Tag: newscontinuous

  • Bardoli ITI:બારડોલી ITI ખાતે તા.૩૧ ઓગસ્ટ ચોથા રાઉન્ડ માટે પ્રવેશ મેળવવાની સુવર્ણ તક

    Bardoli ITI:બારડોલી ITI ખાતે તા.૩૧ ઓગસ્ટ ચોથા રાઉન્ડ માટે પ્રવેશ મેળવવાની સુવર્ણ તક

     News Continuous Bureau | Mumbai 

    • ઇચ્છુક ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્ર સાથે એડમિશનનો લાભ લેવા અનુરોધ

    Bardoli ITI:ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર સંચાલિત બારડોલી આઇ.ટી.આઇ. ખાતે ચોથા રાઉન્ડ માટે તા.૩૧/૦૮/૨૦૨૪ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. જેથી ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે એડમિશનનો લાભ લેવા આચાર્યશ્રી, iti બારડોલી, તેન ગામ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
    સંસ્થા ખાતે ફિટર, ઈલેક્ટ્રીશયન, ઈલેક્ટ્રોનિક્સ મિકેનીકલ, વેલ્ડર, રેફ્રીજરેશન એન્ડ એરકંડીશનીંગ મિકેનીક, મિકેનીક મોટર વ્હીકલ, મિકેનીક ડીઝલ એન્જીન, કોમ્ય્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર એઇડેડ એમ્બ્રોડરી એન્ડ ડીઝાઇનીંગ, આર્મેચર,મોટર રીવાઇન્ડીગ, ટર્નર વગેરે જેવા ટ્રેડમાં ભારવાપાત્ર બેઠકો પર પ્રવેશ મેળવી શકાશે એમ આઈ.ટી.આઈ.,બારડોલીના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

    આ સમાચાર પણ વાંચો: Van Mahotsav:સુરતની આ શાળામાં ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન, શાળાના કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષ રોપાયા

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Van Mahotsav:સુરતની આ શાળામાં ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન, શાળાના કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષ રોપાયા

    Van Mahotsav:સુરતની આ શાળામાં ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન, શાળાના કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષ રોપાયા

     News Continuous Bureau | Mumbai 

    • દર વર્ષે એક વૃક્ષનું વાવેતર કરી ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ અને પર્યાવરણના જતન કરી શકીએ છીએ : – સાંસદ મુકેશભાઈ દલાલ
    • શાળાના કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું

    Van Mahotsav: સુરત શહેરના વેસુ પ્રાથમિક શાળા ખાતે સામાજિક વનીકરણ વિભાગ,સુરત અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાનની થીમ સાથે ૭૫મા મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી સુરત સાંસદ મુકેશભાઈ દલાલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
    વેસુ પ્રાથમિક શાળા ખાતે આયોજિત વન મહોત્સવ કાર્યક્રમમાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં છેલ્લા ૧૫ વર્ષથી વન મહોત્સવની ઉજવણી કરે છે. સુરતે ડાયમંડ અને ટેક્સટાઇલની ઓળખ સાથે સ્વચ્છ અને હરિયાળું સુરત તરીકે ઓળખાય છે.

    Tree plantation program organized under 'Ek Pad Ma Ke Naam' in this school in Surat, trees were planted by dignitaries in the school compound
    Tree plantation program organized under ‘Ek Pad Ma Ke Naam’ in this school in Surat, trees were planted by dignitaries in the school compound

    આ સમાચાર પણ વાંચો:Gujarat Rainfall Alert:ગુજરાતમાં હજુ છ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ આગાહી

    વધુમાં તેમણે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાઈને શહેરને હરિયાળું બનાવવામાં યોગદાન આપીએ. તેમણે કહ્યું કે, આજે વિશ્વ ભરમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે આપણે સૌ પોતાના ઘર આંગણે, મહોલ્લા કે પડતર જગ્યાઓમાં દર વર્ષે એક વૃક્ષનું વાવેતર કરી ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ અને પર્યાવરણના જતન કરવાનો અનુરોધ કર્યો હતો.
    સુરતના મેયરશ્રી દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સૂરત શહેરમાં દરેક વ્યક્તિ વૃક્ષ વાવી ગ્લોબલ વોર્મિંગ સામે લડી શકાય છે. આ અભિયાનમાં શાળાના દરેક બાળકોને પોતાની માતા સાથે એક વૃક્ષ વાવવાં અપીલ કરી હતી. સાથે ઉપસ્થિત સૌને પોતાના ઘરમાં લાકડાના ફર્નિચર વાપરીએ છીએ ત્યારે દરેક એક-એક વૃક્ષ વાવી તેનું ઋણ અદા કરવા તેમણે જણાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો:DMK MP: ઓત્તારી, આ પાર્ટીના સાંસદને થયો 900 કરોડ નો દંડ

    આ પ્રસંગે સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાએ જણાવ્યું કે, ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણીમાંથી પ્રેરણા લઈને અન્ય રાજ્યોમાં પણ વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. પર્યાવરણના જતન અને ગ્લોબલ વોર્મિંગ માટે વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે. જો આપણે વૃક્ષો વાવીએ અને સાથે જૂના વૃક્ષોનું જતન કરવું જોઈએ. પર્યાવરણના જતન માટે દર વર્ષે સુરત શહેરમાં વન વિભાગ દ્વારા વર્ષે ૪૦ લાખ અને મહાનગરપાલિકા દ્વારા ૧૦ લાખ રોપાનું વિતરણ કરવામાં આવે છે.
    કાર્યક્રમમાં નાટક થકી પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું સાથે મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને છોડ વિતરણ અને શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું હતું.
    આ પ્રસંગે ડે.મેયર ડૉ.નરેન્દ્ર પાટીલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, સુરત મ્યુ. કમિશનર સાલિની અગ્રવાલ, નાયબ વન સંરક્ષકશ્રી આનંદ કુમાર, ડે.કમિશનર કમલેશ નાયક, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કોર્પોરેટરો, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • DMK MP: ઓત્તારી, આ પાર્ટીના સાંસદને થયો 900 કરોડ નો દંડ

    DMK MP: ઓત્તારી, આ પાર્ટીના સાંસદને થયો 900 કરોડ નો દંડ

     News Continuous Bureau | Mumbai 

    • દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના લોકસભા સાંસદ એસ જગતરક્ષકન અને તેમના પરિવારના સભ્યો પર રૂ. 908 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. 
    • સાથે જ 89.19 કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ એટેચ કરવામાં આવી છે. 
    • વિદેશી હૂંડિયામણના નિયમોના ઉલ્લંઘન સાથે સંબંધિત કેસમાં ઈડીએ આ કાર્યવાહી કરી છે. 
    • સાંસદ એસ. જગતરક્ષકન, તેમના પરિવાર અને સંબંધિત ભારતીય સંસ્થાઓ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને ફેમા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો: Gujarat Sports:આજે નેશનલ સ્પોર્ટ્સ ડે, ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ 20 વર્ષમાં 141 ગણું વધીને અધધ આટલા કરોડ થયું

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat Sports:આજે નેશનલ સ્પોર્ટ્સ ડે,  ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ 20 વર્ષમાં 141 ગણું વધીને  અધધ આટલા કરોડ થયું

    Gujarat Sports:આજે નેશનલ સ્પોર્ટ્સ ડે, ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ 20 વર્ષમાં 141 ગણું વધીને અધધ આટલા કરોડ થયું

    News Continuous Bureau | Mumbai 

    • ગુજરાત સરકારના સહયોગથી ખેલ પ્રતિભાઓને મળી રહી છે અભૂતપૂર્વ તકો, સ્પેશ્યલ કોચિંગથી માંડીને પોષણ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે
    • ખેલ મહાકુંભ 2.0માં 53 લાખ 66 હજારથી વધુ લોકોએ ભાગ લીધો

    Gujarat Sports:આજે ગુજરાતના ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતની છાપ દાળભાત ખાનાર તરીકેની હતી અને સ્પોર્ટ્સમાં તેનું નામોનિશાન ન હતું. પરંતુ, છેલ્લા બે દાયકામાં ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ આવ્યા છે અને તેમની ક્ષમતામાં વધારો થયો છે. તેનો શ્રેય ગુજરાત સરકારના અથાક પ્રયાસોને જાય છે.

    Today is National Sports Day, Gujarat's sports budget has increased 141 times in 20 years to half this crore.
    Today is National Sports Day, Gujarat’s sports budget has increased 141 times in 20 years to half this crore.

    રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અનેક નવી પહેલો, કાર્યક્રમો અને નીતિઓ શરુ કરવામાં આવી હતી જેના હેઠળ એથ્લિટ્સને યોગ્ય તાલીમ, નાણાકીય સહાય અને માન્યતા પ્રદાન કરવામાં આવે છે. 2002 પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, જે આજે 141 ગણું વધીને ₹352 કરોડથી વધુનું થયું છે.

    ઉલ્લેખનીય છે કે, હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટનો દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.

    Today is National Sports Day, Gujarat's sports budget has increased 141 times in 20 years to half this crore.
    Today is National Sports Day, Gujarat’s sports budget has increased 141 times in 20 years to half this crore.

    ગુજરાતમાં વિવિધ યોજનાઓ દ્વારા ખેલાડીઓને મળી રહ્યું છે પ્રોત્સાહન
    રાજ્યમાં રમતગમતના વાતાવરણને ઉત્તેજન મળે એ માટે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે જેમાં સેન્ટર ઑફ એક્સલન્સ, ખેલ પ્રતિભા પુરસ્કાર, શક્તિદૂત યોજના, ઇનસ્કૂલ યોજના, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, ખેલ મહાકુંભ વગેરેનો સમાવેશ થાય છે. ખેલાડીઓની પ્રતિભાને નિખારવા માટે ગુજરાત સરકાર તેમને યોજના અનુસાર સ્પેશ્યલ કોચિંગ, સ્પોર્ટ્સ કિટ, સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસનો ખર્ચ, પોષણ સહિતની સુવિધાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સ્પોર્ટ્સ પોલિસી 2022-2027 લૉન્ચ કરી છે જેનો હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. આ પોલિસીથી ગુજરાત આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને તેમના સપના સાકાર કરવાની વધુ તકો મળશે.

    આ સમાચાર પણ વાંચો: જાપાનમાં ભયાનક તોફાન, રેકોર્ડ બ્રેક વરસાદનું એલર્ટ; હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા…

    Today is National Sports Day, Gujarat's sports budget has increased 141 times in 20 years to half this crore.
    Today is National Sports Day, Gujarat’s sports budget has increased 141 times in 20 years to half this crore.

    20 વર્ષમાં ગુજરાતે વિશ્વ સ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, સ્પોર્ટ્સ બજેટ 141 ગણું વધ્યું
    ગુજરાતમાં આજે મોટા પાયે સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું આયોજન થઈ રહ્યું છે અને ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાની વિશેષ તકો મળી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગત 2 વર્ષમાં જ 36મી નેશનલ ગેમ્સ અને 19મી NIDJAM(National inter district junior athletics meet)નું ગુજરાતમાં સફળ આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 20 વર્ષમાં ગુજરાત સરકારે રમતગમત ક્ષેત્રે નાગરિકોને ઉત્તેજન આપવાના લક્ષ્ય સાથે વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. 2002 પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, જે 2024માં ₹352 કરોડને પાર થઈ ગયું છે. 2002માં માત્ર 3 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ હતા અને આજે 22 જિલ્લામાં 24 જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 3 તાલુકા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને નડિયાદમાં હાઈ પર્ફોર્મન્સ સેન્ટર કાર્યરત છે. તો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં પણ અનેક ખેલાડીઓ સ્વદેશી અને આધુનિક બંને પ્રકારના સ્પોર્ટ્સમાં તાલીમ લઈ રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો:Radha Ashtami 2024 : 11 કે 12 સપ્ટેમ્બર, ક્યારે છે રાધા અષ્ટમી? જાણો સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને મહત્વ..

    Today is National Sports Day, Gujarat's sports budget has increased 141 times in 20 years to half this crore.
    Today is National Sports Day, Gujarat’s sports budget has increased 141 times in 20 years to half this crore.

    ખેલ મહાકુંભથી નાગરિકોમાં નવું જોમ આવ્યું, લાખો લોકો ભાગ લઈ રહ્યા છે
    રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ નિર્માણ થાય, પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય, ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ આવે તેવા ઉદ્દેશથી ખેલમહાકુંભની નવતર પહેલ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. ખેલ મહાકુંભ એ એશિયાનો સૌથી મોટો ગ્રાસરૂટ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. આ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટથી ગુજરાતીઓમાં નવું જોમ આવ્યું છે અને અંતરિયાળ વિસ્તારોમાંથી પણ પ્રતિભાઓ સામે આવી રહી છે. 9 વર્ષથી માંડી સિનિયર સિટિઝન કક્ષાના સ્પર્ધકો ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે. ખેલ મહાકુંભ 2.0 ઇવેન્ટમાં 53 લાખ 66 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન સ્વરૂપે રાજ્ય સરકાર આર્થિક પુરસ્કાર પણ આપે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • TRAI: પ્રમોશનલ કોલ અને મેસેજથી મળશે રાહત, TRAI આ મુદ્દાને ઉકેલવા માટે બહાર પાડ્યું રિવ્યૂ કન્સલ્ટેશન પેપર

    TRAI: પ્રમોશનલ કોલ અને મેસેજથી મળશે રાહત, TRAI આ મુદ્દાને ઉકેલવા માટે બહાર પાડ્યું રિવ્યૂ કન્સલ્ટેશન પેપર

     News Continuous Bureau | Mumbai 

    TRAI:ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આજે ​​”ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન્સ, 2018 (TCCCPR-2018)ની સમીક્ષા” પર જાહેર ટિપ્પણીઓ માટે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે.

    TCCCPR-2018 નો અમલ ફેબ્રુઆરી-2019માં અનસોલિસીટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ (UCC)ના મુદ્દાને ઉકેલવા માટે કરવામાં આવ્યો હતો. આ નિયમોનો હેતુ ગ્રાહકોને અનિચ્છનીય પ્રમોશનલ કૉલ્સ અને સંદેશાઓથી બચાવવાનો છે, જ્યારે વ્યવસાયોને એવા ગ્રાહકોને લક્ષિત સંચાર મોકલવાની મંજૂરી આપે છે કે જેમણે તેમને પ્રાપ્ત કરવા માટે સંમતિ આપી હોય અથવા પસંદગીઓ સેટ કરી હોય.

    નિયમનકારી માળખાના અમલીકરણ દરમિયાન, કેટલીક સમસ્યાઓ જોવા મળી છે. આ કન્સલ્ટેશન પેપર અમલીકરણ દરમિયાન જોવા મળેલા મુદ્દાઓને આગળ લાવવાનો હેતુ ધરાવે છે, અને જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. આ મુદ્દાઓથી સંબંધિત નિયમોની જોગવાઈઓમાં સુધારાની જરૂર પડી શકે છે. કન્સલ્ટેશન પેપરમાં ચર્ચા કરાયેલ મુદ્દાઓની વ્યાપક શ્રેણીમાં નીચેનાનો સમાવેશ થાય છે:-

    • કોમર્શિયલ કોમ્યુનિકેશન્સની વ્યાખ્યાઓ.
    • ફરિયાદ નિવારણ સંબંધિત જોગવાઈઓ.
    • UCC ડિટેક્ટ સિસ્ટમ અને તેની ક્રિયા.
    • નાણાકીય નિષેધને લગતી જોગવાઈઓ.
    • પ્રેષકો અને ટેલિમાર્કેટર્સ સંબંધિત જોગવાઈઓ.
    • ઉચ્ચ સંખ્યામાં વૉઇસ કૉલ્સ અને SMSનું વિશ્લેષણ.

    આ સમાચાર પણ વાંચો: Mumbai Gujarati Sangathan:મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે સરસ્વતી સન્માન સમારોહ – ૨૦૨૪

    TRAI નિયમોને મજબૂત કરવા માટેના ક્ષેત્રો પર ઇનપુટ માંગી રહી છે, જેમાં અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ (UTM) સામે કડક જોગવાઈઓ છે જેઓ સ્પામ કોલ્સ દ્વારા લોકોને હેરાન કરે છે, ફરિયાદ નિવારણની સુધારેલી પદ્ધતિ, વધુ અસરકારક UCC શોધ પ્રણાલીઓ, નિયમનકારી જોગવાઈઓના ઉલ્લંઘન માટે મજબૂત નાણાકીય નિરાશા, અને પ્રેષકો અને ટેલિમાર્કેટર્સ માટે સુધારેલા નિયમો. પેપર UCC ને નિરાશ કરવા માટે વૉઇસ કૉલ્સ અને SMS માટે વિભેદક ટેરિફની શક્યતા પણ શોધે છે.

    કન્સલ્ટેશન પેપર ટ્રાઈની વેબસાઈટ www.trai.gov.in પર ઉપલબ્ધ છે. પરામર્શ પેપર પર લેખિત ટિપ્પણીઓ 25 સપ્ટેમ્બર, 2024 સુધીમાં હિતધારકો પાસેથી આમંત્રિત કરવામાં આવે છે. પ્રતિ ટિપ્પણીઓ, જો કોઈ હોય તો, ઑક્ટોબર 09, 2024 સુધીમાં સબમિટ કરી શકાય છે. ટિપ્પણીઓ અને પ્રતિ-ટિપ્પણીઓ, પ્રાધાન્યમાં ઇ- મેલ એડ્રેસ advqos@trai.gov.in પર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં મોકલી શકાય છે.

    કોઈપણ સ્પષ્ટતા/માહિતી માટે, શ્રી જયપાલ સિંહ તોમર, સલાહકાર (QoS-II)નો ઈમેલ આઈડી advqos@trai.gov.in પર સંપર્ક કરી શકાય છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Mangal Prabhat Lodha: બેરોજગાર સેવા સંસ્થાઓ હવે ટેન્ડર વિના આટલા લાખ રૂપિયા સુધીના કોન્ટ્રાક્ટ લઇ શકશે, કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ કરી જાહેરાત..

    Mangal Prabhat Lodha: બેરોજગાર સેવા સંસ્થાઓ હવે ટેન્ડર વિના આટલા લાખ રૂપિયા સુધીના કોન્ટ્રાક્ટ લઇ શકશે, કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ કરી જાહેરાત..

     News Continuous Bureau | Mumbai 

    •  ત્રણ લાખ રૂપિયાની મર્યાદા હવે વધારીને ૧૦ લાખ કરવાની મંત્રી લોઢાએ કરી જાહેરાત 

    Mangal Prabhat Lodha: મહારાષ્ટ્રના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મહારાષ્ટ્રમાં કાર્યરત બેરોજગારી સેવા એજન્સીઓ માટે બિન-ટેન્ડર કોન્ટ્રાકટની મર્યાદા વધારીને ૧૦ લાખ રૂપિયાની કરવાની જાહેરાત કરી હતી. અગાઉ ઉપરોક્ત કામની મર્યાદા ત્રણ લાખ રુપિયા સુધીની હતી, આ નિર્ણય વિશે બોલતા મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વમાં કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા વિવિધ રીતે રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધી મહારોજગાર મેળા, પંડિત દિનદયાલ ઉપાધ્યાય રોજગાર મેળા, મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ જેવી વ્યાપક યોજના પ્રસ્તુત કરવામાં આવી છે. હવે હાલમાં કરાયેલી જાહેરાત અત્યંત મહત્વની છે.

    આ સમાચાર પણ વાંચો: Mukesh Death Anniversary:અમર સૂરને અનોખી શ્રધ્ધાંજલિ:જગ મેં રહ જાયેંગે પ્યારે તેરે બોલ પ્રસિધ્ધ ગાયક સ્વ. મુકેશની ૪૮ મી પુણ્યતિથીઐ નેપિયન્સી રોડ ખાતે મુકેશ ચોકનું મંત્રી લોઢા દ્વારા ઉદ્ઘાટન

    હવે બેરોજગાર સેવા સંસ્થાઓ તેમના પોતાના કાર્યનો વ્યાપ વિસ્તારી શકે છે અને નવી તકો ઊભી કરી શકે છે અને બદલામાં રોજગારીનું સર્જન કરી શકે છે. રોજગાર સાથે સમૃદ્ધ મહારાષ્ટ્ર બનાવવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વર્ષ-૨૦૨૩ ના અંતે જાહેર થયેલા આંકડા પ્રમાણે હાલમાં મહારાષ્ટ્રમાં ૨૦૦૦ થી વધુ સેવા સંસ્થાઓ કામ કરી રહી છે, અને તેમની પાસે ૩૫૦૦૦ થી વધુ સભ્યો છે. અન્ય સંસ્થાઓની તુલનામાં બેરોજગારી સેવા સંસ્થાઓમાં ઉપલબ્ધ નોકરીઓની સંખ્યા ઓછી હોવાથી બિન-ટેન્ડરવાળી નોકરીઓની મર્યાદા ત્રણ લાખથી વધારીને ૧૦ લાખ રૂપિયા સુધીની કરવાની માંગ કરવામાં આવી હતી. તે મુજબ કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મહત્વની જાહેરાત કરી છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Mukesh Death Anniversary:અમર સૂરને અનોખી શ્રધ્ધાંજલિ:જગ મેં રહ જાયેંગે પ્યારે તેરે બોલ પ્રસિધ્ધ ગાયક સ્વ. મુકેશની ૪૮ મી પુણ્યતિથીઐ નેપિયન્સી રોડ ખાતે મુકેશ ચોકનું મંત્રી લોઢા દ્વારા ઉદ્ઘાટન

    Mukesh Death Anniversary:અમર સૂરને અનોખી શ્રધ્ધાંજલિ:જગ મેં રહ જાયેંગે પ્યારે તેરે બોલ પ્રસિધ્ધ ગાયક સ્વ. મુકેશની ૪૮ મી પુણ્યતિથીઐ નેપિયન્સી રોડ ખાતે મુકેશ ચોકનું મંત્રી લોઢા દ્વારા ઉદ્ઘાટન

     News Continuous Bureau | Mumbai 

    Mukesh Death Anniversary: બોલીવુડનાં સદાબહાર ગાયક સ્વ. શ્રી મુકેશચંદ્ર માથુર અર્થાત મુકેશની ૪૮ મી પૂણ્યતિથી નિમીતે ૨૭ મી ઓગસ્ટે મલબાર હિલ વિસ્તારનાં નેપિયન્સી રોડ ખાતે મુકેશ ચોકનું સ્થાનિક વિધાનસભ્ય અને રાજ્યનાં કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકપ્રિય ગાયક મુકેશની યાદમાં બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ડી વિભાગ દ્વારા નેપિયન સી રોડ વિસ્તારમાં લક્ષ્મીબાઈ જગમોહનદાસ માર્ગ પર મુકેશ યોકનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું. આ સાથે મુકેશની યાદમાં ત્યાં એક તકતી પણ મુકવામાં આવી છે.

    મંગલ પ્રભાત લોઢા દ્વારા સ્થાનિક વિધાનસભ્ય તરીકે આ ચોકને સુંદર બનાવવાનો ખ્યાલ રજુ કરવામાં આવ્યો હતો. ગાયક મુકેશે ઘણા અવિસ્મરણીય ગીતો આપ્યા છે. સંગીત ક્ષેત્રે તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ રૂપે ચોકનું ઉદ્ઘાટન કર્યા બાદ એક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુકેશના પુત્ર અને પ્રખ્યાત ગાયક નીતિન મુકેશ. પૌત્ર અને પ્રખ્યાત ફિલ્મ અભિનેતા નીલ નીતિન મુકેશ, તેમનો પરિવાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, “મુકેશના ગીતો જીવનના દરેક પ્રસંગમાં આપણી સાથે હોય તેવું લાગે છે.

    આ સમાચાર પણ વાંચો: Private FM Radio:મોદી કેબિનેટે આટલા નવા શહેરો/નગરોને ખાનગી એફએમ રેડિયો શરૂ કરવાની મંજૂરી આપી, નવી રોજગારીની તકોનું થશે સર્જન..

    મુકેશનો સ્વર ભૌગોલિક મર્યાદાઓથી આગળ વધીને દરેક વ્યક્તિના હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આજે તેના સન્માનનો આ અમારો નમ્ર પ્રયાસ છે. બોલીવુડમાં તેમના યોગદાન માટે, અને આજના આ કાર્યક્રમ માટે તેમના પરિવારે જે સહકાર આપ્યો છે તેમનો હું આભારી છું!” મુકેશના પરિવારે પણ લગભગ ૨૫ ફૂટ લાંબું અને ૧૨ ફૂટ ઊંચું ગ્લો સાઈન બોર્ડ બનાવીને સહયોગ આપ્યો છે. આ ગ્લો સાઈન બોર્ડ બનાવતી વખતે મુકેશનું નામ કલાત્મક અને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે, અને તેમના દ્વારા ગાયેલા અસંખ્ય ગીતો પૈકીની એક જાણીતી પંક્તિ જગ મેં રહે જાયેંગે પ્યારે તેરે બોલ…’ પણ આ ગ્લો સાઈન બોર્ડ પર અંકિત કરવામાં આવી છે..

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Private FM Radio:મોદી કેબિનેટે આટલા નવા શહેરો/નગરોને ખાનગી એફએમ રેડિયો શરૂ કરવાની મંજૂરી આપી, નવી રોજગારીની તકોનું થશે સર્જન..

    Private FM Radio:મોદી કેબિનેટે આટલા નવા શહેરો/નગરોને ખાનગી એફએમ રેડિયો શરૂ કરવાની મંજૂરી આપી, નવી રોજગારીની તકોનું થશે સર્જન..

    News Continuous Bureau | Mumbai 

    Private FM Radio:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખાનગી એફએમ રેડિયોના પ્રથમ તબક્કાની નીતિ અંતર્ગત રૂ.784.87 કરોડની અંદાજિત અનામત કિંમત સાથે 234 નવા શહેરોમાં 730 ચેનલો માટે આરોહણ ઇ-હરાજીની ત્રીજી બેચ હાથ ધરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

    રાજ્યવાર શહેરો/નગરોની યાદી અને નવી હરાજી માટે મંજૂર થયેલી ખાનગી એફએમ ચેનલ્સની સંખ્યાને પરિશિષ્ટ તરીકે જોડવામાં આવી છે.

    મંત્રીમંડળે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને બાદ કરતાં એફએમ ચેનલની વાર્ષિક લાઇસન્સ ફી (એએલએફ) કુલ આવકના 4 ટકા તરીકે લેવાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી. આ 234 નવા શહેરો/નગરો માટે લાગુ થશે.

    આ સમાચાર પણ વાંચો: Hydro Electric Projects:કેબિનેટે પૂર્વોત્તર પ્રદેશમાં હાઇડ્રો ઇલેક્ટ્રીક પ્રોજેક્ટ્સના વિકાસ માટે કેન્દ્રીય નાણાકીય સહાયને આપી મંજૂરી

    234 નવા શહેરો/નગરોમાં ખાનગી એફએમ રેડિયો રોલઆઉટ આ શહેરો/કસ્બાઓમાં એફએમ રેડિયોની અવિરત માગને પૂર્ણ કરશે, જે હજુ પણ ખાનગી એફએમ રેડિયો પ્રસારણ દ્વારા ખુલ્લી રાખવામાં આવી છે અને માતૃભાષામાં નવી/સ્થાનિક સામગ્રી લાવશે.

    તે રોજગારીની નવી તકોનું સર્જન કરવા, સ્થાનિક બોલી અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તરફ દોરી જશે તથા ‘વોકલ ફોર લોકલ’ પહેલો તરફ દોરી જશે.

    માન્ય થયેલા ઘણાં શહેરો/કસ્બાઓ મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને એલડબલ્યુઇ (LWE) અસરગ્રસ્ત વિસ્તારોમાં છે. આ ક્ષેત્રોમાં ખાનગી એફએમ રેડિયોની સ્થાપનાથી આ વિસ્તારોમાં સરકારની પહોંચ વધુ મજબૂત થશે.

    પરિશિષ્ટ

     

    730 ચેનલ્સ ધરાવતા 234 નવા શહેરો/નગરોની યાદી
    ક્રમ શહેર / નગરનું નામ ચેનલો ઉપલબ્ધ
    આંદામાન અને એએમપી; નિકોબાર
    1 પોર્ટ બ્લેર 3
    આંધ્ર પ્રદેશ
    1 એડોની 3
    2 અનંતપુરમ 3
    3 ભીમાવરમ 3
    4 ચિલાકાલુરીપેટ 3
    5 ચિરાલા 3
    6 ચિત્તૂર 3
    7 કુડાપાહ 3
    8 ધર્મવરમ 3
    9 એલુરુ 3
    10 ગુંટાકાલ 3
    11 હિન્દુપુર 3
    12 કાકીનાડા 4
    13 કુર્નૂલ 4
    14 માચિલીપટ્ટનમ 3
    15 મદનાપાલે 3
    16 નંદ્યાલ 3
    17 નરસારાઓપેટ 3
    18 ઓંગોલ 3
    19 પ્રોડ્ડાતુર 3
    20 શ્રીકાકુલમ 3
    21 તાડપેત્રી 3
    22 વિઝિયાનગરમ 3
    આસામ
    1 ડિબ્રુગઢ 3
    2 જોરહાટ 3
    3 નાગાંવ (નૌગેંગ) 3
    4 સિલ્ચર 3
    5 તેજપુર 3
    6 તિનસુકિયા 3
    બિહાર
    1 અરાહ 3
    2 ઔરંગાબાદ 3
    3 બાઘાહા 3
    4 બેગુસરાય 3
    5 બેટ્ટીઆહ 3
    6 ભાગલપુર 4
    7 બિહાર શરીફ 3
    8 છાપરા 3
    9 દરભંગા 3
    10 ગયા 4
    11 કિશનગંજ 3
    12 મોતિહારી 3
    13 મુંગેર 3
    14 પૂર્ણિયા 4
    15 સહરસા 3
    16 સાસારામ 3
    17 સીતામઢી 3
    18 સીવાન 3
    છત્તીસગઢ
    1 અંબિકાપુર 3
    2 જગદલપુર 3
    3 કોરબા 3
    દમણ અને દીવ
    1 દમણ 3
    ગુજરાત
    1 અમરેલી 3
    2 ભુજ 3
    3 બોટાદ 3
    4 દાહોદ 3
    5 ગાંધીધામ 3
    6 જેતપુર નવાગઢ 3
    7 પાટણ 3
    8 સુરેન્દ્રનગર દુધરેજ 3
    હરિયાણા
    1 અંબાલા 3
    2 ભિવાની 3
    3 જીંદ 3
    4 કૈથલ 3
    5 પાણીપત 3
    6 રેવાડી 3
    7 રોહતક 3
    8 સિરસા 3
    9 થાનેસર 3
    J&K
    1 અનંતનાગ 3
    ઝારખંડ
    1 બોકારો સ્ટીલ સીટી 3
    2 દેવઘર 3
    3 ધનબાદ 4
    4 ગિરિડીહ 3
    5 હજારીબાગ 3
    6 મેદનીનગર (ડાલ્ટનગંજ) 3
    કર્ણાટક
    1 બગલકોટ 3
    2 બેલગામ 4
    3 બેલેરી 4
    4 બિદર 3
    5 બીજાપુર 4
    6 ચિકમગાલુર 3
    7 ચિત્રદુર્ગા 3
    8 દાવણગેરે 4
    9 ગડગ બેટીગરી 3
    10 હસન 3
    11 હોસ્પેટ 3
    12 કોલાર 3
    13 રાયચુર 3
    14 શિમોગા 4
    15 તુમકુર 3
    16 ઉડુપી 3
    કેરળ
    1 કાન્હાગડ (કાસરગોડ) 3
    2 પલક્કડ 3
    લક્ષદ્વીપ
    1 કાવારટ્ટી 3
    મધ્ય પ્રદેશ
    1 બેતુલ 3
    2 બુરહાનપુર 3
    3 છતરપુર 3
    4 છીંદવાડા 3
    5 ડામોહ 3
    6 ગુના 3
    7 ઈટારસી 3
    8 ખંડવા 3
    9 ખરગોન 3
    10 મંદસૌર 3
    11 મુરવાડા (કટની) 3
    12 નીમચ 3
    13 રતલામ 3
    14 રીવા 3
    15 સાગર 4
    16 સતના 3
    17 સીઓની 3
    18 શિવપુરી 3
    19 સિન્ક્રોઉલ્સ 3
    20 વિદિશા 3
    મહારાષ્ટ્ર
    1 અચલપુર 3
    2 બાર્શી 3
    3 ચંદ્રપુર 4
    4 ગોન્ડીયા 3
    5 લાતુર 4
    6 માલેગાંવ 4
    7 નંદુરબાર 3
    8 ઉસ્માનાબાદ 3
    9 ઉદગીર 3
    10 વર્ધા 3
    11 યવતમાલ 3
    મણિપુર
    1 ઇમ્ફાલ 4
    મેઘાલય
    1 જોવાઈ 3
    મિઝોરમ
    1 લુંગલેઈ 3
    નાગાલેન્ડ
    1 દીમાપુર 3
    2 કોહિમા 3
    3 મોકુચંગ 3
    ઓડિશા
    1 બાલેશ્વર 3
    2 બારીપાડા 3
    3 બેરહામપુર 4
    4 ભદ્રક 3
    5 પુરી 3
    6 સંબલપુર 3
    પંજાબ
    1 અબોહર 3
    2 બાર્નાલા 3
    3 બાથિંડા 3
    4 ફિરોઝપુર 3
    5 હોશિયારપુર 3
    6 લુધિયાણા 4
    7 મોગા 3
    8 મુક્તસર 3
    9 પઠાણકોટ 3
    રાજસ્થાન
    1 અલવર 4
    2 બાંસવાડા 3
    3 બેવાર 3
    4 ભરતપુર 3
    5 ભીલવાડા 4
    6 ચિત્તૌરગઢ 3
    7 ચુરુ 3
    8 ધૌલપુર 3
    9 ગંગાનગર 3
    10 હનુમાનગઢ 3
    11 હિન્ડાઉન 3
    12 ઝુનઝુનુ 3
    13 મકરાના 3
    14 નાગૌર 3
    15 પાલી 3
    16 સવાઈ માધોપુર 3
    17 સીકર 3
    18 સુજાનગઢ 3
    19 ટોંક 3
    તમિલનાડુ
    1 કૂન્નુર 3
    2 ડિંડીગુલ 3
    3 કારાઈકુડી 3
    4 કરુર 3
    5 નાગરકોઈલ / કન્યાકુમારી 3
    6 નેયવેલી 3
    7 પુડુક્કોટ્ટાઈ 3
    8 રાજપાલયમ 3
    9 તંજાવુર 3
    10 તિરુવન્નામલાઈ 3
    11 વાણિયામ્બાડી 3
    તેલંગાણા
    1 અદિલાબાદ 3
    2 કરીમનગર 3
    3 ખમ્મામ 3
    4 કોથાગુડેમ 3
    5 મહેબુબનગર 3
    6 માન્ચેરીયલ 3
    7 નાલગોન્ડા 3
    8 નિઝામાબાદ 4
    9 રામાગુંડમ 3
    10 સૂર્યપેટ 3
    ત્રિપુરા
    1 બેલોનિયા 3
    ઉત્તર પ્રદેશ
    1 અકબરપુર 3
    2 આઝમગઢ 3
    3 બદાઉન 3
    4 બહરાઈચ 3
    5 બાલિયા 3
    6 બાંદા 3
    7 બસ્તી 3
    8 દેવરિયા 3
    9 એટા 3
    10 ઇટાવાહ 3
    11 ફૈઝાબાદ/ અયોધ્યા 3
    12 ફારુખાબાદ કમ ફતેહગઢ 3
    13 ફતેહપુર 3
    14 ગાઝીપુર 3
    15 ગોન્ડા 3
    16 હાર્ડોઈ 3
    17 જૌનપુર 3
    18 લખીમપુર 3
    19 લલિતપુર 3
    20 મૈનપુરી 3
    21 મથુરા 3
    22 મૌનાથ ભંજન (જિ. માઓ) 3
    23 મિર્ઝાપુર કુમ વિંધ્યાચલ 3
    24 મુરાદાબાદ 4
    25 મુઝફ્ફરનગર 4
    26 ઓરાઈ 3
    27 રાયબરેલી 3
    28 સહારનપુર 4
    29 શાહજહાંપુર 4
    30 શિકોહાબાદ 3
    31 સીતાપુર 3
    32 સુલતાનપુર 3
    ઉત્તરાખંડ
    1 હલ્દવાની કમ કાઠગોદામ 3
    2 હરિદ્વાર 3
    પશ્ચિમ બંગાળ
    1 અલીપુરદુઆર 3
    2 બહરામપુર 4
    3 બાલુરઘાટ 3
    4 બાન્ગાંવ 3
    5 બાંકુરા 3
    6 બર્ધમાન 4
    7 દરજીલિંગ 3
    8 ધુલિઅન 3
    9 અંગ્રેજી બજાર (માલદાહ) 4
    10 ખડગપુર 3
    11 કૃષ્ણનગર 3
    12 પુરુલિયા 3
    13 રાયગંજ 3
    234 કુલ 730

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • PMJDY: 53 કરોડ ખાતામાં જમા થયા અધધ લાખ કરોડ રૂપિયા, PMએ જન ધન યોજનાના 10 વર્ષ પૂરા થવા પર પાઠવ્યા અભિનંદન

    PMJDY: 53 કરોડ ખાતામાં જમા થયા અધધ લાખ કરોડ રૂપિયા, PMએ જન ધન યોજનાના 10 વર્ષ પૂરા થવા પર પાઠવ્યા અભિનંદન

     News Continuous Bureau | Mumbai 

    • જન ધન યોજના નાણાકીય સમાવેશને વધારવા અને કરોડો લોકોને, ખાસ કરીને મહિલાઓ, યુવાનોને ગૌરવ અપાવવામાં સર્વોપરી રહી છેઃ પ્રધાનમંત્રી

    PMJDY: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જન ધન યોજનાની 10મી વર્ષગાંઠ નિમિત્તે, નાણાકીય સમાવેશ પર તેની મહત્વપૂર્ણ  પ્રભાવની ઉજવણી કરી. પ્રધાનમંત્રીએ તમામ લાભાર્થીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા અને આ યોજનાને સફળ બનાવનારનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે જન ધન યોજના નાણાકીય સમાવેશને વધારવા અને કરોડો લોકોને, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને ગૌરવ અપાવવામાં સર્વોપરી છે. 

    આ સમાચાર પણ વાંચો: Gujarat Rainfall: ગુજરાતમાં જળાષ્ટમી સિઝનનો 100 ટકા વરસાદ પૂરો, 245 તાલુકામાં 10 ઈંચ થી વધુ વરસાદ

    પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

    “આજે અમે એક મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરીએ છીએ- #10YearsOfJanDhan. તમામ લાભાર્થીઓને અભિનંદન અને આ યોજનાને સફળ બનાવવા માટે કામ કરનાર તમામને અભિનંદન. જન ધન યોજના નાણાકીય સમાવેશને વધારવા અને કરોડો લોકોને, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને ગૌરવ અપાવવામાં સર્વોપરી રહી છે.”

    “આજે દેશ માટે ઐતિહાસિક દિવસ છે – #10YearsOfJanDhan. આ અવસર પર હું તમામ લાભાર્થીઓને મારી શુભકામનાઓ પાઠવું છું. આ યોજનાને સફળ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરનાર તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. “જન ધન યોજના કરોડો દેશવાસીઓને, ખાસ કરીને આપણા ગરીબ ભાઈ-બહેનોને આર્થિક રીતે સશક્તિકરણ કરવામાં અને તેમને સન્માન સાથે જીવન જીવવાની તક આપવામાં સફળ રહી છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat Dams: ગુજરાતમાં મેધ મહેરનું પરિણામ ગુજરાતના 76 ડેમ છલકાયા

    Gujarat Dams: ગુજરાતમાં મેધ મહેરનું પરિણામ ગુજરાતના 76 ડેમ છલકાયા

    News Continuous Bureau | Mumbai

    • 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે ૪૬ જળાશયો 70 થી 100 ટકા ભરાઇ ગયા છે.
    • રાજ્યના 23 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે તેમજ 30માં 25થી 50 ટકા વચ્ચે પાણી ભરાયું છે અને 31 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે
    • સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 87 ટકા જળસંગ્રહ નોંધાયો છે.

    આ સમાચાર પણ વાંચો: Prime Minister:વડાપ્રધાન મોદી પોલેન્ડ-યૂક્રેન બાદ હવે સિંગાપુર જશે

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.