News Continuous Bureau | Mumbai
Chandrababu Naidu: ભારત માં લોકસભાની ચૂંટણી સમયે રશિયાએ દાવો કર્યો હતો કે અમેરિકા ( US ) ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. હવે રશિયાના સુપ્રસિદ્ધ અખબાર સ્પુતનિકે ( Sputnik ) દાવો કર્યો છે કે મોદી સરકારને ઉથલાવી પાડવા અમેરિકા પ્રયત્ન કરી રહ્યું છે.
Chandrababu Naidu: અહેવાલમાં શું દાવો કરાયો છે?
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ ( CIA ) દક્ષિણ ભારતના એક ચર્ચના પાદરીની મદદથી તેમજ વિપક્ષી નેતાઓના ( opposition leaders ) સથવારે ચંદ્રબાબુ નાયડુ પર દબાણ બનાવી રહ્યા છે કે તેઓ મોદી સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લે. આ અહેવાલ રશિયાના સ્થાનિક અખબારમાં છપાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકાના કોન્સ્યુલેટ વિપક્ષી નેતાઓને સતત મળી રહ્યા છે. તેમજ ભારતીય લોકતંત્રમાં વિવિધતાનો પૂરેપૂરો ફાયદો ઉપાડી રહ્યા છે. મોદી સરકારની વિરોધમાં કાર્યરત એવા તમામ લોકોને એક સાથે કામ કરે તેવા પ્રયત્નો ચાલી રહ્યાં છે. આ ઉપરાંત. હિંદુ દેવી દેવતાઓ તેમજ ભારતીય સંસ્કૃતિનો મજાક ઉડાવી રહેલા અભિનેતા, અભિનેત્રી અને અન્ય લોકોને અમેરિકાના મિશન થકી પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમજ, તેઓને એવોર્ડ આપવામાં આવે છે અને પોતાનું કામ આગળ વધારવા માટે સમર્થન પણ આપવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Visit: 40 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડ મુલાકાત, PM મોદીની યુક્રેન અને પોલેન્ડ મુલાકાત પર દુનિયાની નજર.. જાણો કેમ ખાસ છે આ વિદેશ યાત્રા..
Chandrababu Naidu: આ અહેવાલ કેટલા સાચા કેટલા ખોટા?
રશિયાના અખબારમાં જે અહેવાલ છપાયો છે તે સંદર્ભે અત્યાર સુધી સરકાર ( Central Government ) તરફથી કે વિપક્ષ તરફથી કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી. આ સમાચાર સોશિયલ મીડિયા પર અહેવાલ વહેતા થયા છે. તેમજ અહેવાલ સંદર્ભે હજી સુધી અમેરિકાએ કોઈ રદિયો આપ્યો નથી


