News Continuous Bureau | Mumbai
National Unity Day વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે શુક્રવારે (૩૧ ઓક્ટોબર) જણાવ્યું કે કોંગ્રેસની ભૂલના કારણે જમ્મુ કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાન પાસે ગયો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે સરદાર પટેલ માનતા હતા કે ઇતિહાસ લખવામાં સમય ન બગાડવો જોઈએ, પરંતુ આપણે તો ઇતિહાસ રચવા માટે મહેનત કરવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું, “કાશ્મીર હવે કલમ ૩૭૦ની જંજીરો તોડીને મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ ગયું છે. ‘ઓપરેશન સિંદૂર’માં આખી દુનિયાએ જોયું છે કે જો આજે કોઈ ભારત તરફ આંખ ઊંચી કરીને જુએ તો ભારત તેને ઘૂસીને મારશે. ભારતનો દરેક જવાબ પહેલાં કરતાં વધુ મોટો અને નિર્ણાયક હોય છે. આ ભારતની દુશ્મનો માટે સંદેશ પણ છે.”
કાશ્મીર વિશે વડાપ્રધાને શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું, “સરદાર સાહેબે દેશની સાર્વભૌમત્વતાને સર્વોચ્ચ રાખી, પરંતુ કમનસીબે સરદાર સાહેબના નિધન પછીના વર્ષોમાં દેશની સાર્વભૌમત્વતાને લઈને તત્કાલીન સરકારોમાં તેટલી ગંભીરતા ન રહી. એક તરફ કાશ્મીરમાં થયેલી ભૂલો, બીજી તરફ પૂર્વોત્તરમાં ઊભી થયેલી સમસ્યાઓ અને દેશમાં ઠેર-ઠેર ફૂલેલો નક્સલવાદ-માઓવાદી આતંક, આ દેશની સાર્વભૌમત્વતા માટે સીધા પડકારો હતા, પરંતુ તે સમયની સરકાર એ સરદાર સાહેબની નીતિઓ પર ચાલવાને બદલે કરોડરજ્જુ વિનાનો અભિગમ અપનાવ્યો. તેનું પરિણામ દેશે હિંસા અને રક્તપાતના રૂપમાં ભોગવ્યું.”
તેમણે કહ્યું, “સરદાર સાહેબ ઈચ્છતા હતા કે જેમ તેમણે બાકીના રજવાડાંઓનું વિલીનીકરણ કર્યું, તેમ જ કાશ્મીરનું પણ વિલીનીકરણ થાય, પરંતુ નેહરુજીએ તેમની એ ઈચ્છા પૂરી થવા ન દીધી. કાશ્મીરને અલગ બંધારણ અને અલગ નિશાનથી વહેંચી દેવામાં આવ્યું. કાશ્મીર પર કોંગ્રેસે જે ભૂલ કરી હતી, તેની આગમાં દેશ દાયકાઓ સુધી સળગતો રહ્યો.”
આ સમાચાર પણ વાંચો : Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
