Tag: pakistan army

  • Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ

    Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ

    News Continuous Bureau | Mumbai

    Pakistan Army પાકિસ્તાની સેનાએ 26 અને 27 ઓક્ટોબરની મધ્યરાત્રિએ નિયંત્રણ રેખા પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરની લીપા ઘાટીમાં ભારતીય સેનાની ચોકીઓ પર નાના હથિયારોથી ગોળીબાર કર્યો અને મોર્ટાર છોડ્યા.સૂત્રો અનુસાર, પાકિસ્તાની સેના તરફથી કરાયેલા કારણ વગરના ગોળીબારના જવાબમાં ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબી કાર્યવાહી કરી. ભારતીય સેનાએ માકૂલ અને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની સેનાની નાપાક હરકતોનો જવાબ આપ્યો છે.

    રાતના અંધારાનો ફાયદો ઉઠાવ્યો

    સીઝફાયરના ઉલ્લંઘનની આ ઘટના લીપા વેલીના વિસ્તારમાં થઈ. પાકિસ્તાની સેનાએ રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને ભારતીય સેનાની ચોકીઓને નિશાન બનાવ્યું હતું. ભારતીય સેનાએ કોઈપણ ઉશ્કેરણીનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

    આ સમાચાર પણ વાંચો : Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો

    જવાબી કાર્યવાહીથી તણાવમાં વધારો

    ભારતીય સેના તરફથી યોગ્ય અને માકૂલ જવાબી કાર્યવાહી બાદ નિયંત્રણ રેખા પર તણાવ વધી ગયો છે. આ વિસ્તારમાં ભારતીય સેના સતર્ક છે અને પાકિસ્તાની સેનાની કોઈપણ નવી કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર છે. ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાની સેનાના હુમલાનો યોગ્ય જવાબ આપ્યો હોવાના કારણે સરહદ પર સ્થિતિ ગંભીર બની છે.

  • TTP: પાકિસ્તાન સેના પર બોર્ડર પાસે મોટો હુમલો, કર્નલ-મેજર સહિત આટલા જવાનોના મોત, TTP એ લીધી હુમલાની જવાબદારી

    TTP: પાકિસ્તાન સેના પર બોર્ડર પાસે મોટો હુમલો, કર્નલ-મેજર સહિત આટલા જવાનોના મોત, TTP એ લીધી હુમલાની જવાબદારી

    News Continuous Bureau | Mumbai 

    પાકિસ્તાની સેના પર મોટો હુમલો થયો. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના આ હુમલામાં પાકિસ્તાનના 11 સૈનિકો માર્યા ગયા. વળી, ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા સૈનિકોમાં 2 અધિકારી પણ સામેલ છે. એક ન્યૂઝ એજન્સી મુજબ, પાકિસ્તાન સેના TTP વિરુદ્ધ અફઘાનિસ્તાન બોર્ડર પર ઓપરેશન ચલાવી રહી હતી. આ દરમિયાન અથડામણ થઈ હતી. પાકિસ્તાની સેના સાથેની અથડામણમાં TTP ના 19 લડાકૂ પણ માર્યા ગયા છે. મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક મહિનામાં TTP એ પાક સુરક્ષા દળો પરના હુમલાઓ ઘણા તેજ કરી દીધા છે.

    TTP એ ઘાત લગાવીને હુમલો કર્યો

    TTP ના લડાકૂઓએ ઘાત લગાવીને હુમલો કર્યો. ઉત્તર-પશ્ચિમી કુર્રમ જિલ્લામાં પહેલા રસ્તા કિનારે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા, ત્યારબાદ ગોળીબાર શરૂ કરી દેવાયો. પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં કહ્યું કે આ અભિયાન દરમિયાન આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા. પાકિસ્તાની તાલિબાનના હુમલામાં લેફ્ટનન્ટ કર્નલ અને મેજર રેન્કના બે અધિકારીઓ પણ માર્યા ગયા. લેફ્ટનન્ટ કર્નલ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેમની સાથે મેજર પણ ઓપરેશનનો ભાગ હતા. 

    પાકિસ્તાની નેતાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી

    પાકિસ્તાની નેતા બિલાલ આફ્રિદીએ માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકો માટે X પર પોસ્ટ પણ શેર કરી છે. તેમણે લખ્યું, ‘લેફ્ટનન્ટ કર્નલ જુનૈદ આરિફ (39) અને મેજર તૈયબ રહત (33) એ નવ બહાદુર સૈનિકો સાથે શહાદત હાંસલ કરી.’

    આ સમાચાર પણ વાંચો : Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાનો નિયમ બદલાયો શરૂ કરતા પહેલા જાણી લો, નહીંતર થશે પરેશાની

    TTP એ હુમલાની જવાબદારી લીધી

    આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન (TTP) એ લીધી છે. સંગઠને દાવો કર્યો કે તેના લડાકૂઓએ કાફલા પર હુમલો કર્યો હતો. આ સંગઠન પાકિસ્તાન સરકારને ઉથલાવીને પોતાનું સખત ઇસ્લામી શાસન સ્થાપિત કરવા માંગે છે. વળી, પાકિસ્તાનનું કહેવું છે કે આ આતંકીઓ અફઘાનિસ્તાનમાં તાલીમ લઈને પાકિસ્તાન પર હુમલા કરે છે, જોકે કાબુલ આ વાતનો વારંવાર ઈનકાર કરે છે.

  • Najam Sethi: પાકિસ્તાની પત્રકાર નજમ સેઠીનો ‘ઓપરેશન સિંદૂર’ પર મોટો ખુલાસો: ખુલી મુનીર-શહેબાઝના જૂઠાણાની પોલ, જાણો વિગતે

    Najam Sethi: પાકિસ્તાની પત્રકાર નજમ સેઠીનો ‘ઓપરેશન સિંદૂર’ પર મોટો ખુલાસો: ખુલી મુનીર-શહેબાઝના જૂઠાણાની પોલ, જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    Najam Sethi: ૭ થી ૧૦ મે ૨૦૨૫ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ બાદ, પાકિસ્તાન સરકાર અને સેનાએ ૧૪ ઓગસ્ટે પોતાના સૈનિકોને મેડલ આપીને જીતની ઉજવણી કરી. વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીરે દાવો કર્યો કે પાકિસ્તાને ભારતનો મજબૂતીથી મુકાબલો કર્યો, પરંતુ પાકિસ્તાનના જ લોકો આ દાવાઓને ખોટા ગણાવી રહ્યા છે. આ મુદ્દે પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર નજમ સેઠીએ કરેલા ખુલાસાએ પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે.

    પાકિસ્તાની પત્રકારનો ખુલાસો: સેના નિષ્ફળ રહી

    પાકિસ્તાનના જાણીતા પત્રકાર અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નજીકના ગણાતા નજમ સેઠીએ ‘સમા ટીવી’ પર એક કાર્યક્રમમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનની સૌથી મોટી નબળાઈ એ બહાર આવી કે તેમની પાસે કોઈ એર ડિફેન્સ સિસ્ટમ જ નથી. સેઠીએ જણાવ્યું કે ભારતે સતત મિસાઈલો છોડી અને પાકિસ્તાનની સેના તેને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી. ભારતની મિસાઈલો પાકિસ્તાનના એર બેઝ સુધી સરળતાથી પહોંચી ગઈ હતી. તેમણે ભારતની S-400 અને અન્ય એડવાન્સ ડિફેન્સ ટેકનિકનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાકિસ્તાન પાસે આવી કોઈ ક્ષમતા નથી. ઉલ્લેખનીય છે કે ભારતીય મિસાઈલોએ પાકિસ્તાન દ્વારા ચીન પાસેથી મેળવેલી HQ-9 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને પણ નષ્ટ કરી દીધી હતી.

    સોશિયલ મીડિયા પર વાયરલ

    નજમ સેઠીના આ ઇન્ટરવ્યુની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ વાયરલ વીડિયોમાં તેઓ સ્પષ્ટપણે કહે છે કે પાકિસ્તાનની સેના ભારતને કોઈ મોટો વળતો હુમલો કરી શકી નથી. આ જ કારણ છે કે પાકિસ્તાનના વિજયના દાવાઓ પર હવે સવાલો ઉઠી રહ્યા છે. આ વિડીયો ક્લિપ ‘અનટોલ્ડ પાકિસ્તાન’ નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી.

    આ સમાચાર પણ વાંચો : Dimple Kapadia: ડિમ્પલ કાપડિયા સાથે બેડરૂમ સીન કરતી વખતે આ એક્ટર બધું ભૂલી ગયો- એવું કંઈક કર્યું કે અભિનેત્રી ડરીને રડવા લાગી

    પરમાણુ હથિયારોની ધમકી

    નજમ સેઠીએ આ ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે જો ભારત લાહોરમાં ઘૂસણખોરી કરશે, કરાચી બંદર પર કબજો કરશે અથવા સિંધુ જળ સંધિ તોડીને પાણી રોકશે, તો પાકિસ્તાન પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા અચકાશે નહીં. આ પહેલા પણ પાકિસ્તાની આર્મી જનરલ આસિમ મુનીર અમેરિકામાં ભારત સામે પરમાણુ મિસાઈલ વાપરવાની ધમકી આપી ચૂક્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારતે વ્યૂહાત્મક રીતે સ્પષ્ટપણે સરસાઈ મેળવી છે.

     

  • Asim Munir: ‘ભારત ચમકતી મર્સિડીઝ, પાકિસ્તાન કબાડ થી ભરેલો ટ્રક’, પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર ના મોઢે થી અનાયાસે નીકળી ગયું સત્ય

    Asim Munir: ‘ભારત ચમકતી મર્સિડીઝ, પાકિસ્તાન કબાડ થી ભરેલો ટ્રક’, પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર ના મોઢે થી અનાયાસે નીકળી ગયું સત્ય

    News Continuous Bureau | Mumbai

    ‘ઓપરેશન સિંદૂર’ પછી બીજી વખત અમેરિકાના પ્રવાસે પહોંચેલા પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ Asim Munir ભારત સામે ઝેર ઓકતા-ઓકતા એકવાર ફરી સાચું બોલી ગયા. મુનીરે કહ્યું કે, “ભારત એક ચમકતી મર્સિડીઝ કાર છે, જ્યારે પાકિસ્તાન કબાડ લઈ જતો ડમ્પિંગ ટ્રક છે.” આસિમ મુનીર અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટેમ્પામાં એક ડિનર પાર્ટીમાં સામેલ થયા હતા. આ પાર્ટી પાકિસ્તાની બિઝનેસમેન અદનાન અસદે હોસ્ટ કરી હતી.

    ભારત પર મિસાઈલ હુમલાની ધમકી

    Asim Munir સિંધુ જળ કરાર ને રદ કરવા પર ભારતને ધમકી આપી. એક મીડિયા હાઉસ એ ત્યાં હાજર સૂત્રોના આધારે જણાવ્યું કે આસિમ મુનીરે કહ્યું, “અમે ભારત દ્વારા ડેમ બનાવવાની રાહ જોઈશું અને જ્યારે ભારત આવું કરશે, ત્યારે તેને ૧૦ મિસાઈલથી ખતમ કરી દઈશું. સિંધુ નદી ભારત ની પ્રોપર્ટી નથી, અમારી પાસે મિસાઈલની કમી નથી.”

    ભારતને નુકસાન પહોંચાડવાનો પ્લાન ગણાવ્યો

    પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે એક ઉદાહરણ આપતા કહ્યું કે, “હું પરિસ્થિતિ સમજાવવા માટે એક સરળ ઉદાહરણનો ઉપયોગ કરીશ. ભારત હાઈવે પર આવતી એક ચમકતી મર્સિડીઝ જેવી છે, પરંતુ અમે કચરા, ઈંટ-પથ્થરથી ભરેલા એક ડમ્પ ટ્રક છીએ. જો આ ટ્રક તે કાર સાથે ટકરાશે તો નુકસાન કોને થશે?” તેમણે વધુમાં ભારત પર હુમલાનો પ્લાન જણાવતા કહ્યું કે, “અમે ભારતના પૂર્વ થી શરૂઆત કરીશું, જ્યાં તેમણે પોતાના સૌથી મૂલ્યવાન સંસાધનો સ્થાપિત કર્યા છે અને પછી પશ્ચિમ તરફ આગળ વધીશું.”

    આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi: વોટ ચોરી’ના વિરોધ પ્રદર્શનમાં મમતા મોઇત્રા થઇ બેભાન,રાહુલ-પ્રિયંકાની થઇ અટકાયત, અખિલેશ યાદવે કર્યું આવું કામ

    ધાર્મિક કટ્ટર જનરલની છબી

    ફિલ્ડ માર્શલ Asim Munir ની છબી એક ધાર્મિક કટ્ટર જનરલની છે. મુનીર પાકિસ્તાનના એવા પહેલા આર્મી ચીફ છે જેમણે પોતાનો અભ્યાસ મદરેસામાં કર્યો છે. આસિમ મુનીર પોતાના તર્ક ને સમર્થન આપવા માટે ઘણીવાર ધાર્મિક ઉદાહરણોનો ઉપયોગ કરે છે.

  • India Pakistan War: “માધુરી દીક્ષિત આપો તો કાશ્મીર છોડીએ!” પાકિસ્તાની સૈનિકો ની અજીબ માંગ ફરી બની ચર્ચાનો વિષય,જાણો વિગતે

    India Pakistan War: “માધુરી દીક્ષિત આપો તો કાશ્મીર છોડીએ!” પાકિસ્તાની સૈનિકો ની અજીબ માંગ ફરી બની ચર્ચાનો વિષય,જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    India Pakistan War: કારગિલ યુદ્ધ  દરમિયાન એક ઘટના એવી બની હતી જે આજે પણ લોકોના ચહેરા પર હાસ્ય લાવી દે છે. પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈનિકો ને કહ્યું હતું કે જો તેઓ બોલીવૂડ  અભિનેત્રી માધુરી દીક્ષિત ને આપી દે તો તેઓ કાશ્મીર છોડવા તૈયાર છે. આ વાત ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે કેપ્ટન વિક્રમ બત્રા ના ભાઈએ એક ટોક શો માં આ ઘટના જાહેર કરી હતી

    આ સમાચાર પણ વાંચો: Sonu Nigam: બેંગલુરુ કોન્સર્ટ વિવાદ વચ્ચે સોનુ નિગમ એ માંગી માફી, સોશિયલ મીડિયા પોસ્ટ માં કહી આવી વાત

    કેવી હતી માધુરી દીક્ષિતની પ્રતિક્રિયા?

    જ્યારે આ વાત માધુરી દીક્ષિત સુધી પહોંચી ત્યારે તે “રેન્ડેવૂ વિથ સિમિ ગેરેવાલ” શોમાં આ ઘટના સાંભળી હસી પડી હતી. તેણે કહ્યું કે આ સાંભળી હું થોડું ગભરાઈ ગઈ હતી અને મને સમજાતું નહોતું કે શું કહું. આ ઘટના આજે પણ સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે અને લોકો માટે હાસ્ય અને આશ્ચર્યનો વિષય બની રહે છે.

     

    View this post on Instagram

     

    A post shared by FILMY (@filmynewj)


    22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. તેના જવાબમાં ભારતીય સેનાએ એર સ્ટ્રાઈક  કરીને 9 આતંકી ઠેકાણા ને નષ્ટ કર્યા હતા. આ ઓપરેશનમાં લશ્કર-એ-તોયબા  ના બે મોટા આતંકી અબ્દુલ મલિક અને મુદ્દસ્સીર ઠાર થયા હતા. આ કાર્યવાહીથી દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • પાકિસ્તાની સેના ભારતના એક્શનથી ગભરાઈ! પીઓકેમાં આતંકીઓના લોન્ચ પેડ ખાલી કરાવ્યા, બંકરોમાં શિફ્ટ

    પાકિસ્તાની સેના ભારતના એક્શનથી ગભરાઈ! પીઓકેમાં આતંકીઓના લોન્ચ પેડ ખાલી કરાવ્યા, બંકરોમાં શિફ્ટ

    News Continuous Bureau | Mumbai 

    ભારતીય સુરક્ષા એજન્સીઓની ચેતવણી બાદ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK) માં અનેક આતંકી લોન્ચ પેડ્સ ખાલી કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાને આતંકીઓને આર્મી (Army) ના બંકરોમાં શિફ્ટ થવા માટે કહ્યું છે જેથી તેઓ ભારતીય કાર્યવાહીથી બચી શકે. સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું કે પીઓકે સ્થિત લોન્ચ પેડ્સમાંથી જ આતંકીઓ જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) માં પ્રવેશ કરે છે.

    પહલગામ (Pahalgam) આતંકી હુમલા પછીની સ્થિતિ

    પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK) માં આતંકીઓને લોન્ચ પેડ્સમાંથી કાઢીને આર્મી શેલ્ટર્સમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સેના (Army) એ આતંકીઓને આદેશ આપ્યો છે કે તેઓ આર્મી શેલ્ટર અથવા બંકરોમાં જવા.

    લૉન્ચ પેડ્સ (Launch Pads) ખાલી કરાવવાના આદેશ

    પીઓકે સ્થિત તમામ લોન્ચ પેડ્સને ખાલી કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું કે પીઓકેમાં સ્થિત લોન્ચ પેડ્સમાંથી ગાઇડ દ્વારા આતંકીઓ જમ્મુ-કાશ્મીરની સીમામાં પ્રવેશ કરે છે.

    મહત્વના (Important) લૉન્ચ પેડ્સની ઓળખ

    હાલમાં ભારતીય સુરક્ષા એજન્સીઓએ કેટલાક લૉન્ચ પેડ્સની ઓળખ કરી છે, જેમાંથી આ લૉન્ચ પેડ્સમાંથી આતંકીઓને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે કેલ, સારડી, દૂધનિયાલ, અઠમુકમ, જુરા, લીપા, પછિબન, ફોરવર્ડ કહુટા, કોટલી, ખુઇરત્તા, મંધાર, નિકૈલ, ચમનકોટ અને જાનકોટેમાં કેટલાક લૉન્ચ પેડ્સ છે, જ્યાં હંમેશા આતંકીઓ હાજર હોય છે.

  • kangana ranaut: કંગના રનૌત ને થપ્પડ મારવા માંગે છે પાકિસ્તાન ની  આ અભિનેત્રી, જાણો શું છે કારણ

    kangana ranaut: કંગના રનૌત ને થપ્પડ મારવા માંગે છે પાકિસ્તાન ની આ અભિનેત્રી, જાણો શું છે કારણ

    News Continuous Bureau | Mumbai 

    kangana ranaut:  કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. પરંતુ આ વખતે તેને પાકિસ્તાની અભિનેત્રી નૌશીન શાહની આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે, જે અભિનેત્રીને તેના દેશ પાકિસ્તાન વિરુદ્ધ બકવાસ બોલવા બદલ ઉગ્રવાદી ગણાવી રહી છે. તેણીએ ત્યાં સુધી કહ્યું કે તે આ માટે તેને થપ્પડ મારવા માંગે છે. કંગના રનૌત પર વિવિધ સમુદાયો વિરુદ્ધ નફરત ફેલાવવાનો અને ખાસ કરીને પાડોશી દેશ વિશે ખરાબ બોલવાનો આરોપ છે. પાકિસ્તાન વિરુદ્ધ સતત નફરતભર્યા નિવેદનો બાદ આ પાકિસ્તાની અભિનેત્રી નૌશીન શાહે કંગના રનૌત વિશે ખુલીને વાત કરી છે.

     

    View this post on Instagram

     

    A post shared by Nausheen Shah (@nausheenshah4)

    કંગના ને થપ્પડ મારવા માંગે છે નૌશીન 

    નૌશીન શાહને તેના એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તે કઈ બોલીવુડ અભિનેત્રીને મળવા માંગે છે. આના પર નૌશીને કહ્યું કે તે કંગના રનૌતને મળવા માંગશે અને તેને બે થપ્પડ મારવા માંગે છે. નૌશીન કહે છે, “જે રીતે તે મારા દેશ વિશે બકવાસ વાતો કરે છે, જે રીતે તે પાકિસ્તાન આર્મી વિશે વાત કરે છે, હું તેની હિંમતને સલામ કરું છું.” નૌશીન આગળ કહે છે, ‘તેને કોઈ જ્ઞાન નથી પણ દેશ વિશે વાત કરે છે, તે પણ કોઈ બીજાના દેશની. તમારા દેશ પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારા અભિનય પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારા ડાયરેક્શન પર ધ્યાન કેન્દ્રિત કરો… તમારા વિવાદો અને તમારા ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરો… અને ઘણું બધું. તમને શું ખબર છે કે  પાકિસ્તાનમાં લોકો સાથે સારો વ્યવહાર નથી થતો? તમને પાકિસ્તાની આર્મી વિશે શું જાણો છો? તમને અમારી એજન્સીઓ વિશે શું ખબર છે?’ આ પછી નૌશીન કંગના રનૌતની એક્ટિંગ સ્કિલના વખાણ પણ કરે છે પરંતુ સાથે જ તેને એક્સ્ટ્રીમિસ્ટ પણ કહે છે.

    આ સમાચાર પણ વાંચો  : Kangana ranaut on Jawan: શું કંગના રનૌતે જોઈ શાહરુખ ખાન ની ફિલ્મ ‘જવાન’? કિંગ ખાન વિશે લખી લાંબી નોટ

  • પંજાબ સરહદે BSF ને મળી મોટી સફળતા: આટલા પાકિસ્તાની જવાનોને પકડ્યા. હાલ પુછપરછ ચાલુ. જાણો  વિગતે

    પંજાબ સરહદે BSF ને મળી મોટી સફળતા: આટલા પાકિસ્તાની જવાનોને પકડ્યા. હાલ પુછપરછ ચાલુ. જાણો વિગતે

    સરહદ સુરક્ષાદળે પંજાબમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરથી છ પાકિસ્તાની યુવકોને પકડ્યા છે. 

    આ તમામ 20-21 વર્ષના નવા જ નિયુક્ત થયેલા રેન્જર્સ છે. 

    તેઓ સરહદી ક્ષેત્રમાં ભુલથી ઘુસી ગયા હતા કે પછી કોઈ મોટા ષડયંત્રના ભાગરૂપે ઘૂસ્યા હતા તેની તપાસ થઈ રહી છે. 

    સરહદી સુરક્ષાદળ તથા ગુપ્તચર એજન્સીના અધિકારીઓ તેમની પુછપરછ કરી રહ્યા છે.

  • પાકિસ્તાને ગિલગીટ બાલ્ટીસ્તાનમાં 20,000 ની ફોજ ઉતારી, ચીન આતંકવાદી જુથ અલ બદ્રના સંપર્કમાં

    પાકિસ્તાને ગિલગીટ બાલ્ટીસ્તાનમાં 20,000 ની ફોજ ઉતારી, ચીન આતંકવાદી જુથ અલ બદ્રના સંપર્કમાં

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    નવી દિલ્હી

    1 જુલાઈ 2020

    પાકિસ્તાન હસ્તકના કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં એલઓસી પાસે પાક.દ્વારા સેના તૈનાત કરવામાં આવી છે અને ચીનના અધિકારીઓ આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે જમ્મુ-કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટે વાતચીત કરી રહ્યા છે, એવી ગુપ્તચર સંસ્થા તરફથી માહિતી મળી છે. જે ચીન-પાક મળેલાં હોવાના સ્પષ્ટ સંકેતો છે. પાકિસ્તાને લગભગ 20,000 વધારાના સૈનિકોને એલઓસી પર ખસેડ્યા છે. બાલાકોટ હવાઈ હુમલા પછી પાકિસ્તાને જેટલાં સૈનિકો તૈનાત કર્યાં હતા તેના કરતા પણ આ સંખ્યા ઘણી વધારે છે. 

    પાકિસ્તાન અને ચીનની સરહદો પર એક સાથે મોટી સંખ્યામાં સેના ગોઠવવી અને કાશ્મીરમાં આતંકવાદ ઉશ્કેરવાના પ્રયાસો કરવાથી ઘાટીમાં આપણી સેના બે મોરચે યુદ્ધ લડી રહી છે. આ વ્યૂહરચના બંને દુશ્મન દેશો દ્વારા રચવામાં આવી હોય એવું નિષ્ણાંતોને લાગી રહ્યું છે.

    આ ઉપરાંત અનેક રસ્તેથી ભારતમાં ઘૂસણખોરી પણ થઈ રહી છે. જેના કારણે તંગદિલી વધી છે..

    આમ તો જમ્મુ અને કાશ્મીરના વિભાજન પછી, ગિલગિટ-બાલ્ટિસ્તાન લદાખના કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ છે, પરંતુ પાકિસ્તાન દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે. આ વિસ્તાર કારગિલ-દ્રાસને જોડે છે.. જ્યાં ભારતે 1999 માં પાકિસ્તાની ઘુસણખોરોને બહાર કાઢવા યુદ્ધ લડ્યું હતું.

    ગુપ્તચર અહેવાલો અનુસાર, ચીની અધિકારીઓએ, કાશ્મીરમાં હિંસા કરવાનો ઇતિહાસ ધરાવતા પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ અલ બદ્રના કેડર સાથે બેઠક કરી છે. “અનુમાન એ છે કે ચાઇના, આ સંગઠનને ફરીથી જીવંત બનાવવા માટે ટેકો પૂરો પાડી શકે છે… 

    ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

    https://bit.ly/38gxlQ1 

    News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

    www.newscontinuous.com               

    YouTube : https://www.youtube.com/NewsContinuous      

    Twitter : https://twitter.com/NewsContinuous         

    Facebook : https://www.facebook.com/newscontinuous         

    Instagram : https://www.instagram.com/newscontinuous/         

    Email : TheNewsContinuous@gmail.com