Tag: police administration

  • Maratha Reservation: મુંબઈ હાઈકોર્ટમાં મરાઠા આંદોલન ને લઈને સુનાવણી, કોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા ઉઠાવ્યા આવા સવાલો

    Maratha Reservation: મુંબઈ હાઈકોર્ટમાં મરાઠા આંદોલન ને લઈને સુનાવણી, કોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા ઉઠાવ્યા આવા સવાલો

    News Continuous Bureau | Mumbai

    Maratha Reservation મરાઠા અનામત આંદોલન મુદ્દે મુંબઈ હાઈકોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી ચાલી રહી છે. કોર્ટે રાજ્ય સરકારને સીધો સવાલ પૂછ્યો કે, “50 હજારથી વધુ મરાઠા આંદોલનકારીઓ મુંબઈમાં પ્રવેશ્યા ત્યાં સુધી તમે શું કરતા હતા?” આંદોલનકારીઓ દ્વારા સતત નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તેમ કહીને કોર્ટે સરકારની ભૂમિકા પર ગંભીર નારાજગી વ્યક્ત કરી.

    હાઈકોર્ટનો સરકાર પર સવાલ

    ન્યાયાધીશોએ ગઈકાલના અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું, “ગઈકાલે જ્યારે હું એરપોર્ટથી પાછો ફરી રહ્યો હતો, ત્યારે મને રસ્તા પર એક પણ પોલીસ વાન જોવા મળી ન હતી. તમારી પોલીસ વાન ક્યાં હતી, અમને માહિતી આપો.” ન્યાયાધીશોને પગપાળા ચાલવું પડ્યું, જેના કારણે કોર્ટ રાજ્ય સરકારથી પણ સંતુષ્ટ નથી. કોર્ટે કહ્યું કે આ પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં સરકારનો અભિગમ અપૂરતો અને નિષ્ક્રિય લાગી રહ્યો છે.

    જરાંગેના વકીલની રજૂઆત

    દરમિયાન, સરકારે હાઈકોર્ટને વિનંતી કરી કે તેઓ મનોજ જરાંગેને આંદોલનકારીઓને શહેર ખાલી કરવાનું આહ્વાન કરવાનો આદેશ આપે. જરાંગેના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં આંદોલનકારીઓ અંગે માહિતી આપતા કહ્યું કે, “જરાંગેના આહ્વાન પછી કેટલીક ગાડીઓ શહેરની બહાર હટાવી લેવામાં આવી છે. જોકે, કેટલાક આંદોલનકારીઓ આ વાત માની રહ્યા છે, પરંતુ કેટલાક નથી માની રહ્યા.” આંદોલનકારીઓને નિયંત્રિત કરવામાં આવી રહેલી મુશ્કેલીઓ તેમણે કોર્ટ સમક્ષ રજૂ કરી.

    આ સમાચાર પણ વાંચો : Maratha reservation: મરાઠા અનામત આંદોલનથી વેપારને ભારે નુકસાન, 4 દિવસમાં થયું આટલા કરોડનું નુકસાન

    આગામી પગલાં પર પોલીસ તંત્ર એક્શન મોડ પર

    હાઈકોર્ટના આદેશ બાદ, પોલીસ પ્રશાસન પણ તરત જ એક્શન મોડમાં આવ્યું છે. કોર્ટે સીધા આદેશ આપ્યા છે કે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં મુંબઈ ખાલી કરો. આ આદેશો બાદ, પોલીસ તંત્ર પર આંદોલનકારીઓને હટાવવાનું દબાણ વધ્યું છે. આ મામલાની આગામી સુનાવણી બપોરે ત્રણ વાગ્યે શરૂ થવાની છે, જેમાં કોર્ટ આગળના નિર્દેશો આપી શકે છે.

  • Jail Prisoners: જેલના કેદીઓ તેમની આવક કેવી રીતે મેળવે છે? કેવી રીતે થાય છે પેમેન્ટ, જાણો તેઓને રોજનું કેટલું વેતન મળે છે.

    Jail Prisoners: જેલના કેદીઓ તેમની આવક કેવી રીતે મેળવે છે? કેવી રીતે થાય છે પેમેન્ટ, જાણો તેઓને રોજનું કેટલું વેતન મળે છે.

    News Continuous Bureau | Mumbai 

    Jail Prisoners: ભારતની વસ્તી ઝડપથી વધી રહી છે. આપણા દેશની ગણતરી વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં થાય છે. જો કે, વધતી વસ્તી સાથે દેશમાં ગુનાહિત ઘટનાઓનો ગ્રાફ પણ વધ્યો છે. પોલીસ-પ્રશાસનની કાર્યવાહી બાદ કોર્ટના આદેશથી અનેક ગુનેગારો ( Criminals ) પોતાની સજા પણ ભોગવી રહ્યા છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે સજા કાપી રહેલા આ ગુનેગારો જેલમાં શું કામ કરે છે?

    ઉલ્લેખનીય છે કે, જેલમાં બંધ કેદીઓને તેમની યોગ્યતા અનુસાર કામ આપવામાં આવે છે. જેલમાં તમામ કેદીઓએ ( Prisoners ) કોઈને કોઈ કામ કરવું પડે છે. જેમ કે કેટલાક ઉત્પાદનો બનાવવામાં કામ કરે છે, જેલમાં કોઈપણ નવું બાંધકામ, જેલની સફાઈ અને અન્ય કામોનો પણ સમાવેશ થાય છે. આ કામના બદલામાં સરકાર આ કેદીઓને પૈસા પણ આપે છે.

    જેલમાં બંધ કેદીઓને તેમની ક્ષમતા મુજબ પોલીસ પ્રશાસન દ્વારા કેદીઓને તાલીમ આપવામાં આવે છે…

    જેલમાં બંધ કેદીઓને તેમની ક્ષમતા મુજબ પોલીસ પ્રશાસન ( Police Administration ) દ્વારા કેદીઓને તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, જ્યારે તેઓ તેમના કામમાં નિષ્ણાત બની જાય છે, ત્યારે તેમને તે કામના બદલામાં પૈસા પણ મળે છે. પોલીસ પ્રશાસન દ્વારા સમયાંતરે તાલીમ કાર્યક્રમો યોજાતા રહે છે. આ પછી કેદીઓને કામ આપવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024 : શું આપ આપના મતવિસ્તારના ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો? આ એપ્લિકેશન દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારની માહિતી મેળવી શકાશે

    તમામ રાજ્યોમાં જેલમાં બંધ કેદીઓ માટે અલગ-અલગ મહેનતાણુંની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક રાજ્ય કેદીઓને તેમના કામના બદલામાં પોતાની રીતે પૈસા આપે છે. જો ઉત્તર પ્રદેશની જેલોની વાત કરીએ તો અનુભવ અને કામના આધારે રોજના 81 રૂપિયા, 60 રૂપિયા અને 50 રૂપિયા મળે છે. આ રકમ કેદીઓના બેંક ખાતામાં ( bank account ) જમા થાય છે.

    માહિતી અનુસાર, કેદીઓ જેલમાં કમાયેલી રકમ તેમના પરિવારના સભ્યો અથવા વકીલને ચેક દ્વારા આપી શકે છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં જેલ મેન્યુઅલના આધારે કેદીઓ માટે નાણાંની રકમ ( Earning ) નક્કી કરવામાં આવે છે. સરકાર આ કેદીઓના કામના બદલામાં તેમના ખાતામાં પૈસા જમા કરાવે છે. જેનાથી તેઓ પોતાના પરિવારના ખર્ચાનું સંચાલન કરી શકે છે.

     

  • મુંબઈમાં ફરી ગેંગસ્ટરોનો હાઉ- ફેરિયાઓ પાસેથી હપ્તાખોરીનો આતંક ફરી ફૂલ્યો ફાલ્યો

    News Continuous Bureau | Mumbai

    મુંબઈમાં(Mumbai) લાગે છે ફરી એક વખત ગુંડાઓને(bullies) પોલીસનો ડર રહ્યો નથી. તાજેતરમાં ગેંગસ્ટરોએ(Gangsters) મુંબઈ શહેર(Mumbai city) અને ઉપનગરોમાં(suburbs) ફેરિયાઓ(hawkers ) પાસેથી પૈસા પડાવવા માટે હથિયારોનો ઉપયોગ(using weapons) કરીને તેમને ધમકાવ્યો હોવાનો બનાવ બન્યો છે.  મુંબઈના બાંદ્રા(Bandra) અને સાંતાક્રુઝમાં(Santa Cruz)  તાજેતરમાં બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

    મળેલ માહિતી મુજબ બાંદ્રામાં ગેંગસ્ટરોએ ફેરિયાઓને(hawkers) મારી નાખવાની ધમકી આપી હતી, જ્યારે સાંતાક્રુઝમાં કેટલાક ગુંડાઓએ ફેરિયાઓને ધમકાવીને તેમની પાસેથી દર મહિને 10,000 રૂપિયાનો હપ્તો માંગ્યો હતો.

    મુંબઈ શહેર અને ઉપનગરોમાં ફૂટપાથ(footpath) પર બેસતા ફેરિયાઓ પાસેથી દર મહિને 'પ્રોટેક્શન મની'ના(Protection Money) નામે કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવી રહી છે. આ હપ્તા વસૂલીમાં મહાનગરપાલિકા(BMC), પોલીસ પ્રશાસન(Police Administration), સ્થાનિક આગેવાનો(Local Leaders) સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. ગુંડાઓએ પણ આ હોકરોને ધાકધમકી આપીને હપ્તા વસૂલવાનું શરૂ કર્યું છે.

    આ સમાચાર પણ વાંચો :  મુંબઈના NCBના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને કાસ્ટ વેરિફિકેશન કમિટીએ આપી આ રાહત- જાતિને લઈને તેમની સામે થઈ હતી ફરિયાદ

    મુંબઈના ફૂટપાથ(Mumbai Foot path) પર બેઠેલા અનધિકૃત ફેરિયાઓનું(Unauthorized hawkers ) દૈનિક ટર્નઓવર(Daily turnover) સેંકડો કરોડનું છે, કોઈ પણ પ્રકારનો ટેક્સ કે ભાડું ચૂકવ્યા વિના આ ફેરિયાઓ સામે પગલાં ન લેવાના નામે પોલીસ અને નગરપાલિકા પ્રશાસનને(Municipal Administration) મોટી રકમ ચૂકવવામાં આવી રહી છે, જેથી આ ફેરિયાઓ રસ્તા પર બિન્દાસ પોતાનો ધંધો ચાલુ રાખે છે.

    ગુંડાઓની ગેંગે(Gangs of gangsters) ફૂટપાથ પર ગેરકાયદે ધંધો(Illegal business) કરતા ફેરિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પ્રોટેક્શન મનીના નામે ફેરિયાઓ પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું છે. તે પહેલા આ ટોળકીએ ફેરિયાઓમાં ડર ઊભો કરવા માટે ફેરિયાઓને હથિયારોથી ધમકાવીને અને ગોળીબાર કરીને આતંક ફેલાવવાનું શરૂ કર્યું છે.

    ગુરુવારે રાત્રે બાંદ્રા વેસ્ટ લિંકિંગ રોડ(Bandra West Linking Road) પર ગોળીબારનો બનાવ બન્યો હતો, જેમાં ત્રણ મોટરસાઇકલ પર સવાર લુખ્ખાઓએ હવામાં ગોળીબાર કર્યો હતો અને ફેરિયાઓને ધમકી આપી હતી. સાંતાક્રુઝમાં પણ કેટલાક ગુંડાઓએ ફેરિયાઓને હથિયારોથી ધમકાવીને દર મહિને રૂ. 10,000ના હપ્તાની માંગણી કરી હતી. આ બંને ઘટનાઓ સંબંધિત પોલીસ સ્ટેશનમાં(Police station) નોંધવામાં આવી છે. પરંતુ પોલીસ સ્ટેશનમાં નોંધ ન થાય તેવી ઘટનાઓ મુંબઈમાં દરરોજ બની રહી છે. કેટલાક ફેરિયાઓના એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વિના જ હોકર્સ હપ્તા ભરીને ધંધો કરી રહ્યા છે.