• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Postal Service
Tag:

Postal Service

Donald Trump
આંતરરાષ્ટ્રીય

Trump Tariffs: ટ્રમ્પની ટેરિફ નીતિ ઉલટી પડી! દેશ ની આ મહત્વની સેવા જ થઇ ઠપ્પ

by Dr. Mayur Parikh September 8, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Trump Tariffs અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. આ નિર્ણયોમાં સૌથી વધુ ચર્ચા ટ્રમ્પના ટેરિફની થઈ. અત્યાર સુધી, ટ્રમ્પે વિશ્વભરના વિવિધ દેશો પર મોટા પ્રમાણમાં ટેરિફ એટલે કે આયાત શુલ્ક લગાવ્યો છે.ટ્રમ્પે ભારત પર પણ 50 ટકા ટેરિફ લગાવ્યો છે. આ દરમિયાન ટ્રમ્પ વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું હતું. તેઓ અમેરિકામાં આયાત થતી દવાઓ પર પણ 200 ટકા ટેરિફ લગાવવાનું વિચારી રહ્યા છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આવી સ્થિતિમાં હવે વિશ્વના 88 દેશોએ અમેરિકાને મુશ્કેલીમાં મુકવા માટે પગલાં ભર્યા છે અને તેનો ફટકો અમેરિકાને પડી રહ્યો છે. ઘણા દેશોએ અમેરિકાના ટેરિફને કારણે ટપાલ સેવા જ બંધ કરી દીધી છે. જેના કારણે અમેરિકન નાગરિકો પર તેની અસર જોવા મળી રહી છે.

અમેરિકાને આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓમાં ફટકો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર ટેરિફ લાદીને હલચલ મચાવી દીધી હતી. તેમણે ભારત પર પણ પહેલા 25 ટકા અને પછી ફરી 25 ટકાનો ટેક્સ લગાવ્યો હતો. આ ફક્ત રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાના મુદ્દા પર અમેરિકાએ કર્યું હતું. જેના કારણે ભારત સહિત વિવિધ દેશોમાંથી થતા વેપાર પર તેની અસર પડી રહી છે.સૌથી મોટો ફટકો હવે અમેરિકા જતી આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ પર પડ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે અમેરિકા જતી ટપાલ સેવા 80 ટકાથી પણ ઓછી થઈ ગઈ છે. આ માહિતી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા આપવામાં આવી છે. જેના કારણે અન્ય દેશોને જેટલું નુકસાન થઈ રહ્યું છે, તેટલી જ અમેરિકન નાગરિકો પર પણ અસર જોવા મળી રહી છે.

81 ટકાનો ઘટાડો અને ઉકેલનો પ્રયાસ

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેક્સને કારણે વિશ્વભરના 88 દેશોની ટપાલ સેવાઓ પ્રભાવિત થઈ છે. જેના કારણે આ દેશોમાંથી ટપાલ સેવાઓ અમુક સમય માટે અથવા કાયમ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. શરૂઆતમાં અમેરિકાએ નાની વસ્તુઓ પર છૂટ આપી હતી. પરંતુ 29 ઓગસ્ટથી ટ્રમ્પ સરકારે તમામ ટપાલ સેવાઓ પર ટેરિફ લાદવાની નીતિ અપનાવી. ટ્રમ્પે આવી જાહેરાત કરી. જેના કારણે આંતરરાષ્ટ્રીય ટપાલ સેવા ખોરવાઈ ગઈ.દરમિયાન, જર્મન ડ્યુશ પોસ્ટ, બ્રિટનની રોયલ મેલ અને બોસ્નિયા જેવા દેશોએ તેમની ટપાલ સેવાઓ બંધ કરી દીધી છે. આ દેશોની સાથે હર્ઝેગોવિનાએ પણ અમેરિકા જતા પાર્સલ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. ભારત, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ઇટાલી અને જાપાન જેવા દેશોએ તો અમેરિકાને મોકલવામાં આવતા પાર્સલ પર પ્રતિબંધ જ લાદી દીધો છે.

આ સમાચાર પણ વાંચો : Anant Ambani: બાપ્પા ની ભક્તિ માં લીન જોવા મળ્યા અનંત અંબાણી!લાલબાગ ચા રાજાની વિસર્જન શોભાયાત્રામાં હજારો ભક્તો સાથે ચાલતા જોવા મળ્યા

અમેરિકન નાગરિકો ને પડી મુશ્કેલી

યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 29 ઓગસ્ટ પહેલા ટપાલ સેવા સારી હતી, પરંતુ તે પછી તેમાં 81 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે 88 દેશોના ટપાલ સંચાલકોએ જણાવ્યું છે કે જ્યાં સુધી ટેરિફ પર કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ અમેરિકાને ટપાલ સેવા નહીં આપે. આ કારણે હવે આંતરરાષ્ટ્રીય વેપારની સાથે ખાનગી ગ્રાહકોને પણ ફટકો પડી રહ્યો છે.દરમિયાન, આ નિર્ણયને કારણે અમેરિકન નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુપીયુના મહાનિર્દેશક માસાહિકો મેટોકીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, યુપીયુ વિશ્વભરમાંથી અમેરિકામાં ટપાલ સેવા ફરીથી સુચારુ રૂપે શરૂ કરવા માટે ઝડપી તકનીકી ઉકેલો શોધી રહ્યું છે, પરંતુ નિયમિત ટપાલ સેવા ક્યારે શરૂ થશે તે હાલ કહી શકાય તેમ નથી.

September 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Lok Adalat Dak Adalat organized in Ahmedabad to resolve issues related to postal service
અમદાવાદ

Lok Adalat : ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં ડાક અદાલતનું આયોજન, ફરિયાદ મોલવાની આ છે અંતિમ તારીખ..

by kalpana Verat March 20, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Lok Adalat : ટપાલ સેવા ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, શહેર વિભાગ, અમદાવાદ-380009ની કચેરી ખાતે તા. 25/03/2025ના રોજ 15:૦૦ કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરશે.

અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), સિનિયર પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, નવરંગપુરા, અમદાવાદ-380009ને મોકલવી જેથી નિયત તારીખ 22/03/2025 સુધી અત્રે કચેરી એ પહોચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં.

આ સમાચાર પણ વાંચો: Dak Adalat : અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન

ફરિયાદ વિષયવક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નૌતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં. તદુપરાંત, ફરિયાદની એક અરજી માં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઇએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
India Post Indian Postal Department releases commemorative postage stamp on Gujarat's martyred saint 'Veer Meghmaya'
રાજ્ય

India Post: ભારતીય ડાક વિભાગે ગુજરાતના શહીદ સંત ‘વીર મેઘમાયા’ પર સ્મારક ડાક ટિકિટ બહાર પાડી

by khushali ladva January 1, 2025
written by khushali ladva
News Continuous Bureau | Mumbai

India Post: ભારતીય ડાક વિભાગ દ્વારા ગુજરાતના શહીદ સંત ‘વીર મેઘમાયા‘ પર એક સ્મારક ડાક ટિકિટ જાહેર કરી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ‘વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર’ના ચેરમેન અને પૂર્વ સાંસદ ડૉ. કિરીટ સોલંકી તેમજ નિદેશક ડાક સેવા સુશ્રી મીતા બેન સાથે આ ડાક ટિકિટ 31 ડિસેમ્બર, 2024ના રોજ અમદાવાદના ક્ષેત્રીય કાર્યાલયમાં જાહેર કરી. આ 5 રૂપિયાની ડાક ટિકિટ અને તેના સાથે જ જાહેર થયેલ પ્રથમ દિવસ આવરણ અને માહિતીપત્ર દેશભરના ડાકઘરોમાં આવેલા ફિલેટેલિક બ્યુરોમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. તેમજ, ઈ-પોસ્ટ ઓફિસ દ્વારા આ ટિકિટ ઓનલાઈન પણ મંગાવી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે, ભારતનો ઐતિહાસિક વારસો સંતોની કથાઓથી સમૃદ્ધ છે. ગુજરાતમાં ધોળકા નજીક રનોડા ગામના એક દલિત વણકર પરિવારમાં લગભગ 1000 વર્ષ પૂર્વે જન્મેલા વીર મેઘમાયાએ જનકલ્યાણ માટે પોતાનું જીવન બલિદાન કર્યું. તેઓ બત્રીસ ગુણોથી સમૃદ્ધ હતા. ગુજરાતની તે સમયેની રાજધાની અન્હીલપુર પાટણમાં સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી લાવવા માટે આપેલુ તેમનું સ્વબલિદાન આજે પણ ત્યાગનું એક નવું ઉદાહરણ પૂરું પાડે છે. આ બલિદાનને માનવાધિકારોની સ્થાપના અને દલિત તથા વંચિત વર્ગોના ઉત્થાન માટે કરવામાં આવેલ બલિદાન તરીકે યાદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ડાક વિભાગ વીર મેઘમાયા પર સ્મારક ડાક ટિકિટ જાહેર કરતા આનંદ અનુભવે છે અને દલિતો તથા વંચિત વર્ગોના કલ્યાણ માટે તેમના બલિદાનને નમન કરે છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે ડાક ટિકિટો ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. ડાક ટિકિટ ખરેખર એક નાનો રાજદૂત છે, જે વિવિધ દેશોનો પ્રવાસ કરે છે અને તેમને તેમની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાથી પરિચિત કરાવે છે. દરેક ડાક ટિકિટની પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે અને અને આજની યુવા પેઢીને આ વાર્તા સાથે જોડવાની જરૂર છે.

