Tag: pankaja munde

  • Pankaja Munde: મહારાષ્ટ્રમાં ફરી એકવાર ઉછળવા લાગ્યો આરક્ષણનો મુદ્દો પંકજા મુંડે એ દશેરા ની રેલી માં કહી આવી વાત

    Pankaja Munde: મહારાષ્ટ્રમાં ફરી એકવાર ઉછળવા લાગ્યો આરક્ષણનો મુદ્દો પંકજા મુંડે એ દશેરા ની રેલી માં કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai 
    Pankaja Munde મહારાષ્ટ્રમાં ફરી એકવાર આરક્ષણનો મુદ્દો ઉછળવા લાગ્યો છે. મંત્રી પંકજા મુંડેએ દશેરાની રેલીમાં સ્પષ્ટ કહ્યું કે મરાઠા સમુદાયને આરક્ષણ મળવું જોઈએ, પરંતુ આ આરક્ષણ અન્ય પછાત વર્ગ (ઓબીસી) ના હિસ્સામાંથી ન હોવું જોઈએ.તેમણે કહ્યું કે ઓબીસી પહેલાથી જ સંઘર્ષ અને ભૂખ સાથે ઝઝૂમી રહ્યા છે, તેથી તેમની થાળીમાંથી આરક્ષણ આપવું યોગ્ય નહીં હોય. મુંડેએ બીડ જિલ્લાના સાવરગાંવ ઘાટમાં રેલીને સંબોધિત કરતા લોકોને અપીલ કરી કે જાતિવાદના રાક્ષસનો સમાજમાંથી નાશ કરવો જોઈએ.

    ઓબીસીના હિસ્સામાંથી કપાત ન થવી જોઈએ – પંકજા મુંડે

    પંકજા મુંડેએ પોતાના ભાષણમાં કહ્યું કે તેમના પિતા ગોપીનાથ મુંડે પણ મરાઠા આરક્ષણના સમર્થક હતા અને તે પોતે પણ તેના પક્ષમાં છે. તેમણે પુનરાવર્તન કર્યું કે “અમારો ઉદ્દેશ્ય મરાઠા આરક્ષણ અપાવવાનો છે, પરંતુ ઓબીસીના હિસ્સામાંથી કોઈ પણ પ્રકારની કપાત ન થવી જોઈએ. મારો સમુદાય આજે ભૂખે મરી રહ્યો છે અને સંઘર્ષ જોઈને મને ઊંઘ નથી આવતી.” મીડિયા રિપોર્ટ અનુસાર, તેમણે રેલીમાં ઉપસ્થિત લોકોને પણ જાગૃત કર્યા કે મરાઠા આરક્ષણ માત્ર તેમનો હક છે, કોઈ અન્ય સમુદાયના હિસ્સામાંથી તે લેવામાં ન આવવો જોઈએ.
    મહારાષ્ટ્ર સરકારે ૨ સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ ગેઝેટિયર લાગુ કરવા માટે શાસનાદેશ (જીઆર) જારી કર્યો હતો, જેના હેઠળ મરાઠા સમુદાયના પાત્ર સભ્યો કુંબી જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરી શકશે. પ્રમાણપત્ર જારી થયા પછી મરાઠા ઓબીસી શ્રેણી હેઠળ આરક્ષણનો દાવો કરી શકે છે. આ નિર્ણય પર મુંડેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઓબીસી સમાજ પહેલાથી જ સંઘર્ષ કરી રહ્યો છે અને તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ. તેમણે એ પણ કહ્યું કે સમાજમાં સંતુલન જાળવી રાખવું આવશ્યક છે અને આરક્ષણનો લાભ તમામ યોગ્ય સમુદાયો સુધી પહોંચવો જોઈએ.

    આ સમાચાર પણ વાંચો : SEBI: યુપીઆઇથી (UPI) ચુકવણી કરનાર ને થશે ફાયદો, સેબીએ (SEBI) લોન્ચ કરી નવી સિસ્ટમ, જાણો તેના વિશે અહીં

    જાતિવાદને સમાજ માટે સૌથી મોટો ખતરો – પંકજા મુંડે

    પોતાના ભાષણમાં મુંડેએ જાતિવાદને સમાજનો સૌથી મોટો ખતરો ગણાવ્યો. તેમણે દેવી દુર્ગાના રક્તબીજ રાક્ષસનું ઉદાહરણ આપતા કહ્યું કે આજે જાતિવાદનો રાક્ષસ લોકોના દિમાગમાં ઉત્પન્ન થઈ રહ્યો છે. તેમણે પ્રાર્થના કરી કે દેવી દુર્ગા તેમને શક્તિ આપે જેથી જાતિવાદના આ રાક્ષસનો અંત કરી શકાય અને સમાજમાં સમાનતા અને ન્યાયનો માર્ગ સ્થાપિત થાય. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ પોતાના વિચારો અને કાર્યોથી જાતિવાદને સમાપ્ત કરે અને તમામ સમુદાયોના અધિકારોની રક્ષા કરે.

  • Artificial Flowers Ban:મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકના ફૂલો પર પ્રતિબંધ મૂકાશે, આટલા ધારાસભ્યોએ પત્ર પર કર્યા  હસ્તાક્ષર; ટૂંક સમયમાં લેવાશે નિર્ણય

    Artificial Flowers Ban:મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકના ફૂલો પર પ્રતિબંધ મૂકાશે, આટલા ધારાસભ્યોએ પત્ર પર કર્યા હસ્તાક્ષર; ટૂંક સમયમાં લેવાશે નિર્ણય

    News Continuous Bureau | Mumbai

    Artificial Flowers Ban: મહારાષ્ટ્રમાં તહેવારો અને ઉત્સવોમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ફૂલો પર પ્રતિબંધ મૂકવાની માંગ જોર પકડી રહી છે. આ કૃત્રિમ ફૂલોને કારણે ફૂલ ઉત્પાદક ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તાજગાવ-કવઠેમહાંકાલના ધારાસભ્ય રોહિત પાટીલે 105 ધારાસભ્યોના સમર્થન સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આ મુદ્દે તાત્કાલિક બેઠક બોલાવીને નિર્ણય લેવા વિનંતી કરી છે.

    Artificial Flowers Ban: ખેડૂતોના હિત માટે પ્લાસ્ટિક ફૂલો પર પ્રતિબંધની માંગ: મહારાષ્ટ્ર સરકાર ગંભીરતાથી વિચારણા કરશે

    તહેવારો અને વિવિધ ઉત્સવોમાં સજાવટ માટે બજારમાં આવતા પ્લાસ્ટિકના ફૂલો (Plastic Flowers) ને કારણે ખેડૂતોને (Farmers) મોટું નુકસાન થઈ રહ્યું છે. તેથી, કૃત્રિમ ફૂલો બંધ થવા જોઈએ અને ફૂલ ઉત્પાદક ખેડૂતોને યોગ્ય ભાવ મળવો જોઈએ, આ માટે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બેઠક બોલાવીને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ને તાજગાવ-કવઠેમહાંકાલના ધારાસભ્ય રોહિત પાટીલે (Rohit Patil) આવેદનપત્ર દ્વારા કરી છે.

    આ માંગને 105 ધારાસભ્યોની સહી સાથેના સમર્થન પત્ર સાથે જોડીને ધારાસભ્ય રોહિત પાટીલે કહ્યું કે આ વિષય ફૂલ ઉત્પાદક ખેડૂતો માટે ખૂબ મહત્વનો છે. આ અંગે મુખ્યમંત્રીએ ટૂંક સમયમાં ફલોત્પાદન મંત્રી ભરત ગોગાવાલે (Horticulture Minister Bharat Gogawale) અને પર્યાવરણ મંત્રી પંકજા મુંડે (Environment Minister Pankaja Munde) ની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવાનું આશ્વાસન આપ્યું છે. વિશેષરૂપે, મંત્રી ગોગાવાલેએ પણ કહ્યું છે કે સરકાર કૃત્રિમ ફૂલો પર પ્રતિબંધ મૂકશે.

    Artificial Flowers Ban: પ્લાસ્ટિક ફૂલોની સમસ્યા અને ખેડૂતોને થતું નુકસાન

    ધારાસભ્ય રોહિત પાટીલે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં ખુલ્લેઆમ પ્લાસ્ટિકના ફૂલોનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. જેના કારણે ખેતીમાં વિવિધ પ્રકારના ફૂલોની ખેતી કરતા ખેડૂતોને પ્લાસ્ટિકના ફૂલોને કારણે બજારમાં ખૂબ ઓછા ભાવે તેમના ફૂલો વેચવા પડે છે, જેનાથી ખેડૂત વર્ગ પરેશાન છે.

    આ સમાચાર પણ વાંચો : Mumbai Ahmedabad Bullet Train: દરિયાની નીચે આટલી લાંબી ટનલ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સૌથી પડકારજનક ભાગ પૂર્ણ…

    જેમ પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો, તે જ રીતે જો આ પ્લાસ્ટિકના ફૂલો પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે તો ખેડૂત વર્ગને મોટો ફાયદો થશે. દ્રાક્ષ અને અન્ય ફળ પાકોના વિકલ્પ તરીકે ફૂલશેતી (Floriculture) કરવામાં આવે છે. આ ફૂલશેતી માટે જરૂરી દવાઓ, મજૂરી અને પરિવહન ખર્ચ જોતા ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેથી, પ્લાસ્ટિકના ફૂલો પર કાયમી પ્રતિબંધ મૂકીને ફૂલશેતી કરતા ખેડૂતોને ન્યાય આપવા માટે બેઠકનું આયોજન કરવું જરૂરી છે, તેમ આવેદનપત્રમાં નોંધવામાં આવ્યું છે.

    Artificial Flowers Ban:105 ધારાસભ્યોનું સમર્થન અને સરકારનો સકારાત્મક પ્રતિસાદ

    દરમિયાન, રોહિત પાટીલે પ્લાસ્ટિકના ફૂલો પર પ્રતિબંધ મૂકવાની કરેલી માંગને વિધાનસભામાં સત્તાધારી અને વિરોધ પક્ષના કુલ 105 ધારાસભ્યોએ હસ્તાક્ષર કરીને ટેકો આપ્યો છે. પ્લાસ્ટિકના ફૂલોથી ખેડૂતોની આવક પર જ નહીં, પરંતુ નાગરિકોના આરોગ્ય (Health) અને પર્યાવરણ (Environment) પર પણ ગંભીર પરિણામો આવી રહ્યા છે. આ મહત્વપૂર્ણ બાબત ધારાસભ્ય રોહિત પાટીલે ધ્યાનમાં લાવી.

    આ સમયે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ફલોત્પાદન મંત્રી ભરત ગોગાવાલે અને પર્યાવરણ મંત્રી પંકજા મુંડેની ઉપસ્થિતિમાં આ વિષય પર તાત્કાલિક બેઠક બોલાવવાનું આશ્વાસન આપ્યું છે.

    કૃત્રિમ ફૂલો પર પ્રતિબંધ આવશે:

    મંત્રી ભરત ગોગાવાલેએ જણાવ્યું છે કે, “સરકાર કૃત્રિમ ફૂલો પર પ્રતિબંધ મૂકશે, અમે સીએમ સાથેની મીટિંગમાં આ નક્કી કર્યું છે. કૃત્રિમ ફૂલોને કારણે ખેડૂત વર્ગને નુકસાન થાય છે, પરંતુ તે જ સમયે રાસાયણિક રંગોનો ઉપયોગ પણ અટકશે.” ધારાસભ્ય મહેશ શિંદેએ ગૃહમાં ધ્યાન દોરીને આ મુદ્દાને ચર્ચામાં લાવ્યો હતો. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે મહારાષ્ટ્ર સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે અને ખેડૂતોના હિત તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે નક્કર પગલાં ભરવા તૈયાર છે.

  • BJP Candidate List : મુંબઈમાંથી બે, કુલ 5 વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ, જાણો શું છે બીજેપીની વ્યૂહરચના..

    BJP Candidate List : મુંબઈમાંથી બે, કુલ 5 વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ, જાણો શું છે બીજેપીની વ્યૂહરચના..

    News Continuous Bureau | Mumbai

    BJP Candidate List : ભાજપે લોકસભા ચૂંટણી 2024 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. ભાજપે બુધવારે સાંજે ભાજપના ( BJP  )  ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી હતી. આ યાદીમાં મહારાષ્ટ્રના 20 ઉમેદવારોના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીને નાગપુરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો ચંદ્રપુરથી સુધીર મુનગંટીવારને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જો કે, ભાજપના કેટલાક નેતાઓની ટિકિટ કાપવામાં આવી છે. પંકજા મુંડેને ( Pankaja Munde ) બીડથી લોકસભાના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે પ્રીતમ મુંડેની ( Pritam Munde ) ટિકિટ કપાઈ ગઈ છે. 

    ભાજપે વર્તમાન સાંસદ પ્રીતમ મુંડેની ટિકિટ કાપીને પંકજા મુંડેને ઉમેદવાર બનાવ્યા છે. પંકજા મુંડેની બહેન પ્રીતમ મુંડેનો આગ્રહ હતો કે તેમને નોમિનેટ કરવામાં આવે. આવી માંગ પણ તેમણે પાર્ટી સમક્ષ કરી હતી. જો કે, પાર્ટી નેતૃત્વ ઈચ્છે છે કે પંકજા મુંડે બીડ લોકસભા ચૂંટણી લડે. આથી ભાજપે બીડથી પંકજા મુંડેની ઉમેદવારીની જાહેરાત કરી અને પ્રીતમ મુંડેની ટિકિટ કાપી નાખી હતી.

     ભાજપે પંકજા મુંડે અને સુધીર મુનગંટીવારને લોકસભાની ટિકિટ આપી છે…

    ભાજપે પ્રીતમ મુંડે, ગોપાલ શેટ્ટી, મનોજ કોટક, ઉન્મેષ પાટિલ અને સંજય ધોત્રેને ટિકિટ આપી નથી. મહારાષ્ટ્રમાં ભાજપે 5 વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી છે. જેમાં જલગાંવમાં સ્મિતા વાઘને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને વર્તમાન સાંસદ ઉન્મેશ પાટીલની ટીકીટ કાપી નાખી છે. આ ઉપરાંત સંજય ધોત્રેની જગ્યાએ તેમના પુત્ર અનૂપ ધોત્રેને લોકસભાના ( Lok Sabha Election 2024 )  ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

    તેમજ વર્તમાન સાંસદો મનોજ કોટક અને ગોપાલ શેટ્ટીની ટિકિટ ભાજપે તેમને બીજી તક આપ્યા વિના તેમની ટીકીટ કાપી નાખી છે. ભાજપે મુંબઈના બે વર્તમાન સાંસદોની ટિકિટ કાપી નાખી છે. જેમાં મનોજ કોટકની ટિકિટ કાપીને મિહિર કોટેચાએ નોર્થ ઈસ્ટ મુંબઈથી પોતાની ઉમેદવારી જાહેર કરી છે. જ્યારે ભાજપે ઉત્તર મુંબઈથી ગોપાલ શેટ્ટીની ટિકિટ કાપીને પીયૂષ ગોયલને લોકસભાની ટિકિટ આપી છે.

    આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election: બીજેપીની બીજી ઉમેદવારોની યાદીમાં ‘રોયલ ફેમિલી’ પણ છે ઉમેદવાર, ત્રિપુરાની ‘મહારાણી’ અને મૈસૂરના ‘રાજા’ પહેલીવાર ચૂંટણી લડશે…

    ભાજપે પંકજા મુંડે અને સુધીર મુનગંટીવારને ( Sudhir Mungantiwar ) લોકસભાની ટિકિટ આપી છે. બીજેપીએ પંકજા મુંડેને બીડથી અને સુધીરલ મુનગંટીવારને ચંદ્રપુરથી ઉમેદવાર બનાવ્યા છે. મહત્વનું છે કે, સુધીર મુનગંટીવાર અને પંકજા મુંડેએ લોકસભામાં જવાની ના પાડી દીધી હતી. એવા અહેવાલ હતા કે પંકજા મુંડે અને સુધીર મુનગંટીવારે પાર્ટીના નેતાઓને કહ્યું હતું કે તેઓ લોકસભામાં જવા માંગતા નથી. જ્યારે બીડથી પંકજા મુંડે પ્રીતમ મુંડેને ઉમેદવારી આપવા માટે આગ્રહ કરી રહી હતી. જોકે, ભાજપે ના-ના કરનારા પંકજા મુંડે અને સુધીર મુનગંટીવારને ઉમેદવાર બનાવ્યા છે.

    ઉમેદવારોની યાદી..

    1) ચંદ્રપુર – સુધીર મુનગંટીવાર
    2) રાવર – રક્ષા ખડસે
    3) જાલના – રાવસાહેબ દાનવે
    4) બીડ – પંકજા મુંડે
    5) પુણે – મુરલીધર મોહોલ
    6) સાંગલી – સંજયકાકા પાટીલ
    7) માધા – રણજીત નિમ્બાલકર
    8) ધુલે – સુભાષ ભામરે
    9) ઉત્તર મુંબઈ – પિયુષ ગોયલ
    10) નોર્થ ઈસ્ટ મુંબઈ – મિહિર કોટેચા
    11) નાંદેડ – પ્રતાપરાવ ચીખલીકર
    12) અહેમદનગર – સુજય વિખે પાટીલ
    13) લાતુર – સુધાકર શૃંગારે
    14) જલગાંવ – સ્મિતા વાળા
    15) ડિંડોરી – ભારતી પવાર
    16) ભિવંડી – કપિલ પાટીલ
    17) વર્ધા – રામદાસ તદાસ
    18) નાગપુર – નીતિન ગડકરી
    19) અકોલા – અનુપ ધોત્રે
    20) નંદુરબાર – ડૉ. હિના ગામ

    આ સમાચાર પણ વાંચો : Aamir khan birthday: આ સ્વતંત્રતા સેનાની નો વંશજ છે આમિર ખાન, જાણો અભિનેતા ના જન્મદિવસ જોડાયેલી રસપ્રદ વાતો

  • BJP : મહારાષ્ટ્રના 20 ઉમેદવારોની સૂચિ જાહેર, ભાજપ એ કોઈ રિસ્ક લીધું નથી. નિતીન ગડકરી અને પંકજા મુંડે પણ સામેલ. વાંચો આખી સૂચિ અહીં..

    BJP : મહારાષ્ટ્રના 20 ઉમેદવારોની સૂચિ જાહેર, ભાજપ એ કોઈ રિસ્ક લીધું નથી. નિતીન ગડકરી અને પંકજા મુંડે પણ સામેલ. વાંચો આખી સૂચિ અહીં..

    News Continuous Bureau | Mumbai

    BJP : મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ કોઈપણ પ્રકારનું રિસ્ક લીધું નથી. ભાજપની જે બીજી સુધી જાહેર થઈ તેમાં મહારાષ્ટ્રના ( Maharashtra ) 20 નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ કોઈ મોટું રિસ્ક લીધું નથી. બીડ થી પંકજા મુંડે ( Pankaja Munde ) ને ઉમેદવાર બનાવી છે. તેમજ નાગપુર થી નીતિન ગડકરીને ( Nitin Gadkari ) ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત રક્ષા ખડસેને પણ ટિકિટ  આપવામાં આવી છે.  

    What happened in Gopal Shetty's office..

    આ સમાચાર પણ વાંચો :  Gopal Shetty: ગોપાલ શેટ્ટી ના કાર્યાલય માં શું થયું..

    ચંદ્રપુર જિલ્લા થી મહારાષ્ટ્ર સરકારના મોજુદા વન મંત્રી સુધીર મુણગુટ્ટીવાર ( sudhir mungantiwar )  ને ટિકિટ આપવામાં આવી છે. 

    ભાજપની આખી સૂચિ આ મુજબ છે

  • Maharashtra: મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની ગઠબંધન સરકારમાં મારા માટે એક પણ સીટ બચી નથીઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા પંકજા મુંડેનું નિવેદન..

    Maharashtra: મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની ગઠબંધન સરકારમાં મારા માટે એક પણ સીટ બચી નથીઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા પંકજા મુંડેનું નિવેદન..

    News Continuous Bureau | Mumbai 

    Maharashtra: મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીની ( Rajya Sabha elections ) જાહેરાત થઈ ગઈ છે. આ સાથે 27 ફેબ્રુઆરીએ 19 સીટોવાળા આ રાજ્યમાં 6 સીટો પર ચૂંટણી યોજાશે. ભાજપ ( BJP  ) પાસે તેમાંથી ત્રણ બેઠકો જીતવા માટે પૂરતી સંખ્યાત્મક તાકાત છે. આથી આ ત્રણેય બેઠકો ( Seats ) પર કોને ઉમેદવાર બનાવવામાં આવશે તે અંગે ભાજપમાં હાલ મંથન ચાલી રહ્યું છે. જ્યારથી આ જાહેરાત કરવામાં આવી છે ત્યારથી એક પછી એક નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે. આ ચર્ચાઓ વચ્ચે હવે પંકજા મુંડેએ ( Pankaja Munde ) પોતાની પ્રતિક્રિયા આપી છે.

    પંકજા મુંડેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં જ્યારે પણ કોઈ ચૂંટણી થાય છે. ત્યારે તેમના નામની ચર્ચા ચોક્કસ થાય છે. પંકજા મુંડેએ કહ્યું છે કે આવી ચર્ચા થવી સ્વાભાવિક છે. તેના પર તેણીને પૂછવામાં આવ્યું કે શું તે લોકસભા ( Loksabha  Election ) કે રાજ્યસભાની ચૂંટણી લડવા માંગે છે. પંકજાએ જવાબ આપ્યો હતો કે, આ બધું નક્કી કરવાનો સમય પસાર થઈ ગયો છે. ખૂબ મોડું થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં 3 પક્ષોની સરકાર બન્યા બાદ મારા માટે કોઈ મતવિસ્તાર બચ્યો નથી. હવે મહત્ત્વની બાબત એ છે કે બીડ અને રાજ્યના અન્ય ભાગોમાં તેમના સમર્થકો શું વિચારે છે અને તેઓ તેમને ક્યાં જોવા માંગે છે.

    2019ની વિધાનસભા ચૂંટણીમાં ( assembly elections ) પંકજા મુંડેને પરલી સીટ પર હારનો સામનો કરવો પડ્યો હતો..

    ઉલ્લેખનીય છે કે, પંકજા મુંડે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ છે. તેમજ 2019ની વિધાનસભા ચૂંટણીમાં પંકજા મુંડેને પરલી સીટ પર હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પંકજા મહારાષ્ટ્રના રાજકારણમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પંકજા મુંડે ઉમેદવાર હશે તેવી ચર્ચા હતી પરંતુ તેમ થઈ શક્યું નહીં.

    આ સમાચાર પણ વાંચો : Ashok Chavan: કોંગ્રેસના પૂર્વ નેતા અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા, શું તેઓ રાજ્યસભામાં જશે?

    દરમિયાન, એવી ચર્ચા છે કે મહારાષ્ટ્રમાંથી ભાજપ દ્વારા નવ નેતાઓની યાદી દિલ્હી મોકલવામાં આવી છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પૂછવામાં આવ્યું કે શું પંકજાને રાજ્યસભામાં જવાની તક આપવામાં આવશે? આના પર ફડણવીસે કહ્યું હતું કે, અમારા વરિષ્ઠ નક્કી કરે છે કે કોણ રાજ્યસભામાં જશે અને કોણ નહીં. કેન્દ્રીય પક્ષ આ અંગે નિર્ણય લેશે.તેથી તમામ અટકળો જલ્દી જ દૂર થઈ જશે.

  • Maharashtra Politics: પંકજા મુંડેની મુશ્કેલીઓ વધી ..  હવે બેંક દ્વારા આ મામલામાં પિતા દ્વાર સ્થાપિત સુગર ફેક્ટરીની થશે હરાજી….

    Maharashtra Politics: પંકજા મુંડેની મુશ્કેલીઓ વધી .. હવે બેંક દ્વારા આ મામલામાં પિતા દ્વાર સ્થાપિત સુગર ફેક્ટરીની થશે હરાજી….

    News Continuous Bureau | Mumbai

    Maharashtra Politics: ભાજપના ( BJP ) નેતા પંકજા મુંડેની આગેવાની હેઠળની પરલી વૈદ્યનાથ સહકારી ખાંડ ફેક્ટરીને વેચાણ માટે મૂકવામાં આવી છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ આ ફેક્ટરી પર બાકી રહેલી રૂ. 203 કરોડ 69 લાખની લોનની વસૂલાત માટે વૈદ્યનાથ ફેક્ટરીની હરાજી ( Auction ) કરવાની પ્રક્રિયા જાહેર કરી છે. પંકજા મુંડે ( Pankaja Munde ) માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. 

    એક રિપોર્ટ મુજબ, થોડા દિવસો પહેલા જ જીએસટી વિભાગે વૈદ્યનાથ ફેક્ટરીને ( Vaidyanath Sugar factory ) 19 કરોડની બાકી રકમને કારણે નોટિસ ફટકારી હતી. તેથી કાર્યકરો અને સમાજના સભ્યોએ જનભાગીદારી અને ફંડિંગ દ્વારા 19 કરોડ રૂપિયા ચૂકવવાની તૈયારી કરી હતી. જો કે, પંકજા મુંડેએ આ માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. જો કે, હવે બેંકે ( Union Bank of India ) આ જંગી બાકીની રકમ વસૂલવા માટે સીધી ફેક્ટરીની હરાજીની પ્રક્રિયા શરૂ કરી છે. તેમજ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર હરાજી પ્રક્રિયા હાથ ધરી છે. આમાં છત્રપતિ સંભાજીનગર ખાતેની યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની ઉસ્માનપુરા શાખાની 20 એપ્રિલ 2021થી બાકી નીકળતી રૂ. 203 કરોડ 69 લાખની લોનની બાકી રકમ, વ્યાજ અને અન્ય દેવાની વસૂલાત માટે બેંકની અહેમદનગર કચેરી દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે . આ હરાજી 25 જાન્યુઆરીના રોજ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી ઓનલાઈન યોજાશે તેવી પ્રાપ્ત માહિતીમાં જાણવા મળ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Pakistan Cricket: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો મોટો નિર્ણય, ટીમમાંથી હવે હેડ કોચ સહિત આ બે વિદેશી કોચની કરાઈ હકાલપટ્ટી.

    શું છે આ મામલો..

    એક રિપોર્ટ મુજબ, પરલી વૈદ્યનાથ કોઓપરેટિવ ફેક્ટરીઓ પર રૂ. 203 કરોડ 69 લાખનું દેવું છે. આ લોન ચુકવવા માટે બેંકે તેમને વારંવાર નોટિસ પણ પાઠવી છે. હરાજીની નોટિસમાં, બેંકે આ નોટિસ વૈદ્યનાથ સહકારી સુગર ફેક્ટરી લિ., ના કુલ 22 સભ્યોના નામે જારી કરી છે.

    ઉ્લ્લેખનીય છે કે, પંકજા મુંડે પરલી વૈદ્યનાથ સહકારી સુગર ફેક્ટરીના પ્રમુખ છે. આ ફેક્ટરીની સ્થાપના ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેએ ( Gopinath Munde ) કરી હતી. મરાઠવાડાના ખેડૂતોને ફાયદો થાય તે માટે તેમણે આ ફેક્ટરીની સ્થાપના કરી હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ફેક્ટરી પર ઘણી બેંક લોન લેવામાં આવી હતી. જેમાંથી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના પણ 203 કરોડ 69 લાખ રૂપિયા બાકી છે. તેથી, આ કિસ્સામાં, બેંકે નોટિસ જારી કરી છે અને ફેક્ટરીની હરાજી માટે જાહેરાત કરી છે. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે પંકજા મુંડે માટે રાજકીય રીતે આ એક મોટો ઝટકો છે. તો હવે આ અંગે પંકજા મુંડેની પ્રતિક્રિયા શું રહેશે? એ જોવું મહત્વનું બની રહેશે.

  • Maharashtra Politics: નડ્ડાની નવી ટીમ; તાવડે, પંકજા, રાહટકર ફરીથી રાષ્ટ્રીય કાર્યકારિણીમાં.. જાણો ટીમમાંથી કોને બહાર કરવામાં આવ્યા.. જાણો વિગત અહીં…

    Maharashtra Politics: નડ્ડાની નવી ટીમ; તાવડે, પંકજા, રાહટકર ફરીથી રાષ્ટ્રીય કાર્યકારિણીમાં.. જાણો ટીમમાંથી કોને બહાર કરવામાં આવ્યા.. જાણો વિગત અહીં…

    News Continuous Bureau | Mumbai

    Maharashtra Politics: આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ને ધ્યાનમાં રાખીને ભાજપ (BJP) અધ્યક્ષ જે. પી. નડ્ડા (J P Nadda) એ આજે ​​તેમની ટીમની જાહેરાત કરી હતી. જો કે તેમાં કોઈ ખાસ ફેરફાર થયા નથી, પરંતુ મહારાષ્ટ્ર (Maharashtra) ના ત્રણ નેતાઓને ફરીથી રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહાસચિવ તરીકે મહારાષ્ટ્રના વિનોદ તાવડે અને રાષ્ટ્રીય સચિવ તરીકે વિજયા રાહટકર અને પંકજા મુંડેએ તેમના હોદ્દા જાળવી રાખ્યા છે.

    નડ્ડાએ જાહેર કરેલી કાર્યકારિણીમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ, વસુંધરારાજે સિંધિયા અને રઘુબર દાસ સહિત 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. નડ્ડાના ચમતુમાં આઠ રાષ્ટ્રીય મહાસચિવ છે અને સંજય બાંદીને તેમાં નવા સ્થાન આપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સંગઠન મંત્રી તરીકે બી. એલ. સંતોષે પોતાનું પદ જાળવી રાખ્યું છે, જ્યારે શિવ પ્રકાશ કેન્દ્રીય મંત્રી તરીકે યથાવત છે. અનિલ એન્ટોની રાષ્ટ્રીય સચિવ તરીકે કેરળનો નવો ચહેરો છે. પાર્ટીએ 13 રાષ્ટ્રીય સચિવોની નિમણૂક કરી છે.

    આ સમાચાર પણ વાંચો : Ahmedabad: અમદાવાદના હોસ્પિટલમાં લાગી ભીષણ આગ.. 100 દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.. જાણો સંપુર્ણ મુદ્દો શું છે….

     મહારાષ્ટ્ર ભાજપના પ્રભારી

    સી. ટી. રવિને ધારણા મુજબ જ કારોબારીમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. રવિ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારે હાર થઈ હતી. તે જ સમયે, તેઓ પ્રભારી તરીકે મહારાષ્ટ્રમાં કોઈ ઓળખ બનાવી શક્યા ન હતા. પાર્ટીમાં પણ તેમના પ્રત્યે ભારે નારાજગી જોવા મળી હતી. જેના કારણે રવિ સામે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. ડાબેરી પક્ષોના ગઢ ગણાતા ત્રિપુરામાં જીત મેળવનાર સુનીલ દેવધરને રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી બહાર કરવામાં આવ્યા છે. દેવધર હાલમાં આંધ્રપ્રદેશના પ્રભારી છે.

      મહારાષ્ટ્રના પ્રભારી કોણ છે?

    અમિત શાહના ખાસ એજન્ટ ગણાતા સુનીલ બંસલનું નામ મોખરે છે કારણ કે મહારાષ્ટ્રમાં રવિના પ્રભારી દુષ્યંત ગૌતમ અને તરુણ ચુગનું નામ પણ ચર્ચામાં છે.

     

  • ભાજપના આ મહિલા નેતા થયા આક્રમક. કહ્યું – મોદી પણ મને ખતમ નહીં કરી શકે.

    ભાજપના આ મહિલા નેતા થયા આક્રમક. કહ્યું – મોદી પણ મને ખતમ નહીં કરી શકે.

    News Continuous Bureau | Mumbai

    ભાજપના નેતા(BJP leader) પંકજા મુંડે(Pankaja Munde) પોતાના આક્રમક સ્ટાઇલ સ્ટેટમેન્ટને(aggressive style statement) કારણે ઘણીવાર વિવાદોમાં રહ્યા છે. હવે ફરી એક વખત તેમણે વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ(controversial statement) આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) પણ મને ખતમ કરી શકતા નથી તેવા પંકજા મુંડેના(Pankaja Munde) નિવેદને પગલે પક્ષમાં ખળભળાટ મચી ગયો છે.

    ભાજપના સિનિયર નેતા ગોપીનાથ મુંડેના(Gopinath Munde) પુત્રી પંકજા મુંડે પક્ષ સામે અનેક વખત જાહેરમાં નારાજગી જાહેર કરી ચૂક્યા છે. અગાઉ તેઓ મહારાષ્ટ્રના મુખ્યંમંત્રી(Maharashtra CM) બનવાની ઈચ્છા જાહેર કરી ચૂક્યા હોવાનું કહેવાય છે. તેઓએ અનેક વખત પક્ષ અને નરેન્દ્ર મોદી સામે વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે. તેથી પક્ષે તેમને સાઈડલાઈન કરી દીધા છે. છતાં વખતોવખત પંકજા મુંડે પક્ષને સંભાળી દેવાનો મોકો છોડતા નથી.

    આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં અસલી શિવસેના કોની- હવે ચૂંટણી પંચ કરશે નક્કી- સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ જૂથની આ અરજી ફગાવી 

    તાજેતરમાં “સમાજમાં બૌદ્ધિકો સાથે વાર્તાલાપ” કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક તરીકે હાજર રહેલા પંકજા મુંડેએ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ પક્ષમાં (Congress party) જાતિવાદની રાજનીતિ(politics of casteism prevailed) ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતિવાદની રાજનીતિનો અંત લાવવા માંગે છે. તેનો અર્થ એ નથી કે તેઓ મને ખતમ કરી નાખશે. હું પણ જાતિવાદનું પ્રતીક છું પણ  મને કોઈ ખતમ કરી શકશે નહીં. જો નરેન્દ્ર મોદી મને ખતમ કરવાનો પ્રયાસ કરશે તો પણ તેઓ મને ખતમ કરી શકશે નહીં,  કારણ કે મેં જનતાના મન પર શાસન કર્યું છે.

    પંકજા મુંડે આ કાર્યક્રમ દરમિયાન પક્ષ સામે અપ્રત્યક્ષ રીતે નારાજગી જાહેર કરી હતી અને કહ્યું હતું કે અમે રાજકારણમાં બદલાવ લાવવા માંગીએ છીએ. રાજકારણમાં બદલાવ આવવો જોઈએ. રાજકારણમાં જનહિતના નિર્ણયો લેવામાં આવે છે. રાજકારણ મનોરંજનનું સાધન બની રહ્યું છે. નરેન્દ્ર મોદી પાસે આવી રાજનીતિની અપેક્ષા નથી.

     

  • વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા- મહારાષ્ટ્રના આ મહિલા નેતાનું ફરી પત્તુ કપાયું-  જાણો વિગત

    વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા- મહારાષ્ટ્રના આ મહિલા નેતાનું ફરી પત્તુ કપાયું-  જાણો વિગત

      News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની(Legislative Council in Maharashtra) 10 બેઠકો માટેની ચૂંટણી(Election) માટે ભાજપે(BJP) તેના 5 ઉમેદવારોના(Candidates) નામની જાહેરાત કરી છે, તેમાં આ ફરી એક વખત ભાજપના ઓબીસી મહિલા નેતા(OBC Women Leader) પંકજા મુંડેનું(Pankaja Munde) પત્તુ કપાઈ ગયું છે. તેથી મુંડેના સમર્થકોમાં નારાજગી વ્યાપી ગઈ છે.

    ભાજપે બુધવારે જાહેર કરેલી યાદીમાં પ્રવીણ દરેકર(Praveen Darekar), પ્રસાદ લાડ(Prasad Lad), રામ શિંદે(Ram Shinde), શ્રીકાંત ભારતીય, ઉમા ગિરીશ ખાપરેને નામનો સમાવેશ કર્યો છે.  તો, બીજેપી નેતા પંકજા મુંડેને ફરી એકવાર હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. 

    રાજ્યમાં 10 વિધાન પરિષદની બેઠકો માટે 20 જૂને ચૂંટણી યોજાવાની છે. બે જૂને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તે પછી, 9 જૂનથી ઉમેદવારી અરજીઓ દાખલ કરી શકાશે. વિધાનસભાના સંખ્યાબળ મુજબ ભાજપ પાસે ચાર, એનસીપી(NCP) અને શિવસેના(Shivsena) પાસે બે-બે, કોંગ્રેસને(Congress) ફાળે એક બેઠક છે, તો દસમી બેઠક માટે  ભાજપ અને મહા વિકાસ આઘાડી(Mahavikas Aghadi) વચ્ચે જોરદાર ટક્કર છે.

    આ સમાચાર પણ વાંચો : કોરોનાએ વધાર્યું ટેન્શન- મહારાષ્ટ્રની ટાસ્ક ફોર્સે માસ્કને લઈને કહી દીધી આ મોટી વાત-જાણો વિગત,

    ભાજપના પ્રદેશ અધ્યક્ષ(BJP state president) ચંદ્રકાંત પાટીલે(Chandrakant Patil) જણાવ્યું હતું કે પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયે આજે પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાંચેય ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે. પાટીલે એમ પણ કહ્યું કે પંકજા મુંડેની ઉમેદવારી માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિધાન પરિષદની પાંચમી બેઠક અમે જીતીશું તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

    ભાજપે વિધાન પરિષદ માટે પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ અને રામ શિંદેને તક આપી છે. રામ શિંદે અગાઉ કર્જત-જામખેડના ધારાસભ્ય અને ફડણવીસના શાસનમાં મંત્રી હતા. 2019ની વિધાનસભા ચૂંટણીમાં(Assembly elections) તેઓ એનસીપીના રોહિત પવાર સામે હાર્યા હતા. વિધાન પરિષદમાં પ્રવીણ દરેકર અને પ્રસાદ લાડનો કાર્યકાળ આ વર્ષે પૂરો થયો. ભાજપે તેમને ફરી એકવાર તક આપી છે. પ્રસાદ લાડ ભાજપના પાંચમા ઉમેદવાર હશે.

    ભાજપે પંકજા મુંડેની સાથે જ પોતાના સાથી  પક્ષોની પણ અવગણના કરવામાં આવી છે. ભાજપ વિધાન પરિષદ માટે સદાભાઈ ખોતના નામની ચર્ચા કરી રહી હતી. જોકે તેને પણ ઉમેદવારી આપવામાં આવી નથી.

    પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ, સુજીત સિંહ ઠાકુર, વિનાયક મેટે, સદાભાઉ ખોત અને ભાજપના દિવંગત નેતા આરએસ સિંહ વિધાન પરિષદમાં છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય દિવાકર રાવતે, મંત્રી સુભાષ દેસાઈ નિવૃત્ત થવાના છે. એનસીપી માંથી રામરાજે નિંબાલકર અને સંજય દાઉન્ડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર HSC પરિણામ 94-22 ટકા- ફરી એક વખત છોકરાઓને પછાડીને છોકરીઓ અવ્વલ તો મુંબઈ રહ્યું આ નંબર પર- જાણો વિગત
     

  • શું પક્ષથી નારાજ મહારાષ્ટ્રનાં આ અગ્રણી મહિલાનેતા ભાજપ સાથે છેડો ફાડશે? તેમને જન્મદિવસની શુભેચ્છા આપનારાં હૉર્ડિંગ્સમાંથી ભાજપના નેતાઓના ફોટા ગાયબ; જાણો વિગત

    શું પક્ષથી નારાજ મહારાષ્ટ્રનાં આ અગ્રણી મહિલાનેતા ભાજપ સાથે છેડો ફાડશે? તેમને જન્મદિવસની શુભેચ્છા આપનારાં હૉર્ડિંગ્સમાંથી ભાજપના નેતાઓના ફોટા ગાયબ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 26 જુલાઈ, 2021

    સોમવાર

    ભાજપના અગ્રણી સ્વર્ગીય નેતા ગોપીનાથ મુંડેનાં પુત્રી અને ભાજપનાં મહારાષ્ટ્રમાં મહિલાનેતા પંકજા મુંડેનો આજે 26 જુલાઈના જન્મદિવસ છે. તેમને જન્મદિવસની શુભેચ્છા આપતાં અનેક હૉડિંગ્સ અને પોસ્ટરો તેમના સમર્થકોએ લગાડ્યાં છે, પરંતુ એમાંથી ભાજપના નેતાઓના ફોટા ગાયબ છે. એથી પંકજા મુંડે બહુ જલદી પક્ષને રામ રામ કરી દેશે એવી ચર્ચાએ ફરી એક વખત જોર પકડ્યું છે.

    થોડા દિવસ પહેલાં ભાજપે પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું હતું, જેમાં પંકજા મુંડેનાં બહેન અને  સાંસદ પ્રીતમ મુંડેનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. એને પગલે પંકજા મુંડે અને તેમના સમર્થકોમાં પક્ષ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.

    લો બોલો! હવે સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ પણ સ્ટૅમ્પ પેપર પર લખી આપવી પડશે : મહારાષ્ટ્રના એજ્યુકેશન બોર્ડનો ગજબનો ફતવો; જાણો વિગત

    પંકજાને જન્મદિવસની શુભેચ્છા આપતાં અનેક પોસ્ટર્સ અને હૉર્ડિંગ્સ બીડ, પરલી સહિત અનેક જગ્યાએ લગાડવામાં આવ્યાં છે. એમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના પ્રદેશપ્રમુખ ચંદ્રકાંત પાટીલ સહિત રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ વિરોધ પક્ષના નેતા રહેલા દેવેન્દ્ર ફડણવીસના ફોટા ગાયબ છે. જે પકંજા મુંડે નારાજ હોવાનું સાબિત કરતાં હોવાનું મહારાષ્ટ્રમાં રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.