• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Obesity Free Gujarat
Tag:

Obesity Free Gujarat

Obesity can lead to many serious diseases, so adopt a healthy lifestyle and eliminate obesity
રાજ્ય

Obesity-Free Gujarat :‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ બાળકોમાં ખાંડના સેવનનું નિરીક્ષણ અને ખાંડના સેવનમાં ઘટાડો કરવા માટે શાળા કક્ષાએ ‘સુગર બોર્ડ’ લગાવવામાં આવશે

by kalpana Verat July 5, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Obesity-Free Gujarat :

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત ભારતભરમાં ચાલી રહેલા ‘મેદસ્વિતા મુક્ત’ અભિયાનમાં સ્વયંભૂ રીતે નાગરિકો જોડાઇ રહ્યા છે. વર્તમાનમાં નાના-નાના બાળકોમાં ચોકલેટ તેમજ ખાંડ ઉપરાંત મીઠી વાનગીઓ ખાવાનું પ્રમાણ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં બાળકોમાં ટાઇપ-૨ ડાયાબિટીસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. આ ચિંતાજનક વલણ મુખ્યત્વે ખાંડના વધુ પડતા સેવનના કારણે થાય છે. ખાંડનો વધુ પડતો વપરાશ માત્ર ડાયાબિટીસનું જોખમ જ નહીં પરંતુ સ્થૂળતા, દાંતની સમસ્યાઓ અને અન્ય મેટાબોલિક વિકૃતિઓમાં પણ વધારો કરે છે. ખાંડનું વધુ પડતું સેવન બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણને લાંબા સમયે અસર કરે છે. બાળકો ખાંડનું સેવન ઓછુ કરે તે માટે શાળા કક્ષાએ ‘સુગર બોર્ડ’ લગાવવામાં આવશે એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં બાળકોના ખાંડના ઉપયોગને ધ્યાને લઈને એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં શાળા કક્ષાએ યોગ્ય જગ્યાએ “સુગર બોર્ડ’ લગાવવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીઓને વધુ પડતા ખાંડના સેવનના જોખમો વિશેની માહિતી આપવામાં આવશે. આ બોર્ડમાં દૈનિક ખાંડનું સેવન, સામાન્ય રીતે ખાવામાં આવતા ખોરાકમાં ખાંડનું પ્રમાણ, બિનઆરોગ્યપ્રદ ખોરાક જેમ કે, જંક ફૂડ, ઠંડા પીણાં, વગેરેની નોંધ રાખવામાં આવશે. ઉપરાંત વધુ પડતા ખાંડના સેવન સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય જોખમો અને આરોગ્યપ્રદ આહાર જેવી આવશ્યક માહિતી શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓને પ્રદાન કરવાની રહેશે. જેથી વિદ્યાર્થીઓ ખોરાકની પસંદગી વિશેની જાણકારી મેળવે અને તેમના લાંબા ગાળાના સ્વાસ્થ્ય લાભોને પ્રોત્સાહન મળી શકે. રોજિંદા જીવનમાં ખાંડનો વધુ પડતો ઉપયોગ ન કરવા અંગે શાળા કક્ષાએ જાગૃતિ સેમિનાર તેમજ વર્કશોપનું આયોજન પણ કરવાનું રહેશે.

આ સમાચાર પણ વાંચો :  National Vayoshri Yojana :મોદી સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોના એસેસમેન્ટ કેમ્પને બહોળો પ્રતિસાદ : 2.48 કરોડથી વધુની સાધન સહાય માટે લાભાર્થી નક્કી થયા

ઉલ્લેખનીય છે કે, એક અભ્યાસ પ્રમાણે ૦૪ થી ૧૦ વર્ષની વયના બાળકો અત્યારે સરેરાશ દૈનિક કેલરીના સેવનમાં ૧૩ ટકા જેટલી અને ૧૧ થી ૧૮ વર્ષની વયના બાળકો ૧૫ ટકા જેટલી ખાંડનો ઉપયોગ કરે છે. ખરેખર ખાંડનો ઉપયોગ પાંચ ટકા થવો જોઈએ તેના બદલે બાળકોમાં ખાંડનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. અત્યારે સરળતાથી ઉપલબ્ધ ખાંડવાળા નાસ્તા, પીણાં અને પ્રોસેસ્ડ ખોરાકનું સેવન વધી રહ્યું છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતાજનક છે. શાળા કક્ષાએ સુગર બોર્ડ લગાવવાથી બાળકો-વિદ્યાર્થીઓમાં આ અંગે વધુમાં વધુ જાગૃતિ આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Obesity-Free Gujarat Yoga's contribution in reducing obesity, these yoga poses are very useful
રાજ્ય

Obesity-Free Gujarat: મેદસ્વિતામુક્ત ગુજરાત: મેદસ્વિતા ઘટાડવામાં યોગનું યોગદાન, આ યોગાસનો ખૂબ ઉપયોગી

by kalpana Verat June 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Obesity-Free Gujarat:

  • ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ના લક્ષ્યને સાકાર કરવામાં યોગ, પ્રાણાયામની મહત્વની ભૂમિકા
  • મેદસ્વિતા દૂર કરવા માટે સૂર્ય નમસ્કાર, ભુજંગાસન, ધનુરાસન અને પશ્ચિમોત્તાનાસન જેવા યોગાસનો ખૂબ ઉપયોગી
  • શ્વાસ પર નિયંત્રણ લાવીને શરીર અને વજન બંને પર નિયંત્રણ મેળવી શકાય છે
     

આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. ગુજરાતમાં પણ બદલાતી જીવનશૈલી, ખાણીપીણીની આદતો અને શારીરિક નિષ્ક્રિયતાને કારણે મેદસ્વિતાના કેસમાં વધારો જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે યોગ એક અસરકારક, સરળ અને સ્વાભાવિક ઉપાય છે. “મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના લક્ષ્યને સાકાર કરવામાં યોગ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.યોગ માત્ર શારીરિક કસરત અને મન, શરીર અને આત્માને સંતુલિત કરવાની પ્રાચીન પદ્ધતિ છે. મેદસ્વિતા દૂર કરવા માટે સૂર્ય નમસ્કાર, ભુજંગાસન, ધનુરાસન અને પશ્ચિમોત્તાનાસન જેવા યોગાસનો ખૂબ ઉપયોગી છે. આ આસનો શરીરની ચયાપચયની પ્રક્રિયાને વેગ આપે છે, ચરબી ઘટાડે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. ઉદા. તરીકે, સૂર્ય નમસ્કાર એક સંપૂર્ણ શારીરિક કસરત છે, જે શરીરના દરેક ભાગને સક્રિય કરે છે અને લવચીકતા વધારે છે.

પ્રાણાયામ જેવી શ્વસન ક્રિયાઓ, જેમાં કપાલભાતિ અને અનુલોમ-વિલોમનો સમાવેશ થાય છે, તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તણાવ એ મેદસ્વિતાનું એક મુખ્ય કારણ છે, કારણ કે તે ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સને અસર કરે છે. યોગ દ્વારા મનની શાંતિ અને એકાગ્રતા વધે છે, જે અતિશય ખાવાની આદતોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગુજરાતમાં યોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને સ્થાનિક સંસ્થાઓ સઘન પ્રયાસો કરી રહ્યા છે.

સ્વસ્થ અને સુખી જીવનની ચાવી સમાન યોગને રોજિંદા જીવનમાં સામેલ કરવું સરળ છે. દરરોજ માત્ર 20-30 મિનિટનું યોગ સત્ર શરીર અને મનને સ્વસ્થ રાખી શકે છે. નાગરિકોએ યોગને જીવનશૈલીમાં સ્થાન આપવા જાગૃત્ત થવું જોઈએ, જેથી “મેદસ્વિતા મુક્ત ગુજરાત”નું સ્વપ્ન સાકાર થઈ શકે.

આ સમાચાર પણ વાંચો : Obesity-Free Gujarat: સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત.. આહાર અને જીવનશૈલીમાં પરિવર્તન કરી ઘટાડી શકાય છે મેદસ્વિતા 

પ્રાણાયામ વિષે વાત કરીએ તો પ્રાણાયામ એટલે શ્વાસની વિધિવત કસરત. યોગશાસ્ત્ર મુજબ નિયમિત અને સચોટ રીતે કરાયેલા પ્રાણાયામથી શરીર અને મન વચ્ચે સંતુલન જળવાય છે. ઘણા પ્રકારના પ્રાણાયામ એવા છે જે શરીરના મેટાબોલિઝમને સુધારવા, ચરબી ઓગાળવા અને હોર્મોનલ સંતુલન લાવવામાં મદદરૂપ થાય છે, જે વજન ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે.

Obesity-Free Gujarat:  વજન ઘટાડવા માટે ઉપયોગી પ્રાણાયામ
 
1. કપાલભાતિ પ્રાણાયામ
o નાભિ ક્ષેત્રની ચરબી ઓગાળવામાં મદદ કરે છે.
o પાચન તંત્ર અને લિવર સક્રિય બને છે.
o દિવસમાં 5–15 મિનિટથી શરૂ કરો. પેટ અંદર ખેંચીને ઝડપી ઉચ્છવાસ છોડો.
2. ભસ્ત્રિકા પ્રાણાયામ
o વધુ ઓક્સિજનથી શરીર સક્રિય થાય છે. ઊર્જા વધે છે અને મન શાંત રહે
o શરીરમાં તાપમાન વધે છે, ફેટ બર્ન થાય છે.
3. અનુલોમ વિલોમ
o હોર્મોનલ બેલેન્સ રાખે છે.
o માનસિક તણાવ દૂર થાય છે, જે ભાવનાત્મક ખોરાક (emotional eating) ઓછું કરે છે.
4. ઉજ્જાઈ પ્રાણાયામ
o થાયરોઈડ ગ્લાન્ડને સક્રિય કરે અને મેટાબોલિઝમ સુધારે છે.
o ખાસ કરીને હાઈપોથાયરોઈડ વાળા માટે લાભદાયી.
5. સૂર્ય ભેદન પ્રાણાયામ
o શરીરમાં તાપમાન અને પાચનશક્તિ વધે છે.
o ચરબી ઓગાળવામાં ઉપયોગી.

પ્રાણાયામ ખાલી પેટ કરો અથવા જમ્યા બાદ ૩ કલાક પછી કરો. પ્રાણાયામમાં નિયમિતતા સૌથી વધુ જરૂરી છે. દમ, બ્લડ પ્રેશર કે અન્ય શ્વાસ સંબંધિત રોગ હોય તો યોગ કોચના માર્ગદર્શન હેઠળ કરો. પ્રાણાયામ સાથે હળવા યોગાસન, યોગ્ય આહાર અને પાણીનું સેવન ખૂબ જ જરૂરી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Obesity can lead to many serious diseases, so adopt a healthy lifestyle and eliminate obesity
રાજ્ય

Obesity-Free Gujarat: સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત.. આહાર અને જીવનશૈલીમાં પરિવર્તન કરી ઘટાડી શકાય છે મેદસ્વિતા

by kalpana Verat May 15, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Obesity-Free Gujarat:  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહ્વાન કર્યુ હતુ. વડાપ્રધાનશ્રીના આહ્વાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરાયું છે, ત્યારે મેદસ્વિતાથી ઘણા પ્રકારની બીમારીઓની સંભાવનાઓ વધી જાય છે. પરંતુ તકેદારી રાખી અને જીવનશૈલી તેમજ આહારમાં પરિવર્તન લાવી મેદસ્વિતા ઘટાડી શકાય છે અને સ્વસ્થ નિરોગી જીવન જીવી શકાય છે.

નિયમિત વ્યાયામ, યોગ-પ્રાણાયામ અને શ્રમ તેમજ આહારમાં તેલના ઓછા ઉપયોગ દ્વારા મેદસ્વિતાથી મુક્ત થઈ શકાય છે. મેદસ્વિતા ઘટાડવાના પંચ પ્રણ એટલે કે પાંચ બાબતોને નિત્યક્રમનો ભાગ બનાવવાનો સંકલ્પ લઈ નાગરિકો સ્વસ્થ જીવન અપનાવી શકે છે.

મેદસ્વિતા ઘટાડવા માટે નિયમિત કસરત કરવી જોઈએ જેમાં યોગ-પ્રાણાયમ સહિતની પ્રાચીન પદ્ધતિઓથી લઈ અને અન્ય વિવિધ કસરતોનો સમાવેશ થાય છે. કસરત એટલે કે શ્રમ દ્વારા શરીરને સ્થૂળ થતું અટકાવી શકાય છે. આહારમાં તેલ શરીરમાં કોલેસ્ટ્રોલ નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

ભોજનમાં તેલનો વપરાશ ૧૦ ટકા જેટલો ઘટાડો કરવાથી સારા પરિણામો મળતા હોવાના વિશેષજ્ઞોના મત છે. આ સાથે પૌષ્ટિક આહારનું પણ ખૂબ મહત્ત્વ છે. તાજા ફળો, સૂકા મેવા, તાજા શાકભાજી, ફળ-શાકભાજીના જ્યૂસ, તાજા સલાડ આહારમાં લેવા જોઈએ. તળેલા તેમજ વધુ ખાંડાવાળા નાસ્તા, ચિપ્સ અને પેકેટ ફૂડ્સ, મીઠાઈઓ અને કેક-ચોકલેટ્સ, ક્રીમવાળા ખાદ્યપદાર્થો, કોલ્ડ ડ્રિંક્સથી મેદસ્વિતા વધવાનું જોખમ રહે છે જેથી આહારમાં તેનો સમાવેશ અટકાવવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Karmayogi Swastha Suraksha Yojana : ગુજરાતના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી

નિયમિત રીતે દરરોજ ઓછામાં ઓછું ૩૦ મિનિટ ચાલવાથી મેદસ્વિતામુક્ત થવામાં ઘણો ફાયદો મળે છે. ચાલવાને નિત્યક્રમનો ભાગ બનાવવો જોઈએ. પૂરતી ઊંઘ અને સ્વસ્થ જીવનશૈલી દ્વારા નાગરિકો મેદસ્વિતાને ઘટાડી શકે છે. મેદસ્વિતાના કારણે હૃદય રોગ, ટાઇપ-૨ ડાયાબિટીસ, કેન્સર, હાઇ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હાઇ કોલેસ્ટ્રોલ જેવી બિમારીઓનું જોખમ છે.

સ્વસ્થ ભારત અને સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા પહેલું સુખ તે જાતે નર્યાના ભાવ સાથે પ્રત્યેક વ્યક્તિ કાળજી રાખી અને સ્વસ્થ જીવન જીવી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Obesity can lead to many serious diseases, so adopt a healthy lifestyle and eliminate obesity
રાજ્ય

Obesity-Free Gujarat: ગુજરાત સરકારનું મેદસ્વિતા વિરુદ્ધ અભિયાન,દૈનિક આહારને સંતુલિત બનાવો, ભોજનમાં કઠોળ અને શ્રીઅન્નને અપનાવો

by kalpana Verat May 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Obesity-Free Gujarat:

  • મેદસ્વિતા વિરુદ્ધ અસરકારક જંગ માટે સમતોલ આહાર અને વ્યાયામ મુખ્ય મંત્ર

 ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે.

વર્તમાન સમયમાં મેદસ્વિતા ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. પરિણામે શરીર અનેક બીમારીઓનું ઘર બને છે. વડાપ્રધાનશ્રીર શરૂ કરેલી ‘ઓબેસિટી મુક્તિ’ માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ એ વર્તમાન સમયની જરૂરિયાત છે, ત્યારે પ્રત્યેક વ્યક્તિ સ્વસ્થ, ચુસ્ત-દુરસ્ત બને તે જરૂરી છે.

મેદસ્વિતાએ એવી સ્વાસ્થ્ય સ્થિતિ છે જ્યાં શરીરમાં ચરબીનો સંગ્રહ વધી જાય છે. સામાન્ય રીતે બોડી માસ ઈન્ડેક્સ ૩૦ કે તેથી વધુ (BMI) ≥ 30 હોય તો તે મોટાપાનું સૂચક છે. જેના કારણે હૃદયરોગ, ડાયાબિટીસ અને કેટલાક કેન્સર જેવા ગંભીર આરોગ્ય જોખમો વધી શકે છે.

Obesity-Free Gujarat: મેદસ્વિતાનું કારણ

મેદસ્વિતા આરોગ્ય પ્રત્યેની આળસ, શારીરિક ક્રિયાશીલતાનો અભાવ, પ્રોસેસ્ડ ખોરાકનું વધુ સેવન અને શહેરીકરણ જેવા પરિબળોના કારણે વધી છે. તેનું બીજુ મુખ્ય કારણ ખોરાકમાં લેવાયેલી કૅલરી શારીરિક પ્રવૃત્તિ, હલનચલન, કસરતના અભાવે ખર્ચ થતી નથી. તણાવ, માનસિક ચિંતા પણ જવાબદાર છે. મેદસ્વિતા એક રોગ માત્ર નથી, તે ડાયાબિટીસ, હ્રદયરોગ, બ્લડ પ્રેશર, શ્વાસ લેવામાં તકલીફ, માનસિક તણાવ અને આત્મવિશ્વાસમાં ઘટાડો જેવા અનેક રોગને આમંત્રણ આપે છે.

Obesity-Free Gujarat: દૈનિક આહારને સંતુલિત બનાવો, ભોજનમાં કઠોળ અને શ્રીઅન્નને અપનાવો

સંતુલિત આહાર અને પોષણની દ્રષ્ટિએ વધુ સારી ખાદ્ય ઉત્પાદનોની પસંદગીઓ સ્વસ્થ જીવન તરફ પ્રથમ પગલું છે. કાર્બોહાઈડ્રેટ્સના ખાદ્ય સ્ત્રોત તરીકે આખા અનાજ અને શ્રીઅન્નને અપનાવવું પડશે. પ્રોટીન માનવ શરીરનું પાવરહાઉસ છે. પ્રોટીનના મહત્વના સ્ત્રોત તરીકે આખા કઠોળ, દાળ અને સોયાબિન સાથે દૂધ અને દૂધના ઉત્પાદનો આહારમાં અપનાવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો: Obesity-Free Gujarat: રાજ્ય સરકારનું ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન, યોગસંવાદ તથા યોગશિબિરના આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Obesity-Free Gujarat:પ્રોસેસ્ડ ફૂડ અને પેકેજ્ડ ફૂડને કહો ના, નીરોગી શરીરને કહો હા

આપણે દરરોજ ઓછામાં ઓછા ૫૦૦ ગ્રામ ઋતુ મુજબ ઉપલબ્ધ ફળો અને શાકભાજી ખાવા જોઈએ. વધુ ખાંડવાળા ખોરાક અને ખાદ્ય ઉત્પાદનો બને તેટલા ઓછા આરોગવા જોઈએ. પ્રતિ વ્યક્તિ ફક્ત ૫ ગ્રામ/દિવસ મીઠું અને ઓછા તેલ સાથે જમવું જોઈએ.

Obesity-Free Gujarat:સમતોલ આહાર અને યોગ એ સ્વસ્થ-નિરોગી જીવનની ચાવી

દર અઠવાડિયે ૧૫૦ મિનિટ સુધી હળવી ઍરોબિક પ્રવૃત્તિ કરવાથી નવી ઉર્જા મળશે. દિવસમાં ઓછામાં ઓછું ૩૦ મિનિટ નિયમિત ચાલવું તથા દરરોજ યોગ કરવાથી પણ સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય છે.

મેદસ્વિતાને દૂર કરવાના અભિયાનમાં રાજ્યના દરેક નાગરિક, પ્રત્યેક પરિવાર અને સંસ્થાઓ પોતાનું યોગદાન આપીને જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટેનું મોડેલ સ્ટેટ બનાવે તે જરૂરી છે. ચાલો, સાથે મળી મેદસ્વિતાનો મુકાબલો માત્ર દવાઓથી નહિ, પણ દ્રઢ ઈચ્છાશક્તિ, શિસ્ત અને સ્વસ્થ આદતો વડે કરીએ અને સ્વસ્થ જીવન માટે એક કદમ આગળ વધીએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Obesity-Free Gujarat: Gujarat govt to launch new obesity control action plan soon
રાજ્ય

Obesity-Free Gujarat: રાજ્ય સરકારનું ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન, યોગસંવાદ તથા યોગશિબિરના આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

by kalpana Verat May 2, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Obesity-Free Gujarat:  

  • સુરતવાસીઓને બહોળી સંખ્યામાં ભાગ લઈને મેદસ્વિતામુકત ગુજરાત અભિયાનમાં જોડાવા અનુરોધ
  • તા.૩જીએ વરાછા ખાતે યોગસંવાદ તથા તા.૪થી મેના રોજ વેસુ ખાતે યોગશિબિરમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે

 આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકોમાં મેદસ્વિતા વધી રહી છે, ત્યારે રાજ્ય સરકારે મેદસ્વિતામુકત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વિતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન ઉપાડયું છે. જેના ભાગરૂપે આગામી તા.૩જી મેના રોજ યોગસંવાદ અને તા.૪થીએ યોગશિબિરના આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારીની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.

બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ના નિર્માણ માટે યોગબોર્ડ દ્વારા તા.૩ મેના રોજ સાંજે ૩:૩૦થી ૬:૦૦ વાગ્યા દરમિયાન વરાછાના સરદાર સ્મૃતિ ભવન ખાતે યોગ સંવાદ યોજાશે. આ સંવાદમાં મેદસ્વિતા નિવારણ અને યોગના ફાયદાઓ, યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનના માધ્યમથી નાગરિકોને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા પ્રેરણા મળે તે માટે વિવિધ સાધકો દ્વારા વકતવ્યો આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Garvi Gurjari : ગ્રામ્ય હસ્તકલા-હાથશાળ કલારોને ‘ગરવી ગુર્જરી’નો સથવારો, વર્ષ 2024-25માં સતત બીજા વર્ષે રેકૉર્ડ રૂ. 31.47 કરોડનું થયું વેચાણ

તા.૪ મેના રોજ સવારે ૫.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી વેસુ સ્થિત DRB કોલેજ, ભરથાણા ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોગ શિબિર યોજાશે. સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે આયોજિત આ શિબિરમાં નાગરિકોને યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવાશે. જેમાં સુરતીઓને યોગશિબિરમાં બહોળી સંખ્યામાં ભાગ લેવાનો અનુરોધ કર્યો હતો.

યોગશિબિરમાં ટ્રાફિક, ફાયર, પાણી, બેકડ્રોપ, એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્વિત કરવા જે તે વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી વિક્રમ ભંડારી, જિલ્લા શિક્ષણાધિકારી ભગિરથસિંહ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠીયા, રમતગમત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Obesity-Free Gujarat’ campaign, a new step towards a healthy lifestyle
ગાંધીનગર

Obesity-Free Gujarat: ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન, આરોગ્યમય જીવનશૈલી તરફ નવો પગલાં

by Zalak Parikh April 30, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Obesity-Free Gujarat: મેદસ્વિતા આજના યુગમાં એક ગંભીર આરોગ્ય સમસ્યા બની ગઈ છે. વધુ વજન શરીર પર દુષ્પ્રભાવ પાડે છે અને હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર  જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધારી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઓબેસિટી મુક્તિ’ અભિયાનની જાહેરાત કરી છે, જેને રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ તરીકે આગળ ધપાવ્યું છે.

મેદસ્વિતા અને તેના જોખમો

મેદસ્વિતા એ સ્થિતિ છે જ્યાં શરીર ચરબી (Fat)ના વધતા સંચયથી અસરગ્રસ્ત થાય છે. બોડી માસ ઈન્ડેક્સ (Body Mass Index – BMI) ≥ 30 હોય તો તે મોટાપાનું સૂચક છે. વધુ વજન હૃદયરોગ (Heart Disease), ડાયાબિટીસ અને અન્ય આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધારતું હોય છે.

આ સમાચાર પણ વાંચો: Atal Bhujal Yojana: ગુજરાતમાં આ યોજના દ્વારા ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર વધારો

મેદસ્વિતાના કારણો અને નબળાઈ

આ આરોગ્ય સમસ્યા વધુ પડતા પ્રોસેસ્ડ ખોરાક (Processed Food), શારીરિક પ્રવૃત્તિના અભાવ (Lack of Physical Activity), તણાવ (Stress) અને શહેરી જીવનશૈલી (Urban Lifestyle)ના કારણે થઈ રહી છે. આંદોલન અને જનજાગૃતિ દ્વારા આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.

સમતોલ જીવનશૈલી કેવી રીતે અપનાવવી?

  • પોષણયુક્ત ભોજન: આખા અનાજ (Whole Grains), કઠોળ (Legumes) અને શ્રીઅન્ન (Millets) પસંદ કરો.
  • વ્યાયામ: દરરોજ 30 મિનિટ યોગ (Yoga) અને 150 મિનિટ ઍરોબિક (Aerobic) કસરત કરો.

પ્રોસેસ્ડ ફૂડને તજવુ: ઓછા મીઠું (Salt) અને ઓછા તેલ (Oil) સાથે શાકભાજી (Vegetables) અને ફળ (Fruits) ખાઓ

April 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Obesity can lead to many serious diseases, so adopt a healthy lifestyle and eliminate obesity
રાજ્ય

Obesity Free Gujarat : સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત, મેદસ્વિતા ઘણી ગંભીર બીમારીઓ નોતરી શકે છે, માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવો અને મેદસ્વિતા દૂર કરો

by kalpana Verat April 15, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Obesity Free Gujarat : આજના ઝડપી અને તનાવભરી જીવનશૈલીમાં જ્યાં ફાસ્ટ ફૂડનો વધતો પ્રભાવ, બેઠાડું કામ અને વ્યાયામનો અભાવ સામાન્ય બની ગયા છે, ત્યારે મેદસ્વિતા (Obesity) એક ગંભીર અને ઝડપથી વધતી જતી સમસ્યા બની ગઈ છે. તે માત્ર શારીરિક દેખાવની સમસ્યા નથી, પણ અનેક ગંભીર બીમારીઓનું મૂળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરેલા આંકડાઓ મુજબ વિશ્વમાં દર આઠ વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ મેદસ્વિતા ધરાવે છે. વિશ્વમાં ૧૮ વર્ષથી ઉપરના લોકો પૈકીના ૪૩ ટકા લોકો સરેરાશ વજન કરતા વધુ વજન ધરાવે છે અને ૧૬ ટકા લોકો મેદસ્વિતા ધરાવે છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યું છે. તેમણે ભોજનમાં ૧૦ ટકા તેલ ઓછું કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે સ્વસ્થ ચુસ્તદુરસ્ત રહેવા માટે દેશવાસીઓને સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરવા અને આહારશૈલીમાં બદલાવ લાવવાનું સૂચન કર્યું છે. 

‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે. જનજાગૃત્તિ સાથે રાજ્ય સરકાર મેદસ્વિતા દૂર કરવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિશેષ ઓપીડી પણ ચલાવશે.

Obesity Free Gujarat : મેદસ્વિતા (Obesity) એટલે શું?

મેદસ્વિતા એ એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં ચરબીની અતિશયતા રહે છે. જ્યારે વ્યક્તિનું વજન તેમનાં ઉંમર અને ઊંચાઈ પ્રમાણે વધુ હોય અને બોડી માસ ઈન્ડેક્સ (BMI) 30 કે તેથી વધુ હોય, ત્યારે તેને મેદસ્વી માનવામાં આવે છે.

Obesity Free Gujarat : મેદસ્વિતાના કારણો

1. અસંતુલિત આહાર – વધુ કૅલરીયુક્ત અને ચરબીયુક્ત ખોરાક.
2. શારીરિક વ્યાયામ, હલનચલનનો અભાવ – નિયમિત કસરત કે ચાલવાની ટેવ ન હોવી.
3. માનસિક તણાવ – જેના કારણે ઘણીવાર લોકો ઓવરઈટિંગ કરે છે.
4. જાતીય, આનુંવાંશિક કારણો – કેટલાક લોકોમાં વંશપરંપરાગત રીતે વજન વધવાની પ્રકૃતિ હોય છે.
5. હોર્મોન્સ અને દવાઓ – થાઈરોઇડ જેવા હોર્મોનલ રોગો કે કેટલીક દવાઓનું સેવન.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics : મહાયુતિમાં નારાજગી ? શિંદે-અજિતદાદા ફડણવીસથી ગુસ્સે થઈને કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા?

Obesity Free Gujarat : જોખમો અને પરિણામો

મેદસ્વિતાને લીધે ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે, બાળપણથી જ વધતી જતી મેદસ્વિતા આ બીમારીઓનું કારણ બની શકે છે જેમ કે, હ્રદયરોગ, ટાઈપ ટુડાયાબિટીસ, હાઈબ્લડ પ્રેશર, ઘૂંટણ અને પગના સાંધાનો દુ:ખાવો, હોર્મોન્સમાં અસંતુલન, નિદ્રાવિકાર (Sleep Apnea), આત્મવિશ્વાસમાં ઘટાડો, હાઈ કોલેસ્ટ્રોલ અને ડિપ્રેશન

Obesity Free Gujarat : નિવારણ અને ઉપાય:

1. સંતુલિત આહાર – તાજા શાકભાજી, ફળો, ફાઈબરયુક્ત અનાજ તથા ઓછો ચરબીયુક્ત ખોરાક લેવો.
2. નિયમિત વ્યાયામ – ચાલવું, દોડવું, યોગ કે સ્વિમિંગ કરવું
3. પાણીનું પૂરતું સેવન – દિવસમાં ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું
4. માનસિક શાંતિ – ધ્યાન (meditation) અને તણાવ નિવારણ માટે યોગ, ચાલવું, વહેલું ઉઠવું અને સારા પુસ્તકોનું વાંચન
5. નિયમિત આરોગ્ય ચકાસણી – દર વર્ષે એકવાર સંપૂર્ણ હેલ્થ ચેકઅપ

Obesity Free Gujarat : સગર્ભા મહિલાઓ વિશેષ કાળજી લે

જો ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થાય તો ભવિષ્યમાં તમારા બાળકમાં મેદસ્વિતાનું જોખમ ૫૨% વધી જાય છે. આ આંકડો પબ્લિક લાઇબ્રેરી ઓફ સાયન્સ (PLOS)ના સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યો છે. જ્યારે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ભવિષ્યમાં આવા બાળકોમાં ટાઈપ-૨ ડાયાબિટીસનું જોખમ ૪૦ % સુધી વધી જાય છે.

Obesity Free Gujarat : બાળકો મેદસ્વી બને નહીં તે માટે ખાસ આટલું ધ્યાન રાખો

1. સ્ક્રીન ટાઈમ ઓછો કરો અને આઉટડોર રમત માટે પ્રોત્સાહિત કરો
2. પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ખોરાક આપવાનું ટાળો
3. રોજિંદા આહારમાં તાજો અને પૌષ્ટિક ખોરાક આપો
4. તાજા ફળો અને શાકભાજી ખવડાવો
5. મેંદાવાળી ચીજવસ્તુઓ, મીઠાઈઓ, નાસ્તાના પેકેટ તેમજ કોલ્ડ્રીંકથી દૂર રાખો

આમ, સારાંશરૂપે, મેદસ્વિતા એ એવી સમસ્યા છે જેને યોગ્ય કાળજી, સાવચેતી અને નિયમિત જીવનશૈલી દ્વારા ટાળી શકાય છે. આરોગ્યમય જીવન જીવવા માટે જરૂરી છે કે આપણે ખોરાક અને કસરત બંને પર ધ્યાન આપીસ શરીરને સ્વસ્થ અને સક્રિય રાખીએ. આપણા રોજિંદા જીવનમાં આહાર અને વ્યવહારમાં બદલાવ લાવીને મેદસ્વિતા પ્રત્યે જાગૃત બની, સ્વસ્થ જીવન માટે અન્યોને પણ પ્રેરણા આપીએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Obesity can lead to many serious diseases, so adopt a healthy lifestyle and eliminate obesity
રાજ્ય

Obesity Free Gujarat: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત : સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા ઓછી કરવા માટે અભિયાન ચલાવશે

by kalpana Verat March 6, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Obesity Free Gujarat:

  • ગુજરાત વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વિતા દિવસે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 
  • સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા ઓછી કરવા માટે અભિયાન ચલાવશે 
  • સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામૂહિક કાર્યવાહીનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન ઝીલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ 
  • ગુજરાત વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતામુક્ત ગુજરાત” જનસેવા અભિયાનમાં પ્રજાના પ્રતિનિધિઓને સહભાગી થવા અનુરોધ

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તા.૪ માર્ચ – વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ-૪૪ અંતર્ગત એક નિવેદન દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો આ બાબતની કાળજી રાખવામાં ન આવે તો આવા લોકો અનેક રોગોમાં સપડાય છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગ સાધનાને તથા ફિટ ઇન્ડિયા માટે ખેલકૂદ અને પરિશ્રમ તથા વ્યાયામને મહત્વ આપ્યું છે. તેઓ દેશવાસીઓને આ માટે અનેક મંચ પરથી પ્રેરણા પણ આપતા રહ્યા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ તેમના લોકપ્રિય રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’ના તાજેતરના એપિસોડમાં આ મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત કરવાની અપીલ કરી છે. એટલું જ નહિ, તેમણે સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામુહિક કાર્યવાહી પર પણ પોતાના સંબોધનમાં ભાર મૂક્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના જનહિતકારી કાર્યક્રમો અને પ્રજાલક્ષી આહવાનોને ગુજરાતે હંમેશા ત્વરિત અને ઉત્સાહપ્રેરક પ્રતિસાદ આપ્યો છે. તેમણે વધતી જતી મેદસ્વિતા અંગે જે ચિંતા વ્યક્ત કરી છે તે વિષયને પણ ગુજરાત સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં કરેલા નિવેદનમાં કહ્યું કે, રાજ્ય સરકાર સમગ્ર વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા કેવી રીતે ઓછી કરી શકાય એ માટે અભિયાન ચલાવશે.

તેમણે કહ્યું કે, જો નાગરિકો પોતાના સ્વાસ્થ્ય વિશે ધ્યાન નહીં રાખે તો આરોગ્યના ગંભીર પ્રશ્નો સર્જાય તેવી શક્યતાઓ છે. “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવતને પ્રોત્સાહન આપીને રાજ્ય સરકાર નાગરિકોને એમના સ્વાસ્થ્યની જાગૃતિ માટે તથા મેદસ્વીતાના નિયંત્રણ માટે પ્રેરિત કરશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સર્વાંગી વિકાસના વડાપ્રધાનશ્રીના ધ્યેયને હાંસલ કરવા અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ સાકાર કરવાની સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Gujarat farmer electricity Subsidy : ગુજરાતના જગતના તાતને વીજ બિલમાં રાહત, છેલ્લાં બે વર્ષમાં આટલા હજાર કરોડની સબસિડી અપાઈ…

મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે વિધાનસભા ગૃહના સૌ ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓને “મેદસ્વિતામુક્ત ગુજરાત” અને સૌ નાગરિકોના જીવનને સ્વસ્થ-તંદુરસ્ત બનાવવાના જનસેવા અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ પણ કર્યો હતો.

Obesity Free Gujarat: સ્થૂળતા એટલે શું તે સમજીએ

* અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર મેદસ્વિપણાને અસામાન્ય કે વધુ પડતી ચરબીના સંચય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.

* કોઈપણ વ્યક્તિની સ્થૂળતા વર્ગીકૃત કરવા માટે BMI એટલે કે, બોડી માસ ઇન્ડેક્સનો આધાર લેવામાં આવે છે. ૨૫ કે તેથી વધુના બી.એમ.આઈ.ને વધુ વજનવાળા અને ૩૦ કે તેથી વધુના બી.એમ.આઈ.ને મેદસ્વિતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

* આ બી.એમ.આઈ શોધવા માટે વ્યક્તિનું વજન (કિલોગ્રામ)ને તે વ્યક્તિની ઊંચાઈ (મીટર)ના વર્ગ વડે વિભાજિત કરવાનું હોય છે.

ભારત અને ગુજરાતમાં મેદસ્વિતાપણુ
* નેશનલ ફેમિલી હેલ્થ સર્વે NFH-5 (૨૦૧૯-૨૦૨૧) મુજબ ભારતમાં એકંદરે ૨૪% સ્ત્રીઓ અને ૨૩% પુરુષો વધુ વજન ધરાવતા અથવા મેદસ્વી છે. ગુજરાતના આરોગ્ય વિભાગના આંકડાઓ અનુસાર રાજ્યમાં આ પ્રમાણ સ્ત્રીઓમાં ૨૨.૬ ટકા અને પુરુષોમાં ૧૯.૯ ટકાનું જોવા મળ્યું છે.

Obesity Free Gujarat: સ્થૂળતા માટે મુખ્યતઃ જવાબદાર પરિબળો

* સ્થૂળતા એટલે કે મેદસ્વિતા માટે જંક ફૂડ, તળેલા ખોરાક, વધુ મીઠાશ અને ફાસ્ટ ફૂડનું વધતુ સેવન એવી અસંતુલિત આહાર આદતો, વ્યાયામ, કસરતનો અભાવ, થાઇરોઈડ અને ડાયાબિટીસ જેવી હોર્મોનલ સમસ્યાઓ, કુટુંબીજનોમાં સ્થૂળતા હોય તો તેની પેઢી દર પેઢી સુધી અસર તથા અનિયમિત અને અપૂરતી ઊંઘ તેમજ માનસિક તણાવ જેવા મુખ્યત: પરિબળો જવાબદાર છે._

અસરો
* આના પરિણામે હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાક, શ્વાસ લેવામાં તકલીફ, સાંધાના દુ:ખાવા તેમજ ડિપ્રેશન જેવી બાબતોને કારણે આરોગ્ય સેવાઓ માટે વધુ પડતો ખર્ચ કરવો પડે છે.

મેદસ્વિતા નિયંત્રણ અને નિવારણ ઉપાયો
* સ્થૂળતા-મેદસ્વિતાના નિયંત્રણ અને નિવારણ માટે તાજા શાકભાજી, ફળો, ફાઇબરયુક્ત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઈએ. ઉપરાંત નિયમિત કસરત, યોગ, ચાલવુ-દોડવું વગેરે ફાયદાકારક રહે છે.

* એટલું જ નહિ, દરરોજ ઓછામાં ઓછી સાત-આઠ કલાક ઊંઘ લેવી પણ જરૂરી છે. તેમજ ધ્યાન, યોગ અને હળવી પ્રવૃત્તિઓ દ્વારા સ્ટ્રેસ પણ ઘટાડવો જોઈએ.

Obesity Free Gujarat: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં

* કેન્દ્ર અને રાજ્ય સરકાર મેદસ્વિતા સામે ઈટ રાઈટ મુવમેન્ટ અને ફીટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા સંતુલિત આહાર તથા આરોગ્યપ્રદ જીવનશૈલી માટે વિવિધ માધ્યમો દ્વારા લોકજાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરે છે.

* એન.સી.ડી. અંતર્ગત રાજ્યભરમાં ૩૦ વર્ષ કે તેથી વધુ વયનાં લોકો માટે સમુદાય આધારિત સ્ક્રીનીંગ અંતર્ગત કમરનો ઘેરાવો અને બોડી માસ ઇન્ડેક્ષની તપાસ કરવામાં આવે છે અને વધુ વજન તથા સ્થુળતા જણાય તેવા વ્યક્તિઓને જરૂરી સલાહ-સુચન અને સંદર્ભ સેવાઓ પુરી પાડવામાં આવે છે.

* હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીશ જેવી સ્થૂળતાની જટિલતાઓ માટે ચકાસણી કરવામાં આવે છે અને નિદાન પામેલ દર્દીઓને નિ:શુલ્ક સારવાર અને સંદર્ભ સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે.

મેદસ્વિતા-જાડાપણાને દૂર કરવાની ચળવળમાં રાજ્યના દરેક વ્યક્તિ, પ્રત્યેક પરિવાર અને સંસ્થાઓ પોતાનું યોગદાન આપીને જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટે મોડેલ સ્ટેટ બનાવે તે જરૂરી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક