Tag: Non-air conditioned coaches

  • Ministry of Railways: રેલવે મંત્રાલયની વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચ બનાવવામાં આવશે

    Ministry of Railways: રેલવે મંત્રાલયની વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચ બનાવવામાં આવશે

    News Continuous Bureau | Mumbai

    Ministry of Railways: રેલ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચનું ( Non-air conditioned coaches ) નિર્માણ કરવામાં આવશે. 

    નોન-એર કન્ડિશન્ડ મુસાફરો માટે સુવિધાઓ ને વધારવા માટે રેલવે દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય રેલવે ( Indian Railways ) ની યોજના આગામી બે નાણાકીય વર્ષો (2024-25 અને 2025-26)માં 10,000 નોન-એર-કન્ડિશન્ડ કોચ બનાવવાની છે.

    • આ પહેલનો ઉદ્દેશ્ય સામાન્ય રેલ્વે મુસાફરો ( Railway passengers ) માટે સુવિધાઓ વધારવાનો છે.
    • આગામી બે વર્ષમાં નોન-એર કન્ડિશન્ડ કોચની કુલ સંખ્યામાં 22 ટકાનો વધારો કરવામાં આવશે.

    Ministry of Railways:  નાણાકીય વર્ષ 2024-25 માટે વિગતવાર યોજના

    કુલ ઉત્પાદન ની યોજના બનાવવામાં આવી 

    2,605 સામાન્ય ડબ્બા,

    1,470 નોન-એર કન્ડિશન્ડ સ્લીપર કોચ,

    323 એસ.એલ.આર. કોચ,

    32 ઉચ્ચ ક્ષમતાની પાર્સલ વાન

    આ સમાચાર પણ વાંચો  :  Powai Lake Overflow : મુંબઈમાં મેઘમહેર યથાવત,આ તળાવ થવા લાગ્યું ઓવરફ્લો; જુઓ વિડીયો

    અને 55 પેન્ટ્રી કાર.

    • મુસાફરોની સુવિધામાં સુધાર માટે બનાવેલ અમૃત ભારત જનરલ, સ્લીપર અને એસ. એલ આર. કોચનો સમાવેશ થાય છે.

    Ministry of Railways:  નાણાકીય વર્ષ 2025-26 માટે વિગતવાર યોજના

    કુલ ઉત્પાદન ની યોજના બનાવવામાં આવી 

    2,710 સામાન્ય ડબ્બા,

    1,910 નોન-એર કન્ડિશન્ડ સ્લીપર કોચ,

    514 એસ.એલ.આર. કોચ,

    200 ઉચ્ચ ક્ષમતાની પાર્સલ વાન અને

    110 પેન્ટ્રી કાર.

    • જનરલ, સ્લીપર અને એસ.એલ.આર.કોચ માટે અમૃત ભારત શ્રેણી પર ભાર આપવાનું ચાલુ રાખવામાં આવશે. 

    Ministry of Railways:  રેલવેનું વિશેષ ધ્યાન

    • બિન-વાતાનુકૂલિત કોચમાં મુસાફરી કરતા મુસાફરો માટે પર્યાપ્ત અને વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવી.
    • મુસાફરોની વ્યક્તિગત જરૂરિયાતો અને મોસમી વધઘટના પ્રતિભાવમાં આરામ અને ઉપલબ્ધતામાં વધારો.
    • રેલવેની વ્યૂહરચના સામાન્ય મુસાફરોની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવાના ઉદ્દેશ્ય સાથે, ઉલ્લેખિત વર્ષોમાં બિન-વાતાનુકૂલિત કોચના ઉત્પાદનમાં વધારો કરવાની છે.
    • ઉચ્ચ માંગવાળા કોરિડોરમાં, નોન-એસી કોચની વધુ સંખ્યા સાથે વિશેષ ટ્રેનો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.