Tag: Policeman

  • Mumbai : ૫તંગની દોરી બની જીવલેણ.. મુંબઈના વાકોલામાં માંજાથી ગળું કપાઈ જતાં પોલીસકર્મીનું નીપજ્યું મોત..

    Mumbai : ૫તંગની દોરી બની જીવલેણ.. મુંબઈના વાકોલામાં માંજાથી ગળું કપાઈ જતાં પોલીસકર્મીનું નીપજ્યું મોત..

    News Continuous Bureau | Mumbai

    Mumbai : મુંબઈ ( Mumbai ) માં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં ફરજ બજાવીને ટુ-વ્હીલર ( Two-wheeler ) પર ઘરે પરત ફરી રહેલા એક પોલીસકર્મીનું ( policeman ) માંજાથી ગળું કપાઈ જતાં મોત થયું છે. આ ઘટના રવિવારે મુંબઈના વર્લીના ( Worli ) વાકોલા બ્રિજ ( Vakola Bridge ) પર બની હતી. આ મામલે ખેરવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    પોલીસકર્મીને ગળામાં પતંગની દોરી ( kite string ) આવી જતા ગંભીર ઈજાઓ પહોંચી

    મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ મૃતક પોલીસકર્મી વર્લી ( Worli ) માં બીડીડી ચાલીમાં રહે છે. તે દિંડોશી પોલીસ સ્ટેશનમાં બીટ માર્શલ તરીકે કામ કરતા હતા. મૃતક પોલીસકર્મી રવિવારે બપોરે કામ પતાવીને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. જ્યારે તેઓ વાકોલા પૂલ પર પહોંચ્યા, ત્યારે અચાનક તેમના ગળામાં પતંગની દોરી આવી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે એક રાહદારીને જાણ થતાં ખેરવાડી પોલીસને જાણ કરી હતી. પોલીસ તુરંત ઘટનાસ્થળે આવી હતી. ગંભીર રીતે ઘાયલ પોલીસકર્મીને પોલીસે સાયન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે, તબીબોએ તેને મૃત જાહેર કર્યો.

    આ સમાચાર પણ વાંચો :  Electric Vehicles : સસ્તા થશે ઇલેક્ટ્રિક વાહનો?, સંસદીય સમિતિએ ઈ.વીને લઈને મોદી સરકારને કરી આ ભલામણ..

    વર્લી BDD ચાલીમાં ( BDD Chawl ) શોક

    પોલીસે પોલીસકર્મીની ઓળખ તેના ખિસ્સામાં રહેલા ઓળખ પત્ર દ્વારા કરી હતી. આ અંગે દિંડોશી પોલીસ અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. દરમિયાન તેમના અવસાનથી વર્લી BDD ચાલીમાં શોક છવાઈ ગયો છે. દરમિયાન આ ઘટના કેવી રીતે બની તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

  • Navi Mumbai: ડ્રગ્સના કેસમાં પકડાયેલો આરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો, વિડીયો થયો વાયરલ..

    Navi Mumbai: ડ્રગ્સના કેસમાં પકડાયેલો આરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો, વિડીયો થયો વાયરલ..

    News Continuous Bureau | Mumbai 

    Navi Mumbai: ઈન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક આરોપી ( Accused ) પોલીસ કસ્ટડીમાંથી ( police custody ) નાટકીય રીતે ભાગી રહ્યો છે. આ વ્યક્તિની ઓળખ નાઈજિરિયન નાગરિક ( Nigerian citizen ) તરીકે થઈ હતી. જેને નવી મુંબઈ પોલીસ ( Navi Mumbai Police ) દ્વારા ડ્રગ રેઈડ ( Drug raid ) દરમિયાન પકડવામાં આવ્યો હતો. ઉલ્વેના સેક્ટર 24 વિસ્તારમાં ઉભરી રહેલા ડ્રગ માફિયાઓ ( Drug mafias ) પર કાર્યવાહી કરવા માટે આ દરોડો પાડવામાં આવ્યો હતો.

    જુઓ વિડીયો

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવેલા વાયરલ વીડિયોમાં, આરોપીને એક પોલીસકર્મી ( policeman ) દ્વારા પકડી લેવામાં આવતો જોઈ શકાય છે. જેમ જેમ તેઓ પોલીસ વાન તરફ ચાલવા લાગે છે, આરોપી કોઈક રીતે પોલીસની પકડમાંથી છટકી જાય છે અને પોલીસથી ભાગવા લાગે છે.

    પોલીસકર્મીઓએ કર્યો આરોપીનો પીછો

    સ્થળ પર હાજર પોલીસકર્મીઓ આરોપીનો પીછો કરવા લાગે છે, પરંતુ આરોપી જમીન પર પડી જાય છે. અન્ય લોકો પડોશમાં ભાગી રહેલા આરોપીને પકડવા માટે અલગ-અલગ દિશામાં જતા જોઈ શકાય છે. જોકે, પોલીસે આરોપીઓને સફળતાપૂર્વક પકડ્યા કે કેમ તે અંગે કોઈ અહેવાલ નથી.

     આ સમાચાર પણ વાંચો: Assembly Elections 2023: ચૂંટણીની તારીખો જાહેર! છત્તીસગઢ સિવાય આ ચારેય રાજ્યોમાં એક તબક્કામાં મતદાન, જાણો કઇ-કઇ તારીખે યોજાશે ચૂંટણી.. વાંચો વિગતે અહીં.

    આ ઘટના તાજેતરમાં ડ્રગના બીજા દરોડામાં નાઇજિરિયન નાગરિકની ધરપકડ બાદ બની છે. ખારઘર પોલીસે ગત સપ્ટેમ્બરમાં એક નાઇજિરિયન નાગરિકની ધરપકડ કરી હતી અને રૂ. 6 લાખની કિંમતની મેથાક્વોલોન ડ્રગ (MD) જપ્ત કરી હતી. તે ખારઘરના સેક્ટર 13માં દવા વેચવા આવ્યો હતો.

    પોલીસે આરોપીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું

    પ્રાપ્ત માહિતીના આધારે, વરિષ્ઠ પોલીસ નિરીક્ષક રાજીવ શેજવાલની આગેવાની હેઠળની એક ટીમે છટકું ગોઠવ્યું અને પ્રતિબંધિત પદાર્થ સાથે તેને પકડ્યો. પોલીસને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. જો કે, તે પકડાઈ ગયો હતો અને જ્યારે તેની શોધ કરવામાં આવી ત્યારે તેની પાસેથી 60 ગ્રામ મેથાક્વોલોન ડ્રગ મળી આવ્યું હતું. તેની સામે ખારઘર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ખારઘર વિસ્તારમાં ડ્રગ્સના વેચાણના સંબંધમાં ઘણા નાઇજીરિયનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તે પછી પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે.

  • Israel-Hamas war: ઈજિપ્ત સુધી પહોંચી ઇઝરાયેલ-હમાસ યુદ્ધની આગ? ઇજિપ્તના પોલીસકર્મીએ ઇઝરાયલી પ્રવાસીઓને મારી ગોળી, આટલા લોકોની મોત..જાણો કેમ થયું ગોળીબાર..

    Israel-Hamas war: ઈજિપ્ત સુધી પહોંચી ઇઝરાયેલ-હમાસ યુદ્ધની આગ? ઇજિપ્તના પોલીસકર્મીએ ઇઝરાયલી પ્રવાસીઓને મારી ગોળી, આટલા લોકોની મોત..જાણો કેમ થયું ગોળીબાર..

    News Continuous Bureau | Mumbai 

    Israel-Hamas war: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની(conflict) આંચ હવે ઈજિપ્ત(Egypt) સુધી પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. અહીંના એલેકઝેન્ડ્રિયા શહેરમાં રવિવારે એક પોલીસકર્મીએ(policeman) પર્યટક સ્થળ પર ઇઝરાયેલી ટૂરિસ્ટને(tourist) ટાર્ગેટ બનાવીને ગોળી મારી દીધી છે. આ ઘટનામાં ઇઝરાયેલના 2 અને ઈજિપ્તના એક નાગરિકનું મોત થયું છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં આ જાણકારી અપાઈ છે.

    એક્સ્ટ્રા ન્યૂઝ ચેનલે સૂત્રોના હવાલાથી કહ્યું કે- આ ઘટના શહેરના પોમ્પી પિલર પર્યટન સ્થળ પર થઈ. તેમણે જણાવ્યું કે ઘટનામાં એક વ્યક્તિ પણ ઘાયલ થયો છે. સૂત્રોએ જણાવ્યું કે સંદિગ્ધ હુમલાખોરની અટકાયત કરી લેવાઈ છે.

    સુરક્ષાદળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. મળતી માહિતી મુજબ આ પર્યટન સ્થળ પર હાલ લોકોના અવર-જવર પર રોક લગાવી દેવાઈ છે. હુમલાખોરની ઓળખ ઉજાગર નથી કરાઈ અને તેની પૂછપરછ ચાલી રહી છે. આ ફાયરિંગની પાછળ પોલીસકર્મીનો શું હેતુ હતો તેની જાણકારી હજુ સુધી સામે નથી આવી.

    આ સમાચાર પણ વાંચો : Co-operative Societies : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે દેશની તમામ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધા..

    ઇઝરાયેલી બંધકોને છોડાવવા માટે ઇઝરાયેલે ઈજિપ્તની મદદ માગી…

    સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હુમલા બાદના દ્રશ્યો જોવા મળે છે. અહીં ત્રણ એમ્બ્યુલ્સ પીડિતોને હોસ્પિટલ લઈ જતી દેખાઈ છે. ઘટના સ્થળ પર હાજર પોલીસ બેરિયરની પાછળ ઊભેલી છે. ઈજિપ્તમાં થયેલી આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનના ચરમપંથીઓ વચ્ચે યુદ્ધ શરુ થયું છે.

    આ વચ્ચે ઇઝરાયેલી બંધકોને છોડાવવા માટે ઇઝરાયેલે ઈજિપ્તની મદદ માગી છે. ઈજિપ્તના એક અધિકારીએ કહ્યું કે- ઇઝરાયેલના બંધક બનાવવામાં આવેલા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈજિપ્તની મદદ માગી છે. ઈજિપ્તના ગુપ્તચર પ્રમુખે હમાસ અને ઈસ્લામિક જિહાદીઓનો સંપર્ક કર્યો છે.

    અધિકારીના જણાવ્યા મુજબ પેલેસ્ટાઈનના નેતાઓએ દાવો કર્યો કે બંધકો અંગે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થયું નથી. તેમણે કહ્યું કે- ગાઝા લાવવામાં આવેલા લોકોને ક્ષેત્રમાં સુરક્ષિત સ્થાનો પર લઈ જવાયા છે. તેમણે કહ્યું- તે વાત સ્પષ્ટ છે કે તેમી સંખ્યા મોટી છે. તેઓ અનેક ડઝન છે. અધિકારીએ કહ્યું કે- ઈજિપ્તના ગુપ્તચર વિભાગના અધિકારીઓએ સંભવિત સંઘર્ષવિરામને લઈને પણ બંને પક્ષો સાથે વાત કરી છે, પરંતુ ઇઝરાયેલ હાલ એવું નથી ઈચ્છતું.