• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - paras kalnawat
Tag:

paras kalnawat

KGF 3 anupama fame actor paras kalnawat enter in yash film
મનોરંજન

KGF 3: યશ ની ફિલ્મ કેજીએફ 3 માં થઇ ટીવી ના આ અભિનેતા ની એન્ટ્રી! રૂપાલી ગાંગુલી સાથે અનુપમા માં કરી ચુક્યો છે કામ

by Zalak Parikh November 21, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

KGF 3: યશ ની ફિલ્મ કેજીએફ 3 ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.આ ફિલ્મ ના બે ભાગ સુપરહિટ સાબિત થયા હતા. હવે આ ફિલ્મ ને લઈને કે મોટું અપડેટ સામે આવી રહ્યું છે. રિપોર્ટ મુજબ યશ ની ફિલ્મ માં ટીવી ના લોકપ્રિય અભિનેતા ની એન્ટ્રી થઇ છે. આ એક્ટર બીજું કોઈ નહીં પરંતુ અનુપમા અને કુંડલી ભાગ્ય ફેમ અભિનેતા પારસ કાલનાવત છે.  

આ સમાચાર પણ વાંચો : A R Rahman divorce: લગ્ન ના આટલા વર્ષો બાદ એ આર રહેમાન અને તેની પત્ની લઇ રહ્યા છે છૂટાછેડા, સંગીતકાર ના આ નિર્ણય પર દીકરીઓ એ આપ્યું આવું રિએક્શન

કેજીએફ 3 માં થઇ પારસ કાલનાવત ની એન્ટ્રી!

મીડિયા રિપોર્ટ મુજબ કેજીએફ ના નિર્દેશક પ્રશાંત નીલે તેમની ફિલ્મના ત્રીજા ભાગમાં એટલે કે કેજીએફ 3 માં પારસ કાલનવત ને કાસ્ટ કર્યો છે. આ ફિલ્મમાં તે મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. જોકે, ફિલ્મમાં પારસનો રોલ શું હશે તે ખુલાસો કરવામાં આવ્યો નથી.આ સિવાય પારસ કાલનાવત અથવા ફિલ્મના નિર્માતાઓ દ્વારા હજુ સુધી આ વિશે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.

#ParasKalnawat Best known for his roles in #Anupamaa and #KundaliBhagya, is reportedly set to make his Debut in #KGFChapter3 https://t.co/jAU6jsDpwh pic.twitter.com/PhSXUfTbDi

— Roj ka Drama (@Rojkadrama) November 20, 2024


કેજીએફ નો પહેલો ભાગ વર્ષ 2018 માં આવ્યો હતો અને આ ફિલ્મ નો બીજો ભાગ 2022 માં આવ્યો હતો. હવે કેજીએફ 3 વર્ષ 2025 માં રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
paras kalnawat quits kundali bhagya show
મનોરંજન

Kundali bhagya: શ્રદ્ધા આર્યા બાદ આ લીડ અભિનેતા એ કુંડલી ભાગ્ય ને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

by Zalak Parikh November 20, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kundali bhagya: કુંડલી ભાગ્ય ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ હો ઝી ટીવી પર પ્રસારિત થઇ રહ્યો છે. સિરિયલ એ તેના શરુ ના દિવસો માં ટીઆરપી લિસ્ટ માં ટોચ પર હતો. આ સિરિયલ માં શ્રદ્ધા આર્યા પ્રીતા નું પાત્ર ભજવી રહી હતી હવે માતા બનવા જઈ રહેલી શ્રદ્ધા એ આ શો ને અલવિદા કહી દીધું છે તેવા માં હવે શો ના મુખ્ય અભિનેતા એ પણ સિરિયલ ને અલવિદા કહી દીધું છે. 

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: આમિર ખાને નામ લીધા વગર સાધ્યું સિંઘમ અગેન ના મેકર્સ પર નિશાન, ભૂલ ભુલૈયા 3 ને લઈને કહી આવી વાત

પારસ કાલનાવતે છોડ્યો કુંડલી ભાગ્ય શો 

પારસ કાલનાવતે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે જેમાં તેને લખ્યું છે કે, “દરેક શરૂઆતનો અંત હોય છે અને દરેક અંત નવી શરૂઆત હોય છે. ગુડબાય કહેવું સહેલું નથી, પરંતુ હું એવા શોને અલવિદા કહી રહ્યો છું જે મારા હૃદયની સૌથી નજીક હતો અને મારા જીવનની વાર્તામાં જાદુ જેવું કામ કરતો શો, આભાર. આખી પ્રોડક્શન અને ડિરેક્શન ટીમ, મારા બધા કો-એક્ટર અને ક્રૂ મેમ્બર્સ જે મારા માટે પરિવાર જેવા હતા. આ તક માટે હું હંમેશા આભારી રહીશ. હું મારા ઇન્સ્ટા ફેમ અને તમારા બધાનો આભાર કેવી રીતે ન કહી શકું કે જેઓ મારી સફરમાં મને સપોર્ટ કરી રહ્યાં છે. હું તમારા બધા વિના કંઈ નથી અને મને ફક્ત તમારા પ્રેમ અને સમર્થનની જરૂર છે. મારી સફરમાં બીજો પ્રકરણ શરૂ કરવા માટે રાહ જોઈ શકતો નથી. મારા પર વિશ્વાસ કરો આ પ્રકરણ તમારા મનને ઉડાવી દેશે. તમને બધા ને પ્રેમ. રાજવીર લુથરા તરીકે વિદાય.”

 

View this post on Instagram

 

A post shared by PARAS BHUSHAN KALNAWAT (@paras_kalnawat)


કુંડલી ભાગ્ય માં લિપ આવ્યા બાદ  પારસને મુખ્ય પાત્ર ભજવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. પારસ સાથે સના સૈયદે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupama fame nakul aka aman maheshwari slams paras kalnawat for spreading lies
મનોરંજન

‘અનુપમા’ વિશે નકારાત્મક વાત કરીને ખરાબ રીતે ફસાયો પારસ કલનાવત, કિંજલ-તોશુ બાદ હવે આ અભિનેતા એ પણ શો ને લઇ ને કર્યો ખુલાસો

by Zalak Parikh June 3, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી સીરીયલ ‘અનુપમા’માં સમરની ભૂમિકા ભજવનાર અભિનેતા પારસ કલનાવતે અચાનક જ શો છોડી દીધો હતો.જેના થોડા જ સમયમાં સમરે તેના ઈન્ટરવ્યુમાં સેટ પરના ખરાબ વાતાવરણ અને રાજકારણને શોમાંથી નીકળવાનું કારણ ગણાવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તમામ કલાકારોએ આ હકીકતને નકારી કાઢી છે અને હવે ‘અનુપમા’માં નવા જોડાયેલા અભિનેતા અમન મહેશ્વરીએ સેટ પર રાજકારણ અને ખરાબ વાતાવરણની વાતોને ફગાવી દીધી છે.

 

અમન મહેશ્વરી એ કહી આ વાત  

શોમાં કિંજલનું પાત્ર ભજવનાર અભિનેત્રી નિધિ શાહ અને તોશુનું પાત્ર ભજવનાર અભિનેતા આશિષ મેહરોત્રા બાદ હવે અમન મહેશ્વરીએ પણ પારસની વાતને ફગાવી દીધી છે. શોમાં નકુલની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા અમને કહ્યું, “લોકો વસ્તુઓ પર પોતાનો અભિપ્રાય રાખવા માટે સ્વતંત્ર છે, પરંતુ પારસે સેટ પરના વાતાવરણ વિશે જે કહ્યું તેનાથી હું સહમત નથી. પ્રોડક્શન ટીમ ખૂબ જ મીઠી અને સેટનું વાતાવરણ પણ ખૂબ જ સ્વસ્થ છે.”અમન મહેશ્વરીએ કહ્યું, “હું આ શોની ક્રિએટિવ ટીમના સંપર્કમાં પ્રથમ વખત આવ્યો છું અને અન્ય કોઈ પણ શોની સરખામણીમાં તેઓ તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે ખૂબ જ સક્રિય છે. બીજી જગ્યા એ તેઓ તમને ગંભીરતાથી લેતા નથી, સિવાય કે તમે શોના મુખ્ય અભિનેતા હોવ તો.” 

 

View this post on Instagram

 

A post shared by Aayushman Aman Maheshwari (@aman_maheshwari06)

અમન મહેશ્વરી એ રૂપાલી ગાંગુલી વિશે કહી આ વાત 

અમને કહ્યું, “તેણી સાથેનો મારો અનુભવ મહાન હતો. રૂપાલી મેડમ મને મળેલી સૌથી અદ્ભુત અભિનેત્રીઓમાંની એક છે. તેણીને તેના દ્રશ્યો ભજવતા જોવી એ મારા માટે શીખવાની તક છે. હું મારા પરિચયના દ્રશ્ય વિશે આશ્વત નહોતો. પરંતુ તેણે મને આ દ્રશ્યો કેવી રીતે કરવા તેનું માર્ગદર્શન આપ્યું. અપરા મેમ મારી પ્રિય અભિનેત્રી છે. તે ખૂબ જ સુંદર અને અદ્ભુત કલાકાર છે. જો કે હું આ પરિવારમાં નવો છું પણ સેટ પરનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક છે. સમજવું જોઈએ કે આ શો એ દરેક ને ઘણું બધું આપ્યું છે.” 

આ સમાચાર પણ વાંચો: અનુપમાના મેકર્સ અભિનેત્રીઓને આવા કપડાં પહેરાવે છે! બરખા એ વીડિયો બનાવીને ખોલી પોલ, જુઓ વિડિયો

June 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupamaa old samar aka paras kalnawat hit back at co stars who protested said i have screenshots
મનોરંજન

અનુપમાના ‘પુત્ર’ પારસ કલનાવતે વિરોધ કરી રહેલા કો-સ્ટાર્સ પર કર્યો વળતો પ્રહાર, કહ્યું- મારી પાસે સબૂત છે, સેટ પર ના વાતાવરણ ને લઇ ને કહી આ વાત

by Zalak Parikh May 31, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

ફેમસ ટીવી શો ‘અનુપમા’ આ દિવસોમાં તેની સ્ટોરીમાં આવનારા ટ્વિસ્ટ અને ટર્ન્સને લઈને હેડલાઈન્સમાં છે. તાજેતરમાં, #BycottAnupamaa શોને લઈને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. તે જ સમયે, શોના જૂના સમર એટલે કે પારસ કલનાવતનું એક નિવેદન પણ ચર્ચામાં હતું. જેમાં તેણે કહ્યું કે મોટાભાગના કલાકારો શો છોડવા માંગે છે. જે બાદ શોની કિંજલ એટલે કે નિધિ શાહ અને તોશુ એટલે કે આશિષ મેહરોત્રા એ તેમના નિવેદનને ફની ગણાવ્યું હતું. હવે પારસે બંનેને યોગ્ય જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તેની પાસે પુરાવા તરીકે સ્ક્રીનશોટ છે.

 

પારસ કલનાવતે નિધિ શાહ અને આશિષ મેહરોત્રા વિશે કહી આ વાત  

‘અનુપમા’માં સમરનું પાત્ર ભજવતા પારસ કલનાવતે તાજેતરમાં કહ્યું હતું કે તેને તેના બે સહ-અભિનેતાઓ દ્વારા પીઠમાં છરો ભોંકવામાં આવ્યો હતો. કારણ કે જેઓ તેની પહેલાની વાતોને રમુજી કહેતા હતા. નોંધપાત્ર વાત એ છે કે, પારસે ગયા વર્ષે શો છોડી દીધો હતો અને સેટ પરના ખરાબ વર્તન અને નિર્માતાઓની ખામીઓનો પર્દાફાશ કર્યો હતો. તાજેતરમાં જ આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ઘણા લોકો ‘અનુપમા’ને છોડવા માંગે છે પરંતુ જવાબદારીઓને કારણે પાછળ રહી ગયા છે.પારસ કલનાવતે નિધિ શાહ અને આશિષ મેહરોત્રા પર વળતો પ્રહાર કર્યો છે. મીડિયા સાથેની તાજેતરની વાતચીતમાં, તેણે કહ્યું કે તેને લાગ્યું કે જાણે તેના બે સહ કલાકારોએ તેની પીઠ પર છરો માર્યો હોય. તેણે તેના દાવાઓને સાબિત કરવા પુરાવા મોકલ્યા અને હવે તે જ પ્રશ્નના તેના જવાબો અલગ હશે. તેણે તેને એવા લોકોના મેસેજના સ્ક્રીનશૉટ્સ મોકલ્યા જેમણે કહ્યું કે તેઓ ખુશ નથી અને શો છોડવા માગે છે. પારસના કહેવા પ્રમાણે, તેણે સેટને ‘અસ્તવ્યસ્ત વાતાવરણ’ ગણાવ્યું. પારસે  ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે તેના ભૂતપૂર્વ સહ કલાકારો જાણે છે કે તેની ફરિયાદો સાચી છે કારણ કે તેને પુરાવા રજૂ કર્યા છે.

આ સમાચાર પણ વાંચો: બોલિવૂડ ફિલ્મોમાં હીરો-હિરોઈન દ્વારા પહેરવામાં આવતા કપડાનું શું થાય છે? જાણીને તમને લાગશે નવાઈ

‘અનુપમા’ના સેટ પર હોય છે આવું વાતાવરણ 

પારસ કલનાવતે વધુમાં દાવો કર્યો હતો કે ‘અનુપમા’ના સેટ પર દરરોજ ઝઘડા થતા હતા. તેણે ઉમેર્યું, “તે એક ઉંદરોની રેસ અને અહંકારનો અથડામણ હતો જ્યાં કોઈ પણ અભિનેતા અન્યને તેમના કરતા વધુ સારું કરતા જોઈ શકતો ન હતો. એકબીજાને ટેકો આપવાને બદલે, તેઓ અન્ય વ્યક્તિ ને નીચો પાડતા હતા. ખરેખર, તમે પણ 16 વર્ષના બાળકને આના કરતા સારું કરતા જોશો.” નિધિ અને આશિષ વિશે વાત કરતાં તેણે કહ્યું કે બંને કલાકારોએ તેની માફી માંગી છે. તેણે કહ્યું કે નિધિએ કહ્યું કે તે તેની ભરપાઈ કરશે જ્યારે આશિષે કહ્યું કે તે શોની તરફેણમાં વાત કરી રહ્યો છે. પારસે કહ્યું “પરંતુ મારા વિશે જાહેરમાં વાત કરવી અને ખાનગીમાં માફી માંગવી એ ઉકેલ નથી,”. પારસે એ પણ જણાવ્યું કે ‘અનુપમા’ના સેટ પર હજુ પણ સ્થિતિ એવી જ છે.

May 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupamaa kinjal aka nidhi shah on paras kalnawat claims
મનોરંજન

‘અનુપમા’ શો છોડવા પર સમર-કિંજલ આવ્યા આમને-સામને, પારસના આરોપો પર નિધિએ આપી પ્રતિક્રિયા

by Zalak Parikh May 23, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી શો ‘અનુપમા’નો ભાગ રહી ચુકેલા અભિનેતા પારસ કલનાવત આ દિવસોમાં શોની સ્ટાર કાસ્ટ અને શૂટિંગ સેટ વિરુદ્ધ ખુલ્લેઆમ બોલી રહ્યો છે. તાજેતરમાં જ તેણે પોતાનો શો છોડવાનું કારણ આપતા કહ્યું હતું કે જો વધુ સારી તક મળશે તો શોના 80 ટકા કલાકારો તે શો છોડી દેશે. ઇન્સ્ટાગ્રામ પર પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં પારસે કહ્યું કે દરેક વ્યક્તિમાં જોખમ ઉઠાવવાની અને જે યોગ્ય છે તેના માટે લડવાની તાકાત હોતી નથી. હવે શોમાં કિંજલનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી નિધિ શાહે જવાબ આપ્યો છે.

 

 નિધિ એ પારસના જવાબ પર આપી પ્રતિક્રિયા 

નિધિ આ બાબતે પારસના વિચારો સાથે સહમત નથી. તેણે કહ્યું, “શો ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેનું એક કારણ છે. શોના દરેક સભ્ય તેઓ જે પણ કરી રહ્યા છે તેનો આનંદ માણી રહ્યા છે અને આ જ કારણ છે કે બધું જ આટલી તેજસ્વી રીતે બહાર આવી રહ્યું છે.” પારસ કલનાવતના શો છોડવાની વાત પર નિધિ શાહે સવાલ ઉઠાવતા જવાબ આપ્યો કે, છેલ્લા ત્રણ વર્ષથી નંબર વન રહેલો શો કોઈ શા માટે છોડશે?નિધિ શાહે કહ્યું, “તમે અન્ય શોની લાઈફ જુઓ. મને લાગે છે કે કદાચ માત્ર 3 કે 4 જ શો છે જે આટલો લાંબો સમય ચાલ્યા છે. મોટાભાગના શો 6 કે 7 મહિનામાં બંધ થઈ જાય છે.” પારસે કહ્યું હતું કે જો કોઈને વધુ સારી તક આપવામાં આવે તો કોઈ પણ શો છોડી દેશે, પરંતુ નિધિ શાહે અસંમત થતાં કહ્યું, “મને નથી લાગતું કે અમારા સેટ પર કોઈ એવું છે જે શો છોડવા માંગે છે. કોઈ પણ પ્રકારનું દબાણ નથી. અને જો કોઈને જવું હશે તો તે જશે.”

આ સમાચાર પણ વાંચો: શું અનુપમા ની સ્ટારકાસ્ટ છોડવા માંગે છે શો?અનુપમાના સમરે શો વિશે જણાવી ચોંકાવનારી વાતો

નિધિ એ શો વિશે કહી આ વાત 

કિંજલનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી નિધિ શાહે કહ્યું, “કોઈ કોઈને કહેવાનું નથી કે મહેરબાની કરીને રોકાઈ જાઓ, તારા વિના શૂટિંગ આગળ નહીં ચાલે. ત્યાં બધું બરાબર છે. મને સમજાતું નથી કે પારસ આવું કેમ કરી રહ્યો છે.” જ્યારે તેની કોઈ જરૂર નથી ત્યારે દરેક શા માટે વાત કરે છે?” શુટિંગ દરમિયાન નિધિને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું હતું કે, “એવું કંઈ નથી. દરેક ઓફિસમાં, દરેક જગ્યાએ લોકોનો પોતાનો દૃષ્ટિકોણ હોય છે.”

May 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupama actor paras kalnawat aka samar reveals shocking facts about show
મનોરંજન

શું અનુપમા ની સ્ટારકાસ્ટ છોડવા માંગે છે શો?અનુપમાના સમરે શો વિશે જણાવી ચોંકાવનારી વાતો

by Zalak Parikh May 20, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી શો અનુપમામાં સમરની ભૂમિકા ભજવનાર અભિનેતા પારસ કલનાવતે જુલાઈ 2022માં શો છોડી દીધો હતો. પારસને આ શો છોડવાનું કારણ મેકર્સ સાથે મતભેદ હતું, હવે લગભગ 10 મહિના પછી, પારસ કલનાવતે આ સીરિયલ વિશે ચોંકાવનારી વાત કહી છે. તાજેતરમાં જ પારસ કલનાવતે ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકો સાથે ‘આસ્ક મી એનિથિંગ’ સેશન યોજ્યું હતું જેમાં તેણે તેના ચાહકોના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ સેશનમાં તેના એક પ્રશંસકે તેને પૂછ્યું કે તેણે ‘અનુપમા’ શો કેમ છોડ્યો?

 

પારસ કલનાવતે જણાવી હકીકત 

આ પ્રશ્નના પારસ કલનાવત આપેલા જવાબનું દરેક જણ પોતપોતાની રીતે અર્થઘટન કરી રહ્યા છે. પારસ કલનાવતે કહ્યું કે બાકીના કલાકારો પણ શો છોડી દેશે જો તેમને વધુ સારી તક મળશે. તો શું આનો અર્થ એ થયો કે સેટ પરનું વાતાવરણ એટલું ઝેરી બની ગયું છે કે જ્યારે વધુ સારી તક આવે ત્યારે દરેક વ્યક્તિ શો છોડવાનો નિર્ણય લઈ શકે?પારસે કહ્યું, “મારે શો છોડવો પડ્યો જેથી હું જીવનમાં વધુ સારી જગ્યાએ પહોંચી શકું.” તેણે એમ પણ કહ્યું કે તેને આવો અદ્ભુત શો ઓફર કરવા બદલ તે હંમેશા નિર્માતાઓનો આભારી રહેશે. તેણે લખ્યું, “દોસ્તો, ક્યાંક પહોંચવા માટે કોઈને ક્યાંક છોડવું પડશે અને મને લાગે છે કે હું હવે વધુ સારી અને શાંત જગ્યાએ છું. સાચું કહું તો, શોના 80% કલાકારોને વધુ સારી તક મળશે તો શો છોડી દેશે.”

 

પારસ કલનાવતે ઈન્ટરવ્યુમાં કહી આ વાત 

પારસ કલનાવતે પોતાની વાતોમાં એવી ઘણી વાતો કહી છે કે જેનાથી અંદાજ લગાવી શકાય છે કે તેણે કયા સંજોગોમાં શો છોડ્યો હશે. તમને જણાવી દઈએ કે એવા અહેવાલો આવ્યા હતા કે પારસના રિયાલિટી ટીવી શો ‘ઝલક દિખલા જા’ સાઈન કરવાના સમાચાર આવ્યા બાદ મેકર્સે તેને કાઢી મૂક્યો હતો. પારસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે રાજન શાહીનો આભારી છે પરંતુ લાંબા સમયથી તેની પાસે તે શોમાં કરવા માટે કંઈ ખાસ નહોતું.

May 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

પૂર્વ ગર્લફ્રેન્ડ સાથે અનુપમા ના પુત્ર એ લગાવ્યા ઠુમકા-બન્ને વચ્ચે નો પ્રેમ જોઈ લોકોએ પૂછ્યું પેચઅપ થઇ ગયું કે શું

by Dr. Mayur Parikh November 4, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદ(Urfi Javed) કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. તે ઘણીવાર વિચિત્ર ડ્રેસ પહેરીને પાપારાઝીની(Paparazzi) સામે પોઝ આપતી જોવા મળે છે. હવે તે તેના અંગત જીવનના (personal life)કારણે ચર્ચામાં આવી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા (social media)પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના એક્સ બોયફ્રેન્ડ પારસ કલનાવત સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ઉર્ફી અને પારસને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ઘણાએ ઉર્ફીને પૂછ્યું છે કે શું તેણીએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ (ex boyfriend)સાથે પેચઅપ કર્યું છે?

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

તાજેતરમાં જ ઉર્ફી તેની ખાસ મિત્ર અંજલિ અરોરાના જન્મદિવસની પાર્ટીમાં(Anjali arora birthday party) પહોંચી હતી. આ દરમિયાન તેનો એક્સ બોયફ્રેન્ડ પારસ કલનાવત પણ પાર્ટીમાં હાજર હતો. હવે જો તમને લાગતું હોય કે પૂર્વ યુગલ એકબીજાને જોયા પછી ઓકવર્ડ ફીલ કરતા હશે, તો તમે ખોટા છો કારણ કે પાર્ટીમાં આ બંનેની ધમાકેદાર બોન્ડિંગ(bonding) હતી. તેમજ ત્યાં ઉપસ્થિત ઘણા લોકોનું કહેવું છે કે, ઉર્ફીએ પાર્ટીમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પર પ્રેમ વરસાવ્યો હતો.અંજલિ અરોરાની પાર્ટીમાંથી ઉર્ફી અને પારસનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં ઉર્ફી તેના રિવિલિંગ ડ્રેસ (reveling dress)પર ઓવર સાઈઝ જેકેટ પહેરેલી જોવા મળે છે અને પારસે ઓલ બ્લેક લુક પહેર્યો છે. તેમજ બેકગ્રાઉન્ડ માં 'સેટરડે સેટરડે' ગીત ચાલી રહ્યું છે. આ ગીત પર ઉર્ફી અને પારસ એકબીજા સાથે જોરદાર ડાન્સ(dance) કરતા જોવા મળે છે. બંને આ ગીતના હૂક સ્ટેપ પણ મજેદાર રીતે કરી રહ્યા છે અને તેમને એકસાથે જોઈને કોઈ ગુપ્ત રીતે વીડિયો બનાવી રહ્યું છે.

કિસિંગ સીન કરતી વખતે બેકાબૂ બન્યા આ ફિલ્મ સ્ટાર્સ-ડાયરેક્ટરના કટ કહ્યા પછી પણ અટક્યા નહીં સેલેબ્સ

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પારસના(Paras kalnawat) ચહેરા પરથી ઉર્ફીની નજર હટી રહી નથી, જેને જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે ઉર્ફીએ પારસ પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. એટલું જ નહીં, ઘણા લોકોએ ઉર્ફીને પૂછ્યું છે કે શું તેણીએ તેના પૂર્વ બોયફ્રેન્ડ પારસ સાથે પેચઅપ કર્યું છે અને ઘણા લોકો કહે છે કે આ બંને ખૂબ જ સારા મિત્રો છે.

November 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ઉર્ફી જાવેદ બાદ પારસ કલનાવત પડ્યો આ એક્ટ્રેસના પ્રેમમાં -બધાની સામે જણાવ્યું તેના ક્રશ નું નામ 

by Dr. Mayur Parikh September 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી સ્ટાર પારસ કલનાવત(TV star Paras Kalnawat) હાલમાં 'ઝલક દિખલા જા 10'માં(Jhalak Dikhla Jaa) ચમકી રહ્યો છે. પારસ કલનાવતે આવતાની સાથે જ જજોનું દિલ જીતી લીધું છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે પારસ કલનાવત ‘ઝલક દિખલા જા 10’ ના સેટ પર કોઈના પ્રેમમાં પડી ગયો છે. આ વાતનો ખુલાસો ખુદ પારસ કલનાવતે કર્યો છે. આ સુંદરી બીજું કોઈ નહીં પણ નોરા ફતોહી છે. પારસે દાવો કર્યો છે કે નોરા ફતેહી(Nora Fatehi) તેની ક્રશ બની ગઈ છે. આ દરમિયાન પારસ કલનાવત નોરા ફતેહીના જોરદાર વખાણ કરતા જોવા મળ્યો હતો.

તાજેતરમાં જ એક ન્યૂઝ પોર્ટલ(News portal) ને આપેલા ઈન્ટરવ્યુમાં પારસે કહ્યું હતું કે, નોરા ફતેહી એક શાનદાર કલાકાર છે. જ્યારે પણ નોરા ફતેહી સ્ટેજ પર આવે છે ત્યારે તેઆગ લગાવી દે છે. નોરા ફતેહીનો સિક્કો ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી ચાલી રહ્યો છે. મને નોરા ફતેહીની સામે ડાન્સ કરતાં ડર લાગે છે. માધુરી દીક્ષિતને(Madhuri Dixit) જોઈને હું નર્વસ થઈ જાઉં છું. જોકે હું આ ડરને મારા પરફોર્મન્સ પર અસર થવા નથી દેતો. હું મારા પ્રદર્શનમાં 100% આપું છું. બાદમાં ન્યાયાધીશો પણ મારા વખાણ કરે છે’.નોંધપાત્ર વાત એ છે કે ‘ઝલક દિખલા જા 10’ના છેલ્લા એપિસોડમાં નોરા ફતેહી પારસ કલનાવત ડાન્સથી ઈમ્પ્રેસ થઇ હતી. નોરા ફહેતીએ તે સમયે દાવો કર્યો હતો કે તેને પારસ કલનાવત ખૂબ જ હેન્ડસમ લાગે છે. નોરા ફતેહીની વાત સાંભળીને પારસ કાલનવત શરમથી લાલ થઈ ગયો હતો. હવે પારસ કલનાવતે ખુલાસો કર્યો છે કે તે નોરા ફતેહીને પોતાનો ક્રશ માને છે.

આ સમાચાર પણ વાંચો :  કિંજલ સામે આવ્યું તોશુના અફેરનું સત્ય -શું અનુપમાની વહુ કરશે આત્મહત્યા-જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે 

ફેમસ થતા પહેલા પારસ કલનાવત ઉર્ફી જાવેદને(Urfi Javed) ડેટ કરતો હતો. પારસ પોતાના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર હતો. જોકે ઉર્ફી જાવેદે પારસ ને અધવચ્ચે છોડી દીધો હતો. બ્રેકઅપ બાદ પારસ ખરાબ રીતે ભાંગી પડ્યો હતો. જે પછી પારસ ને અનુપમામાં કામ કરવા મળ્યું. ઉર્ફી જાવેદે થોડા સમય પહેલા પારસ અને ઉર્ફી જાવેદ પણ ઝલક દિખલા જા 10 ના સેટ પર લડતા જોવા મળ્યા હતા.

 

September 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

અનુપમા છોડ્યા બાદ પારસ કલનાવત ઝલક દિખલાજા શો પર થયો ઈમોશનલ-શો ના જજ કરણ જોહરે આશ્વાસન આપતા કહી દીધી મોટી વાત 

by Dr. Mayur Parikh September 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી નો ફેમસ એક્ટર પારસ કલનાવતે પોતાની એક્ટિંગ અને સ્ટાઇલથી લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. પારસ કાલનાવતે 'અનુપમા'ના સમર(Anupama Samar) બનીને લોકોના દિલ જીતી લીધા હતા અને આજે પણ લોકો તેને સમર ના નામથી જ ઓળખે છે. પરંતુ આ દિવસોમાં તે 'ઝલક દિખલા જા 10'(Jhalak Dikhla ja)માં જોવા મળી રહ્યો છે, જ્યાં તે પોતાના ડાન્સથી(dance) લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર પારસ નો એક વીડિયો પણ વાયરલ (video viral)થઈ રહ્યો છે, જેમાં તે જજની સામે ઈમોશનલ (emotional) દેખાઈ રહ્યો છે. તેણે એ પણ જણાવ્યું કે તે બધું પાછળ છોડીને 'ઝલક દિખલા જા 10'નો ભાગ બન્યો. આ વાતો સાંભળ્યા બાદ કરણ જોહરે પણ જાહેરમાં એક મોટી જાહેરાત કરી હતી.

 

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

'ઝલક દિખલા જા 10'ના પ્રોમો વીડિયોમાં પારસ કલનાવત 'ભીગી ભીગી રાતો મેં' ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જજો સાથે વાત કરતાં તેણે કહ્યું, "મેં મારું ઘણું છોડીને આ પ્રવાસનો ભાગ બનવાનું નક્કી કર્યું છે. આ પ્રવાસ કાં તો મને બનાવશે, અથવા તે મારા માટે ખરાબ તબક્કો હશે." આના પર કરણ જોહરે(Karan Johar) તેને આશ્વાસન આપતા કહ્યું, "હું તને ખાતરી આપું છું કે આ પગલું તારા માટે યોગ્ય છે અને આ સફર પણ તારી લાંબી મુસાફરી હશે."

આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી મામલામાં કોર્ટનો મોટો નિર્ણય- આ પક્ષની તરફેણમાં આપ્યો ચુકાદો- 22 સપ્ટેમ્બરે થશે વધુ સુનાવણી

ઝલક દિખલા જા 10' સાથે જોડાયેલા પારસ કલનાવતનો આ વીડિયો કલર્સ ટીવીના (colors TV)ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 83 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સાથે જ ફેન્સ પણ પારસના વીડિયો પર ઘણી કોમેન્ટ(comment) કરી રહ્યા છે. એક યૂઝરે પારસના વીડિયો પર લખ્યું, "તમે ધૂમ મચાવવાના છો, પારસ." તો જ્યારે અન્ય એક યુઝરે પારસને સલાહ આપતા લખ્યું, "પારસ, તમારા ડાન્સ પર મહત્તમ ધ્યાન આપો. ઈમોશનલ ડાન્સ પર. તે સારી છાપ છોડશે."

તમને જણાવી દઈએ કે પારસ કલનાવતે ટીવીની દુનિયામાં સીરિયલ 'દુર્ગા'થી(Durga) એન્ટ્રી કરી હતી. આ પછી તે 'મરિયમ ખાન રિપોર્ટિંગ લાઈવ'માં પણ જોવા મળ્યો હતો. પરંતુ તેને સૌથી વધુ ઓળખ 'અનુપમા' દ્વારા જ મળી.

આ સમાચાર પણ વાંચો : શિંદે ગ્રુપનું મિશન BMC- ગુજરાતીઓ મતદારોને આકર્ષવા આ ધારાસભ્યએ નવરાત્રીમાં ગરબા રમવાની મંજૂરીને લઈને કરી આ માંગણી

September 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

અનુપમા ના ફેન્સ માટે ખરાબ સમાચાર-પારસ કલનાવત પછી કિંજૂ બેબી એ નહિ આ અભિનેત્રીએ રાતોરાત છોડી દીધો શો-પોતે જ જણાવ્યું કારણ

by Dr. Mayur Parikh September 5, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

નાના પડદાની લોકપ્રિય સીરિયલ 'અનુપમા' તેની સ્ટોરી લાઈનને કારણે સતત ટીઆરપીની(TRP) યાદીમાં છે. શોમાં દરેક પાત્ર તેના પાત્ર માટે પણ જાણીતા છે. નાનો હોય કે મોટો, આ સિરિયલમાં દરેક વ્યક્તિ ખૂબ જ ખાસ છે. પરંતુ આ શો પણ લાંબા સમયથી વિવાદનો હિસ્સો રહ્યો છે. એક પછી એક પાત્ર શો છોડી રહ્યા છે. પારસ કલનાવત (Paras Kalnawat)બાદ હવે અન્ય એક સભ્યએ 'અનુપમા'ને અલવિદા કહી દીધું છે.પારસ કલનાવત બાદ કિંજલનો રોલ નિભાવનાર નિધિ શાહના(Nidhi Shah left the show) શો છોડવા ના  સમાચાર છેલ્લા ઘણા દિવસોથી જોરશોરથી સામે આવી રહ્યા છે. પરંતુ પારસ કલનાવત બાદ નિધિ શાહે શો છોડવાના સમાચાર વચ્ચે બીજી અભિનેત્રીએ સીરિયલ 'અનુપમા'થી પોતાને દૂર કરી લીધી છે. આ અભિનેત્રી છે અલ્મા હુસૈન.(Alma Hussain)

વાસ્તવમાં, 'અનુપમા'માં અનુજ કાપડિયાની ભાઈ ની દીકરી સારા કાપડિયાનું(Sara Kapadia) પાત્ર ભજવી રહેલી અલ્મા હુસૈને શો છોડી દીધો છે. સારાની એન્ટ્રી જોઈને લાગ્યું કે હવે તેની અને સમરની લવ સ્ટોરી(Sara-samar love story) આગળ બતાવવામાં આવશે. પરંતુ જૂના સમર અને હવે સારા બંનેએ શો છોડી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શોની વાર્તામાં બતાવવામાં આવશે કે સારા તેના અભ્યાસ માટે અમેરિકા(America) જશે. સારા લાંબા સમયથી શોમાં પણ જોવા મળી નથી. આ સમગ્ર મામલા વિશે વાત કરતી વખતે અલ્મા હુસૈને કહ્યું, 'હું મે મહિનાથી શોનો ભાગ હતી અને મને અહીં કામ કરવાની મજા આવતી હતી પરંતુ મારો ટ્રેક(track) આગળ વધી રહ્યો ન હતો. હું એક કલાકાર તરીકે સારું કામ નથી કરી રહી. હું નવી અને જુવાન છું. મારી હજુ ઘણું શીખવાનું છે જે હું શીખી નથી શકી. મેં રાજન શાહજી(Rajan Shahi) સાથે વાત કરી, તેઓ પણ મારી સાથે સંમત છે.’

આ સમાચાર પણ વાંચો : માત્ર 75 રૂપિયા ખર્ચીને સિનેમા હોલમાં જોઈ શકો છો તમે રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્ર- જાણો ક્યારે અને કેવી રીતે જોવા મળશે ફિલ્મ

તમને જણાવી દઈએ કે અલ્મા પહેલા જ્યારે પારસે શો છોડ્યો હતો, ત્યારે સીરિયલના બાકીના પાત્ર વિશે ઘણા મોટા ખુલાસા થયા હતા. પારસ કહે છે કે તે એક માણસની ચાલાકીનો શિકાર બન્યો હતો. ટૂંક સમયમાં જ અભિનેતા ‘ઝલક દિખલા જા 10’(Jhalak Dikhla ja)માં જોવા મળશે. પારસ તેની સફરને લઈને ખૂબ જ ખુશ છે.

September 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક