Tag: new law

  • MGNREGA: ગ્રામીણ રોજગાર માટે નવો નિયમ! સરકાર લાવશે ‘VB-G RAM G’, MGNREGA થી કઈ રીતે અલગ હશે?

    MGNREGA: ગ્રામીણ રોજગાર માટે નવો નિયમ! સરકાર લાવશે ‘VB-G RAM G’, MGNREGA થી કઈ રીતે અલગ હશે?

    News Continuous Bureau | Mumbai
    MGNREGA કેન્દ્ર સરકાર મનરેગાને સમાપ્ત કરીને નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) એટલે કે મનરેગાને સમાપ્ત કરવા અને એક નવો કાયદો – વિકસિત ભારત ગારંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM G) લાવવા માટે સંસદમાં એક બિલ રજૂ થવાની સંભાવના છે.જૂનો કાયદો મનરેગા દર વર્ષે ગ્રામીણ પરિવારોને ૧૦૦ દિવસના વેતન રોજગારની કાનૂની ગેરંટી આપે છે. નવા કાયદામાં રાજ્ય સરકારો દ્વારા વધુ ખર્ચ કરવામાં આવશે અને તે હાલના કામના દિવસોની સંખ્યાને ૧૦૦ થી વધારીને ૧૨૫ દિવસ કરી દેશે.આ બિલ લોકસભાના સભ્યો વચ્ચે સર્ક્યુલેટ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ “વિકસિત ભારત @૨૦૪૭ ના રાષ્ટ્રીય વિઝન સાથે તાલમેલ બેસાડતા એક ગ્રામીણ વિકાસ માળખું સ્થાપિત કરવાનો” છે.

    નવા કાયદા (VB-G RAM G) માં શું ખાસ?

    આ નવા કાયદાનું નામ વિકસિત ભારત-ગારંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) રાખવાનો પ્રસ્તાવ છે.
    લક્ષ્ય: નવા વિધેયકનો ઉદ્દેશ્ય ‘એક સમૃદ્ધ અને લચીલા ગ્રામીણ ભારત માટે સશક્તિકરણ, વિકાસ અને પ્રગતિને પ્રોત્સાહન આપવાનો’ પણ છે. આ નવો કાયદો ગ્રામીણ વિકાસના માળખાને ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના રાષ્ટ્રીય દૃષ્ટિકોણ સાથે તાલ-મેલ બેસાડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
    કેન્દ્રીય કાઉન્સિલ: આ બિલમાં કેન્દ્ર સરકાર દ્વારા એક સેન્ટ્રલ ગ્રામીણ રોજગાર ગેરંટી કાઉન્સિલ બનાવવાનો પ્રસ્તાવ છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, પંચાયતી રાજ સંસ્થાઓ, મજૂર સંગઠનો અને સમાજના નબળા વર્ગોનું પ્રતિનિધિત્વ કરનારા બિન-સરકારી સભ્યોનો સમાવેશ થશે.

    કોંગ્રેસ દ્વારા વિરોધ

    MGNREGA ની જગ્યાએ લાવવામાં આવેલા નવા કાયદા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકારના આ પગલા પર સવાલ ઉઠાવ્યો કે તે યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ કેમ હટાવી રહી છે.પ્રિયંકા એ કહ્યું, “તેઓ મહાત્મા ગાંધીનું નામ કેમ હટાવી રહ્યા છે? મહાત્મા ગાંધી આ દેશ, દુનિયા અને ઇતિહાસના સૌથી મહાન નેતાઓમાંના એક હતા. મને સમજાતું નથી કે આવું કેમ કરવામાં આવી રહ્યું છે.

    આ સમાચાર પણ વાંચો: Kharmas 2025: ખરમાસનો મહત્ત્વ શુભ મુહૂર્ત ન હોવા છતાં આ કાર્યો કરવાથી દોષ નહીં લાગે, જાણો ખરમાસમાં શું કરી શકાય

    મનરેગા યોજના શું છે?

    મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ (MGNREGA) એક ભારતીય શ્રમ કાયદો અને સામાજિક સુરક્ષાનો ઉપાય છે, જેનો હેતુ ‘કામ કરવાના અધિકાર’ ની ગેરંટી આપવાનો છે.
    ઇતિહાસ: તેને શરૂઆતમાં નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ૨૦૦૫ કહેવામાં આવતો હતો. ૨૦૦૫ માં તત્કાલીન યુપીએ (UPA) સરકારે તેને લાગુ કર્યો હતો અને પછી ૨ ઓક્ટોબર, ૨૦૦૯ થી તેનું નામ બદલીને MGNREGA કરવામાં આવ્યું.
    મહત્ત્વ: આ દુનિયાના સૌથી મોટા વર્ક ગેરંટી પ્રોગ્રામમાંથી એક છે. તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ પરિવારોની આજીવિકા સુરક્ષાને સુધારવાનો છે. આ કાયદો કોઈપણ ગ્રામીણ પુખ્ત વ્યક્તિને કામ માંગવાના ૧૫ દિવસની અંદર કામ અપાવવાની કાનૂની ગેરંટી આપે છે, અને જો તેમ ન થાય તો ‘બેરોજગારી ભથ્થું’ આપવું જોઈએ.

  • Amit Shah: અમિત શાહે રજૂ કરેલા નવા બિલને લઈને સંસદમાં થયો ભારે વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો

    Amit Shah: અમિત શાહે રજૂ કરેલા નવા બિલને લઈને સંસદમાં થયો ભારે વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai 
    Amit Shah કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં એક નવું બિલ રજૂ કર્યું છે, જેમાં ગંભીર ગુનાઓમાં 30 દિવસથી વધુ સમય સુધી અટકાયતમાં રહેલા વડાપ્રધાન કે મુખ્યમંત્રીને તેમના પદ પરથી હટાવવાની જોગવાઈ છે. આ બિલને લઈને સંસદમાં ભારે હોબાળો થયો અને વિરોધ પક્ષોએ તેનો જોરદાર વિરોધ કર્યો. હવે ઠાકરેની શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ દ્વારા આ બિલને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

    શાહનો નવો કાયદો અને વિપક્ષ પરનો દાવો

    ‘સામના’ અખબારે દાવો કર્યો છે કે અમિત શાહ આ નૈતિકતાના નામે વિરોધ પક્ષના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને જેલમાં મોકલવા નીકળ્યા છે. અખબારે સવાલ ઉઠાવ્યો છે કે જે અજિત પવારને દેવેન્દ્ર ફડણવીસ જેલમાં મોકલવાની વાત કરતા હતા, તે આજે શાહના ખિસ્સામાં બેઠા છે. ‘સામના’એ કહ્યું કે આ નવો કાયદો પોતાના રાજકીય વિરોધીઓને જેલમાં નાખવા માટે એક નવો પેંતરો છે. કેન્દ્ર સરકાર આ કાયદા દ્વારા એ રાજ્યોમાં મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ પર ખોટા ગુનાઓ નોંધશે જ્યાં ભાજપ સત્તામાં નથી.

    કાયદાનો મુખ્ય હેતુ: નાયડુ અને નીતિશ કુમારને નિશાન બનાવવા

    ‘સામના’ એ એક મોટો અને ગંભીર દાવો કરતા કહ્યું છે કે આ સંશોધન બિલ ખાસ કરીને બે નેતાઓ માટે લાવવામાં આવ્યું છે. હાલના સમયમાં આ કાયદાનો સૌથી વધુ ડર આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ અને બિહારના નીતિશ કુમારને છે. જો આ બંને નેતાઓ મોદી સરકારનો સાથ છોડી દે, તો સરકાર પડી શકે છે. તેથી, તેઓ કોઈ પગલું ભરે તે પહેલાં જ તેમનો ‘કાર્યક્રમ’ કરવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. કાયદાનો એકમાત્ર હેતુ એ છે કે વિપક્ષ ભાજપની સરકારને પાડવાનો પ્રયાસ કરે, તે પહેલાં જ તેમને ધમકી આપીને ભાજપમાં જોડાવા માટે મજબૂર કરી શકાય.

    આ સમાચાર પણ વાંચો : Mumbai High Court:જૈન સમુદાયને મોટો ઝટકો; બોમ્બે હાઈકોર્ટે એ ફગાવી તેમની આ અરજી

    ‘અખંડ ભારત’ની ધમકી અને વિપક્ષને એક થવાની અપીલ

    ‘સામના’ એ એમ પણ કહ્યું છે કે જો ભવિષ્યમાં રાજ્યોમાં વિરોધ પક્ષની સરકાર બને, તો અમિત શાહ આ નવા કાયદાનો ડર બતાવીને સમગ્ર સરકારને ભાજપમાં સામેલ કરી શકે છે. ‘સામના’એ એમ પણ કહ્યું કે દેશમાં જે ચાલી રહ્યું છે, તેની સામે દરેક સ્તરે અવાજ ઉઠાવવો જોઈએ. આ કાયદાના વિરોધમાં તમામ વિરોધ પક્ષોને એક થવાની અપીલ પણ કરવામાં આવી છે.

  • New Law: નવા કાયદા થયા વધુ કડક, હવે પોલીસ આ કેદીઓને પણ લગાવી શકશે હાથકડી.. જાણો વિગતે.

    New Law: નવા કાયદા થયા વધુ કડક, હવે પોલીસ આ કેદીઓને પણ લગાવી શકશે હાથકડી.. જાણો વિગતે.

     News Continuous Bureau | Mumbai

    New Law:  દેશમાં હવે પોલીસ કેદીઓને હાથકડી પહેરાવી શકશે અને હાથકડીમાં જ કોર્ટમાં પણ રજૂ કરી શકશે. નવા કાયદા લાગુ થયા બાદ આ બધું હવે શક્ય બનશે. હવે જ્યારે કોઈ ઘટના સંદર્ભે પીસીઆર કોલ આવે છે ત્યારે એક નહીં પરંતુ હવે ત્રણ પોલીસ જવાનો ઘટનાસ્થળે જશે. આ ત્રણેય પોલીસકર્મીઓ સમગ્ર ઘટનાસ્થળને આવરી લેવા ઉપરાંત વીડિયોગ્રાફી પણ કરશે. આવી સ્થિતિમાં ન તો પુરાવા સાથે કોઈ છેડછાડ કરી શકાશે કે ન તો પુરાવા બદલી શકાશે. આનાથી પીડિતોને ન્યાય  મળશે. 

    દિલ્હી પોલીસના ( Delhi Police ) એક વરિષ્ઠ અધિકારીના મિડીયાને જણાવ્યા મુજબ, હવે જ્યારે પીસીઆર કોલ ( PCR Call ) આવે છે, ત્યારે ત્રણ પોલીસકર્મીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવે છે. તપાસ અધિકારી હવાલદાર અથવા તેનાથી ઉપરના કક્ષાના પોલીસ અધિકારી આમાં સામેલ હોય છે. આ પછી, બીજો પોલીસ કર્મચારી ( Police Officers  ) છે જેની પાસે IO કીટ છે. તેની પાસે IO ટેસ્ટની સંપૂર્ણ કીટ ઉપલબ્ધ હશે. આ કીટમાં ગુનાહિત ઘટનાને આવરી લેવા માટે જરૂરી તમામ સાધનો, ટેપ, સ્ક્રુડ્રાઈવર, કેમેરા અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સિવાય ત્રીજા પોલીસકર્મી પણ હશે. આ પોલીસકર્મી વીડિયોગ્રાફી ( Videography ) અને ફોટોગ્રાફ્સ વગેરેમાં મદદ કરશે. 

    New Law: પોલીસ કેટલાક આરોપીઓને હાથકડી લગાવીને ધરપકડ પણ કરી શકે છે….

    પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહેલા માત્ર એક પોલીસકર્મી પીસીઆર કોલ અટેન્ડ કરતો હતો. પરંતુ હવે ઘટનાની વીડિયોગ્રાફી અને ગુનેગારના આમાં નિવેદનો પણ નોંધવામાં આવશે, જે એક મહત્વપૂર્ણ અને મજબૂત પુરાવો હશે. આ સાથે ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદન પણ આમાં નોંધી શકાશે.

    1 જુલાઈથી અમલમાં આવેલા ત્રણ નવા કાયદા લાવવાનો મુખ્ય હેતુ બ્રિટિશ કાળના જૂના કાયદા અને નિયમોને દૂર કરવાનો હતો અને તેમની જગ્યાએ આજની જરૂરિયાત મુજબ કાયદાનો અમલ કરવાનો છે. આ સિવાય પોલીસ કેટલાક આરોપીઓને હાથકડી લગાવીને ધરપકડ પણ કરી શકે છે.

    આ સમાચાર પણ વાંચો  :  Anand Marriage Act: રાષ્ટ્રીય લઘુમતી આયોગે આનંદ મેરેજ એક્ટના અમલીકરણ અંગે ચર્ચા કરવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી

    New Law: આ અગાઉ આરોપીને હાથકડી પહેરવા પહેલા મેજિસ્ટ્રેટ પાસેથી પરવાનગી લેવી પડતી હતી… 

    આ અગાઉ 1980માં, સુપ્રીમ કોર્ટે પ્રેમશંકર શુક્લા વિરુદ્ધ દિલ્હી સરકારના કેસમાં પોતાનો ચુકાદો આપતાં કલમ 21 હેઠળ હાથકડીના ઉપયોગને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. પોતાના નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું કે જો કોઈ કેદીને હાથકડી લગાવવાની જરૂર જણાય તો તેનું કારણ નોંધવું પડશે અને મેજિસ્ટ્રેટ પાસેથી પરવાનગી લેવી પડશે. હવે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 43 (3) ધરપકડ અથવા કોર્ટમાં રજૂ કરતી વખતે કેદીને હાથકડી ( Criminal laws ) પહેરવાની જોગવાઈ કરે છે.

    આ ગુનેગારોને હાથકડી લગાવી શકાય છે

    -જો કેદી રીઢો ગુનેગાર છે.

    – અથવા પહેલા જ કસ્ટડીમાંથી ભાગી ગયો છે.

    – સંગઠિત ગુનામાં સામેલ છે.

    -આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ છે.

    -ડ્રગ હેરફેર સાથે જોડાયેલા છે.

    -શસ્ત્રો અથવા દારૂગોળો પૂરો પાડે છે.

    -હત્યા, બળાત્કાર, એસિડ એટેકમાં સામેલ છે.

    -નકલી ચલણના સપ્લાયમાં સામેલ છે.

    -માનવ તસ્કરીમાં સામેલ છે.

    -બાળકો વિરુદ્ધ જાતીય ગુનાઓ અથવા રાજ્ય વિરુદ્ધના ગુનાઓમાં સામેલ છે.

  • Hit and Run New Law: ટ્રક ડ્રાઇવરો સામે ઝૂકી કેન્દ્ર સરકાર, હિટ એન્ડ રનનો કાયદો હાલ પૂરતો સ્થગિત.. હડતાળ સમેટાઈ..

    Hit and Run New Law: ટ્રક ડ્રાઇવરો સામે ઝૂકી કેન્દ્ર સરકાર, હિટ એન્ડ રનનો કાયદો હાલ પૂરતો સ્થગિત.. હડતાળ સમેટાઈ..

    News Continuous Bureau | Mumbai

    Hit and Run New Law: છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ટ્રક ડ્રાઈવરો, ટ્રાન્સપોર્ટરો અને કોમર્શિયલ વાહન ચાલકોની હડતાળ ( Truck driver strikes )  આખરે સમેટાઈ ગઈ છે, કારણ કે સરકારે ખાતરી આપી છે કે તે હિટ-એન્ડ-રન વિરુદ્ધ વિવાદાસ્પદ કાયદો લાદતા પહેલા તેમની સલાહ લેશે. સરકાર સાથે લાંબી વાટાઘાટો બાદ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોગ્રેસે ( All India Motor Transport Congress )  આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. 

    જરૂરી ચીજવસ્તુઓના સપ્લાયને થઈ  અસર 

    નોંધનીય છે કે હડતાળને કારણે દેશભરમાં શાકભાજી ( vegetable ) અને પેટ્રોલ અને ડીઝલ સહિત અન્ય ચીજવસ્તુઓના સપ્લાયને અસર થઈ હતી. શાળાઓ પણ બંધ રાખવી પડી હતી. આ સિવાય અનેક આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય અને ટ્રાન્સપોર્ટેશન ( Transportation )  બંધ થવાને કારણે અનેક ચીજવસ્તુઓના ભાવમાં અનેકગણો વધારો થયો હતો. આ સિવાય દેશના અનેક માર્ગો પર ટ્રાફિક જામ અને વિરોધ ( Protest ) ના કારણે વાહનવ્યવહારમાં સમસ્યા સર્જાઈ હતી. 

    ગૃહ મંત્રાલયે મિટિંગમાં ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓને આપ્યું આ આશ્વાસન 

    ડ્રાઈવરની હડતાળને કારણે અનેક બસોના પૈડા થંભી ગયા હતા. ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોના આંદોલન બાદ ગૃહ મંત્રાલયે પહેલ કરી અને મંગળવારે સાંજે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. આ પછી ગૃહ મંત્રાલયે મિટિંગમાં ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓને આશ્વાસન આપ્યું કે હાલમાં આ કાયદાનો અમલ થઈ રહ્યો નથી. જ્યારે પણ કાયદો અમલમાં આવશે ત્યારે ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો : Earthquake news : જાપાન બાદ હવે આ દેશની ધરા ધ્રુજી, 30 મિનિટમાં 2 વખત ભારે આંચકાથી હચમચાવી મૂક્યાં..

    ભલ્લાએ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ અને તમામ ડ્રાઈવરોને તેમની નોકરી પર પાછા ફરવાની અપીલ કરી હતી. ગૃહ સચિવે કહ્યું કે સરકાર અને ટ્રાન્સપોર્ટરો એ વાત પર સહમત થયા છે કે ટ્રાન્સપોર્ટ કામદારો તરત જ તેમનું કામ ફરી શરૂ કરશે.

    ‘હિટ એન્ડ રન’ શું છે?

    હિટ એન્ડ રન એટલે કે એવા એક્સીડેન્ટ, જેમાં વાહનની ટક્કર માર્યા બાદ ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ફરાર થઇ જાય છે, એને ‘હિટ એન્ડ રન’ કેસ ગણવામાં આવે છે. હિટ એન્ડ રનના કેસમાં ઘણી વખત ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવે અથવા પ્રાથમિક સારવાર મળે તો તેને બચાવી શકાય છે. જૂના કાયદા મુજબ હિટ એન્ડ રન કેસમાં બે વર્ષની જેલની જોગવાઈ હતી અને જામીન પણ મળતા હતા.

    શું કહે છે હિટ એન્ડ રનનો નવો કાયદો 

    સરકારે તાજેતરમાં સંસદમાંથી ભારતીય ન્યાયિક સંહિતાને મંજૂરી આપી છે. આવનારા સમયમાં, આ ભારતીય દંડ સંહિતા (IPC) ની જોગવાઈઓનું સ્થાન લેશે. નવા કાયદા હેઠળ, હિટ એન્ડ રન કેસમાં, જો કોઈ વ્યક્તિનું  ડ્રાઇવિંરની બેદરકારીને કારણે મૃત્યુ થાય છે અને ડ્રાઇવર ઘટના સ્થળ પરથી ફરાર થઇ જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સિવાય 7 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. માત્ર ટ્રક ડ્રાઈવરો જ નહીં પણ બસ, ટેક્સી અને ઓટો-ડ્રાઈવરો એનો વિરોધ કરી રહ્યા છે. નવા નિયમો ખાનગી વાહનચાલકોને પણ સમાન રીતે લાગુ પડશે.

  • Colombia: કોલંબિયાએ ખરાબ જીવનશૈલીથી થતા રોગો રોકવા વિશ્વનો પ્રથમ ‘જંક ફૂડ કાયદો’ રજૂ કર્યો.. જાણો શું છે આ કાયદો.. વાચો અહીં..

    Colombia: કોલંબિયાએ ખરાબ જીવનશૈલીથી થતા રોગો રોકવા વિશ્વનો પ્રથમ ‘જંક ફૂડ કાયદો’ રજૂ કર્યો.. જાણો શું છે આ કાયદો.. વાચો અહીં..

    News Continuous Bureau | Mumbai 

    Colombia: કોલંબિયા (Colombia) એ લોકોની ખરાબ જીવનશૈલીથી થતા રોગો અટકાવવા માટે વિશ્વ (World) માં પહેલીવાર જંક ફૂડ કાયદો (Junk Food Law) લાગુ કર્યો છે. આ નવીન પ્રકારનાં કાયદામાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ (Ultra Processed Food) પર હવેથી ઊંચો ટેક્સ (Tax) વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. જંક ફૂડ લો તરીકે ઓળખવામાં આવનાર આ કાયદો અન્ય દેશો માટે પણ હઠીલા તેમજ જીવલેણ રોગોને રોકવા માટે ઉદાહરણરૂપ પુરવાર થશે. ઘણા વર્ષોની ઝુંબેશ અને પ્રયોગો પછી જંક ફૂડ લો અમલમાં આવ્યો છે જેમાં જંક ફૂડ પર તબક્કાવાર ટેક્સ ઉઘરાવવામાં આવશે. શરૂઆતનાં તબક્કામાં તમામ પ્રકારનાં જંક ફૂડ પર તાત્કાલિક 10 ટકાનાં દરે ટેક્સ ઉઘરાવવામાં આવશે. આવતા વર્ષે તેને વધારીને 15 ટકા કરાશે અને 2025માં જંક ફૂડ પર 25 ટકાનાં દરે ટેક્સ લાગુ કરવામાં આવશે.

     

    દરેક કોલંબિયન દ્વારા દરરોજ 12 ગ્રામ મીઠું ઉપયોગ લેવામાં આવે છે. જે લેટિન અમેરિકામાં અને ખાસ કરીને વિશ્વમાં સૌથી વધુ ઊંચું પ્રમાણ છે. આ પ્રકારે સોડિયમનાં વધુ વપરાશને કારણે જુદાજુદા રોગો થાય છે. આરોગ્યને હાનિકારક ગણાતા સોડિયમથી હાઈ બ્લડ પ્રેશર થાય છે. મેદસ્વિતા વધે છે તેમજ પેટ અને લિવરને લગતા રોગો થાય છે. કોલંબિયાની મેઈલમેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થનાં અભ્યાસમાં જણાવ્યા મુજબ બિનઆરોગ્યપ્રદ ખોરાકનો વધુ પડતો ઉપયોગ કરવાથી સગર્ભાવસ્થા માટે મોટી ઉંમરનાં બાળકને જન્મ આપવાનાં ઊંચા જોખમ સાથે સંકળાયેલું રહે  છે.

     

    શું છે આ કાયદો..

     

    જંક ફૂડ એટલે શું? કાયદા મુજબ જંક ફૂડમાં એવા પ્રોસેસ્ડ ફૂડને સામેલ કરવામાં આવ્યા છે જેમાં વધુ પ્રમાણમાં ખાંડ હોય, વધુ પ્રમાણમાં મીઠુ હોય, આવા ખોરાકમાં સેચ્યુરેટેડ ફેટ્સ હોય, જુદાજુદા પ્રકારનાં સૉસ હોય, અનાજ હોય, જેલી તેમજ જામ હોય, કોન્ડીમેન્ટ્સ હોય, મસાલા હોય તેમજ સ્પાયસી મસાલાનો ઉપયોગ કરાયો હોય.

    આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: યુએનમાં ફરી ઇઝરાયેલ વિરુદ્ધ ઠરાવ, આ વખતે ભારતે ઉઠાવ્યું આ પગલું.. જાણો વિગતે..

    કોલંબિયાની સરકારે આરોગ્યને હાનિકારક ફૂડનાં પેકેટ પર ફરજિયાતપણે હેલ્થ વૉર્નિંગ છાપવાનું અમલી બનાવ્યું છે. જેમાં ફૂડમાં રહેલા વધુ પડતા સેચ્યુરેટેડ ફેટ તેમજ વધુ પડતા ખાંડનાં પ્રમાણને દર્શાવવામાં આવે છે. હેલ્થ વૉર્નિંગ લેબલવાળા ફૂડ પેકેટ પર નવો ટેક્સ લાગુ પડશે તેવી પણ જાહેરાત કરાઈ છે.

     

  • આધાર કાર્ડનો ગેરઉપયોગ કરશો તો કરોડોમાં દંડ ભરવો પડશે; કેન્દ્ર સરકારનો નવો કાયદો; જાણો વિગતે

    આધાર કાર્ડનો ગેરઉપયોગ કરશો તો કરોડોમાં દંડ ભરવો પડશે; કેન્દ્ર સરકારનો નવો કાયદો; જાણો વિગતે

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 4 નવેમ્બર, 2021

    ગુરુવાર

     

    કેન્દ્ર સરકારે આધાર કાર્ડને લઈને નવો કાયદો બનાવ્યો છે. હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ને આધાર એક્ટનું પાલન ન કરનારાઓ સામે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની સત્તા આપવામાં આવી છે. કાયદો પસાર થયાના લગભગ બે વર્ષ પછી, 2 નવેમ્બર 2021ના રોજ આ નિયમ કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરાયો છે.

     

    આધાર કાર્ડના દુરુપયોગના ઘણા કેસ સામે આવે છે. અન્ય વ્યક્તિ કોઈના આધાર કાર્ડનો ગેરકાયદે ઉપયોગ કરે છતાં અત્યાર સુધી UIDAIને આ અંગે કોઈ પગલાં લેવાની સત્તા આપવામાં આવી ન હતી.

     

    આ નવા નિયમ હેઠળ, UIDAI આધાર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે અધિકારીઓની નિમણૂક કરી શકશે.

    સાથે જ ગુનેગારોને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. 

     

    વર્ષ 2019માં પસાર થયેલા કાયદામાં દલીલ કરવામાં આવી હતી કે, "ગોપનીયતાના રક્ષણ માટે અને UIDAIની સ્વાયત્તતાને સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારો કરવાની જરૂર છે." ત્યારબાદ નાગરિક દંડની જોગવાઈ માટે આધાર એક્ટમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવ્યું.

     

    જો UIDAIના નિયમોનું ઉલ્લંઘન થાય તો નવા નિયમ હેઠળ ફરિયાદ નોંધાવી શકાય છે. નિયુક્ત અધિકારીઓ આ કેસની સુનાવણી કરશે અને ઉલ્લંઘન કરનારાઓને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. UIDAI તેના કોઈપણ અધિકારીઓને પ્રેઝન્ટિંગ ઓફિસર તરીકે નોમિનેટ કરી શકે છે. તે અધિકારી ઓથોરિટી વતી આ બાબતને નિર્ણાયક અધિકારી સમક્ષ રજૂ કરશે.

     

    વર્તમાનમાં સરકારી યોજનાઓનો લાભ લેવાથી લઈને સિમ કાર્ડ, પાન કાર્ડ, ઈન્કમ ટેક્સ રિટર્ન વગેરે સુધી દરેક જગ્યાએ આધાર ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે આધાર કાર્ડનો ઘણી વખત દુરુપયોગ થાય છે.