• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - plastic surgery
Tag:

plastic surgery

Free mouth cancer surgery done at this new civil hospital in Surat, 6 hours of complex surgery was done to open the completely closed mouth.
સુરત

New Civil Hospital Surat : સુરતની આ હોસ્પિટલ ખાતે થઈ મોંના કેન્સરની નિ:શુલ્ક સર્જરી, ૬ કલાકની જટિલ સર્જરી દ્વારા તદ્દન બંધ થઈ ગયેલા મોં ને કરાયું ખૂલતું..

by Hiral Meria August 21, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

New Civil Hospital Surat :સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક કેન્સરના દર્દીની ( Cancer patient ) સફળ સર્જરી કરવામાં આવી છે. નવી સિવિલના કેન્સર અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબોએ ઉત્તરપ્રદેશના વતની મુખના કેન્સરથી  પીડિત ૪૪ વર્ષીય દર્દીની મોં ની ૬ કલાકની જટિલ સફળ પ્લાસ્ટિક સર્જરી કરી તદ્દન બંધ થઈ ગયેલા મોં ને ફરી ખૂલતું કર્યું છે.  

           સિવિલના ( New Civil Hospital ) પ્લાસ્ટિક સર્જન ડૉ. નિશા કાલરાએ જણાવ્યું કે, ગત એપ્રિલ માસથી મોં ના કેન્સરથી ( Mouth cancer  ) પીડાતા ઉત્તરપ્રદેશના ૪૪ વર્ષીય દર્દી સિવિલના લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટરમાં રેડિયેશન લઈ રહ્યા હતા. કેન્સરના કારણે મોઢું ખૂલતું તદ્દન બંધ થઈ ગયું હતું. જેથી તેઓ માત્ર પ્રવાહી ડાયેટ લઈ શકતા હતા. તેમજ કેન્સર મોંઢાથી જડબા સુધી પ્રસરી ગયું હોવાથી સર્જરીની શક્યતા ન જણાતા કેટલાક તબીબોએ સર્જરીની ના પાડી દીધી હતી. 

Free mouth cancer surgery done at this new civil hospital in Surat, 6 hours of complex surgery was done to open the completely closed mouth.

Free mouth cancer surgery done at this new civil hospital in Surat, 6 hours of complex surgery was done to open the completely closed mouth.

           ડૉ. નિશા કાલરાએ વધુમાં કહ્યું કે, સિવિલમાં જ કામ કરતાં દર્દીના સગાએ નવી સિવિલમાં થતાં કેન્સર તેમજ પ્લાસ્ટિક સર્જરીના ( Plastic surgery )   જટિલ ઓપરેશન વિષે દર્દીને જાણ કરી હતી. જેથી તેઓ સારવાર અર્થે સિવિલમાં ચેક અપ માટે આવ્યા હતા. કેન્સર વિભાગના ઓન્કો સર્જન ડૉ.સોહમ પટેલ અને તેમની ટીમ તેમજ પ્લાસ્ટિક સર્જરી વિભાગમાંથી મેં અને મારી ટીમે તેમના કેસને યોગ્ય રીતે સમજી તા.૨૯ જુલાઈએ ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને સતત ૬ કલાકની જટિલ સર્જરી દ્વારા ડૉ. સોહમ અને ટીમે દર્દીના ગાલ, જડબા અને ગળા સુધી પ્રસરેલી કેન્સરની ગાંઠને દૂર કરી હતી. ત્યારબાદ પ્લાસ્ટિક સર્જરી માટે મેં અને મારી ટીમે તેમના પગમાંથી જાડી ચામડીને ધમની રક્તવાહિનીઓ મોઢાના ભાગે પુન: પ્રસ્થાપિત કરી હતી. 

           ઓપરેશન બાદ ૨ દિવસ આઇ.સી.યુ અને પાંચ દિવસ જનરલ વોર્ડમાં સારવાર આપ્યા બાદ દર્દીનું મોઢું દોઢ આંગળી જેટલું ખૂલતું થયું હતું. જેથી તેઓ પ્રવાહીની જગ્યાએ ઢીલો ખોરાક ખાતા થયા હતા. ઓપરેશન બાદ દર્દીનો રિપોર્ટ કરાવતા તેઓ કેન્સર ફ્રી જણાયાં હતા. જેથી સફળ સારવાર બાદ દર્દીને રજા આપવામાં આવી હતી. હાલ તેઓ માત્ર રેડિયેશન લઈ રહ્યા છે, અને ખોરાક લેવાતો હોવાથી સ્વસ્થ અનુભવે છે. 

Free mouth cancer surgery done at this new civil hospital in Surat, 6 hours of complex surgery was done to open the completely closed mouth.

Free mouth cancer surgery done at this new civil hospital in Surat, 6 hours of complex surgery was done to open the completely closed mouth.

આ સમાચાર પણ વાંચોઃ  Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર લેશે ગુજરાતની મુલાકાત, આ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને સંબોધશે.

           આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા આ દર્દીનું પ્રાઈવેટ હોસ્પિટલમાં ૧.૫૦ લાખના ખર્ચે થનારૂ ઓપરેશન નવી સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક થતાં તેઓ આર્થિક ચિંતામાંથી મુક્ત થયા હતા. અને સ્વસ્થ નવજીવનની આશા અને આભારની લાગણી સાથે ઘરે પહોંચ્યા હતા.

           નવી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશનને સફળ બનાવવામાં એનેસ્થેટિસ્ટ ડૉ.નિતા કવિશ્વર, આસિ. ડૉ.સમર્થ જૈન અને નસિંગ સ્ટાફ સહિતની કેન્સર અને પ્લાસ્ટિક સર્જરી વિભાગની સમગ્ર ટીમે મહત્વનું યોગદાન આપ્યું હતું. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

August 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
40-year-old patient saved from death, successful surgery for oral (mouth) cancer for the first time in New Civil Hospital Surat
સુરત

New Civil Hospital: ૪૦ વર્ષિય દર્દીને મોતના મુખમાંથી ઉગાર્યો, નવી સિવિલમાં સૌ પ્રથમ વખત ઓરલ (મોં) કેન્સરની સફળ સર્જરી

by Hiral Meria May 2, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

New Civil Hospital:  સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ૩.૩૦ કલાકના ઓપરેશનથી દર્દીના ઉપરના હોઠ માંથી ૫x૨.૫ cmની ગાઠ કાઢી,  ઉપરના હોઠ પાસે મોટો ખાડો પડ્યો હોવાથી નીચેના હોઠના ટીસ્યૂ લઈને ઉપરનો નવો હોઠ સૌ પ્રથમ વખત સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. તો. સિવિલ હોસ્પિટલમાં કેન્સરના ( cancer ) ઘણા ઓપરેશન કરવામાં આવ્યા છે પરંતુ ઓરલ કેન્સરની ( oral cancer )  સૌ પ્રથમ સર્જરી કરવામાં આવી હોવાનું પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ ડો.નિશા કાલરે એ જણાવ્યું હતું. સામાન્ય રીતે પ્રાઈવેટ હોસ્પિટલમાં કેન્સરની તપાસથી લઈને ઓપરેશનનો પચાસ હજારથી લઈને બે-અઢી લાખ સુધીનો ખર્ચો થતો હોય છે. જ્યાં નવી સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર થઈ રહી છે. કેન્સર જેવા જીવલેણ રોગોમાં વહેલું નિદાન જ પ્રાથમિક સારવાર છે, એમ પ્લાસ્ટિક સર્જને ઉમેર્યું હતું. 

        સુરત ( Surat ) નવી સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી ( Plastic surgery ) વિભાગના હેડ ડો.નિશા કાલરે એ જણાવ્યું હતું કે, કેન્સરથી પિડિત ૪૦ વર્ષિય વ્યસની રાજાભાઈ (નામ બદલ્યું છે) ગયા મહિને સિવિલમાં તપાસ માટે આવ્યા હતા. તેઓને છેલ્લા ૧૫ વર્ષથી તમાકુનું વ્યસન હતું. નિદાન કરતા મોંના ઉપરના ભાગે ગાઠ હોવાનું નિદાન થયું. દર્દીની બાયોપ્સી દ્વારા જાણ થઈ કે, આ કેન્સરની ગાઠ છે. એટલે ત્વરિત જ ઓન્કો સર્જન અને પ્લાસ્ટિક સર્જને તપાસ કરી સારવારમાં પહેલાં દર્દીના ક્લિનિકલ તપાસ કરવામાં આવી. જેમાં બાયોપ્સી અને સિટી સ્કેન સાથે છાતીનો એક્સ-રે કરાવ્યા. શરીરના અન્ય ભાગમાં કેન્સર નથી તેની તપાસ કરાઈ હતી. નિદાનમાં કેન્સર પહેલા સ્ટેજનું જણાતા ત્વરિત જ નિર્ણય લઈ તા.૩૦મી એપ્રિલે-૨૦૨૪ના રોજ પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ઓરલ કેન્સરનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

New Civil Hospital: કેન્સરના દર્દીઓને લેટેસ્ટ સર્જરી ટ્રીટમેન્ટ અને દવાઓથી લાંબુ આયુષ્ય ભોગવી શકે છે.

  આપણા સમાજમાં વર્ષોથી માન્યતાઓ ચાલી આવે છે કે, કેન્સર એટલે કેન્સલ. આધુનિક ટેક્નોલોજીના યુગમાં અદ્યતન સારવાર દર્દીઓને ( Cancer Patients )  મળતી સમયસર સારવારથી નવું જીવનદાન મળી શકે છે. કેન્સરના દર્દીઓને લેટેસ્ટ સર્જરી ટ્રીટમેન્ટ અને દવાઓથી લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. કેન્સર સર્જન ડો.નિશાબેન કાલરે એ જણાવ્યું હતું કે, ઓરલ (મોઢાનું) કેન્સર એ સૌથી સામાન્ય કેન્સર માંથી એક છે.

આ સમાચાર પણ વાંચો :  Surat : સુરત જિલ્લામાં તા.૧૫ એપ્રિલ થી તા.૩૦ એપ્રિલ સુધી એન.વી.બી.ડી.સી.પી. અંતર્ગત સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું

              નવી સિવિલ હોસ્પિટલના રિટાયર્ડ થયેલા તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર અને આર.એમ.ઓ. ડો. કેતન નાયકના માર્ગદર્શન હેઠળ વિઝિટીંગ ઓન્કો સર્જન ડો. સોહમ પટેલ, પ્લાસ્ટીક સર્જન, આસિસ્ટન્ટ ડો. પ્રેક્ષા પટેલ, એનિસ્થીસિયોલોજિસ્ટ ડો.નિમલ પરમાર, સ્ટાફ ઉર્મિલા સિસ્ટર સહિત નર્સિંગ સ્ટાફ ટીમના અર્થાગ પ્રયાસથી ૪૦ વર્ષિય દર્દીને કેન્સરના મુખ માંથી ઉગાર્યો છે.

કેન્સરના સામાન્ય લક્ષણો:

૧. મોઢામાં છાલાં-ચાંદાં પડવાં, જીભ પર સફેદ-લાલ ફોલ્લી-ચાંદાં પડવા

૨. કોઈ પણ કારણ વગર વધુ દાંત નબળા પડવા કે પડી જવા, દાંત કઢાવ્યો હોય તે જગ્યા પરનો ખાડો ન ભરાયો હોય અથવા દાંત પડ્યા પછી સતત ત્રણ અઠવાડિયા સુધી ના રૂઝાય, મોં ખોલવામાં અને જીભ બહાર કાઢવામાં મુશ્કેલી થવી અને

૩. શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠ જોવા મળે તો તરત તપાસ કરવી જોઈએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shatrughan sinha face mark reason dev anand advice changed whole life
મનોરંજન

દેવાનંદ સાહેબની એક સલાહે બદલ્યું શત્રુઘ્ન સિન્હાનું ભાગ્ય, જાણો કેવી રીતે આવ્યો અભિનેતા ના ચેહરા પર નો કટ માર્ક

by Zalak Parikh February 20, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર શત્રુઘ્ન સિન્હાના ચહેરા પર નો કટ નો  નિશાન તેમની ઓળખ બની ગયો છે. નવાઝુદ્દીન સિદ્દીકી જેવા મોટા કલાકારો એ કબૂલ્યું છે કે તેની નાની ઉંમરમાં તે પણ તેના ચહેરા પર શત્રુઘ્ન સિન્હા જેવો કટ બનાવવાનો પ્રયત્ન કરતો હતો જેથી તે તેના જેવો દેખાય. પરંતુ શત્રુઘ્ન સિન્હાના ચહેરા પરના આ કટ પાછળની વાર્તા શું છે? શું તે ઘાયલ થયો હતો કે વાર્તા કંઈક બીજી છે? આવો જાણીયે 

 

 આ રીતે થઇ હતી ઇજા  

શત્રુઘ્ન સિન્હાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે કેવી રીતે તેને બાળપણમાં રમતા રમતા આ ઈજા થઈ હતી જે પછીથી તેની ઓળખ બની ગઈ હતી. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, “કેટલાક લોકો એવું વિચારે છે કે આ મારપીટ અથવા ઈજાનું નિશાન છે, કદાચ કોઈ પુસ્તકમાં તે ખોટી રીતે લખવામાં આવ્યું છે. મને આ નિશાન વિશે યાદ નથી, મારા પિતા ત્યારે અમેરિકા ભણવા ગયા હતા અને હું ઘણો નાનો હતો.. અઢી વર્ષનો બાળક હતો અને, તોફાની હતો.”શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, “મારા મામા તે સમયે અભ્યાસ કરવા માટે અમેરિકા જતા હતા. મારા મામા અને મારી માતા તૈયારીમાં વ્યસ્ત હતા. મારા મામાએ મુંડન કરાવ્યું હતું અને પછી ઉતાવળમાં ત્યાં બ્લેડ છોડી દીધી હતી. મેં પહેલા મારી બહેન ના ગાલને શેવ કરવાનો પ્રયાસ કર્યો હતો. અને તેના ગાલ પર ઇજા થઇ, મેં તેણીને કહ્યું કે તને ખબર નથી કે હું કેવી રીતે હજામત કરીશ. પછી મેં મારા ગાલ પર બ્લેડ ફેરવી અને પછી મારા ગાલ પર ઇજા થઇ.”

 

દેવ આનંદે આપી સલાહ

શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું કે તેમના મામાના જવાને કારણે તેમના પરિવારના સભ્યો એટલી ઉતાવળમાં હતા કે તેઓ તેમને ન તો હોસ્પિટલ લઈ ગયા અને ન તો તેમને ટાંકા લીધા. સ્ટવની રાખ લગાવવામાં આવી, જેનાથી લોહી વહેતું બંધ થઈ ગયું પણ તેના ચહેરા પર હજુ પણ તે ઈજાના નિશાન છે. પરંતુ ફિલ્મી સફરની શરૂઆતમાં શત્રુઘ્ન પોતાની ઈજાને કારણે પોતાને બદસુરત માનતા હતા. તે હંમેશા ફિલ્મોમાં તેના ચહેરા પર હાથ રાખતો હતો જેથી કેમેરા પર તેની નિશાની ન દેખાય. આવી સ્થિતિમાં દેવ આનંદે તેમને આવી મોટી સલાહ આપી હતી, જેને તેઓ જીવનભર યાદ રાખશે.શત્રુઘ્ન સિન્હાના કહેવા પ્રમાણે, ‘મેં પ્લાસ્ટિક સર્જન સાથે વાત કરી હતી. સર્જરી કરાવવા પટના જઈ રહ્યો હતો. પણ દેવ સાહેબે મને કહ્યું કે તમારું કામ ચાલુ છે, આગળ સુધી નામ ચાલુ રહેશે. જો તમારું નામ અને કામ ચાલશે તો ભવિષ્યમાં આ નિશાન તમારી સ્ટાઈલ બની જશે. દેવ આનંદ સાહેબે કહ્યું કે મારા દાંતમાં પોલાણ છે અને આજે તે એક સ્ટાઈલ બની ગઈ છે. તો તમે જેવા છો તેવા બનો. તે દિવસ પછી શત્રુઘ્ન ની અંદર આત્મવિશ્વાસ આવ્યો અને તેણે પોતાના નિશાન છુપાવવાનું બંધ કરી દીધું.

February 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

આ અભિનેત્રી ની એક નાની ભૂલે તેનું આખું કરિયર કરી દીધું બરબાદ, જીવી રહી છે ગુમનામી ની ઝીંદગી; જાણો તે એક્ટ્રેસ વિશે

by Dr. Mayur Parikh January 8, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 જાન્યુઆરી 2022

શનિવાર 

બોલિવૂડ એક્ટર સંજય દત્તની ફિલ્મ 'મુસાફિર'ના 'સાકી-સાકી' ગીત પર ડાન્સ કરીને દર્શકોમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી કોયના મિત્રા હવે સિલ્વર સ્ક્રીન પરથી સંપૂર્ણપણે ગાયબ છે.અભિનેત્રીની એક ભૂલે તેને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી. થોડા વર્ષો પહેલા કોયના મિત્રાએ તેને વધુ સુંદર દેખાવા માટે એક ખાસ સર્જરી કરાવી હતી, પરંતુ આ સર્જરીની અભિનેત્રીના ચહેરા પર વિપરીત અસર જોવા મળી હતી. જેના કારણે તેનો ચહેરો બગડી ગયો હતો. સર્જરીની નિષ્ફળતા બાદ કોયના મિત્રાને જીવનમાં ઘણો સામનો કરવો પડ્યો હતો.

કોયના મિત્રાએ તેના ચહેરા પર સુધારણાની સર્જરી કરાવી હતી, જેને 'રાઇનોપ્લાસ્ટી' નામ આપવામાં આવ્યું છે. આ સર્જરીની કોયના મિત્રાના ચહેરા પર ખૂબ જ ખરાબ અસર પડી અને તેના ચહેરા પર આડઅસર થઈ. તેણીના એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ કહ્યું હતું કે દરેક માણસનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. સર્જરી બાદ મારા ચહેરા પર ખૂબ સોજો આવી ગયો હતો. જેમ શરીરના હાડકાં ભેગા થતાં કેટલાંક મહિનાઓ લાગે છે, તેમ મારા ચહેરાને સાજા થતાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો.અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તેની સર્જરી ખોટી ન હતી પરંતુ તેના પછી જે પ્રતિક્રિયા આવી તે ખોટી હતી. જેના કારણે મારા ગાલના હાડકાં ખૂબ ખરાબ થઈ ગયા હતા. ચહેરો પાણીથી ભરાઈ ગયો. જેના કારણે હું ખૂબ જ કદરૂપી દેખાવા લાગી. 

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ ને કારણે સલમાન ખાનની ‘ટાઈગર 3’ની રિલીઝ માં થશે વિલંબ; જાણો વિગત

કોયના મિત્રા સ્કૂલના સમયથી જ મોડલ બનવા માંગતી હતી.અભ્યાસની સાથે તેણે મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. 2002 સુધી, તેણીએ ભારતમાં ઘણી સૌંદર્ય સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. મોડલિંગની દુનિયામાં પોતાની ઓળખ બનાવ્યા બાદ તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું. કોયના મિત્રા પણ છેલ્લે સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ'માં જોવા મળી હતી.

January 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક