• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - police investigation
Tag:

police investigation

Composer Sachin Sanghvi Arrested Over Sexual Assault Allegations
મનોરંજન

Sachin Sanghvi Arrested: ‘સ્ત્રી 2’ અને ‘ભેડિયા’ના સંગીતકાર સચિન સંઘવી પર લાગ્યો આવો ગંભીર આરોપ, પોલીસ દ્વારા ધરપકડ

by Zalak Parikh October 24, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sachin Sanghvi Arrested: બોલીવૂડના જાણીતા સંગીતકાર સચિન સંઘવી  , જેમણે ‘સ્ત્રી 2’ અને ‘ભેડિયા’ જેવી ફિલ્મો માટે સંગીત આપ્યું છે, તેમના પર એક 20 વર્ષીય યુવતીએ યૌન શોષણ  નો ગંભીર આરોપ લગાવ્યો છે. યુવતીએ જણાવ્યું કે સચિને તેમને સંગીત એલ્બમમાં તક આપવાનું વચન આપ્યું અને લગ્નની વાત કરી. ત્યારબાદ અનેક વખત સ્ટુડિયો ખાતે બોલાવીને શારીરિક સંબંધ બનાવ્યા.

આ સમાચાર પણ વાંચો :  Bill Gates In Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’માં જોવા મળશે બિલ ગેટ્સ? સિરિયલ ના નવા પ્રોમો માં મળ્યો સંકેત

પોલીસ તપાસ અને ધરપકડ

મીડિયા રિપોર્ટ મુજબ, સચિન સંઘવી IPCની સંબંધિત કલમો હેઠળ ગુરુવારે ધરપકડ કરવામાં આવી. યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર સંવાદ શરૂ કર્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે વાતચીત વધી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપોની પ્રાથમિક તપાસ બાદ સચિનને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.આ કેસમાં કાનૂની કાર્યવાહી ચાલુ છે અને વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે. આ પ્રકારના આરોપો ગંભીર છે અને કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી જરૂરી છે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


સચિન સંઘવી અને જિગર સરૈયાની જોડીએ ‘દંગલ’, ‘ભેડિયા’, ‘સ્ત્રી’ જેવી ફિલ્મો માટે લોકપ્રિય ગીતો આપ્યા છે. તાજેતરમાં ‘થામા’ ફિલ્મ માટે પણ સંગીત આપ્યું હતું. આ ઘટના બાદ બોલીવૂડમાં ચર્ચા વધી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bhayander મુંબઈના ભાયંદરમાં દાંડિયા કાર્યક્રમમાં કોમી તણાવ
Main Postમુંબઈ

Bhayander: મુંબઈના ભાયંદરમાં દાંડિયા કાર્યક્રમમાં કોમી તણાવ, એક યુવક નું આધાર કાર્ડ મળતા શરૂ થઇ બબાલ

by Dr. Mayur Parikh October 1, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
મંગળવારે રાત્રે ભાયંદરના લોટસ દાંડિયા ગ્રાઉન્ડ પર બે સમુદાયો વચ્ચે મોડી રાત્રે ઝપાઝપી થઈ, જેનાથી વિસ્તારમાં અંધાધૂંધી અને તણાવ ફેલાયો. હિન્દુ સંગઠનોના સભ્યોએ આક્ષેપ કર્યો કે તેમણે અન્ય સમુદાયના કેટલાક યુવકોને પરિસરમાં પકડ્યા, જેનાથી દલીલો શરૂ થઈ.

1 યુવકનું આધાર કાર્ડ મળ્યું

Bhayander હુલ્લડ દરમિયાન, ઇકબાલ નામના એક યુવકનું આધાર કાર્ડ મળી આવ્યું હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પર ફરી રહેલા ઘટનાના એક વીડિયોમાં કાર્ડ બતાવવામાં આવી રહ્યું છે, જેણે અશાંતિમાં વધુ વધારો કર્યો. જમીન પર સ્થિતિ વણસી રહી હોવા છતાં, એક રાજકીય નેતા લોટસ સ્ટેજ પરથી ભાષણ આપતા રહ્યા, જેનાથી સ્થાનિકોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ આવી.પોલીસને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે બોલાવવામાં આવી. ગ્રાઉન્ડ પર કથિત રીતે પકડાયેલા યુવકોને અધિકારીઓને સોંપવામાં આવ્યા, જ્યારે હસ્તક્ષેપ દરમિયાન હિન્દુ સંગઠનોના કેટલાક સભ્યોની પણ અટકાયત કરવામાં આવી. તે જ રાત્રે ભાયંદર પોલીસ સ્ટેશનની બહાર ઝપાઝપીના અહેવાલ મળતા સ્થિતિએ બીજો વળાંક લીધો, જેમાં એક યુવક ઘાયલ થયો.

 

View this post on Instagram

 

A post shared by Mira Bhayandar News™ (@mira.bhayandernews)

સુરક્ષાના પગલાં લેવાયા

વધતા તણાવના જવાબમાં, પોલીસે ભાયંદરમાં સુરક્ષા કડક કરી દીધી છે. વધુ વિક્ષેપ અટકાવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. દાવાઓની ચકાસણી કરવા, સામેલ લોકોની ઓળખ કરવા અને ચાલી રહેલા તહેવારોના સમયગાળા દરમિયાન શાંતિ જાળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: Sangru Ram: ૭૫ વર્ષના વરરાજા, ૩૫ની દુલ્હન અને કોર્ટ મેરેજ… સુહાગરાતમાં જ બની એવી ઘટના કે ગામ માં મચ્યો હાહાકાર

જાહેર પ્રતિક્રિયા

આ ઘટનાએ ઑનલાઈન મિશ્ર પ્રતિક્રિયાઓ જન્માવી છે. એક વપરાશકર્તાએ ટિપ્પણી કરી, “ભારતના લોકો ને શું થયું છે? એકબીજા પ્રત્યે આટલું ઝેર કેમ? દરેક સમુદાયે સાથે મળીને તહેવારોની મજા માણી હોય તે ઘણો સમય થઈ ગયો. આ નફરત બંધ કરો, સાથે રહો, અને આ રાજકારણીઓની વાતોમાં ન આવો.” અધિકારીઓએ નાગરિકોને શાંત રહેવા અને અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે, જે સ્થિતિને ભડકાવી શકે છે.

October 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shefali Jariwala Postmortem Report Expected Today Police Investigation Reveals Shocking Details
મનોરંજન

Shefali Jariwala: આજ રોજ આવી શકે છે શેફાલી જરીવાલાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

by Zalak Parikh June 30, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shefali Jariwala: ટીવી અભિનેત્રી અને ‘કાંટા લગા ગર્લ’ તરીકે જાણીતી શેફાલી જરીવાલા ના અચાનક અવસાન બાદ આખી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. 27 જૂનના રોજ રાત્રે હૃદયરોગના હુમલા બાદ તેનું અવસાન થયું હતું. હવે તેના મૃત્યુના સાચા કારણ અંગે સ્પષ્ટતા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટ આજે, 30 જૂનના રોજ આવી શકે છે

આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Passes Away: શેફાલી જરીવાલા ના નિધન માં આવ્યો નવો વળાંક, અભિનેત્રી ના ઘરે પહોંચી ફોરેન્સિક ટીમ, કરી આવી તપાસ

પોલીસ તપાસમાં ચોંકાવનારા તથ્યો

મીડિયા રિપોર્ટ મુજબ અંબોલી પોલીસ સ્ટેશન દ્વારા અત્યાર સુધીમાં 14 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. શેફાલી દ્વારા લેવામાં આવતી દવાઓ, એન્ટી-એજિંગ ઈન્જેક્શન , ખોરાક અને તેના ડોક્ટરોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગ નો સંદેહ હતો, પરંતુ હવે ઝેર લેવાની શક્યતા પર પણ તપાસ ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Limboo (@limboo_india)


મીડિયા રિપોર્ટ મુજબ શેફાલીનું પોસ્ટમોર્ટમ કૂપર હોસ્પિટલ માં કરવામાં આવ્યું હતું. પાંચ ડોક્ટરોની ટીમ રિપોર્ટ તૈયાર કરી રહી છે અને તેનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે. રિપોર્ટના આધારે મૃત્યુનું સાચું કારણ બહાર આવશે અને પોલીસની તપાસ આગળ વધશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

દક્ષિણ ભારતના આ રાજ્યમાં સ્થિત RSSના કાર્યાલય પર ફેંકાયો બોમ્બ-સમગ્ર વિસ્તારમાં ખળભળાટ-પોલીસ તપાસ શરૂ

by Dr. Mayur Parikh July 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કેરળના(Kerala) કન્નુરમાં(Kannur) આરએસએસ(RSS) એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના(Rashtriya Swayamsevak Sangh) કાર્યાલય(Office) પર બોમ્બ(Bombs) ફેંકવાની ઘટના સામે આવી છે. 

આ હુમલામાં ઓફિસની બારીઓને(Office window) નુકસાન થયું છે. હુમલામાં કોઈને ઈજા થઈ નથી.

ઘટના બાદ હવે RSS ઓફિસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત(Heavy police coverage) ગોઠવી દેવામાં આવ્યો છે. 

જોકે આ ઘટનામાં કોનો હાથ છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. 

હાલ પોલીસે આ મામલે તપાસ(Police Investigation) શરૂ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  મેઘરાજાની ધમાકેદાર બેટિંગ- હવામાન ખાતાએ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ- તો મુંબઈ માટે જાહેર કરાઈ આ ચેતવણી

July 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

કમાલ કહેવાય-મુંબઈના ભાજપના આ ધારાસભ્યના ઘરની બહાર મળી સોના-ચાંદી અને પૈસા ભરેલી બેગ-પોલીસ પણ આશ્ચર્યચકિત

by Dr. Mayur Parikh July 11, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભાજપના(BJP) ધારાસભ્ય(MLA) પ્રસાદ લાડના(Prasad Lad) માટુંગામાં(Matunga) આવેલા ઘરની બહાર રવિવારે એક શંકાસ્પદ બૅગ(Suspicious bag) મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ઘટના સ્થળે પોલીસે તપાસ(Police investigation) કરતા તેમાંથી સોના(Gold), ચાંદી(Silver), પૈસા અને ભગવાનની મૂર્તિ(God idol) મળી આવી હતી. પોલીસે પંચનામું કરીને તમામ વસ્તુઓનો કબજો લીધો હતો.

પ્રસાદ લાડના સુરક્ષા રક્ષકને(Security guard) તેમના ઘરની બહાર આ બેગ રવિવારે સવારે પડેલી જણાઈ હતી. તેથી તેમણે તુરંત માટુંગા પોલીસ સ્ટેશનને(Matunga police station) ફોન કર્યો હતો. પોલીસે બેગ ખોલતા તેમાંથી કિંમતી, સોના,ચાંદી સહિત ભગવાનની મૂર્તિ મળી આવી હતી. લાડના ઘરની બહાર બંદોબસ્ત હોવા છતાં આ બૅગ તેમના ઘરની બહાર અજાણ્યા શખ્સ બેગ મૂકી જતા પોલીસ પણ ચકરાવે ચઢી ગઈ છે. પ્રસાદ લાડના કહેવા મુજબ આ અગાઉ પણ આવો બનાવ બન્યો હતો. તેથી તેમનો પરિવાર ડરી ગયો છે અને તેમણે પોલીસને બંદોબસ્ત વધારવાની માંગણી કરી છે.

આ સમાચાર પણ વાંચો : 1993 મુંબઈ બ્લાસ્ટના ગેંગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો-હજુ આટલા વર્ષ સુધી નહીં મળે જેલમાંથી મુક્તિ

આ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજને(CCTV Footage)આધારે તપાસ ચાલુ કરી છે. આ બૅગ લાડના ઘરની બહાર કોણે મૂકી તે તપાસ બાદ જણાઈ આવશે. જોકે પ્રાથમિક તપાસમાં કોઈ ચોરે કોઈ જગ્યાએ ચોરી કરી હોવી જોઈએ અને આ ચોરીનો માલ હોવો જોઈએ એવી શંકા છે.
 

July 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈના ચેમ્બુરમાં ગારમેન્ટ યુનિટમાં સ્લેબ તૂટી પડતા એકનું મોત- આટલા જખમી- જાણો વિગત

by Dr. Mayur Parikh June 24, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈના(Mumbai) ચેમ્બુર(Chembur) પરામાં ગુરુવારે જુના ગ્રાઉન્ડ પ્લસ(Ground Plus) એક માળાના બાંધકામનો (construction) સ્લેબ તૂટી(Slab broken) પડતા એકનું મોત થયું હતું  તો 12થી વધુ જખમી થયા હતા.

ચેમ્બુરમાં મોનો રેલ(Mono rail) પોલ નંબર 10ની પાસે ગણેશ નગરમાં(Ganesh Nagar) પુષ્પક કમ્પાઉન્ડમાં(Pushpak compound) ગ્રાઉન્ડ પ્લસ એક માળાનું જૂનું બાંધકામ હતું. તેમાં ગારમેન્ટનું કારખાનું (Garment factory) હતું.  ગુરુવારે બપોરના 3.15 વાગે અચાનક આ બાંધકામનો સ્લેબ તૂટી પડયો હતો. એ સમયે ત્યાં અનેક લોકો કામ કરી રહ્યા હતા.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના(Disaster Management) જણાવ્યા મુજબ સ્લેબ તૂટી પડતાં ત્યાં કામ કરી રહેલા લગભગ 10 લોકો જખમી થયા હતા. તેમને તુરંત નજીક આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 22 વર્ષના મુરારી ઝા નામના યુવકનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું હતું. તો બે લોકોને સારવાર બાદ હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. તો અન્ય સાત લોકો હજુ સારવાર હેઠળ છે. પોલીસ આ દુર્ઘટનાની તપાસ(Police investigation) કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : સંભાળજો- મુંબઈનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ દર આટલા ટકા પર પહોંચી ગયો- જાણો વિગત

June 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક