News Continuous Bureau | Mumbai.
યોગી આદિત્યનાથએ આજે PM મોદી અને અમિત શાહની હાજરીમાં સતત બીજી વાર સીએમ પદના શપથ લીધા છે.
આ શપથવિધિ કાર્યક્રમમાં ઉપ મુખ્યમંત્રી તરીકે કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે શપથ લીધા.
આ સિવાય સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ કુમાર ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, શ્રીમતી બેબી રાની મૌર્ય, લક્ષ્મી નારાયણ ચૌધરી, જયવીર સિંહ, ધર્મપાલ સિંહ, નંદ ગોપાલ ગુપ્તા તથા અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા છે.
PM મોદી અને અમિત શાહની હાજરીમાં લખનઉના સ્ટેડિયમમાં યોગીએ સીએમ પદના શપથ લીધા હતા.
યોગીના શપથ લેવાની સાથે જ યુપીમાં યોગી સરકાર 2.0 શાસન શરૂ થયું
આ સમાચાર પણ વાંચો : શિવસેનાને મોટો ઝટકો. ઇડીએ મહારાષ્ટ્રના આ ધારાસભ્ય 11 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત ; જાણો શું છે સમગ્ર મામલો


