Tag: nia

  • કેન્દ્ર સરકારનો સપાટો: કેરળના ગોલ્ડ દાણચોરી કેસમાં એનઆઈએ તપાસ કરશે. શું કેરળના મુખ્યમંત્રી હવે ફસાઈ ગયા??

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    નવી દિલ્હી

    10 જુલાઈ 2020

    ગૃહ મંત્રાલયે (MHA) ગુરુવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને તિરુવનંતપુરમ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાની દાણચોરીના કેસમાં તપાસ કરવાની મંજૂરી આપી દીધી છે, કારણ કે જો આ કોઈ ગેંગ દ્વારા સંગઠિત દાણચોરી થતી હશે તો તે  "રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર પડકારો" ઉભા થઇ શકે છે. એમ ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.

    નોંધનીય છે કે કેરળના મુખ્ય પ્રધાન પિનરાય વિજ્યને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાજ્યની રાજધાનીના એરપોર્ટ પર "દુતાવાસના રાજદ્વારીના  સામાન" માંથી કરોડો રૂપિયાનું સોનું પકડાયા બાદ આ અંગે કડક તપાસ કરવાની માંગ કેંદ્ર પાસે કરી હતી ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે 30 કિલોથી વધુ વજનનું સોનું તાજેતરમાં અખાતના દેશમાંથી તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એર કાર્ગો દ્વારા આવ્યું હતું જે એક "ડિપ્લોમેટની બેગ" માંથી જપ્ત કરાયું હતું.. આમાં મુખ્યમંત્રી કાર્યાલય ની એક મહિલા કર્મી સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે…

    ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

    https://bit.ly/2Zdla3G  

    News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

    www.newscontinuous.com               

    YouTube : https://www.youtube.com/NewsContinuous      

    Twitter : https://twitter.com/NewsContinuous         

    Facebook : https://www.facebook.com/newscontinuous         

    Instagram : https://www.instagram.com/newscontinuous/         

    Email : TheNewsContinuous@gmail.com