Tag: Oatmeal Face Pack

  • Chocolate Face Pack: ઘરે જ બનાવો ચોકલેટ ફેસપેક અને મેળવો ટાઈટ, ચમકદાર અને તેજસ્વી ત્વચા

    Chocolate Face Pack: ઘરે જ બનાવો ચોકલેટ ફેસપેક અને મેળવો ટાઈટ, ચમકદાર અને તેજસ્વી ત્વચા

    News Continuous Bureau | Mumbai

    Chocolate Face Pack: ફેસ્ટિવ સીઝન ચાલી રહ્યો છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો ચહેરો ચમકદાર અને તાજો દેખાય. ખાસ કરીને ઠંડીના મોસમમાં ત્વચા સૂકી અને નિર્જીવ બની જાય છે. આવા સમયે ચોકલેટ ફેસ પેક  તમારા ચહેરાને નમ, ટાઈટ અને તેજસ્વી બનાવી શકે છે. ચાલો જાણીએ કે કેવી રીતે ઘરે સરળતાથી બનાવી શકાય ચોકલેટ ફેસ પેક.

     

    બેસિક ચોકલેટ ફેસ પેક

     સામગ્રી:

    • ડાર્ક ચોકલેટ – 1 ટેબલસ્પૂન
    • દહીં – 1 ટેબલસ્પૂન
    • મધ – 1 ચમચી

    વિધિ:

    • ચોકલેટને હલકી ગરમ કરીને પિઘાળી લો
    • તેમાં દહીં અને મધ મિક્સ કરો
    • ચહેરા પર 10–15 મિનિટ લગાવો
    • હૂંફાળા પાણીથી ધોઈ લો

    ફાયદો:

    • ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે
    • ચહેરાને નરમ અને ટાઈટ બનાવે

    ચોકલેટ અને ઓટમિલ ફેસ પેક

     સામગ્રી:

    • ડાર્ક ચોકલેટ – 1 ટેબલસ્પૂન
    • ઓટ્સ પાઉડર – 1 ટેબલસ્પૂન
    • દૂધ – 1 ચમચી

    વિધિ:

    • બધું મિક્સ કરીને પેસ્ટ બનાવો
    • ચહેરા પર હળવા હાથથી મસાજ કરો
    • 10 મિનિટ પછી ધોઈ લો

    ફાયદો:

    • ડેડ સ્કિન દૂર કરે
    • ચમકદાર ત્વચા આપે

    આ સમાચાર પણ વાંચો : Lip Balm : ઘરે જ આ વસ્તુમાંથી બનાવો લિપ બામ, હોઠ થશે ગુલાબી અને ઠંડીમાં ફાટશે નહીં

    ચોકલેટ અને એલોવેરા ફેસ પેક

     સામગ્રી:

    • ડાર્ક ચોકલેટ – 1 ટેબલસ્પૂન
    • એલોવેરા જેલ – 1 ટેબલસ્પૂન

    વિધિ:

    • ચોકલેટ પિઘાળી અને એલોવેરા મિક્સ કરો
    • 15 મિનિટ ચહેરા પર રાખો
    • હૂંફાળા પાણીથી ધોઈ લો

    ફાયદો:

    • ત્વચાને હાઈડ્રેટ કરે
    • રેડનેસ અને રેશિઝ ઘટાડે
    • સ્કિનમાં નેચરલ ગ્લો લાવે

    (Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)