• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - number plate
Tag:

number plate

Expensive Number Plate Meet man, who is owner of India's most expensive number plate, not Mukesh Ambani, Adani
ઓટોમોબાઈલ

Expensive Number Plate: અંબાણી કે અદાણી નહીં પણ આ વ્યક્તિ પાસે સૌથી મોંઘી કાર નંબર પ્લેટ છે, જાણો તેની કિંમત શું છે?

by kalpana Verat June 30, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Expensive Number Plate: ભારતમાં, લોકો તેમના વાહનો માટે ખાસ નંબર પ્લેટ મેળવવા માટે મોટા પૈસા ખર્ચવા માટે જાણીતા છે, પછી ભલે તે આધ્યાત્મિક કારણોસર હોય, સ્ટેટસ સિમ્બોલ હોય કે અન્ય કોઈ કારણસર.   લોકો પોતાના મનપસંદ વાહન નંબર મેળવવા માટે મોટી રકમ ચૂકવવા તૈયાર હોય છે.  અંબાણી અને અદાણી ભારતના સૌથી ધનિક લોકોમાં સામેલ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લોકો મોંઘી નંબર પ્લેટના માલિકોની યાદીમાં શામેલ નથી. ચાલો જાણીએ કે ભારતમાં સૌથી મોંઘી નંબર પ્લેટ ધરાવનાર વ્યક્તિ કોણ છે?

Expensive Number Plate: ભારતની સૌથી મોંઘી નંબર પ્લેટ

એક અહેવાલ મુજબ ભારતમાં સૌથી મોંઘી નંબર પ્લેટ આશિક પટેલની ટોયોટા ફોર્ચ્યુનર પર છે. તેનો નંબર ‘007’ છે. આ નંબર પ્લેટની કિંમત 34 લાખ રૂપિયા છે. આ નંબર જેમ્સ બોન્ડ ફિલ્મોથી પ્રેરિત છે, જે તેને વધુ ખાસ બનાવે છે.

Expensive Number Plate: કોણ છે આશિક પટેલ?

આશિક પટેલ અમદાવાદના ટ્રાન્સપોર્ટર છે, તેમણે દેશની સૌથી મોંઘી નંબર પ્લેટ માટે બોલી લગાવી હતી, જેના પછી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એટલું જ નહીં, તેમણે 007 નંબર માટે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આશિક પટેલે 39.5 લાખ રૂપિયામાં એક નવી SUV ખરીદી અને ફેન્સી રજીસ્ટ્રેશન નંબર 007 માટે 34 લાખ રૂપિયાની બોલી લગાવી.

આ સમાચાર પણ વાંચો : Hindi imposition row: હિન્દીના વિરોધ સામે ઝૂકી મહાયુતિ સરકાર.. રાજ-ઉદ્ધવની કૂચ પહેલા સીએમ ફડણવીસની મોટી જાહેરાત, હિન્દી ભાષા અંગેના બંને સરકારી નિર્ણયો રદ..

Expensive Number Plate:  આ નંબર આ ફિલ્મથી પ્રેરિત છે

આ નંબર પ્લેટ જેમ્સ બોન્ડ ફિલ્મોથી પ્રેરિત છે, જેણે તેને વધુ ખાસ બનાવી છે.  રસપ્રદ છે કે કેટલાક લોકો તેમના વાહનોને અલગ દેખાવા માટે આટલી મોટી રકમ ખર્ચવા માટે કેવી રીતે તૈયાર થાય છે. આશિક પટેલ પાસે આવી અનોખી નંબર પ્લેટ હોવી એ એક ઉત્તમ ઉદાહરણ છે કે એક સામાન્ય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ પોતાના વાહનને કેવી રીતે અનોખું બનાવી શકે છે.

 

June 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
abhishek bachchan bought new car aishwarya rai favorite number plate
મનોરંજન

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છુટા થવાના સમાચાર પર લાગી બ્રેક, અભિનેતા ના ગાડી પર જોવા મળી અભિનેત્રી ની ફેવરીટ વસ્તુ

by Zalak Parikh July 25, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય તેમના લગ્નજીવન ને લઈને ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમય થી સમાચાર સામે આવી રહ્યા છે કે બંને અલગ થઇ ગયા છે. અનંત અને રાધિકા ના લગ્ન માં પતિ પત્ની અલગ પહોંચતા આ સમાચાર ને હવા મળી હતી પરંતુ લાગે છે આ માત્ર એક અફવા જ છે તાજેતર માં અભિષેક ની નવી ગાડી પર ઐશ્વર્યા ની ફેવરીટ વસ્તુ જોવા મળી હતી. 

આ સમાચાર પણ વાંચો:  Suhana khan and Agastya nanda: મુંબઈ ના વરસાદ માં સુહાના સાથે ફરવા નીકળ્યો અગસ્ત્ય નંદા,બંને એકલા નહીં પરિવાર ના આ સભ્યો પણ હતા સાથે

     

અભિષેક ની ગાડી પર જોવા મળી ઐશ્વર્યા ની ફેવરિટ વસ્તુ 

અભિષેક બચ્ચન તાજેતર માં જ અગસ્ત્ય નંદા, સુહાના ખાન અને નવ્યા નવેલી નંદા સાથે તેની નવી લક્ઝરી કારમાં જોવા મળ્યો હતો. જોકે તેઓ ક્યાં સાથે ગયા હતા તે મહત્વ નું  અભિષેક બચ્ચન ની નવી ગાડી ની નંબર પ્લેટ મહત્વ ની છે.અભિષેક બચ્ચનની નવી કારનો નંબર 5050 છે. આ એ જ નંબર છે જે અગાઉ ઐશ્વર્યાની મર્સિડીઝ બેન્ઝ SClass કારમાં જોવા મળ્યો હતો.મીડિયા રિપોર્ટ મુજબ ઐશ્વર્યા ની આ કાર વેચાઈ ગઈ છે પરંતુ નવી કાર પર એક જ નંબર જોતા ચર્ચાનો વિષય બની ગયો છે. 

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)


 

મીડિયા રિપોર્ટ મુજબ બચ્ચન પરિવાર માટે 5050 નંબર ખાસ છે. જે કારમાં ઐશ્વર્યાને ડિલિવરી માટે લઈ જવામાં આવી હતી તેનો નંબર પણ 5050 હતો.અભિષેક બચ્ચનની આ નવી કારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સાથે ફરી એકવાર અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે છૂટાછેડા ના સમાચાર પર બ્રેક લાગી ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
E-Auction of MCycle Golden and Silver numbers series GJ05TE to conduct by Surat RTO
સુરત

E-Auction: સુરત આરટીઓ દ્વારા M/Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ05TEનું ઈ-ઓક્શન થશે

by Hiral Meria June 22, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

E-Auction: સુરતના પાલ સ્થિત આરટીઓ ( Surat RTO ) દ્વારા M/Cycle સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ05TEનું ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા. ૨૬થી ૨૮ જૂન ૨૦૨૪ સુધી અને હરાજી તા.૨૮થી ૩૦ જૂન ૨૦૨૪ દરમિયાન કરવામાં આવશે. 

                 પસંદગીનો નંબર ( Number Plate ) મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન ( Vehicle registration ) કરાવી http:/ parivahan.gov.in/fancy  પર નોંધણી, યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે. 

          આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.   

આ સમાચાર  પણ વાંચો : Surat RTO: સુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર) સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રિ-ઓક્શન થશે          

           અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI  E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ ઈ.ચા. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat RTO to re-auction LMV (Motor Car) series golden and silver numbers
સુરત

Surat : સુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર) સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રિ-ઓક્શન થશે

by Hiral Meria May 1, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Surat : સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વારા LMV( મોટર કાર ) સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરો સિરીઝ GJ05RL, GJ05RM, GJ05RN, GJ05RP, GJ05RQ, GJ05RS, GJ05RT, GJ05RU, GJ05RV, GJ05RW, GJ05RXનું રિ-ઓક્શન ( Re-auction ) થશે.  જે માટે રજિસ્ટ્રેશન તા.૦૭ થી ૦૯ મે સુધી અને હરાજી તા. ૦૯ થી ૧૧ મે દરમિયાન કરવામાં આવશે. 

                  પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/ parivahan.gov.in/fancy  પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર ( Number Plate ) નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે.

           આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ. 

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election-2024: તા.૭મી મેના રોજ સુરત શહેર-જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર મતદાન થશે- જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધી            

               અરજદાર હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI  E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, ( Surat RTO ) સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

 

May 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Traffic Police Fine man applied sticker on number plate to avoid being fined by the traffic police watch
રાજ્ય

Traffic Police Fine: ચલણથી બચવા યુવકે અપનાવી આ યુક્તિ, છતાં થઈ કાર્યવાહી; જુઓ વિડીયો..

by kalpana Verat April 3, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Traffic Police Fine: રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા ( CCTV Camera )  લગાવવામાં આવ્યા છે. તેથી જો કોઈ સિગ્નલ તોડવાનો અથવા ટ્રાફિકના અન્ય નિયમોનો ભંગ કરવાનો પ્રયાસ કરે છે, તો તેને ઓનલાઈન ચલણ મોકલવામાં આવે છે. જો કે, ત્યાં કેટલીક મુશ્કેલીઓ છે.

ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડ ભરવાથી બચવા માટે અલગ-અલગ પેંતરા અજમાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. આવી જ એક ઘટના છત્રપતિ સંભાજીનગરમાંથી પ્રકાશમાં આવી છે. અહીં એક બાઇક સવારે તેની ગાડીની નંબર પ્લેટ પર કાળું સ્ટીકર ( Black sticker )  લગાવ્યું હતું. જોકે ટ્રાફિક પોલીસે તેને પકડી લીધો અને તેની બાઇક પરથી સ્ટીકરો હટાવી દીધા. હાલમાં આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

 જુઓ વિડીયો 

ट्राफिक पोलिसांपासून दंड वाचावा म्हणून अनोखी शक्कल
.
.
.#rashtrasanchar #viralvideo #trafficpolice pic.twitter.com/1whZqosDaG

— Rashtrasanchar (@sanchar_rashtra) April 2, 2024

દંડ ન ભરવાનો આખો પ્લાન નિષ્ફળ ગયો

વિડીયોમાં જોઈ શકાય છે કે એક કિશોર તેની બાઇકની નંબર પ્લેટ પર સ્ટીકર ( Black sticker ) ચોંટાડે છે, જેથી તેને ટ્રાફિકના નિયમો ( Traffic Rule )  તોડવા બદલ ઓનલાઈન ચલણ ( Challan )  જારી ન થાય. જો કે, તેનું નસીબ ખરાબ નીકળે છે અને તે ટ્રાફિક પોલીસના હાથે પકડાઈ જાય છે. પોલીસ છોકરાની બાઇક પરથી સ્ટીકર હટાવે છે. આ પછી તે તેનું ચલણ જારી કરે છે. ચલણ કેટલું કપાયું તે સ્પષ્ટ નથી. 

આ સમાચાર પણ વાંચો : Ghatkopar : ઘાટકોપરની આ ગુજરાતી કન્યાશાળાને મળ્યું સતત ત્રીજીવાર શ્રેષ્ઠ શાળાનું બિરૂદ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat rto to conduct e-auction of GJ-05 nv series of golden and silver numbers of m cycle
રાજ્ય

Surat : આરટીઓ દ્વારા M/Cycleના ગોલ્ડ અને સિલ્વર નંબરોની સિરીઝ GJ 05 NWનું ઈ-ઓક્શન થશે, જાણો મનપસંદ નંબર મેળવવા અંગેની તમામ વિગતો

by Akash Rajbhar July 24, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai  
સુરત(Surat)ના પાલ સ્થિત આરટીઓ (RTO) દ્વારા M/Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ 05 NWનું ઈ-ઓક્શન(E-auction) થશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૨૬થી ૨૮ જુલાઈ સુધી અને હરાજી તા.૨૮ થી ૩૦ જુલાઈ દરમિયાન કરવામાં આવશે.
પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે.

આ સમાચાર પણ વાંચો : Skin Care : ક્લીન અને ચમકદાર સ્કિન મેળવવા માંગો છો? તો દરરોજ સવારે પીવો આ હેલ્ધી ડ્રિંક્સ..

આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ
નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી(Authotity) દ્વારા રેન્ડમ પદ્ધતિ થી નંબર ફાળવી દેવાશે. આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.
અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટ(Bid Amount)ના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ (Refund) માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E- PAY દ્વારા પરત કરવામાં આવશે એમ ઈ.ચા. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

July 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
This is the most expensive car number plate in the world
વેપાર-વાણિજ્ય

શોખ બળી ચીજ હૈ.. અબજોમાં વેચાઈ દુનિયાની સૌથી મોંઘી નંબર પ્લેટ, આટલામાં તો કારનું આખું શૉ-રૂમ આવી જાય!

by kalpana Verat April 10, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

લોકો મોંઘી કારના શોખીન હોય છે. કેટલાક ને કરોડોની કિંમતની ફરારી તો કેટલાક પાસે ઓડી ગાડી ખરીદવાના શોખીન હોય છે. અને આ ઈચ્છા પૂરી કરવા માટે લોકો પાણીની જેમ પૈસા ખર્ચે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં કેટલાક એવા લોકો છે જે માત્ર કાર માટે જ નહીં પરંતુ તેની નંબર પ્લેટ માટે પણ કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર છે.

ગયા અઠવાડિયે એક એવી ઘટના બની હતી જેમાં એક નંબર પ્લેટ માટે 122 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. હકીકતમાં, દુબઈમાં ‘મોસ્ટ નોબલ નંબર્સ’ની હરાજીમાં કારની નંબર પ્લેટ P7 રેકોર્ડ 5.5 મિલિયન દિરહામ (લગભગ 1,22,61,44,700 રૂપિયા)માં વેચાઈ છે. શનિવારે રાત્રે યોજાયેલી હરાજીમાં 15 મિલિયન દિરહામથી બોલી શરૂ થઈ હતી. સેકન્ડોમાં, બિડિંગ 30 મિલિયન દિરહામને પાર કરી ગઈ. એક તબક્કે 35 મિલિયન દિરહામ સુધી પહોંચ્યા પછી બિડિંગ થોડા સમય માટે બંધ થઈ ગઈ. ટેલિગ્રામ એપના સ્થાપક અને માલિક ફ્રેન્ચ અમીરાતી બિઝનેસમેન પાવેલ વેલેરીવિચ દુરોવે આ બિડ લગાવી હતી.

આમાંથી મળેલા પૈસા અહીં વાપરવામાં આવશે

ફરી એકવાર બોલી ઝડપથી વધીને 55 મિલિયન દિરહામ સુધી પહોંચી ગઈ. આ બિડ પેનલ સેવન દ્વારા કરવામાં આવી હતી, જેમણે અનામી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટોળાએ દરેક બોલીને જોરથી તાળીઓ પાડી. જુમેરાહની ફોર સીઝન્સ હોટલમાં આયોજિત આ કાર્યક્રમમાં અન્ય કેટલીક VIP નંબર પ્લેટ્સ અને ફોન નંબરોની પણ હરાજી કરવામાં આવી હતી. હરાજીમાંથી લગભગ 100 મિલિયન દિરહામ ($27 મિલિયન) એકત્રિત કરવામાં આવ્યા હતા, જે રમઝાન દરમિયાન લોકોને ખવડાવવા માટે આપવામાં આવશે. કારની પ્લેટો અને વિશિષ્ટ મોબાઈલ નંબરોની હરાજીમાં કુલ 97.92 મિલિયન દિરહામ ઊભા થયા હતા. ઈવેન્ટનું આયોજન અમીરાત ઓક્શન, દુબઈની રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અને ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ એતિસલાત અને ડુ દ્વારા કરવામાં આવ્યું હતું. ‘P7’ યાદીમાં ટોચ પર છે.

આ સમાચાર પણ વાંચો:  શરદ પવાર-અદાણી સાથેનો ફોટો વાયરલ થયા બાદ અજિત પવારે આપી પ્રતિક્રિયા કહ્યું- અદાણી જ છે ને કોઈ અંડરવર્લ્ડ ડોન તો નથીને.. જાણો શું છે સમગ્ર મામલો

જૂનો રેકોર્ડ તૂટી ગયો

વાસ્તવમાં, 2008માં અબુ ધાબીની નંબર 1 પ્લેટ માટે એક બિઝનેસમેને AED 52.22 મિલિયનની બિડ કરી ત્યારે ઘણા બિડરો હાલના રેકોર્ડને હરાવવા માંગતા હતા. આ હરાજીના તમામ નાણાં ‘વન બિલિયન મીલ્સ’ અભિયાનને સોંપવામાં આવશે જે વૈશ્વિક ભૂખ સામે લડવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત કરવામાં આવી હતી. રમઝાનની ભાવનાને ધ્યાનમાં રાખીને, દુબઈના ઉપરાષ્ટ્રપતિ અને શાસક શેખ મોહમ્મદ બિન રશીદ દ્વારા દાન આપવામાં આવ્યું હતું.

April 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

સાવધાન: શું તમારી ગાડીની નંબર પ્લેટ પર અસલી હોલોગ્રામ છે!? તપાસી લો. નહિ તો જેલ જવું પડશે..

by Dr. Mayur Parikh October 8, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

08 ઓક્ટોબર 2020

દેશના ઘણા રાજ્યોમાં ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટોને લઈને સુનીયોજિત રીતે થતી છેતરપિંડી બહાર આવી છે. આને કારણે ચોરી કરાયેલા વાહનો ઝડપાયા છે, પરંતુ મોટા પાયે કરચોરી પણ થઈ છે. દેશભરમાં વાહનોને લઈ છેતરપીંડી ને નાથવા સરકારે ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટો ફરજિયાત કરી દીધી છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટો માટે અરજી કરવા માટે ઓનલાઇન નોંધણી સુવિધા શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જો તમારા વાહન પર  ઉચ્ચ સુરક્ષાવાળી નકલી નંબર પ્લેટ મળી આવે તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે, અને જેલમાં પણ જવું પડી શકે છે. ઘણીવાર લોકોને RTO માંથી હોલોગ્રામ લગાવેલી નંબર પ્લેટ મેળવવામાં વાર લાગતી હોય છે ત્યારે પણ લોકો ટ્રાફીક પોલીસથી બચવા નકલી હોલોગ્રામ લગાવીને કામ ચલાવવાની લાલચમાં પડી ક્યારેક મોટો દંડ ભરવાનો વારો આવતો હોય છે.

નંબર પ્લેટ અસલી છે કે નકલી તે કેવી રીતે જાણશો?? 

ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ વાહનના એન્જિન નંબર, ચેસિસ નંબર, વગેરે બતાવે છે. તે જ સમયે, આ પ્લેટો એલ્યુમિનિયમની બનેલી છે, અને અશોક ચક્રના ક્રોમિયમ આધારિત 20 મીમી X 20 મીમી વાદળી હોલોગ્રામ પણ આપવામાં આવે છે, જે પ્લેટની ડાબી બાજુએ હાજર છે. પ્લેટની ડાબી બાજુએ, 10 અંકનો પિન છાપવામાં આવે છે, જે લેસર દ્વારા બનાવવામાં આવે છે. માહિતી માટે, તમને જણાવી દઈએ કે ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટો વાહન સાથે જોડાયેલી છે. એટલે કે, જો તમારું વાહન ચોરી થઈ ગયું છે, અને તેની પર ઉચ્ચ સુરક્ષા પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો વાહન સરળતાથી શોધી શકાય છે. 

બનાવટી નંબર પ્લેટોનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખરેખર, લોકોને ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ, તેમાં શું સુવિધાઓ આપવામાં આવી છે તે વિશે કોઈ વિશિષ્ટ માહિતી નથી… 10 થી 15 વર્ષ જુનાં ડીઝલ વાહનો બંધ કરવા છતાં ઘણા આ વાહનોનો સતત ઉપયોગ કરવા માટે નકલી ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટોનો ઉપયોગ કરી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થિતિ ફક્ત દેશની રાજધાની દિલ્હીમાં જ નથી, પરંતુ ઘણા રાજ્યોમાં આવા ધંધા ખુલ્લેઆમ ચલાવવામાં આવી રહ્યા છે.  

October 8, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક