• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - NCGG
Tag:

NCGG

India, Maldives have renewed MoU for training 1000 civil service officers
દેશઆંતરરાષ્ટ્રીય

India Maldives : ભારત, માલદીવે 1000 સિવિલ સર્વિસ અધિકારીઓને તાલીમ આપવા માટે કર્યુ સમજૂતી કરારનું નવીનીકરણ, આટલા વર્ષ માટે આપવામાં આવશે તાલીમ.

by Hiral Meria August 13, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

India Maldives :  ભારતનાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર( S. Jaishankar )  અને માલદીવનાં વિદેશ મંત્રી શ્રી મૂસા ઝમીરે ( Moosa Zameer )  2024-2029નાં ગાળા દરમિયાન માલેમાં 9 ઓગસ્ટનાં રોજ બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારીની ચર્ચાનાં ભાગરૂપે માલેનાં 1000 અધિકારીઓનાં ક્ષમતા નિર્માણ માટે સમજૂતીકરાર (એમઓયુ)નું નવીનીકરણ કર્યું હતું. 

વિદેશ મંત્રાલયનાં માર્ગદર્શન હેઠળ નેશનલ સેન્ટર ઑફ ગુડ ગવર્નન્સ એનસીજીજીજીએ બાંગ્લાદેશ, તાન્ઝાનિયા, ગામ્બિયા, માલદિવ્સ, શ્રીલંકા અને કંબોડિયાનાં સનદી અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે, જેમાં લેટિન અમેરિકન દેશો અને એફઆઇપીઆઇસી/આઇઓઆર દેશો માટે બહુદેશીય કાર્યક્રમો સામેલ છે.

ક્ષમતા નિર્માણની પહેલના ભાગરૂપે ભારત સરકારનાં નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ ( NCGG ) અને પ્રજાસત્તાક માલદિવ્સનાં સિવિલ સર્વિસ કમિશન વચ્ચે 8 જૂન, 2019નાં રોજ માલદીવનાં 1000 સનદી અધિકારીઓ ( civil servants ) માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો માટે સમજૂતીકરાર (એમઓયુ) થયાં હતાં.

વર્ષ 2024 સુધીમાં નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ ( એનસીજીજી ) એ માલદિવનાં સરકારી અધિકારીઓ માટે ફિલ્ડ એડમિનિસ્ટ્રેશનમાં કુલ 32 ક્ષમતા નિર્માણ કાર્યક્રમો માટે માલદીવનાં સ્થાયી સચિવો, મહાસચિવો અને ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિઓ સહિત કુલ 1000 સનદી અધિકારીઓને તાલીમ આપવાની કામગીરી પૂર્ણ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ભ્રષ્ટાચાર વિરોધી પંચ (એસીસી) માટે એક કાર્યક્રમ અને માલદીવની ઇન્ફોર્મેશન કમિશન ઓફિસ (આઇસીઓએમ) માટેનો એક કાર્યક્રમ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો: India Partition: વિભાજન સમયે ભારતે વેઠેલી યાતાનાઓને યાદ કરાવતું ચિત્ર પ્રદર્શન, આ તારીખ સુધી લોકો લઈ શકશે નિ:શુલ્ક મુલાકાત.

આ જોડાણની સફળતાને માન્યતા આપીને માલદીવનાં વિદેશી બાબતોના મંત્રાલયે આ એમઓયુને વધુ પાંચ વર્ષ માટે નવેસરથી શરૂ કરવાની વિનંતી કરી હતી. 9 ઓગસ્ટ, 2024ના રોજ, એમઓયુનું સત્તાવાર રીતે નવીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં 2029 સુધીમાં માલદીવના વધુ 1,000 સનદી અધિકારીઓને તાલીમ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ નવેસરથી ભાગીદારી જાહેર નીતિ, શાસન અને ફિલ્ડ એડમિનિસ્ટ્રેશનમાં માલદીવના સનદી અધિકારીઓની ક્ષમતાઓને વધારવાનું ચાલુ રાખશે, જેનાથી ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે.

નેશનલ સેન્ટર ઑફ ગુડ ગવર્નન્સ (એનસીજીજી) કેટલાંક દેશોમાં જાહેર નીતિ અને શાસન પર જ્ઞાનનાં આદાન-પ્રદાન અને જોડાણને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે. તેના મધ્ય-કારકિર્દી ક્ષમતા નિર્માણ કાર્યક્રમો નાગરિક-કેન્દ્રિત શાસન, સેવાની ડિલિવરીમાં સુધારો કરવા અને શાસનમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે. આ કાર્યક્રમો નાગરિકોનાં ડિજિટલ સશક્તીકરણ અને સંસ્થાઓનાં ડિજિટલ પરિવર્તનમાં ભારતની શ્રેષ્ઠ પદ્ધતિઓ પણ પ્રદર્શિત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

August 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bilateral meeting held between India-Mauritius, will conduct these special programs for civil servants..
દેશઆંતરરાષ્ટ્રીયવેપાર-વાણિજ્ય

India-Mauritius Bilateral Meeting: ભારત – મોરેશિયસની વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક, સિવિલ સર્વન્ટ્સ માટે હાથ ધરશે આ ખાસ કાર્યક્રમો..જાણો વિગતે.

by Hiral Meria August 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

India-Mauritius Bilateral Meeting: ભારતના વિદેશ પ્રધાન (ઇએએમ) ડો. એસ. જયશંકરે 16થી 17 જુલાઈ, 2024 દરમિયાન મોરેશિયસ પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત લીધી હતી. 

તેમની મુલાકાત દરમિયાન, ઇએએમએ નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ ( NCGG ) ખાતે મોરેશિયસ સિવિલ સર્વિસ ઓફિસર્સ ( Mauritius Civil Service Officers ) માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો યોજવાની શક્યતાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને અનુસરીને, 6 ઓગસ્ટ, 2024ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રિવેન્સ ( DARPG ) અને રિપબ્લિક ઓફ મોરેશિયસના ( Republic of Mauritius ) જાહેર સેવા મંત્રાલય વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી.

ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ડીએઆરપીજીનાં સચિવ શ્રી વી. શ્રીનિવાસે કર્યું હતું અને મોરેશિયસનાં પ્રતિનિધિમંડળનું નેતૃત્વ જાહેર સેવાનાં સચિવ શ્રી કે. કોન્હયેએ કર્યું હતું. બંને પક્ષના વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો અને કર્મચારી વ્યવસ્થાપન અને શાસનમાં સહકારને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

બેઠક દરમિયાન, એનસીજીમાં મોરેશિયસ સિવિલ સર્વિસ અધિકારીઓ માટે કર્મચારી વહીવટ, શાસન અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમોમાં સહયોગની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી. સહયોગના ક્ષેત્રોમાં સુશાસનની પદ્ધતિઓની વહેંચણી, કર્મચારી વ્યવસ્થાપન અને શાસનમાં માહિતીનું આદાનપ્રદાન અને મોરેશિયસ સિવિલ સર્વિસ અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું આયોજન સામેલ છે.

આ સમાચાર પણ વાંચો: Waqf Amendment Bill: વકફ સુધારા બિલ માટે કરાઈ સંયુક્ત સંસદીય સમિતિની રચના; લોકસભાના 21 સભ્યો તો રાજ્યસભાના 10 સભ્યોને કરાયા શામેલ; જાણો કોને મળી જગ્યા.

ભારતીય પક્ષે CPGRAMS સુધારા, નેશનલ ઇ-સર્વિસીસ ડિલિવરી એસેસમેન્ટનો ઉપયોગ કરીને ઇ-સેવાઓનાં બેન્ચમાર્કિંગ, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રીનાં પુરસ્કારો મારફતે મેરિટોક્રેસીને માન્યતા આપવા, સંસ્થાઓમાં ડિજિટલ પરિવર્તન અને નાગરિકોનાં ડિજિટલ સશક્તીકરણ જેવી વિવિધ પહેલો મારફતે “મહત્તમ શાસન – લઘુતમ સરકાર”ની નીતિનાં અમલીકરણમાં ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલી હરણફાળ પ્રદર્શિત કરી હતી.

ચર્ચાવિચારણામાં મોરેશિયસ સનદી સેવાની ક્ષમતા નિર્માણની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય સનદી અધિકારીઓ માટે ભારતની સૌથી મોટી ક્ષમતા નિર્માણ સંસ્થાઓમાંની એક તરીકે એનસીજીજીની ક્ષમતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મોરેશિયસ પક્ષે CPGRAMS મારફતે ફરિયાદ નિવારણમાં એઆઇ/એમએલનો ઉપયોગ કરવામાં રસ દાખવ્યો હતો.

મોરેશિયસથી વરિષ્ઠ સ્તરનું એક પ્રતિનિધિમંડળ સપ્ટેમ્બર, 2024માં ભારતની મુલાકાત લેશે, જેથી આ સહયોગને આગળ વધારી શકાય.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
India-Kenya Bilateral meeting held for cooperation in personnel administration and governance
દેશઆંતરરાષ્ટ્રીયવેપાર-વાણિજ્ય

Bilateral Meeting: કર્મચારી વહીવટ અને શાસનમાં સહયોગ માટે ભારત-કેન્યા દ્વિપક્ષીય બેઠક યોજાઈ

by Hiral Meria May 17, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Bilateral Meeting:  ભારત સરકારના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ ( DARPG ) ના સચિવ શ્રી વી. શ્રીનિવાસ, કેન્યા સ્કૂલ ઓફ ગવર્નન્સના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર નૂર મોહમ્મદ સાથે 14મી મે 2024ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગ કરી હતી. આ મીટિંગમાં ભારત તરફથી DARPGના વરિષ્ઠ અધિકારીઓ, નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ, કેન્યા ( Kenya ) ખાતેના ભારતના હાઈ કમિશન જ્યારે કેન્યા બાજુથી KSGના ડિરેક્ટરોએ હાજરી આપી હતી. 

બેઠકમાં, બંને પક્ષોએ ક્ષમતા નિર્માણ કાર્યક્રમો પર ભાર મુકીને કર્મચારી વહીવટ અને શાસનમાં નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ ( NCGG ) અને કેન્યા સ્કૂલ ઓફ ગવર્નન્સ ( KSG ) દ્વારા ભારત-કેન્યા દ્વિપક્ષીય સહયોગને વધારવા માટે ચર્ચા કરી. દ્વિપક્ષીય બેઠકમાં NCGG અને KSG વચ્ચેના સહયોગની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સહયોગના ક્ષેત્રો એનસીજીજીમાં કેન્યાના વરિષ્ઠ અધિકારીઓની ક્ષમતા નિર્માણની કલ્પના કરે છે. ભારતીય પક્ષે CPGRAMS સુધારાના અમલીકરણ દ્વારા રાષ્ટ્રીય ઈ-સેવાઓ ડિલિવરી મૂલ્યાંકનનો ઉપયોગ કરીને ઈ-સેવાઓના બેન્ચમાર્કિંગ, પ્રધાનમંત્રીના માધ્યમથી જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કારો યોગ્યતાની માન્યતા દ્વારા “મહત્તમ શાસન-લઘુત્તમ સરકાર” નીતિના અમલીકરણમાં ભારત સરકાર દ્વારા કરાયેલી પ્રગતિને રજૂ કરી. એનસીજીજીની પ્રવૃતિઓ અને સિદ્ધિઓ વિશે પણ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. કેન્યા પક્ષે કેન્યાના નાગરિક કર્મચારીઓના ક્ષમતા નિર્માણ કાર્યક્રમમાં KSGની ભૂમિકા રજૂ કરી. KSG કેન્યાના વિઝન 2030ને હાંસલ કરવા માટે કેન્યાની સરકાર અને તેમના નાગરિક કર્મચારીઓને પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે મદદ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Whatsapp New Feature: WhatsApp માં આવી રહ્યું છે આ જબરદસ્ત ફીચર, ચેટિંગને બનાવશે વધુ સુરક્ષિત..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક