Tag: online game

  • Online game: ગેમિંગની લતનો કરૂણ અંજામ,પુત્રે વડીલોના પૈસા ગેમમાં ગુમાવ્યા બાદ લીધો આવો ગંભીર નિર્ણય.

    Online game: ગેમિંગની લતનો કરૂણ અંજામ,પુત્રે વડીલોના પૈસા ગેમમાં ગુમાવ્યા બાદ લીધો આવો ગંભીર નિર્ણય.

    News Continuous Bureau | Mumbai

    Online game ઓનલાઈન ગેમનો શિકાર બનેલા કસ્ટમ અધિકારીના 20 વર્ષીય પુત્રએ ત્રણ મહિના પહેલા ટ્રેન નીચે આવીને કરેલી આત્મહત્યાનું કારણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઓનલાઈન ગેમમાં તેના પિતાના પૈસા હારવાને કારણે તેણે પોતાનું જીવન સમાપ્ત કરી દીધું હતું. આ પછી, કુર્લા રેલવે પોલીસે 4 વ્યક્તિઓ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી, છેતરપિંડી અને માહિતી તકનીક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

    ઘાટકોપર-વિક્રોલી વચ્ચે કરી આત્મહત્યા

    પવઈમાં રહેતા વિવેક ટેટે (20) નામનો યુવક 17 જુલાઈના રોજ ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે મૃત હાલતમાં મળી આવ્યો હતો. કુર્લા રેલવે પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુ અહેવાલ (ADR) નોંધ્યો હતો. વિવેક કસ્ટમ અધિકારીનો પુત્ર હતો. એક અધિકારીએ જણાવ્યું કે 17 જુલાઈના રોજ વિવેક તેની માતા સાથે એક મૉલમાં ગયો હતો. તેના પિતા તેમને લેવા માટે જઈ રહ્યા હતા. તેની માતાને ખબર ન પડી કે તે મૉલમાંથી નીકળી ગયો. તેના પિતા મૉલમાં પહોંચ્યા અને તેને બધે શોધ્યો, પણ તે મળ્યો નહીં. પછી વિવેક વિક્રોલી ગયો અને વિક્રોલી અને ઘાટકોપરની વચ્ચે આવતી ટ્રેન સામે ઊભો રહીને આત્મહત્યા કરી. તેણે એક સુસાઇડ નોટ પણ છોડી હતી, જેમાં કહ્યું હતું કે તેનો મૃતદેહ બંને સ્ટેશનોની વચ્ચે મળશે.

    ગેમમાં ₹1 લાખથી વધુની રકમ હારી

    મુંબઈના કુર્લા રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કોલેજ વિદ્યાર્થી વિવેક ઓનલાઈન ગેમની છેતરપિંડીનો શિકાર બન્યો છે. આ વર્ષની શરૂઆતમાં તે એક ગેમિંગ પ્લેટફોર્મ પર જોડાયો હતો, જે ક્વિઝ કમ ઇન્વેસ્ટમેન્ટ ગેમ હતી.શરૂઆતમાં તેણે ₹1,000 નું રોકાણ કર્યું અને ₹2,000 મળ્યા. પછી ₹8,000 ના રોકાણ પર ₹16,000 મળ્યા.લાલચમાં આવીને તેણે ₹80,000 નું રોકાણ કર્યું.ત્યારબાદ તેણે તેના પિતાને GPay દ્વારા છેતરપિંડી કરનારાઓને વધુ ₹1 લાખ ટ્રાન્સફર કરવા કહ્યું.વિવેકના પિતાએ ₹1.24 લાખ ટ્રાન્સફર કર્યા, પરંતુ બેંકે આ ખાતું નકલી હોવાથી ટ્રાન્ઝેક્શન રદ કરી દીધું.વિવેકના પિતાએ તેને ચેતવ્યો કે આ છેતરપિંડી છે, પરંતુ છેતરપિંડી કરનારાઓ ટેલિગ્રામ દ્વારા વિવેકને સતત પરેશાન કરતા રહ્યા અને પૈસા ન આપવા પર રોકાણ કરેલી રકમ પણ ગુમાવવાનો ડર બતાવ્યો.

    આ સમાચાર પણ વાંચો : Bihar Elections: JDUએ ખોલ્યા પત્તા: બિહાર ચૂંટણી માટે પહેલી યાદી જાહેર, જાણો નીતિશ કુમારે કોને આપી ટિકિટ?

    4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ

    વિવેકના પિતાએ પોલીસને રોકાણની વિગતો જણાવી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ પૈસા મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તે મુજબ, પોલીસે ગોવિંદ અહિરવાર, સુશીલકુમાર મિશ્રા, અમન અબ્બાસ અને હરજીત સિંહ સંધૂ નામના ખાતાધારકો વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો દાખલ કર્યો છે.

  • UK Girl Virtually Gang Raped: યુકેમાં 16 વર્ષીય સગીર પર થયો મેટાવર્સમાં સામૂહિત બળાત્કાર.. વર્ચ્યુલ રિયાલિટીનો પ્રથમ કેસ નોંધાયો.. તપાસ ચાલુ.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..

    UK Girl Virtually Gang Raped: યુકેમાં 16 વર્ષીય સગીર પર થયો મેટાવર્સમાં સામૂહિત બળાત્કાર.. વર્ચ્યુલ રિયાલિટીનો પ્રથમ કેસ નોંધાયો.. તપાસ ચાલુ.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..

    News Continuous Bureau | Mumbai

    UK Girl Virtually Gang Raped: યુકેમાં એક 16 વર્ષીય છોકરી ( young girl ) વર્ચ્યુલ રીયાલિટી મેટાવર્સમાં ( metaverse ) ઓનલાઈન ગેમ ( Online game ) રમી રહી હતી, ત્યારે તેના ઓનલાઈન વર્ચ્યલ રિયાલિટી અવતાર ( Online virtual reality avatar ) સાથે મેટાવર્સમાં એટલે કે ઓનલાઈન ગેમમાં કેટલાક પુરુષોએ જાતીય હુમલો કરી ગેંગ રેપ કર્યો હતો. જે બાદ છોકરી માનસિક રીતે પરેશાન આઘાત પામી હતી. ન્યૂયોર્ક પોસ્ટમાં આપેલ માહિતી મુજબ, હાલ બ્રિટન પોલીસ ( Britain police ) કેસ નોંધી, આ મામલે તેનો પ્રથમ વર્ચ્યુલ રિયાલિટી ગેમમાં ( Virtual Reality Game ) કથિત બળાત્કારના કેસની ( Rape Case ) તપાસ કરી રહી છે. 

    ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, સગીરાએ ઇમર્સિવ ગેમમાં વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેર્યું હતું. જ્યારે આ 16 વર્ષીય છોકરી પર પુરુષોના એક જૂથ દ્વારા કથિત રીતે ઓનલાઈન ગેમમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો. જોકે આ મામલામાં તેને કોઈ શારીરિક ઈજા થઈ ન હતી, તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સગીરા પર “વાસ્તવિક દુનિયા” માં કોઈપણ બળાત્કાર થયો ન હતો. પરંતુ વર્ચ્યુલ રિયાલિટીમાં આ બળાત્કાર થયો હતો.

    સગીરાને વર્ચ્યુલ રિયાલિટીમાં જાતીય હુમલા બાદ માનસિક તેમજ ભાવાનાત્મક આઘાત લાગ્યો હતો…

    ડેઇલી મેઇલને ઈન્ટરવ્યું આપતા કેસની તપાસ કરી રહેલ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું, કે જેમ વાસ્તવિક રેપ પીડિતાને માનસિક તથા ભાવનાત્મક આઘાત સહેવો પડે છે. તે જ રીતે આ સગીરાને વર્ચ્યુલ રિયાલિટીમાં જાતીય હુમલા બાદ માનસિક તેમજ ભાવાનાત્મક આઘાત લાગ્યો હતો. તેથી તે ખૂબ પરેશાન થઈ ગઈ હતી. એમ એક અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, “આ કાયદાના અમલીકરણ માટે સંખ્યાબંધ પડકારો ઉભા કરે છે કારણ કે વર્તમાન કાયદો આ માટે સુયોજિત નથી.” જોકે, એ હજુ સ્પષ્ટ નથી કે આ સગીરા કઈ એડલ્ટ ક્રાઈમ બેઝ ગેમમાં કઈ ટીમ સાથે ગેમ રમી રહી હતી. આ સીમાચિહ્નરૂપ કેસની તપાસમાં હવે એવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, કે શું પોલીસે વર્ચ્યુઅલ ગુનાઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ?

    આ સમાચાર પણ વાંચો : Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને બાડમેર સ્ટેશનો વચ્ચે 02 જોડી ટ્રેનોનો પ્રારંભ

    ન્યુઝ આઉટલેટ LBC સાથે વાત કરતા મેટાના એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, “ઉપરોક્ત વર્ણવેલ વર્તનને અમારા પ્લેટફોર્મ પર કોઈ સ્થાન નથી, તેથી અમે અમારા પ્લેટફોર્મ પર તમામ સુરક્ષાના પગલા લઈએ છીએ. ગ્રાહકોના માનસિક તેમજ ભાવનાત્મક સંવેદનાઓને અમે સમજીએ છીએ. તેથી અહીં કેટલા નિયમો તથા મર્યાદાનું પાલન બધાને માટે ફરીજીયાત કર્યું છે.

  • Online Gaming Companies: આવકવેરા વિભાગે ઓનલાઈન ગેમિંગ, ક્રિપ્ટો બિઝનેસમાંથી આટલા કરોડનો TDS વસુલ્યો, જાણો સંપુર્ણ વિગતો વિગતવાર..વાંચો અહીં..

    Online Gaming Companies: આવકવેરા વિભાગે ઓનલાઈન ગેમિંગ, ક્રિપ્ટો બિઝનેસમાંથી આટલા કરોડનો TDS વસુલ્યો, જાણો સંપુર્ણ વિગતો વિગતવાર..વાંચો અહીં..

    News Continuous Bureau | Mumbai 

    Online Gaming Companies: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ મંગળવારે જણાવ્યું હતું કે કેન્દ્રએ વર્તમાન નાણાકીય વર્ષમાં ઓનલાઈન ગેમિંગ કંપની (Online Gaming Companies) ઓ પાસેથી રૂ. 600 કરોડ અને ક્રિપ્ટોકરન્સીમાંથી ( cryptocurrency ) રૂ. 105 કરોડ એકત્ર કર્યા છે.

    મીડિયા સાથે વાત કરતા નીતિન ગુપ્તાએ કહ્યું કે અમે પ્રથમ છ મહિનામાં ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પાસેથી 600 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. સીબીડીટી ચેરમેને કહ્યું કે અગાઉ એક નિયમ હતો, પરંતુ તે વિવિધ અર્થઘટનોને આધીન હતો અને હવે નિયમોને સરળ બનાવાયા છે, તેનાથી ખેલાડીઓ અને કંપનીઓ બંને માટે વધુ સારી રીતે પાલન સુનિશ્ચિત થશે.

    ઓનલાઈન ગેમમાંથી( Online Game ) જીતેલી રકમના 30% પર TDS કાપવાનું ફરજિયાત..

    તમને જણાવી દઈએ કે 1 એપ્રિલથી ઓનલાઈન ગેમ કંપનીઓએ ઓનલાઈન ગેમ્સમાં 100 રૂપિયાથી વધુની જીત પર TDS કાપવો પડશે. આ જોગવાઈ ત્યારે રજૂ કરવામાં આવી હતી જ્યારે આવકવેરા વિભાગે શોધી કાઢ્યું હતું કે મોટી સંખ્યામાં કંપનીઓ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પાસેથી જીતવા પર કોઈ ટેક્સ ચૂકવતી નથી.

    કેન્દ્રએ આવકવેરા અધિનિયમ, 1961 ની નવી રજૂ કરાયેલ કલમ 194BA હેઠળ જીતેલી રકમમાંથી 30% TDS કાપવાનું ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે ફરજિયાત બનાવ્યું છે. છેલ્લા નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2022-23) સુધી, જો નાણાકીય વર્ષમાં જીતની રકમ રૂ. 10,000 કરતાં વધી જાય તો ઓનલાઈન ગેમ્સમાંથી જીતવા પર TDS લાગુ થતો હતો.

    આ સમાચાર પણ વાંચો : NIA Crackdown On PFI: PFI સામે NIAની મોટી કાર્યવાહી; ટ્રેન બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છુટેલા આ આરોપીઓના ઘરે દરોડા… મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં દરોડા.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર..વાંચો અહીં..

    ફાઇનાન્સ એક્ટ 2023 એ 1 એપ્રિલ, 2023 થી ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 માં નવી કલમ 194BA દાખલ કરી છે. આ હેઠળ, ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ પર વ્યક્તિ દ્વારા જીતેલી ચોખ્ખી રકમ પર TDS કાપવાની જરૂર છે. જ્યારે વ્યક્તિ નાણાં ઉપાડે છે અથવા નાણાકીય વર્ષના અંતે કર કપાત જરૂરી છે. એ જ રીતે, 1 એપ્રિલ, 2022 થી, વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો અથવા ક્રિપ્ટોકરન્સીના વેપારમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગુ થશે.

    જો કોઈ વપરાશકર્તા પાસે બહુવિધ વપરાશકર્તા ખાતા હોય, તો દરેક વપરાશકર્તા ખાતાને ચોખ્ખી જીતની ગણતરી માટે ગણવામાં આવે છે. ડિપોઝિટ, ઉપાડ અથવા બેલેન્સ તમામ વપરાશકર્તા ખાતાઓમાં એકંદર આધાર પર આધારિત હશે. સરકારે ગયા બજેટમાં ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર TDS કાપવાની જોગવાઈ રજૂ કરી હતી.

  • જાતીય સતામણીના આરોપીને બોમ્બે હાઈકોર્ટે આપ્યા જામીન, કહ્યું- હોઠ પર કીસ કરવી, પ્રેમથી સ્પર્શ કરવો એ… જાણો વિગતે 

    News Continuous Bureau | Mumbai 

    બોમ્બે હાઈકોર્ટે(Bombay High court) જાતીય શોષણ(Sexual abuse) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આરોપી યુવકને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે હોઠને ચુંબન કરવું અને પ્રેમથી કોઈને સ્પર્શ કરવો એ ભારતીય દંડ સંહિતાની(Indian Penal Code) કલમ ૩૭૭(Section 377) હેઠળ અકુદરતી ગુનો(Unnatural crime) નથી. સગીર યુવકના પિતાની ફરિયાદ બાદ પોલીસે ગયા વર્ષે આરોપીની ધરપકડ કરી હતી. જેને હવે કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. 

    આરોપીઓ સામે બાળ જાતીય અપરાધ સંરક્ષણ(Child sexual offense protection) (પોક્સો)(POCSO) અધિનિયમની વિવિધ કલમો અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સગીર યુવક ઓનલાઈન ગેમ(Online game) ઓલા પાર્ટી રિચાર્જ કરવા માટે મુંબઈના ઉપનગરમાં આવેલી આરોપી વ્યક્તિની દુકાને જતો હતો. સગીર યુવકના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર(FIR) મુજબ, એક દિવસ જ્યારે સગીર યુવક ગેમ રિચાર્જ(Game richarge) કરવા માટે આરોપી વ્યક્તિની દુકાન પર ગયો ત્યારે આરોપીએ તેના હોઠને ખોટી રીતે કિસ કરી અને તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો. જે બાદ યુવકના પિતાએ આરોપી દુકાનદાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

    આ સમાચાર પણ વાંચો : તો નક્કી!!! ચોમાસા બાદ મુંબઈ મહાનગરપાલિકાની યોજાશે ચૂંટણી, જાણો વિગતે

    આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ પ્રભુદેસાઈએ(Justice Prabhudesai) આરોપીને જામીન આપતાં કહ્યું કે સગીર યુવકની મેડિકલ તપાસ(Medical test) તેના જાતીય શોષણના આરોપને સમર્થન આપતી નથી. ઉપરાંત, ન્યાયાધીશે કહ્યું કે આરોપી વ્યક્તિને પોસ્કો એક્ટની વિવિધ કલમો હેઠળ પાંચ વર્ષની સજા થઈ શકે છે અને તેને જામીન આપી શકાય છે. 

    આ કેસમાં અકુદરતી સેક્સનો મામલો પ્રથમ દૃષ્ટિએ લાગુ પડતો નથી. આ ઉપરાંત, આરોપી વ્યક્તિ છેલ્લા એક વર્ષથી પોલીસની કસ્ટડીમાં(Police custody) છે અને ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થવાની શક્યતા ઓછી છે. કોર્ટે કહ્યું કે, આ કેસ સાથે જાેડાયેલા તથ્યોને ધ્યાનમાં રાખીને આરોપી વ્યક્તિ જામીન માટે હકદાર છે. કોર્ટે આરોપીને રૂ. ૩૦,૦૦૦ના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવાનો આદેશ કર્યો હતો.

  • બાપરે.. લોકડાઉનને કારણે ઑનલાઇન ગૅમ્સ રમનારા લોકોની સંખ્યામાં અંદાજે 40 ટકાનો વધારો નોંધાયો.. 

    બાપરે.. લોકડાઉનને કારણે ઑનલાઇન ગૅમ્સ રમનારા લોકોની સંખ્યામાં અંદાજે 40 ટકાનો વધારો નોંધાયો.. 

    ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

    મુંબઈ

    28 ઓક્ટોબર 2020 

    નો આઉટિંગ, નો મૉલ, નો જિમ અને અન્ય તમામ ઍક્ટિવિટીની ગેરહાજરીને લીધે ઘણા લોકો ઑનલાઇન ગેમ તરફ આકર્ષાયા છે. છેલા છ મહિનાથી ઘરમાં બંધ લોકોમાંથી 40 ટકા જેટલાં ઓનલાઈન ગૅમ્સ તરફ વળ્યાં છે.. જે પોતાના ઘરમાં બેઠા બેઠાજ મિત્રો સાથે મળીને  રમત રમ્યાનો આનંદ આપે છે.

    લૉકડાઉને નાના-મોટા અનેક લોકોને ઑનલાઇન ગેમના રસિયા બનાવી દીધા છે. હમણાં થોડા દિવસ પૂર્વે જ યુવાનોની મનપસંદ ઑનલાઇન ગેમ પબજી પર બૅન મુકાવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પબજી એકમાત્ર ઑનલાઇન ગેમ નથી, એના જેવી અને એનાથી અલગ સેંકડો ઑનલાઇન ગેમ આજે મોટા ભાગના લોકોના મોબાઇલમાં અથવા કમ્પ્યુટરમાં સેવ્ડ છે. 

    સોશિયલ ગેમિંગ પ્લેટફોર્મ પર વિનજો પર લુડો, કેરમ, પૂલ, ક્રિકેટ જેવી ઇન્ડોર ગેમ રમનારાઓની સંખ્યામાં પણ 10 ગણો વધારો થયો છે. તો બીજી તરફ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે એન્ડ્રોઇડ યુઝર્સો માટે નવી ગેમિંગ એપ્લિકેશન લોન્ચ કરી છે. તેનું નામ ફેસબુક ગેમિંગ (FaceBook Gaming) રાખવામાં આવ્યું છે. આ એપ્લિકેશન હવે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ પ્લે સ્ટોર પર આવતાની સાથે જ 50 કરોડથી વધુ વખત ડાઉનલોડ થઈ ગઈ છે. આ ગેમિંગ એપ્લિકેશન ફેસબુક એપ્લિકેશનમાં હાજર ગેમિંગ ટેબનું એકલ સંસ્કરણ છે, જેના દ્વારા તમે ગેમ પ્લે, અન્યને જોવા, લાઇવ ગેમ પ્લે જેવી સુવિધાઓનો આનંદ માણી શકો છો. આ સિવાય તમે ગ્રૂપના અન્ય સભ્યો સાથે પણ કનેક્ટ થઈ શકો છો.

    કેટલાકને લૉકડાઉનમાં ઑનલાઇન ગેમનો એવો ચસકો લાગ્યો કે હવે તેમની લાઇફનો એક હિસ્સો બની ગયો છે, એટલું જ નહીં, ગેમના શરણે થવાને લીધે તેઓ અનેક રીતે અફેક્ટ પણ થઈ રહ્યા હોવાનો પણ અહેસાસ કરી રહ્યા છે.