• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - onion
Tag:

onion

Amit Shah Modi Government has kept the interests of farmers at the forefront and is increasing exports so that farmers get fair prices.
દેશAgricultureTop Post

Amit Shah Farmers: ખેડૂતોનાં કલ્યાણ માટે મોદી સરકારે લીધા આ ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યો ઉલ્લેખ

by Hiral Meria September 15, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Amit Shah Farmers:  કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ( Amit Shah ) જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોને ( Indian Farmers ) તેમના પાકની વાજબી કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે નિકાસને વેગ આપી રહી છે, જેથી તેઓ તેમના ઉત્પાદન માટે મહત્તમ મૂલ્ય મેળવી શકે.

Amit Shah Farmers: ‘એક્સ’ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો કે, ખેડૂતોનાં કલ્યાણને સર્વોપરી રાખતાં મોદી સરકારે ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છેઃ

मोदी सरकार किसानों को उनकी फसल का उचित दाम दिलाने के लिए निर्यात को बढ़ा रही है, जिससे किसान अपनी फसल का अधिक से अधिक दाम प्राप्त कर पायें।

किसान हित सर्वोपरि रखते हुए मोदी सरकार ने तीन महत्वपूर्ण निर्णय लिए हैं:

1) मोदी सरकार ने प्याज पर न्यूनतम निर्यात मूल्य (MEP) हटाने और…

— Amit Shah (@AmitShah) September 14, 2024

  1. મોદી સરકારે ડુંગળી પર મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ (એમઇપી) હટાવવાનો અને એક્સપોર્ટ ડ્યૂટી 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. આનાથી ડુંગળીની નિકાસમાં વધારો થશે, પરિણામે ડુંગળીનું ( Onion ) ઉત્પાદન કરતા ખેડૂતોની આવકમાં વધારો થશે.
  2. સરકારે બાસમતી ચોખા ( Basmati Rice ) પરની એમઇપીને દૂર કરવાનો પણ નિર્ણય લીધો છે, જેનાથી બાસમતી ચોખાનું ઉત્પાદન કરતા ખેડૂતો નિકાસ કરી શકે છે અને વધુ નફો મેળવી શકે છે.
  3. આ ઉપરાંત, મોદી સરકારે ક્રૂડ પામ, સોયાબીન અને સૂર્યમુખીના તેલની આયાત પરની ડ્યુટી 12.5 ટકાથી વધારીને 32.5 ટકા અને તેમના રિફાઇન્ડ તેલ પર 13.75 ટકાથી વધારીને 35.75 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ સુનિશ્ચિત કરશે કે ભારતીય સોયાબીનના ખેડૂતોને તેમના પાક માટે સારા ભાવ મળે, જેથી તેમની આવકમાં વધારો થાય.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Dehgam Drowning : ગુજરાતના દહેગામમાં ડૂબી જવાની ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે PM મોદીએ વ્યક્ત કર્યો શોક, પીડિતો માટે કરી એક્સ-ગ્રેશિયાની જાહેરાત

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

September 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Tomato Price Increase Tomato prices in India skyrocket on tight supply
વેપાર-વાણિજ્ય

Tomato Price Increase: સામાન્ય લોકો પર વધુ મોંઘવારીનો માર, ડુંગળી-બટાટા બાદ ટામેટાની કિંમત આસમાને; 15 દિવસમાં ટામેટાંના ભાવ બમણા..

by kalpana Verat July 5, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Tomato Price Increase: એક તરફ દેશભરમાં ચોમાસાની સાથે ભારે વરસાદે લોકોને આકરી ગરમીમાંથી રાહત આપી છે તો બીજી તરફ લોકોના ખિસ્સા પર ભારણ વધવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને રસોડાના મામલામાં લોકોના ખર્ચમાં વધારો થવાનો છે. બટાટા અને ડુંગળી પછી રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટામેટાંના ભાવ છેલ્લા કેટલાક દિવસોમાં આસમાને પહોંચી ગયા છે.

Tomato Price Increase: 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો

મીડિયામાં પ્રકાશિત  અહેવાલ મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં ટામેટાંના છૂટક ભાવમાં ઝડપથી વધારો થયો છે અને હવે તે 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. અહેવાલ મુજબ, વરસાદને કારણે ટામેટાંના પુરવઠામાં વિક્ષેપ આવ્યો છે, જેના કારણે કેટલાક છૂટક બજારોમાં ટામેટાં 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાવા લાગ્યા છે.

Tomato Price Increase:સરકારી ડેટામાં ટામેટાના ભાવ

જો કે સરકારી આંકડા મુજબ ટામેટાના ભાવમાં એટલો વધારો થયો નથી. ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, 3 જુલાઈના રોજ ટામેટાંની દૈનિક સરેરાશ છૂટક કિંમત 55 રૂપિયા પ્રતિ કિલો હતી, જે એક મહિના પહેલા 35 રૂપિયા પ્રતિ કિલો હતી.

આ સમાચાર પણ વાંચો:  UK Election 2024 : બ્રિટનમાં સત્તા પરિવર્તન?! પ્રારંભિક વલણોમાં ચૂંટણીમાં લેબર પાર્ટી બહુમતી તરફ, ઋષિ સુનક ઘણા પાછળ..

 Tomato Price Increase: આ કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે

ટામેટાના ભાવમાં અચાનક વધારો થવા માટે ભારે વરસાદને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. ચોમાસાની શરૂઆત બાદ છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે હિમાચલ પ્રદેશમાં અનેક રસ્તાઓને નુકસાન થયું છે. નબળા રોડ નેટવર્કને કારણે હિમાચલ પ્રદેશથી ઘણા છૂટક બજારોમાં ટામેટાંનો પુરવઠો બંધ થઈ ગયો છે, જેના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે.

Tomato Price Increase: હવામાન વિભાગની આગાહી  

હિમાચલ પ્રદેશ ભારતમાં ટામેટા ઉત્પાદક રાજ્યોમાંનું એક છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે હિમાચલ પ્રદેશમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે પહાડી રાજ્યમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની શક્યતા પણ વ્યક્ત કરી છે, જેની સીધી અસર રોડ નેટવર્ક અને ટ્રાફિક પર પડી શકે છે. સાથે જ ટામેટાના પાકને પણ ભારે વરસાદને કારણે નુકસાન થઈ શકે છે. મતલબ કે આગામી દિવસોમાં ટામેટાના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.

Tomato Price Increase: ગયા વર્ષે ભાવ આટલો વધી ગયો હતો

ટામેટાના ભાવ સામાન્ય રીતે દર વર્ષે વરસાદની મોસમમાં વધે છે. જોકે ગયા વર્ષે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી અને ટામેટાંનો ભાવ 350 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો. તે પછી, સરકારે સહકારી એજન્સીઓની મદદથી, ઘણા શહેરોમાં રાહત દરે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું.

July 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Onion prices will now be fixed directly by the Ministry of Commerce, NAFED and NCCF powers suspended
વેપાર-વાણિજ્યદેશ

Onion Prices : ડુંગળીના ભાવ હવે વાણિજ્ય મંત્રાલય દ્વારા સીધા નક્કી કરવામાં આવશે, નાફેડ અને NCCF સત્તાઓ સ્થગિત..

by Hiral Meria June 16, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Onion Prices  : મુંબઈ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના ડિરેક્ટર જયદત્ત હોલકરે એક નિવેદન આપતા હતું કે,  કેન્દ્ર સરકાર હવે ડુંગળીના મુદ્દાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહી છે, જે લોકસભાની ચૂંટણીમાં હારનું કારણ બન્યું હતું . ડુંગળીના સંદર્ભમાં નાફેડ અને એનસીસીએફની સત્તાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.  તેથી  હવે વાણિજ્ય મંત્રાલય ( Commerce Ministry ) ડુંગળીના ભાવ સીધા નક્કી કરશે. 

નાફેડ અને એનસીસીએફ ડુંગળીના (  Onion  ) ભાવ બજાર સમિતિ કરતા ઓછા આપતા હોવાથી ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી. ડુંગળીના આ જ મુદ્દાને કારણે લોકસભાની ચૂંટણીમાં ( Lok Sabha Elections ) પણ મહાયુતિને મોટો ફટકો પડ્યો હતો. નાફેડ અને એનસીસીએફ દ્વારા કેન્દ્ર સરકાર ( Central Government )  પાસેથી ડુંગળીની ખરીદી કરવામાં આવે છે. અગાઉ NCCF અને NAFED દ્વારા ડુંગળીના ભાવ નક્કી કરવામાં આવતા હતા. જેમાં હવે જ્યાં સુધી નાફેડ બજાર સમિતિમાંથી કાંદાની ખરીદી નહીં કરે ત્યાં સુધી વેપારીઓ અને નાફેડ વચ્ચે કોઈ સ્પર્ધા નહીં થાય. ત્યાં સુધી ભાવ નહીં મળે એવી રોષ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.

Onion Prices : ભાવમાં સતત ઉતાર-ચઢાવના કારણે ખેડૂતોને મોટો ફટકો પડી રહ્યો છે..

દેશમાં દર વર્ષે ડુંગળીના ભાવ આસમાને પહોંચી જાય છે. ભાવમાં સતત ઉતાર-ચઢાવના કારણે ખેડૂતોને મોટો ફટકો પડી રહ્યો છે, ક્યારેક વરસાદી કટોકટી તો ક્યારેક વાવાઝોડાનું સંકટ આવવાને કારણે પણ ખેડૂતોને મોટો આંચકો લાગે છે.  દરમિયાન, સરકારની નીતિ પણ ડુંગળીના ખેડૂતોને સખત માર મારી રહી છે. જ્યારે ડુંગળીના ભાવ વધે છે, ત્યારે સરકાર નિકાસ પર પ્રતિબંધ મૂકે છે. પરિણામે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થાય છે. જેના કારણે ખેડૂતોને ભારે ફટકો પડી રહ્યો છે. આ વર્ષે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.

આ સમાચાર  પણ વાંચો :  Mukesh Patel: હજીરા ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે AMNS કંપનીના CSR ફંડમાંથી ચોર્યાસી તાલુકાના સુવાલી અને હજીરા ગામમાં વિવિધ કામોનું ખાતમુર્હુત-લોકાર્પણ

આ વર્ષે કેન્દ્ર સરકારે પાંચ લાખ ટન ડુંગળી ખરીદવાની જાહેરાત કરી હતી. આ ડુંગળી નાફેડ અને એનસીસીએફ દ્વારા ખરીદવામાં આવી હતી. ડુંગળીના ભાવ NAFED અને NCCF દ્વારા નક્કી કરવામાં આવતી હતી. જો કે, હવે ડુંગળીના ભાવ નક્કી કરવાનો અધિકાર ગ્રાહક સુરક્ષા મંત્રાલય પાસે  હોવાથી.  નાફેડ અને એનસીસીએફ દ્વારા ડુંગળી ખરીદતી વખતે જે ભાવ દરરોજ જાહેર કરવામાં આવતા હતા તે હવે દર આઠ દિવસે જાહેર કરવામાં આવશે. આ દર દિલ્હીના કન્ઝ્યુમર પ્રોટેક્શન ડિરેક્ટોરેટ દ્વારા નક્કી કરવામાં આવશે. 

તેથી નાફેડ અને એનસીસીએફના દર બજાર સમિતિમાં ઉપલબ્ધ દર કરતા ઓછા હશે. ખેડૂતોએ નાફેડને ડુંગળી આપવાનું બંધ કરી દીધું છે. તેથી નાફેડ અને એનસીસીએફ ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવા માંગતા હોય તો તેમને લઘુત્તમ 4000 રૂપિયાનો દર ચૂકવવો પડશે.

 

June 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Onion Price Housewives' Budget Spoiled; The price of Kasturi onion of the poor has reached the sky, know how much the price has increased
વેપાર-વાણિજ્ય

Onion Price: ગૃહિણીઓનું બજેટ બગડ્યું; ગરીબોની કસ્તુરી ડુંગળી ના ભાવ પહોંચ્યા આસમાને, જાણો કેટલા વધ્યા ભાવ

by Bipin Mewada June 11, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

Onion Price: દેશમાં હવે સામાન્ય ચૂંટણી પૂરી થઈ ગઈ છે. કેન્દ્રમાં બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સરકાર રચાઈ ગઈ છે. આ સાથે જ હવે ડુંગળી ( Onion  ) કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં માર્કેટમાં છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. હાલ આકરી ગરમીના કારણે લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. દરમિયાન ડુંગળીની સાથે બટાકાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 

ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, ઈદ-ઉલ-અઝહા ( બકરી ઈદ ) પહેલા આવકમાં ઘટાડો અને ડુંગળીની માંગમાં ( Onion  Demand ) વધારો થવાને કારણે ડુંગળીના ભાવમાં બે અઠવાડિયામાં 30-50 ટકાનો વધારો થયો છે. તેમજ કેન્દ્ર સરકાર હાલ ભાવ નિયંત્રણના પગલાંને હળવા કરશે તેના ડરથી પણ વેપારીઓ હવે ડુંગળીનો સ્ટોક ( onion stock ) એકઠા કરી રહ્યા છે. 

Onion Price: 2023-24ની રવિ સિઝનમાં ડુંગળીનો પાક નિષ્ફળ ગયો હતો….

ઈદ અલ-અદહા (બકરી ઈદ) આવતા સોમવારે છે. આ તહેવાર દરમિયાન દેશભરમાં ડુંગળીની માંગ વધી જાય છે. આ જોઈને વેપારીઓ અગાઉથી જ હવે ડુંગળી સ્ટોક કરવાનું શરૂ કરી દે છે. સોમવારે નાસિકની લાસલગાંવ મંડીમાં ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ ( Wholesale price ) 26 રૂપિયા પ્રતિ કિલો હતો, જે 25 મેના રોજ 17 રૂપિયા પ્રતિ કિલો હતો. જેથી રાજ્યભરના ઘણા જથ્થાબંધ બજારોમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂ. 30ને વટાવી ગયા છે. જોકે, કુલ ટ્રેડેડ વોલ્યુમમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ડુંગળીનો હિસ્સો ઘણો ઓછો છે.

આ સમાચાર  પણ વાંચો : Bajaj Chetak 2901 Price Features Range: બજાજનો સૌથી મોટો ધડાકો! સૌથી સસ્તું CHETAK ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યું, જાણો શું છે કિંમત અને ફીચર્સ.. .

2023-24ની રવિ સિઝનમાં ડુંગળીનો પાક ( Onion crop ) નિષ્ફળ ગયો હતો. આ કારણોસર માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન હાલ ખોરવાઈ ગયું છે. જૂનથી બજારોમાં આવતી ડુંગળી સીધી ખેતરોમાંથી આવતી નથી પરંતુ ખેડૂતો અને વેપારીઓ દ્વારા રાખવામાં આવેલા સ્ટોકમાંથી આવી રહી છે. ખેડૂતો આ સમયે તેમનો સ્ટોક વેચવાની ધીમી ગતિ હાલ ધીમી કરી દીધી છે. કારણ કે તેઓને હજુ ભાવ વધુ વધવાની અપેક્ષા છે.

સરકારે સામાન્ય ચૂંટણી પહેલા ડુંગળીની નિકાસ ખુલ્લી મુકી હતી. જો કે તેની નિકાસ પર 40% નિકાસ જકાત છે. તેના કારણે નિકાસની ગતિ પણ ધીમી છે. વેપારીઓનો દાવો છે કે 17 જૂને આવનારી ઈદ અલ-અદહા માટે ડુંગળીની સ્થાનિક માંગમાં મજબૂત વધારો થયો છે. હાલમાં મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાંથી ડુંગળીની ભારે માંગ છે. આ ઉપરાંત ડુંગળીનો માલ બાંગ્લાદેશ પણ જઈ રહ્યો છે. તેથી પણ ડુંગણીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

 

June 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
The central government has approved the onion export to six countries - Bangladesh, UAE, Bhutan, Bahrain, Mauritius and Sri Lanka.
આંતરરાષ્ટ્રીયદેશવેપાર-વાણિજ્ય

Onion Export: કેન્દ્ર સરકારે છ દેશો બાંગ્લાદેશ, યુએઈ, ભૂતાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકાને 99,150 મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી

by Hiral Meria April 27, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Onion Export: સરકારે છ પાડોશી દેશો બાંગ્લાદેશ, યુએઈ, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકામાં 99,150 મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. ગત વર્ષની સરખામણીએ વર્ષ 2023-24માં અંદાજે ઓછા ખરીફ અને રવી પાકની પૃષ્ઠભૂમિની પર્યાપ્ત સ્થાનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં માગમાં વધારો કરવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.  

આ દેશોમાં ડુંગળીની ( Onion  ) નિકાસ માટેની એજન્સી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ ( NCEL )એ સ્થાનિક ડુંગળીને એલ-1ના ભાવે ઈ-પ્લેટફોર્મ દ્વારા નિકાસ કરવાની હતી અને ગંતવ્ય દેશની સરકાર દ્વારા નિયુક્ત એજન્સી અથવા એજન્સીઓને 100% એડવાન્સ પેમેન્ટના આધારે વાટાઘાટોના દરે સપ્લાય કરવામાં આવી હતી. ખરીદદારોને એનસીઇએલની ઓફર દર ગંતવ્ય બજાર અને આંતરરાષ્ટ્રીય ( International Market ) અને સ્થાનિક બજારોમાં પ્રવર્તમાન ભાવોને ધ્યાનમાં લે છે. છ દેશોમાં નિકાસ માટે ફાળવવામાં આવેલા ક્વોટાને ગંતવ્ય દેશ દ્વારા કરવામાં આવેલી માગ મુજબ પૂરા પાડવામાં આવી રહી છે. દેશમાં ડુંગળીના સૌથી મોટા ઉત્પાદક તરીકે, મહારાષ્ટ્ર એનસીએલ ( Maharashtra NCL ) દ્વારા નિકાસ માટે મેળવવામાં આવતી ડુંગળીનો મોટો સપ્લાયર છે.

સરકારે ( Central Government ) મધ્ય-પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં નિકાસ બજારો માટે ખાસ કરીને ઉગાડવામાં આવતી 2000 મેટ્રિક ટન સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપી હતી. સંપૂર્ણપણે નિકાસલક્ષી હોવાને કારણે, બિયારણનો ઊંચો ખર્ચ, સારી કૃષિ પ્રણાલી (જીએપી)ને અપનાવવા અને કડક મહત્તમ અવશેષ મર્યાદા (એમઆરએલ) જરૂરિયાતોનું પાલન કરવાને કારણે સફેદ ડુંગળીનો ઉત્પાદન ખર્ચ અન્ય ડુંગળી કરતા વધારે છે.

આ સમાચાર પણ વાંચો : Dawoodi Bohra Case: દાઉદી બોહરા કેસમાં દાવો હારનાર તાહેર ફખરુદ્દીનનું બોમ્બે હાઈકોર્ટના ચુકાદા બાદ મોટું નિવેદન.. કહ્યું લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે..

ગ્રાહક બાબતોના વિભાગના પ્રાઈસ સ્ટેબિલાઇઝેશન ફંડ (પીએસએફ) હેઠળ રવી-2024માંથી ડુંગળીના બફર માટે આ વર્ષે 5 લાખ ટન ડુંગળીના બફરની ખરીદીનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય એજન્સીઓ એટલે કે એનસીસીએફ કોઈ પણ સ્ટોરને લાયક ડુંગળીની ખરીદ સંગ્રહ અને ખેડૂતોની નોંધણીને ટેકો આપવા માટે એફપીઓ/એફપીસી/પીએસી જેવી સ્થાનિક એજન્સીઓને જોડાણ કરી રહી છે. ડીઓસીએ, એનસીસીએફ અને એનએએફઈડીની એક ઉચ્ચ સ્તરીય ટીમે પીએસએફ બફર માટે 5 એલએમટી ડુંગળીની ખરીદી અંગે ખેડૂતો, એફપીઓ/એફપીસી અને પીએસીમાં જાગૃતિ ફેલાવવા માટે 11-13 એપ્રિલ, 2024 દરમિયાન મહારાષ્ટ્રના નાસિક અને અહમદનગર જિલ્લાઓની મુલાકાત લીધી હતી.

ડુંગળીના સંગ્રહના નુકસાનને ઘટાડવા માટે, ગ્રાહક બાબતોના વિભાગે બીએઆરસી, મુંબઈની તકનીકી સહાયથી ઇરેડિયેશન અને કોલ્ડ સ્ટોર કરવામાં આવતા સ્ટોકનું પ્રમાણ ગયા વર્ષે 1200 મેટ્રિક ટનથી વધારીને આ વર્ષે 5000 મેટ્રિક ટનથી વધુ કરવાનું નક્કી કર્યું છે. ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા ડુંગળીના ઇરેડિયેશન અને કોલ્ડ સ્ટોરેજના પાઇલટના પરિણામે સ્ટોરેજ લોસ ઘટીને 10 ટકાથી પણ ઓછો થયો હોવાનું જાણવા મળ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Onion Export Govt approves additional 10,000 tonnes onion export to UAE, will farmers benefit
વેપાર-વાણિજ્યઆંતરરાષ્ટ્રીય

Onion Export: સરકારે UAEમાં વધારાની 10,000 ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી, શું ખેડૂતોને થશે ફાયદો?

by Bipin Mewada April 4, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Onion Export: હાલમાં રાજ્યમાં ડુંગળીના ખેડૂતો સંકટમાં છે. કારણ કે ડુંગળીની કિંમત ( Onion Price ) સતત ઘટી રહી છે. ઉપરાંત, હાલમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છે. જેના કારણે ભાવમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી સરકારે હવે સંયુક્ત આરબ અમીરાતમાં વધારાની 10,000 ટન ડુંગળીની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ ( DGFT )  એ આ અંગે આદેશ જારી કર્યો છે. દરમિયાન આ નિર્ણયથી ખેડૂતોને કેટલો ફાયદો થશે તેવો સવાલ હવે ઉઠી રહ્યો છે. 

કેન્દ્ર સરકાર ( central government ) દ્વારા 8 ડિસેમ્બર, 2023ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે આ પ્રતિબંધ 31 માર્ચ સુધી રહેશે. જો કે 31 માર્ચ પછી પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ યથાવત છે. જો કે, એવું લાગે છે કે ડુંગળીની અમુક રકમ મિત્ર દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. સંયુક્ત આરબ અમીરાતમાં ( UAE ) 10000 ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. દરમિયાન, સરકારે અત્યાર સુધીમાં મિત્ર દેશોમાં 79,150 ટન ડુંગળીની નિકાસ કરી છે.

  ડુંગળીની આ નિકાસને કારણે હવે ડુંગળીના ભાવ વધશે?..

દરમિયાન, ડુંગળીની આ નિકાસને કારણે હવે ડુંગળીના ભાવ વધશે? તેવો સવાલ પણ હવે ઉઠી રહ્યો છે. નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ડુંગળીની નિકાસ મર્યાદિત છે, તેથી સરકારના નિર્ણયથી ખેડૂતોને વધુ ફાયદો થશે નહીં. હાલમાં ઘણા ખેડૂતો પાસે ડુંગળીનો મોટો જથ્થો છે. જોકે, નિકાસ પ્રતિબંધના કારણે ભાવમાં ઘટાડો થયો છે. હવે થોડી નિકાસ થશે, પરંતુ તે પણ મર્યાદિત છે. તેથી, નિષ્ણાતોએ માહિતી આપી છે કે ખેડૂતોને નથી લાગતું કે આનાથી તેમને વધુ ફાયદો થશે.

આ સમાચાર પણ વાંચો :  Taapsee pannu: શું તાપસી પન્નુ એ કરી લીધા ગુપચુપ લગ્ન? લાલ સૂટ અને ભારે જ્વેલરી પહેરેલી જોવા મળી અભિનેત્રી, જુઓ વિડીયો

અલ નીનોના પ્રભાવને કારણે ગત વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું. જેના કારણે અનેક જગ્યાએ દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી. બીજું કારણ એ છે કે સરકારનો ઉદ્દેશ્ય બજારમાં સસ્તા ભાવે ડુંગળી ( Onion ) ઉપલબ્ધ કરાવવાનો છે. કિંમતને અંકુશમાં રાખવા માટે સરકારે સાવચેતીના ભાગરૂપે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે આ નિર્ણયથી ખેડૂતોને ભારે ફટકો પડ્યો હતો. જે દર ક્વિન્ટલ દીઠ રૂ. 4000 હતો તે હવે રૂ. 800 થી રૂ. 1200 વચ્ચે આવી ગયો છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

April 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Government directs NCCF and NAFED to start direct procurement of 5 lakh tonnes of onion from farmers for buffer requirement
વેપાર-વાણિજ્ય

Onion: જગતના તાત માટે સારા સમાચાર, આગામી બે-ત્રણ દિવસમાં સરકાર અધધ આટલા લાખ ટન ડુંગળીની ખરીદી શરૂ કરશે

by Hiral Meria March 27, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Onion: ચાલુ વર્ષમાં, સરકારે એનસીસીએફ અને નાફેડને નિર્દેશ આપ્યો છે કે તેઓ બફર જરૂરિયાત માટે 5 લાખ ટન ડુંગળીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી શરૂ કરે કારણ કે રવી-2024ની લણણી બજારમાં આવવાનું શરૂ થયું હતું. આ ખરીદી માટે નાફેડ અને એનસીસીએફે ડુંગળીના ખેડૂતોની અગાઉથી નોંધણી કરાવવાની રહેશે, જેથી ખેડૂતોને ( Farmers ) પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ મારફતે તેમનાં બેંક ખાતાઓમાં ચુકવણી હસ્તાંતરિત થાય તે સુનિશ્ચિત કરી શકાય. 

દેશની ડુંગળીની ઉપલબ્ધતા માટે રવી ડુંગળી મહત્વપૂર્ણ છે કારણ કે તે દેશમાં વાર્ષિક ઉત્પાદનમાં 72-75 ટકા ફાળો આપે છે. ડુંગળીની વર્ષભર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રવી ડુંગળી પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ખરીફ ડુંગળીની સરખામણીએ તેની શેલ્ફ લાઇફ સારી છે અને નવેમ્બર-ડિસેમ્બર સુધી તેને સપ્લાય માટે સ્ટોર કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડ ( NAFED  ) અને એનસીસીએફ ( NCCF )મારફતે વર્ષ 2023-24 દરમિયાન ડુંગળીના બફર સ્ટોકિંગ માટે તેમજ એક સાથે ખરીદી ( Onion purchase ) અને નિકાલના માર્ગે હસ્તક્ષેપ માટે આશરે 6.4 એલએમટી ડુંગળીની ખરીદી કરી હતી. નાફેડ અને એનસીસીએફ દ્વારા સતત ખરીદીથી 2023માં આખું વર્ષ ડુંગળીના ખેડુતો માટે મહેનતાણાના ભાવોની બાંયધરી આપવામાં આવી છે. ત્યારબાદ, ગ્રાહક બાબતોના વિભાગે છૂટક આઉટલેટ્સ અને એનસીસીએફ, નાફેડ, કેન્દ્રીય ભંડાર અને અન્ય રાજ્ય નિયંત્રિત સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત મોબાઇલ વાન દ્વારા ડુંગળીના નિકાલ માટે છૂટક વેચાણ હસ્તક્ષેપને અપનાવ્યો હતો, જે ગયા વર્ષ દરમિયાન રૂ. 25 પ્રતિ કિલોના સબસિડીવાળા ભાવે હતો. સમયસર હસ્તક્ષેપ અને કેલિબ્રેટેડ રિલીઝે ખેડૂતની અનુભૂતિને અસર કર્યા વિના છૂટક ભાવોને અસરકારક રીતે સ્થિર કરવાની ખાતરી આપી.

આ સમાચાર પણ વાંચો :  Air Force: વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ વીઆર ચૌધરી, C-DOT સંશોધન સમુદાયના સંશોધન અને વિકાસ પ્રયાસોની કરી પ્રશંસા..

વૈશ્વિક પુરવઠાની સ્થિતિ અને અલ નીનો દ્વારા પ્રેરિત શુષ્ક સ્પેલને કારણે સરકારને ( Central Government ) નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ડુંગળીની નિકાસને નિયંત્રિત કરવા નીતિગત પગલાં લેવાની જરૂર પડી હતી. આ પગલાંમાં 19મી ઓગસ્ટ 2023ના રોજ લાદવામાં આવેલી ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી, 29 ઓક્ટોબર, 2023થી લાગુ કરવા માટે 800 ડોલર પ્રતિ મેટ્રિક ટનની લઘુત્તમ નિકાસ કિંમત (એમઇપી) લાગુ કરવા અને ઘરેલું ગ્રાહકોને સસ્તા ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે નિકાસ પ્રતિબંધ 8 ડિસેમ્બર, 2023થી લાગુ કરવાનો સમાવેશ થાય છે..

ડુંગળીના નિકાસ પ્રતિબંધને લંબાવવાનો તાજેતરનો નિર્ણય પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય ભાવો અને વૈશ્વિક ઉપલબ્ધતાની ચિંતાઓ સામે એકંદરે સ્થાનિક ઉપલબ્ધતાને કારણે જરૂરી બન્યો છે. દરમિયાન, સરકારે પડોશી દેશોને નિકાસની મંજૂરી આપી છે, જેઓ તેમની સ્થાનિક વપરાશની જરૂરિયાતો માટે ભારત પર આધાર રાખે છે. સરકારે ભૂતાન (550 એમટી), બહેરીન (3,000 એમટી), મોરેશિયસ (1,200 એમટી), બાંગ્લાદેશ (50,000 એમટી) અને યુએઇ (14,400 મેટ્રિક ટન એટલે કે 3,600 એમટી/ત્રિમાસિક ગાળામાં) ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Tamatar Sabji How to make onion Tomato Bhaji Recipe
વાનગી

Tamatar Sabji: વટાણા, મેથી અને પાલક ખાઈને કંટાળી ગયા છો ? તો આજે જ બનાવો સ્વાદિષ્ટ ટામેટાંનું શાક.. નોંધી લો રેસિપિ..

by kalpana Verat January 23, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 Tamatar Sabji: શિયાળાની ઋતુમાં વટાણા, મેથી, પાલક જેવી શાકભાજી વધુ પ્રમાણમાં ખાવામાં આવે છે. આ શાકભાજી ખાવા જોઈએ કારણ કે તે શરીરને ઘણા ફાયદા આપે છે. જો કે, તેમને વારંવાર ખાવાથી કંટાળો આવી શકે છે. આવી સ્થિતિમાં, જો તમને કંઈક અલગ ખાવાનું મન થાય, તો તમે સ્વાદિષ્ટ ટામેટાંનું શાક બનાવી શકો છો. આ શાક ઝડપથી તૈયાર થઈ જાય છે. અને તે રોટલી-પરાઠા સાથે ખૂબ જ સરસ લાગે છે.

ટામેટાંનું શાક બનાવવા માટે તમારે…

5 ટામેટાં

2 બારીક સમારેલા લીલા મરચા

1 બારીક સમારેલી ડુંગળી

2 ચમચી તેલ

અડધી ચમચી જીરું

અડધી ચમચી લાલ મરચું પાવડર

અડધી ચમચી હળદર

અડધી ચમચી ધાણા પાવડર

સ્વાદ મુજબ મીઠું

1 ચપટી હિંગ

બારીક સમારેલી કોથમીર

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir: અયોધ્યના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજે અભિષેક બાદ કહ્યું -હુ દુનિયાનો…. જુઓ વિડીયો..

ટમેટાની ભાજી કેવી રીતે બનાવવી

ટામેટાની ભાજી બનાવવા માટે સૌપ્રથમ ટામેટાંને સારી રીતે ધોઈ લો. પછી તેના નાના ટુકડા કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું અને હિંગ ઉમેરો. રાઈ-જીરું તડતડીયા પછી તેમાં લીલા મરચાં અને ડુંગળી નાખીને થોડી વાર પકાવો. જ્યારે તે સારી રીતે ચડી જાય ત્યારે તેમાં ટામેટાં ઉમેરો. ટામેટાં નરમ થઈ જાય એટલે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર, મીઠું નાખીને બરાબર પકાવો. હવે લીલા ધાણાથી ગાર્નિશ કરીને રોટલી-પરાઠા સાથે સર્વ કરો.

January 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Hair fall Try These Simple DIY Hair Masks To Beat Your Hair Fall Woes
સૌંદર્ય

Hair fall : વાળ ખરતા અટકાવવા લગાવો આ પેસ્ટ, જરૂર થશે ફાયદો..

by kalpana Verat December 28, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Hair fall :  આજકાલ ઝડપી જીવનશૈલીના કારણે વાળ ખરવા ( Hair fall ) એ ખૂબ જ સામાન્ય સમસ્યા થઇ ગઈ છે. પરંતુ ઘણા લોકોના માથામાંથી માત્ર વાળના ગુચ્છા નીકળવા લાગે છે. આવી સ્થિતિમાં તેઓ વધુ ચિંતા કરે છે. જો તમે પણ વાળ ખરવાથી પરેશાન છો અને માથામાં કાંસકો લગાવતા જ તમારા હાથમાં વાળ ખરવા લાગે છે તો આ ઘરે બનાવેલી પેસ્ટ ( Hair Paste ) ને માથા પર લગાવવાથી ફાયદો થશે. વાસ્તવમાં, વાળ ખરવા ઘણીવાર સલ્ફર અને પાયલોરિક એસિડની ઉણપને કારણે થાય છે. જેના માટે આ ખાસ પેસ્ટ લગાવવાથી ફાયદો થાય છે.

આ ખાસ પેસ્ટને વાળમાં લગાવો

વાળમાં એસિડ અને પાયલોરિક એસિડની ઉણપ હોય તો ડુંગળી ( Onion )  અને આદુ ( Ginger ) નું મિશ્રણ લગાવવાથી વાળ ખરવાનું ઓછું થાય છે. પેસ્ટની આ પદ્ધતિ સૌથી સરળ છે. સૌથી પહેલા એક બાઉલમાં આઠથી દસ ચમચી એલોવેરા જેલ (Aloe vera gel )  લો. પછી તેમાં છથી સાત ચમચી ડુંગળીનો રસ નાખો. એ જ રીતે આદુનો રસ કાઢીને તેમાં છથી સાત ચમચી પણ મિક્સ કરો. હવે આ ત્રણેયને મિક્સ કરીને પેસ્ટ બનાવો.

એલોવેરા જેલ

ડુંગળીનો રસ

આદુનો રસ

ડુંગળી અને આદુમાંથી રસ કાઢવા માટે પહેલા બંનેને છીણી લો. ત્યારબાદ તેને કપડાની મદદથી ગાળી લો. જ્યુસ સરળતાથી નીકળી જશે.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૮ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આ પેસ્ટ કેવી રીતે લગાવવી

જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો આ પેસ્ટ ( Hair Paste ) ને વાળના મૂળમાં લગાવો અને લગભગ એક કલાક સુધી રહેવા દો. પછી થોડા હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આ પ્રક્રિયાને અનુસરો. કેટલાક સતત ઉપયોગ પછી, તમે વાળ ખરતા માં તફાવત જોશો. પરંતુ વાળ ખરવાનું બંધ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયાને અનુસરો.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

December 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Hair care Make this simple hair oil at home to stop hair fall in 15 days
સૌંદર્ય

  Hair care: ડુંગળીમાં આ વસ્તુને મિક્સ કરીને વાળમાં લગાવો, વાળ ખરતા થઈ જશે બંધ…

by kalpana Verat December 13, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Hair care: વાળ ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય બની રહી છે. આ માટે ઘણા પરિબળો હોઈ શકે છે.જેમ કે  વારસાગત, હોર્મોન અસંતુલન, ખોપરી ઉપરની ચામડીના ફંગલ ચેપ, તણાવ, સ્વયંપ્રતિરક્ષા રોગો અને પોષણની ઉણપ. પરંતુ કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપાયોની મદદથી તમે વાળ ખરતા અટકાવી શકો છો અને સફેદ વાળને કુદરતી રીતે કાળા પણ કરી શકો છો. તો ચાલો જાણીએ ઘરે બનાવેલા હેર ફોલ કંટ્રોલ ઓઈલ વિશે.

Hair care: હેર ફોલ કંટ્રોલ ઓઈલ બનાવવા માટે તમને જરૂર પડશે

1 કપ નારિયેળ તેલ

1 ડુંગળી

10-12 કઢી પત્તા

એક ચમચી કાળા તલ 

એક ચમચી મેથીના દાણા.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૧૩ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Hair care રેસીપી

સૌપ્રથમ એક વાસણમાં એક કપ નારિયેળ તેલ લો. હવે ગેસ ચાલુ કરો અને ધીમી આંચ પર પકાવો. હવે ડુંગળીને ઝીણી સમારી લો અને સોનેરી થાય ત્યાં સુધી તળો. પછી તેમાં કઢી પત્તા ઉમેરો. આ પછી તેમાં 1 ચમચી કાળા તલ અને મેથીના દાણા મિક્સ કરો. હવે આ બધી સામગ્રીને ધીમી આંચ પર 5 મિનિટ માટે ફ્રાય કરો. હવે ગેસ બંધ કરો અને તેલને ઠંડુ થવા દો. હવે તેને એક બોટલમાં ભરીને રાખો અને પછી તેને અઠવાડિયામાં 3 દિવસ મૂળમાં સારી રીતે લગાવો, તેનાથી તમારા વાળનો વિકાસ સારો થશે.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

December 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક