Tag: pm awas yojana

  • PM Awas Yojana :લોકોને ઘરનું ઘર મળે તે માટે અમદાવાદ જિલ્લાની 395 ગ્રામ પંચાયતોમાં સર્વેક્ષણ હાથ ધરાયું

    PM Awas Yojana :લોકોને ઘરનું ઘર મળે તે માટે અમદાવાદ જિલ્લાની 395 ગ્રામ પંચાયતોમાં સર્વેક્ષણ હાથ ધરાયું

    News Continuous Bureau | Mumbai

    PM Awas Yojana : કેન્દ્ર સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળી રહે તે હેતુથી આવાસ પ્લસ-2.0 સર્વેક્ષણ હાથ ધરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ 9 તાલુકાની 395 ગ્રામ પંચાયતોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    PM Awas Yojana Survey of 12,855 houses in 9 talukas of Ahmedabad district under PM Awas Yojana

    જરૂરિયાતમંદ લાભાર્થીઓને પોતીકું મકાન પૂરું પાડી શકાય એ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અત્યાર સુધીમાં 12855 લાભાર્થીનું સર્વેક્ષણ કરાયું છે. ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી સહિત તાલુકા કક્ષાના અધિકારી, કર્મચારી જેમકે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, ટેક્નિકલ કર્મચારી, આઈઆરડી તેમજ તાલુકા પંચાયતના અધિકારી/કર્મચારીને પણ સર્વેક્ષણની કામગીરી સોંપી હતી. જેમાં સૌપ્રથમ જે સર્વેયર સર્વે કરનાર છે, તેનું આવાસ સોફ્ટમાં મેપિંગ થાય છે. જે બાદ સર્વેયર આવાસ પ્લસ 2.0 એપ્લિકેશનમાં પોતાનું આધાર કાર્ડ નાખીને ફેસ કેવાયસી કરે છે. ત્યારબાદ સૌપ્રથમ અરજદાર અને તેમના રેશનકાર્ડમાં જેના નામ છે, તેની એન્ટ્રી કરવામાં આવે છે. જેમાં અરજદાર અને તેમના કુટુંબીજનનાં નામ, આધારકાર્ડ નંબર, જોબકાર્ડ નંબર, મોબાઈલ નંબર, શિક્ષણ, વ્યવસાય, પરિવારના સભ્યો, બીમારીની વિગત, વાર્ષિક આવક સહિતની વિગતો ઉમેરવામાં આવે છે

    PM Awas Yojana Survey of 12,855 houses in 9 talukas of Ahmedabad district under PM Awas Yojana

     રેશનકાર્ડમાં દર્શાવેલા તમામ સભ્યોની વિગતો જણાવવાની રહે છે. મૂળ અરજદારની પસંદગી માટે મહિલા અરજદારને પસંદ કરી તેમનું ફેસ કેવાયસી કરાયું હતું. બાદમાં અરજદારના બેંક ખાતા વિગત, ઘરની માલિકીનો હક્ક, આવકનો સ્રોત વગેરે જેવી માહિતી અપલોડ કરી હતી. જે જગ્યાએ રહે છે અને જે જગ્યાએ મકાન બનાવવાનું છે તેનું જીઓ ટેગિંગ કરાયું હતું. જે અપલોડ થયેથી જે તે અરજદારનો સર્વે પૂર્ણ થયો ગણાય છે.

    PM Awas Yojana Survey of 12,855 houses in 9 talukas of Ahmedabad district under PM Awas Yojana

    આ સમાચાર પણ વાંચો : Surat RTO : સુરત આરટીઓ દ્વારા M/Cycleનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ 05 TSનું ઈ-હરાજી થશે

    આ અંતર્ગત બાવળા તાલુકામાં 48 ગ્રામ પંચાયત અને 555 ઘરોનો સર્વે કરાયો હતો. દસ્ક્રોઇ તાલુકામાં 30 ગ્રામ પંચાયત અને 1175 ઘરોનો સર્વે કરાયો હતો. દેત્રોજ તાલુકામાં 46 ગ્રામ પંચાયત અને 2473 ઘરોનો સર્વે કરાયો હતો. ધંધુકા તાલુકામાં 38 ગ્રામ પંચાયત અને 915 ઘરોનો સર્વે કરાયો હતો. ધોલેરા તાલુકામાં 31 ગ્રામ પંચાયત અને 1406 ઘરોનો સર્વે કરાયો હતો. ધોળકા તાલુકામાં 64 ગ્રામ પંચાયત અને 1104 ઘરોનો સર્વે કરાયો હતો. માંડલ તાલુકામાં 36 ગ્રામ પંચાયત અને 1485 ઘરોનો સર્વે કરાયો હતો. સાણંદ તાલુકામાં 38 ગ્રામ પંચાયત અને 824 ઘરોનો સર્વે કરાયો હતો. વિરમગામ તાલુકામાં 64 ગ્રામ પંચાયત અને 2918 ઘરોનો સર્વે કરાયો હતો.

    PM Awas Yojana Survey of 12,855 houses in 9 talukas of Ahmedabad district under PM Awas Yojana

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • PM Awas Yojana: સુરતમાં પીએમ આવાસ યોજનામાં ૬ વર્ષ બાદ નવા હાઉસ સર્વેની શરૂઆત થઇ, કુલ આટલા હજાર નવા લાભાર્થીઓ નોંધાયા

    PM Awas Yojana: સુરતમાં પીએમ આવાસ યોજનામાં ૬ વર્ષ બાદ નવા હાઉસ સર્વેની શરૂઆત થઇ, કુલ આટલા હજાર નવા લાભાર્થીઓ નોંધાયા

    News Continuous Bureau | Mumbai

    • સુરત જિલ્લામાં પી.એમ.આવાસ યોજનામાં ૩૦,૯૩૨ નવા લાભાર્થીઓ નોંધાયા
    • પીએમ આવાસથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પાકું આવાસ મેળવવાની ફરી એકવાર તક મળશે

    PM Awas Yojana: ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા સુરત જિલ્લાના ૭૪૯ ગામોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ૧૮ ફેબ્રુઆરી સુધીમાં ૩૦,૯૩૨ લાભાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. જે પૈકી સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૮૭૯૭ લાભાર્થીઓનો સર્વે કરાયો છે.

    PM Awas Yojana New house survey started in Surat after 6 years under PM Awas Yojana
    PM Awas Yojana New house survey started in Surat after 6 years under PM Awas Yojana

     

     

     

     

     

     

     

     

     

    કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકો કે જેઓ પાસે ખુલ્લો પ્લોટ હોય, કાચું મકાન હોય તેવા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ૨.૦ હેઠળ પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, સુરત જિલ્લામાં ૬ વર્ષ બાદ નવા પીએમ આવાસો બનાવવા સર્વેની કામગીરી શરૂ છે, જેમાં જિલ્લાના ચોર્યાસી, બારડોલી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા તાલુકાના ૭૪૯ ગામોમાં સર્વેની કામગીરી પ્રગતિમાં છે. વધુમાં વધુ લાભાર્થીઓને આવાસીય છત્ર પૂરૂ પાડી શકાય એ માટે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

    PM Awas Yojana New house survey started in Surat after 6 years under PM Awas Yojana
    PM Awas Yojana New house survey started in Surat after 6 years under PM Awas Yojana

     

     

     

     

     

     

     

     

     

     

     

     

    આ સમાચાર પણ વાંચો: Delhi new CM Oath ceremony : દિલ્હીના મુખ્યમંત્રી નક્કી… ? શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ પત્ર આવ્યું સામે, જાણો કોના નામ પર લાગી મહોર..

    PM Awas Yojana: ગામોમાં નવા પીએમ આવાસ બનાવવાની ખાસ ઝુંબેશ અને સર્વે અંતર્ગત તાલુકા દીઠ ટીમ બનાવવામાં આવી છે. જેમાં પ્રત્યેક ગામ દીઠ એક સર્વેયરની નિમણુંક કરી નવા સર્વેની કામગીરી પ્રગતિમાં છે. સર્વેયરો દ્વારા ગામના લાભાર્થીઓ આધાર કાર્ડ, બેંક પાસબુક વિગત, રાશનકાર્ડ અને જોબ કાર્ડ વગેરે વિગતોથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરી ઘરવિહોણા તથા કાચા ઘરમાં રહેતા લોકો માટે નવા ઘરની અરજી કરવામાં આવી રહી છે.

    PM Awas Yojana New house survey started in Surat after 6 years under PM Awas Yojana
    PM Awas Yojana New house survey started in Surat after 6 years under PM Awas Yojana

     

     

     

     

     

     

     

     

     

     હાલ સુધી બારડોલી તાલુકામાં ૧૩૫૮, કામરેજમાં ૫૯, મહુવામાં ૪૯૧૩, માંડવીમાં ૮૧૭૫, માંગરોળમાં ૬૪૬૯, ઓલપાડમાં ૫૬૧, પલસાણામાં ૬૦૦ અને ઉમરપાડા તાલુકામાં ૮૭૯૭ મળી કુલ ૩૦,૯૩૨ લાભાર્થીઓની સર્વે કરાયો છે. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી પ્રજાપતિની દેખરેખમાં પીએમ આવાસોના નવા સર્વે તથા જૂના વર્ષના પૂર્ણ કરવાના બાકી આવાસોની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આમ, સર્વેના કારણે પીએમ આવાસથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પાકું આવાસ મેળવવાની ફરી એકવાર તક મળશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

  • PM Awas Yojana: કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે સુરત ખાતે પ્રધાનમંત્રી આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો, આટલા લાભાર્થીઓને મળ્યું સપનાનું ઘર..

    PM Awas Yojana: કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે સુરત ખાતે પ્રધાનમંત્રી આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો, આટલા લાભાર્થીઓને મળ્યું સપનાનું ઘર..

    News Continuous Bureau | Mumbai

    • જરૂરિયાતમંદ નાગરિકોને પી.એમ. આવાસ યોજના અંતર્ગત પારદર્શક રીતે ઘરનું ઘર મળે એ કેન્દ્ર-રાજ્ય સરકારનું ધ્યેય
    • કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં યોજનાકીય સહાયથી ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય થયું છે

    કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

    • સુરત શહેરના ઝીરો સ્લમ કોન્સેપ્ટના પાયામાં પીએમ આવાસ યોજનાએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે: મેયર દક્ષેશભાઈ માવાણી

    PM Awas Yojana: સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૯૩.૧૦ કરોડના ખર્ચે રાંદેર, અઠવા અને લિંબાયત ઝોન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત થયેલા ૨,૯૫૯ ‘પીએમ આવાસોનો ડ્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે યોજાયો હતો. અઠવાલાઈન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન,પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


    ડ્રો માં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે, ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે પીએમ આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સૌ જરૂરિયાતમંદ નાગરિકોને પી.એમ. આવાસ યોજના અંતર્ગત પારદર્શક રીતે ઘરનું ઘર મળે એવું કેન્દ્ર-રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાનું ધ્યેય રહ્યું છે.

    આ સમાચાર પણ વાંચો  : Pilibhit Encounter: ઉત્તર પ્રદેશમાં મોટું એન્કાઉન્ટર, ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના આટલા આતંકવાદીઓ માર્યા ગયા, પોલીસ ચોકી પર કર્યો હતો ગ્રેનેડ હુમલો..

    હાલ કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો માં જેમને આવાસ નથી લાગ્યા તે લાભાર્થીઓ પણ મકાનથી વંચિત નહિ રહે અને આગામી સમયમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને પીએમ આવાસ યોજના થકી પાકું ઘર મળી રહે તે દિશામાં સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.


    વડાપ્રધાનશ્રીના દૂરંદેશીપૂર્ણ વિઝનથી રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે એમ જણાવી કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, દેશભરમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામી રહેલા શહેરોમાં સ્થાન મેળવતા સુરતમાં રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને રાજ્ય અને કેન્દ્રની આવાસ યોજનાઓ થકી રહેઠાણની સુવિધાઓ મળી છે. સુરત શહેર ભૂતકાળમાં અસ્વચ્છ શહેર હતું, પરંતુ આજે સુરત સ્વચ્છતાની મિસાલ કાયમ કરી રહ્યું છે. સ્વચ્છતાથી લોકોના આરોગ્યમાં પણ હકારાત્મક અસરો પડી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
    કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં યોજનાકીય સહાયથી ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય થયું છે એમ જણાવી કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પાણીની વૈશ્વિક સમસ્યા નિવારવા દક્ષિણ ગુજરાતથી શરૂ કરેલુ રાજ્યવ્યાપી ‘જળસંચય જનભાગીદારી અભિયાન’ દેશવાસીઓને જળસંચય દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાની નવી રાહ ચીંધી રહ્યું છે.


    મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યુ હતું કે, જેમ જેમ સુરત વિકાસની તેજ ગતિ સાથે ઝડપથી વિસ્તરી રહ્યું છે, તેમ રાજ્ય-કેન્દ્ર સરકાર અને સુરત મનપા સાથે મળીને વધુને વધુ આવાસીય સુવિધાઓ, ઈન્ફાસ્ટ્રકચર સહિત જનસુખાકારીની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ. પીએમ આવાસ યોજનાએ લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે. પી.એમ.આવાસ યોજનાનું અમલીકરણ કરવામાં સુરત રાજ્યભરમાં મોખરે છે. વિશ્વફલક પર ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતું સુરત સ્વચ્છતાથી લઈ ઝીરો સ્લમ તરફ તેજગતિથી આગળ વધી રહ્યું છે, સુરતના ઝીરો સ્લમ કોન્સેપ્ટના પાયામાં પીએમ આવાસ યોજનાએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે.

    આ સમાચાર પણ વાંચો  : Maharashtra Cabinet Portfolio: મહારાષ્ટ્રમાં મંત્રીઓને ખાતાની વહેંચણી થઇ, પણ દેવેન્દ્ર ફડણવીસનું ટેન્શન યથાવત; આ મુદ્દા પર અડગ શિંદે અને પવાર..

    આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી પ્રવિણભાઈ ઘોઘારી, સંદિપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, મનુભાઈ પટેલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશિકલા ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાલા, શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, વિવિધ સમિતિના અધ્યક્ષ, કોર્પોરેટર્સ સહિત પાલિકાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Surat PM Awas Yojana: સુરતમાં આટલા PM આવાસોનો યોજાયો ‘કોમ્પ્યુટરરાઈઝ ડ્રો’, રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે લાભાર્થીઓને મળ્યું પોતાનું ઘર..

    Surat PM Awas Yojana: સુરતમાં આટલા PM આવાસોનો યોજાયો ‘કોમ્પ્યુટરરાઈઝ ડ્રો’, રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે લાભાર્થીઓને મળ્યું પોતાનું ઘર..

    News Continuous Bureau | Mumbai

    Surat PM Awas Yojana: કામરેજ તાલુકાના નવાગામમાં પ્રગતિ હેઠળના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૩૩૬ આવાસોનો ‘કોમ્પ્યુટરરાઈઝ ડ્રો’ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો.   

                      દલપતરામ ભવન, રામકબીર શૈક્ષણિક સંકુલ, નવાગામ, કામરેજ ખાતે આયોજિત આવાસોના કોમ્પ્યુટરરાઈઝ ડ્રો કાર્યક્રમમાં આવાસ મેળવનારા લાભાર્થીઓ ( PM Awas Yojana ) સાથે સંવાદ કરીને મંત્રી  પ્રફુલભાઈએ તેમને આવાસ સંકુલમાં સ્વચ્છતા જાળવવાના આગ્રહ સાથે સુખમય જીવનની શુભેચ્છાઓ આપી હતી.

                આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ ( Praful Pansheriya ) જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જરૂરિયાતમંદ પરિવારોને પી.એમ. આવાસ યોજના હેઠળ આવાસ છત્ર પુરૂં પાડવાનો સંકલ્પ કર્યો છે,  ત્યારે રાજ્યના વંચિત અને ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુકત આવાસ છત્ર મળે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ( Gujarat Government ) પી.એમ. આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજનાઓ થકી હજારો આવાસોનું નિર્માણ કર્યું છે; અંત્યોદય પરિવારોને આવા આધુનિક આવાસો ( Surat PM Awas Yojana ) આપીને તેમનું જીવન ધોરણ ઊંચું આવે અને તેમને પણ વ્યવસ્થાઓનો લાભ મળે તેવી માળખાકીય સુવિધાઓને સરકારે હંમેશા પ્રાથમિકતા આપી છે.

    આ સમાચાર પણ વાંચો : Surat ITI Admission: સુરત ITIમાં વર્તમાન વર્ષે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો ફોર્મ ભરી મેળવી શકશે પ્રવેશ, આ તારીખ સુધી કરી શકાશે અરજી.

              આ પ્રસંગે અધિકારીઓ, સંગઠન હોદ્દેદારો અને લાભાર્થી પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • PM Modi Bhubaneswar: PM મોદીએ ભુવનેશ્વરમાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે કરી મુલાકાત, જુઓ ફોટોસ.

    PM Modi Bhubaneswar: PM મોદીએ ભુવનેશ્વરમાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે કરી મુલાકાત, જુઓ ફોટોસ.

    News Continuous Bureau | Mumbai 

    PM Modi Bhubaneswar:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ​​ઓડિશાના ભુવનેશ્વરમાં ( Bhubaneswar ) પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.

    PM Modi Bhubaneswar:  પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

    “ચા પર આહલાદક વાતચીત! પીએમ આવાસ યોજનાના ( PM Awas Yojana ) લાભાર્થીઓ સાથે બેઠા અને તેમની જીવનયાત્રા સાંભળી. આ યોજનાનો લાભ મોટી સંખ્યામાં મહિલાઓને જોઈને ખાસ કરીને આનંદ થયો. તેઓએ કહ્યું કે કેવી રીતે આ યોજના અને આવી અન્ય યોજનાઓ જીવનમાં પરિવર્તન લાવી રહી છે.”

    આ સમાચાર પણ વાંચો:  Pitru Paksha 2024 : આજથી પિતૃપક્ષની શરૂઆત, જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું કરવું શ્રાદ્ધ?

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Economic Survey 2023-2024: ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા નવ વર્ષમાં ગરીબો માટે 2.63 કરોડ મકાનોનું નિર્માણ

    Economic Survey 2023-2024: ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા નવ વર્ષમાં ગરીબો માટે 2.63 કરોડ મકાનોનું નિર્માણ

     News Continuous Bureau | Mumbai

    Economic Survey 2023-2024: ગ્રામીણ ભારતમાં સંકલિત અને સાતત્યપૂર્ણ વિકાસ સરકારની વ્યૂહરચનાના હાર્દમાં છે. વિકેન્દ્રિત આયોજન, ધિરાણની વધુ સારી સુલભતા, મહિલાઓનું સશક્તીકરણ, મૂળભૂત આવાસ અને શિક્ષણ વગેરે દ્વારા સર્વગ્રાહી આર્થિક સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને ( Nirmala Sitharaman ) આજે સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વે 2024 દ્વારા આ વાત કહેવામાં આવી છે. 

    Economic Survey 2023-2024: ગ્રામીણ ભારતમાં જીવનની ગુણવત્તામાં વધારો કરવો

    આર્થિક સર્વેક્ષણમાં ( Nirmala Sitharaman Economic Survey ) જણાવાયું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ( Rural Areas ) જીવનની ગુણવત્તા મૂળભૂત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને નાણાકીય સમાવેશની દ્રષ્ટિએ પ્રગતિ કરી છે. મૂળભૂત સુવિધાઓની દ્રષ્ટિએ, 10મી જુલાઈ, 2024 સુધીમાં જળ જીવન મિશન હેઠળ સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ હેઠળ 11.57 કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 11.7 કરોડ ઘરોને નળના પાણીનું જોડાણ પ્રદાન કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ-એડબલ્યુએએસ-ગ્રામીણમાં ( PM Awas yojana ) છેલ્લા નવ વર્ષમાં (10 જુલાઈ, 2024 સુધી) ગરીબો માટે 2.63 કરોડ મકાનોનું નિર્માણ થયું છે.

    આ ઉપરાંત 26 જૂન, 2024 સુધી પ્રધાનમંત્રી જન ધન યોજના ( PMJDY ) હેઠળ 35.7 કરોડ રૂપે ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યાં છે, જે ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સર્વસમાવેશકતામાં વધારો કરશે. આરોગ્ય ક્ષેત્રમાં 1.58 લાખ પેટા કેન્દ્રો અને 24,935 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં જીવનની ગુણવત્તામાં વધારો થયો છે.

    Economic Survey 2023-2024: મનરેગાની સલામતી જાળને મજબૂત અને આધુનિક બનાવવી

    આર્થિક સર્વે 2023-24માં જણાવવામાં આવ્યું છે કે મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના)માં લીકેજને નાબૂદ કરવા માટે, કામ કરવામાં આવી રહ્યું છે તે પહેલાં, દરમિયાન અને પછી જીઓટેગિંગ અને 99.9 ટકા ચુકવણીઓ નેશનલ ઇલેક્ટ્રોનિક મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો  : Economic Survey 2023-2024: FY14થી FY25 સુધી મહિલાઓના કલ્યાણ અને સશક્તીકરણ માટેના બજેટમાં 218.8 ટકાનો વધારો

    સર્વેક્ષણમાં જણાવાયું છે કે મનરેગાએ માનવ-દિવસોના સર્જન અને મહિલાઓની ભાગીદારીના દરની દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં વ્યક્તિ-દિવસોની આવક વર્ષ 2019-20માં 265.4 કરોડથી વધીને 2023-24માં 309.2 કરોડ થઈ છે (એમઆઇએસ મુજબ) અને મહિલાઓનો ભાગીદારી દર 2019-20માં 54.8 ટકાથી વધીને 2023-24માં 58.9 ટકા થયો છે.

    આર્થિક સર્વેક્ષણ એમ પણ દર્શાવે છે કે મનરેગા ટકાઉ આજીવિકા વૈવિધ્યકરણ માટે એસેટ ક્રિએશન પ્રોગ્રામ તરીકે વિકસ્યું છે, જે વ્યક્તિગત લાભાર્થી ‘વ્યક્તિગત જમીન પર કામ કરે છે’ના હિસ્સામાં નાણાકીય વર્ષ 2014માં પૂર્ણ થયેલા કુલ કામના 9.6 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2024માં 73.3 ટકા થયું છે.

    Economic Survey 2023-2024: તળિયાના સ્તરે ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાને પોષવી

    સરકાર વાજબી ધિરાણની સાતત્યપૂર્ણ સુલભતા અને આકર્ષક બજારની તકોનું સર્જન કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને વાઇબ્રન્ટ યોજનાબદ્ધ હસ્તક્ષેપોનો અમલ કરીને ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાને વેગ આપવાનું ચાલુ રાખે છે. દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન (ડીએવાય-એનઆરએલએમ), લખપતિ દીદીઓ પહેલ અને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (ડીડીયુ-જીકેવાય) જેવી યોજનાઓ અને કાર્યક્રમોએ આજીવિકાનાં સર્જનમાં વધારો કર્યો છે અને ગ્રામીણ વિસ્તારોમાં ધિરાણની સુલભ સુલભતામાં વધારો કર્યો છે.

    Economic Survey 2023-2024: ગ્રામીણ શાસન માટે ડિજિટાઇઝેશનની પહેલ

    ઈ-ગ્રામ સ્વરાજ, સ્વિમિત્વ યોજના, ભૂ-આધાર જેવી ડિજિટાઈઝેશનની પહેલથી ગ્રામીણ પ્રશાસનમાં સુધારો થયો છે. SVAMITVA યોજના હેઠળ 2.90 લાખ ગામોનો ડ્રોન સર્વે પૂર્ણ કરી 1.66 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આર્થિક સર્વેક્ષણ દર્શાવે છે કે 2015 થી 2021ની વચ્ચે ગ્રામીણ ઇન્ટરનેટ સબ્સ્ક્રિપ્શનમાં 200 ટકાનો વધારો ગામ અને વહીવટી મુખ્યાલયો વચ્ચેનું અંતર ઘટાડી શકે છે જે પ્રાદેશિક વિકાસ તરફ દોરી જાય છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    આ સમાચાર પણ વાંચો  : Maharashtra politics : એકનાથ શિંદે અને શરદ પવાર વચ્ચે બંધ બારણે થઇ બેઠક, મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે? ચર્ચાનું બજાર ગરમ..

  • Prafulbhai Pansuriya: રૂા.૫.૬૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી કઠોદરા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ કરતા શિક્ષણરાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

    Prafulbhai Pansuriya: રૂા.૫.૬૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી કઠોદરા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ કરતા શિક્ષણરાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

    News Continuous Bureau | Mumbai 

    Prafulbhai Pansuriya:  સુરત મહાનગર પાલિકા ( Surat Municipal Corporation ) વિસ્તારના નવા પૂર્વ ઝોન સરથાણાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કઠોદરા પ્રાથમિક શાળા ક્રમાંક ૩૮૫ના રૂ.૫.૬૫ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા મકાનનું શિક્ષણ રાજયમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.          

                  આ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ( Prafulbhai Pansuriya ) જણાવ્યું કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ( Government Primary School ) સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોજેક્ટ અંતર્ગત ૫૦ હજાર સ્માર્ટ બોર્ડ સાથેના ક્લાસરૂમમાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મળી રહ્યું છે. આ શાળામાં ૫ સ્માર્ટ ક્લાસ આપવામાં આવ્યા છે. કામરેજ તાલુકામાં પીએમ આવાસ યોજના ( PM Awas Yojana ) અંતર્ગત ૧૬૦૦થી આવાસ બની રહ્યા છે એમ જણાવી રાજય સરકારે નાનામાં નાના વ્યક્તિને કેન્દ્રમાં રાખી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. બાળકોને નાનપણથી જ્ઞાતિવાદથી દૂર રાખવા અને હંમેશા બાળકોને સત્યના સહારે ચાલવા માટે શિક્ષણ આપવા વાલીઓને જણાવ્યું હતું. 

                  વધુમાં તેમણે ઉમેર્યું કે, નવી શિક્ષણનીતિના કારણે આવનારા સમયમાં ગુજરાત શિક્ષણક્ષેત્રે અગ્રેસર બનશે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ( Gujarat ) ૨ લાખ બાળકોએ પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી સ્કૂલોમાં એડમિશન લીધા છે. કામરેજમાં આવનાર સમયમાં ૩૦૦ બેડની સુવિધા સાથે હોસ્પિટલ તથા સાયન્સ કોલેજ પણ બનાવવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

                 આ પ્રસંગે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, શાળાનું નવું મકાન સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ છે ત્યારે આ સંકુલમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ વૈશ્વિકસ્તારે નામના મેળવે તેવી કામના વ્યકત કરી હતી. પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા યુક્ત મળ્યા બાદ બાળક જીવનમાં ક્યારેય પાછળ રહેશે નહિ તેમ જણાવીને ઉપસ્થિત સૌ બાળકોને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

    આ સમાચાર  પણ વાંચો : Mumbai Weather : મુંબઈગરાઓને બફારાથી મળશે રાહત, આજે મુંબઈ, થાણેમાં વરસાદની વકી; હવામાન વિભાગે જારી કર્યું આ એલર્ટ. 

               જૂની શાળાને તોડીને નિર્મિત થયેલી નવી શાળા ગ્રાઉન્ડ ફ્લોર સાથેના ત્રણ માળના નવા મકાનમાં કુલ ૨૧ ઓરડા બનાવવામાં આવ્યા છે. બાલવાટિકા સાથે ધો.૧ થી ૮ના ૮૪૦ જેટલા બાળકો અભ્યાસ કરી શકે છે. આધુનિક સુવિધાઓથી સજ્જ શાળામાં કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, મિડ ડે મિલ હોલ, મલ્ટી પર્પઝ હોલ, પ્રિન્સિપાલ રૂમ, સ્ટોર રૂમ, સ્ટાફ રૂમ, લિફ્ટ, ફાયર સેફ્ટી સિસ્ટમ અને જેવી સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

                આ પ્રસંગે મનપા ડેપ્યુટી મેયર ડૉ.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા, દંડક ધર્મેશ વાણિયાવાલા, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, પૂર્વ ડે.મેયર દિનેશ જોધાણી, વિસ્તારના કોર્પોરેટરો, સમાજના અગ્રણીઓ, મનપાના કર્મચારી, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Interim Budget 2024:મધ્યમ વર્ગને મોદી સરકારની મોટી ભેટ! ઘર ખરીદવા માટે લાવશે આવાસ યોજના,  આગામી પાંચ વર્ષમાં આટલા કરોડ લોકોને મળશે ઘર..

    Interim Budget 2024:મધ્યમ વર્ગને મોદી સરકારની મોટી ભેટ! ઘર ખરીદવા માટે લાવશે આવાસ યોજના, આગામી પાંચ વર્ષમાં આટલા કરોડ લોકોને મળશે ઘર..

    News Continuous Bureau | Mumbai 

    Interim Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024માં ( Budget 2024 ) એવા મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરી છે જેમની પાસે પોતાનું ઘર નથી. નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર યોગ્ય મધ્યમ વર્ગ માટે પોતાનું ઘર ખરીદવા અથવા બનાવવા માટે આવાસ યોજના શરૂ કરશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman ) 2024-25ના વચગાળાના કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે સરકાર ભાડાના મકાનોમાં ( rented houses ) રહેતા લોકો તેમજ ઝૂંપડપટ્ટીમાં અથવા અનધિકૃત વસાહતોમાં રહેતા લોકો માટે પોતાનું ઘર ખરીદવા અથવા બાંધવા માટે આવાસ યોજના શરૂ કરશે. મહત્વનું છે કે સરકાર પહેલાથી જ પીએમ આવાસ યોજના ( PM Awas Yojana ) હેઠળ ગરીબો માટે ઘર બનાવી રહી છે. 

    નાણામંત્રીએ શું કહ્યું?

    વચગાળાનું બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું, અમારી સરકાર મધ્યમ વર્ગ માટે નવી યોજના જાહેર કરશે. આ યોજના હેઠળ, ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, અનધિકૃત કોલોનીઓ અને ચાલમાં રહેતા લોકો પોતાનું મકાન બનાવી અથવા ખરીદી શકશે.

    PM મોદીએ 15 ઓગસ્ટ, 2023ના રોજ કહ્યું હતું કે, ચાલ, ઝૂંપડપટ્ટી અને ભાડાના મકાનોમાં રહેતા શહેરી લોકો માટે અમે આગામી વર્ષોમાં એક યોજના લાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે જો કોઈ ઘર બનાવશે તો તેને બેંકમાંથી જે લોન મળશે તેમાં અમે તેને રિબેટ આપીશું. જેથી તે લાખો રૂપિયા બચાવી શકે. તે જ સમયે, આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ આ વર્ષે 12 જાન્યુઆરીએ કહ્યું હતું કે હોમ લોન પર સબસિડી આપવાની યોજના તેના અંતિમ તબક્કામાં છે. આ યોજનાનો લાભ મધ્યમ વર્ગને મળશે.

    બજેટમાં સરકારે પીએમ આવાસ યોજના ( PM Housing Scheme ) (શહેરી અને ગ્રામીણ) હેઠળ નાણાકીય વર્ષ 2024-25 માટે 80,671 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જે ચાલુ નાણાકીય વર્ષના અંદાજિત ખર્ચ કરતાં રૂ. 79,590 કરોડ વધુ છે. તેમણે કહ્યું કે આગામી 5 વર્ષ દરમિયાન પીએમ આવાસ યોજના હેઠળ 2 કરોડ ગ્રામીણ લોકો માટે ઘર બનાવવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો :  Gyanvapi case: હિન્દુ સંગઠને જ્ઞાનવાપીના સાઈન બોર્ડ પરથી હટાવ્યો ‘મસ્જિદ’ શબ્દ, આ પોસ્ટર ચોંટાડ્યું.. જુઓ વિડીયો.

    પીએમ આવાસ યોજનામાં 70% ઘર મહિલાઓને

    પીએમ આવાસનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું કે 70 ટકા ઘર મહિલાઓને આપવામાં આવ્યા છે. પીએમ સંપદા યોજનાથી 38 લાખ ખેડૂતોને ફાયદો થયો છે. તેમણે 9 થી 14 વર્ષની છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સરની રસી અને લખપતિ દીદી યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આયુષ્માન ભારતનો લાભ તમામ આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને આપવામાં આવશે. તેમણે મધ્યમ વર્ગ માટે આવાસ યોજના અને 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ આપવાની સરકારની યોજનાને ગેમ ચેન્જર ગણાવી હતી.

    3 કરોડ ઘર બનાવવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે

    નાણામંત્રીએ કહ્યું કે સરકાર લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આર્થિક નીતિ બનાવશે. આર્થિક નીતિઓ લાગુ કરવા માટે રાજ્યો સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું કે સરકારે 3 કરોડ ઘર બનાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે.

    અર્બન અને અફોર્ડેબલ હાઉસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને, કેન્દ્રીય બજેટ 2023માં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફાળવણી 66 ટકા વધારીને નાણાકીય વર્ષ 2024 માટે રૂ. 79,000 કરોડ કરવામાં આવી હતી. તેમાંથી 25,103 કરોડ રૂપિયા PMAY-અર્બનને ‘બધા માટે આવાસ’ મિશનને વેગ આપવા માટે ફાળવવામાં આવ્યા હતા, જ્યારે બાકીની રકમ PMAY-ગ્રામીણ યોજના માટે હતી.

    આવકવેરામાં કોઈ ફેરફાર નહીં

    જોકે મધ્યમ વર્ગના લોકોને આ બજેટથી થોડી નિરાશા પણ મળી છે. મધ્યમ વર્ગ હંમેશા બજેટમાં આવકવેરા મુક્તિમાં વધારાની અપેક્ષા રાખે છે, તેથી આ વખતે પણ આશા હતી. પરંતુ આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરામાં કોઈ ફેરફાર નહીં કરવાની જાહેરાત કરી છે.

    આ સમાચાર પણ વાંચો :  Gyanvapi Case:31 વર્ષ બાદ મોડી રાત્રે ખૂલ્યું જ્ઞાનવાપી પરિસરનું વ્યાસ ભોંયરું, કરાઇ પૂજા-અર્ચના.. પ્રસાદનું પણ કરાયું વિતરણ. જુઓ વિડીયો..

  • PM Awas Yojana: મોટાવરાછા ખાતે કુલ રૂ.૧૫૧.૮૯ કરોડના ખર્ચે ‘પીએમ આવાસ યોજના’ના ૧૦૬૦ EWS આવાસોનું લોકાર્પણ અને ૧૪૯૮ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

    PM Awas Yojana: મોટાવરાછા ખાતે કુલ રૂ.૧૫૧.૮૯ કરોડના ખર્ચે ‘પીએમ આવાસ યોજના’ના ૧૦૬૦ EWS આવાસોનું લોકાર્પણ અને ૧૪૯૮ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

    News Continuous Bureau | Mumbai 

    PM Awas Yojana: નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ( Minister of Finance, Power and Petrochemicals ) શ્રી કનુભાઈ દેસાઈના ( Kanubhai Desai ) હસ્તે મોટાવરાછા ખાતે સુરત મહાનગરપાલિકા ( Surat Municipal Corporation ) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજિત રૂ.૭૮.૭૧ કરોડના ખર્ચે સાકારિત કુલ-૧૦૬૦ EWS આવાસોનું ( EWS housing ) લોકાર્પણ તથા અંદાજિત રૂ.૭૩.૧૮ કરોડના ખર્ચે સાકારિત કુલ-૧૪૯૮ EWS આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો ( Computerized draw ) યોજાયો હતો. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી ( Minister of State for Forest and Environment ) મુકેશભાઈ પટેલ ( Mukeshbhai Patel ) , સાંસદ શ્રી સી.આર.પાટીલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under 'PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under ‘PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under 'PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under ‘PM Awas Yojana

    દિવાળી પર્વ પૂર્વે ભેટ સ્વરૂપે નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા નાણામંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, PMAY અંતર્ગત જાતિવાદ કે અન્ય કોઈ પણ ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદને આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, દેશભરમાં સૌથી ઝડપથી વિકાસ પામતા શહેરોમાં સ્થાન મેળવતા સુરતમાં વ્યવસાય અર્થે આવતા પરપ્રાંતીય નાગરિકોને પણ આવાસ યોજનાઓ થકી રહેઠાણની સુવિધા મળી રહે છે.

    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under 'PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under ‘PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under 'PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under ‘PM Awas Yojana

    કુલ રૂ.૧૫૧.૮૯ કરોડના ખર્ચે ‘પીએમ આવાસ આવાસોનું લોકાર્પણ અને કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પ્રસંગે તેમણે સુરતમાં વસતા લાખો શહેરીજનોને પ્રાપ્ત સુવિધાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શહેરીકરણના હિતમાં ઝૂંપડપટ્ટી નિવારણ હેતુથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પાકા અને તમામ સુવિધાથી સજ્જ આધુનિક અફોર્ડેબલ હાઉસીંગની યોજનાનો અમલ કરાયો છે, જેથી શહેરમાં ઝુંપડપટ્ટીનું પ્રમાણ ૨૫ ટકાથી ઘટીને ૫ ટકા થયું છે. આ કારણે વધી રહેલી સ્વચ્છતાથી લોકોના આરોગ્યમાં પણ હકારાત્મક અસરો પડી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

       

    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under 'PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under ‘PM Awas Yojana

     

    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under 'PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under ‘PM Awas Yojana

           

    વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે નવા ઘર અને લાભાર્થીઓની સુખ શાંતિ માટે સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉચ્ચ ગુણવત્તાયુક્ત આવાસો બનાવી રહી છે, જેથી મધ્યમ અને ગરીબવર્ગના પરિવારોને સસ્તાદરે આવાસો મળી રહ્યા છે અને તેઓનું પોતીકા ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના ગુડ ગવર્નન્સ (સુશાસન)ના ચીલે ચાલીને રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે.

    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under 'PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under ‘PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under 'PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under ‘PM Awas Yojana

    આ સમાચાર પણ વાંચો :  Kerala Solidarity Program: કેરળની રેલીમાં હમાસનો નેતા ખાલિદ ઓનલાઈન હતો હાજર…ભાજપે કરી કાર્યવાહીની માંગ.. જાણો સંપુર્ણ મામલો વિગતે.. વાંચો અહીં.

               નોંધનીય છે કે, માત્ર ૮.૫૦ લાખની નજીવી કિમતે મળવાપાત્ર આ આવાસો આર.સી.સી. ટાઈપના ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર આધારિત તૈયાર થયેલા છે. સાથે જ તેમાં ડ્રેનેજ નેટવર્ક, ગેસ લાઈન, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, કંપાઉન્ડ વોલ અને આકર્ષક એન્ટ્રન્સ ગેટ, વોચમેન રૂમ, માર્જીનની જગ્યામાં પેવર બ્લોક, વૃક્ષારોપણ સહિત સી.ઓ.પી.ડેવલપમેન્ટ, LED સ્ટ્રીટલાઈટ, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર (OWC), વોટર રિચાર્જીંગ બોર, અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ પાણીની ટાંકી સહિતની બાહ્ય સુવિધાઓથી સજ્જ છે.

    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under 'PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under ‘PM Awas Yojana

                  આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ પટેલ, સંગીતાબે પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે. મેયરશ્રી નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, મ્યુ. કમિશનરશ્રી શાલિની અગ્રવાલ, ડે.કમિશનર આશિષ નાયક, પૂર્વ મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા, પૂર્વ ડે. મેયરશ્રી દિનેશ જોધાણી, શાસક પક્ષના નેતા શશિકલા ત્રિપાઠી, દંડકશ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા, કોર્પોરેટર ભાવનાબેન સોલંકી સહિત પાલિકાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under 'PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under ‘PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under 'PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under ‘PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under 'PM Awas Yojana
    Finance Minister Kanubhai Desai inaugurating 1060 EWS flats and computerized draw of 1498 flats under ‘PM Awas Yojana

     

  • ગરીબ વર્ગ માટે ખુશીનાં સમાચાર, વર્ષ 2022-23માં સરકારની આ યોજના અંતર્ગત બનાવાશે આટલા લાખ મકાનો

    ગરીબ વર્ગ માટે ખુશીનાં સમાચાર, વર્ષ 2022-23માં સરકારની આ યોજના અંતર્ગત બનાવાશે આટલા લાખ મકાનો

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022          

    મંગળવાર. 

    નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કર્યું છે.   

    વર્ષ 2022-23ના બજેટમાં નિર્મલા સીતારમણે પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાન બનાવવાની જાહેરાત કરી છે.  

    નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમને વધુ રાહત આપતા 48,000 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યુ છે. 

    આ સાથે હર ઘર નળ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે.

    આ યોજનાને લોકો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે. 

    સરકારના આ નિર્ણયથી હવે શહેરીની સાથે ગ્રામીણ ક્ષેત્રમાં પણ સસ્તા ઘરે લોકોને ધર મળી શકશે.

    અરે વાહ!! જાન્યુઆરીમાં GSTથી કેન્દ્રને રેકોર્ડબ્રેક થઈ આટલી કમાણી, ચોથી વખત ક્રોસ કર્યો આ તબક્કો.; જાણો વિગત