News Continuous Bureau | Mumbai
નોકિયાએ તેનો નવો ફોન Nokia C22 ભારતીય બજારમાં લોન્ચ કરી દીધો છે. આ નોકિયા ફોનને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં Nokia C32 સાથે વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યો હતો. નોકિયાનો Nokia C22 સ્માર્ટફોન ભારતમાં બે સ્ટોરેજ અને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. HMD ગ્લોબલે આ ફોનને એફોર્ડેબલ અને પરફોર્મન્સ ફોન ગણાવ્યો છે. ફોન IP52 રેટિંગ સાથે આવે છે.
નોકિયા ફોન કિંમત
નોકિયાના આ ફોન 2 જીબી રેમ પ્લસ 64 જીબી ફોનની કિંમત 7 હજાર 999 રૂપિયા છે. 4 જીબી રેમ પ્લસ 64 જીબી સ્ટોરેજ ફોનની કિંમત 8,499 રૂપિયા છે. નોકિયાનો આ ફોન ચારકોલ, પર્પલ અને સેન્ડ કલરમાં ઉપલબ્ધ છે.
આ સમાચાર પણ વાંચો: આતંકવાદ, દાણચોરી અને ગેંગસ્ટરોની સાંઠગાંઠ પર NIA દ્વારા મોટી કાર્યવાહી, એક સાથે આટલા રાજ્યોમાં 100 થી વધુ સ્થળો પર દરોડા
ફોનની વિશેષતાઓ
નોકિયાના આ ફોનમાં 6.5 ઈંચની HD પ્લસ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 720×1600 પિક્સલ છે. ફોનમાં Unisoc SC9863A પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે ઓક્ટા-કોર પ્રોસેસર સાથે આવે છે. તેમાં 4GB સુધીની RAM અને Android 13 Go Edition અને 64GB સ્ટોરેજ છે. આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઇમરી લેન્સ 13 મેગાપિક્સલનો છે. બીજો લેન્સ 2 મેગાપિક્સલનો છે. ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 10W ચાર્જિંગ બેટરી આપવામાં આવી છે. કંપની દ્વારા ત્રણ દિવસ સુધી બેટરી બેકઅપનો દાવો કરવામાં આવ્યો છે. તેની પાછળની પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. ફોનમાં ફેસ અનલોક આપવામાં આવ્યું છે.
