• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ODI World Cup 2023 - Page 2
Tag:

ODI World Cup 2023

Rohit Sharma: I decided not to watch the World Cup in 2011: Rohit Sharma recalls bittersweet memories
ક્રિકેટICC વર્લ્ડ કપ 2023Main PostTop Post

World Cup 2023 : ‘તમારે હા કહેવું પડશે નહીંતર…’, રોહિતને કેપ્ટનશીપ મળવા પર ગાંગુલીનો મોટો ખુલાસો.. જાણો વિગતે..

by NewsContinuous Bureau November 11, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

World Cup 2023 : કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ના નેતૃત્વમાં ભારતીય ટીમે (Indian Team) તાજેતરમાં એશિયા કપ 2023 (Asia Cup 2023) નો ખિતાબ જીત્યો હતો. રોહિતની કપ્તાનીમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ટીમ સતત આઠ મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. દરેક લોકો રોહિતની કેપ્ટનશિપના વખાણ કરતા જોવા મળે છે. એક બેટ્સમેન તરીકે પણ તે ખૂબ સારા ફોર્મમાં છે. તેજ દરમિયાન નેધરલેન્ડ સામેની મેચ પહેલા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ રોહિત શર્માની કેપ્ટનશીપને લઈને મોટો ખુલાસો કર્યો છે.

સૌરવ ગાંગુલીએ કોલકાતા ની એક ટીવી શો સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, શરુઆતમાં “રોહિત શર્મા કેપ્ટન બનવા માંગતો ન હતો કારણ કે તેના પર તમામ ફોર્મેટ રમવાનું દબાણ હતું. એક સમય એવો આવ્યો જ્યારે મેં તેમને કહ્યું કે તારે હા પાડવી જ પડશે નહીંતર હું તારું નામ કેપ્ટન તરીકે જાહેર કરીશ.

કોહલીએ 2022માં ટેસ્ટ કેપ્ટન્સી છોડી દીધી હતી..

મને ખુશી છે કે તેણે સારો નિર્ણય લીધો. તે સારી કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તમે પરિણામો જોઈ શકો છો.” વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માને કમાન સોંપવામાં આવી હતી. આ પછી રોહિત શર્માને વનડે ટીમની કપ્તાની પણ સોંપવામાં આવી હતી.

રાષ્ટ્રીય પસંદગીકારો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ક્રિકેટ માટે કેપ્ટનની શોધ કરી રહ્યા હતા .જો કે કોહલી વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ કરવા માંગતો હતો પરંતુ બોર્ડ નવો કેપ્ટન જોવા માંગતો હતો. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી હાર્યા બાદ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી, ત્યારબાદ રોહિત શર્માને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે (2022), કોહલીએ કેપ્ટન્સી છોડી દીધી હતી અને ત્યારથી રોહિત ટીમની કમાન સંભાળી રહ્યો છે. જો કે તે છેલ્લા T20 વર્લ્ડ કપથી T20 ટીમનો નિયમિત સુકાની રહ્યો નથી, પરંતુ મોટાભાગના પ્રસંગોએ હાર્દિક પંડ્યાને તેના સ્થાને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

November 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
10 teams, one trophy and 46 days of Mahakumbh cricket season begins in Ahmedabad today..
ક્રિકેટMain PostTop Post

World Cup 2023: અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે અફઘાનિસ્તાનની ટીમ હારતા વર્લ્ડકપમાંથી થઈ ‘આઉટ’.. જાણો વિગતે..

by NewsContinuous Bureau November 11, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

World Cup 2023: દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાન સામેની મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી. 10 નવેમ્બર (શુક્રવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે સાઉથ આફ્રિકાએ 15 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. સાઉથ આફ્રિકાની ટીમની જીતનો હીરો રાસી વાન ડેર ડુસેન હતો.

ડુસેને 95 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 75 રન બનાવ્યા હતા. એન્ડીલે ફેહલુકવાયોએ પણ 37 બોલમાં 39 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં ત્રણ સિક્સ અને એક ફોરનો સમાવેશ થતો હતો. ફેહલુકવાયો અને ડુસેને 65 રનની અતૂટ ભાગીદારી કરી હતી. વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે પણ ટોપ ઓર્ડરમાં 41 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને મોહમ્મદ નબીને બે-બે વિકીટની સફળતા મળી હતી.

 વર્તમાન વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની સફર અહીં સમાપ્ત થઈ ગઈ….

આ હાર સાથે વર્તમાન વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની સફર અહીં સમાપ્ત થઈ ગઈ છે. સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે, અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકા સામે 438 રનના માર્જિનથી જીતવાની જરૂર હતી, જે લગભગ અશક્ય હતું. હવે સેમીફાઈનલમાં પહોંચવા ચોથા સ્થાન માટે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રેસ છે. જો કે ચોથા સ્થાન માટે ન્યુઝીલેન્ડની ટીમ હાલ મજબૂત દેખાઈ રહી છે.

જો પાકિસ્તાને સેમીફાઈનલમાં પ્રવેશ કરવો હોય તો તેણે આજે ઈંગ્લેન્ડ સામેની મેચ 287 રનના માર્જીનથી જીતવી પડશે. બીજો વિકલ્પ એ છે કે જો પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામે લક્ષ્યનો પીછો કરે છે તો તેણે 284 બોલ બાકી રહેતાં મેચ જીતવી પડશે. આવું કરવું કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. આવી સ્થિતિમાં, બંને સ્થિતિમાં પાકિસ્તાનને હવે ‘કુદરતના ચમત્કાર’નો જ સહારો છે. જો પાકિસ્તાન આમ કરવામાં અસમર્થ રહેશે તો ન્યુઝીલેન્ડ સેમીફાઈનલમાં જશે. ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પહેલા જ સેમિફાઇનલમાં પોતપોતાની જગ્યા નિશ્ચિત કરી ચૂક્યા છે.

વાત કરીયે સાઉથ આફ્રિકા- અફઘાનિસ્તાન મેચની તો પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાન ટીમની શરૂઆત સારી રહી હતી અને 40 રનના સ્કોર સુધી તેણે એકપણ વિકેટ ગુમાવી ન હતી. રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને શરૂઆતના પાવરપ્લેમાં કેટલાક સારા શોટ રમ્યા હતા. આફ્રિકાને પ્રથમ સફળતા કેશવ મહારાજે ગુરબાઝને આઉટ કરીને આપાવી હતી.

 ઉમરઝાઈની શાનદાર ઈનિંગ્સ…

ગુરબાઝ બાદ અફઘાનિસ્તાને ટૂંકા ગાળામાં વધુ બે વિકેટ ગુમાવી દીધી હતી. 45 રન પર ત્રીજી વિકેટ પડ્યા બાદ રહમત શાહ અને અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​49 રનની ભાગીદારી કરીને મેચને સંભાળી હતી. ત્યાર બાદ રહમતને લુંગી એનિગડીએ આઉટ કર્યો હતો. અહીંથી અફઘાનિસ્તાનને ઓમરઝાઈની મોટી ઇનિંગની જરૂર હતી.

ઉમરઝાઈએ ​​અફઘાન ચાહકોને નિરાશ કર્યા ન હતા અને તોફાની ઈનિંગ્સ રમી હતી અને પોતાની ટીમને 244 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. 107 બોલનો સામનો કરીને ઉમરઝાઈએ ​​અણનમ 97 રન બનાવ્યા જેમાં ત્રણ છગ્ગા અને સાત ચોગ્ગા સામેલ હતા. આ સિવાય રહેમત શાહ અને નૂર અહેમદે 26-26 રનનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

આ મેચ પહેલા દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ODI ફોર્મેટમાં માત્ર એક મેચ રમાઈ હતી. 2019 વર્લ્ડ કપમાં રમાયેલી તે મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ અફઘાનિસ્તાનની ટીમ માત્ર 125 રનમાં આઉટ થઈ ગઈ હતી અને દક્ષિણ આફ્રિકાએ માત્ર 28.4 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

November 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Cup 2023 BCCI set to release final set of tickets for knockout matches
ICC વર્લ્ડ કપ 2023

World Cup 2023: સેમિફાઇનલ પહેલા BCCIએ આપ્યા સારા સમાચાર, સેમિફાઈનલ માટે આ તારીખથી કરી શકાશે ટિકિટ બુક.. જાણો વિગતે..

by kalpana Verat November 9, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 World Cup 2023: વર્લ્ડકપ 2023 (World Cup 2023) ની સેમિ ફાઇનલ (Semi Finale) માં હવે ભારત (India) સહિત ત્રણ ટીમ પહોંચી ગઇ છે. ચોથા નંબરે બસ હવે એક ટીમ નક્કી થવાની બાકી છે. આ પહેલા સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટ ઓનલાઇન (Online Ticket) ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. આજે રાત્રે 8 વાગ્યાથી ઓનલાઇન ટિકિટ વિન્ડો ખોલવામાં આવશે. બીસીસીઆઇ (BCCI) એ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર આ માહિતી આપી છે.

આ વખતે વર્લ્ડકપ ભારતમાં રમાતો હોવાને કારણે ટિકિટની હાઇડિમાન્ડ જોવા મળી રહી છે. ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે. ચોથા સ્થાન માટે ત્રણ ટીમ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ચોથા સ્થાન માટે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.

🚨 NEWS 🚨

Final set of tickets for ICC Men’s World Cup 2023 knockouts to go live today 🎫

Details 🔽 #CWC23 https://t.co/xsr5GWWPMm

— BCCI (@BCCI) November 9, 2023

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2023 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ગુરૂવારે ટિકિટની અંતિમ મેચો માટે ટિકિટ વેચવા માટે જઇ રહ્યું છે.

 કેવી રીતે ખરીદી શકશો ઓનલાઈન ટિકિટ..

9 નવેમ્બર (ગુરૂવાર) રાત્રે 8 વાગ્યાથી ઓફિશિયલ ટિકિટ વેબસાઇટ https://tickets.cricketworldcup.com. પર જઇને તમે ઓનલાઇન મેચની ટિકિટ ખરીદી શકો છો. આ સિવાય ઓનલાઇન વેબસાઇટ https://in.bookmyshow.com/explore/c/icc-cricket-world-cup  પર જઇને ટિકિટ ખરીદી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  

મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર સેમિ ફાઇનલ મેચની ટિકિટનો શરૂઆતનો ભાવ ઓનલાઇન સાઇટ પર 5 હજાર રૂપિયા બતાવે છે. જ્યારે કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાનાર સેમિ ફાઇનલ મેચ માટે ટિકિટ શરૂઆતની ટિકિટનો ભાવ 900 રૂપિયા બતાવે છે. અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચની ટિકિટનો શરૂઆતનો ભાવ 2000 રૂપિયા રાખવામાં આવ્યો છે. આટલો જ ભાવ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચનો હતો.

November 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Cup 2023: Sourav Ganguly's prediction, said- Who will India face in the semi-final?
ICC વર્લ્ડ કપ 2023

  World Cup 2023: સૌરવ ગાંગુલીની ભવિષ્યવાણી, કહ્યું- સેમીફાઈનલમાં ભારત કોની સામે ટકરાશે?

by kalpana Verat November 9, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

World Cup 2023: પાકિસ્તાને (Pakistan) સતત 4 મેચ હાર્યા બાદ વાપસી કરી છે, તે પોઈન્ટ ટેબલમાં (Point Table) પાંચમાં સ્થાને છે અને હજુ પણ સેમિફાઈનલ (Semi Finale) ની રેસમાં છે. ચાહકો તો એ જ ઈચ્છી રહ્યા છે કે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય અને પાકિસ્તાન સેમિફાઈનલમાં સ્થાન બનાવી લે પરંતુ તેનો આ અંગે નિર્ણય થોડા દિવસ બાદ જ થશે કે કઈ ટીમ સેમિફાઈનલમાં સ્થાન બનાવશે. પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને આશા છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ જ વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ટકરાવાની છે.

ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) તેમની ઈચ્છા વ્યક્ત કરી છે કે, કોલકાતા (Kolkata) માં રમાનારી સેમીફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાય. એક મીડિયા સાથે વાતચીતમાં પૂર્વ કેપ્ટને એક ભવિષ્યવાણી સાથે ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન પણ સેમીફાઈનલની રેસમાં છે. એવામાં પાકિસ્તાન અને ભારત વચ્ચે સેમીફાઈનલ મેચ રમાય તો તેનાથી મોટું કંઈ ના કહેવાય.

સૌરવ ગાંગુલીએ કહ્યુ કે મને આશા છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપના સેમિફાઈનલમાં સ્થાન બનાવી લેશે કેમ કે ભારત અને પાકિસ્તાનની મેચ વર્લ્ડ કપમાં સૌથી મોટી મેચ હશે. ગાંગુલીએ આ સિવાય વિરાટ કોહલીના વખાણ કરતા કહ્યુ, વિરાટ કોહલી મહાન ખેલાડીઓ પૈકીના એક છે. ઈડન ગાર્ડનમાં તેમના બેટથી 49મી સદી જોઈને ખૂબ સારુ લાગ્યુ. ખાસ કરીને જ્યારે તેઓ છેલ્લી ઘણી મેચોમાં આ રેકોર્ડની બરાબરી કરવાથી ચૂકી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : Mumbai Pune ExpressWay: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે આજે 6 કલાક માટે રહેશે બંધ, મુસાફરી કરતા પહેલા, જાણો શું રહેશે વૈકલ્પિક માર્ગ..

 નેટ રન રેટમાં ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી ખૂબ આગળ..

નેટ રન રેટમાં ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી ખૂબ આગળ ચાલી રહી છે. દરમિયાન માત્ર જીત નોંધાવીને તેમની સેમિફાઈનલની ટિકિટ પાક્કી થવાની નથી. અત્યારે પાકિસ્તાનના નેટ રન રેટ 0.036 છે જ્યારે ન્યૂઝીલેન્ડ 0.398 નેટ રન રેટના કારણે તેનાથી ખૂબ આગળ છે. હવે પાકિસ્તાનના સેમિફાઈનલમાં જવાની આશા લગભગ ખતમ જ છે. કેમ કે જો ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે 1 રનથી પણ જીત નોંધાવી તો પાકિસ્તાનને 130 રનથી જીત મેળવવી પડશે. શ્રીલંકા સામે મેચમાં જો કીવી ટીમને હાર મળે છે તો પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામે જીત મેળવવી પડશે. જો બંને ટીમો જીતી જાય છે તો પછી નેટ રન રેટ અનુસાર સેમિફાઈનલનો નિર્ણય હશે.

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ જો પોતાની મેચમાં હારી જાય છે અને અફઘાનિસ્તાન પોતાની આગામી મેચ સાઉથ આફ્રિકા સામે જીતી જાય છે તો તે અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી લેશે. જોકે કઈ ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. તેનો નિર્ણય 11 નવેમ્બરે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચમાં જ થઈ જશે.

November 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
virat kohali
ખેલ વિશ્વક્રિકેટ

વિરાટ કોહલી પોતાની બર્થ ડે પર કોઇ પણ મેચ હાર્યો નથી, જુઓ આવો છે રેકોર્ડ!

by NewsContinuous Bureau November 6, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

વર્લ્ડ કપ 2023ની 37મી મેચ રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. 5 નવેમ્બરની તારીખ વિરાટ કોહલી માટે ખાસ છે કારણ કે તે તેનો જન્મદિવસ છે. પરંતુ, તેના ખાસ હોવાનું એક મોટું કારણ એ છે કે જ્યારે પણ તે તેના જન્મદિવસ(birthday) પર મેચ રમ્યો ત્યારે તે ક્યારેય હાર્યા નથી. મતલબ કે ટીમ ઈન્ડિયા હંમેશા તે મેચ જીતે છે. તે રેકોર્ડ ગઇકાલે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે પણ રેકોર્ડ અકબંધ રહ્યો છે. 

 

વિરાટ કોહલી માટે આ સદી ઘણા કારણોસર ખાસ છે. એક કારણ એ છે કે તેણે કોલકાતામાં જ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 24 ડિસેમ્બર 2009ના રોજ શ્રીલંકા સામે આ ઇનિંગ રમી હતી. તે મેચમાં વિરાટ કોહલીએ 107 રનની ઇનિંગ રમી હતી. વનડેમાં પ્રથમ સદીથી 49મી સદી સુધીની સફર વિરાટ કોહલી માટે ઘણી ખાસ રહી. વિરાટ કોહલી આ વર્લ્ડ કપ(ODI World Cup 2023)માં શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે અને ટીમ ઈન્ડિયા(Team India) માટે સતત રન બનાવી રહ્યો છે. વિરાટ આ સિઝનમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

 

વિરાટ કોહલી vs દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર 2015

વિરાટ કોહલીએ વર્ષ 2015માં પોતાના જન્મદિવસ પર પોતાની પ્રથમ મેચ સાઉથ આફ્રિકા સામે રમી હતી. તે ટેસ્ટ મેચ હતી જે 5 નવેમ્બરથી મોહાલીમાં શરૂ થઈ હતી. ભારતે તે મેચ 108 રને જીતી હતી. જોકે આ મેચમાં વિરાટનું પોતાનું પ્રદર્શન(record) કંઈ ખાસ રહ્યું ન હતું. તેણે પ્રથમ દાવમાં 1 રન અને બીજી ઈનિંગમાં 29 રન બનાવ્યા હતા. આ મેચ(match)ની ખાસ વાત એ હતી કે ભારતીય ધરતી પર વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રમાયેલી આ પ્રથમ મેચ હતી.

 

વિરાટ કોહલી vs સ્કોટલેન્ડ, 5 નવેમ્બર 2021

વિરાટ કોહલીના જન્મદિવસ પર, ભારતે 2021 T20 વર્લ્ડ કપ(T20 World Cup)માં સ્કોટલેન્ડ સામે બીજી મેચ રમી હતી. 20 ઓવરમાં 86 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ અહીં પણ 81 બોલમાં 8 વિકેટે મોટી જીત નોંધાવી હતી. આ મેચમાં વિરાટ 2 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ મેચની ખાસ વાત એ હતી કે વિરાટ કોહલીની કપ્તાનીમાં રમાયેલી આ છેલ્લી સીરિઝ હતી.

 

વિરાટ કોહલી vs દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર 2023

ભારતે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલી(Virat Kohli)ની સદીની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. ભારત માટે વિરાટ કોહલીએ સદી અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી છે. બર્થડે બોય વિરાટ કોહલીએ ODIમાં તેની 49મી સદી ફટકારીને ODIમાં સૌથી વધુ સદી (49) ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડ(Record)ની બરાબરી કરી લીધી છે. દક્ષિણ આફ્રિકા માટે શમ્સી અને માર્કરામ સિવાય બધાએ વિકેટ લીધી હતી.

 

આ સમાચાર પણ વાંચોઃ World Tsunami Day 2023: જાણો, વિશ્વ સુનામી દિવસની તારીખ, ઇતિહાસ અને મહત્વ
November 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
IND Vs SA Kohli scored a century, Jadeja opened the claw, India made these records against South Africa.. Know what this record is...
ક્રિકેટવધુ સમાચાર

IND Vs SA: સાઉથ આફ્રિકાની ટીમ રોહિતની સેના સામે થઈ ધરાશાયી, મેચમાં બન્યા આ રેકોર્ડ્સ.. જાણો શું છે આ રેકોર્ડ… વાંચો વિગતે અહીં..

by Bipin Mewada November 6, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

IND Vs SA: ભારતીય ટીમે (Indian Team) ICC ODI વર્લ્ડ કપ (ICC World Cup) માં પોતાનું વિસ્ફોટક પ્રદર્શન જારી રાખ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રવિવારે 5 નવેમ્બરે સાઉથ આફ્રિકા (South Africa) સામે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ એકતરફી જીત નોંધાવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને બર્થડે બોય વિરાટ કોહલી (Virat Kohli) ની સદીની મદદથી 5 વિકેટના નુકસાન પર 326 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ પછી, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની ઘાતક બોલિંગના આધારે, સમગ્ર સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 83 રનમાં સમાઈ ગઈ હતી અને 243 રનના વિશાળ માર્જિનથી મેચ જીતી હતી.

 

Birthday Boy Virat Kohli makes the occasion even more special as he receives the Player of the Match award for his fantastic ton 👏👏

Scorecard ▶️ https://t.co/iastFYWeDi#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/vB0URaxGjG

— BCCI (@BCCI) November 5, 2023

 

Jadeja shines in Kolkata & how 😎

The joy of taking 5 wickets in World Cup match 😃#TeamIndia register their 8th consecutive win in #CWC23 👏👏#MenInBlue | #INDvSA pic.twitter.com/cd2HfMEfhy

— BCCI (@BCCI) November 5, 2023

જ્યારે વિરાટ કોહલીએ આ મેચમાં અણનમ 101 રન બનાવ્યા હતા. આ રીતે સમગ્ર આફ્રિકાની ટીમ મળીને કોહલીની બરાબરી કરી શકી ન હતી. ઇતિહાસમાં આવું બીજી વખત બન્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા વિપક્ષી ટીમના ઉચ્ચ સ્કોરર ખેલાડીની બરાબરી પણ કરી શક્યું નથી. સાઉથ આફ્રિકા સામેની આ મેચમાં ઘણા રેકોર્ડ્સ બન્યા હતા. વિરાટ કોહલીથી લઈને રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્માએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

બન્યા આ મહત્ત્વના રેકોર્ડ…

1. વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ: જમણા હાથના બેટ્સમેન વિરાટ કોહલીએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી છે.વિરાટે તેની 49મી સદી ફટકારી હતી.તે જ સમયે, વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે 50 સદી પૂરી કરી છે. વિરાટે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ સદી ફટકારી છે. તે જ સમયે, વિરાટે સંયુક્ત રીતે સચિન કરતા ઓછી ઇનિંગ્સમાં 49 સદીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

2. જાડેજાએ ખોલ્યો પંજો: રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે પોતાનો પંજો ખોલ્યો હતો. ભારતીય સ્પિનરે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજી વખત પાંચ વિકેટ ઝડપી હતી. આ પહેલા 2011વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે સ્પિનર ​​તરીકે આ કારનામું કર્યું હતું. જાડેજાએ 33 રનમાં પાંચ વિકેટ લીધી હતી. જ્યારે યુવરાજે 31 રનમાં 5 વિકેટ લીધી હતી.

3. રોહિત બન્યો સિક્સર કિંગ: રોહિત શર્મા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્માએ સાઉથ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સની બરાબરી કરી લીધી છે. રોહિતે 2023માં ODI ક્રિકેટમાં અત્યાર સુધીમાં 58 સિક્સર ફટકારી છે. ડી વિલિયર્સે 2013માં આટલી જ સિક્સ ફટકારી હતી.

4. સૌથી મોટી હાર: દક્ષિણ આફ્રિકાને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે.સાઉથ આફ્રિકા આ ​​મેચ 243 રનથી હારી ગયું હતું, જે માત્ર વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જ નહીં પરંતુ વર્લ્ડ કપના ઈતિહાસમાં પણ ટીમની સૌથી મોટી હાર છે.આ સિવાય આખી ટીમ વિરાટ કોહલી જેટલા રન પણ બનાવી શકી ન હતી. દક્ષિણ આફ્રિકાએ કુલ 83 રન બનાવ્યા અને વિરાટે 101 રનની ઇનિંગ રમી હતી.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: હમાસના સમર્થનમાં કતારમાં મળ્યા પાકિસ્તાનના ટોચના નેતાઓ! વાંચો વિગતે અહીં..

November 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Cup 2023 Will the India-Pakistan clash be seen again in the World Cup semi-final, know what the equations are..
ક્રિકેટ

World Cup 2023: શું વર્લ્ડકપ સેમિફાઇનલમાં ફરી જોવા મળશે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે સમીકરણો.. વાંચો વિગતે અહીં..

by Bipin Mewada November 6, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

World Cup 2023: ભલે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે નિયમિત મેચ પણ હોય, તો સમગ્ર વિશ્વ તેને જોવા માટે ઉત્સુક હોય છે. હવે જરા વિચારો કે જો વર્લ્ડ કપ (World Cup 2023) ની સેમિફાઇનલ (Semi Finale) મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થાય તો શું થશે. હા, આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાઈ શકે છે. આ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2011ની ફાઇનલમાં પહોંચી હતી ત્યારે સેમીફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ કેવી રીતે થઈ શકે છે તે જાણવુ ઘણુ રસપ્રદ છે..

ભારતીય ટીમે હાલમાં 8 માંથી તમામ 8 મેચ જીતી છે, અને તે 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર બેઠી છે, જ્યાંથી હવે કોઈ અન્ય ટીમ તેને હટાવી શકશે નહીં, કારણ કે કોઈપણ ટીમ 16 પોઈન્ટ મેળવી શકશે નહીં. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર એટલે કે નંબર-1 પર જ રહેશે તે નિશ્ચિત છે. તે જ સમયે, સેમિફાઇનલમાં, નંબર-1 ટીમનો મુકાબલો નંબર-4 ટીમ સાથે થશે, જ્યારે નંબર-2 ટીમની સેમિફાઇનલ મેચ નંબર-3 ટીમ સાથે થશે. મતલબ કે એ નક્કી થઈ ગયું છે કે ભારતની સેમીફાઈનલ મેચ નંબર-4 ટીમ સાથે થશે.

આગામી મેચોમાં જીત જરૂરી..

હવે સવાલ એ છે કે કઈ ટીમ નંબર-4 પર રહી શકે છે. હાલમાં ન્યુઝીલેન્ડની ટીમ નંબર-4 પર છે, જેના આઠ પોઈન્ટ છે. પાકિસ્તાન નંબર-5 પર છે, અને તેના પણ આઠ પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટ ન્યુઝીલેન્ડ કરતા ઘણો ઓછો છે, જે તેના માટે ચિંતાનો વિષય છે. તે જ સમયે, અફઘાનિસ્તાનની ટીમ નંબર-6 પર હાજર છે, અને તેની પાસે પણ 8 પોઈન્ટ ઉપલબ્ધ છે, જ્યારે તેણે હજુ લીગ તબક્કાની બે બાકીની મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, જો અફઘાનિસ્તાન તેની બંને મેચ જીતી જશે તો પાકિસ્તાન સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકશે નહીં.

તે જ સમયે, જો અફઘાનિસ્તાન બેમાંથી એક મેચ જીતે છે, અથવા બંને હારે છે, અને ન્યુઝીલેન્ડ તેની બાકી રહેલી એકમાત્ર મેચમાં શ્રીલંકા સામે હારી જાય છે, અને પાકિસ્તાન તેની છેલ્લી લીગ મેચમાં ઈંગ્લેન્ડને હરાવશે, તો પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચી શકે છે. છે. જો આમ થશે તો ચોક્કસપણે પાકિસ્તાનની ટીમ નંબર-4 પર પહોંચી જશે, અને પછી તેની સેમિફાઇનલ મેચ ભારત સામે થશે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: હમાસના સમર્થનમાં કતારમાં મળ્યા પાકિસ્તાનના ટોચના નેતાઓ! વાંચો વિગતે અહીં..

November 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
AFG vs NED Not only on the border but also on the cricket field, Afghanistan is blowing away Pakistan, just wait for two matches and then....
ક્રિકેટ

AFG vs NED: માત્ર સરહદ નહીં પણ ક્રિકેટના મેદાન પર પણ પાકિસ્તાનને હંફાવી રહ્યું છે અફઘાનિસ્તાન, બસ બે મેચની રાહ જુઓ અને પછી…. વાંચો વિગતે અહીં..

by Bipin Mewada November 4, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

AFG vs NED: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં અફઘાનિસ્તાન (Afghanistan) નું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અફઘાનિસ્તાને હવે નેધરલેન્ડ (Netherland) ને હરાવીને તેની ચોથી જીત હાંસલ કરી છે. 3 નવેમ્બર (શુક્રવાર), લખનઉ (Lucknow) ના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને નેધરલેન્ડ્સને સાત વિકેટે હરાવ્યું છે. ત્રણ વિકેટ લેનાર મોહમ્મદ નબી (Mohammad Nabi) પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

નેધરલેન્ડની ટીમે આપેલા 180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. રહેમાતુલ્લાહ ગુરબાઝ 10 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે, બાદમાં રહમત શાહ અને કેપ્ટન હશમતુલ્લાહ શહિદીએ ફિફ્ટી ફટકારીને ટીમના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

 

Solid Afghanistan win third game in a row to boost their #CWC23 semi-final chances 👊#NEDvAFG 📝: https://t.co/iSJKwpHOJK pic.twitter.com/Nqqx5r81z3

— ICC (@ICC) November 3, 2023

અફઘાનિસ્તાને 180 રનનો ટાર્ગેટ માત્ર 31.3 ઓવરમાં મેળવી લીધો હતો. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 56 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 64 બોલનો સામનો કર્યો જેમાં 6 ચોગ્ગા ફટકાર્યા. રહમત શાહે પણ 54 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. અઝમતુલ્લા ઉમરઝાઈએ ​​પણ 31 રન બનાવીને રન ચેઝને સરળ બનાવ્યો હતો. નેધરલેન્ડ માટે લોગાન વાન બીક, રોલોફ વાન ડેર મર્વે અને સાકિબ ઝુલ્ફિકરે એક-એક વિકેટ લીધી હતી.

અફઘાન ટીમ હવે પાકિસ્તાનને પછાડીને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને…

આ જીત સાથે અફઘાન ટીમ હવે પાકિસ્તાનને પછાડીને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, નેધરલેન્ડ આ હાર સાથે સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. અફઘાનિસ્તાનના 7 મેચમાં 8 પોઈન્ટ છે અને તે પોઈન્ટની બાબતમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની બરાબરી પર છે. જોકે સારા નેટ રન રેટને કારણે આ બંને ટીમો અફઘાનિસ્તાનથી ઉપર છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ 7 મેચમાં આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે. હવે જો પાકિસ્તાન 4 નવેમ્બર (શનિવાર)ના રોજ ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારી જશે તો તેની આશાઓ પર પાણી ફરી વળશે.

આ સમાચાર પણ વાંચોઃ Bobby deol koffee with karan 8: શું શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ના ઈશારા પર કામ કરશે બોબી દેઓલ?અભિનેતા કોફી વિથ કરણ માં કર્યો આ વિશે ખુલાસો

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી નેધરલેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી અને માત્ર ત્રણ રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મેક્સ ઓ’ડાઉડ અને કોલિન એકરમેન વચ્ચે બીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી થઈ હતી. ઓ’ડાઉડ અને એકરમેન બંને રન આઉટ થયા હતા. આ બે રનઆઉટના કારણે નેધરલેન્ડનો મોમેન્ટમ બગડ્યો હતો. જે બાદ એક પછી એક વિકેટ પડતા આખી ટીમ 179 રનમાં સમેટાઈ ગઈ હતી. સતત પડતી વિકેટો વચ્ચે સાયબ્રાન્ડ એન્ગલબ્રેચટે 58 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી.

 

November 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ind-vs-sa-this-indian-batsman-is-the-biggest-threat-for-south-africa-scores-a-lot-of-runs-read-more-here
ક્રિકેટ

IND vs SA: આ ભારતીય બેટ્સમેન દક્ષીણ આફ્રીકા માટે સૌથી મોટો ખતરો… ધનાધન રન બનાવે છે… વાંચો વિગતે અહીં..

by NewsContinuous Bureau November 4, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની મેચ રવિવારે કોલકાતા (Kolkata) ના ઈડન ગાર્ડન્સ (Eden Garden) ખાતે રમાશે. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા (Team India) એ અત્યાર સુધીની તમામ મેચો જીતી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા (South Africa) એ 7 માંથી 6 મેચ જીતી છે. હવે આ બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા માટે ઘાતક સાબિત થઈ શકે છે. કોહલી (Virat Kohli) એ સાઉથ આફ્રિકા સામે વનડે ફોર્મેટમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. કોહલીએ 4 સદી ફટકારી છે.

દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ વનડે રન બનાવનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં કોહલી બીજા ક્રમે છે. તેણે અત્યાર સુધી 30 મેચમાં 1403 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 સદી અને 8 અડધી સદી ફટકારી છે. કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 160 રહ્યો છે. આ મામલે સચિન તેંડુલકર (Sachin Tendulkar) ટોપ પર છે. સચિને 57 મેચમાં 2001 રન બનાવ્યા છે. તેણે 5 સદી અને 8 અડધી સદી ફટકારી છે. સૌરવ ગાંગુલી (Sourav Ganguly) 1313 રન સાથે ત્રીજા સ્થાને છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી ODI મેચ ઓક્ટોબર 2022માં રમાઈ હતી..

રોહિત શર્મા પણ કોલકાતામાં સારું પ્રદર્શન કરી શકે છે. રોહિતે 25 મેચમાં 766 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 2 અડધી સદી ફટકારી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી ODI મેચોના આંકડાઓ પર નજર કરીએ તો આફ્રિકન ટીમનો આંકડો વધુ મજબુત હોય તેમ જણાય છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 90 વનડે રમાઈ છે. આ દરમિયાન ભારતે માત્ર 37 મેચ જીતી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 50 મેચ જીતી છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી ODI મેચ ઓક્ટોબર 2022માં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ દિલ્હીમાં 99 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. હવે લાંબા સમય બાદ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે મેચ રમાશે.

 

November 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rohit Sharma Captain Rohit Sharma got angry at Ravindra Jadeja in the match against Sri Lanka.. Know what this matter is..
ક્રિકેટવધુ સમાચાર

Rohit Sharma: શ્રીલંકા સામેની મેચમાં રવિન્દ્ર જાડેજા પર ભડક્યો કેપ્ટન રોહિત શર્મા.. જાણો શું છે આ મામલો.. વાંચો વિગતે અહીં..

by NewsContinuous Bureau November 3, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai

Rohit Sharma: વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની 33મી મેચમાં ભારતનો મુકાબલો શ્રીલંકા (IND vs SL) સામે હતો. મુંબઈ (Mumbai) ના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રથમ બેટિંગ કરીને 357 રનનો સર્વોત્તમ ટાર્ગેટ રચ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) સામાન્ય રીતે મેદાન પર ખૂબ જ શાંત હોય છે, પરંતુ આ મેચ દરમિયાન તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. વાસ્તવમાં છેલ્લી ઓવર પહેલા રોહિતે ડ્રેસિંગ રૂમમાંથી ક્રિઝ પર બેટિંગ કરી રહેલા રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને ઈશારા દ્વારા કંઈક સંદેશ આપ્યો હતો પરંતુ જાડેજા તેનો અમલ કરી શક્યો ન હતો. આ પછી રોહિત શર્મા નિરાશ થઈ ગયો અને ઘણો ગુસ્સે જોવા મળ્યો હતો.

 

Oh yaar, what a funny and great banter between Captain Rohit Sharma, Jadeja and Shami in the last over 😭.

Aaj to dressing room me daant padegi. pic.twitter.com/WGjia0kDWb

— Vishal. (@SPORTYVISHAL) November 2, 2023

શું છે આ મામલો…

મેચ દરમિયાન છેલ્લી ઓવર પહેલા કેમેરાનું ફોકસ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પર ગયું હતું. જેમાં હિટમેન રવીન્દ્ર જાડેજા સાથે ઈશારા દ્વારા વાત કરતો જોવા મળ્યો હતો. રોહિત ઈચ્છતો હતો કે જાડેજા છેલ્લી ઓવરના તમામ બોલ (એટલે ​​​​કે 6 બોલ) રમે. ભારતીય કેપ્ટન આ ઈચ્છતો હતો કારણ કે જસપ્રીત બુમરાહ બીજા છેડે બેટિંગ કરી રહ્યો હતો. રોહિતની યોજના યોગ્ય હતી જેથી ટીમ ઈન્ડિયા છેલ્લી ઓવરમાં મહત્તમ રન બનાવી શકે એમ હતી. પરંતુ, જાડેજાએ ઓવરના બીજા બોલ પર સિંગલ લેવાનું નક્કી કર્યું હતું અને આ પછી જ્યારે બીજી વખત કેમેરો રોહિત શર્મા પર ફોકસ થયો તો તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. રોહિત શર્માની આ રિએક્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Amartya Sen : અર્થશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા અમર્ત્ય સેન, જેમનું નામકરણ રવિન્દ્રનાથ ટાગોરે કર્યુ હતુ- વાંચો તેમના જીવન વિશે

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના ત્રણ બેટ્સમેનોએ શાનદાર ઈનિંગ્સ રમી હતી પરંતુ તેઓ પોતાની અડધી સદીને સદીમાં બદલી શક્યા ન હતા. વિરાટ કોહલી 88 રન, શુભમન ગિલ 92 રન અને શ્રેયસ અય્યર 88 રનની ઝડપી ઇનિંગ રમીને આઉટ થયા હતા. છેલ્લી ઓવરોમાં રવિન્દ્ર જાડેજાએ પણ ઝડપી ગતિએ રન બનાવ્યા હતા અને ભારતને 357 રન સુધી પહોંચાડ્યું હતુ. આ વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર પણ છે..

 

November 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક