટું ઓપરેશન ( Anti Naxal Operation ) હશે. અગાઉ ગ્રેહાઉન્ડ કમાન્ડોએ 2016માં એક ઓપરેશનમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. 2021 માં અન્ય એક ઓપરેશનમાં, ટોચના નક્સલવાદી નેતા મિલિંદ તેલતુમ્બડે 25 અન્ય લોકો સાથે માર્યા ગયા હતા.

Chhattisgarh Anti Naxal Operation: આ પહેલું ઓપરેશન હશે જેમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો..

જો કે, આ પહેલું ઓપરેશન હશે જેમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓનો ( Naxalites ) ખાત્મો કરવામાં આવ્યો હતો અને સુરક્ષા દળો તરફથી કોઈ જાનહાનિ થઈ નથી. 16 એપ્રિલે કાંકેર જિલ્લાના છોટાબેટીયા પોલીસ સ્ટેશન બોર્ડર વિસ્તારમાં કાંકેર ડીઆરજી અને બીએસએફની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. “બપોરે 2 વાગ્યે, છોટાબેટીયા પોલીસ સ્ટેશન વિસ્તારના બીનાગુંડા-કોરાગુટ્ટા જંગલો પાસે માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો.”

આ સમાચાર પણ વાંચો : Postal Court: ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

એનકાઉન્ટર પછી, વિસ્તારની તપાસ કરવામાં આવી હતી અને સ્થળ પરથી 29 નક્સલવાદીઓના મૃતદેહ, એકે 47 રાઇફલ્સનો વિશાળ જથ્થો, INSAS, SLR/કાર્બાઇન, 303 રાઇફલ્સ અને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. ઓપરેશનમાં ત્રણ સૈનિકો પણ ઘાયલ થયા છે પરંતુ તેઓ ખતરાની બહાર છે.

અત્યાર સુધીમાં 3 SLR, 1 AK-47, 2 પિસ્તોલ અને 2 INSAS રિકવર કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, ટોચના બે નક્સલવાદી જેમના માથા પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું તે પણ ઓપરેશનમાં માર્યા ગયા હતા. આ વિસ્તારમાં નક્સલ વિરોધી સૌથી મોટા ઓપરેશનમાંથી એક છે. આ એન્કાઉન્ટર પછી, આ વર્ષે અત્યાર સુધીમાં, કાંકેર સહિત સાત જિલ્લાના બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો ( security forces )  સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 79 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

April 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Naxal killed Big operation done. 18 naxalites were killed. One of them had a prize of 25 lakhs. Know the details.
રાજ્ય

Naxal killed : મોટું ઓપરેશન થયું. 18 નક્સલવાદીઓ ઠાર મરાયા. એકના માંથી 25 લાખનું ઇનામ હતું. જાણો વિગત.

by Hiral Meria April 16, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

Naxal killed: ટોચનો નક્સલવાદી શંકર રાવ ( Shankar Rao ) માર્યો ગયો છે. આ નક્ષલવાદી પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું. બોર્ડર સિક્યુરિટી કોર્સ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ દ્વારા છત્તીસગઢના ( Chhattisgarh ) કાકેર ખાતે એક મોટું ઓપરેશન પાર પડાયું હતું. આ ઓપરેશનમાં ત્રણ જવાન પણ ઘાયલ થયા છે. ઘાયલ જવાનું ને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જે નક્સલવાદીઓ ( Naxalites ) મૃત્યુ પામ્યા છે તેમની પાસેથી સાત એકે ફોર્ટી સેવન રાઇફલ ત્રણ મશીન ગન રિકવર કરવામાં આવી છે. આમ ચૂંટણી પહેલા એક મોટું નક્સલ ઓપરેશન ( Naxal operation ) પાર પડ્યું છે 

આ સમાચાર પણ વાંચો : Mumbai News: મલાડ માં આગ ફાટી નીકળી, આઠ સિનિયર સિટીઝન દાઝી ગયા.

April 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Early morning encounter in Gadchiroli, police killed 4 naxalites.. know details..
રાજ્યMain PostTop Post

Maharashtra: ગઢચિરોલીમાં વહેલી સવારે એન્કાઉન્ટર, પોલીસે 4 નક્સલવાદીઓને ઠાર માર્યા.

by Bipin Mewada March 19, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Maharashtra: ભારતમાં થોડા દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે. આ માટે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, ચૂંટણી દરમિયાન સુરક્ષા દળો સામેના પડકારોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સમાચાર આવી રહ્યા છે કે નક્સલવાદીઓ લોકસભા ચૂંટણી દરમિયાન મોટી ખલેલ પહોંચાડવાની તૈયારી કરી રહ્યા છે. આ ક્રમમાં ગઢચિરોલીમાં મહારાષ્ટ્ર પોલીસની કમાન્ડો ટીમ અને નક્સલવાદીઓ વચ્ચે એક મોટું એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં 4 નક્સલવાદી માર્યા ગયા હતા. 

 લોકસભાની ચૂંટણીમાં ( Lok Sabha Election 2024 ) ખલેલ પહોંચાડવાનું આયોજન..

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, લોકસભાની ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાના આયોજનના ભાગરૂપે નક્સલવાદીઓ ( Naxalites ) તેલંગાણા સરહદ પાર કરીને ગઢચિરોલીમાં ( Gadchiroli ) પ્રવેશ કરી રહ્યા હતા. દરમિયાન મહારાષ્ટ્ર પોલીસના C60 કમાન્ડોને ગઢચિરોલીના જંગલમાં આ અંગેની માહિતી મળી હતી. કમાન્ડો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી મુઠભેડમાં 4 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : Narayana Murthy: નારાયણ મૂર્તિએ 4 મહિનાના પૌત્રને 15 લાખ શેર ભેટમાં આપ્યા: પૌત્ર બન્યો કરોડપતિ.

મળતી માહિતી મુજબ માર્યા ગયેલા નક્સલવાદીઓ પર 36 લાખ રૂપિયાનું ઈનામ હતું. એન્કાઉન્ટર ( Encounter ) બાદ જંગલમાંથી 4 નક્સલીઓના મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે. તેમજ તેમની પાસેથીએક એકે 47 કાર્બાઈન, 2 દેશી પિસ્તોલ અને નક્સલવાદી સાહિત્ય પણ મળી આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા હજુ પણ જંગલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

 

March 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Leaders of Naxals were also involved in the farmers' movement in Delhi last year.. Now there is strong evidence
દેશ

Naxal in Farmers Protest : દિલ્હીમાં ગયા વર્ષે થયેલા ખેડૂતોના આંદોલનમાં નક્સલીઓના નેતા પણ સામેલ.. હવે મળ્યા પુખ્તા પુરાવા.

by Bipin Mewada February 16, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Naxal in Farmers Protest : દિલ્હીમાં ગયા વર્ષે ખેડૂતોના વિરોધ આંદોલનમાં નક્સલીઓ અને માઓવાદીઓએ ( Maoists ) પણ ઘૂસણખોરી કરી હોવાનું હવે સ્પષ્ટ થઈ ગયું છે. છેલ્લા ખેડૂતોના આંદોલનમાં નક્સલવાદીઓ અને માઓવાદીઓ સામેલ હતા અને તેઓએ પણ આંદોલનનું નેતૃત્વ કર્યું હોવાના. હવે પુખ્તા પુરાવાઓ બહાર આવ્યા છે. તે સમયે ગુપ્તચર એજન્સીઓએ એક ગોપનીય અહેવાલ આપ્યો હતો કે ગયા વર્ષે દિલ્હીમાં ખેડૂતોના આંદોલનમાં નક્સલવાદીઓ અને માઓવાદીઓ ઘુસ્યા હતા. જો કે, તે સમયે ઘણા લોકોએ દાવો કર્યો હતો કે નક્સલવાદીઓ અને માઓવાદીઓ ખેડૂતોના આંદોલનમાં જોડાયા નથી, તે ગુપ્તચર એજન્સીઓનો માત્ર પ્રચાર હતો. જો કે હવે નક્સલવાદીઓએ પોતે જ ખેડૂતોના આંદોલનમાં તેમના માણસો હોવાનો મજબૂત પુરાવો આપ્યો છે. 

કિસાન મોરચાના ( Kisan Morcha ) એક નેતાએ છેલ્લા ખેડૂત આંદોલનમાં પણ ભાગ લીધો હતો. આ નેતા નક્સલવાદીઓ ( Naxalites ) અને માઓવાદીઓની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવમાં કામ કરતો હતો. જો કે, તે નક્સલવાદીઓની અપેક્ષા મુજબ આંદોલનને વધુ ઉગ્ર બનાવી શક્યો ન હતો, એટલે કે તે સમયે આંદોલન દરમિયાન હિંસા ફેલાવી શક્યો ન હતો. જે પછી આ ખેડૂત નેતાને નક્સલવાદીઓની કાર્યકારી સમિતિમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. નક્સલવાદીઓની સેન્ટ્રલ કમિટીએ પોતે જાન્યુઆરી મહિનામાં એક પત્રિકા બહાર પાડીને આ ખેડૂત નેતા અને કેટલાક અન્ય સાથીઓને તેના પદ પરથી બરતરફ કરવાની માહિતી આપી હતી. તેથી જાન્યુઆરી મહિનામાં નક્સલવાદીઓ દ્વારા બહાર પાડવામાં આવેલી પત્રિકા પરથી સ્પષ્ટ થાય છે કે, નક્સલવાદીઓ માત્ર ખેડૂતોના આંદોલનમાં ભાગ જ લેતા ન હતા, પરંતુ તેમના સાથીઓ આંદોલનમાં નેતૃત્વ આપીને તેને હિંસા તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

 નક્સલવાદીઓ દ્વારા બરતરફ કરવામાં આવેલા ખેડૂત નેતા, છેલ્લા ખેડૂત આંદોલનમાં સૌથી આગળ હતાઃ સ્પેશિયલ ઓપરેશન આઈજી…

નક્સલવાદીઓ દ્વારા બરતરફ કરવામાં આવેલા ખેડૂત નેતા, છેલ્લા ખેડૂત આંદોલનમાં સૌથી આગળ હતા. આના પરથી જ કલ્પના કરી શકાય છે કે ખેડૂતોના આંદોલનમાં કેટલા નક્સલવાદીઓ અને માઓવાદીઓ સક્રિય હશે. મહારાષ્ટ્ર પોલીસના ( Maharashtra Police ) નક્સલ વિરોધી ઓપરેશનના સ્પેશિયલ આઈજીએ આ અંગે નિવેદન આપતા માહિતી આપી હતી .

આ સમાચાર પણ વાંચો :  Sonia Gandhi: ઈટલીમાં લાખોની સંપત્તિ, 88 કિલો ચાંદી, આટલા કિલોથી વધુ સોનું.. જાણો સોનિયા ગાંધી પાસે કેટલી છે કુલ સંપત્તિ..

આઈજીના નિવેદમાં વધુમાં જણાવ્યા અનુસાર, નકસવાલી ખેડૂત નેતા ક્રાંતિકારી કિસાન યુનિયનના પ્રમુખ અને સમિતિના સભ્ય હતા, તેમણે છેલ્લી કિસાન મોરચા ચળવળનું નેતૃત્વ કર્યું હતું. પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખેડૂતો સાથે નક્સલવાદીઓ અને માઓવાદીઓનું સારું નેટવર્ક છે. તેના આધારે ગત વખતે ખેડૂતોનું આંદોલન ઊભું કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું હતું. હવે બહાર આવેલા પત્રિકાથી સ્પષ્ટ થાય છે કે, ભૂગર્ભ ક્રાંતિકારી સંગઠનના નેતાઓએ ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.

મિડીયા રિપોર્ટ મુજબ, માઓવાદીઓ અને નકસલવાદીઓએ અપેક્ષા રાખી હતી કે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનશે અને હિંસા તરફ દોરી જશે. આ અંગે નક્સલ ઓપરેશન્સના સ્પેશિયલ આઈજીએ તેમના નિવેદન જણાવ્યું હતું કે, “નક્સલવાદીઓ અને માઓવાદીઓની વિચારધારાનો એક મહત્વપૂર્ણ ભાગ સમાજમાં અશાંતિ પેદા કરવાનો છે. તેમજ યુવાનોને ગુનાહિત માર્ગ તરફ વાળવાનો છે. તેથી જ્યારે પણ આવી હિંસાઓ થાય છે, ત્યારે ગુનામાં દાખલ થયેલા યુવાનો નક્સલ અને માઓવાદી સંગઠનોમાં જોડાય છે.

February 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ઝારખંડમાં નક્સલીઓએ આપ્યો મોટા હુમલાને અંજામ, આ વિસ્તાર પાસે બોમ્બ બ્લાસ્ટ કરીને રેલ્વે ટ્રેક ઉડાવ્યો, ટ્રેનોની અવર-જવર ઠપ્પ

by Dr. Mayur Parikh January 27, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 જાન્યુઆરી 2022         

ગુરુવાર.

ઝારખંડમાં નક્સલીઓએ ફરી એકવાર ગીરીડિહ પાસે બોમ્બ બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેક ઉડાવી દીધો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રાત્રે 00:34 કલાકે ધનબાદ ડિવિઝન સ્થિત કરમાબાદ-ચિચાકી સ્ટેશન વચ્ચે વિસ્ફોટ થયો છે. 

આ અંગેની સૂચના મળ્યા બાદ હાવડા-દિલ્હી રેલવે માર્ગ પર ટ્રેનોની અવર-જવર રોકી દેવામાં આવી છે. તો  કેટલીક ટ્રેનના રૂટ બદલીને પરિવર્તિત માર્ગથી ચલાવવામાં આવી રહી છે. 

રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કર્યા બાદ નક્સલીઓ એક ધમકીભરી ચિઠ્ઠી પણ છોડી ગયા છે. 

January 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

નોટબંધી અને કોરોનાના લોકડાઉનને કારણે દેશમાં નક્સલવાદીઓની કરોડરજ્જુ તૂટી ગઈ .. હથીયાર હેઠા મુકવા થયાં મજબૂર..

by Dr. Mayur Parikh October 7, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

07 ઓક્ટોબર 2020

નક્સલવાદના મૂળ દેશમાંથી ઉખડી રહ્યાં છે. હવે, યુવાનો હોય કે કોઈ પણ ઉંમરના લોકો, જેઓ નક્સલવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતાં તેઓ જ તેમનાથી અંતર રાખી રહ્યા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો દાવો કરે છે કે દેશમાં ડાબેરી ઉગ્રવાદનો અવકાશ ઘટતો જાય છે. તેમના કહેવા મુજબ, નક્સલવાદીઓ કે જેઓ ગોરીલા લડાઇમાં માહેર હતા, તેઓ હવે સરેન્ડર કરવા મજબૂર બન્યાં છે. કોઈ નવી ભરતી થઈ નથી રહી. એટલું જ નહીં, કેન્દ્રિય સુરક્ષા દળોના સતત દબાણને કારણે નક્સલવાદીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને, સીઆરપીએફે સ્થાનિક પોલીસની મદદથી નક્સલીઓના ઘણા મોટા ગઢ તોડી નાખ્યા છે.

બીજી તરફ, કેન્દ્ર અને રાજ્ય સરકારે રસ્તાઓ, મોબાઇલ ટાવરો, બેંકો, આરોગ્ય અને શિક્ષણનું નેટવર્ક વિસ્તૃત કર્યું અને નક્સલવાદીઓને આગળનો રસ્તો પસંદ કરવાનો વિકલ્પ આપ્યો. સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તેઓએ સુરક્ષા દળોના નિશાન બનવું પડશે અથવા શરણાગતિ સ્વીકારીને મુખ્ય ધારામાં જોડાવું પડશે. મળતી માહિતી મુજબ છેલ્લા 1950 દિવસમાં દરરોજ સરેરાશ બે નક્સલવાદીઓ શરણાગતિ લઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 36 સો નક્સલીઓએ શસ્ત્ર છોડી દીધું છે.

સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે નક્સલવાદીઓ છત્તીસગ,, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર અને તેલંગાણા જેવા રાજ્યોમાં હવે નવી ભરતીના સંકટનો સામનો કરવો પડ્યો છે. 

તેમજ તે વિસ્તારોમાં શાળાઓ, હોસ્પિટલો, મોબાઇલ નેટવર્ક, ખેતીવાડી અને અન્ય વ્યવસાયો પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ બધી બાબતોની નવી ભરતીને અસર થઈ છે. ખાસ કરીને, નવી ભરતીનું કટોકટી પશ્ચિમ ગોદાવરી, આંધ્રપ્રદેશના ગુંટુર, બેન્કા, ચંપારણ, જમુઇ, જહાનાબાદ, નાલંદા, નવાડા અને બિહારના પશ્ચિમ ચંપારણમાં સર્જાયું છે.

સીઆરપીએફના ડેટા મુજબ 

2015 માં 570 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું.

2016 માં 1442, 

2017 માં 685, 

2018 માં 644, 

2019 માં 440 અને 

2020 અત્યાર સુધી 241 નક્સલવાદીઓએ સમર્પણ કર્યું હતું..

October 7, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

નક્સલીઓની ઘરવાપસી : દંતેવાડામાં બે લાખના ઈનામી નક્સલી સહિત 18 જણાયે હથિયાર હેઠા મુક્યા.

by Dr. Mayur Parikh July 2, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

2 જુલાઈ 2020

 દંતેવાડા પ્રશાસન દ્વારા નક્સલીઓ માટે 'લોન વર્રાટુ' અર્થાત 'ઘરવાપસી' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કેટલાક એક્ટિવ નક્સલીઓને સામાન્ય પ્રવાહમાં જોડવામાં સરકારી અધિકારીઓને સફળતા મળી છે.

 ઘરવાપસી અભિયાન જિલ્લાના વિભિન્ન ગામોમાં સક્રિય નક્સલી સંગઠન સાથે સંકળાયેલા લોકો આત્મસમર્પણ કરી રહ્યા છે.

 દંતેવાડા ના કલેકટર, પોલીસ અને પ્રશાસન ના સંયુક્ત પ્રયાસોને કારણે, ખોટી અને ખોખલી વિચારધારાને ત્યાગી  આ ક્ષેત્રના 18 નક્સલીઓએ કલેક્ટર અને પોલીસ ટીમ સમક્ષ પોતાના હથિયાર હેઠા મુક્યા છે.

નોંધનીય છે કે છત્તીસગઢ સરકારની પુનઃવસન યોજના હેઠળ આત્મસમર્પણ કરનારા નક્સલીઓને પ્રોત્સાહન રાશિ પણ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે બે લાખનો ઇનામી નકસલી ભીમા મરકાલે એ સમક્ષ આત્મસમર્પણ કરતા તેને 10,000 રૂપિયાની પ્રોત્સાહન રાશિ આપવામાં આવી હતી. આ ભીમા મારકાલે નકસલીઓની પ્લાટુન નંબર 24 નો સક્રિય સદસ્ય હતો….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com        

July 2, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

નકસલવાદીઓ વિકાસ નથી ઈચ્છતા, 2 જેસીબી સહિત કુલ 6 વાહનોને આગ ચાંપી હતી

by Dr. Mayur Parikh June 25, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

25 જુન 2020

નક્સલીઓ ક્યારે પણ નથી ઈચ્છતા કે તેઓના પ્રભાવ વાળા વિસ્તારોમાં વિકાસ થાય. જ્યાં મૂળભૂત સુવિધાઓ વધે. રોડ, રસ્તા, પાણી, ફોન જેવા સંસાર ના સાધનો વધે. કારણકે પછી આ લોકોની પ્રવૃત્તિ પર પોલીસ નો પહેરો લાગી જાય. આવી જ એક ઘટનામાં છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓએ મોડી રાત્રે માર્ગ બાંધકામના કામમાં રોકાયેલા બે જેસીબી અને એક પોકલેન, ત્રણ ટિપર સહિત કુલ 6 વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના જિલ્લાના કુકણાર પોલીસ સ્ટેશન વિસ્તારના ધનીકોરતા ગામની છે. 

 નોંધનીય છે કે નક્સલવાદીઓ તેમના પ્રભાવના ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે આગામી દિવસોમાં વધુ આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તેઓ હંમેશા રોડ, બ્રિજ, પુલીયા, કલ્ટવર બાંધકામનો વિરોધ કરે છે. જેથી વિસ્તારનો વિકાસ થંભી જાય. જો ત્યાં વિકાસ થાય  તો તેઓ પોતાના ગોરખધંધા ચાલુ રાખી શકતા નથી…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fXVsFS 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

June 25, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક