Tag: PM-KUSUM Scheme

  • Solar Pumps: પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેડુતોને આટલા કરોડની સબસિડી મળશે, પર્યાવરણ અને ખેતીમાં થશે લાભ

    Solar Pumps: પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેડુતોને આટલા કરોડની સબસિડી મળશે, પર્યાવરણ અને ખેતીમાં થશે લાભ

    News Continuous Bureau | Mumbai

    • પીએમ કુસુમ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી

    Solar Pumps: પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ યોજનાના વ્યાપક અમલીકરણ માટે સક્રિયપણે કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં 7700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને ₹218 કરોડથી વધુની સબસિડી ચૂકવી છે જેમાં અંદાજિત 70 ટકા સુધીની રકમની સહાય આપવામાં આવે છે. ખેડૂતોને ઓફગ્રીડ સોલાર પંપની મદદથી વીજળીમાં બચત થવાની સાથે પર્યાવરણને પણ ફાયદો થઇ રહ્યો છે.

    ખેતરોમાં સિંચાઈ માટે પાણી અને વીજળીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાવવા અને સૂર્ય ઊર્જાનો ઉપયોગ થાય તે માટે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન (પી.એમ. કુસુમ) યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ લઈને અનેક ખેડૂતો પ્રદૂષણમુક્ત વીજળીનો ઉપયોગ કૃષિમાં કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ 2026 સુધીમાં 12382 સ્ટેન્ડઅલોન ઓફ ગ્રીડ સોલાર પંપ સ્થાપિત કરવા ગુજરાત રાજ્યને સેન્ક્શન આપવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : PM Modi: પ્રધાનમંત્રીએ 76મા પ્રજાસત્તાક દિવસે વિશ્વના નેતાઓના શુભેચ્છાઓનો આભાર વ્યક્ત કર્યો, ઐતિહાસિક બંધનોને મજબૂત લીધો સંકલ્પ

    Solar Pumps: જુનાગઢના ભેંસાણ તાલુકાના હડમતિયા(ખાખરા) ગામે રહેતા લાભાર્થી વિજયાબેન વી આસોદરિયા જણાવે છે કે આ પંપ લગાવ્યા બાદ દિવસ દરમિયાન આઠથી દસ કલાક સુધી અમે પંપ ચલાવીએ છીએ અને તેમાં કોઈ પણ જાતના વીજળીના સપ્લાયની જરૂર રહેતી નથી. આ પંપમાં પાંચ વર્ષ સુધી કોઈ નિભાવ ખર્ચ રહેતો નથી અને ખેતીમાં ઉપજ અને આવકમાં વધારો થયો છે. સાથે આ પંપ સૂર્ય ઊર્જાથી ચાલતો હોવાથી પ્રદૂષણ પણ થતું નથી.

    સૌથી વધારે લાભાર્થી નર્મદા જિલ્લામાં આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં સૌથી વધારે 5100થી વધુ સોલાર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે. સોલાર પંપની સંખ્યાની દૃષ્ટિએ ટોપ ટેન જિલ્લામાં નર્મદા બાદ વલસાડ 460થી વધુ, બનાસકાંઠા 450થી વધુ, ડાંગ 320થી વધુ, મહિસાગર 260થી વધુ, ગીર સોમનાથ 220થી વધુ, છોટાઉદેપુર 180થી વધુ, તાપી 160થી વધુ, કચ્છ 130થી વધુ અને નવસારી 100થી વધુનો સમાવેશ થાય છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • PM-KUSUM Scheme : રાજ્યમાં  પીએમ-કુસુમ યોજના હેઠળ ઓફ ગ્રીડ સોલર ઊર્જા સંચાલિત સિંચાઇ પંપ સેટ્સ મેળવવા માટે અરજી કરવાની તક

    PM-KUSUM Scheme : રાજ્યમાં પીએમ-કુસુમ યોજના હેઠળ ઓફ ગ્રીડ સોલર ઊર્જા સંચાલિત સિંચાઇ પંપ સેટ્સ મેળવવા માટે અરજી કરવાની તક

    News Continuous Bureau | Mumbai 

    PM-KUSUM Scheme : ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ(GEDCL) હેઠળની વીજ વિતરણ કંપનીઓ DGVCL, MGVCL, PGVCL અને UGVCL દ્વારા સરકારશ્રીની પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન PM- KUSUM યોજનાના કોમ્પોનન્ટ-B હેઠળ સ્ટેન્ડ અલોન ઓફ ગ્રીડ સોલર ઊર્જા સંચાલિત સિંચાઇ પંપ સેટ્સ(Pump sets) મેળવવા માટે અરજીઓની નોંધણી સ્ટેટ પોર્ટલ https://pmkusum.guvnl.com ઉપર તા.૧૨/૧૦/૨૦૨૩ થી ૧૧/૧૧/૨૦૨૩ સુધી કરી શકાશે.
    આ યોજનામાં જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફ ગ્રીડ વિસ્તારમાં પિયત માટે હયાત ડીઝલથી ચાલતા પંપ સેટને બદલવા માટે ખેડૂતોને સ્ટેન્ડ અલોન સોલર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સહાય કરવામાં આવશે. આ યોજનામાં હયાત ગ્રીડથી વીજજોડાણ આપવું ટેકનિકલી શક્ય ન હોય તેમજ કમર્શિયલી વાયેબલ (વ્યવહારૂ) ન હોય તેવા દૂર-સુદૂરના વિસ્તાર, જંગલ ઓફ ગ્રીડ વિસ્તારમાં ડીઝલથી ચાલતા પંપ સેટને બદલવા માટે ખેત તલાવડી તથા સરફેસ વોટરથી પિયત સુવિધા ધરાવતા અરજદારોનો સમાવેશ કરવામાં આવશે. આ યોજનામાં કૃષિ હેતુ ૧, ૨, ૩, ૫, ૭.૫ અને ૧૦ હો.પા.ના સૌલર પંપનો સમાવેશ થઇ શકશે. આ યોજના હેઠળ પિયત સહકારી મંડળી સંગઠન અને કલસ્ટર આધારિત સિંચાઇ સિસ્ટમ પણ આવરી લેવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો : Forehead Tanning : કપાળ પરનો શ્યામ મિનિટોમાં જ દૂર થશે, અપનાવો આ 3 ઘરગથ્થુ ઉપાય..

    નાના અને સીમાંત ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવશે. સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિઓનો ઉપયોગ કરતા અથવા સૂક્ષ્મ સિંચાઇ યોજનાઓ હેઠળ આવરી લેનારા અથવા સૂક્ષ્મ સિંચાઇ પધ્ધતિની યોજનામાં જોડાનાર ખેડૂતો/અરજદારોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ યોજનામાં લાભાર્થીને કુલ સીસ્ટમ (બેંચમાર્ક કોસ્ટ અથવા ટેન્ડર કોસ્ટમાં જે ઓછુ હોય તે) ખર્ચના ૩૦% રકમ કેન્દ્ર સરકારની સહાય (CFA) તરીકે, ૩૦% રકમ રાજ્ય સરકારની સહાય (subsidy) તરીકે આપવામાં આવશે અને બાકીની ૪૦% અને ન મળવાપાત્ર થતી સબસીડીની રકમ લાભાર્થી એટલે કે ખેડૂતે ભોગવવાની રહેશે. ઉપરોક્ત સબસીડી/CFA ૭.૫ હો.પા.ની ક્ષમતા સુધીના પંપસેટ માટે મર્યાદિત રહેશે. ૭,૫ હો.પા.થી ઉપરની ક્ષમતાના પંપસેટ માટે ૭.૫ હો.પા.ના પંપસેટને મળવાપાત્ર સબસીડી લાગુ પડશે અને તફાવતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. PM-KUSUM પોર્ટલ હેઠળ નોંધાયેલ પડતર અરજીઓ કે જેમને સોલર પંપ કે પરંપરાગત વીજજોડાણ હજુ સુધી મળેલ ન હોય તેવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે.આ અરજદારોએ એક મહિનાની નિયત સમય મર્યાદામાં જૂની અરજીના નોંધણી નંબર સાથે અરજી કરવાની રહેશે.
    જંગલ વિસ્તારના અરજદારો કે જેમણે હયાત ગ્રીડથી પરંપરાગત વીજજોડાણ મેળવવા વીજ વિતરણ કંપનીમાં અરજી કરેલ હોય પરંતુ જંગલ વિસ્તારમાં વીજ વિતરણ રેખા ઊભી કરવાની મંજૂરી મળેલ ન હોય તેવી પડતર અરજીઓના અરજદારો જો પરંપરાગત વીજજોડાણના બદલે આ યોજના અંતર્ગત સોલર પંપ સ્થાપવા ઇચ્છે તો તેઓ નિયત સમય મર્યાદામાં જૂની અરજી નોંધણીની પાવતીની ઝેરોક્ષ નકલ સાથે અરજી કરશે તો આવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે. આ યોજનામાં જોડાવા માગતા અરજદારોએ GUVNL દ્વારા માન્ય કરેલ એજન્સીઓની યાદીમાંથી કોઇ એક સૌલર એજન્સીની પસંદગી કરી, તેમના દ્વારા સ્ટેટ પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
    આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતો માટેના ધારાધોરણ, મળવાપાત્ર સબસિડી, અરજદારે ભરવાની રકમ, માન્ય એજન્સીની યાદી વગેરેની માહિતી પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જે સ્ટેટ પોર્ટલ https://pmkusum.guvnl.com અને વીજ વિતરણ કંપનીઓની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે એમ મુખ્ય ઈજનેર (ટેક.)ની યાદીમાં જણાવ્યું છે.
    વધુ માહિતી માટે પેટા વિભાગીય કચેરી,જનસેવા કેન્દ્ર DGVCL- ૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩/૧૯૧૨૩, PGVCL- ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૩/૧૯૧૨૨, MGVCL- ૧૮૦૦ ૨૩૩ ૨૬૭૦/૧૯૧૨૪, UGVCL- ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૫/૧૯૧૨૧ ટોલ ફ્રી નંબર પરથી મેળવી શક્શે.