Tag: OrganicFarming

  • Natural Farming :રાજ્યપાલશ્રીની પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિ કરવાનો સંકલ્પ લેતા ચોર્યાસી તાલુકાના કુંભારિયા ગામના ખેડૂત રમેશભાઈ પટેલ

    Natural Farming :રાજ્યપાલશ્રીની પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિ કરવાનો સંકલ્પ લેતા ચોર્યાસી તાલુકાના કુંભારિયા ગામના ખેડૂત રમેશભાઈ પટેલ

    News Continuous Bureau | Mumbai

    Natural Farming : રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે દિશામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ઝૂંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. સુરત જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતિ લાવી પ્રાકૃતિક કૃષિનું આ અભિયાન જનઆંદોલન બને ચોર્યાસી તાલુકાના કુંભારિયા ગામના ૭૦ વર્ષીય રમેશભાઈ કલ્યાણભાઈ પટેલ વર્ષોથી પરંપરાગત ખેતી કરે છે. તેઓ પલસાણા તાલુકાના નાંદીડા ગામે ખેતીની જમીન ધરાવે છે. ૭૦ વર્ષીય રમેશભાઈ રાસાયણિક ખાતરના જમીનને થતા નુકસાનથી સારી રીતે વાકેફ છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો અપનાવતા થાય એ માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પણ ખેડૂતોને આ ખેતીમાં જોડવા જનઆંદોલન ચલાવી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો  : Farm Registration: વિદેશમાં ફળ-શાકભાજી પાકોની નિકાસ માટે ફાર્મનું રજિસ્ટ્રેશન કરી પ્રમાણપત્ર મેળવી લેવા બાગાયત ખાતા દ્વારા અનુરોધ
    તેમના પ્રાકૃતિક ખેતીના પ્રવચન સોશ્યલ મીડિયાના માધ્યમથી મેં અવારનવાર સાંભળ્યા હતા, ત્યારે બારડોલી સુગર ફેક્ટરી દ્વારા ગત તા.૨૪મીએ આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં તેઓ માર્ગદર્શન આપવા આવવાના છે એવી જાણકારી મળતા અહીં તેમને પ્રત્યક્ષ સાંભળવાનો મોકો મળ્યો હતો. જેમાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધે છે, જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે તેમજ દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે. એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે. આ વાત પરથી મને પ્રેરણા મળી અને હવે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ કર્યો છે.
    પ્રાકૃતિક કૃષિ એટલે ખર્ચ વગરની ખેતી એમ જણાવી રમેશભાઈએ કહ્યું કે, ગુણવત્તાયુક્ત અને રસાયણયમુક્ત ખેતપેદાશ, સ્વસ્થ ખોરાક, જમીન અને પર્યાવરણ સુધારણા વિગેરે જેવા જરૂરી અભિગમો માટે પ્રાકૃતિક કૃષિ એક ઉત્તમ વિકલ્પના રૂપમાં મને દેખાઈ રહી છે. આવનાર સમય પ્રાકૃતિક કૃષિનો હશે એમ કહેવું જરાય ખોટું નથી.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Natural Farming: આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : શ્રી આચાર્ય દેવવ્રતજી

    Natural Farming: આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : શ્રી આચાર્ય દેવવ્રતજી

    News Continuous Bureau | Mumbai

    • પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ કર્યો : પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી
    • પ્રાકૃતિક ખેતી કરતા સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન

    Natural Farming: “દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતી થતી રહી છે, જેના પરિણામે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સ્થાને માનવજીવનમાં અનેક પ્રકારના રોગોનું આક્રમણ વધ્યું છે. રાસાયણિક ખેતીથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર પડતી વિપરીત અસરોને નિવારવા માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે”, એમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સુરત જિલ્લાના બારડોલી ખાતે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.-બાબેન દ્વારા યોજાયેલા ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’માં જણાવ્યું હતું.


    બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર, બારડોલી-ધુલિયા રોડ ખાતે આયોજિત પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ કર્યો હતો, તેમના પ્રતિભાવો જાણ્યા હતા, તેમજ પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી હતી. જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરાયા હતા.

    આ સમાચાર પણ વાંચો  :iKhedut portal: આદિજાતી વિસ્તારના મધમાખી પાલકો માટે હાઇવ્સ તથા કોલોની પુરી પાડવાની યોજના અમલમાં મુકાઈ

    આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિનું મિશન આરંભ્યું છે. તેમણે દેશના ૧ કરોડ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા નવેમ્બર માસમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરી, આ મિશન માટે રૂ.૨૪૮૧ કરોડની ફાળવણી કરી છે. જેમાં ગુજરાતના કૃષિ મોડેલને રોલમોડેલ તરીકે નિર્દેશિત કરવામાં આવ્યું છે. દેશમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવાના તેમના આ સંકલ્પની સિદ્ધિ માટે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ઉપાડ્યું છે.

    પ્રાકૃતિક કૃષિ એ જૈવિક કૃષિથી અલગ પ્રકારની ખેતી છે, બન્ને ખેતી પધ્ધતિ વચ્ચેનો ભેદ સમજાવતાં તેમણે કહ્યું કે,  પ્રાકૃતિક કૃષિ એ ગાય આધારિત કૃષિ છે, જેમાં ભારતીય ઓલાદની દેશી ગાયના ગૌ મૂત્ર, ગોબર થકી જીવામૃત, ઘનજીવામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરીને ઝીરો ખર્ચે ઉત્પાદન મેળવવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓના ઉપયોગ વિના માત્ર ગાય આધારિત ખેતી કરવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો  :Uddhav Thackeray BMC : મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજુની ના એંધાણ, ઉદ્ધવ ઠાકરેએ અપનાવી ‘એકલા ચાલો રે’ નીતિ! આ ચૂંટણીઓ એકલા હાથે લડશે…

    આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતી દેશના પ્રત્યેક ખેડૂત સુધી પહોંચવી ખૂબ આવશ્યક હોવાનો મત વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે અનેક ફાયદાઓ મળે છે. અળસિયા એ કુદરતના ખેડૂતો છે જેની મદદથી ખેતીની જમીનની ફળદ્રુપતા તો વધે જ છે, પરંતુ પાક ઉત્પાદન અને સાથે ખેડૂતોની આવક પણ વધે છે. ગાયમાતા અને ધરતીમાતાનું સંરક્ષણ થાય છે. પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓની રક્ષા થાય છે. હવા શુદ્ધ રહે છે અને જમીનની ફળદ્રુપતા-ઓર્ગેનિક કાર્બન વધે છે.

    તેમણે કહ્યું કે, પ્રકૃતિમાં હસ્તક્ષેપ કરવાના પરિણામો હંમેશા જોખમી હોય છે. આજે ખેતીમાં ઉત્પાદન વધારવા માટે જે પેસ્ટિસાઈડ્સ, યુરિયા, ડીએપી અને જંતુનાશકોનો અંધાધૂંધ ઉપયોગ કરવામાં આવે છે તેના દુષ્પરિણામો કૅન્સર, હાર્ટ એટેક, બીપી, અને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે. નાના બાળકો, કિશોરો, યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. ખેતીમાં જંતુનાશકો અને યુરિયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને ખેડૂતો જમીનને બંજર બનાવી રહ્યા છે. પીવાના પાણીમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે, ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે, પ્રાકૃતિક ખેતી અપનાવે.

    આ સમાચાર પણ વાંચો  :Kanubhai Desai: ‘સુશાસન દિવસ’ નિમિત્તે સરકારનો વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય

    રાજ્યપાલશ્રીએ પાણીની બચત, પર્યાવરણની રક્ષા, જમીન અને દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી-ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો પ્રકૃતિની રક્ષા સાથે સમગ્ર દેશ અને વિશ્વને આપણા વડીલોના જે જીવન જીવતા હતા એવા વિશુદ્ધ જીવનનો માર્ગ બતાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

    બારડોલી સુગરના ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ એન.પટેલે રાજ્યપાલશ્રીને સરદાર નગરી બારડોલીની ઐતિહાસિક ધરતી પર આવકારી જણાવ્યું કે,
    રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે દિશામાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ઝૂંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. સુરત જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતિ લાવી પ્રાકૃતિક કૃષિનું આ અભિયાન જનઆંદોલન બને એવા અમારા પણ પ્રયાસો છે.
                  
    આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા સહકારી સંઘના પ્રમુખશ્રી ભીખાભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નેશનલ ફેડરેશન ઓફ કો.ઓ. સુગર ફેક્ટરીઝ-દિલ્હીના ઉપપ્રમુખશ્રી કેતનભાઈ પટેલ, સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક પ્રમુખશ્રી બળવંતભાઈ પટેલ, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહભાઈ કે. પટેલ, બારડોલી સુગરના પ્રમુખ રમણલાલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટરશ્રી હેમપ્રકાશ સિંહ, નાયબ ખેતી નિયામક (તાલીમ) અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એન.જી.ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતિષ ગામીત તેમજ સુગરના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો  :GST on Used Cars: હવે સેકન્ડ હેન્ડ કાર ખરીદવી થશે મોંઘી, સરકારે GST 12% થી વધારીને આટલા ટકા કર્યો..
    .
    BOX
    ઓર્ગેનિક કાર્બન એ ખેડૂતના ખેતરનો પ્રાણ : કૃષિની જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ ટકાથી વધુ હોવો જરૂરી : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
    ———-
    ઓર્ગેનિક કાર્બન એ ખેડૂતના ખેતરનો પ્રાણ છે. જો જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ ટકાથી નીચે જાય તો એ જમીન બંજર-વેરાન થઈ ચૂકી છે એમ કહી શકાય. ગુજરાતનો ઓર્ગેનિક કાર્બન ૦.૨ ટકા છે. એટલે કે આપણી જમીન બંજરની કેટેગરીમાં આવે છે એ સ્પષ્ટ છે. જો આ જ પ્રમાણે યુરિયા, ડી.એ.પી.નો ઉપયોગ કરતા રહીશું તો આગામી ૪૦ થી ૫૦ વર્ષમાં આપણી કૃષિની જમીન પથ્થર સમાન અને બંજર બની જશે એમાં શંકાને કોઈ સ્થાન નથી એમ બારડોલી ખાતે રાજ્યપાલશ્રીએ કહ્યું હતું.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Surat Farming: સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે હરણફાળઃ:સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો પ્રથમ અભૂતપૂર્વ કિસ્સો

    Surat Farming: સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે હરણફાળઃ:સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો પ્રથમ અભૂતપૂર્વ કિસ્સો

    News Continuous Bureau | Mumbai

    • પ્રાકૃતિક ખેતીથી થયેલો સફળ પ્રયાસ: દેલાડવાના ખેડૂતોને શેરડી અને સુરણના ઈન્ટરક્રોપિંગથી આઠ લાખનો નફો
    • સુરતમાં ૪૧,૬૧૮ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી: ૧૧,૦૦૬ ખેડૂતો ૯,૨૭૫ એકરમાં શેરડીની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે

    Surat Farming:  ગાંધીજીની સ્વરાજની કલ્પના ગાય અને ગ્રામ આધારિત હતી. ભારતીય દેશી ગાયની માનવજીવનમાં ઉપયોગિતા વિશે વેદ-પુરાણો, ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખો છે. ભારતીય સંસ્કૃતિમાં લોકો પરંપરાગત રીતે પ્રકૃતિ તેમજ ગૌમાતાને પૂજતા આવ્યાં છે. પુરાતનકાળમાં થતી ગૌઆધારિત ખેતી આધુનિક યુગમાં પણ મૂર્તિમંત થઈ રહી છે, ત્યારે સુરત આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એન.જી. ગામીતના જણાવ્યા મુજબ સુરત જિલ્લાએ પણ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે હરણફાળ ભરી છે. સુરત જિલ્લામાં કુલ ૪૧,૬૧૮ ખેડૂતો ૨૯,૮૩૦ એકરમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ખાસ કરીને શેરડીના પાક માટે ૧૧,૦૦૬ ખેડૂતો ૯,૨૭૫ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

    Natural farming sector booms in Surat district First unprecedented case of natural farming in Surat district

    સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના બે ભાઈઓ શૈલેષભાઈ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીનો એક નવો માઈલસ્ટોન સર કર્યો છે. આઠ વીઘા જમીનમાં તેમણે શેરડીની પ્રાકૃતિક ખેતી અપનાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ વર્ષે સુરત જિલ્લામાં પ્રથમવાર શેરડીના સાંઠામાં ૫૦ ઈન્ટરનોડ્સ જોવા મળ્યા છે, જે ગુણવત્તાયુક્ત ખેતીનો દાખલો છે.
    શૈલેષભાઈ અને વિજયભાઈ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ખાસ કરીને શેરડીના પાકમાં તેમણે શાનદાર સફળતા હાંસલ કરી છે. તેમના ખેતરમાં ૮૬૦૦૨ જાતની શેરડીનું વાવેતર ૫ ફૂટ એટલે કે ૧૬૫ સે.મીના અંતરે કરવામાં આવ્યું છે. હાલમાં શેરડીના પાકની કાપણી ચાલી રહી છે, જેનું અંદાજિત ઉત્પાદન ૩૦ થી ૩૫ ટકાના દરે મળવાની અપેક્ષા છે. શેરડીના ગુણવત્તાવાળા સાંઠા (ઈન્ટરનોડ્સ)ની વાત કરીએ તો, સામાન્ય રીતે ૩૦ ઈન્ટરનોડ્સ જોવા મળે છે, પરંતુ શૈલેષભાઈના ખેતરમાં ૪૫ થી ૫૦ ઈન્ટરનોડ્સ મળી રહ્યા છે, જે તેમના પાકની ગુણવત્તા અને સાતત્યને દર્શાવે છે.

    આ સમાચાર પણ વાંચો  : Mumbai Congress Office :રાહુલ ગાંધીના નિવેદનનો મુંબઈમાં વિરોધ, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો, તોડફોડ કરી; જુઓ વીડીયો

    શૈલેષભાઈ અને વિજયભાઈએ શેરડી સાથે આંતરપાક તરીકે સુરણની ખેતી પણ કરી છે, જેમાં કુલ ૮ વીઘામાંથી ૮ લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે. પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી તેઓને કોઈ જાતના રાસાયણિક ઉપદ્રવ કે જીવાતનો ફફડાટ થયો નથી, જેમ કે સફેદ માખીનો ઉપદ્રવ ટાળવામાં તેઓ સફળ રહ્યા છે.

    Natural farming sector booms in Surat district First unprecedented case of natural farming in Surat district

    શેરડીની પ્રાકૃતિક ખેતી નફાકારક છે અને આ મોડેલ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી છે. શૈલેષભાઈ અને વિજયભાઈની મહેનતથી ખેડૂતોને સૂચન છે કે તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવી શેરડીનો પાક લઈ પોતાનાં મકસદમાં સમૃદ્ધિ હાંસલ કરે.
    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અભિયાન આદર્યું છે, જેને સફળતા પણ મળી રહી છે. આદર્શ મોડેલ અને નવી શક્યતાઓની વાત કરીએ તો દેલાડવા ગામના ખેડૂતોએ કરેલા આ પ્રયાસે ગુજરાતના ખેડૂત સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પદ્ધતિમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ખેડૂતો માટે નવી તકો મળશે. સરકાર તેમજ ખેતી સંગઠનોના સહકારથી આ મોડેલને વધુ વિસ્તૃત કરી શકાય છે. ખેડૂત સમાજે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જરૂરી છે. આ પદ્ધતિ માત્ર નફાકારક જ નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ અને માનવજીવન માટે કલ્યાણકારી છે

    (ખાસ લેખઃમેહુલ વાંઝવાલા)
    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.