આ સમાચાર પણ વાંચો  :   PM Modi: પ્રધાનમંત્રીએ સર્વને 2025ની શુભકામનાઓ પાઠવી

આ અવસરે, પૂર્વ સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ જણાવ્યું કે, સંત વીર મેઘમાયાનું જીવન જનકલ્યાણ, સામાજિક ન્યાય અને સામાજિક સમરસતાનું પ્રતીક છે. શાહૂ મહારાજ, મહાત્મા જ્યોતિબા ફુલે, ડૉ. આંબેડકરના સમયકાળથી ઘણાં 1000 વર્ષો પહેલાં વીર મેઘમાયાએ સમાજમાં અસ્પૃશ્યતા ખતમ કરવા માટે પહેલ કરી. તેમના પર ડાક ટિકિટ જાહેર થવાથી દેશ-વિદેશમાં તેમના બલિદાન અને જનકલ્યાણ વિશે માહિતી મળશે અને સાથે જ નવી આશાનું સંચાર થશે. આધુનિક સમયમાં, દલિત, વંચિત અને નબળા વર્ગના લોકો વીર મેઘમાયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પાટણમાં તેમના બલિદાન સ્થાનની મુલાકાત લે છે. સંત વીર મેઘમાયા પર ડાક ટિકિટ જાહેર થવાથી તેમની પ્રસિદ્ધિ વધુ વધશે અને યુવા પેઢી તેમના બલિદાન વિશે જાણવા માટે પ્રેરિત થશે.

India Post:  ડૉ.કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે, સાંસદ તરીકે તેમણે પહેલ કરી હતી અને સંત વીર મેઘમાયા પર ટપાલ ટિકિટ બહાર પાડવા માટે ભારત સરકારને દરખાસ્ત મોકલી હતી. આજે આ સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન લોકોને પ્રેરણા આપશે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ટપાલ વિભાગનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ અવસરે, વીર મેઘમાયા વિશ્વ મેમોરીયલ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટરના મહામંત્રી શ્રી નરેન્દ્ર વોરા, અમદાવાદના પ્રવર ડાક અધિક્ષક શ્રી વિકાસ પાલવે, ગાંધીનગરના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયૂષ રજક, પાટણના ડાક અધિક્ષક શ્રી એચ. સી. પરમાર, સહાયક નિર્દેશક શ્રી એમ. એમ. શેખ, ડાક નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી યોગેન્દ્ર રાઠોડ, ડાક સહાયક શ્રી સૌરભ કુમાવત તેમજ અનેક લોકો ઉપસ્થિત હતા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Postal Court for settlement of questions relating to postal service of Ahmedabad G.P.O
અમદાવાદ

Ahmedabad Postal Court: અમદાવાદમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોનું થશે નિરાકરણ, આ તારીખે કરવામાં આવશે ડાક અદાલતનું આયોજન..

by Hiral Meria December 12, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Ahmedabad Postal Court:  અમદાવાદ જી.પી.ઓ ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 27.12.2024 ના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. 

આ ડાક અદાલતમાં ( Postal Court ) ફક્ત અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  One Nation One Election : કેન્દ્રીય કેબિનેટની ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલને લીલી ઝંડી, આ તારીખે ગૃહમાં રજૂ થઇ શકે છે બિલ…

આવી ફરિયાદો તારીખ 20.12.2024 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ., અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ 20.12.2024 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતીવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

December 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ahmedabad Postmaster General Krishna kumar Yadav inaugurated the National Postal Week, convention on 'Post and Parcel Day'.
અમદાવાદ

National Postal Week: અમદાવાદ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કર્યો રાષ્ટ્રીય ડાક સપ્તાહનો શુભારંભ, ‘ડાક અને પાર્સલ દિવસ’ પર યોજાયું આ સંમેલન.

by Hiral Meria October 7, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

National Postal Week: ભારતીય ડાક વિભાગ સતત નવીન સેવાઓ અને ટેકનોલોજી સાથે પોતાની સેવા ક્ષિતિજને વિસ્તૃત કરી દેશના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવા પ્રયત્નશીલ છે. મોબાઇલ, ઇ-મેઇલ અને સોશિયલ મિડિયા યુગમાં પણ પત્રોનું પોતાનું આગવું મહત્વ યથાવત છે. મહત્વપૂર્ણ દસ્તાવેજો, જેમ કે સરકારી અને અદાલતી પત્રો, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખકાર્ડ, પાન કાર્ડ, બેંક ચેકબુક અને એટીએમ કાર્ડ પોસ્ટ દ્વારા જ મોકલવામાં આવે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના ( Ahmedabad ) પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ડાક સપ્તાહ દરમ્યાન ‘ડાક અને પાર્સલ દિવસ’ પર યોજાયેલ ‘ગ્રાહક સંમેલન’ (કસ્ટમર મીટ) દરમિયાન આ વિચાર રજૂ કર્યા હતા. આ અવસરે ડાક સેવાઓ અંગે ડાક નિર્દેશક સુશ્રી મીતા કે. શાહ દ્વારા માહિતી આપવામાં આવી અને વિવિધ નિકાસકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.  

Ahmedabad Postmaster General Krishna kumar Yadav inaugurated the National Postal Week, convention on 'Post and Parcel Day'.

Ahmedabad Postmaster General Krishna kumar Yadav inaugurated the National Postal Week, convention on ‘Post and Parcel Day’.

 

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ ( krishna kumar yadav ) જણાવ્યું કે પોસ્ટ વિભાગ દ્વારા મેઇલ અને પાર્સલ સેવાઓના ક્ષેત્રમાં ઘણી નવીનતાઓ કરવામાં આવી રહી છે. પોસ્ટ વિભાગ વિવિધ વ્યવસાય જૂથોની જરૂરિયાતો અનુસાર વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. જેમાં સ્પીડ પોસ્ટ, બિઝનેસ પાર્સલ, ડાકઘર નિર્યાત કેન્દ્ર, બિઝનેસ પોસ્ટ, મીડિયા પોસ્ટ, બિલ મેઇલ સેવા, રિટેલ પોસ્ટ, લોજિસ્ટિક્સ પોસ્ટ, ડાયરેક્ટ પોસ્ટ, ઇ-પોસ્ટ, ઇ-પેમેન્ટ, આધાર સેવાઓ, પાસપોર્ટ સેવાઓ વગેરે મહત્વપૂર્ણ છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ડાકના વિવિધ માધ્યમોથી વાણિજ્યિક નિકાસને પ્રોત્સાહન આપવા માટે નિકાસકર્તાઓ માટે વન-સ્ટોપ ગંતવ્યરૂપે ડાકઘર નિર્યાત કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ઓડીઓપી, જીઆઈ, એમએસએમઈના ઉત્પાદનો વિદેશમાં પહોંચીને ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ની સંકલ્પનાને મજબૂત કરી રહ્યા છે.

પોસ્ટમાસ્ટર ( India Post ) જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉદ્યોગપતિઓને સ્થાનિકથી લઈ વૈશ્વિક બજારોમાં પહોંચવા માટે ડાક નેટવર્કની સરળતા અને કાર્યક્ષમતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સ્પીડ પોસ્ટ અને બિઝનેસ પાર્સલના વર્ગીકરણ અને વિતરણ માટે વિશેષ હબ અને નોડલ ડિલિવરી સેન્ટર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. ઈ-કોમર્સ ઉત્પાદનો માટે કેશ ઑન ડિલિવરીની સુવિધા આપવામાં આવી રહી છે. ડાકવસ્તુઓની ડિલિવરી પોસ્ટમેન મોબાઇલ એપ્લિકેશન (પીએમએ) દ્વારા રિયલ ટાઈમમાં અપડેટ કરવામાં આવી રહી છે. ઓનલાઈન ટ્રેક અને ટ્રેસની સુવિધા પણ આપવામાં આવી છે. ડાક વિભાગ દ્વારા ટપાલ અને પાર્સલના ઝડપી નિકાલ માટે નવી પરિવહન નીતિ બનાવવામાં આવી છે. ડાક વિભાગ ( World Post Day ) અને ભારતીય રેલ્વે દ્વારા સંયુક્ત પાર્સલ ઉત્પાદ રૂપે ‘રેલ પોસ્ટ ગતિ શક્તિ એક્સપ્રેસ કાર્ગો સેવા’ શરૂ કરવામાં આવી છે. ડાકઘરોમાં ક્લિક અને બુક સેવા, પાર્સલ પેકેજિંગ યુનિટ, ક્યુઆર કોડ દ્વારા ડિજિટલ પેમેન્ટની સુવિધા અંગે પણ તેમણે માહિતી આપી. શ્રી યાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ડાકના ત્વરિત નિકાલ માટે અમદાવાદના શાહીબાગમાં વિદેશ ડાકઘર અને સુરતમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ માટે ઓન-સ્પોટ કસ્ટમ ક્લિયરન્સની સુવિધા ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય પાર્સલ સેવા વિશ્વભરના 200 થી વધુ ગંતવ્ય દેશો અને પ્રદેશો માટે ઉપલબ્ધ છે.

Ahmedabad Postmaster General Krishna kumar Yadav inaugurated the National Postal Week, convention on 'Post and Parcel Day'.

Ahmedabad Postmaster General Krishna kumar Yadav inaugurated the National Postal Week, convention on ‘Post and Parcel Day’.

આ સમાચાર પણ વાંચો:  Gujarat Vikas Saptah: ગુજરાતમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો થયો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓએ લીધી આ પ્રતિજ્ઞા.

કાર્યક્રમનું ( National Postal Week ) માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી ચિરાયુ વ્યાસ, સ્વાગત પ્રવચન સહાયક નિર્દેશક શ્રી એમ. એમ. શેખ અને આભારવિધિ સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધીએ કરી હતી. કાર્યક્રમનું સંકલન સહાયક ડાક  અધિક્ષક શ્રી રવિન્દ્ર પરમારે કર્યું હતું અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ડાક નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

Ahmedabad Postmaster General Krishna kumar Yadav inaugurated the National Postal Week, convention on 'Post and Parcel Day'.

Ahmedabad Postmaster General Krishna kumar Yadav inaugurated the National Postal Week, convention on ‘Post and Parcel Day’.

આ પ્રસંગે ડાક સેવા ( Postal Service ) નિદેશક સુશ્રી મીતા કે. શાહ, અમદાવાદ સીટી ડીવીજન ના પ્રવર ડાક અધિક્ષક, શ્રી ગોવિંદ શર્મા, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી વી. એમ. વહોરા, ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર, જી.પી.ઓ શ્રી અલ્પેશ શાહ, સહાયક નિર્દેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, શ્રીમતી મંજૂલા પટેલ, સહાયક અધીશક શ્રી રવિન્દ્ર પરમાર, શ્રી રોનક શાહ, ડાક નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી યોગેન્દ્ર રાઠોડ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી ખેમચંદભાઈ રાઠોડ, દિપલ મહેતા સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના અનેક અધિકારીઓ અને વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ, વિભાગોના પ્રતિનિધિઓ સામેલ થયા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Krishnakumar Yadav addressed the session on 'Advancement in Postal Services and Services Provided to Exporters' by GCCI
રાજ્ય

Postal Service: GCCI દ્વારા થયું ‘ડાક સેવાઓમાં પ્રગતિ અને નિકાસકારો માટે પ્રદાન કરાતી સેવાઓ ‘વિષય પર સત્રનું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કર્યું તેને સંબોધન.

by Hiral Meria September 13, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Postal Service:  પોસ્ટ વિભાગ નવી ટેકનોલોજી અને નવીનતા સાથે તેની સેવાઓનો વિસ્તાર કરીને સમાજના દરેક વર્ગ સુધી પહોંચી રહ્યો છે. કોર્પોરેટ ગ્રાહકો, નિકાસકારો થી લઈને સ્થાનિક ઉદ્યોગકારો માટે અનેક નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વ્યવસાયોની નિકાસ ક્ષમતામાં વધારો કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલા રૂપે ડાકઘર નિર્યાત કેન્દ્રોની ( Dak Ghar Niryat Kendra ) સ્થાપના કરવામાં આવી છે. હવે ઓડીઓપી, જી.આઈ., એમ.એસ.એમ.ઈ. જેવા ઉત્પાદનો પોસ્ટલ નેટવર્ક દ્વારા વૈશ્વિક બજારોમાં ઝડપથી પહોંચી શકશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ( GCCI ) દ્વારા ‘ડાક સેવાઓમાં પ્રગતિ અને નિકાસકારો માટે પ્રદાન કરાતી સેવાઓ’વિષય પર આયોજિત સત્રને સંબોધતા ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉપરોક્ત નિવેદન વ્યક્ત કર્યું હતું. આ પ્રસંગે ડાક સેવાઓ વિશે પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી અને વિવિધ નિકાસકારો સાથે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી. જી.સી.સી.આઇ.ના અધ્યક્ષ શ્રી સંદીપ એન્જિનિયરએ સ્વાગત સંબોધન કર્યું, લોજિસ્ટિક્સ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ શ્રી હિતેન વસંતે થીમ વિશે માહિતી આપી અને મહાજન સંકલન સમિતિના અધ્યક્ષ શ્રી આશીષ ઝવેરીએ આભાર વ્યક્ત કર્યો. 

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે ( Krishna Kumar Yadav ) કહ્યું કે પોસ્ટના વિવિધ માધ્યમોથી વ્યાપારી નિકાસને પ્રોત્સાહન આપવા માટે નિકાસકારો માટે વન-સ્ટોપ ડેસ્ટીનેશન તરીકે  ડાકઘર નિર્યાત કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ડાકઘર નિર્યાત કેન્દ્ર(DNK) પરથી પાર્સલ બુક કરાવવા માટે, ઇ-નિર્યાતકોને ડાકઘર જવાની જરૂર નથી, તેઓ પોતાના ઓફિસ અથવા યુનિટમાંથી જ પાર્સલ બુક કરી શકે છે. અહીં સુધી કે ઓનલાઇન કસ્ટમ ક્લિયરન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. ડાકઘર નિર્યાત કેન્દ્ર નિકાસ સાથે સંબંધિત દસ્તાવેજીકરણ, બારકોડ સાથે લેબલની છપાઈ, પોસ્ટલ બિલની ઓનલાઈન ફાઈલિંગ, દસ્તાવેજ વિના કસ્ટમ કલીરન્સ જેવી સુવિધાઓમાં મદદ કરે છે. નાના શહેરો અને ગામોના નિકાસકારો, કારીગરો, વેપારીઓ, સ્વસહાય જૂથો પોતાના ઉત્પાદનોનું વૈશ્વિક સ્તરે નિકાસ કરવા માટે ડીએનકે નું બખૂબી ઉપયોગ કરી રહ્યા છે.

‘DakGharNiryat Kendra’ plays a key role in connecting local entrepreneurs to the global market – Postmaster General Krishna Kumar Yadav

Postmaster General Krishna Kumar Yadav addressed the session on ‘Progress in Postal Services and Services Provided to Exporters’ organized by… pic.twitter.com/Yh3z5aVv4s

— PIB India (@PIB_India) September 12, 2024

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે ઉદ્યોગકારોને સ્થાનિક થી વૈશ્વિકબજારો સુધી પહોંચવામાં મદદ કરવા પોસ્ટલ નેટવર્કની ( India Post )  સરળતા અને કાર્યક્ષમતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સ્પીડ પોસ્ટ ( Speed ​​post ) અને બિઝનેસ પાર્સલનાવર્ગીકરણ અને વિતરણ માટે વિશેષ હબ અને નોડલ ડિલિવરી સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે. ઇ-કોમર્સ ઉત્પાદનો માટે કેશ-ઓન-ડિલિવરીની સુવિધા આપવામાં આવી રહી છે. પોસ્ટલ આર્ટીકલની ડિલિવરી પોસ્ટમેન મોબાઇલ એપ્લિકેશન (પી.એમ.એ.) દ્વારા રિયલ ટાઈમમાં અપડેટ કરવામાં આવી રહી છે. ઓનલાઇન ટ્રેકએન્ડટ્રેસ ની સુવિધા પણ આપવામાં આવી છે. મેઈલ અને પાર્સલના ઝડપી નિકાલ માટે પોસ્ટ વિભાગ દ્વારા નવી ટ્રાન્સપોર્ટ નીતિ બનાવવામાં આવી છે. પોસ્ટ વિભાગ અને ભારતીય રેલવેએ સંયુક્ત પાર્સલ પ્રોડક્ટ રૂપે ‘રેલ પોસ્ટ ગતિ શક્તિ એક્સપ્રેસ કાર્ગો સેવા’ શરૂ કરી છે. ડાકઘરોમાં ક્લિક એન્ડ બુક સેવા, પાર્સલ પેકેજિંગ યુનિટ, ક્યુઆર કોડથી ડિજિટલ પેમેન્ટ જેવી સુવિધા વિશે પણ તેમણે માહિતી આપી. શ્રી યાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ડાકના ઝડપી નિકાલ માટે અમદાવાદના શાહીબાગમાં વિદેશ ડાકઘર અને સુરતમાં ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ માટે ઓન-સ્પોટ કસ્ટમ ક્લિયરન્સની સુવિધા ઉપલબ્ધ છે. વિશ્વભરમાં 200 કરતાં વધુ ગંતવ્ય દેશો અને પ્રદેશો માટે આંતરરાષ્ટ્રીય પાર્સલ સેવા ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો :  Adani-Hindenburg saga: હિંડનબર્ગનો વધુ એક ધડાકો; અદાણી ગ્રુપના સ્વિસ બેંકમાં અધધ કરોડ ડોલર ફ્રીઝ થયા હોવાનો આરોપ, ઉધોગ જૂથે જારી કર્યું નિવેદન

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે ઉદ્યોગકારો સાથે વાતચીત કરતા કહ્યું કે પત્ર, પાર્સલ, લોજિસ્ટિક્સની સાથે મની ટ્રાન્સફર, સેવિંગ્સ બેંક, વિમા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, આધાર, પાસપોર્ટ, કોમન સર્વિસ સેન્ટર જેવી વિવિધ નાગરિક કેન્દ્રિત સુવિધાઓ પણ ડાકઘરો દ્વારા વિસ્તરી રહી છે. ફિઝિકલ મેઈલથી લઈને ડિજિટલ મેઈલ અને ‘ડાકિયા ડાક લાવ્યો’થી ‘ડાકિયા બેંક લાવ્યો’ સુધીના પ્રવાસમાં ડાક સેવાઓએ અનેક નવીનતાઓ કરી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Website and helpline number for registering complaints related to various services provided by postal department
દેશઅમદાવાદ

Postal Department: પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા કરો આ માધ્યમનો ઉપયોગ..

by Hiral Meria August 16, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Postal Department: ડિજીટલાઈઝેશનના આ યુગમાં, પોસ્ટ વિભાગ સાથે વિવિધ સેવાને ( Postal Service ) લગતી ફરીયાદો નોંધાવવા માટે નીચેના માધ્યમનો ઉપયોગ કરી શકાય છે. 

Postal Department:   રજીસ્ટર તથા અન્ય ખાતાકીય ફરિયાદ ( Complaints )  માટે વેબસાઈટ લિંક દ્વારા ફરિયાદની નોંધણી

https://www.indiapost.gov.in/VAS/Pages/Complaint Registration.aspx

Postal Department:  રજીસ્ટર તથા અન્ય ખાતાકીય ફરિયાદ માટે હેલ્પ લાઈન નંબર ( Help line Number )  18002666868 પર ફરિયાદ કરી શકાશે.

 સિટિ ડિવિઝન, અમદાવાદ વહીવટી નિયંત્રણ હેઠળ પોસ્ટ ઓફિસના ( Ahmedabad Post Office ) કાઉન્ટર પર પૂરી પાડવામાં આવતી બચત બેંક, ટપાલ સેવા (સ્પીડ/રજિસ્ટર્ડ), મની ઓર્ડર અને અન્ય તમામ સેવાઓ સંબંધિત ફરિયાદ ઉપરોક્ત પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો :  Atal Bihari Vajpayee: PM મોદીએ અર્પણ કરી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

August 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Postal Pension Court for resolution of questions related to postal service and pension
અમદાવાદ

Pension Court: ટપાલ સેવા તથા પેન્શન ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક / પેન્શન અદાલત

by Hiral Meria July 2, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Pension Court:  ટપાલ સેવા તથા પેન્શનને ( Pension ) લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ ( Ahmedabad )  – 380001 ખાતે તા. 16.07.2024ને મંગળવારના રોજ 11.00 કલાકે ડાક અદાલત અને 12.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. 

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓ ( Postal Service ) અને પોસ્ટલ પેન્શનને ( Postal Pension ) લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા સબંધી અદાલતમાં રજુ કરવાની ફરિયાદી આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ (કંપ્લેઇન્ટ ઓફિસર), કંપ્લેઇન્ટ સેકસન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- 380001 અને પેન્શનને લગતી ફરિયાદો આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ, પેન્શન સેક્સન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ-380001ને મોડામાં મોડી તારીખ- 11.07.2024ને ગુરુવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.

આ સમાચાર પણ વાંચો:  Mumbai Vehicle Theft: મુંબઈ ટુ વ્હીલરની ચોરીના આંકડામાં થયો મોટો વધારો; છેલ્લા પાંચ મહિનામાં વાહન ચોરીનો આંકડો પહોંચ્યો હજારોમાં

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Organization of Postal Court in Ahmedabad
અમદાવાદ

Postal Court: અમદાવાદમાં ડાક અદાલતનું આયોજન

by Hiral Meria June 19, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Postal Court: ટપાલ સેવાને ( Postal Service ) લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, શહેર વિભાગ, ( Ahmedabad ) અમદાવાદ-380009ની કચેરી ખાતે તા. 27 જૂન, 2024ના રોજ 15.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. 

સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત સાંભળશે અને સમસ્યાનું સ્થળ પર જ સમાધાન થશે.

અમદાવાદાની પોસ્ટ ઓફિસની ( Post Office ) ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ( અમદાવાદ શહેર), પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, નવરંગપુરા, અમદાવાદ 380009ને મોકલવી જેથી નિયત તા. 24 જૂન, 2024 સુધી અત્રે કચેરીએ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં.

આ સમાચાર  પણ વાંચો :  Aadhaar Card Update: આધાર કાર્ડમાં ફેરફાર કરવાની અંતિમ તારીખ હવે ફરિ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી.

ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં. તદુપરાંત ફરિયાદની એક અરજીમાં એક કરતાં વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ ( Ahmedabad Post Office ) શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Post Office New postal law implemented in the country, now the government schemes will reach the fringes of the society...
દેશ

Post Office: દેશમાં નવો પોસ્ટલ કાયદો લાગુ, હવે સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચશે સરકારી યોજનાઓ.

by Bipin Mewada June 19, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Post Office: દેશમાં પોસ્ટ ઓફિસ એક્ટ, 2023 અમલમાં આવ્યો છે. આ અંગે ભારત સરકાર ( Indian Government  ) દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ કાયદાનો હેતુ ટપાલ સેવાઓ અથવા પોસ્ટલ સેવા ( Postal Service ) અને સ્ટેમ્પ ડ્યુટી માટેના માળખાને આધુનિક બનાવવાનો છે. સોમવાર (18 જૂન)થી અમલમાં આવેલા નવા કાયદા દ્વારા લોકો માટે સરકારી સેવાઓની પહોંચ સરળ બનશે. આ ઉપરાંત સરકારી લાભો ( Government benefits ) દેશના દૂરના ખૂણે ખૂણે પણ પહોંચી શકશે. તેનાથી લોકોનું જીવન સરળ બનશે.  

પોસ્ટ ઓફિસ એક્ટ, 2023 ( Post Office Act 2023 ) 10 ઓગસ્ટ, 2023 ના રોજ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ બિલ 4 ડિસેમ્બર, 2023 ના રોજ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ પછી 13 ડિસેમ્બર, 2023 ના રોજ આ બિલ પર વિચાર કરવામાં આવ્યો અને તેને 18 ડિસેમ્બર, 2023 ના રોજ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યો. આ અધિનિયમને 24 ડિસેમ્બર, 2023ના રોજ રાષ્ટ્રપતિ તરફથી સંમતિ મળી હતી. તે પછી તે જ દિવસે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ભારતના ગેઝેટમાં લોકો માટે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 

Post Office: આ કાયદો વ્યવસાય કરવામાં સરળતા અને જીવનની સરળતા બનાવશે..

આ કાયદો વ્યવસાય કરવામાં સરળતા અને જીવનની સરળતા માટે પત્રો એકત્રિત કરવા, પ્રક્રિયા કરવા અને પહોંચાડવાના અધિકારનો માટેના વિશેષ વિશેષાધિકારો જેવી જોગવાઈઓને નાબૂદ કરે છે. આ અધિનિયમમાં કોઈ દંડની જોગવાઈઓ નિર્ધારિત નથી. તે સામાન માટે સરનામાં, સરનામા ઓળખકર્તાઓ અને પોસ્ટકોડના ઉપયોગ માટે પ્રમાણભૂત સિસ્ટમ પ્રદાન કરે છે

આ સમાચાર  પણ વાંચો : RTE Admissions: RTE એડમિશન મામલે બોમ્બે હાઈકોર્ટે કહ્યું, તેઓ વિદ્યાર્થીઓને અવઢવમાં રાખવા માંગતા નથી, 11 જુલાઈથી અરજીની સુનાવણી થશે.

પોસ્ટ ઓફિસ એક્ટ ( Post Office Act ) , 2023 ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ, 1898ને રદ કરે છે. ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ, 1898 બ્રિટિશ શાસન દરમિયાન લાવવામાં આવ્યો હતો, જેનો હેતુ પોસ્ટ ઓફિસ સંબંધિત કાયદામાં સુધારો કરવાનો હતો. 

 

June 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક