News Continuous Bureau | Mumbai
PM Narendra Modi વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઇથોપિયાના પ્રવાસે છે, જ્યાં ઇથોપિયાના પીએમ અબિય અહેમદ અલીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઇથોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન બંને દેશોના સંબંધોમાં નવો અધ્યાય માનવામાં આવે છે.
શેરોની ધરતી પર ગુજરાતની યાદ
પીએમ મોદીએ ઇથોપિયાની સંસદને સંબોધતા કહ્યું કે, આજે અહીં ઉભા રહેવું એ મારા માટે સન્માનની વાત છે.તેમણે ઇથોપિયાને ‘શેરોની ધરતી’ ગણાવી અને કહ્યું કે, “મને અહીં ઘણું આપણું લાગી રહ્યું છે કારણ કે મારું ગૃહ રાજ્ય ગુજરાત પણ એશિયાટિક સિંહોનું ઘર છે.”તેમણે ઇથોપિયા દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ સન્માનને 140 કરોડ ભારતીયોનું સન્માન ગણાવ્યું હતું.
ભારત-ઇથોપિયાની સંસ્કૃતિમાં સમાનતા
વડાપ્રધાને બંને દેશોના રાષ્ટ્રગીત અને પરંપરાઓ વચ્ચેની સમાનતાનો ઉલ્લેખ કર્યો હતો. “ભારતનું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ અને ઇથોપિયાનું રાષ્ટ્રગીત, બંને પોતાની ધરતીને માતા કહે છે. આ આપણને આપણી વિરાસત, સંસ્કૃતિ અને સુંદરતા પર ગૌરવ લેવાની અને માતૃભૂમિની રક્ષા કરવાની પ્રેરણા આપે છે.”તેમણે ઉમેર્યું કે ભારત અને ઇથોપિયામાં હવામાન અને લાગણી બંનેમાં ગરમજોશી જોવા મળે છે.
ખેડૂતો, મહિલાઓ અને યુવાનોનો ઉલ્લેખ
પીએમ મોદીએ ઇથોપિયાના વિકાસમાં યોગદાન આપતા તમામ વર્ગોની પ્રશંસા કરી હતી.તેમણે કહ્યું કે, “આ ભવ્ય ઇમારત જ્યાં કાયદા બને છે અને લોકોની ઈચ્છા રાજ્યની ઈચ્છા બને છે, તે તમારી લોકશાહી યાત્રાનું પ્રતીક છે.હું ખેડૂતો, નવા આઈડિયા બનાવતા સાહસિકો, સમુદાયોનું નેતૃત્વ કરતી મહિલાઓ અને ભવિષ્ય બનાવતા યુવાનો સાથે વાત કરી રહ્યો છું.
આ સમાચાર પણ વાંચો: Wednesday remedies: જો નસીબ સાથ ન આપતું હોય તો બુધવારે કરો આ ઉપાય, કરિયરથી લઈને બિઝનેસમાં થશે પ્રગતિ
દાયકાઓ જૂના ઐતિહાસિક સંબંધો
ભારત અને ઇથોપિયા વચ્ચેના સંબંધો દાયકાઓ જૂના છે. શિક્ષણ, આરોગ્ય અને બાંધકામ ક્ષેત્રે ભારતની ઇથોપિયામાં મોટી ભૂમિકા રહી છે. મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ ત્યાં કાર્યરત છે. ઇથોપિયાના પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી ઓમાન ના પ્રવાસે જશે.
