• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - PMJAY
Tag:

PMJAY

Ayushman Card 73-year-old Prakash Chandra Bhavsar of Kanakpur, Sachin underwent free bypass surgery with Ayushman Card
રાજ્ય

Ayushman Card : આયુષ્યમાન કાર્ડથી સચીનના કનકપુરના ૭૩ વર્ષીય પ્રકાશચંદ્રને મળ્યુ નવું જીવન , PM જનઆરોગ્ય યોજના હેઠળ રૂ.૪.૫૦ લાખના ખર્ચે થતી બાયપાસ સર્જરી નિ:શુલ્ક થઈ

by kalpana Verat May 3, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Ayushman Card : 

 સરકારની આરોગ્યલક્ષી યોજના અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની છેઃ
 આયુષ્યમાન કાર્ડ માત્ર એક સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે:
:લાભાર્થી પ્રકાશચંદ્ર ભાવસાર
 
 ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘ PM જનઆરોગ્ય યોજના’ અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે તારણહાર સાબિત થઈ છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સચીન પાસે આવેલા કનકપુરના વયોવૃદ્ધ ૭૩ વર્ષીય પ્રકાશચંદ્ર ચુનીલાલ ભાવસારની નિ:શુલ્ક બાયપાસ સર્જરી ‘આયુષ્માન કાર્ડ’થી થઈ છે. ભાવસાર પરિવાર પર આર્થિક ભારણ ન પડતા તેમને મોટી રાહત થઈ છે.

Ayushman Card 73-year-old Prakash Chandra Bhavsar of Kanakpur, Sachin underwent free bypass surgery with Ayushman Card

 

‘સરકારે અમને સહાય કરી ન હોત તો મુશ્કેલીનો પાર ન હોત’ આ શબ્દો સાથે પ્રકાશચંદ્ર ભાવસાર જણાવે છે કે, કોરોના કાળ દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વ દહેશતમાં ડૂબી ગયું હતું, મારા જેવા સામાન્ય નાગરિકો માટે દિવસ પસાર કરવો મુશ્કેલ બન્યો હતો. બજારો બંધ, રોજગારી બંધ થતા હ્રદયમાં સતત ભય હતો. એ જ સમયમાં મારી તબિયત ખરાબ થઈ અને ડોક્ટરોએ કહ્યું કે, તરત બાયપાસ સર્જરી કરાવવી જરૂરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મનમાં મૂંઝવણ પણ હતી. એવી સ્થિતિમાં મને ‘આયુષ્યમાન કાર્ડ’ યાદ આવ્યું. આ યોજનામાં મને નિ:શુલ્ક સારવાર ઓપરેશન થઈ શકે છે એનો મને ખ્યાલ આવ્યો એટલે સુરતના પીપલોદ સ્થિત સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ થયો જ્યાં એપ્રિલ-૨૦૨૦ PM-JAY યોજના હેઠળ બાયપાસ સર્જરી નિ:શુલ્ક થઈ. 

Ayushman Card 73-year-old Prakash Chandra Bhavsar of Kanakpur, Sachin underwent free bypass surgery with Ayushman Card

 

ચાર દિવસ આઈસીયુમાં અને ચાર દિવસ જનરલમાં એમ કુલ આઠ દિવસ હોસ્પિટલમાં સારવાર અને ચાર બ્લોકની બાયપાસ સર્જરી બાદ રજા અપાઈ અને ઘરે જવા માટે ભાડું પણ આપવામાં આવ્યું હતું. આજે ૫ વર્ષ પછી પણ એકદમ સ્વસ્થ છું. કોઈ પરેશાની નથી. યોગ્ય સમયે સરકારની સહાયથી જીવ તો બચ્યો પણ આર્થિક બોજ પણ ન પડ્યો. એટલે જ આયુષ્યમાન કાર્ડ માત્ર એક માત્ર સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Terror Attack in Pahalgam: હમાસના સ્ટાઈલમાં આતંકી હુમલો, POKમાં પ્રવેશનો ખુલાસો

વધુમાં તેમણે કહ્યું કે, “આજના સમયમાં જ્યારે આરોગ્ય સેવા ખર્ચાળ બની છે, ત્યારે PM-JAY જેવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે સંજીવની છે. આવી યોજનાઓ માત્ર સારવાર પૂરતી નથી, પણ જીવન જીવવા માટે ઓક્સિજન આપે છે. હું દર્દી નથી, પણ સરકારના માનવીય સંવેદનાનો સાક્ષી છું. સરકારનો આભાર માનું છું કે તેણે મારા જેવા હજારો પરિવારને નવું જીવન આપ્યું છે. સૌ નાગરિકોને અનુરોધ છે કે સરકારી યોજનાઓથી અજાણ ન રહો, જાગૃતિ ફેલાવો, અને જરૂર પડે ત્યારે મદદરૂપ બનો.”

Ayushman Card 73-year-old Prakash Chandra Bhavsar of Kanakpur, Sachin underwent free bypass surgery with Ayushman Card

 

અંતે તેમણે કહ્યુ કે, હમણાં આયુષ્યમાન કાર્ડની સમય મર્યાદા પુર્ણ થવા આવી છે, ત્યારે મને સરકારની વંયવદના યોજના હેઠળ ઘરબેઠા આરોગ્ય વિભાગ દ્વારા વંયવદના કાર્ડ પણ મળ્યું છે. હવે દવા, સારવાર અને ઓપરેશન પછીના ખર્ચ માટે પણ મને ચિંતા નથી રહી. ‘આયુષ્યમાન કાર્ડ’એ જીવ બચાવ્યો અને ‘વંયવદના કાર્ડ’ હવે સ્વાસ્થ્ય માટે એક મોટો સહારો બનશે.
 
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ayushman Jan Arogya Yojana implemented in Odisha, MOU signed in the presence of JP Nadda; PM Modi congratulated
રાજ્ય

Ayushman Bharat: ઓડિશામાં આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ, જેપી નડ્ડાની હાજરીમાં MOU પર હસ્તાક્ષર; PM મોદીએ આપ્યા અભિનંદન…

by Akash Rajbhar January 14, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Ayushman Bharat: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વચ્ચે થયેલા એમઓયુ માટે ઓડિશાના લોકોને અભિનંદન આપ્યા છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ખાસ કરીને ઓડિશાના નારી શક્તિ અને વૃદ્ધોને આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરશે.

આ સમાચાર પણ વાંચો: Mahakumbh 2025 Amrit Snan: મકર સંક્રાંતિ પર આજે અખાડાઓનું પ્રથમ અમૃત સ્નાન, ડૂબકી માટે ત્રિવેણી સંગમના કિનારે શ્રદ્ધાળુઓનું પૂર ઉમટી પડ્યું

ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી દ્વારા X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યુ:

“ઓડિશાના લોકોને અભિનંદન!

તે ખરેખર એક કરુણતા હતી કે ઓડિશાના મારા ભાઈઓ અને બહેનોને પાછલી સરકાર દ્વારા આયુષ્માન ભારતના લાભોથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરશે. તે ખાસ કરીને ઓડિશાની નારી શક્તિ અને વૃદ્ધોને લાભ આપશે.”

Congratulations to the people of Odisha!

It was indeed a travesty that my sisters and brothers of Odisha were denied the benefits of Ayushman Bharat by the previous Government. This scheme will ensure the highest-quality healthcare at affordable rates. It will particularly… https://t.co/YzOk59LLNS

— Narendra Modi (@narendramodi) January 13, 2025

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Salute to the elders 2,42,178 senior citizens covered in Surat city-district under Ayushman Vayavand's 70+ program
સુરત

Ayushman Bharat: વડીલોને વંદન: આયુષ્માન વયવંદના ૭૦+ કાર્યક્રમ હેઠળ સુરત શહેર-જિલ્લામાં ૨,૪૨,૧૭૮ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાયા

by Akash Rajbhar December 25, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

  • સુરત શહેરમાં ૧,૮૫,૮૮૩ અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ૫૬,૨૯૫ વડીલોને આધારથી એનરોલ કરી યોજના હેઠળ લાભાન્વિત કરાયા

Ayushman Bharat: ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનઆરોગ્ય- ‘આયુષ્માન ભારત’ યોજના અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. પરિવારદીઠ રૂ.૧૦ લાખ સુધીનું આરોગ્ય કવચ આપતી આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ૭૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પારવાના ઉદ્દેશ સાથે વયવંદના કાર્યક્રમ અમલી બનાવાયો છે. આ યોજના હેઠળ ૭૦+ વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે જેના થકી તેઓ નિયત બીમારીઓમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.
સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક, આર્થિક સ્થિતિને ધ્યાને લીધા વગર આયુષ્માન વયવંદના કાર્ડનો લાભ આપવામાં આવી રહ્યો છે. આયુષ્માન વયવંદના ૭૦+ કાર્યક્રમ હેઠળ સુરત શહેર-જિલ્લામાં કુલ ૨,૪૨,૧૭૮ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાયા છે, જેમાં શહેરમાં ૧,૮૫,૮૮૩ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં ૫૬,૨૯૫ વડીલોને કાર્ડ ઈસ્યુ કરી લાભ આપવામાં આવ્યો છે. PMJAY યોજનામાં જોડાયેલી હોસ્પિટલોમાં આયુષ્માન વય વંદના કાર્ડ રજૂ કરી સારવાર મેળવી શકશે.

Salute to the elders 2,42,178 senior citizens covered in Surat city-district under Ayushman Vayavand's 70+ program

આ સમાચાર પણ વાંચો  : PM Modi: પ્રધાનમંત્રીએ દરેકને ક્રિસમસની શુભેચ્છા પાઠવી

સુરત શહેરી વિસ્તારોમાં ૭૦ વર્ષથી વધુ વયના આશરે ૩ લાખ જેટલા પાત્રતા ધરાવતા વરિષ્ઠ નાગરીકોને આ યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવશે. હાલ ૧,૮૫,૮૮૩ વરિષ્ઠ નાગરિકોને કાર્ડ આપી વયવંદના યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આરોગ્ય ટીમો દ્વારા આયુષ્માન વયવંદના યોજના હેઠળ બાકી રહેલા વડીલોને પણ આધારકાર્ડથી એનરોલ કરી લાભ આપવાની કામગીરી પૂરજોશમાં શરૂ છે એમ સુરત મનપાના ડે. કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો.આશિષ નાયકે જણાવ્યું હતું.
સુરત જિલ્લાના ૫૬,૨૯૫ વડીલોને કાર્ડ ઈસ્યુ કરી લાભ આપવામાં આવ્યો છે. ઘણા બાકી રહેલા વડીલોના રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-કે.વાય.સી.ની થઈ રહેલી કામગીરી પૂર્ણ થયા બાદ આયુષ્માન કાર્ડ ઈસ્યુ થશે. આ કામગીરી માટે પણ આરોગ્ય વિભાગની ટીમો સંલગ્ન વિભાગોના સંકલનમાં રહીને ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવનાર છે એમ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડો.પરેશ સુરતીએ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો  :Unimech Aerospace IPO: યુનિમેક એરોસ્પેસ IPOનું બમ્પર લિસ્ટિંગ! રોકાણકારો સબ્સ્ક્રિપ્શન માટે તૂટી પડ્યા, જાણો GMP
સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના ૬૨ અર્બન હેલ્થ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નિયત આરોગ્ય કેન્દ્રો પર નોંધણી કરી વયવંદના કાર્ડ કાઢી આપવાની કામગીરી શરૂ છે. સિનીયર સિટીઝન ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી કાર્ડ કાઢવા માટે નીચે દર્શાવેલ સ્ટેપ મુજબ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
• ગુગલ પ્લે સ્ટોર પરથી “આયુષ્માન” એપ ડાઉનલોડ કરો
• ત્યારબાદ આધાર મુજબ મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાઈ પર ક્લિક કરો
• ૭૦ થી વધુ વયના વડીલો માટે નોંધણી માટે એક બટન મળશે
• આધાર કાર્ડ નંબર દાખલ કરો અને વેરીફાઈ પર ક્લિક કરો
• એક કેમેરા બટન પર ક્લિક કરો
• વરિષ્ઠ નાગરિકનો ફોટો લેવા અને સબમિટ કરવા માટે કેમેરા બટન પર ક્લિક કરો
• આયુષ્માન કાર્ડ “નોંધાયેલ” સ્ટેટસ અને મેસેજ સાથે દેખાશે – આયુષ્માન કાર્ડ પછીથી ડાઉનલોડ કરો. તમામ સ્ટેપમાં મોબાઇલ પર ઓટીપી આવશે જે કાળજીપૂર્વક દાખલ કરવો.
• આ ઉપરાંત https://beneficiary.nha.gov.in પર જઇ આ યોજનામાં એનરોલમેન્ટ કરાવી શકાય છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

PMJAY Gujarat Hospital: હોસ્પિટલ અને ડૉક્ટરની ગેરરીતિ સામે ગુજરાત સરકારની લાલ આંખ, PMJAY યોજના અંતર્ગત રાજ્યની આ ૫ હોસ્પિટલ સસ્પેન્ડ…

by Hiral Meria December 10, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

PMJAY Gujarat Hospital: પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ગુજરાતની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો ગુજરાત સરકારનો સંકલ્પ છે. 

તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ ( Malpractice ) આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે ગુજરાતના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે. 

પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના ( PMJAY ) અંતર્ગતની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી. 

જેના અંતર્ગત ગત અઠવાડિયામાં તા. ૨ ડિસેમ્બર થી ૮  ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ૫  હોસ્પિટલ અને ૨ ડૉક્ટરની ગેરરીતિઓ સામે આવી છે.

પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ , નિષ્કા ચિલ્ડ્ર્ન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરરીતિ જણાઇ આવતા  PMJAY-મા ( PMJAY-MA ) યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

પાટણની હિર હોસ્પિટલમાં ( PMJAY Gujarat Hospital ) મુલાકાત દરમિયાન પ્રી-ઓથ દરમિયાન કુલ ૯૧ જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડ્યું . જેથી હિર હોસ્પિટલ અને તેમાં ફરજરત ડૉ. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેલ્થ સ્પ્રિંગ ૨૪ પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. વધુમાં હોસ્પિટલમાં રૂ. ૫૦,૨૭,૭૦૦ની રીકવરી અને પેનલ્ટી પણ કરાઇ છે. 

પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીયોનેટલ કેર સેન્ટરમાં પ્રિ-ઓથ દરમિયાન કુલ ૬૦ જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કરેલ છે તેમની પાસે દર્દીના લેબ રીપોર્ટ માંગવામાં આવતા રીપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાઇ આવ્યું. જેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજરત ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઇ છે. હોસ્પિટલને કુલ રૂ. ૧૫,૧૬,૩૫૦ની રીકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો  :  Vice President Jagdeep Dhankhar : સંસદમાં ગરમાગરમી.. રાજ્યસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ; INDIA બ્લોકની આ પાર્ટીએ સદનમાંથી કર્યું વોકઆઉટ…

દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઇ છે. 

અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું બી.યુ. પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્ક્ષાપયરી વાળી દવાનો જથ્થો જણાઇ આવતા હોસ્પિટલને બી.યુ. પરમીશન ન મળે તેમજ ઉક્ત ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઇ છે. 

અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ એક્સપાયર્ડ, તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઇ ન આવતા આ હોસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.

વધુમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU ટીમ દ્વારા રાજ્યની અન્ય હોસ્પિટલની પણ મુલાકાત કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાનની હોસ્પિટ્લસની રેકોર્ડ ચકાસણી થઇ રહી છે . આ રેકોર્ડમાં યોજનાની માર્ગદર્શિકાનું ક્યાંય પણ ઉલ્લંધન થતું હશે તો આ હોસ્પિટ્લ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. 

તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગત ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયો, રેડિયો, કિમો, નીઓનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા(SOP) બનાવી છે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 

અત્રે નોંધનીય છે કે, જાન્યુઆરી –૨૦૨૪ થી અત્યારસુધીમાં PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ કુલ ૧૨ હોસ્પિટલને સસ્પેન્ડ, ડિએમ્પેન્લ્ડ કરવામાં આવી છે.

રાજ્યના ( Gujarat Government ) ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને આ યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર મળે એ જ રાજ્ય સરકારનો યોજનાના પ્રારંભથી સંકલ્પ રહ્યો છે. આ યોજનાની આડમાં ગેરરીતિ આચરતી હોસ્પિટ્લસ અને ડૉક્ટરની અમાનવીય પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : PM Shri Kendriya Vidyalaya Ahmedabad : PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કેન્ટના વિદ્યાર્થીઓની NIELIT કેન્દ્રની તાલીમ સત્ર માટે મુલાકાત, આ વ્યાપક વર્કશોપનું થયું આયોજન..

December 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi to Launch of various schemes related to health sector worth over 12,850 crores
દેશ

PM Modi Health Projects: PM મોદી આવતીકાલે રૂ. 12,850 કરોડ મૂલ્યનાં આ ક્ષેત્રની વિવિધ યોજનાઓનો કરશે શિલાન્યાસ, PMJAY અંતર્ગત આરોગ્ય કવચનું કરાવશે વિસ્તરણ.

by Hiral Meria October 28, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

PM Modi Health Projects: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરનાં રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નવી દિલ્હીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે 12,850 કરોડ રૂપિયાની કિંમતનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

મુખ્ય યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY )માં મોટા વધારા સ્વરૂપે પ્રધાનમંત્રી 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને સ્વાસ્થ્ય કવચનો શુભારંભ કરાવશે. આ તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની આવકને ધ્યાનમાં લીધા વિના આરોગ્ય કવચ પ્રદાન કરવામાં મદદ કરશે.

સમગ્ર દેશમાં ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવાનો પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે. હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું પ્રોત્સાહન આપવાના ભાગરૂપે પ્રધાનમંત્રી વિવિધ હેલ્થકેર ( Health Projects ) સંસ્થાઓનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી ( Narendra Modi ) ભારતની પ્રથમ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનના બીજા તબક્કાનું ઉદઘાટન કરશે. તેમાં પંચકર્મ હોસ્પિટલ, દવા ઉત્પાદન માટે આયુર્વેદિક ફાર્મસી, સ્પોર્ટ્સ મેડિસિન યુનિટ, સેન્ટ્રલ લાઇબ્રેરી, આઇટી અને સ્ટાર્ટ-અપ્સ ઇન્ક્યુબેશન સેન્ટર અને 500 સીટનું ઓડિટોરિયમ સામેલ છે. તેઓ મધ્ય પ્રદેશમાં મંદસૌર, નીમચ અને સિઓનીમાં ત્રણ મેડિકલ કોલેજોનું ઉદઘાટન પણ કરશે. ઉપરાંત તેઓ હિમાચલ પ્રદેશમાં બિલાસપુર, પશ્ચિમ બંગાળમાં કલ્યાણી, બિહારમાં પટના, ઉત્તરપ્રદેશમાં ગોરખપુર, મધ્યપ્રદેશમાં ભોપાલ, આસામમાં ગુવાહાટી અને નવી દિલ્હીમાં વિવિધ એઇમ્સમાં સુવિધા અને સેવાનાં વિસ્તરણનું ઉદઘાટન કરશે, જેમાં જન ઔષધિ કેન્દ્ર પણ સામેલ હશે. પ્રધાનમંત્રી છત્તીસગઢમાં બિલાસપુરમાં સરકારી મેડિકલ કોલેજમાં સુપર સ્પેશિયાલિટી બ્લોક અને ઓડિશાનાં બારગઢમાં ક્રિટિકલ કેર બ્લોકનું ઉદઘાટન પણ કરશે.

પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં શિવપુરી, રતલામ, ખંડવા, રાજગઢ અને મંદસૌરમાં પાંચ નર્સિંગ કોલેજોનો શિલાન્યાસ પણ કરશે. આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન ( Ayushman Bharat Health Infrastructure Mission ) (પીએમ-એએપીઆઈએમ) અંતર્ગત હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મણિપુર, તમિલનાડુ અને રાજસ્થાનમાં 21 ક્રિટિકલ કેર બ્લોક્સ તથા નવી દિલ્હીમાં અને બિલાસપુર, હિમાચલ પ્રદેશમાં એમ્સમાં કેટલીક સુવિધાઓ અને સેવાનાં વિસ્તરણમાં વધારો કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતે ઇએસઆઇસી હોસ્પિટલનું ઉદઘાટન પણ કરશે અને હરિયાણામાં ફરીદાબાદ, કર્ણાટકમાં બોમ્માસન્દ્ર અને નરસાપુર, મધ્યપ્રદેશમાં ઇન્દોર, ઉત્તરપ્રદેશમાં મેરઠ અને આંધ્રપ્રદેશમાં અતુતાપુરમમાં ઇએસઆઇસીની હોસ્પિટલોનું શિલારોપણ કરશે. આ યોજનાઓથી આશરે 55 લાખ ઇએસઆઈ લાભાર્થીઓને સ્વાસ્થ્ય સંબંધિત લાભ મળશે.

આ સમાચાર પણ વાંચો :  Singham again: સિંઘમ અગેન માં થઇ આ પોલીસવાળા ની એન્ટ્રી, બિગ બોસ 18 ના મંચ પર રોહિત શેટ્ટી એ કર્યું કન્ફર્મ

પ્રધાનમંત્રી તમામ ક્ષેત્રોમાં સેવા પ્રદાન કરવા ટેકનોલોજીનાં ઉપયોગને વિસ્તારવાનાં મજબૂત હિમાયતી રહ્યાં છે. હેલ્થકેરને વધારે સુલભ બનાવવા માટે સર્વિસ ડિલિવરી વધારવા માટે ડ્રોન ટેકનોલોજીના નવીન ઉપયોગના ભાગરૂપે પ્રધાનમંત્રી 11 તૃતીયક સ્વાસ્થ્ય સેવા સંસ્થાઓમાં ડ્રોન સેવાઓનો શુભારંભ કરશે. ઉત્તરાખંડમાં એઇમ્સ ઋષિકેશ, તેલંગાણામાં એઇમ્સ બીબીનગર, આસામમાં એઇમ્સ ગુવાહાટી, મધ્યપ્રદેશમાં એઇમ્સ ભોપાલ, રાજસ્થાનમાં એઇમ્સ જોધપુર, બિહારમાં એઇમ્સ પટના, હિમાચલ પ્રદેશમાં એઇમ્સ બિલાસપુર, ઉત્તરપ્રદેશમાં એઇમ્સ રાયબરેલી, છત્તીસગઢમાં એઇમ્સ રાયપુર, આંધ્રપ્રદેશમાં એઇમ્સ મંગલગિરી અને મણિપુરમાં રિમ્સ ઇમ્ફાલ સામેલ છે. તેઓ એઈમ્સ ઋષિકેશમાં હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસીસનો પણ શુભારંભ કરાવશે, જે ઝડપથી તબીબી સારવાર પૂરી પાડવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રી યુ-વિન પોર્ટલ ( UWin Portal ) લોંચ કરશે. તેનાથી રસીકરણ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલ કરીને ગર્ભવતી મહિલાઓ અને શિશુઓને ફાયદો થશે. તે સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને (જન્મથી 16 વર્ષ સુધી) 12 રસી-અટકાવી શકાય તેવા રોગો સામે જીવન રક્ષક રસીઓ સમયસર આપવાની ખાતરી કરશે. ઉપરાંત પ્રધાનમંત્રી સહયોગી અને આરોગ્ય સેવા વ્યવસાયિકો અને સંસ્થાઓ માટે એક પોર્ટલનો પણ શુભારંભ કરાવશે. તે હાલના આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો અને સંસ્થાઓના કેન્દ્રિય ડેટાબેઝ તરીકે કાર્ય કરશે.

પ્રધાનમંત્રી દેશમાં હેલ્થકેર ઇકોસિસ્ટમને સુધારવા માટે સંશોધન અને વિકાસ અને પરીક્ષણ માળખાને મજબૂત કરવા માટે કેટલીક પહેલો પણ શરૂ કરશે. પ્રધાનમંત્રી ઓડિશાનાં ભુવનેશ્વરમાં ગોથાપટ્ટનમાં સેન્ટ્રલ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદઘાટન કરશે.

તેઓ ઓડિશાના ખોરધા અને છત્તીસગઢના રાયપુર ખાતે યોગ અને નેચરોપેથીમાં બે કેન્દ્રીય સંશોધન સંસ્થાઓનો શિલાન્યાસ કરશે. તેઓ ચિકિત્સા ઉપકરણો માટે ગુજરાતમાં નાઇપર અમદાવાદ, જથ્થાબંધ દવાઓ માટે તેલંગાણામાં નાઇપર હૈદરાબાદ, ફાયટોફાર્માસ્યુટિકલ્સ માટે આસામમાં નાઇપર ગુવાહાટી અને એન્ટિ-બેક્ટેરિયલ એન્ટિ-વાયરલ ડ્રગ શોધ અને વિકાસ માટે પંજાબમાં નાઇપર મોહાલી ખાતે ચાર સેન્ટર્સ ઓફ એક્સલન્સનું શિલારોપણ પણ કરશે.

પ્રધાનમંત્રી ચાર આયુષ સેન્ટર્સ ઑફ એક્સલન્સનો શુભારંભ કરશે, જેનું નામ છે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગાલુરુમાં ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડર માટેનાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર; આઇઆઇટી દિલ્હીમાં રસૌષધિઓ માટે અદ્યતન ટેકનોલોજીકલ સોલ્યુશન્સ, સ્ટાર્ટ-અપ સપોર્ટ અને નેટ ઝીરો સસ્ટેઇનેબલ સોલ્યુશન્સ માટે આયુષમાં સેન્ટર ઓફ એક્સલન્સ ઇન સસ્ટેઇનેબલ આયુષ; સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લખનઉ ખાતે આયુર્વેદમાં મૂળભૂત અને ટ્રાન્સલેશનલ રિસર્ચ માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર; અને જેએનયૂ, નવી દિલ્હી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઓન આયુર્વેદ એન્ડ સિસ્ટમ્સ મેડિસિનનો સમાવેશ થાય છે.

હેલ્થકેર ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા પહેલને મોટું પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી ગુજરાતમાં વાપી, તેલંગાણામાં હૈદરાબાદ, કર્ણાટકમાં બેંગાલુરુ, આંધ્રપ્રદેશમાં કાકીનાડા અને હિમાચલ પ્રદેશમાં નાલાગઢમાં તબીબી ઉપકરણો અને બલ્ક ડ્રગ્સ માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના હેઠળ પાંચ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. આ એકમો મહત્વપૂર્ણ બલ્ક દવાઓની સાથે બોડી ઇમ્પ્લાન્ટ્સ અને ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટ જેવા હાઇ-એન્ડ મેડિકલ ઉપકરણોનું ઉત્પાદન કરશે.

આ સમાચાર પણ વાંચો :  Karan arjun: ‘મેરે કરણ અર્જુન આયેંગે’, સલમાન ખાને કરી ફિલ્મ ની રી રિલીઝ ની જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો રાકેશ રોશન ની આઇકોનિક ફિલ્મ

પ્રધાનમંત્રી રાષ્ટ્રવ્યાપી અભિયાન “દેશ કા પ્રકૃતિ પરીક્ષા અભિયાન” પણ શરૂ કરશે, જેનો ઉદ્દેશ નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તેઓ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે જળવાયુ પરિવર્તન અને માનવ સ્વાસ્થ્ય પર રાજ્ય વિશિષ્ટ કાર્યયોજનાનો પણ શુભારંભ કરશે, જે આબોહવાને અનુકૂળ હેલ્થકેર સેવાઓ વિકસાવવા માટે અનુકૂલન વ્યૂહરચના તૈયાર કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
The Union Health Secretary Apurva Chandra addressed the plenary session of the 77th World Health Assembly
આંતરરાષ્ટ્રીયદેશ

WHO: કેન્દ્રીય આરોગ્ય સચિવે 77મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના પૂર્ણ સત્રને સંબોધન કર્યું

by Hiral Meria May 29, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

WHO: ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા કેન્દ્રીય આરોગ્ય સચિવ ( Union Health Secretary ) શ્રી અપૂર્વ ચંદ્રાએ આજે ​​જિનીવામાં WHOની 77મી વિશ્વ આરોગ્ય સભાના પૂર્ણ સત્રને સંબોધિત કર્યું હતું. 

કેન્દ્રીય આરોગ્ય સચિવે તેમના સંબોધનની શરૂઆત વસુધૈવ કુટુમ્બકમની વર્ષો જૂની ભારતીય પરંપરા સાથે આ વર્ષની થીમ, “બધા માટે સ્વાસ્થ્ય, બધા માટે આરોગ્ય”ની સમાનતાને પ્રકાશિત કરીને કરી હતી, જેનો અર્થ થાય છે “વિશ્વ એક પરિવાર છે”. તેમણે જણાવ્યું કે આ થીમ હેઠળ, “ભારતે 1,60,000 થી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (આયુષ્માન આરોગ્ય મંદિર) કાર્યરત કરીને સાર્વત્રિક આરોગ્ય કવરેજને પ્રોત્સાહન આપવા માટે આયુષ્માન ભારત એટલે કે “લીવ લોંગ ઈન્ડિયા” શરૂ કર્યું”.

શ્રી અપૂર્વ ચંદ્રાએ ( Apurva Chandra ) ભારપૂર્વક જણાવ્યું હતું કે, WHO SPARના અહેવાલ મુજબ, દક્ષિણપૂર્વ એશિયા રિજન અને વૈશ્વિક સરેરાશથી વધારે હોય તેવી કોઈ પણ આરોગ્યલક્ષી કટોકટીને શોધવા, તેનું મૂલ્યાંકન કરવા, તેનો અહેવાલ આપવા અને તેને પ્રતિસાદ આપવા માટે ભારત 86 ટકા મુખ્ય ક્ષમતાસ્કોર ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “છેલ્લાં દાયકાઓમાં મેટરનલ મોર્ટાલિટી રેશિયો (એમએમઆર) અને શિશુ મૃત્યુ દર (આઇએમઆર)માં નોંધપાત્ર ઘટાડો દર્શાવતો ભારત એસડીજી લક્ષ્યાંકો હાંસલ કરવાનાં માર્ગે અગ્રેસર છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ભારત વિસ્કેરલ લીશમેનિયાસિસ (વીએલ) રોગને નાબૂદ કરવાની અણી પર છે અને ટીબીની ઘટનાઓ અને મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે.”

WHO: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જેએવાય) પર પણ ભાર મૂક્યો

તેમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY ) પર પણ ભાર મૂક્યો હતો, જે દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના

છે, જે 34.3 કરોડથી વધારે લાભાર્થીઓને દ્વિતીયક અને તૃતીયક સારસંભાળ માટે હોસ્પિટલમાં દાખલ થવા માટે દર વર્ષે કુટુંબદીઠ 6000 ડોલરનું સ્વાસ્થ્ય કવચ પ્રદાન કરે છે, જેનાથી ખિસ્સામાંથી બહારનો ખર્ચ ઓછો થાય છે. હેલ્થકેરમાં ડિજિટલ પહેલો સાથે તેમણે જણાવ્યું હતું કે, “ભારત વૈશ્વિક સહયોગ માટે ડિજિટલ જાહેર ચીજવસ્તુઓમાં દિવાદાંડી દેશ તરીકે ઉભરી આવ્યો છે.”

આ સમાચાર પણ વાંચો:  Rajasthan temperature :ગરમીનો પ્રકોપ કે બીજું કંઇક… રાજસ્થાનના આ એક જિલ્લામાં 21 લોકોનાં મૃતદેહ મળ્યા..

કેન્દ્રીય આરોગ્ય સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે “તબીબી પ્રતિકારની સમાન પહોંચ એ બધા માટે મૂળભૂત અધિકાર હોવો જોઈએ”. રસીના પુરવઠા માટે વૈશ્વિક ઉત્પાદનમાં ભારતના 60 ટકાના યોગદાન પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું હતું કે, “ભારત ડબ્લ્યુએચઓના સહયોગથી તમામ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા તબીબી ઉત્પાદનોની ઝડપી પહોંચ સુનિશ્ચિત કરવા માટે દવા નિયમનકારી પ્રણાલીને વધુ મજબૂત બનાવવાનો ઇરાદો ધરાવે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સ્વાસ્થ્યમાં ઉચ્ચ પ્રશિક્ષિત અને અનુભવી કાર્યબળ ધરાવે છે, જે દેશમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં સારવારનાં પરિણામો સુધારવા કરુણાપૂર્ણ સારસંભાળ પ્રદાન કરે છે, જે મેડિકલ વેલ્યુ ટૂરિઝમ માટેનાં મુખ્ય સ્થળોમાંનું એક છે. આ નોંધ પર, તેમણે આયુષ ચિકિત્સા પદ્ધતિઓ હેઠળ ભારતમાં તબીબી પર્યટન માટે તાજેતરમાં જારી કરવામાં આવેલી નવી વિઝા વ્યવસ્થા – આયુષ વિઝા ( AYUSH Visa )  વિશે માહિતી આપી હતી.

WHO: ભારત આંતરસરકારી વાટાઘાટ સંસ્થા (આઇએનબી) અને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમનો (આઇએચઆર) પ્રક્રિયાઓમાં રચનાત્મક રીતે સંકળાયેલું છે

શ્રી અપૂર્વ ચંદ્રાએ એમ પણ કહ્યું હતું કે, “ભારત આંતરસરકારી વાટાઘાટ સંસ્થા (આઇએનબી) અને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમનો ( IHR ) પ્રક્રિયાઓમાં રચનાત્મક રીતે સંકળાયેલું છે, જેથી સર્વસંમતિનું નિર્માણ કરી શકાય અને વૈશ્વિક સ્વાસ્થ્ય માળખાનાં સ્ટ્રક્ચર માટે માર્ગ મોકળો થઈ શકે, જે આપણને ભવિષ્યમાં ફેલાયેલા રોગચાળાઓ અને જાહેર સ્વાસ્થ્યની કટોકટીને પહોંચી વળવા સંયુક્તપણે તૈયાર કરવા અને તેનો પ્રતિસાદ આપવા સક્ષમ બનાવશે.”

કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ સભ્ય દેશોને સ્થાયી વિકાસના પાયા તરીકે આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક રીતે પ્રતિબદ્ધ થવા વિનંતી કરીને તેમના સંબોધનનો અંત આણ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ચાલો આપણે સાથે મળીને આગળ વધીએ અને તમામ માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.”

આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં કેન્દ્રીય સચિવ શ્રીમતી હેકાલી ઝિમોમી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Beneficiaries of Ganga Swaroop Economic Assistance Yojana are requested to produce Ayushman Card - PMJAY
વેપાર-વાણિજ્ય

PMJAY : વ્હાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં લાભાર્થીઓએ આયુષમાન કાર્ડ કઢાવવા અનુરોધઃ

by Hiral Meria September 8, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઓગષ્ટ-૨૦૧૯થી કાર્યરત વહાલી દીકરી યોજના હેઠળ સુરત જિલ્લામાં ઓગસ્ટ-૨૦૧૭ થી ઓગસ્ટ-૨૦૨૩ સુધીમાં કુલ ૧૬,૪૮૮ લાભાર્થીઓને મંજુરી મળી છે. જયારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ( Ganga Swaroop Economic Assistance Yojana ) હેઠળ જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યા ૯૨૪૮૩ છે. જેથી આ યોજનાઓના તમામ લાભાર્થીઓને ( Beneficiaries  ) તા.૧૩/૦૯/૨૦૨૩ સુધીમાં ( PMJAY  ) આયુષ્માન કાર્ડનો લાભ આપવાની કામગીરી ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજના ( Ayushman Card ) હેઠળ લાભાર્થીને રૂપિયા ૧૦ લાખની મર્યાદામાં વિનામૂલ્યે આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવે છે. વ્હાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં જિલ્લાનાં તમામ લાભાર્થીઓએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર કે ગ્રામ પંચાયતના વીસીઇનો તાત્કાલીક સંપર્ક કરવા સુરત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો :  UPI ATM : કાર્ડની ઝંઝટથી મળશે છુટકારો! હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકશો, જાણો કેવી રીતે. જુઓ વિડીયો..

September 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ayushman Bharat Scheme: Shocking revelations in the CAG report on Ayushman Bharat scheme, registration of lakhs of people on a single mobile number
દેશ

Ayushman Bharat Scheme: આયુષ્માન ભારત યોજના પર CAGના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા.. આ મોટી વાત આવી સામે.. આંકડા જાણીને તમારા હોંશ પણ ઉડી જશે.. જાણો સંપુર્ણ વિગતો અહીં..

by Dr. Mayur Parikh August 9, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Ayushman Bharat Scheme: ભારત (India) ના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે CAGના એક રિપોર્ટમાં, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઈલ નંબર પર રજીસ્ટર છે. આ મોબાઈલ નંબરના તમામ 10 નંબરનો અંક 9 (9999999999) છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન ભારત યોજનાના ઓડિટ પરના પોતાના રિપોર્ટમાં CAGએ આ ચોંકાવનારી માહિતી આપી છે.

ખોટા મોબાઈલ નંબરથી થયું રજીસ્ટ્રેશન

ખાસ વાત એ છે કે જે મોબાઈલ નંબર પરથી લગભગ 7.5 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તે નંબર પણ ખોટો હતો એટલે કે તે નંબર માટે કોઈ સિમ કાર્ડ નથી. BIS ડેટાબેઝના વિશ્લેષણમાં આટલી મોટી સંખ્યામાં નકલી નોંધણીઓ બહાર આવી છે. રિપોર્ટમાં આવો જ એક અન્ય મામલો પણ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 1 લાખ 39 હજાર 300 લોકો અન્ય નંબર 8888888888 સાથે રજીસ્ટર છે, જ્યારે 96,046 અન્ય લોકો 90000000 નંબરથી રજીસ્ટર છે. આ સિવાય આવા 20 જેટલા નંબરો પણ સામે આવ્યા છે, જેની સાથે 10,000 થી 50,000 લાભાર્થીઓ જોડાયેલા છે.
ઈન્ડિયન એક્સપ્રેસ અહેવાલ આપે છે કે CAG રિપોર્ટમાં કુલ 7.87 કરોડ લાભાર્થીઓ રજીસ્ટર છે, જે 10.74 કરોડ (નવેમ્બર 2022)ના લક્ષ્યાંક પરિવારોના 73% છે. આ પછી સરકારે તેનો વ્યાપ વધારીને 12 કરોડ કરી દીધો હતો.

ફોન નંબર વિના સારવારમાં મુશ્કેલી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેટાબેઝમાં કોઈપણ લાભાર્થી સંબંધિત રેકોર્ડ શોધવા માટે મોબાઈલ નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આની મદદથી કોઈ આઈડી કાર્ડ વગર રજીસ્ટ્રેશન ડેસ્ક પર જઈ શકે છે. જો મોબાઈલ નંબર જ ખોટો હોય, તો ઈ-કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં લાભાર્થીની ઓળખ કરવી મુશ્કેલ બની શકે છે. એટલે કે આ પછી લાભાર્થીને યોજનાનો લાભ મળવો લગભગ અશક્ય બની જશે. હોસ્પિટલો તેમને સુવિધાઓ નકારશે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ સમાચાર પણ વાંચો : No Confidence Motion: AAP સાંસદ ટામેટાંની માળા પહેરી ગૃહમાં આવતા મચ્યો હોબાળો…. ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર ભાજપનું વિરોધ પ્રદર્શન.. જુઓ વિડીયો… વાંચો વિગતાવાર અહીં..

શું નવી સિસ્ટમ ભૂલ સુધારશે?

CAG એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ આ ઓડિટ માટે સહમત થતા કહ્યું છે કે BIS 2.0 ની તૈનાત થતાની સાથે આ મુદ્દો ઉકેલવામાં આવશે. BIS 2.0 સિસ્ટમને રૂપરેખાંકિત કરવામાં આવી છે. જેથી ચોક્કસ સંખ્યા કરતા વધુ પરિવારો એક જ મોબાઇલ નંબર હેઠળ રજીસ્ટર ન થઈ શકે. આ તે પ્રથા બંધ કરશે જેમાં કોઈપણ નંબર દાખલ કરીને નોંધણી કરવામાં આવે છે.

આ છે મોબાઈલ નંબર અંગેની જોગવાઈઓઃ

રિપોર્ટ અનુસાર, લાભાર્થી માર્ગદર્શિકામાં એવી જોગવાઈ છે કે કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારથી લઈને તેને રજા ન મળે ત્યાં સુધી તેનો મોબાઈલ નંબર દ્વારા સંપર્ક કરવામાં આવે. માર્ગદર્શિકા હેઠળ એવી પણ જોગવાઈ છે કે લાભાર્થીને કાર્ડ બનાવતી વખતે આપેલા નંબર પર મેસેજ મોકલીને તેની યોગ્યતા તપાસવા માટે જાણ કરવામાં આવશે. BIS ડેટાબેઝનું વિશ્લેષણ કર્યા પછી જાણવા મળ્યું કે એક જ નંબર પર હજારો લોકોના નામ નોંધાયેલા છે, જ્યારે મોટા ભાગના નંબરો મન માનીતા નોંધવામાં આવ્યા છે, એટલે કે તે નંબરો માટે કોઈ સિમ કાર્ડ જ નથી.

 

August 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Beneficiaries of Ganga Swaroop Economic Assistance Yojana are requested to produce Ayushman Card - PMJAY
રાજ્ય

PMJAY : ગુજરાતમાં શરૂ થયો આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય : નાગરિકોને આજથી મળશે બમણું વીમા કવરેજ, આયુષ્માન કાર્ડ ધારકોને થશે ફાયદો..

by Dr. Mayur Parikh July 11, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
PMJAY : આજે તારીખ ૧૧ જુલાઇથી સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ (Ayushman card) ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના ૧.૭૯ કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. ૫ લાખની આરોગ્ય વીમા કવચ(Health insurance) ની સહાય રૂ. ૧૦ લાખ થઇ છે.
આજે બજાજ ઇન્સોયરન્સ કંપની (Bajaj Insurance Company) ના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ,કમિશ્નર શ્રી શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન અને આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ. ૧૦ લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો.
રૂ. ૧૦ લાખની આરોગ્ય વીમા સહાય (Health insurance assistance) થી હૃદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.
અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે.જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે.
બજાજ કંપનીના હોદ્દેદારો , આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આગામી બેંક ઇન્ટીગ્રેશન, રીયલ ટાઇમ ડેટા ટ્રેકીંગના મજબૂતીકરણ, એન્ટી ફ્રોડ એજન્સીની કામગીરીના સુદ્રઢીકરણ, હોસ્પિટલ સંચલાકો માટે નવીન SOP બનાવવી, FAQ (Frequently Ask Questions) તૈયાર કરવાના મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.

આ સમાચાર પણ વાંચો:  Shakti arora : દીપડા પછી હવે અજગર નો વારો, આ સિરિયલ ના સેટ પર ઘુસ્યો અજગર, શો ના અભિનેતા એ બતાવી 150 ઈંડાં આપનાર સાપની ઝલક

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ ૨૦૨૭ સરકારી અને ૮૦૩ જેટલી ખાનગી તેમજ ૧૮ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ ૨૮૪૮ હોસ્પિટલ એમ્પેનલ છે.
આ તમામ એમ્પેનલ હોસ્પિટલમાં કુલ મળીને ૨૪૭૧ જેટલી વિવિધ આરોગ્ય વિષયક પ્રોસીજર , સારવારનો લાભ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળશે.
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી(PM Narendra Modi) એ ગુજરાતમાં વર્ષ ૨૦૧૨ મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજનાની શરૂઆત કરીને રૂ.૨ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત કરી હતી.ત્યારબાદ વર્ષ ૨૦૧૪ મા આ યોજનાનું વિસ્તરણ કરીને મુખ્મમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા-વાત્સલ્ય) અંતર્ગત વીમા સહાય રૂ. ૩ લાખ કરવામાં આવી.
નરેન્દ્રભાઇ મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વર્ષ ૨૦૧૮ મા PMJAY આયુષ્માન કાર્ડની શરૂઆત કરીને રૂ.૫ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત સમગ્ર દેશમાં કરી. જેને ગુજરાત સરકારે પણ અપનાવી.
ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વની સરકારમાં PMJAY-મા કાર્ડ યોજના હેઠળ આ આરોગ્ય વીમા સહાય આજે રૂ. ૧૦ લાખની થઇ છે.

July 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

PMJAY: PMJAYમાં યોજના હેઠળ આ તારીખથી મળશે બમણું વીમા કવરેજ, આયુષ્માન કાર્ડ ધારકોને થશે ફાયદો..

by Dr. Mayur Parikh July 7, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

PMJAY: PMJAY-મા યોજના અંતર્ગત રાજ્ય (Gujarat) ના નાગરિકોને આગામી તા.૧૧ જુલાઈ ૨૦૨૩થી આરોગ્ય વીમા(Health insurance) સુરક્ષા પેટે રૂ. ૧૦ લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૂ.૫ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

આટલા કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ (Ayushman card ) કઢાવ્યુ
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી (PM modi) દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૂ કરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. ત્યારે ગુજરાતમાં પણ વર્ષ ૨૦૧૮થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ ૧.૭૮ કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે.

કુલ ૨૮૪૦ હોસ્પિટલ આયુષ્માન કાર્ડ ધારકોની સેવામાં ઉપલબ્ધ
મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) ના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ રજીસ્ટર્ડ અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ખૂબ મોટી સંખ્યામાં એટલે કે ૧.૭૮ કરોડ ગુજરાતમાં લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પ્રાપ્ત થયું છે. હાલ ગુજરાતમાં ૨૦૪૫ સરકારી અને ૭૯૫ ખાનગી મળી કુલ ૨૮૪૦ જેટલી હોસ્પિટલ આયુષ્માન કાર્ડ અંતર્ગત એમ્પેનલ્ડ છે અને નિયત કરેલ પ્રોસિજરોની સેવાઓ નિ:શુલ્કપણે ઉપલબ્ધ બની છે.

આ સમાચાર પણ વાંચો : Priyanka chopra : પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ ની જણાવી હકીકત, કહ્યું- શરીરના આ 2 પ્રાઈવેટ પાર્ટ પર ચાલે છે ઈન્ડસ્ટ્રી..!

રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવાર એકાએક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડથી મહત્તમ લોકોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.

ગુજરાત સમગ્ર દેશમાં પાંચમાં ક્રમાંકે
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીના કિસ્સામાં ગુજરાત (Gujarat) માં અંદાજીત ૩૯ લાખ જેટલા ક્લેમ્સ (દાવા) આયુષ્માન કાર્ડ (Ayushman Card) અંતર્ગત નોંધવામાં આવ્યા છે(વર્ષ ૨૦૧૮ થી તા. ૨૬.૦૬.૨૩ સુધી). આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમાં ક્રમાંકે છે. જ્યારે અત્યાર સુધીમાં દાવાઓની રકમની દ્રષ્ટિએ રૂ. ૮,૦૮૧ કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. નોંધનીય બાબત છે કે, પ્રવર્તમાન વર્ષમાં રૂ.૨૮૦૦ કરોડની રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થયેલ છે. જે આગામી વર્ષમાં અંદાજીત રૂ.૩૫૦૦ કરોડ રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થવાનો અંદાજ છે.

July 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક