Tag: nitin gadhkari

  • ઇલેક્ટ્રિક વ્હીકલ ક્યારે થશે સસ્તા-1 વર્ષ જુઓ રાહ- પછી પેટ્રોલ કારની બરાબર થશે કિંમત

    ઇલેક્ટ્રિક વ્હીકલ ક્યારે થશે સસ્તા-1 વર્ષ જુઓ રાહ- પછી પેટ્રોલ કારની બરાબર થશે કિંમત

     News Continuous Bureau | Mumbai

    કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી(Union Minister of Road Transport and Highways) નીતિન ગડકરીએ(Nitin Gadkari) વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી એક વર્ષમાં ઈલેક્ટ્રિક વ્હીકલની કિંમત(Price of electric vehicle) પેટ્રોલ વ્હીકલની(Petrol Vehicle) જેમ જ નીચે આવી જશે. આનું કારણ દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલની વધતી જતી માંગ છે, જેના કારણે તેનું પ્રમાણ વધી રહ્યું છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોડક્શનની(electric vehicle production) કિંમત ઘટી રહી છે. ગડકરીના જણાવ્યા અનુસાર ભારતમાં વેચાતા ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં દરેક સેગમેન્ટમાં 800 ટકાનો વધારો થયો છે.

    ઇલેક્ટ્રિક વ્હીકલનું બમ્પર વેચાણ(Bumper sales)

    આ વર્ષે ભારતમાં લગભગ 17 લાખ ઈલેક્ટ્રીક વ્હીકલનું રજીસ્ટ્રેશન(Registration of electric vehicles) થયું છે. આ આંકડો ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ તરફ લોકોનો વધતો ઝોક દર્શાવે છે. આ આંકડો પણ પ્રશંસનીય છે કારણ કે અત્યાર સુધી ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ લિમિટેડ છે. નીતિન ગડકરીએ એમ પણ કહ્યું છે કે હાલમાં દેશમાં ચાર્જિંગ સ્ટેશનની અછત છે. મોટા શહેરોમાં પણ તેમનું ચાર્જિંગ થાય છે. પરંતુ દૂરના વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે ઈ- વ્હીકલ સફળ થતા નથી. તેમણે કહ્યું કે હાલમાં EV કારની કિંમત પેટ્રોલ અથવા ડીઝલ વેરિઅન્ટની તુલનામાં ઘણી વધારે છે જે તેમના ઓછા વેચાણનું એક મોટું કારણ છે. આ સાથે ચાર્જિંગ પોઈન્ટની સંખ્યા વધારવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.

    ભારતમાં ઇલેક્ટ્રિક બસો(electric buses) દોડશે

    ગડકરીના જણાવ્યા અનુસાર ભારતમાં 1.5 લાખ બસો છે જેમાંથી 93% ડીઝલ પર ચાલે છે. જેમાંથી ઘણી બસો જૂની અને ખરાબ છે. ગડકરીએ જણાવ્યું હતું કે નેટ ઝીરો ટાર્ગેટ હાંસલ કરવા માટે સરકાર આ તમામ બસોને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવાની યોજના બનાવી રહી છે. ગડકરીએ કહ્યું કે સરકાર પાસે દેશભરમાં ઈલેક્ટ્રિક બસો ચલાવવાની વિગતવાર યોજના પણ છે, જેના પર ઝડપથી કામ થઈ રહ્યું છે.

    આ સમાચાર પણ વાંચો :  ભારતમાં લોન્ચ થવા જઇ રહી છે છોટૂ ઇલેક્ટ્રિક કાર- 4 કલાકમાં થશે ફૂલ ચાર્જ- જાણો તેની ખાસિયતો 

    દેશમાં ડબલ ડેકર બસોની સંખ્યામાં વધારો થશે

    ગડકરીના જણાવ્યા અનુસાર સરકાર ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ડબલ ડેકર બસોની સંખ્યામાં વધારો કરવા માંગે છે. તેમણે કહ્યું કે સરકાર એસી ડબલ-ડેકર બસોની ટિકિટની કિંમત ઘટાડવાની યોજના ધરાવે છે જેથી કરીને તેને લોકો માટે વધુ સસ્તું બનાવી શકાય.

    ભારતમાં હાઇડ્રોજન કાર પર કામ શરૂ થયું

    ગડકરીએ કહ્યું કે ભારતમાં હાઇડ્રોજનથી ચાલતી કારના ઉત્પાદન માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હાલમાં હાઇડ્રોજન બ્લેક હાઇડ્રોજન બ્રાઉન હાઇડ્રોજન અને લીલો હાઇડ્રોજન બનાવવા માટે ત્રણ પ્રોસેસનો ઉપયોગ થાય છે. બ્લેક હાઇડ્રોજન બનાવવા માટે કોલસાની જરૂર પડે છે. બ્રાઉન હાઇડ્રોજન બનાવવા માટે પેટ્રોલ અને ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે પાણીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં દેશમાં ગ્રીન હાઇડ્રોજનનું ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે જેમાં અબજો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. ઘણી મોટી કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે.

    આ સમાચાર પણ વાંચો :  આજે ઓફીસે જનારા નોકરિયાતોને લાગશે લેટમાર્ક- આ રેલવે લાઇનની લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ દોડી રહી છે મોડી

    ઈ-ટુ-વ્હીલરનું(e-two-wheelers) વેચાણ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું 

    ઈલેક્ટ્રિક વ્હીકલની વધતી જતી માંગ વચ્ચે હવે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનું માર્કેટ(Electric two-wheeler market) તેજ ગતિએ ચાલી રહ્યું છે. તેમાં પણ સૌથી વધુ સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરના સેલમાં જોવા મળી રહી છે. જો કે જો આપણે સમગ્ર ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટ વિશે વાત કરીએ તો ઓક્ટોબરમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન 68 હજાર 324 યુનિટના સર્વોચ્ચ ઉચ્ચલેવલે પહોંચ્યું હતું. આ આંકડો સપ્ટેમ્બરમાં લગભગ 51,000 યુનિટ કરતાં 29 ટકા વધુ છે. આ પછી જાન્યુઆરી-ઓક્ટોબરમાં કુલ ટુ-વ્હીલર વેચાણમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો હિસ્સો વધીને 4 ટકા થઈ ગયો છે.

    ઓછી કિંમત-સબસિડીએ વેચાણમાં વધારો કર્યો

    ઈ-સ્કૂટરનું વેચાણ વધવાનું સૌથી મોટું કારણ તેનું માઈલેજ છે. જો પેટ્રોલ સ્કૂટર સાથે સરખામણી કરવામાં આવે તો તેની કિંમત પ્રતિ કિલોમીટર રૂ.2.25ની નજીક આવે છે. જ્યારે ઈ-સ્કૂટર ચલાવવાનો સરેરાશ ખર્ચ માત્ર 30 પૈસા પ્રતિ કિલોમીટર છે. અત્યારે સમસ્યા તેમના મોંઘા ભાવની છે, જેનો ઉકેલ અમુક અંશે કેન્દ્ર અને રાજ્ય સરકાર(Central and State Govt) તરફથી કસ્ટમરને સબસિડી આપીને છે. જેમ જેમ તેમનું વેચાણ વધે છે અને કંપનીઓ ઉત્પાદનમાં વધારો કરે છે, તેમ તેમ તેમની કિંમતો પણ નીચે આવવા લાગશે અને તે કસ્ટમરના બજેટમાં આવવા લાગશે.

    આ સમાચાર પણ વાંચો :  તમારું પેન કાર્ડ આવી રીતે બની શકે છે મોટી મુસીબત- થઈ શકે છે 10 હજાર રૂપિયાનો દંડ- જાણો નિયમ

  • સાયરસ મિસ્ત્રીના રોડ એક્સિડન્ટ બાદ હાઈવે મંત્રાલય એક્શન મોડમાં- સીટ બેલ્ટ પોલિસી નિયમનો કરશે પુર્નવિચાર- જાણો વિગત

    સાયરસ મિસ્ત્રીના રોડ એક્સિડન્ટ બાદ હાઈવે મંત્રાલય એક્શન મોડમાં- સીટ બેલ્ટ પોલિસી નિયમનો કરશે પુર્નવિચાર- જાણો વિગત

     News Continuous Bureau | Mumbai

    સાયરસ મિસ્ત્રીના રોડ એક્સિડન્ટમાં(Cyrus Mistry's road accident) મૃત્યુ થયા બાદ હવે ફરી એક વખત પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચાએ આવ્યો છે. રિપોર્ટ મુજબ સાયરસ મિસ્ત્રીના મૃત્યુનું મહત્વનું કારણ સીટ બેલ્ટ(Seat belt)નહીં પહેરવાનું હોવાનું  નિષ્ણાતોએ કહ્યું છે. તેથી હવે સરકારે સીટ બેલ્ટ અને સીટ બેલ્ટ વોર્નિંગ સિસ્ટમથી(belt warning system) સંબંધિત નિયમોનો પુનઃ વિચાર કરવાની છે.

    રોડ એક્સિડન્ટના(road accident) વધતા કેસ અને સીટબેલ્ટ પહેરવામાં દાખવવામાં આવી રહેલી બેદરકારીને ધ્યાનમા

    રાખીને સીટ બેલ્ટ વોર્નિંગ સિસ્ટમથી સંબંધિત નિયમ પર પુર્નવિચાર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. સીટ બેલ્ટ વોર્નિંગ સિસ્ટમ બંધ કરવાના તમામ જુગાડ પર સરકાર બહુ જલદી પ્રતિબંધ લાવી શકે છે.  

    આ સમાચાર પણ વાંચો :  બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીના નિધન બાદ સજાગ થઈ મોદી સરકાર-સીટ બેલ્ટ અંગે બનાવ્યો આ નવો નિયમ- ટૂંક સમયમાં જારી કરશે આદેશ

    મિડિયાના અહેવાલ મુજબ સાયરસ મિસ્ત્રીના કાર એક્સિડન્ટમાં થયેલા મૃત્યુ બાદ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય(Union Ministry of Transport and Highways) ચાર મહત્વના નિર્ણય લઈ શકે છે, જેમાં સીટ બેલ્ટ એલાર્મ પર પ્રતિબંધ મૂકવાની સાથે જ  કારમાં છ એરબેગ અને વચલી અને પાછળની સીટ  પર ત્રણ પોઈન્ટ સીટ બેલ્ટ ફરજિયાત કરી શકે છે. હાઈવે મંત્રાલયયે સીટ બેલ્ટનું મહત્વ લોકો સુધી પહોંચાડવા માટે જનજાગૃતિ ઝુંબેશ પણ હાથ ધરવાની છે.

    તમામ પ્રકારના સીટ બેલ્ટ ક્લિપ પર પ્રતિબંધ લવવાનો આદેશ પણ બહુ જલદી કેન્દ્રીય મંત્રાલય બહાર પાડે એવી શક્યતા છે.

     

  • દેશમાં સતત પાંચમાં દિવસે વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ,ચૂંટણી પછી કેમ વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપ્યું આ કારણ

    દેશમાં સતત પાંચમાં દિવસે વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ,ચૂંટણી પછી કેમ વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપ્યું આ કારણ

    News Continuous Bureau | Mumbai

    ઈંધણના ભાવ દિવસેને દિવસે નિયંત્રણની બહાર થઈ રહ્યા છે. 

    વધતા જતા ભાવનું કારણ જણાવતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં 80 ટકા તેલની આયાત થાય છે. 

    આ સમયે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ ઘણા દેશોને અસર કરી રહ્યું છે. 

    યુદ્ધ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની વધતી કિંમતોને કારણે અમે કંઈ કરી શકતા નથી.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 3 રૂપિયા 20 પૈસાનો વધારો થયો છે.

    મોંઘવારીનો માર! ઈંધણની કિંમતોમાં ભડકો, અઠવાડિયામાં પેટ્રોલ 3.20 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું, જાણો આજે ભાવમાં કેટલો વધારો થયો