• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - patriotism
Tag:

patriotism

Border 2 Teaser: Sunny Deol's Announcement, Teaser is Powerful
મનોરંજન

Border 2 Teaser: ગર્જના સાથે સની દેઓલની એન્ટ્રી! Border 2 નું ટીઝર રિલીઝ, ડાયલોગ સાંભળીને રોમાંચ જાગી જશે

by Zalak Parikh December 16, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Border 2 Teaser: મલ્ટિસ્ટારર ફિલ્મ બોર્ડર ૨ ની પહેલી ઝલકનો ઇન્તજાર સમાપ્ત થઈ ગયો છે. ફિલ્મનું બહુપ્રતિક્ષિત ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. દેશભક્તિના જુસ્સા અને એક્શનથી ભરપૂર ટીઝરમાં આખી કાસ્ટની ઝલક જોવા મળી છે. સની દેઓલના દમદાર ડાયલોગે દરેક ભારતીયમાં ભરેલા દેશપ્રેમને બહાર લાવી દીધો છે. મૂવીમાં સની ઉપરાંત દિલજીત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Kareena Kapoor: જુઓ જેહની મેસી પ્રત્યેની ‘ચાહત’: કરીના કપૂર સાથેના વીડિયોમાં મેસી ને ચોંટી ગયો લાડકવાયો

ટીઝરમાં છવાયા સની દેઓલના દમદાર ડાયલોગ

ફિલ્મનું ટીઝર સની દેઓલના દમદાર ડાયલોગ સાથે શરૂ થાય છે. તે દુશ્મનોને ચેતવણી આપતા કહે છે કે: “તમે જ્યાંથી પણ ઘૂસવાનો પ્રયત્ન કરશો, આકાશમાંથી, જમીનમાંથી, સમુદ્રમાંથી, સામે એક હિન્દુસ્તાની ફોજી ઊભેલો મળશે… હિંમત હોય તો આવ, આ ઊભું છે હિન્દુસ્તાન.” બીજા એક સીનમાં, ધમાકાઓ વચ્ચે સની પોતાના સૈનિકોને પૂછે છે કે “અવાજ ક્યાં સુધી જવો જોઈએ?” જેના જવાબમાં સૈનિકો “લાહોર સુધી!” નો નારો લગાવે છે. ટીઝર વીડિયોમાં સનીનું એગ્રેશન અને ભારત માતા માટેનો તેમનો પ્રેમ સ્પષ્ટપણે ઝળકે છે, જેમાં ફિલ્મના પાવરફુલ બેકગ્રાઉન્ડ સ્કોરે પ્રાણ પૂર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)


ફિલ્મ બોર્ડર ૨ આવતા વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ જેપી દત્તા અને ભૂષણ કુમાર કરી રહ્યા છે, જ્યારે તેનું નિર્દેશન અનુરાગ સિંહે સંભાળ્યું છે. ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે સની દેઓલ, દિલજીત દોસાંઝ, વરુણ ધવન, અને અહાન શેટ્ટી જોવા મળશે, સાથે જ સહાયક ભૂમિકાઓમાં સોનમ બાજવા, મોના સિંહ, મેધા રાણા, પરમવીર ચીમા, ગુનીત સંધુ, અને અંગદ સિંહ પણ સામેલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Prime Minister Prime Minister attends Beating Retreat ceremony in Delhi
દેશ

Prime Minister: દિલ્હી ખાતે પ્રધાનમંત્રીએ બીટિંગ રિટ્રીટ સમારોહમાં હાજરી આપી, ભવ્ય પ્રદર્શનનો આનંદ લીધો અને ત્રણ દળોના જુસ્સાને વખાણ્યા

by khushali ladva January 30, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બીટિંગ રિટ્રીટ સમારોહમાં હાજરી આપી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:  “શાનદાર બીટિંગ રિટ્રીટ સમારોહમાં હાજરી આપી, જે પરંપરા અને આપણા દળોના જુસ્સાનું અદ્ભુત પ્રદર્શન છે. અહીં કેટલીક ઝલક છે.”

Attended the majestic Beating Retreat Ceremony, an awe-inspiring display of tradition and the spirit of our forces. Here are some glimpses. pic.twitter.com/jV2GYotatW

— Narendra Modi (@narendramodi) January 29, 2025

“આજ સાંજના બીટિંગ રિટ્રીટ સમારોહની વધુ ઝલક શેર કરી રહ્યા છીએ.”

આ સમાચાર પણ વાંચો:Republic Day Parade 2025: પ્રજાસત્તાક દિવસ પરેડ 2025ના શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીઓ અને ટેબ્લોના પરિણામો જાહેર

 

Sharing more glimpses from this evening’s Beating Retreat Ceremony. pic.twitter.com/GV6iazQdd8

— Narendra Modi (@narendramodi) January 29, 2025

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Prime Minister Prime Minister gave the best message of 'Ek Bharat, Shreshtha Bharat', inspired the youth to actively participate in nation building
દેશ

Prime Minister: પ્રધાનમંત્રીએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો શ્રેષ્ઠ સંદેશ આપ્યો, યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરિત કર્યા

by khushali ladva January 25, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • પ્રધાનમંત્રીએ નવીન રીતે વાતચીત કરી, ફ્રીવ્હિલિંગ વાતચીતમાં સહભાગીઓ સાથે વ્યક્તિગત રીતે જોડાયા
  • પ્રધાનમંત્રીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંદેશ પ્રકાશિત કર્યો, સહભાગીઓને અન્ય રાજ્યોના લોકો સાથે વાતચીત કરવા અપીલ કરી
  • પ્રધાનમંત્રીએ યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટે પ્રોત્સાહિત કર્યા, વિકસિત ભારતનું વિઝન હાંસલ કરવા માટેની ચાવી તરીકે ફરજો અદા કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિજાતિ મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાતચીત કરી હતી, જેઓ આજે વહેલી સવારે લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને આગામી પ્રજાસત્તાક દિવસની પરેડનો ભાગ બનશે. આ વાતચીત પછી ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિવિધતાને પ્રદર્શિત કરતા જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

ભૂતકાળથી અલગ થઈને પ્રધાનમંત્રીએ સહભાગીઓ સાથે નવીન રીતે આદાનપ્રદાન કર્યું હતું. તેમણે સહભાગીઓ સાથે અનૌપચારિક, ફ્રીવ્હિલિંગ વન-ઓન-વન ઇન્ટરેક્શનમાં ભાગ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : Mumbai fire : મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં ખડકપાડા ફર્નિચર માર્કેટમાં ભભૂકી આગ; આઠ ફાયર એન્જિન ઘટનાસ્થળે; આકાશમાં ઉડ્યા ધુમાડાના ગોટે ગોટા

Prime Minister: પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય એકતા અને વિવિધતાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો તથા તમામ સહભાગીઓને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરવા વિવિધ રાજ્યોના લોકો સાથે આદાનપ્રદાન કરવા અપીલ કરી હતી. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, આ પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓ કેવી રીતે સમજણ અને એકતાને પ્રોત્સાહન આપે છે, જે દેશની પ્રગતિ માટે મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જવાબદાર નાગરિકો તરીકે ફરજો અદા કરવી એ વિકસિત ભારતનાં વિઝનને સાકાર કરવાની ચાવી છે. તેમણે સૌને સંગઠિત રહેવા અને સામૂહિક પ્રયાસો મારફતે રાષ્ટ્રને મજબૂત કરવા કટિબદ્ધ રહેવા અપીલ કરી હતી. તેમણે યુવાનોને માય ઇન્ડિયા પોર્ટલ પર નોંધણી કરાવવા અને રાષ્ટ્રનિર્માણમાં પ્રદાન કરતી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે શિસ્ત, સમયપાલન અને વહેલા ઉઠવા જેવી સારી ટેવોને અપનાવવાના મહત્વ વિશે પણ વાત કરી હતી અને ડાયરી લેખનને પ્રોત્સાહન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :World Economic Forum: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025માં ભારતના વોશ ઇનોવેશન્સે વૈશ્વિક ચર્ચાનું નેતૃત્વ કર્યુ

Prime Minister: વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ સરકારની કેટલીક મહત્ત્વપૂર્ણ પહેલો પર ચર્ચા કરી હતી, જે લોકોનાં જીવનને શ્રેષ્ઠ બનાવવામાં મદદરૂપ થાય છે. તેમણે 3 કરોડ “લખપતિ દીદીઓ”નું સર્જન કરવાની પહેલ મારફતે મહિલા સશક્તિકરણ માટે સરકારની કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. એક સહભાગીએ તેની માતાની વાર્તા શેર કરી હતી, જેને આ યોજનાનો લાભ મળ્યો હતો, જેણે તેના ઉત્પાદનોને નિકાસ કરવા માટે સક્ષમ બનાવ્યા હતા. પ્રધાનમંત્રીએ એ વિશે પણ વાત કરી હતી કે, કેવી રીતે ભારતનાં વાજબી ડેટાનાં દરોએ કનેક્ટિવિટીમાં પરિવર્તન કર્યું છે અને ડિજિટલ ઇન્ડિયાને પાવર આપ્યો છે, જે લોકોને એકબીજા સાથે જોડાયેલા રહેવામાં મદદ કરે છે અને તકોમાં વધારો કરે છે.

સ્વચ્છતાનાં મહત્ત્વ પર ચર્ચા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો 140 કરોડ ભારતીયો સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લેશે, તો ભારત હંમેશા સ્વચ્છ રહેશે. તેમણે એક પેડ મા કે નામ પહેલના મહત્વ વિશે પણ વાત કરી હતી અને દરેકને તેમની માતાને સમર્પિત કરતા વૃક્ષો વાવવા વિનંતી કરી હતી. તેમણે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પર ચર્ચા કરી હતી અને દરેકને યોગ કરવા માટે સમય ફાળવવા તથા ફિટનેસ અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું, જે મજબૂત અને તંદુરસ્ત રાષ્ટ્ર માટે આવશ્યક છે.

પ્રધાનમંત્રીએ વિદેશી સહભાગીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ સહભાગીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આનંદ વ્યક્ત કર્યો હતો, ભારતની આતિથ્ય-સત્કારની પ્રશંસા કરી હતી અને પોતાની મુલાકાતોના સકારાત્મક અનુભવો વહેંચ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jahanqilla, a film that inspires the youth
મનોરંજન

Jahankilla : યુવાનોને પ્રેરણા આપતી ફિલ્મ જહાંકિલ્લા

by Akash Rajbhar November 27, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Jahankilla : 29 નવેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ પંજાબની શૂરવીરતાની ભાવનાને દર્શાવે છે. જહાંકિલ્લા પંજાબની ગ્રામ્ય પૃષ્ઠભૂમિ પર આધારિત બલિદાન, પ્રેમ, દોસ્તી અને દેશભક્તિની કથા છે. ફિલ્મને વિક્કી કદમે દિગ્દર્શિત કરી છે અને એમાં ગરીબ યુવાન શિંદાની વાત છે જે પોલીસ દળમાં સામેલ થાય છે.
ફિલ્મ વિશે વાત કરતા જોબનપ્રીત સિંહે જણાવ્યું કે, જહાંકિલ્લા ફિલ્મમાં શિંદાની જીવનીને જીવંત કરી રોમાંચ અનુભવી રહ્યો છું. આ દૃઢ સંકલ્પની વાત દર્શકતોને પ્રભાવિત કરશે. ફિલ્મ એવા લોકોની છે જેમણે અગ્નિપરીક્ષાનો મુકાબલો કરવાની સાથે સપના જોવાનો અને એ પૂરા કરવાની હિંમત કરે છે.

Jahanqilla, a film that inspires the youth


જ્યારે ફિલ્મની મુખ્ય અભિનેત્રી અને સિમરનનું પાત્ર ભજવનાર ગુરબાની ગિલે જણાવ્યું કે, આ પાત્ર ભજવવું એ મારા માટે સેલ્ફ-ડિસ્કવરી જેવું રહ્યું છે. એ સાથે ગુરબાનીએ જણાંવ્યું કે, હું આ ફિલ્મનો હિસ્સો બની એ મારા માટે સન્માનની વાત છે. ફિલ્મ પ્રેમ, બલિદાન અને પંજાબની અસ્મિતા – શૂરવીરતાની વાત આલેખે છે.
ફિલ્મ જોયા બાદ દેશના લોકલાડીલા ક્રિકેટર કપિલ દેવે જણાવ્યું કે, જહાંકિલ્લા પંજાબની વીરતાપૂર્ણ ભાવનાનું ફિલ્માંકન વાસ્તવિકતા સાથે મેળ ખાય છે. મારું માનવું છે કે ફિલ્મ મનોરંજનની સાથે પ્રેરણા પણ આપે છે. ફિલ્મ સમાજની સુરક્ષા અને ભલાઈ માટે દિવસ-રાત અથાક પરિશ્રમ કરનારાઓને સમર્પિત છે.

ફિલ્મની વાર્તા શિંદા નામના એક ગરીબ બેફિકરા યુવાનની છે જેને પોતાના ભવિષ્યની ફિકર જ નથી. પણ માતા-પિતાના આગ્રહને કારણે પોલીસ ભર્તીની પરીક્ષા આપે છે અને સિલેક્ટ થાય છે. પરંતુ જ્યાં પોલીસોને ટ્રેનિંગ અપાય છે એ જહાંકિલ્લાના આંતરિક રાજકારણ જોયા બાદ એ એક નિર્ણય લે છે અને એ પૂરો કરવાનો સંઘર્ષ એટલે પ્રેમ-લાગણી-દેશભક્તિનો સમન્વય ધરાવતી ફિલ્મ જહાંકિલ્લા.
વિકી કદમ દિગ્દર્શિત અને સતિંદર કૌર દ્વારા નિર્મિત ફિલ્મમાં જોબનપ્રીત સિંહ અને ગુરબાની મુખ્ય ભૂમિકામાં છે. અન્ય કલાકારો છે જશ્ન કોહલી, જીત સિંહ, આકાશદીપ સિંહ, હરપ્રીત સિંહ, સંદીપ ઓલખ, અભિષેક સૈની, નીલમ હુંદલ અને એકતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

November 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
republic day films
મનોરંજન

પ્રજાસત્તાક દિવસે અવશ્ય જુઓ આ ફિલ્મો, તમારું માથું ગર્વથી થઈ જશે ઊંચું અને ભીની થઈ જશે આંખો

by Zalak Parikh January 26, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

આજે આખો દેશ આઝાદીના એ દિવસ ને યાદ કરી રહ્યો છે. બોલિવૂડમાં આવી ઘણી ફિલ્મો બની છે જે આપણને જંગ-એ-આઝાદીની યાદ અપાવે છે, જે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા વર્ણવે છે અને દેશભક્તિની ભાવના જગાડે છે. ચાલો તમને એ ફિલ્મો વિશે જણાવીએ, જેણે આપણને ભારતની આઝાદીના દરેક પાસા નો પરિચય કરાવ્યો.

લેજેન્ડ ઓફ ભગત સિંહ

ફિલ્મ ‘લેજેન્ડ ઓફ ભગત સિંહ’ સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગત સિંહના જીવન પર આધારિત છે. તેનું નિર્દેશન રાજકુમાર સંતોષી એ કર્યું હતું. આ ફિલ્મની વાર્તા અને સંવાદો રાજકુમાર સંતોષી અને પીયૂષ મિશ્રા એ સંયુક્ત રીતે લખ્યા છે. શહીદ ભગત સિંહની ભૂમિકા અજય દેવગણે ભજવી હતી, જે દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

મંગલ પાંડે

ફિલ્મ ‘મંગલ પાંડે’ 2005 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતીય સ્વતંત્રતા સેનાની મંગલ પાંડે પર આધારિત છે. મંગલ પાંડે બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશ સેનામાં હતા અને તેમણે કારતુસ માં ગાય ની ચરબી ના ઉપયોગ સામે ખૂબ હિંમતથી અવાજ ઉઠાવ્યો હતો. કેતન મહેતાની ફિલ્મમાં આમિર ખાને મંગલ પાંડેની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં રાની મુખર્જી, અમિષા પટેલ, કિરણ ખેર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

 

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ: ધ ફરગોટન હિરો

આ ફિલ્મ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ના જીવન અને સ્વતંત્રતા સંગ્રામ પર આધારિત છે. અભિનેતા સચિન ખેડેકરે આ ફિલ્મમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ની ભૂમિકા ભજવી હતી. તેમાં નેતાજી ના જીવન, તેમના સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેમના રહસ્યમય મૃત્યુનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

લગાન

ફિલ્મ ‘લગાન’ હિન્દી સિનેમામાં વિશેષ સ્થાન ધરાવે છે. ફિલ્મની વાર્તા ભારતની આઝાદી પહેલાની છે. ક્રિકેટ મેચની જીત અને હાર ના આધારે ગ્રામજનોનું લગાન નક્કી કરવામાં આવે છે. આ ફિલ્મમાં ગ્રેસી સિંહ અને આમિર ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને દેશ-વિદેશમાં ઘણી ખ્યાતિ મળી હતી. આ ફિલ્મ આશુતોષ ગોવારીકરે ડિરેક્ટ કરી હતી.

મણિકર્ણિકા

વર્ષ 2019 માં આવેલી ફિલ્મ ‘મણિકર્ણિકા’ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ છે. આ ફિલ્મમાં કંગના રનૌતે રાણી લક્ષ્મીબાઈ નો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈ ની બહાદુરી બતાવવામાં આવી હતી. તેમજ રાણી લક્ષ્મીબાઈએ તમામ અવરોધો સામે આઝાદીની લડાઈ કેવી રીતે લડી તે પણ જણાવવામાં આવ્યું હતું.

January 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક